CIA ALERT
Shorts
12 Sep 2026 Vishva

12/9/26 આજે દિલ્હીમાં BRICS દેશોનું સંમેલન, દુનિયાભરના દિગ્ગજ નેતાઓનો જમાવડો

આજે 12/9/26 ભારતમાં BRICS દેશોના 18મા શિખર સંમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે. Russian President પુતિન અને ઇરાનના President પહેલાથી જ ભારતમાં આવી ચૂક્યા છે ત્યારે આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી પહોંચશે. વડાપ્રધાન મોદી BRICS દેશોના જુદા જુદા પ્રમુખ સાથે બેઠક કરીને અનેક મહત્ત્વના કરારો કરી દુનિયાને મોટો સંદેશ આપવા જઇ રહ્યા છે.વડાપ્રધાન મોદી વિવિધ નેતાઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે. સવારે 10 વાગ્યાથી શરૂ થતા કાર્યક્રમમાં ઇથિયોપિયા, મલેશિયા, વિયેતનામના નેતાઓ સાથે મુલાકાત થશે. બપોરે BRICS સભ્યોનું આગમન અને સાંજે મોદી-જિનપિંગની દ્વિપક્ષીય બેઠક યોજાશે.

Shorts
12 Sep 2026 Bharat

IRCTC એ 1 દિવસમાં 20 લાખથી વધુ Tickets બુક કરી નવો રેકોર્ડ બનાવ્યો

ઈન્ડિયન રેલવે કટેરિંગ એ્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ આ અઠવાડિયામાં બુકિંગમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. સાતમી સપ્ટેમ્બર 2026ના એક જ દિવસે ઐતિહાસિક 20.06 લાખ ટ્રેનની ટિકિટનું બુકિંગ કર્યું હતું.  તહેવારોમાં વતન જવા માટે જો તમે કન્ફર્મ ટિકિટ કરવાની કોશિશ કરતા હોય તો તમને ટિકિટ ખૂલતા જ ગણતરીની સેકન્ડમાં સીટ ગાયબ થતી હોય તો શું કરવું એના અંગે અધિકારીએ દાવો કર્યો હતો કે સવારના આઠ વાગ્યાથી સવા આઠ વાગ્યા સુધીમાં વધુ ધસારો રહે છે. 

Shorts
12 Sep 2026 Bharat

મુંબઇના વિશ્વ પ્રસિદ્ધ લાલબાગ ચા રાજા 2026નો ફર્સ્ટ લૂક જાહેર થતાં દુનિયાભરમાં વાઇરલ

ગણેશોત્સવ પૂર્વે મુંબઈના સુપ્રસિદ્ધ અને મનોકામના પૂર્ણ કરનારા ‘લાલબાગચા રાજા’ (Lalbaugcha Raja 2026)નો ફર્સ્ટ લુક આજે 11/09/2026 ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યો હતો. બાપ્પાની મનમોહક પ્રતિમા અને સજાવટ જોઈને ભક્તોની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા હતા. લાલ બાગ ચા રાજાના ફર્સ્ટ લૂકે પણ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જાગી હતી. લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના આ 93મા વર્ષે બાપ્પાનું ભવ્ય, તેજોમય અને રાજવી રૂપ જોઈને ઉપસ્થિત તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

Shorts
12 Sep 2026 Sthanik

SRK ડાયમંડ કંપનીના કીંગ અને રાજ્યસભાના MP ગોવિંદ ધોળકીયાના પુત્ર સાથે ધોખાધડી

રાજ્યસભાના સાંસદ અને એસઆરકે કંપનીના માલિક ગોવિંદ ધોળકિયાના પુત્ર, એસઆરકે કંપનીના ડિરેક્ટર શ્રેયાંશ ગોવિંદ ધોળકિયાને પલસાણા ખાતે આવેલ જમીન ખરીદવા માટે ઈ-સ્ટેમ્પ પેપરની જરૂરિયાત હોઇ, જનરલ સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ ધરાવતા સલોની રામકૃષ્ણ મેવાવાલા તથા રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલા, મેવાવાલા દંપતિએ ‘સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ’ના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાનું જણાવતા શ્રેયાંશ ધોળકિયાએ પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂ. 76,44,900 નો ચેક આપી રકમ જમા કરાવી હતી. પણ ન તો સ્ટેમ્પ મળ્યા ન તો રૂપિયા પરત મળ્યા.

Shorts
10 Sep 2026 Vishva

અમેરીકામાં ડલાસની ચૂંટણી જીતશે તો દરેક નાગરીકને 5 હજાર ડોલર આપવાની ટ્રમ્પની ઓફર

ડલાસમાં યોજાયેલા રિપબ્લિકન મિડટર્મ સંમેલન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે જો મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ હાઉસ અને સેનેટ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે, તો તેઓ અમેરિકાના દરેક પુખ્ત નાગરિકને 5,000 ડોલર ચૂકવશે. આ લાંબા ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિએ ડેમોક્રેટ્સની “કટ્ટરપંથી” તરીકે ટીકા કરી હતી અને ઈરાન સાથેના તેમના અલોકપ્રિય યુદ્ધનો બચાવ કર્યો હતો.

Shorts
10 Sep 2026 Bharat

11 સપ્ટેમ્બરને શુક્રવારે સરકારી બેંકોમાં હડતાળ

ગુજરાતમાં આવતીકાલ શુક્રવાર તા.11 સપ્ટેમ્બરે 75,000 બેન્ક કર્મીઓ પાંચ દિવસીય બેન્કિંગની માંગ સાથે હડતાળ પર ઉતરશે. રાજ્યભરની 5400 શાખાઓ બંધ રહેશે, જેથી ₹15,000 કરોડના વ્યવહારો અટકશે. બે વર્ષ પહેલાં થયેલા MOUનો અમલ ન થતાં કર્મચારીઓ રોષે ભરાયા છે. જો ઉકેલ નહિ આવે તો 28-30 સપ્ટેમ્બર અને 26 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળ કરાશે.

Shorts
10 Sep 2026 Bharat

Apple એ ભારતમાં તેનો પ્રથમ ફોલ્ડેબલ ફોન, ‘iPhone Duo લોંચ કર્યો

Apple એ ભારતમાં તેનો પ્રથમ ફોલ્ડેબલ ફોન, ‘iPhone Duo’, ₹2,99,900 ની કિંમતે લોન્ચ કર્યો છે. તે ‘સ્ટાર વ્હાઇટ’ અને ‘નાઇટ સ્કાય’ એમ બે રંગોમાં ઉપલબ્ધ છે. આ એવો પ્રથમ iPhone છે જેમાં Face ID ને બદલે Touch ID નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હવે સાઇડ બટનમાં આપવામાં આવ્યું છે. ₹2,99,900 ની શરૂઆતની કિંમત 256GB મોડેલ માટે છે, અને તેનાથી ઉપરના વિકલ્પોમાં 512GB, 1TB અને 2TB નો સમાવેશ થાય છે. ભારત એવા બજારોના પ્રથમ જૂથમાં સામેલ છે જ્યાં પ્રી-ઓર્ડર શુક્રવાર, 16 ઓક્ટોબરથી શરૂ થશે અને વેચાણ શુક્રવાર, 23 ઓક્ટોબરથી શરૂ થશે.

Shorts
8 Sep 2026 Sthanik

સુરત ડાયમંડ એસોસીએશનના નવા વર્ષના હોદ્દેદારો તરીકે વર્તમાન હોદ્દેદારોની પુનઃ વરણી

ગુજરાતના હીરા ઉદ્યોગપતિઓના સૌથી મોટા સંગઠન સુરત ડાયમંડ એસોસીએશનની કારોબારી મિટીંગ તા. 7 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાઇ હતી. મિટીંગમાં એસોસીએશનના વર્ષ 2026-27 માટે ચાલુ વર્ષની ટર્મમાં ફરજ બજાવી રહેલા તમામ હોદ્દેદારોને આગામી ટર્મ માટે પણ રિપીટ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. વર્ષ 2026-27 માટેની હોદ્દેદારોની વરણીમાં પ્રમુખ તરીકે શ્રી જગદીશભાઇ પી. ખુંટ, ઉપપ્રમુખ તરીકે શ્રી જયેશભાઇ એમ. પટેલ, મંત્રી તરીકે ધીરુભાઇ પી. સવાણી, સહમંત્રી તરીકે શ્રીકિર્તીકુમાર એલ. શાહ તથા ખજાનચી તરીકે શાંતિલાલ વી. ધાનાણીની જવાબદારી યથાવત્ રાખવામાં આવી હોવાનું એસોસીએશનની અખબારી યાદીમાં જણાવાયું છે.

Shorts
8 Sep 2026 Gujarat

પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં 20 ટકાનો વધારો કરવાનો નિર્ણય

તા.7, આજે સોમવારે સાંજે કતારગામ, આંબાતલાવડી સ્થિત પાટીદાર વાડી ખાતે યોજાયેલા લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના છઠ્ઠા સ્નેહ મિલન સમારોહમાં સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા મોટા ભાગના ઉત્પાદકો, કટ એન્ડ પોલિશ્ડ કરતા કારખાનેદારો, વેપારીઓ અને દલાલોની ઉપસ્થિતિ વચ્ચે પોલિશ્ડ (તૈયાર) લેબગ્રોન ડાયમંડના ભાવમાં 20 ટકાનો વધારો કરવાનો સામૂહિક અને સર્વસંમત નિર્ણય લેવામાં આવ્યો છે.

Shorts
7 Sep 2026 Gujarat

7/9/26 અમદાવાદમાં આજથી રીક્ષા-ટેક્સી ચાલકોની ચાર દિવસની હડતાળ શરૂ

અમદાવાદ શહેરમાં આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોએ હડતાળ શરૂ કરી છે. તા.7 સપ્ટેમ્બરને સોમવારે, આજે શહેરની હજારો રિક્ષા અને ટેક્સીના ટાયર થંભી ગયાં છે. ભાડામાં વધારો કરવાની માંગ રિક્ષા અને ટેક્સી સંચાલકોએ હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળ આજથી લઈને આગામી 10 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. આ ચાર દિવસ દરમિયાન અમદાવાદ શહેરના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

Shorts
7 Sep 2026 Vishva

Miami ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એમેઝોનનું પ્લેન રન-વે પરથી લપસીને વાહનો સાથે ટકરાતાં 3ના મોત

અમેરિકાના ફ્લોરિડામાં મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ રનવે પરથી ઉતરીને એમેઝોનનું એક કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અત્યાર સુધીમાં 5 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે.એમેઝોન પ્રાઈમનું વિમાન જ્યારે ઉડાન ભરીને લેન્ડ કરવા જઈ રહ્યું હતું ત્યારે જ કોઈ કારણોસર ફ્લાઇટ અનિયંત્રિત થયું અને લેન્ડ થયા બાદ રન-વેથી લપસી ગયું હતું. પછી અચાનક જ તે રન-વે પૂરું કરી સીધું વાહનોમાં ટકરાયું હતું જેના કારણે ઘણા વાહનો સાથે તેની ટક્કર થતાં ફ્લાઈટોનું સંચાલન ખોરવાયું હતું.

Shorts
6 Sep 2026 Bharat

Zee Media એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા વિરુદ્ધ CBIની FIR, 1322 કરોડનો લોન ગોટાળાનો આરોપ

એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાની મુશ્કેલી વધી ગઇ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા સહિત ઘણા અન્ય લોકો પર છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ પૂરો મામલો 1322 કરોડ રૂપિયાની બેંક લોન સાથે સંકળાયેલો છે. એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ લિમિટેડ (LICHFL)ની ફરિયાદ પર સીબીઆઇએ ગુનાહિત સાજિશ, વિશ્વાસઘાતથી લઇને ગુનાહિત કાવતરુની કલમોમાં એફઆઇઆર દાખલ કરી છે. આરોપ છે કે ચંદ્રાએ લોન પ્રાપ્ત કરવા માટે પોતાની નેટવર્થ અને્ક ઘણી વધારીને રજૂ કરી.

Shorts
6 Sep 2026 Sthanik

રાજકુમાર બેનિવાલની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી

Senior IAS રાજુકમાર બેનીવાલને સુરત કોર્પોરેશનના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. મહેસાણાના ડીડીઓ તરીકે હર્ષિત મીણાને જવાબદારી સોંપવામાં આવી છે. સુરતમાં નાસિર નગરમાં ડિમોલીશનનો મામલો ગરમાયા બાદ તે ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. આ કારણે સુરતના કમિશનર નાગરાજન વિવાદમાં આવ્યા હતા અને સમગ્ર ટીમવર્ક સામે સવાલ ઊભા થયા હતા. આ કારણે તેજસ પરમારને ઈન્ચાર્જ તરીકેનો ચાર્જ સોંપાયો હતો.

Shorts
6 Sep 2026 Gujarat

Gujarat દારુ પરમીટ ધારકોને ફેસ રેક્ગ્નિશનથી દારૂ અપાશે

રાજ્યમાં અલગ અલગ કેટેગરીમાં આશરે 50 હજારથી વધારે માન્ય પરમીટ ધારક છે, આ તમામ લોકોને સપ્ટેમ્બર મહિનાના ક્વોટામાં ફેસ ચેક કરીને વસ્તુ આપવામાં આવશે. આ નવી વ્યવસ્થાની ખાસવાત એ છે કે, પરમિટધારકોએ હવે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે. જે તે માન્ય લીકરશોપ પરથી એમને નિયમિત રીતે આ જ રીત દ્વારા ક્વોટા મળી રહેશે. ચહેરાની ઓળખ અપડેટ થયા બાદ ક્વોટા આપવામાં આવશે. તા.1 સપ્ટેમ્બરથી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટના બદલે ફેસ રેકગ્નિશન સિસ્ટમ દ્વારા વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.

Shorts
6 Sep 2026 Bharat

ગુજરાતના ભાવનગર પછી હવે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી દારુથી 11ના મોત

તા.5મી સપ્ટેમ્બરને શનિવારે રાત્રે ઝેરી દારૂ પીવાથી સાગર જિલ્લાના ચાર ગામોના આઠ લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ અન્ય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પીડિતો ઘુઘર, નૌરાજ, બારાજ અને નજીકના ગામોના હતા. તેમની તબિયત બગડતા તેમને બાંદા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સાગરના એસપી અનુરાગ સુજાનિયાએ જણાવ્યું હતું કે શંકાસ્પદ ઝેરી દારૂનું સેવન મૃત્યુનું પ્રાથમિક કારણ છે.

Shorts
4 Sep 2026 Sthanik

જન્માષ્ટમીએ સુરત શહેર પોલીસને મળી નવી ૬૫ PCR વાન

સુરત માહિતી ખાતાની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જનસુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી કુલ ૫૦૦ નવી PCR (પોલીસ કંટ્રોલ રૂમ) વાન ફાળવવામાં આવી છે. આ પૈકી સુરત શહેરના નાગરિકોની સુખ, શાંતિ, સલામતી અને તાત્કાલિક સેવા અર્થે જન્માષ્ટમી પર્વના દિવસે ૬૫ નવી PCR વાન સુરત શહેર પોલીસને અર્પણ કરવામાં આવી છે.

Shorts
4 Sep 2026 Bharat

ગાંજો પીને ફ્લાઇટ ઉડાડનાર પાઇલટને એર ઇન્ડિયાએ ડિસમીસ કરી દીધો

એર ઇન્ડિયાએ શુક્રવારે તા.3 સપ્ટેમ્બરના રોજ ગાંજો પીને ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ઉડાડીને મુસાફરોનો જીવ જોખમમાં મૂકનાર પાઇલટને ટર્મિનેટ કરી દીધો છે. “સુરક્ષા એર ઇન્ડિયાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ફુકેટ-દિલ્હી ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડમાં મનોવૈજ્ઞાનિક પદાર્થ માટે સકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગઇ તા.4 ઓગસ્ટે વિમાન ટર્બ્યુલન્સમાં ફસાયું હતું કેમકે ગાંજો પીનાર પાઇલટ બેજવાબદાર બન્યો હતો.

Shorts
4 Sep 2026 Bharat

ઇસરોએ EOS-05 સેટેલાઇટ લોંચ કર્યો, ભારત અને આસપાસ નજર રાખશે

ગુરુવાર તા.3 સપ્ટેમ્બરની મધરાતે (2:55 AM) ઇસરો ( ઇન્ડિયન સ્પેસ રિસર્ચ  ઓર્ગેનાઇઝેશને EOS-05ને લઇ જનારા GSLV-F17ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો. આ એક એડવાન્સ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. ISROના અનુસાર આ જિયોસિંક્રોનસ ઓર્બિટથી કામ કરનારો ભારતનો પહેલો ઇમેજિંગ સ્પેસક્રાફ્ટ હશે. EOS-05 ને પૃથ્વીથી લગભગ ૩૬,૦૦૦ કિમી ઉપરના ઓર્બિટમાંથી ભારતીય ઉપખંડ અને આસપાસના વિસ્તારો પર સતત નજર રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

Shorts
4 Sep 2026 Bharat

સુરત અને નવી મુંબઈ વચ્ચે 25/10/26થી દૈનિક નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ, ઓનલાઇન બુકિંગ ઓપન

એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા આગામી ૨૫ ઓક્ટોબરથી અમલમાં આવનારા વિન્ટર શિડ્યુલ હેઠળ નવી મુંબઈ-સુરત-નવી મુંબઈ રૂટ પર દૈનિક નોન-સ્ટોપ વિમાન સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ શિડ્યુલ અનુસાર ફ્લાઇટ IX 1534 નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે ૫:૦૦ વાગ્યે રવાના થઈને ૫:૫૫ વાગ્યે સુરત પહોંચશે, જ્યારે પરત ફરતી ફ્લાઇટ IX 1535 સુરતથી રાત્રે ૧૧:૧૫ વાગ્યે ટેક-ઓફ કરી મધ્યરાત્રિએ ૧૨:૧૦ વાગ્યે નવી મુંબઈ પહોંચશે. આશરે ૫૫ મિનિટનો મુસાફરી સમય ધરાવતી આ બંને ફ્લાઇટ્સ માટેનું ઓનલાઇન બુકિંગ એરલાઇનની વેબસાઇટ અને અન્ય પ્લેટફોર્મ્સ પર શરૂ થઈ ગયું છે.

Shorts
21 Aug 2026 Bharat

Jaipur રામપુરા-કંવરપુરા ગામમાં CJPવાળાને ગામજનોએ ભગાડી મૂક્યા

રાજસ્થાનની રાજધાની જયપુરના બગરુ વિસ્તારમાં આવેલા રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી શાળામાં આજે તા.21મી ઓગસ્ટના સવારના સમયે જ્યારે CJP ના કાર્યકરો શાળાની જર્જરિત હાલત જોવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. થોડા સમય બાદ CJP પ્રવક્તા આશુતોષ રાંકા ખુદ શાળાએ પહોંચ્યા, જ્યાં તેમની સામે પણ ભારે નારેબાજી થઈ હતી. ધીમે ધીમે મામલો એટલો તંગ બની ગયો કે ધક્કામુક્કી શરૂ થઈ અને ગ્રામજનોએ કાર્યકરોને દોડાવીને માર માર્યો હોવાના અહેવાલ છે. આ દરમિયાન કાર્યકરોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા અને તેમના પર રેતી તેમજ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

Shorts
20 Aug 2026 Gujarat

ભાવનગર ડુપ્લિકેટ દારુ કાંડમાં મૃતક આંક 7 પર પહોંચ્યો

ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હાહાકાર મચી ગયો છે, જેમાં 7 યુવકોના કરુણ મોત થયા છે અને 21થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુટલેગરોએ અમદાવાદથી કેમિકલ મગાવીને ભાવનગરના વરતેજમાં તેને રોયલ સ્ટેગની બોટલોમાં 38.59% મિથેનોલ ભેળવી ‘મોતનું મિશ્રણ’ બનાવ્યું હતું. આ રેકેટમાં 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને 4 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે. સ્ટેટ મોનિટરિંગ કમિટી તપાસ કરી રહી છે.

Shorts
20 Aug 2026 Sthanik

SGCCI નો યાર્ન એક્ષ્પો 21થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે, દેશ વિદેશથી ટેક્સટાઇલ ઉત્પાદકો સુરતમાં

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (GFRRC)ના સંયુક્ત ઉપક્રમે તા. 21, 22 અને 23 ઓગસ્ટ 2026 દરમિયાન સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે ‘યાર્ન એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યાર્ન એક્સ્પોની આ 8મી આવૃત્તિમાં દેશ-વિદેશના 88 એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લુધિયાણા, કોઈમ્બતુર, ઇરોડ, નોઇડા તેમજ ચીનના શાંઘાઈથી એક્ઝિબિટર્સ જોડાયા છે.

Shorts
19 Aug 2026 Gujarat

તરુણ ચુગ ગુજરાત ભાજપના નવા પ્રભારી

ગુજરાત ભાજપના સંગઠનમાં મોટો ફેરબદલ: કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની જગ્યાએ રાજ્યસભાના સાંસદ તરુણ ચુગને ગુજરાત ભાજપના નવા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પૃષ્ઠભૂમિ ધરાવતા ચુગને આગામી ચૂંટણીઓની વ્યૂહરચના ઘડવા માટે આ મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ સાથે જ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી બનાવીને રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા આપવામાં આવી છે.

Shorts
17 Aug 2026 Vishva

યુક્રેનમાં લક્ષ્મી મિત્તલના સ્ટીલ પ્લાન્ટ પર રશિયાનો હુમલો, 2ના મોત

રવિવારે Dt.16/08/2026, યુક્રેન પર રશિયન હુમલાઓમાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલની માલિકીની Ukraine દેશના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક આર્સેલરમિત્તલ ક્રાયવી રીહ ખાતે એક Steel Plant પર હુમલો થયો હતો, જેમાં બે લોકો માર્યા ગયા હતા અને 10 થી વધુ કામદારો અને કોન્ટ્રાક્ટરો ઘાયલ થયા હતા, એમ કંપનીએ કિવ પોસ્ટને જણાવ્યું હતું. 16 ઓગસ્ટના રોજ ક્રાયવી રીહના મધ્ય શહેરમાં આર્સેલરમિત્તલ ક્રાયવી રીહ ખાણકામ અને ધાતુશાસ્ત્ર પ્લાન્ટ પર મિસાઇલ હુમલો થયો હતો.

Shorts
17 Aug 2026 Sthanik

ઉકાઇ ડેમમાં રૂલ લેવલ અને વોટર લેવલ @ 335 ફૂટ, હવે જેટલું પાણી આવે તેટલું છોડાશે

તાપી જિલ્લામાં આવેલા દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે ડેમની વર્તમાન સપાટી ૩૩૫.૦૨ ફૂટે પહોંચી ગઈ છે, જે નિર્ધારિત રૂલ લેવલ (૩૩૫.૦૦ ફૂટ) કરતાં સહેજ વધારે છે. હાલમાં ડેમમાં ૨૩,૧૦૦ ક્યુસેક પાણીની આવક (ઇનફ્લો) થઈ રહી છે, જેને સંતુલિત કરવા માટે તંત્ર દ્વારા તેટલું જ એટલે કે ૨૩,૧૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં (આઉટફ્લો) આવી રહ્યું છે.

Shorts
17 Aug 2026 Bharat

NTAએ ફરી પરીક્ષામાં લોચા માર્યા, હવે UGC-NET ની પરીક્ષામાં પણ મોટી ગરબડ

NEET ના વિવાદ બાદ હવે UGC-NET ની પરીક્ષામાં પણ મોટી ગરબડ સામે આવતા NTA એ Dt 16/08/2026, રવિવારે રાત્રે અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની પરીક્ષાઓ રદ કરી દીધી છે. પ્રશ્નપત્રોમાં રહેલી માહિતીગત ભૂલો, ટાઈપિંગ તથા ભાષાંતરની ખામીઓ અને જૂના પ્રશ્નો ફરી પૂછાવાને કારણે આ નિર્ણય લેવાયો છે. આ ત્રણેય વિષયોની પુનઃપરીક્ષા 9 અને 10 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજાશે, જેના માટે ઉમેદવારોએ કોઈ વધારાની ફી આપવી નહીં પડે

Shorts
17 Aug 2026 Sthanik

ડુમસમાં 3 દિવસમાં બીજી દારુ પાર્ટી પર પોલીસની રેડ, પાર્ટી માટે બદનામ રાજહંસ બેલિઝામાં રેડ

સુરતના ડુમસ રોડ સ્થિત રાજહંસ બેલીઝા બિલ્ડિંગમાં પોલીસે દરોડો પાડી ચકચારી હાઈપ્રોફાઈલ દારુ ઝડપી પાડી છે. ટેક્સટાઇલ વેપારી અનુપ પાંપાળિયાના ફ્લેટ પર દારૂની મહેફિલ માણતા 6 વેપારીઓની અટકાયત કરાઈ. સ્થળ પરથી 14 વિદેશી દારૂની બોટલ, કાર સહિત 10.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડુમસ પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઇ તા.14મી ઓગસ્ટની રાત્રે ડુમસ સ્થિત બાપૂજીની વાડી ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટીમાં 14 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Shorts
17 Aug 2026 Bharat

બિહારના લખીસરાય મંદિરમાં ભાગદોડની ઘટનામાં 7ના મોત, અનેક ઘાયલ

સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર તા.17મી ઓગસ્ટને સોમવારે વહેલી સવારે બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી એ દરમિયાન કોઇક કારણોસર ભાગદોડ મચી જવા પામી હતી. આ ઘટનામાં 7 દર્શનાર્થીઓના મોત નિપજ્યા હોવાના અને અનેક ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંદિરમાં મોટી ભીડ એકઠી થઈ હતી ત્યારે આ ઘટના બની હતી.

Shorts
17 Aug 2026 Sthanik

સુમુલ ડેરી તરફથી સૌને સ્વતંત્રતા પર્વ 2026ની હાર્દિક શુભકામનાઓ જયહિંદ..

Shorts
12 Aug 2026 Bharat

‘જંતર-મંતર સીઝન 2 ટૂંક સમયમાં’: CJP ના સ્થાપક અભિજીત દિપકેનો સંકેત

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેએ પાર્ટીના વિરોધ અભિયાનના નવા તબક્કાનો સંકેત આપતા કહ્યું છે કે તેના “જંતર-મંતર” ચળવળનો “સીઝન 2” ટૂંક સમયમાં શરૂ થશે. ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર ‘જંતર-મંતર’ ની સીઝન 2 ક્યારે શરૂ થશે તે અંગે ટિપ્પણી કરી રહ્યા હતા. હું તેમને કહેવા માંગુ છું કે ‘જંતર-મંતર’ ની સીઝન 2 ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે,’ દિપકેએ કહ્યું.

Shorts
12 Aug 2026 Vishva

વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર Ronaldoએ 10 વર્ષ બાદ Girl friend જ્યોર્જિના સાથે કર્યાં લગ્ન

વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેમની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝે આખરે પોતાના સંબંધને નવું નામ આપ્યું છે. લાંબા સમયથી એકબીજા સાથે રહી રહેલા આ સુપરસ્ટાર કપલે પોર્ટુગલમાં એક અત્યંત ખાનગી પણ ભવ્ય સમારોહમાં લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર વેડિંગ રિંગ પહેરેલી એક તસવીર શેર કરીને આ જોડીએ પોતાના કરોડો ચાહકોને આ સરપ્રાઈઝ આપ્યું છે. 41 વર્ષીય રોનાલ્ડો અને 32 વર્ષીય જ્યોર્જિનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના હાથમાં પહેરેલી લગ્નની વીંટીઓની ઝલક આપતા એક ખાસ કેપ્શન “C G” સાથે તસવીર પોસ્ટ કરી હતી.

Shorts
10 Aug 2026 Sthanik

સુરત સિવિલ હોસ્પિટલમાં ડો. હર્ષ આપઘાત કેસમાં 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો 6 મહિના માટે સસ્પેન્ડ

સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડન્ટ ડૉક્ટર ડૉ.હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ડૉ.હર્ષ પંડ્યાનું તેના સીનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હતું. જેને પગલે તમામ 4 સીનિયર રેસિડેન્ટ ડૉક્ટરને આગામી 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Shorts
10 Aug 2026 Bharat

ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ અપડેટ્સ, CLAT 2027 પ્રવેશ પરીક્ષાના રજિસ્ટ્રેશન શરૂ

Shorts
9 Aug 2026 Bharat

નાસિક અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકા: લોકોમાં ફફડાટ

Dt.9 August 2026, શનિવારે રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવતા સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા. આ ધરતીકંપની વ્યાપક અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી હતી, જ્યાં સાપુતારામાં ૩.૬ ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ સામાન્ય ધ્રુજારી અનુભવાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, આ દિવસોમાં પડી રહેલા ભારે વરસાદને લીધે સર્જાયેલી હાઇડ્રો-સિસ્મિક પ્રવૃત્તિને કારણે આ આંચકા આવ્યા હતા.


Shorts
8 Aug 2026 Bharat

FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવવામાં ગુજરાત દેશમાં ટોપ પર

નીતિ આયોગના “ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026″મુજબ ગુજરાત 73.9 બિલિયન ડોલર વિદેશી રોકાણ મેળવવામાં દેશમાં ટોપ પર છે. જેમાં એપ્રિલ 2020 થી 2025 સુધીમાં રાજ્યમાં 73.9 બિલિયન યુએસ ડોલર ક્યુમ્યુલેટિવ FDI આવ્યું છે અને 2029 થી ક્યુમ્યુલેટિવ FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોપ પર રહ્યું છે. આ બાબત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આયોજિત વિકસિત ગુજરાત સમિટ 2026માં જણાવી હતી.

Shorts
7 Aug 2026 Bharat

2021થી 2024 દરમિયાન PM મોદીની વિદેશ યાત્રાઓ પાછળ Rs.295 કરોડનો ખર્ચ

કેન્દ્ર સરકારે સંસદમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા પર થયેલા કુલ ખર્ચનો ખુલાસો કર્યો છે. વિદેશ મંત્રાલયે રાજ્યસભામાં માહિતી આપી હતી કે આ વર્ષે અત્યાર સુધીમાં વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ પર રૂપિયા 74.5 કરોડનો ખર્ચ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2021 થી 2024 સુધીની વિદેશ યાત્રાઓ પાછળ કુલ 295 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં ફ્રાન્સની મુલાકાત 25 કરોડ સાથે સૌથી મોંઘી રહી હતી. મોદીએ કુલ 23 દેશોની મુલાકાત લીધી હતી.

Shorts
6 Aug 2026 Sthanik

6/8/26 @ 8am: ઉકાઇ ડેમમાં વોટર લેવલ 334.57 ફૂટ, રૂલ લેવલ 335 ફૂટ, હવે વધુ પાણી આવે તો તંત્રએ વોટર મેનેજમેન્ટ કરવું પડશે

Ukai Dam Data: Dt.06.08.2026 @08:00 Hrs.
Rule Level: 335.00 ft, Present Level: 334.57 ft.
Inflow: 37644.00 Cusecs, Outflow: 23224.00 Cusecs.
Present Live Storage: 4967.22 MCM (73.81 %)
Present Capacity: 5651.61 MCM (76.23 %)

Shorts
5 Aug 2026 Sthanik

સુરત BJPમાં ફરી ધનાધની, TP કમિટી ચેરમેને મહિલા કોર્પોરેટરના પતિને માર માર્યો

સુરત-ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં વોર્ડ નંબર 5ના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા દરમિયાન મહાનગરપાલિકાની TP (ટાઉન પ્લાનિંગ) કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટરના પતિ મનહર વોરા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની ઝપાઝપી થઈ હતી. આ અણબનાવમાં હાથમાં ફેક્ચર થતાં મનહર વોરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમણે ચેરમેન પર મારપીટનો ગંભીર આક્ષેપ કર્યો છે, જ્યારે મહેન્દ્ર દેસાઈએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે ધારાસભ્યની હાજરીમાં જ બનેલી આ ઘટનાને કારણે શિસ્તબદ્ધ ગણાતા પક્ષની આંતરિક શિસ્ત અને વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

Shorts
3 Aug 2026 Sthanik

સચિન નોટીફાઇડ એરીયામાંથી વસૂલાતો પ્રોફેશનલ ટેક્સ સચિન નોટીફાઇડને જ મળવો જોઇએ, ઉદ્યોગકારોની ચીફ ઓફિસરને રજૂઆત

સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કિશોર બી. પટેલ, સેક્રેટરી મયુર જે. ગોળવાલા, ઉપપ્રમુખ નિલેશ એમ. ગામી તથા કો-ઓપ્ટ સભ્ય મિતુલ એસ. મહેતાએ સચિન નોટીફાઇડ એરીયાના ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે સચીન જીઆઈડીસીમાં કાર્યરત ઉદ્યોગોમાંથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો સીધો સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીમાં જમા કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. આ માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

Shorts
3 Aug 2026 Bharat

સુપ્રીમ કોર્ટમાં 10,000 કેસ 10 વર્ષથી, હાઈકોર્ટમાં 80,000 કેસ 30 વર્ષથી પડતર

સુપ્રીમ કોર્ટમાં ૧૦ વર્ષથી વધુ સમયથી ૧૦,૦૦૦ થી વધુ કેસ પડતર છે – જેમાં ૫૫૮ કેસ ૨૦ વર્ષથી વધુ સમયથી પડતર છે, અને ૨૬ કેસ ૩૦ વર્ષથી વધુ સમયથી પડતર છે. દેશભરની ૨૫ હાઈકોર્ટમાં, ૮૦,૦૦૦ થી વધુ કેસ ત્રણ દાયકાથી વધુ સમયથી પડતર છે. ગયા અઠવાડિયે સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કેસોના નિકાલની જવાબદારી ન્યાયતંત્ર પર મૂકી, જેણે તેમના નિકાલ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી.

Shorts
2 Aug 2026 Vishva

દક્ષિણ અમેરિકાના પેરૂમાં ટૂરિસ્ટ પ્લેન ક્રેશ, 13ના મોત

દક્ષિણ અમેરિકાના દેશ Peru માંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 01/08/2026ના રોજ પ્રખ્યાત ‘નાઝકા લાઇન્સ’ (Nazca Lines) જોવા જઈ રહેલું એક પ્રવાસીઓથી ભરેલું વિમાન નાઝકા શહેર નજીક એક ખેતરમાં પ્લેન ક્રેશ થતાં જ તેમાં સવાર તમામ 13 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. પ્લેનમાં 2 પાઇલટ (ક્રૂ મેમ્બર્સ) સહિત 7 ઇટાલિયન નાગરિક, 2 જર્મન નાગરિકો અને 2 સ્પેનિશ નાગરિકોનું મોત થયું છે. આ ફ્લાઇટ ખાનગી એરલાઇન ‘એરોડિયાના’ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહી હતી.

Shorts
2 Aug 2026 Gujarat

15 વર્ષ જૂના કેસમાં Daman ના અપક્ષ MP ઉમેશ પટેલને 2 વર્ષની જેલ અને દંડ

દમણ કોર્ટે વર્ષ ૨૦૧૧ના એક્સાઈઝ સબ ઇન્સ્પેક્ટર ભરતી કેસમાં મહત્વનો ચુકાદો આપતા વર્તમાન અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુખા પટેલને બે-બે વર્ષની કેદ તેમજ પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શારીરિક પરીક્ષા દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે મારામારી કરી સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ આ સજા સંભળાવવામાં આવી છે, જોકે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે બંને નેતાઓને હાલ જામીન મળી ગયા છે.

Shorts
1 Aug 2026 Sthanik

સુરત ફાયર બ્રિગેડે કીમ નદી ખાતે ફસાયેલા 112 લોકોને સલામત ખસેડ્યા

સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કીમ વિસ્તારના અનેક ગામોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ૧૧૨ ઇમરજન્સી સેવા મારફતે આજે તા.1લી ઓગસ્ટ 2026ના રોજ ફાયર કંટ્રોલ રૂમને માહિતી પ્રાપ્ત થઈ હતી કે કીમ નજીકના વિવિધ ગામોમાં અનેક નાગરિકો પાણીમાં ફસાયા હતા. ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અત્યંત જોખમી પરિસ્થિતિમાં કોઠવા ગામ, નવી નારોલી, કોસંબા, કુવારડા, તુલસી હોટલ સામે હથોડા ગામ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત અને બહાદુરીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન અંદાજે ૧૨૫ જેટલા નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા.

Shorts
1 Aug 2026 Sthanik

ઉકાઇ ડેમમાં 5 લાખ ક્યુસેક્સ પાણીનો આવરો, સપાટી 324 ફૂટે પહોંચી ગઇ

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ઉપરવાસના જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત અને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૮ કલાકમાં ડેમની સપાટીમાં ૪.૫૮ ફૂટનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. તા.૧લી ઓગસ્ટના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે ઉકાઈ ડેમની સપાટી ૩૨૩.૯૬ ફૂટે પહોંચી ગઈ છે. ડેમમાં ૪૮૯૦૩૦ ક્યુસેક પાણીની વિપુલ આવક થઈ રહી છે. જ્યારે ડેમ માંથી ૮૦૦ ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે.

Shorts
1 Aug 2026 Bharat

બિહારના હિલસામાં શરૂ કરાયો કોકરોચ કેફે

આજકાલ ‘કોકરોચ’ શબ્દ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે બિહારના હિલસા બાયપાસ પાસે એક અનોખું કોકરોચ કેફે (Cockroach Cafe) શરૂ કરવામાં આવ્યું છે.કેફેનો લુક અને એમ્બિયન્સમાં બ્લેક કલરની થીમ રાખવામાં આવી છે. ટીનની છત પર પીળી લટકતી લાઈટો, દીવાલ પર નકલી વેલ-ફૂલની સજાવટ, કાળા સોફા, લાલ ગાદી અને કાચના ટેબલથી સુંદર માહોલ તૈયાર કરાયો છે. કેફેના માલિકના જણાવ્યા અનુસાર, યુવાનોને હંમેશા કંઈક અલગ પસંદ આવે છે. ‘કોકરોચ કેફે’ એક જ છે. આ નામ લોકોને આકર્ષવા અને મફતમાં પબ્લિસિટી મેળવવા માટે રાખવામાં આવ્યું છે.

Shorts
1 Aug 2026 Bharat

ઓગસ્ટમાં અડધો મહિનો બેંક હોલિડેઝ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા હોલિડે કેલેન્ડર મુજબ, ઓગસ્ટ, 2026માં દેશભરની અલગ-અલગ બેંકો કુલ 14 દિવસ બંધ રહેવાની છે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર, રવિવારની સાપ્તાહિક રજાઓ ઉપરાંત સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, ઓણમ અને મિલાદ-ઉન-નબી જેવા તહેવારો અને પ્રાદેશિક ઉત્સવોનો સમાવેશ થાય છે. 

Shorts
1 Aug 2026 Vishva

સપ્ટેમ્બર 26માં ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ ભારત આવી શકે છે

ભારતમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં બ્રિક્સ (BRICS) શિખર સંમેલનની યજમાની કરવાનું છે. આ બ્રિક્સ શિખર સંમેલનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત આવશે તેવા સંકેત મળી રહ્યાં છે. જોકે, આ સંમેલનમાં તેઓ હાજરી આપવા માટે આવશે એમ માનવામાં આવી રહ્યું છે. જો શી જિનપિંગ ભારત આવશે તો આખી દુનિયાની રાજરમત બદલાઇ શકે છે અને આર્થિક મહાસત્તા અમેરિકાના પેટમાં તેલ રેડાઈ શકે છે.

Shorts
31 Jul 2026 Sthanik

સુરતમાં 199 વૃક્ષો પડ્યા, 332 હોર્ડિંગ હટાવાયા

અન્ય નુકસાની અને કામગીરી

  • ૧૯૯ વૃક્ષો ધરાશાયી: રસ્તા પર નમી ગયેલા અને પડી ગયેલા તમામ વૃક્ષોને દૂર કરાયા.
  • ૩૩૨ હોર્ડિંગ્સ હટાવાયા: ભારે પવનને કારણે જોખમી બોર્ડ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર દૂર કરાયા.
  • તમામ પ્લાન્ટ કાર્યરત: શહેરના તમામ ૩૬ જળ વિતરણ મથકો (WDS) અને ૧૮ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) ચાલુ છે.
  • ડ્રેનેજ સિસ્ટમ: ૬૫ સીવેજ પંપીંગ સ્ટેશનો અને તમામ ૧૧ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૨૪ કલાક કાર્યરત.
Shorts
31 Jul 2026 Sthanik

ભારે વરસાદને કારણે 8 રસ્તાઓ બંધ, બસના 43 રૂટ્સ બંધ કરવા પડ્યા

વાહનવ્યવહાર પર અસર

  • ૮ રસ્તાઓ બંધ: સુરક્ષાના કારણોસર માર્ગો બંધ કરી ૬ સ્થળોએ ટ્રાફિક ડાયવર્ઝન કરાયું.
  • એસટી/સિટી બસ: BRTS ના ૧૩ અને સિટી બસના ૩૦ રૂટ હંગામી ધોરણે બંધ કરાયા.
Shorts
31 Jul 2026 Sthanik

શુક્રવારે આખો દિવસ વરસાદ, પાણી ભરાવો અને પાણી નિકાલની કામગીરી ચાલુ રહી

આજે તા.31મી જુલાઇના રોજ સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જલભરાવની સ્થિતિ સર્જાવા પામી હતી. જેને પગલે સુરત મહાનગરપાલિકાની ટીમે સતત આખો દિવસ પાણી નિકાલની કામગીરી હાથ ધરી રાખી હતી. જેની વિગતો નીચે મુજબ છે.

  • ૭૫ સ્થળો પર પાણી ભરાયાં: જેમાંથી ૩૭ સ્થળોએથી પાણીનો સંપૂર્ણ નિકાલ કરાયો.
  • ૬૬ ડી-વોટરિંગ પમ્પ: મશીનરી, ૭૭ JCB અને ૨૨૮ ટ્રક/ટ્રેક્ટર સતત કાયમી ધોરણે તૈનાત.
  • ફ્લડ ગેટ: તાપી નદીના તમામ ૮૩ અને ખાડી વિસ્તારના ૨૯માંથી ૨૬ ફ્લડ ગેટ ખુલ્લા રખાયા.

Shorts
31 Jul 2026 Sthanik

31મી જુલાઇ 2026ના રોજ સુરતમાં કેટલા લોકોનું સ્થળાંતર અને આશ્રય અપાયો

ભારે વરસાદને કારણે આજે સુરત શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ખાસ કરીને ખાડી કિનારે અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે 5 હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જે કામગીરી સુરત મહાનગરપાલિકાએ કરી હતી.

  • ૨,૦૬૨ નાગરિકો: સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત રાહત કેન્દ્રોમાં ખસેડાયા.
  • ૨,૯૪૩ ઘરવિહોણા લોકો: પાલિકા સંચાલિત શેલ્ટર હોમ ખાતે આશ્રય આપવામાં આવ્યો.

Shorts
31 Jul 2026 Sthanik

25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂરનું જોખમ

સુરત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાયા હતા અને હજુ ભરાય તેવી શક્યતાઓ છે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, ભેદવાડ ખાડી અને મીઠી ખાડીની સપાટી વધવાથી ઓવરટોપિંગ અને ઓવરફ્લો થવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. જો ખાડીનું પાણી બહાર ફેલાશે, તો નીચાણવાળા તેમજ ખાડી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.

Shorts
31 Jul 2026 Gujarat

ઉકાઇ ડેમમાં પાણીની આવક 2 લાખ ક્યુસેક્સ થઇ

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં પડી રહેલા ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં આવેલા ઉકાઇ ડેમમાં આજે તા.31 જુલાઇથી પાણીનો આવરો વધી ગયો છે. આજે સવારથી ઉકાઇ ડેમમાં બે લાખ ક્યુસેક્સ પાણી આવી રહ્યું છે. Ukai Dam Data: Dt.31.07.2026 @ 16:00 Hrs. Rule Level: 333.00 ft Present Level: 317.76 ft. Inflow: 196406.00 Cusecs. Outflow: 800.00 Cusecs. Present Live Storage: 2771.37 MCM (41.18%) – Present Capacity: 3455.76 MCM (46.61%)

Shorts
31 Jul 2026 Gujarat

Long Weekend શુક્ર-શનિ સ્કુલ કોલેજોથી કારખાના, મિલો સુધીના એકમો વરસાદને કારણે બંધ અને રવિવારે રજા

આજે તા.31મી જુલાઇના રોજ જિલ્લા કલેક્ટર અને અધિકારીઓની મિટીંગ બાદ આજે શુક્રવાર અને આવતીકાલ તા.1લી ઓગસ્ટને શનિવારે સુરત શહેર જિલ્લાના તમામ ઉદ્યોગ, ધંધા, કારખાનાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. એવી જ રીતે શનિવારે સ્કુલ, કોલેજો પણ બંધ રાખવાની સૂચના છે. સુરતની મિલો પણ બે દિવસ બંધ રહેશે. આમ, શુક્ર, શનિ અને રવિવારની રજા મળીને લાંબુ અને અણધાર્યું લોંગ વીકએન્ડ સુરતીઓને મળ્યું છે.

Shorts
31 Jul 2026 Sthanik

સુરત અને તેના તાલુકા વિસ્તારોમાં 31મી જુલાઇ દરમિયાન કેટલો વરસાદ પડ્યો?

Shorts
31 Jul 2026 Sthanik

સુરતમાં વરસાદની સ્થિતિ વણસે તો બચાવ રાહત માટે સેના તેડાવાઇ

સુરત શહેર-જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા વડોદરાથી ભારતીય સેનાની ટીમને તેડાવાઇ છે. ભારતીય સેનાની નં.૨૦૩ એન્જીનિયર રેજીમેન્ટ સુરત શહેરમાં આવી પહોચી છે. આ ટીમમાં કુલ ૭૦ સભ્યો છે, જે પૈકી એક એન્જિનીયર ટીમ, ઓફિસર સહિત ૧૨ સભ્યો હોય છે. તેમની પાસે આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે બોટ છે. જે એક સાથે ૧૫ થી ૨૦ લોકોને રેસ્કયુ કરી શકે છે. એક મેડિકલ ટીમ, એક વ્હીકલ ટીમ, એક રિકવરી ટીમ સાથેની ટીમ સુરતના ઉમરા આવી પહોચી છે.

Shorts
31 Jul 2026 Sthanik

ડુમસ અને સુવાલી બીચ જવા પર 7 દિવસનો પ્રતિબંધ ફરમાવ્યો

ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે, કોઈ જાનહાનિ કે અપ્રિય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે સુરત શહેર સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર વાબાંગ જામીરે એક જાહેરનામા દ્વારા ડુમસ બીચ, સુવાલી બીચ અને સી-ફેઝ વિસ્તારમાં લોકોને કિનારે ફરવા તેમજ દરીયાના પાણીમાં જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ આગામી તા.૭/૦૮/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Shorts
31 Jul 2026 Sthanik

સુરત જિલ્લામાં ૯૭ ગામોના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ

સુરત જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૯૭ જિલ્લા રસ્તાઓ ઓવર ટોપીંગ, કોઝવે ઓવરટોપીંગના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. વિગતે જોઈએ તો બારડોલી તાલુકાના ૧૬, માંડવીના ૧૫, અરેઠ તાલુકાના ૧૯, માંગરોળના ૩૦, ઉમરપાડા તાલુકાના ૧૧, મહુવાના બે, અંબિકાના બે રસ્તાઓનો વાહન વ્યવહાર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

Shorts
30 Jul 2026 Vishva

ભારતમાં SpiderMan: પ્રથમ જ દિવસે ₹ 50 કરોડથી વધુનું કલેક્શન

હોલિવૂડની ફિલ્મ ‘સ્પાઈડર મેન’ની દરેક સિરીઝ સુપરડુપર હિટ સાબિત થાય છે, ટેક્નોલોજી અને વીએફએક્સનો સંગમ આ ફિલ્મમાં જોવા મળે છે પણ આ સિરીઝને પસંદ કરનારો યુવાવર્ગ ખૂબ જ મોટો છે. હવે ભારતીય બોક્સ ઓફિસ પર ‘સ્પાઈડરમેનઃ બ્રાંડ ન્યૂ ડે’ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. હિન્દીમાં રિલીઝ થયેલી ફિલ્મના મોર્નિગ શૉમાં 100 ટકા યુવાનો આવ્યા હતા. હાઉસફૂલ શૉ રહ્યો હતો. પહેલા જ વીકમાં એડવાન્સ બુકિંગમાં ફિલ્મે 100 કરોડની કમાણી કરી લીધી હતી.

Shorts
30 Jul 2026 Bharat

વંદે માતરમ બિલ પસાર, અપમાન બદલ ત્રણ વર્ષની સજા

લોકસભા અને રાજયસભા એમ બન્ને ગૃહોમાં આજે તા.30 જુલાઇ 2026ના રોજ વંદે માતરમ બિલ પસાર થયું છે. આ બિલમાં સુધારા બાદ હવે વંદે માતરમમાં અપમાન બદલ ત્રણ વર્ષ જેલની સજા અને દંડની જોગવાઇ છે. આ સુધારા હેઠળ વંદે માતરમના અપમાન સંબંધિત જોગવાઈઓને કાનૂની રક્ષણ મળશે. એકવાર આ કાયદો અમલમાં આવ્યા પછી જે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને ‘વંદે માતરમ’નું અપમાન કરે છે અથવા રાષ્ટ્રગીતમાં ખલેલ પહોંચાડે છે તેને ત્રણ વર્ષ સુધીની જેલ- દંડ અથવા બંને થઈ શકે છે.

Shorts
30 Jul 2026 Vishva

Cricket સ્ટીફન ફ્લેમિંગ England ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ભૂતપૂર્વ મુખ્ય કોચ અને ન્યુઝીલેન્ડના મહાન ખેલાડી સ્ટીફન ફ્લેમિંગને ઇંગ્લેન્ડના પુરુષોના ટેસ્ટ મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ વિશ્વ ક્રિકેટમાં સૌથી મોટા કોચિંગ પગલાઓમાંના એકની પુષ્ટિ કરી છે. 53 વર્ષીય ખેલાડી ન્યૂઝીલેન્ડના સાથી ખેલાડી બ્રેન્ડન મેક્કુલમનું સ્થાન લેશે, જેમણે જૂનમાં ન્યુઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડની શ્રેણીની હાર બાદ ટેસ્ટ ભૂમિકા છોડી દીધી હતી, જોકે તે સફેદ બોલની ટીમોની દેખરેખ રાખવાનું ચાલુ રાખે છે.

Shorts
30 Jul 2026 Gujarat

2 ઓગસ્ટ સુધી રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે 31 જુલાઈથી 2 ઑગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સુરત, અમદાવાદ, વડોદરા સહિત કુલ 13 જિલ્લાઓ માટે હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવાની સાથે આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. રાજ્યના નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

Shorts
29 Jul 2026 Bharat

ભારતમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો ચલણમાં મૂકાશે

કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની ૧૦ અને ૨૦ રૂપિયાની અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાની પ્લાસ્ટિક (પોલિમર) નોટો ટ્રાયલ તરીકે બહાર પાડવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ વિશેષ પરીક્ષણ માટે દેશના અલગ-અલગ આબોહવા ધરાવતા શહેરો જેવા કે કોચી, મૈસૂર, શિમલા અને ભુવનેશ્વરની પસંદગી કરવામાં આવી છે. હાલમાં ચલણમાં રહેલી કુલ નોટોની સંખ્યામાં આ બંને નોટોનો હિસ્સો લગભગ ૨૫ ટકા જેટલો મોટો છે, પરંતુ કુલ ચલણી મૂલ્યની દ્રષ્ટિએ તે માત્ર ૧.૩ ટકા જેટલો જ થાય છે.

Shorts
29 Jul 2026 Vishva

ભારત પર 100 ટકા ટેરીફ ઝીકવાની અમેરીકાની તૈયારી

રશિયન ઓઇલ અને ગેસ ખરીદનારા દેશો પર શિકંજો કસવા માટે અમેરિકન સેનેટમાં એક નવું બિલ ૮૬-૧૨ મતે આગળ વધારવામાં આવ્યું છે. આ ખરડામાં રશિયા પાસેથી વધુ ઊર્જા આયાત કરતા પાંચ મુખ્ય દેશો—ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન—પર ૧૦૦ ટકા સુધી ટેરિફ લાદવાની જોગવાઈ છે. આ બિલ સંપૂર્ણ કાયદો બનવાની સ્થિતિમાં, અમેરિકી પ્રમુખને ભારત જેવા સહયોગી દેશ પર પણ આકરા આર્થિક પ્રતિબંધો લગાવવાની સત્તા મળી જશે, જેના લીધે ભારતની ચિંતાઓમાં વધારો થયો છે.

Shorts
29 Jul 2026 Bharat

ભારતનું નંબર-1 એરપોર્ટ જેની પાસે એકપણ ફ્લાઇટ નથી

મધ્યપ્રદેશના ખજૂરાહો શહેરના એરપોર્ટ કે જેને તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાજાં ગ્રાહક સંતોષ સૂચકાંક (CSI) માં ભારતના ટોચના એરપોર્ટનો ક્રમાંક આપવામાં આવ્યો છે. આ જાહેરાતના ટૂંકા ગાળામાં જ એટલે કે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ખજૂરાહો એરપોર્ટ પાસે એક પણ કમર્શિયલ ફ્લાઇટ્સ કાર્યરત નથી. આ પરિણામથી ઉડ્ડયન ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જેનાથી AAI સર્વેના માપદંડો પર પ્રશ્નો ઉભા થયા છે.એરપોર્ટ પરથી દિલ્હી અને વારાણસીને જોડતી માત્ર બે ફ્લાઇટ્સ સંચાલિત થતી હતી. બંને હવે બંધ કરી દેવામાં આવી છે.

Shorts
28 Jul 2026 Vishva

વિશ્વનું સૌથી પહેલું ડાયમંડ એક્ષચેન્જ કતારમાં શરૂ થયું

કતાર ફ્રી ઝોન્સ ઓથોરિટી (QFZ)એ કતાર ડાયમંડ એક્સચેન્જ (QDE)ને વિશ્વની સેવામાં સમર્પિત કર્યું છે. કતાર ડાયમંડ એક્ષચેન્જ હીરા અને (પ્રેસિયસ સ્ટોન્સ) કિંમતી પથ્થરોના વેપાર માટે એક નવું પ્લેટફોર્મ છે. આ નેટવર્ક કતારમાં આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ માટે એક નવું કેન્દ્ર બનાવે છે. જેમાં સુરક્ષિત ટ્રેડિંગ ફ્લોર, ખાનગી વાટાઘાટો સ્યુટ અને સ્થળ પર સુરક્ષા અને દેખરેખનો સમાવેશ થાય છે, આ પ્રિમાઇસીસમાં કસ્ટમ્સ અને પ્રમાણપત્ર સુવિધાઓ પણ પૂરી પાડે છે. 2021 માં, કતાર કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS) નું સંપૂર્ણ સભ્ય બની ચૂક્યું છે.

Shorts
27 Jul 2026 Bharat

કેન્દ્ર સરકારને કોકરોચ જનતા પાર્ટીની ખુલ્લી ચેતવણી: ‘દગો સહન નહીં થાય, ફરી દેશવ્યાપી આંદોલન કરીશું’

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ કેન્દ્ર સરકારને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, દેખાવકારો સામે પોલીસ પગલાં ન લેવાની શરતનો અનાદર થઈ રહ્યો છે અને આવો વિશ્વાસઘાત બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સંબંધિત મંત્રીઓને ટેગ કરીને દિલ્હી, બિહાર અને બંગાળમાં થઈ રહેલી પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે.પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે જો નોંધાયેલી FIR પાછી ખેંચીને પકડાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે, તો તેઓ ફરી એકવાર દેશભરમાં મોટા પાયે ધરણાં પ્રદર્શનો શરૂ કરશે.

Shorts
27 Jul 2026 Gujarat

Gujarat ના 13 એથ્લિટ્સ ડ્રગ્સનો ઉપયોગ કરતા હોવાનો ધડાકો

કેન્દ્રીય રમતગમત મંત્રાયલ દ્વારા ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં 13 ખેલાડીઓ પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ખેલના મેદાનમાં પ્રતિસ્પર્ધીને હરાવવા માટે પોતાના મૂળ ક્ષમતા કરતા વધારે ક્ષમતા પેદા કરવા માટે રમતવીરો જીવલેણ અને મોંઘા ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યાં છે.2024માં 6 ગુજરાતી એથ્લેટ્સ, વર્ષ 2025માં 5 ગુજરાતી એથ્લેટ્સ અને 2026માં 2 ગુજરાતી એથ્લેટ્સ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યાં હતાં.

Shorts
27 Jul 2026 Bharat

CJPથી બળ મળ્યું હવે E20 જનતા પાર્ટી ઇથેનોલ-મુક્ત પેટ્રોલ માટે ચળવળ શરૂ કરવાના રસ્તે

NEET પેપર લીકના કારણે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું તે અંગે કોકરોચ જનતા પાર્ટીના અભિયાનથી પ્રેરિત થઈને, એક નવી સંસ્થા – E20 જનતા પાર્ટી – મેદાનમાં આવી છે. વાહનચાલક ગ્રાહકોને 100% શુદ્ધ (ઇથેનોલ મુક્ત) પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ આપવાની માંગ કરી રહી છે અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીનું રાજીનામું માંગી રહી છે. દિલ્હી ટેક્સી અને ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ અને ટૂર ઓપરેટર્સ એસોસિએશને 4 ઓગસ્ટે E20 પેટ્રોલ સામે સંસદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે.

Shorts
27 Jul 2026 Bharat

સંસદમાં આજે (27/07/26) પેપર લીક વિરોધી નવુ સુધારા બિલ રજૂ કરાશે, 10 વર્ષની જેલની જોગવાઈ

આજે 27/07/2026 સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા વિધેયક, 2026’ રજૂ કરશે. NEET વિવાદ બાદ પરીક્ષા પારદર્શિતા વધારવા આ બિલ લાવવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ જજ સુધારા બિલ પણ રજૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પદ્ધતિને વધુ ટેકનોલોજીકલ અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજી એક્સપર્ટ નંદન નીલેકણીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે.
ટાસ્ક ફોર્સના સભ્યો: પૂર્વ ISRO પ્રમુખ ડો. એસ. સોમનાથ, પૂર્વ IB ડિરેક્ટર તપન ડેકા, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને અમૃત લાલ મીણા.

Shorts
26 Jul 2026 Sthanik

વરસાદે પડાવેલી ફરજિયાત રજાનું સેટલમેન્ટ, આજે (26/7/26) રવિવાર છતાં સ્કુલોથી લઇને ટેક્ષટાઇલ માર્કેટોમાં કામકાજ શરૂ

વિતેલા સપ્તાહમાં સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્કુલ કોલેજોથી લઇને ટેક્સટાઇલ માર્કેટો, વીવીંગ કારખાનાઓ અને ડાઇંગ પ્રિન્ટિંગ મિલોમાં ફરજિયાત રજા રાખવાની ફરજ પડી હતી. હવે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે એ રજાનું સેટલમેન્ટ કરતા સુરત શહેરની સેંકડો સ્કુલોમાં આજે રવિવારની રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય જારી છે. ફોસ્ટાએ પણ શનિવારે જાહેરાત કરી દીધી હતી કે રવિવારે સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં વ્યાપારીક કામકાજ રાબેતા મુજબ જારી રાખી શકાશે. આ વખતે પહેલીવાર શ્રાવણ માસ પૂર્વે રવિવારે પણ માર્કેટો શરૂ છે.

Shorts
26 Jul 2026 Bharat

પ્રહલાદ જોશીને સોંપાયો શિક્ષણ મંત્રાલયનો એડિશનલ ચાર્જ, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશભરમાં એ વાતને લઈને ભારે ઉત્સુકતા અને ચર્ચા જાગી હતી કે હવે દેશના મહત્વપૂર્ણ એવા શિક્ષણ મંત્રાલયની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારે તમામ અટકળોનો અંત આણીને આ મહત્વપૂર્ણ અને મોટી જવાબદારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને સોંપવાનો નિર્ણય કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણ બાદ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. 

Shorts
25 Jul 2026 Bharat

સરકારે ત્રણેય માંગણીઓ સ્વીકારતા જંતર-મંતર પર CJPનું એક મહિના લાંબું આંદોલન સમેટાયું

નીટ પેપર લીક વિવાદ અંગે દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા એક માસથી વિરોધ પ્રદર્શન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીએ (CJP) આજે પોતાનું આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે યોજાયેલી મહત્વની બેઠક બાદ CJPના પ્રતિનિધિઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ માહિતી આપી હતી કે, સરકાર દ્વારા તેમની ત્રણેય મુખ્ય માંગણીઓ મંજૂર કરવામાં આવી છે

Shorts
25 Jul 2026 Bharat

CJP અધ્યક્ષ અભિજિત દિપકેએ કહ્યું, દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાલા ચાહિએ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. CJPના ફાઉન્ડર અભિજિત દીપકે અને તેમના સમર્થકો દિલ્હીના જંતર-મંતર પર ઉજવણી કરી રહ્યા છે. દીપકેએ જણાવ્યું કે, “આખરે સરકારને ઝુકવું પડ્યું.” દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાલા ચાહિયે. ધર્મેન્દ્ર પ્રધાને દેશ અને વિદ્યાર્થીઓના હિતમાં રાજીનામું આપ્યું હોવાનું પત્રમાં જણાવ્યું છે.

Shorts
25 Jul 2026 Bharat

CJPની જીત, આખરે ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું

કોકરોચ જનતા પાર્ટીનો જબરદસ્ત વિજય થયો છે. તેમની માગણીને પગલે છેલ્લા ત્રણ અઠવાડીયાથી વધુની ચળવળને પગલે આજે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ખુદ ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામાની જાહેરાત આજે શનિવાર તા.25મી જુલાઇના રોજ બપોરે 2.25 મિનિટે એક્સ હેન્ડલ પર કરી હતી.

Shorts
25 Jul 2026 Bharat

મહારાષ્ટ્ર TET પેપર લીક: મુખ્ય આરોપી બિજેન્દ્ર ગુપ્તાની બિહારથી ધરપકડ

મહિનાઓ સુધી ફરાર રહ્યા બાદ, મહારાષ્ટ્ર TET પેપર લીક કેસના મુખ્ય આરોપી બિજેન્દ્ર ગુપ્તાની શનિવારે તા.25મી જુલાઇ 2026ની સવારે થાણે પોલીસે બિહારથી ધરપકડ કરી હતી. બિજેન્દ્ર ગુપ્તા મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં વોન્ટેડ હતા, જેમાં SIT એ અગાઉ તેમની પત્ની સુમન ગુપ્તાની ધરપકડ કરી હતી, આરોપ લગાવ્યો હતો કે તેણીએ રેકેટની આવકનું સંચાલન કર્યું હતું અને તેને ધરપકડથી બચવામાં મદદ કરી હતી. જે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં પરીક્ષા પેપર લીક કેસોમાં પણ આરોપી છે.

Shorts
25 Jul 2026 Gujarat

MBBS અને ડેન્ટલના સ્ટેટ ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટા તમામ પ્રવેશ સરકાર નિયુક્ત કમિટી જ કરશે, લેભાગુઓથી દૂર રહેવા સૂચના

ગુજરાતમાં મેડીકલ, પેરામેડીકલ પ્રવેશ 2026ની કામગીરી ટૂંકસમયમાં શરૂ થશે ત્યારે એડમિશન કમિટીએ ઉપરોક્ત સૂચના જારી કરી છે. એડમિશન કમિટીની સત્તાવાર વેબસાઇટ https://www.medadmgujarat.org/ પરથી જ સઘળી કામગીરી હાથ ધરવામાં આવશે.

Shorts
25 Jul 2026 Bharat

આવા લોકો પર ધિક્કાર છે! — સોનમ વાંગચુક

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલા 22 મિનિટના વીડિયોમાં સોનમ વાંગચુકે પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા પોતાના ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓના હિત માટે મેં સતત 26 દિવસ સુધી ભૂખ્યા રહીને અન્નનો ત્યાગ કર્યો. 26 દિવસ સુધી ભૂખ્યા રહ્યા પછી, જેમાં મારું 11 કિલો શરીર ઓગળી ગયું, શું હવે મારે કોઈની પાસેથી ચારિત્ર્ય પ્રમાણપત્ર લેવું પડશે કે મારું અનશન કેટલું પવિત્ર હતું? જો મારે કોઈ ડીલ જ કરવી હોત તો હું AC રૂમમાં બેસીને ન કરી લેત? આટલી ગરમીમાં ભૂખ્યા રહેવાની શું જરૂર હતી? આવી હીન માનસિકતા ધરાવતા લોકો પર ધિક્કાર છે!

Shorts
25 Jul 2026 Vishva

શાકભાજી વેચાણથી ઇ-રિક્શા ચલાવી, Bihar ના ઝાંડુ કુમારે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મેડલ જીતાડ્યો

વર્ષો સુધી, બિહારના ઝાંડુ કુમારના દિવસો બજારમાં શાકભાજી શાકભાજી વેચવાની પ્રવૃતિથી શરૂ થતા અને જીમમાં કસરત સાથે દિવસો સમાપ્ત થતા. કોવિડ-૧૯ મહામારી દરમિયાન ઝાંડુકુમારનું જીવન જ્યારે વધુ મુશ્કેલ બન્યું, ત્યારે તેણે શાકભાજી વેચાણની પ્રવૃતિ બંધ કરીને ઈ-રિક્ષા લઇને કમાવાનું જારી રાખ્યું. ઝાંડુ કુમારે પોતાનું વેઇટ લિફ્ટિંગનું કૌશલ્ય પણ જાળવી રાખ્યું. આખરે તા.24મી જુલાઇને શુક્રવારે ગ્લાસગો ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને સમગ્ર વિશ્વને પોતાની અપ્રતિમ પ્રતિભાથી વાકેફ કરાવ્યું. બિહારના પેરા પાવરલિફ્ટરે ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની હેવીવેઇટ ઇવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો.

Shorts
25 Jul 2026 Gujarat

ગુજરાતમાં મેઘતાંડવ યથાવતઃ 253 તાલુકામાં વરસાદ, 30 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

  • રાજ્યમાં તા. 24 જુલાઈ 2026ના છેલ્લા 24 કલાક દરમિયાન 255માંથી 253 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.
  • ભારે વરસાદને પગલે રાજ્યભરમાં 30,736 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું, જ્યારે 3,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
  • વરસાદી સ્થિતિના કારણે 1,204 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા હતા અને 4,095 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો.
  • સ્થળાંતર કરાયેલા લોકોમાં વલસાડમાંથી 14,083, નવસારીમાંથી 12,367, સુરતમાંથી 2,810 અને અમદાવાદમાંથી 417 લોકોનો સમાવેશ થાય છે.
Shorts
24 Jul 2026 Bharat

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લામાં ભૂસ્ખલન, 13 પ્રવાસીઓના મોત

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લામાં શુક્રવારે 24 જુલાઇ 2026ના રોજ ભારે ભૂસ્ખલનની દુર્ઘટનામાં 13 લોકોના કરુણ મોત થયા છે. ઉદયપુર-કિલાડ માર્ગ પર આવેલા કડૂ નાળા નજીક અચાનક પહાડનો મોટો ભાગ ધસી પડતાં કુલ્લુથી પાંગી તરફ જઈ રહેલી ટાટા સુમો ટેક્સી કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત વાહનમાં કુલ 15 મુસાફરો સવાર હતા. રાહત અને બચાવ કામગીરી દરમિયાન એક વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે 13 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં માત્ર છ મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે.

Shorts
24 Jul 2026 Gujarat

અમદાવાદ રાજકોટ હાઇ-વે બંધ કરવો પડ્યો, ટ્રાફિક ધોલેરા એક્સપ્રેસ-વે તરફ વાળ્યો

તા.23મી જુલાઇએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે તા.24મી જુલાઇએ વરસાદે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને બાનમાં લીધા હતા. આજે શુક્રવારે બાવળા નજીક અમદાવાદ-રાજકોટ મુખ્ય ભાગ વરસાદી પાણીથી ભરાઈ ગયો હતો અને રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. બગોદરા અને સનાથલ વચ્ચે હાઇવે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે રાજ્યના વ્યસ્ત હાઈ વે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ હાઇવેને અસ્થાયી રૂપે બંધ કરી દીધો હતો અને ધોલેરા એક્સપ્રેસ વે દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવાની જાહેરાત કરવી પડી હતી.

Shorts
24 Jul 2026 Sthanik

Surat on 24th July: વરસાદ થંભી ગયો છતાં ખાડીઓમાં જળસ્તર ઉંચુ હોઈ, ખાડી કિનારે ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થઇ શકતો નથી

મીઠી ખાડીની સપાટી 8.95 મીટરથી વધીને 9 મીટરે પહોંચી છે, જે ડેન્જર લેવલ (9.35 મીટર)થી હવે ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં ખાડી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ઘૂસવાનું જોખમ ઉભું થયું છે. બીજી તરફ ભેદવાડ ખાડીની સપાટી ડેન્જર લેવલથી નીચે આવતાં થોડી રાહત મળી છે, જ્યારે સીમાડા ખાડી 4.80 મીટરે પહોંચીને ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે, ખાસ કરીને સારોલીમાં 5થી 6 ફૂટ પાણી ભરાતાં પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર અને અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે. વરાછાના યોગીચોક વિસ્તારમાં માર્ગ બંધ કરી ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવા છતાં લોકો જોખમ વચ્ચે અવરજવર કરતા જોવા મળ્યા હતા.

Shorts
24 Jul 2026 Sthanik

સુરત શહેરમાં સીઝનનો કુલ વરસાદ 50 ઇંચને પાર, સૌથી વધુ પલસાણામાં 70 ઇંચ પડી ચૂક્યો છે

તા.24મી જુલાઇને શુક્રવારે સવારે 11 વાગ્યા સુધીના સુરત અને તેમાં સમાવિષ્ટ તાલુકાઓના કુલ વરસાદના આંકડા આ મુજબ છે. સૌથી વધુ વરસાદ પલસાણામાં 70 ઇંચ પડી ચૂક્યો છે. બીજા રાઉન્ડમાં જ સીઝનનો અડધો વરસાદ સુરત અને તેના તાલુકાઓમાં પડી ચૂક્યો છે.

Shorts
24 Jul 2026 Vishva

Trump એ ભારત સહિત 60 દેશો પર 10થી 12.5% ટેરિફ લાદ્યો

અમેરિકાની ટ્રમ્પ સરકારે પોતાની વેપાર નીતિમાં મોટો બદલાવ કરીને ભારત સહિત ૬૦ દેશો પર ૧૦% થી ૧૨.૫% સુધીની નવી આયાત જકાત (ઇમ્પોર્ટ ટેરિફ) લગાવવાની જાહેરાત કરી છે. બંધુઆ મજૂરી દ્વારા ઉત્પાદિત થતા માલસામાન પર યોગ્ય પ્રતિબંધ અને તેના કાયદાઓનો કડક અમલ ન કરવાને કારણે આ નિર્ણય લેવાયો છે. ભારતીય સમય પ્રમાણે શનિવારે સવારે ૯.૩૧ વાગ્યાથી અમલી બનનારા આ નવા નિયમ અંતર્ગત ભારત પર ૧૦% ટેરિફ લાગશે, જેનો દુનિયાભરના દેશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Shorts
24 Jul 2026 Bharat

અહો આશ્ચર્યમ્ઃ NEET-UG 2024 પેપર લીક કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાવાયેલા સંજીવ મુખિયાને CBIની ક્લીન ચીટ

NEET-UG 2024 પેપર લીક કેસમાં બિહાર પોલીસે જેને મુખ્ય ષડયંત્રકારી ગણાવીને કાર્યવાહી કરી હતી એ સંજીવ મુખિયાને CBIએ ક્લીન ચિટ આપી છે. CBIને તપાસમાં સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેને ક્લીન ચીટ અપાઇ છે. આ મામલો ત્યારે સપાટી પર આવ્યો છે જ્યારે દેશભરમાં નીટ 2026ના પેપર લીક બાબતે આંદોલન ચાલી રહ્યું છે. બિહાર પોલીસની શંકાના આધારે FIRમાં નામ હતું. CBIએ 45 લોકો સામે પટણા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. સંજીવ મુખિયા અન્ય કેસોમાં હજુ કસ્ટડીમાં છે.

Shorts
24 Jul 2026 Bharat

વાંગચુકની ભૂખ હડતાળ પૂરી થઇ છે, આંદોલન નહીં!’, CJPના અભિજિત દીપકેની જાહેરાત

NEET પેપર લીક મુદ્દે 26 દિવસથી ભૂખ હડતાલ પર રહેલા સોનમ વાંગચુકે સરકારના આશ્વાસન બાદ પારણાં કર્યા. ગુરુગ્રામની હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રીઓ J.P. નડ્ડા અને જીતેન્દ્ર સિંહે મુલાકાત લીધી હતી. જોકે, અભિજિત દીપકેએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતર-મંતર પર આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

Shorts
23 Jul 2026 Bharat

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા Mumbai-Ahmedabad વચ્ચે દોડતી વંદે ભારત, શતાબ્દી સહિતની 18થી વધુ ટ્રેનો રદ, અનેક ડાઇવર્ટ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ઘોલવડ-ઉમરગામ રોડ વચ્ચે પુલ નંબર 203 પર પાણી ભયજનક સપાટીએ પહોંચ્યું છે. મુસાફરોની સુરક્ષા અર્થે પશ્ચિમ રેલવેએ 23.07.2026ના રોજ ઘણી ટ્રેનો રદ કરી છે, જેમાં વંદે ભારત, શતાબ્દી અને કર્ણાવતી સહિતની 18થી વધુ ટ્રેનોનો સમાવેશ થાય છે. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

Shorts
23 Jul 2026 Gujarat

વલસાડમાં 28 કલાકમાં 43 ઇંચ વરસાદ ઝીકાયો, 300 રસ્તાઓ પાણીમાં ગરક

 વલસાડના ઉમરગામમાં 28 કલાકમાં 43 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આ આકાશી આફતને કારણે નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. 300થી વધુ રસ્તાઓ બંધ થયા અને ST બસની 200થી વધુ ટ્રીપ રદ કરાઈ છે. 2,900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF, SDRF અને એરફોર્સ રાહત કાર્યમાં જોડાતા મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી.

Shorts
23 Jul 2026 Gujarat

24/7/26 ને શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતમાં શાળા કોલેજો બંધ રહેશે

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે.

  • સુરત શહેર જિલ્લાની તમામ પ્રકારની શાળાઓ અને કોલેજોમાં શુક્રવાર તા.24 જુલાઇએ પણ શિક્ષણ કાર્ય બંધ રહેશે
  • દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન સુરત શહેર જિલ્લા ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય તા.24મી જુલાઇના રોજ બંધ રહેશે
Shorts
23 Jul 2026 Sthanik

News Update @ 1pm સુરતમાં કયા વિસ્તારોમાં પાણી ભરાયા

  • સુરત-કડોદરા મુખ્ય માર્ગ પર્વત પાટિયા, ગોડાદરા, પુણા, સીમાડા, ડીંડોલી, પાંડેસરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી
  • પાંડેસરા-સચિન રોડ પર ત્રણ ફુટથી વધુ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર લગભગ ઠપ્પ થઈ ગયો હતો.
  • ડીંડોલી વિસ્તારમાં ખાડીના પુરનું પાણી રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયું હતું. ઉમિયા માતા મંદિર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ઘરો સુધી ઘૂસ્યા હોવાના અહેવાલો
  • છાપરાભાઠાના ન્યૂ કતારગામ વિસ્તારમાં પણ રસ્તા પર એટલો ભારે પાણીનો ભરાવો થયો હતો
  • વીઆઈપી રોડ, અલથાણ મેટ્રો મોલ આસપાસ તેમજ અન્ય મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણીનો ભરાવો
Shorts
23 Jul 2026 Sthanik

સુરત અને તાલુકાઓમાં 23 જુલાઇએ બપોરે 12 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો? વાંચો અહીં

Shorts
23 Jul 2026 Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉભી થયેલ સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી સમીક્ષા કરી હતી.
  • તેમણે Valsad જિલ્લા ની સ્થિતિ અંગે મંત્રી નરેશ પટેલ અને કલેકટર સાથે મોબાઈલ ફોનથી વાત કરી બચાવ રાહતની વિગતો મેળવી જરૂર પડે NDFRની વધારાની ટીમ મોકલવા પણ ખાતરી આપી હતી.
  • Surat અને Navsari કલેકટર સાથે પણ વાત કરીને નીચાણ વાળા વિસ્તારો અને પાણી ભરાયેલા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના કરી છે. મુખ્ય સચિવ એમ કે દાસ અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Shorts
23 Jul 2026 Sthanik

વરસાદી માહોલ વચ્ચે સુરત કલેક્ટર તેજસ પરમારનો વિડીયો મેસેજ

Shorts
23 Jul 2026 Sthanik

23મી જુલાઇએ સવારે 11 કલાકે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જારી કર્યો વિડીયો મેસ

Shorts
23 Jul 2026 Vishva

ભારતથી સાઉથ કોરિયા સુધી 10,000 KM લાંબી વાદળોની દીવાલ

હાલમાં જ અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ ઇમેજમાં પૃથ્વી પર એક એવો દ્રશ્ય કેપ્ચર થયો છે, જેણે આખા એશિયા ખંડના હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉત્તર ભારતથી શરૂ કરીને હિમાલય, ચીન અને સીધા સાઉથ કોરિયા સુધી ફેલાયેલી 7,000 થી 10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે.આ ‘મોનસૂન કન્વર્જન્સ ઝોન’ને કારણે ભારતમાં બમ્પર વરસાદની ચેતવણી અપાઈ છે. છેલ્લા 2 દિવસમાં સરેરાશ કરતાં 170% થી 180% વધુ વરસાદ નોંધાયો છે.

Shorts
23 Jul 2026 Sthanik

Surat: ખાડી કિનારાની વસાહતોમાંથી 2200 લોકોને સ્થળાંતરીત કરાયા

  • સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ખાડીઓમાં આવેલા પુરને પગલે સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા 22 અને 23 જુલાઇ ગુરુવાર સવાર સુધીમાં 2,200થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
  • ખાસ કરીને ડીંડોલી, ગોડાદરા, લીંબાયત, પર્વત પાટિયા, પાંડેસરા, સીમાડા સહિતના પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને રાહત કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.
  • ખાડીના પાણીનું સ્તર સતત ઊંચું રહેતાં તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂર પડ્યે તાત્કાલિક સ્થળાંતર માટે તૈયાર રહેવા અપીલ કરી છે.
  • પાંડેસરાના કૃષ્ણાનગર વિસ્તારમાંથી બાળકો સહિત કુલ ૧૧ અસરગ્રસ્તો તેમજ ઉધના ઝોનના સંજયનગર વિસ્તારમાંથી કુલ ૬૭ લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરી ભીમનગર સ્કુલ રિલીફ સેન્ટરમાં ખસેડાયા
Shorts
23 Jul 2026 Gujarat

Shorts
23 Jul 2026 Sthanik

23મી જુલાઇને ગુરુવારે પાણી ભરાવાને કારણે સુરતના આ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે

23મી જુલાઇને ગુરુવારે સવારે 8:00 વાગ્યાની સ્થિતિએ સુરત શહેરમાં વરસાદને કારણે નીચેના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે:

  1. આઈમાતા – પર્વત પાટિયા ઓવરબ્રિજ સંપૂર્ણપણે બંધ છે.
  2. પર્વત પાટિયા – કંગારૂ સર્કલથી કડોદરા તરફ જતો માર્ગ બંધ છે.
  3. કંગારૂ સર્કલથી ગોડાદરા તરફ જતો માર્ગ બંધ છે.
  4. કંગારૂ સર્કલથી કડોદરા તરફ જતો માર્ગ બંધ છે.
Shorts
23 Jul 2026

CiA News Update 23 July @ 10.15am

  • દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં મેઘતાંડવ:
  • કપરાડામાં 45 ઇંચ, ઉમરગામમાં 41 ઇંચ વરસાદ; મોટા ભાગના તાલુકાઓ તરબોળ
  • CM ભૂપેન્દ્ર પટેલે તાકીદના અનેક પગલાંઓ લીધા
  • ડે સીએમ હર્ષ સંઘવી , મંત્રીઓ-સચિવોને દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલ્યા
  • સાત તાલુકામાં 24થી 45 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ;
  • સુરત, નવસારી અને વલસાડમાં વહીવટી તંત્રને મદદ માટે ખાસ ટીમો તૈનાત,
  • ત્રણ દિવસનું રેડ એલર્ટ
Shorts
23 Jul 2026 Sthanik

સુરતના તમામ કાપડ બજારો આજે સંપૂર્ણ બંધ રહેશે

સુરતમાં સતત ભારે વરસાદ અને જળભરાવની સ્થિતિને પગલે ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ (FOSTTA)એ આજે 23 જુલાઈએ શહેરના તમામ કાપડ બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રશાસનની ચેતવણી, વધતા જળસ્તર અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. વેપારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સાથે જ ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ આજે કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. FOSTTAએ તમામ વેપારીઓને સહકાર આપવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

Shorts
23 Jul 2026 Bharat

NEET UG પેપર લીક વિવાદમાં પીએમ મોદીની પહેલી સોશ્યલ મિડીયા પોસ્ટ

Shorts
23 Jul 2026 Sthanik

દક્ષિણ ગુજરાતમાં વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત

હવામાન વિભાગે આજે 23/0702026ના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સંઘપ્રદેશ દમણમાં આજે શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સંપૂર્ણપણે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર પાડવામાં આવી છે. વલસાડ અને નવસારી જિલ્લામાં કુલ 490 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડમાંથી 300 અને નવસારીમાંથી 190થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં 547 માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.

Shorts
23 Jul 2026 Sthanik

23મી જુલાઇને ગુરુવારે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન સુરત શહેર અને આસપાસના તાલુકાઓમાં પડેલા વરસાદની માહિતી

Shorts
23 Jul 2026 Bharat

ભારતમાં અશ્લીલ કન્ટેન્ટ પીરસતા 50 OTT પ્લેટફોર્મ બ્લોક

કેન્દ્ર સરકારે અશ્લીલ અથવા બાળકો માટે હાનિકારક ડિજિટલ કન્ટેન્ટ સામે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા બે વર્ષમાં સરકારે ભારતમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક કર્યા છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને એમ પણ જણાવ્યું હતું કે વાંધાજનક કન્ટેન્ટ પ્રદર્શિત કરતા પ્લેટફોર્મ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારના મતે ઍક કાર્યવાહી પાછળનો તેમનો ઉદ્દેશ ઇન્ટરનેટને પારદર્શક, સલામત, વિશ્વસનીય અને જવાબદાર બનાવવાનો છે, જેનાથી બાળકો માટે ડિજિટલ વાતાવરણ સુરક્ષિત રહે.

Shorts
22 Jul 2026 Gujarat

નર્મદા ડેમમાં પાણીની સપાટીની લેટેસ્ટ માહિતી

તા.22મી જુલાઇને બુધવારે સવારે 09 કલાકની વિગત :

  • મહત્તમ સપાટી – 138.68 મીટર
  • હાલની સપાટી – 127.80 મીટર
  • ગ્રોસ સ્ટોરેજ – 6417.80 MCM
  • સ્ટોરેજ (%) – 67.84 %
  • પાણીની આવક – 16335.00 ક્યુસેક
  • નદીમાં પાણીની જાવક – 611 ક્યુસેક
  • કેનાલમાં પાણીની જાવક – 12359.00 ક્યુસેક
  • કુલ જાવક : – 12970.00 ક્યુસેક

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 04 સે.મી.નો વધારો

Shorts
22 Jul 2026 Gujarat

ટેક્સટાઇલ વેપારીઓને સાવધાની રાખવા FOSTTA ની સૂચનાઃ સુરતમાં અવિરત વરસાદ, ફરી બેઝમેન્ટ, અન્ડગ્રાઉન્ડ સ્ટ્રક્ચરર્સમાં પાણી ભરાવાની સંભાવના

Shorts
22 Jul 2026 Vishva

સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23/7થી 2/8 સુધી કોમનવેલ્થ ગેમ્સ, Team India માં 128 ખેલાડીઓ

કોમનવેલ્થ ગેમ્સ 2026 સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રમાશે. આ ગેમ્સમાં ભારત 126 એથ્લીટ્સ (78 પુરુષ અને 48 મહિલા) ભાગ લેશે. જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ અને બોક્સર લવલિના બોરગોહેન જેવા સ્ટાર ખેલાડી છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ ઉદ્ઘાટન સમારોહમાં દેશની ધ્વજ વાહક છે. રમત મંત્રાલયે આ ગેમ્સ માટે 191 સભ્યોની ભારતીય દળની મંજૂરી આપી દીધી છે, જેમાં 126 એથ્લીટ્સ (78 પુરુષ અને 48 મહિલા) અને 51 ટીમ ઓફિસિઅલ્સનો સમાવેશ થાય છે. ખર્ચ ઘટાડવા માટે ગેમ્સને માત્ર 10 ઇવેન્ટ્સ સુધી મર્યાદિત કરવામાં આવી છે. જેમાં 3×3 બાસ્કેટબોલ અને 3×3 વ્હીલચેર બાસ્કેટબોલ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ), બોલ્સ અને પેરા બોલ્સ, બોક્સિંગ, સાયકલિંગ ટ્રેક અને પેરા સાયકલિંગ ટ્રેક, જુડો, નેટબોલ, સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ અને વેઇટ લિફ્ટિંગ અને પેરા પાવરલિફ્ટિંગનો સમાવેશ.

Shorts
22 Jul 2026 Gujarat

Valsad માં 8.1 ઇંચ જ્યારે કપરાડામાં 14 ઇંચ વરસાદ ઝીકાયો

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 22/07/2026 મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના વિતેલા 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આખી રાત વરસાદ શરૂ રહેતા સવાર સુધીમાં આ આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ઝીંકાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150 થી વધુ માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

Shorts
22 Jul 2026 Gujarat

સુરતમાં ઉત્પાદિત લેબગ્રોન ડાયમંડ્સનું કમળ અવકાશમાં ખીલ્યું

સુરતની લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન કરતી પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા 32 LGD અને સોનાથી બનેલા કમળનું કુત્રિમ ફૂલ તાજેતરમાં અવકાશમાં લોંચ કરવામાં આવેલા વિક્રમ-1 યાનમાં સવાર થઇને અવકાશમાં પહોંચી ચૂક્યું છે. વિક્રમ-1 ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ છે, જે પૃથ્વીથી લગભગ 450 કિમી ઉપર ભ્રમણકક્ષામાં પહોંચી ચૂક્યું છે. સુરતમાં બનેલા એ લેબગ્રોન લોટસને કોસ્મોસ બ્લૂમ નામ આપવામાં આવ્યું છે, આ પેલોડ અવકાશમાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાં ખુલ્યું હતું, જે સંપૂર્ણપણે સુરતમાં બનાવેલા પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરાની તેજસ્વીતા દર્શાવે છે. હીરા ઉગાડવા અને તેમને પોલિશ કરવાથી લઈને ઝવેરાત ડિઝાઇન અને ઉત્પાદન સુધી, રચનાનો દરેક તબક્કો ડાયમંડ સિટી સુરતમાં પાર પાડવામાં આવ્યો છે.

Shorts
22 Jul 2026 Gujarat

Surat: 22 જુલાઇ સુધીમાં સુરતના વિવિધ તાલુકાઓમાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે તે ઉપરોક્ત માહિતી પરથી જાણી શકાય છે

Shorts
22 Jul 2026 Bharat

Maruti સુઝુકી 01/08/2026થી વિવિધ Car મૉડૅલોના ભાવમાં રૂ.30,000 સુધીનો વધારો

નવી દિલ્હીઃ તાજેતરમાં ઈનપૂટ ખર્ચમાં થયેલો વધારો આંશિક રીતે ગ્રાહકો પર પસાર કરતાં દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ. આગામી પહેલી ઑગસ્ટથી તેનાં વિવિધ મૉડૅલોના ભાવમાં રૂ. 30,000 સુધીનો વધારો કરશે, એમ કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવતાં ઉમેર્યું હતું કે ભાવવધારાની માત્રા મૉડૅલ અનુસાર જુદી જુદી હશે. ઈનપૂટ ખર્ચમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં લેતાં કંપનીએ તેનાં મૉડૅલોના પોર્ટફોલિયોમાં યુનિટદીઠ રૂ. 30,000 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે અને આ ભાવવધારો પહેલી ઑગસ્ટથી અમલી બનશે, એમ કંપનીએ યાદીમાં જણાવ્યું હતું.

Shorts
21 Jul 2026 Bharat

એક દિવસના હોલ્ટ બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ કરાઇ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા એક દિવસના સ્થગિત બાદ આજે 21/07/2026 ફરી શરૂ થઈ. સતત વરસાદ અને યાત્રા માર્ગો પર ભૂસ્ખલનના જોખમને કારણે સાવચેતીના ભાગ રૂપે ગઈકાલે 20/07/2026 યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી. ચારધામ યાત્રા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, SDRF અને અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલનમાં યોજાઈ રહી છે. યાત્રા માર્ગો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપે યાત્રાળુઓને અપીલ કરી છે કે જો ભારે વરસાદ, ભૂસ્ખલન અથવા અન્ય કોઈ કારણોસર માર્ગ અસ્થાયી રૂપે બંધ થઈ જાય, તો તેઓએ ફક્ત સલામત સ્થળોએ અથવા વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત હોલ્ડિંગ વિસ્તારોમાં જ રહેવું જોઈએ અને વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે યાત્રાળુઓની સલામતી વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

Shorts
21 Jul 2026 Gujarat

સુરત એરપોર્ટ પર ગોવા જતી ફ્લાઇટના મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલી નાંખ્યો પછી મચી ગઇ દોડધામ

તા.21 જુલાઇ 2026ને મંગળવારે બપોરે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોર્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે એક મુસાફરે અચાનક વિમાનનો ઇમરજન્સી એક્ઝિટ દરવાજો ખોલી નાખ્યો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ભારે ગભરાટ મચી ગયો હતો. સદનસીબે વિમાન હજુ પણ પાર્ક મોડ પર જ હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. મુસાફરને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા અને અન્ય મુસાફરોની સલામતીને જોખમમાં મૂકવાના આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને એરપોર્ટ સત્તાવાળાઓએ આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને બાદમાં તેને સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં પોલીસને સોંપી દીધો હતો. એરપોર્ટ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, આરોપી મુસાફરની ઓળખ જીતેન્દ્ર મનિયા તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે તે ફક્ત ઇમરજન્સી એક્ઝિટ તપાસી રહ્યો હતો; તેણે કહ્યું કે તેણે દરવાજાને સ્પર્શ કર્યો અને તે ખુલી ગયો. પોલીસ હાલમાં તેમના નિવેદનની ચકાસણી કરી રહી છે કે શું આ ઘટના ખરેખર અજાણતામાં બની હતી કે પછી કોઈ અંતર્ગત હેતુ હતો. ઇમરજન્સી એક્ઝિટ ખોલ્યા પછી વિમાનની નવેસરથી સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Shorts
21 Jul 2026 Bharat

પીએમ નિવાસ બહાર કોંગ્રેસ પ્રેરીત ધરણા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવને ડિટેઇન કરાયા

દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન બહાર મંગળવાર તા.21મી જુલાઇની સાંજે કોંગ્રેસ પ્રેરીત ચાલી રહેલા ધરણાં સ્થળે ભારે હોબાળો જોવા મળ્યો છે, જેનો વીડિયો ભારત સમેત સમગ્ર વિશ્વના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પર ભારે વાઇરલ થયા છે. વીડિયોમાં પોલીસ અખિલેશ યાદવને ખેંચીને સ્થળ પરથી લઈ જતી દેખાઈ રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જતી જોવા મળી રહી છે. પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધીને અલગ અલગ પોલિસ સ્ટેશનો પર લઇ જવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યા પછી અટકાયતમાં લેવાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

Shorts
21 Jul 2026 Gujarat

Gujarat વહીવટી તંત્રમાં 28 IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં 28 IAS અધિકારીઓની બદલી કરી છે. સામાન્ય વહીવટ વિભાગે 21 જુલાઈ, 2026ના રોજ આદેશો બહાર પાડ્યા. જેમાં વિવિધ મહાનગરપાલિકાઓના કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને સરકારી નિગમોના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. ટ્રાન્સફર અધિકારીઓનું લિસ્ટ વાંચવા લિંક પર ક્લીક કરો. https://gad.gujarat.gov.in/personnel/Portal/News/733_1_1_Transfer%20order.pdf

Shorts
21 Jul 2026 Vishva

નિવૃત્તિની કામ પર પરત ફર્યા Amazon સ્થાપક જેફ બેઝોસ: હું ફક્ત બેસી શકતો ન હતો …

વર્ષો પહેલા નિવૃત્તિની જાહેરાત કર્યા પછી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ કામ પર પરત ફર્યા છે, તેમણે કહ્યું કે, હું ફક્ત બેસી શકતો ન હતો …નિવૃતિના 7 મહિના પછી બેઝોસે જાહેર કર્યું કે તેઓ તેમના નવા AU સ્ટાર્ટઅપ પ્રોમિથિયસને લોન્ચ કરવા માટે ઓપરેશનલ ભૂમિકામાં પાછા ફરશે. 62 વર્ષીય અબજોપતિએ કહ્યું કે ફરીથી સહ-CEO બનવું એ “ટાઇપ 2 મજા” છે – એક પ્રકારનો પડકાર જે પર્વત પર ચઢ્યા પછી જ ફળદાયી લાગે છે. પ્રોમિથિયસ બેઝોસનું મુખ્ય ધ્યાન બની ગયું છે. આ સ્ટાર્ટઅપ, જે ભૌતિક કાર્યો માટે AI મોડેલ્સ બનાવે છે, જેમાં એન્જિનિયરોને ડિઝાઇન અને ઉત્પાદનમાં વધુ ઝડપથી મદદ કરવા માટેના સાધનોનો સમાવેશ થાય છે

Shorts
21 Jul 2026 Sthanik

Delhi માં બીજું સંકટ, ખેડૂતોની દિલ્હી તરફ કૂચઃ શંભુ બોર્ડર સીલ

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.

Shorts
21 Jul 2026 Gujarat

Gujarat ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ, 5 દિવસ Yello Alert

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શાનદાર શરૂઆત થઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી પાંચ દિવસનું ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના પારડીમાં 4.50 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં સિઝનનો કુલ 27% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Shorts
21 Jul 2026 Bharat

NEET Paper Leak: પીએમ મોદીનું સ્ટેટમેન્ટ, દોષિતોને સજા અને ભવિષ્યમાં જડબેસલાક્ વ્યવસ્થા

સંસદના ચોમાસુ સત્રમાં NEET પરીક્ષા કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, કૌભાંડની માહિતી મળતાં જ સરકારે ઝડપી કાર્યવાહી કરી 13 લોકોની ધરપકડ કરી જેલમાં મોકલ્યા. વડાપ્રધાને ભવિષ્યમાં પેપર લીક રોકવા કડક પગલાંની ખાતરી આપી છે. સરકારે દોષિતોને સજા અને ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે વિપક્ષને પણ સહયોગ કરવા અપીલ કરી.

કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને ભવિષ્યમાં આવા પેપર લીક અટકાવવા માટે લેવાઈ રહેલા સખત પગલાંની રૂપરેખા આપી છે. સરકારે દોષિતોને સખતમાં સખત સજા આપવા અને ભવિષ્ય માટે સંપૂર્ણપણે ‘ફૂલપ્રૂફ સિસ્ટમ’ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે જેથી નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત ન રમાય.

Shorts
21 Jul 2026 Bharat

દિલજીત દોસાંઝેની પોસ્ટ વાઇરલ, મને દેશદ્રોહી કહેવામાં આવશે…

દિલ્હીમાં NEET પરીક્ષામાં ગેરરીતિ અને શિક્ષણ સુધારાની માંગ સાથે CJPના નેતૃત્વ હેઠળ વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીથી મનોરંજન જગતમાં રોષ જોવા મળ્યો છે. જાણીતા ગાયક-અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, “જે કંઈ થયું તે ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ.” દિલજીત ઉપરાંત શબાના આઝમી, રિતેશ-જેનિલિયા દેશમુખ જેવા કલાકારો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે.