CIA ALERT

ગુજરાત Archives - Page 131 of 158 - CIA Live

April 8, 2019
parliament-election.jpg
1min6430

લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પશ્ર્ચિમ, નવસારી, કચ્છ, છોટાઉદેપુર, પંચમહાલ અને ભાવનગર બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉમેદવારોએ રજૂ કરેલી એફિડેવિટ પ્રમાણે સૌથી વધુ ધનવાન નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલ છે. તેમની સંપત્તિ ૪૫ કરોડ જાહેર થઈ છે. નોટબંધીના વર્ષમાં પણ પાટિલ ૧૯ કરોડ કમાયા હતા. બીજા નંબરે અમદાવાદ પશ્ર્ચિમના ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી છે. જેમણે પાંચ વર્ષમાં બમણી સંપત્તિ રૂ. ૬.૭૬ કરોડ જાહેર કરી છે.

સૌથી વધુ ધનવાન નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલ

બીજા નંબરે અમદાવાદ પશ્ર્ચિમના ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી

નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે નોટબંધીના વર્ષમાં રૂ.૧૯,૦૩,૪૪,૮૨૦ કરોડની તોતીગ આવક બતાવી હતી. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે નોટબંધીની આગળ અને પાછળના તમામ વર્ષમાં તેમની આવક એક કરોડ કરતા ઓછી છે. નોટબંધીના વર્ષમાં આવકમાં આવેલો મોટો ઉછાળો તેમણે એફિડેવિટના સ્વરૂપમાં ઉમેદવારીપત્રક ભરતી વખતે દર્શાવ્યો હતો. સી.આર.પાટીલ પાસે રૂ.૧૨.૬૧ કરોડની મૂલ્યની જંગમ મિલકત, જયારે તેમના પત્ની પાસે રૂ. ૯૨.૦૮ લાખની જંગમ મિલકત દર્શાવી હતી. જ્યારે તેમના એચયુએફ પાસે રૂ. ૬૯.૩૮ લાખની જંગમ મિલકત, તેમની સ્વઉપાર્જિત મિલકતનું મુલ્ય રૂ.૫.૨૭ કરોડ જ્યારે તેમના પત્ની પાસે સ્વ ઉપાર્જિત મિલકતનું મુલ્ય રૂ.૨૪.૮૦ કરોડ દર્શાવ્યું હતું. સી.આર.પાટીલની વારસાગત મિલકતનું મુલ્ય રૂ.૨૮.૬૯ લાખ છે. એફિડેવિટમાં તેમણે કોઇ સરકારી કે બેંકના લેણા બાકી નહિ હોવાનું બતાવ્યું હતું.

અમદાવાદ શહેરની પશ્ર્ચિમ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીએ સત્તાવાર રીતે ભાજપના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી.

ડો. કિરીટ સોલંકીએ ઉમેદવારી નોંધાવવા માથે પાઘડી બાંધી પહોંચ્યા હતા. તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલા સત્તાવાર એફિડેવિટમાં તેઓની પાસે રૂ.૬.૭૬ કરોડની સ્થાવર અને જંગમ મિલકત હોવાનું જાહેર કર્યું હતું. ડો. કિરીટ સોલંકીએ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પશ્ર્ચિમ બેઠકથી જ ઉમેદવારી નોંધાવી હતી તે વેળાએ તેમણે સ્થાવર અને જંગમ મિલકત રૂ.૨.૫૧ કરોડની હોવાની જાહેરાત કરી હતી પણ છેલ્લાં પાંચ વર્ષમાં તેમની સંપત્તિ બમણી થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વેળાએ ડો. કિરીટ સોલંકીએ તેમની સ્થાવર અને જંગમ મિલકત રૂ.૨.૫૧ કરોડ દર્શાવી હતી જેમાં કૃષિ જમીન, પ્લોટ અને મકાન જેવી સંપત્તિ રૂ.૨.૦૫ કરોડની હતી જ્યારે ૪૬.૫૮ લાખનું રોકાણ બેંક, શેર કે સોના-ચાંદીમાં હતું જ્યારે તેમની પત્નીએ વર્ષ ૨૦૧૪માં તેમની કુલ સંપત્તિ રૂ.૮૯.૨૬ લાખની દર્શાવી હતી.

કચ્છની અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર એવા વર્તમાન સાંસદ વિનોદ ચાવડાએ તેમનું ઉમેદવારીપત્ર રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભર્યું હતું. ભુજમાં મુખ્યપ્રધાનની જાહેરસભા બાદ એક કિલોમીટરનો રોડ-શો યોજાયો હતો અને ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીને ફોર્મ રજૂ કરાયું હતું.

છોટાઉદેપુરની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રણજિતસિંહ મોહનસિંહ રાઠવાએ ફોર્મ ભર્યું હતું. ગુજરાત યુનિ.માંથી બીકોમ થયેલા રણજિતસિંહ રાઠવાએ તેમની સામે કોઈ જ ક્રિમિનલ કેસ નોંધાયો ન હોવાનું જાહેર કર્યું હતું. બીએડ કોલેજ આર્ટસ એન્ડ નર્સિંગ કોલેજ વાર્ષિક ભાડું રૂ.૭.૯૫ લાખ આવે છે. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં જમીનો ધરાવે છે. રણજીતસિંહ રાઠવાની સંપત્તિ રૂ.૨.૯૩ કરોડ, સ્થાવર મિલકત ૨.૨૫ કરોડ, જંગમ ૫૨.૨૭ લાખ, હાથ પરની રોકડ રકમ રૂ. ૨ લાખ, ઝવેરાત રૂ.૧૩.૯૦ લાખ હોવાનું દર્શાવ્યું હતું.

પંચમહાલ બેઠક પરના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડનું સરવૈયું જોઈએ તેમણે રૂ.૧.૦૩ કરોડની સંપત્તિ દર્શાવી હતી જેમાં જંગમ મિલકતો ૨૦૧૯માં રૂ.૬૫,૩૨,૬૬૩ અને ૨૦૧૭માં રૂ.૩૫.૩૩ લાખ હતી. સ્થાવર મિલકતો ૨૦૧૯માં રૂ.૩૭,૨૮,૦૦૦ અને ૨૦૧૭માં રૂ.૧૬.૬૫ લાખ હતી. સોનું ૨૦૧૯માં ૨૦ તોલા, એક કિલો ચાંદી અને ૨૦૧૭માં સોનું ૨૦ તોલા, એક કિલો ચાંદી હતી. વાહન ૨૦૧૯માં રૂ.૨૯ લાખના અને ૨૦૧૭માં રૂ.૨૧ લાખના હતા. અભ્યાસ એબીએડ સુધીનો છે. અને એક પણ ક્રિમિનલ કેસ નથી.

ભાવનગર બેઠક પરના ભાજપના ઉમેદવાર ડો.ભારતીબેન ધીરૂભાઈ શિયાળનું સરવૈયું જોઈએ તો જંગમ મિલકત ૨૦૧૪માં રૂ.૨૭,૧૪,૭૭૪ હતી તે ૨૦૧૯માં રૂ.૪૧,૪૭,૫૦૫ થઈ. સ્થાવર મિલકત ૨૦૧૪માં રૂ.૨૮,૫૦,૦૦૦ હતી તે ૨૦૧૯માં રૂ. ૩૫,૮૫,૧૪૦ થઈ. -સ્વપાર્જિત મિલકત ૨૦૧૪માં રૂ. ૩૪,૦૦,૦૦૦ હતી તે ૨૦૧૯માં રૂ.૪૧,૭૫,૦૦૦ થઈ. જવાબદારીઓ રૂ.૧૧,૯૨,૩૯૫ની છે. લોન ૨૦૧૪માં રૂ.૧૧,૩૨,૩૨૫ હતી તે ૨૦૧૯માં રૂ.૧૬,૨૯,૫૯૭ દર્શાવી હતી. તેમની પર એક પણ ક્રિમીનલ કેસ નથી.

April 6, 2019
kartik-jivani1.jpg
1min102980

એકેય સુરતી સિવિલ સર્વિસીઝ પાસ થયો નથી તેવું મહેણું ભાંગતો મૂળ સુરતમાં જ જન્મેલો કાર્તિક જીવાણી, સુરત સમેત ગુજરાતમાં યુપીએસસી ફાઇનલ્સ 2018માં સર્વપ્રથમ ક્રમે પાસ થયો

તા.5મી એપ્રિલ 2019ના રોજ યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા ફાઇનલ્સ 2018ના પરિણામે સુરતનું એ મહેણું દૂર કર્યું હતું કે 60 લાખથી વધુની વસતિ ધરાવતા સુરત શહેરમાંથી હજુ સુધી એકેય યુવક કે યુવતિ આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. બન્યા નથી. જી હા, તા.5મી એપ્રિલે જાહેર થયેલા યુપીએસસી સિવિલ સર્વિસીઝ ફાઇનલ્સ 2018 પરીક્ષાના પરીણામમાં સુરતના વરાછા રોડનો એક યુવાન એન્જિનિયર નામે કાર્તિક જીવાણી સમગ્ર દેશમાં 94 અને ગુજરાતમાં પહેલા રેન્કથી પાસ થઇને સનદી અધિકારી બન્યો છે.

આઇઆઇટી બોમ્બેથી મિકેનિકલ એન્જિનિયર બન્યા બાદ બીજી ટ્રાયલે કાર્તિક જીવાણીએ યુપીએસસી ક્લીયર કરી દીધી

કાર્તિક સુરતના વરાછાની પી પી સવાણી સ્કુલ અને એ પછી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલિંગ પૂરું કર્યું હતું. કાર્તિક જીવાણીએ એન્જિનિયરિંગમાં ઉચ્ચ શિક્ષણ આઈઆઇટી મુંબઈથી લીધું હતું. મેકૅનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં બી.ટેક થયા બાદ કાર્તિક જીવાણીએ ગત 2017માં યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાં એ ફેલ થયો હતો અને પછી પુનઃ 2018માં ફરીથી પરીક્ષા આપી હતી, જેનું પરીણામ સમગ્ર સુરત જ નહીં બલ્કે ગુજરાતને પણ ગૌરવ અપાવી રહ્યું છે.

હાર્દિકના પિતા વરાછા રોડ પર જીવાણી લેબોરેટરી ચલાવી રહ્યા છે. ડો.એન.ડી. જીવાણી વરાછા રોડ પર સારી શાખ ધરાવે છે, તેમના પુત્રની સિદ્ધિથી તેઓ અત્યંત ખુશી અનુભવી રહ્યા છે.

હજારો યંગસ્ટર્સ આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. બનવાના સપનાઓ જોતા હોય છે પણ તેને પૂરા કરવાની આવે ત્યારે તેમનું પાણી મપાઇ જતું હોય છે. કાર્તિક જીવાણીની જેમ એવા યુવાનો જ આઇ.એ.એસ. બની શકે છે જેઓ બાકીનું બધું પડતું મૂકીને ફક્ત સિવિલ સર્વિસીઝને જ પ્રાયોરિટી કામ તરીકે હાથ પર લે.

કાર્તિક જીવાણીએ યુપીએસસીની સિવિલ સર્વિસીઝ ઉપરાંત ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 3જો રેન્ક તેમજ ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 101મો રેન્ક હાંસલ કર્યો છે.

સી.આઇ.એ. સાથે વાતચીત દરમિયાન કાર્તિક જીવાણીએ જણાવ્યું હતું કે તેણે આઇ.એ.એસ. અગર આઇ.પી.એસ. બ્રાન્ચ સિલેક્ટ કરી છે. બ્રાન્ચની સાથે સ્ટેટ (રાજ્ય)ની પસંદગી કરવાની હોય છે. તેમાં પણ ગુજરાતને પસંદ કરી છે.

સુરતના વરાછા રોડ સ્થિત બિનસરકારી સંસ્થાઓ જેવી કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, લોક સમર્પણ બ્લેડ બેંક, વરાછા કો.બેંક વગેરેના આગેવાનોએ તા.6 એપ્રિલના રોજ વરાછા સ્થિત લોકસમર્પણ બ્લડ બેંકના હોલમાં આઇ.એ.એસ.ની પરીક્ષા પાસ કરનાર કાર્તિક જીવાણીનું જાહેર અભિવાદન કર્યું હતું, તે વેળાની તસ્વીર

April 6, 2019
modi_shah.jpg
1min7400
લોકસભાની ચૂંટણીના ઝંઝાવાતી પ્રચારનો તબક્કો શરૂ થઇ ગયો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.10મીએ જૂનાગઢ અને પોરબંદર એમ બે સ્થળે જાહેરસભાને સંબોધશે, તો આવતી કાલથી અમિત શાહ પણ ગુજરાતમાં ચૂંટણી સભાના શ્રીગણેશ કરશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી 10મીએ જુનાગઢ અને પોરબંદર લોકસભા વિસ્તારમાં સભાઓ’ સંબોધશે જ્યારે બપોરે બારડોલી અને નવસારી લોકસભા’ બેઠકમાં પણ સભા યોજાશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઇ શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે અને સાંજે જ ગુજરાતની તમામ 26 બેઠકો અંગે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડશે.
આવતી કાલે 6ઠ્ઠી એપ્રિલથી ભાજપના સ્થાપના દિવસથી પોતાના મતવિસ્તારથી ગાંધીનગર લોકસભાથી લોકસંપર્ક શરૂ કરશે. તેઓ તેમના મત વિસ્તારમાં વેજલપુર અને સાબરમતિ વિસ્તારમાં રોડ શૉ કરશે. રાત્રે બોપલ વિસ્તારમાં બેઠકો કરશે. તેઓ 6,15,19 અને 21 એપ્રિલે રાજ્યમાં અલગ અલગ લોકસભા વિસ્તારની જગ્યાઓએ સભાઓને સંબોધશે. એવું પણ જાણવા મળે છે કે અમિત’ શાહના પ્રચાર માટે તેમની સાથે કેન્દ્રિય રક્ષા પ્રધાન’ નિર્મલા’ સિતારામન’ પ્રચારમાં જોડાશે. આવતીકાલે અમદાવાદમાં પ્રબુદ્ધ નાગરિકોનુ સંમેલન યોજવામાં આવ્યું છે જેને નિર્મલા સિતારામન પણ સંબોધન કરશે. તેઓ વડોદરા અને આણંદ લોકસભા વિસ્તારમાં પણ કાલે જશે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપની ડિજીટલ ડાન્સીંગ 13 જેટલી ટીમો તમામ લોકસભા વિસ્તારમાં જઇને પ્રચાર કરશે. ભાજપ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપશે.
April 6, 2019
fraud.jpg
1min7170
જૂનાગઢના 9 જેટલા ખાદ્યતેલોના વેપારીઓએ આચર્યું કરોડોનું કૌભાંડ: ગોંડલ બાદ બીજો બનાવ
જીએસટી વિભાગે નવા નાણાકિય વર્ષના આરંભ સાથે જ બોગસ બિલીંગ વડે છેતરપીંડી આચરનારા તત્વો સામે કાર્યવાહી આદરી છે. અગાઉ ગોંડલમાં ખાદ્યતેલોના વેપારના ખોટા બિલો વડે કૌભાંડ રચાયા પછી આજે જૂનાગઢના ખાદ્યતેલના કુલ નવ વેપારીઓને ઝપટમાં લઇને 227.80 કરોડના બોગસ બિલો બનાવવાના વ્યવહારોને પકડી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢના આ વેપારીઓએ બોગસ ઇ વે બિલ બનાવીને માલ મોકલાતો હોવાનું બતાવ્યું હતુ.
જીએસટી વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સવારથી જ અધિકારીઓનો કાફલો જૂનાગઢના તેલિબિયાંના વેપારીઓ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં ત્રાટક્યો હતો. તપાસમાં ફક્ત ઇ વે બિલ જનરેટ કરતા હોવાનું સામે આવ્યું હતુ. પેઢીના જે માલિકો દર્શાવવામાં આવ્યા છે તેના પાન નંબરનો દુરુપયોગ કરીને જીએસટી નંબર પણ અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવાયા હોવાની માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
જીએસટી વિભાગે કહ્યું હતુ કે, જૂનાગઢની નોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા સૌથી વધુ 42.50 કરોડની રકમના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા. એ સિવાય રિલાયેબલ એન્ટરપ્રાઇઝના 42.36 કરોડ, વેદાંતના 34.50 કરોડ, પરિમલ એન્ટરપ્રાઇઝના 5.68 કરોડ, પેરેડાઇઝ એન્ટરપ્રાઇઝના 22.80 કરોડ, ક્લાસિક ટ્રેડર્સના 25.10 કરોડ, આલ્ફા ટ્રેડિંગના31.52 કરોડ, પૂજા ટ્રેડિંગના 7.59 કરોડ અને સમર્થ એન્ટરપ્રાઇઝના 15.76 કરોડના બોગસ ઇ વેબિલ જનરેટ કરવામાં આવ્યા હતા.
April 5, 2019
sabarmati-1280x720.jpg
1min15150

ગુજરાતની સૌથી મોટી નદીનું બિરૂદ ધરાવતી અને રાજ્ય સરકારના મહત્ત્વકાંક્ષી એવા રિવરફ્રન્ટ પ્રોજેકટ બાદ શહેરની રોનકમાં ખૂબ જ વધારો થઈ ગયો છે. જ્યાં અનેક રાજ્યના લોકો નિહાળવા આવતા હોય છે ત્યારે બીજી બાજુ સાબરમતીનો રિવરફ્રન્ટ શહેરનો સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ તા.1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નદીમાં ઝંપલાવીને કુલ 34 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે ફાયર બ્રિગેડે 18 જેટલા લોકોને ડૂબતાં બચાવી લાધા હતા. છેલ્લા ત્રણ મહિનામાં ફાયરબ્રિગેડને 50થી વધુ કોલ મળ્યા હતા અને સ્થળ પર જઈને રેસ્ક્યુ કરીને અનેક લોકોને ડૂબતા બચાવવા હંમેશા નદી કિનારે ટીમ તૈનાત રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાબરમતી નદી પર સૌ પ્રથમ રિવરફ્રન્ટ બનતા દૂરદૂરથી અનેક સહેલાણીઓ નદીને નિહાળવા આવતા હોય છે. જેથી શહેરની રોનકમાં ખૂબ જ વધારો થવા સાથે નદીનો રિવરફ્રન્ટ સમગ્ર દેશમાં પિકનિક પોઈન્ટ તરીકે ઊભરી આવ્યો છે ત્યારે બીજી બાજુ આ સ્થળ શહેરનો સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ અહીં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે મનપાએ તમામ બ્રિજ પર ઊંચાઇવાળી લોખંડની જાળી લગાડી દીધી હતી જેના કારણે ગત વર્ષોની તુલનામાં ચાલુ વર્ષે બ્રિજ પરથી નદીમાં પડવાના કિસ્સાઓમાં ભારે ઘટાડો નોંધાયો હતો. પરંતુ ગત માર્ચ મહિનામાં સાબરમતી નદીમાંથી લાશ મળવાની સંખ્યામાં વધારો થયો છે. જાળીઓ લગાવ્યા બાદ હવે લોકો વોક-વે પરથી પડતું મૂકી આત્મહત્યા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં ફાયરે બચાવેલા 8 લોકોમાંથી મોટા ભાગનાએ વોક-વે પરથી પડતું મૂક્યું હતું. જો કે, કેટલાક લોકો જાળી પર ચડીને પણ નદીમાં ઝંપલાવી દેતા હોય છે.

તા.1લી જાન્યુઆવી 2019થી અત્યાર સુધામાં ફાયર બ્રિગેડને મળેલા કોલ મુજબ જાન્યુઆરી મહિનામાં 7 પુરુષ અને 1 મહિલા મળી 8 લાશ મળી હતી. ફેબ્રુઆરી મહિનામાં 5 પુરુષ 1 મહિલા મળી 6 લાશ મળી હતી. જ્યારે 2 પુરૂષ અને 1 મહિલાને બચાવ્યા હતા. જ્યારે ગત માર્ચ મહિનામાં 16 પુરુષ અને 4 મહિલાઓ મળી 20 લાશ મળી છે. જ્યારે 2 પુરુષ અને 3 મહિલા મળી પાંચ લોકોને બચાવ્યા લીધા હતા અને સૌથી વધુ 20 લોકો માર્ચ મહિનામાં નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

છેલ્લા ત્રણ મહિનામાં મનપાના ફાયરબ્રિગેડને 50થી વધુ કોલ મળ્યા હતા જેમાં ફાયરની રેસ્ક્યૂ ટીમે માત્ર માણસોના નહીં પક્ષીઓ અને પ્રાણીઓને એટલે કે, કબૂતર, સમડીઓ, કૂતરાઓ નદીમાં અકસ્માતે પડી જતા તેમને પણ જીવતા બચાવી લીધા હતા. આમ શહેરમાં ફાયરની બચાવ ટીમને સાહસિક કામગીરી કરીને અનેકના જીવો બચાવ્યા છે.

April 4, 2019
saurashtra.png
1min6550
અમરેલીમાં ધાનાણી, સુરેન્દ્રગરમાં સોમા પટેલ, રાજકોટમાં કગથરા, પોરબંદરમાં વસોયા અને જૂનાગઢમાં પૂંજા વંશ મેદાનમાં, 
જો ઉમેદવાર લોકસભા ચૂંટણી જીતે તો વિધાનસભાની પેટાચૂંટણી આવે
લોકસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કેંગ્રેસ બન્ને માટે ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી લોઢાના ચણા ચાવવા સમાન બની રહી હતી. અલબત્ત, ભાજપે શરૂઆતી યાદીમાં જ 1પ ઉમેદવારોને રિપિટ કરતાં કેંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી મુશ્કેલ બની હતી. ફોર્મ ભરવાના આગલા દિવસ સુધી કેંગ્રેસ માટે ઉમેદવારોની કશ્મકશ ચાલી હતી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ પ્રદેશની સાત બેઠકમાંથી પાંચ બેઠક ઉપર કોંગ્રેસે પાંચ ધારાસભ્યોને લોકસભા ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે.
રાજકોટમાં ભાજપે મોહનભાઈ કુંડારીયાને રિપિટ કરતાં કેંગ્રેસ માટે આ મહત્ત્વની બેઠક ઉપર વજનદાર ઉમેદવારની મથામણ વધી હતી. કેંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક ઉપર ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે. કેંગ્રેસે ભાજપના કડવા પટેલ ઉમેદવારને ધ્યાનમાં રાખીને જ્ઞાતિવાદી સમીકરણ ધ્યાનમાં રાખ્યું છે.
એવી જ રીતે પોરબંદર બેઠક માટે ભાજપને પણ મૂંઝવણ હતી. વિઠ્ઠલભાઈ રાદડિયા બિમાર હોવાથી યોગ્ય ઉમેદવારની શોધ લાંબો સમય ચાલી હતી અને અંતે આ બેઠક માટે ઓછા જાણીતા ચહેરા રમેશ ધડૂકને ભાજપે ટિકિટ આપી હતી. અલબત્ત, કેંગ્રેસે આ બેઠક ઉપર ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર લોકસભાની ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો ભાજપે કેટલાક દિવસો પહેલાં હૃદયરોગના નિષ્ણાત ડૉ.મહેન્દ્ર મુંજપરાને ટિકિટ ફાળવ્યા બાદ કેંગ્રેસ કોને ટિકિટ આપશે, તેના ઉપર સૌની નજર હતી. શામજીભાઈ ચૌહાણનું નામ ચર્ચાતું હતું પણ તેમને કેંગ્રેસ તરફથી અન્યાય થતો હોવાનું જણાતાં તે ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલે કેંગ્રેસે લીમડીના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર પંથકના કદાવર નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ટિકિટ આપી છે.
2017માં વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં ભાજપનો સફાયો થઈ ગયો હતો અને તમામ બેઠકો કોંગ્રેસે હસ્તગત કરી હતી. આ વખતે કેંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં ઉતાવળ કરી નથી અને સમજી વિચારીને ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જૂનાગઢ બેઠક માટે ભાજપનું કોકડું ગૂંચવાયેલું હતું પણ એ પહેલાં કેંગ્રેસે ઊનાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન પૂંજાભાઈ વંશને લોકસભા ચૂંટણીના મેદાન-એ-જંગમાં ઉતાર્યા છે.
પાટીદાર સમીકરણની દ્રષ્ટિએ અમરેલીની બેઠક મહત્ત્વની છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીનું કેંગ્રેસમાં કદ વધી ગયું છે અને હાલમાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પણ છે. ભાજપે અમરેલીમાં નારણભાઈ કાછડીયાને ટિકિટ આપ્યા બાદ કેંગ્રેસ મગનું નામ મરી પાડતો નહોતો. અંતે ગઈકાલે પરેશ ધાનાણીના નામની જાહેરાત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની સાતમાંથી પાંચ બેઠક ઉપર કેંગ્રેસે ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જો આમાંથી જે ઉમેદવાર જીતે તો નજીકના ભવિષ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી કરવી પડે.
April 4, 2019
CIA_Live_Logo_New2.jpg
3min10340

આજરોજ તા.4 એપ્રિલ 2019ને ગુરુવાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદત છે. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં જે ઉમેદવારી પત્રો મળશે, તેની ચકાસણી કર્યા બાદ ઉમેદવારીપત્રક ભરવાની અંતિમ મુદતે સમગ્ર ગુજરાતની 26 બેઠકોનું ચિત્ર જાહેર થયું હતું.

ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી કોંગ્રેસના બે બાકી ઉમેદવારો જેમાં ભરૂચ ખાતે શેરખાન પઠાણ જ્યારે દાહોદ ખાતે બાબુ કટારાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં મુખ્ય જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે રહેશે. પ્રસ્તુત છે બેઠક વાઇઝ ભાજપ અને કોંગ્રેસા ઉમેદવારોની યાદી.

કોણ કોની સામે ?

બેઠક ભાજપ કૉંગ્રેસ
અમદાવાદ (પૂર્વ) એચ. એસ. પટેલ ગીતા પટેલ
અમદાવાદ (પશ્ચિમ) (SC) ડૉ. કિરીટ સોલંકી રાજુ પરમાર
ગાંધીનગર અમિત શાહ ડૉ. સી. જે. ચાવડા
વડોદરા રંજન ભટ્ટ પ્રશાંત પટેલ
સુરત દર્શના જરદોશ અશોક અધેવાડા
રાજકોટ મોહન કુંડારિયા લલિત કગથરા
ભરૂચ મનસુખ વસાવા શેરખાન પઠાણ
મહેસાણા શારદા પટેલ એ. જે. પટેલ
જામનગર પૂનમ માડમ મૂળુ કંડોરિયા
ભાવનગર ડૉ. ભારતી શિયાળ મનહર પટેલ
જુનાગઢ રાજેશ ચુડાસમા પૂંજાભાઈ વંશ
સુરેન્દ્રનગર ડૉ. મહેન્દ્ર મુંજપરા સોમા પટેલ
પોરબંદર રમેશ ધડુક લલિત વસોયા
અમરેલી નારણ કાછડિયા પરેશ ધાનાણી
કચ્છ (SC) વિનોદ ચાવડા નરેશ મહેશ્વરી
આણંદ મિતેશ પટેલ ભરતસિંહ સોલંકી
ખેડા દેવુસિંહ ચૌહાણ બીમલ શાહ
પંચમહાલ રતનસિંહ રાઠોડ વી. કે. ખાંટ
દાહોદ (ST) જશવંતસિંહ ભાભોર બાબુ કટારા
છોટા ઉદેપુર (ST) ગીતા રાઠવા રણજીત રાઠવા
બનાસકાંઠા પરબત પટેલ પાર્થી ભટોળ
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ રાજેન્દ્ર ઠાકોર
પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર
વલસાડ (ST) ડૉ. કે. સી. પટેલ જીતુ ચૌધરી
બારડોલી (ST) પરભુ વસાવા ડૉ. તુષાર ચૌધરી
નવસારી સી. આર. પાટીલ ધર્મેશ પટેલ

ગુજરાતમાં મતદારો કેટલા ?

ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે યોજાનારી ચૂંટણીના મતદારોમાં છેલ્લા થોડા દિવસેમાં જ છ લાખ જેટલા નવા મતદારોનો ઉમેરો થતા હવે કુલ 4.51 કરોડ મતદારો નોંધાયા છે. જેમાં 2.34 કરોડ પુરૂષ અને 2.16 કરોડ મહિલા તથા 990 થર્ડજેન્ડર મતદારોનો સામાવેશ થાય છે.

સૌથી વધુ મતદારો નવસારી મતવિસ્તારમાં 19.71 કરોડ અને સૌથી ઓછા ભરૂચ મતવિસ્તારમાં 15.64 કરોડ મતદારો નોંધાયા છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી -2019 દરમ્યાન ઉપયોગમાં લેવાનાર મતદારયાદીમાં પુરુષ મતદારો 2,34,28,119 અને સ્ત્રી મતદારો 2,16,96,571 છે જ્યારે ત્રીજી જાતિના 990 મળીને કુલ મતદારો 4,51,25,680 નોંધાયા છે. તા. 01.01.2019ની લાયકાતની તારીખ સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા. 01-09-2018 ના રોજ મતદાર-યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતા. તેમજ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા.31.01.2019 ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી અને પુરવણી-1 તૈયાર કરવામાં આવી હતી. તા. 01.09.2018 ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દાની સ્થિતિએ મતદારો જોઇએ તો 2,29,18,894 પુરુષ મતદારો, સ્ત્રી મતદારો 2,11,55,545 અને ત્રીજી જાતિના 834 મતદારો નોંધાયા હતા.

આમ કુલ મતદારો 4,40,75,273 હતા. ત્યારબાદ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 દરમ્યાન પુરવણી-1માં ઉમેરાયેલા મતદારો (તા. 01-09-2018 થી તા. 31.01.2019 દરમ્યાન) જોઇએ તો પુરુષ 3,37,61 સ્ત્રી 3,33,069 અને ત્રીજી જાતિના 219 મળીને કુલ મતદારો 6,70,906 ઉમેરાયાં છે.

April 4, 2019
Gujarat-University.jpg
1min13150

ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી વિદ્યાર્થિનીની અધ્યાપક ડૉ. વશિષ્ઠ ભટ્ટે કરેલી જાતીય સતામણીની ફરિયાદનો તપાસ રિપોર્ટ ઇન્ટરનલ કમ્પેલન કમિટીએ બુધવારે સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરતાં આ રિપોર્ટના આધારે તેમની સામે એકશન લઈ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

એક વિદ્યાર્થિનીએ ડૉ. ભટ્ટ સામે કરેલા આરોપો સાચા સાબિત થતાં હોવાનું આઈસીસીને માલૂમ પડ્યું હતું. જેને પગલે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. રિપોર્ટ અનુસાર પ્રોફેસર જમ્યા બાદ રૂમમાં જતાં સીસીટીવીમાં દેખાયા હતા. જેમાં તેઓ બે વિવિધ કેટેગરીના રૂમમાં જોવા મળ્યા હતા. ઉલ્લેેખનીય છે કે, તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થિનીઓએ અભ્યાસ કરવાનો ઈનકાર કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઑફ સાયન્સ કેમિસ્ટ્રીની પીએચડી.ની વિદ્યાર્થિની સાથે ડૉ. વશિષ્ઠ ભટ્ટે જાતિય સતામણી કરી હોવાની ફરીયાદ કરી હતી. વિદ્યાર્થિનીએ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને પણ ફરિયાદ કરી હતી. જાતીય સતામણીની ફરીયાદ બાદ ઇન્ટરનલ કમ્પલેન કમિટીએ હાથ ધરેલી તપાસ પૂર્ણ કરી તેનો રિપોર્ટ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં બુધવારે રજૂ કરવામાં આવ્યો હતો જેને લઈને નિયત માર્ગદર્શિકા અનુસાર દોષિતની સામે કડકમાં કડક કાર્યવાહી નિધાર્રિત કરવામાં આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી.

April 4, 2019
gujarat_map-1280x1023.png
1min7240

ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે યોજાનારી ચૂંટણીના મતદારોમાં છેલ્લા થોડા દિવસેમાં જ 6 લાખ થી વધુ નવા મતદારોનો ઉમેરાયા છે.

લોકસભા 2019ની ચૂંટણીમાં હવે કુલ 4.51 કરોડ મતદારો મતદાન કરી શકશે. ગુજરાતની અદ્યતન મતદાર યાદીમાં 2.34 કરોડ પુરૂષ અને 2.16 કરોડ મહિલા તથા 990 થર્ડજેન્ડર મતદારોનો સામાવેશ થાય છે.

સૌથી વધુ મતદારો નવસારી મતવિસ્તારમાં 19.71 કરોડ અને સૌથી ઓછા ભરૂચ મતવિસ્તારમાં 15.64 કરોડ મતદારો નોંધાયા છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી -2019 દરમ્યાન ઉપયોગમાં લેવાનાર મતદારયાદીમાં પુરુષ મતદારો 2,34,28,119 અને સ્ત્રી મતદારો 2,16,96,571 છે જ્યારે ત્રીજી જાતિના 990 મળીને કુલ મતદારો 4,51,25,680 નોંધાયા છે.

તા. 01.01.2019ની લાયકાતની તારીખ સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા. 01-09-2018 ના રોજ મતદાર-યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતા. તેમજ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 અંતર્ગત તા.31.01.2019 ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી અને પુરવણી-1 તૈયાર કરવામાં આવી હતી. તા. 01.09.2018 ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દાની સ્થિતિએ મતદારો જોઇએ તો 2,29,18,894 પુરુષ મતદારો, સ્ત્રી મતદારો 2,11,55,545 અને ત્રીજી જાતિના 834 મતદારો નોંધાયા હતા.

આમ કુલ મતદારો 4,40,75,273 હતા. ત્યારબાદ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2019 દરમ્યાન પુરવણી-1માં ઉમેરાયેલા મતદારો (તા. 01-09-2018 થી તા. 31.01.2019 દરમ્યાન) જોઇએ તો પુરુષ 3,37,61 સ્ત્રી 3,33,069 અને ત્રીજી જાતિના 219 મળીને કુલ મતદારો 6,70,906 ઉમેરાયાં

April 4, 2019
paresh_dhanani-1280x720.jpg
1min8790

કૉંગ્રેસ હાઇકમાન્ડ અને ખાસ કરીને રાજ્ય પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત પડકાર આપવા માટે જોરદાર ‘હોમવર્ક’ કર્યું હોવાનો અણસાર આવે છે. એમાં પણ ખાસ કરીને અમરેલી, ભરૂચ અને ભાવનગર બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને રાજીવ સાતવે એક કાંકરે સંખ્યાબંધ પક્ષીઓ મારવા મહેનત લીધાનું મનાય છે.

અમરેલી બેઠક પર રાજ્ય વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારીને એક કાંકરે અડધો ડઝન ખેલ પાડ્યાનું મનાય છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે એકવાકયતાના અભાવના ઘણા કિસ્સાઓ જાહેર થયાનું મનાય છે ત્યારે

સૌ પ્રથમ તો અમરેલી જિલ્લામાં હાલ કૉંગ્રેસ માટે સૌથી વધુ કદાવર આગેવાન પરેશ ધાનાણી ગણાય છે. અહીંની બેઠકમાં અડધો ડઝન મૂરતિયાઓએ ટિકિટને પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવ્યાનું નજરે પડતું હતું.

ધાનાણીને મેદાને ઊતારીને તમામ ટિકિટવાંચ્છુઓને તેમના વિસ્તારમાં કૉંગ્રેસને લીડ અપાવવા માટે કામે લાગી જવાની સૂચના આપી દેવાઈ હતી. આ ઉપરાંત હાઈકમાન્ડ એ પણ જોવા માગે છે કે અમરેલીમાં ધાનાણીની સ્વીકૃતિ કેટલી? ધાનાણીને વિધાનસભામાં સમગ્ર ગુજરાતની જવાબદારી સોંપાઈ છે ત્યારે સ્વગૃહે ધાનાણી કેટલા તાકાતવર?

જો પરેશ ધાનાણી લોકસભામાં જીતીને સાંસદ બને તો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા વચ્ચેના ગજગ્રાહનો અંત આવે.

અન્ય વિધાનસભ્યને વિપક્ષી નેતા બનાવી શકાય.

આ ઉપરાંત અમરેલી વિધાનસભા બેઠક ખાલી થાય અને તેમાં પોતાનો ચાન્સ લાગે તે માટે અમરેલીના કૉંગ્રેસીઓ કૉંગ્રેસને જીતાડવા તનતોડ પ્રયાસો પણ કરશે.

અમરેલી ધારાસભા બેઠક ખાલી થાય તો પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડીને પોતાની સત્તા લાલસા સંતોષી શકાય તે માટે રાજકારણના કાવાદાવા સ્વરૂપે ભાજપના પણ અમૂક ખેરખાંઓનો પરેશ ધાનાણીની જીત માટે આડકતરી મદદ મળવાની કૉંગ્રેસ આશા સેવે તે પણ સ્વભાવિક છે. આમ, આ રીતે જોતા મહારાષ્ટ્રમાં ગત લોકસભા બેઠકનાં માત્ર બે બેઠકો કૉંગ્રેસ જીતી હતી તેમાનાં એક વિજયી સાંસદ એવા રાજીવ સાતવ રાજકારણના ગણિતમાં માહિર છે. તેમની ચાણકય નીતિ આ વખતની લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગીમાં સ્પષ્ટ નજરે પડે છે.