CIA ALERT

My World Archives - CIA Live

May 23, 2026
CiA-Live-AMNS-1280x853.jpeg
1min93

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) પર્યાવરણ જાળવણી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સમજે છે અને તેને સતત આગળ વધારતાં અવાર-નવાર પર્યાવરણલક્ષી કાર્યો હાથ ધરતું રહે છે. શુક્રવાર, 22 મે, 2026ના રોજ AM/NS Indiaના મુખ્ય પ્લાન્ટ હજીરા ખાતે વિસ્તરણ થઈ રહેલા પ્રોજેક્ટની એક સાઇટ ખાતે આ વર્ષની વૈશ્વિક થીમ “એક્ટીંગ લોકલી ફોર ગ્લોબલ ઈમ્પેક્ટ”ને સુસંગત રહીને ઈન્ટરનેશનલ બાયોલોજિકલ ડાયવર્સિટી ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિલીપ ઊમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, દ્વારા છોડનું વાવેતર કરીને કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે પ્રોજેક્ટ સાઇટ પર કુલ 1100થી વધુ છોડ જેવા કે લીમડો, જાંબુ અને ગુલમોહરનું છેલ્લાં 30 દિવસમાં વાવેતર કરવામાં આવ્યું હતું.

May 20, 2026
societynews-1280x1040.jpg
3min184
  • કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદઘાટન
  • સરદાર સાહેબના પ્રતિમાનું ગૃહમંત્રી હર્ષ સંધવી કરશે અનાવરણ
  • સમાજના અગ્રણી જયંતીભાઈ બાબરીયા અને અમદાવાદથી રવજીભાઈ વસાણીના હસ્તે ભવનનું શુભ ઉદ્ઘાટન
  • ૧૦૦૦ વિદ્યાર્થીઓની સુવિધા સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ
  • શહેરના પ્રવેશ દ્વારે સરદાર સાહેબની પ્રતિમા અને 13 માળનું જમનામાં વિદ્યાર્થી ભવન બનશે સુરતની શાન
  • પુસ્તકાલય, ઇ-લાઇબ્રેરી અને વાંચનાલય સહિતની સુવિધાઓનું નિર્માણ થયું છે.
  • વિદ્યાર્થીઓને રહેવા-જમવા ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ છે.

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા,કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા અને નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશભાઈ પટેલ સાંસદ મુકેશ દલાલ, સાંસદ ભરતભાઈ સુતરીયા, સાંસદ મિતેશભાઇ પટેલ સહિત રાજસ્વી મહાનુભવોની ખાસ ઉપસ્થિતિ રહેશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું આગામી તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. સુરતના પ્રવેશ દ્વારે ૧૦૦૦ વિદ્યાર્થીઓની હોસ્ટેલ વ્યવસ્થા સાથે અનેકવિધ વ્યવસ્થાઓ સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. પટેલ સમાજના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ ભવનમાં ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવા શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન તૈયાર થયું છે. ૪૨૫ બેઠકની ક્ષમતાવાળુ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થયું છે. કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમને ખુલ્લુ મુકશે. સુરતના મુખ્ય પ્રવેશ દ્વારે ૧૩ માળ અને ૩ લાખ ચોરસ ફૂટના બાંધકામ વાળા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં ૩૧ ફૂટ ઊંચી અને ૯ ટન વજનની ભારત રત્ન સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સરદાર સાહેબ પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાંત ૫૧ ફૂટ ઊંચા સ્થંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે ફેઝ વન પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. અને હવે ફેસ ટુ માં ૫૦૦ દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે. બંને પ્રોજેક્ટ મળીને કુલ રૂપિયા ૨૦૦ કરોડની કિંમતના બંને ભવનનું નિર્માણ થયું છે.

તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારે સાંજે ૫ કલાકે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પટેલ સમાજના અગ્રણી શ્રી જયંતીભાઈ એકલેરા વાળા તથા અમદાવાદથી શ્રી રવજીભાઈ વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન વિધિ થનાર છે. મુખ્ય નામકરણના દાતા શ્રી હંસરાજભાઈ ગોંડલીયા, સરદાર સાહેબની પ્રતિમા ખર્ચના સૌજન્ય દાતા શ્રી વલ્લભભાઈ પી. સવાણી, અતિથિ ભવનના નામકરણના દાતા તુષારભાઈ ઘેલાણીના ધર્મપત્ની પલ્લવીબેન તુષારભાઈ ઘેલાણી સહિત દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ થનાર છે. જમનાબા વિદ્યાર્થી ભવનની બાજુમાં આવેલ સંતોકબા વિલેજ ફાર્મ ખાતે લોકાર્પણ સમારોહ યોજાનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, નાગરિક સંરક્ષણ મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, વિધાનસભા ડેપ્યુટી સ્પીકર પુર્ણેશભાઈ મોદી, સુરતના સાંસદ મુકેશભાઈ પટેલ, અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તથા આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને સ્થાનિક ધારાસભ્યો સહિત રાજસ્વી અતિથિશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સમાજના અગ્રણીશ્રીઓનું વર્ષોથી એક સ્વપ્ન હતું કે, વિદ્યાર્થીઓ અને સમાજ ઘડતર માટેનું કેન્દ્ર હોય તેવા ભવનનું નિર્માણ સુરતમાં થાય. સંસ્થાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જી. પટેલ અને સ્વ. કે ડી વાઘાણીના કાર્યકાળમાં સુરતથી કામરેજ જતા મુખ્ય રસ્તા પર જમીનની ખરીદી કરવામાં આવી હતી.

૨૦૨૧ માં વિજયા દશમીના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને હીરા ઉદ્યોગના અગ્રણી શ્રી વલ્લભભાઈ એસ. લખાણીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જમનાબા વિદ્યાર્થી ભવનમાં શ્રીમતી વર્ષાબેન મનહરભાઈ કાકડીયા પુસ્તકાલય, ગોપીન વાચનાલય, મૂળચંદભાઈ અમીન ઇ-લાઈબ્રેરી, માતૃશ્રી સંતોકબા ભોજનાલય, હરિકૃષ્ણ કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ નિર્માણ પામી છે.

આ ઉપરાંત મહત્વનું દાન આપનાર મુકેશભાઈ પટેલ, રમેશભાઈ વી. ગજેરા, રાકેશભાઈ એચ. દુધાત અને ઝેડ. પી. ખેની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. જમનાબા વિદ્યાર્થી ભવનની છત ઉપર ગોલ્ડી સોલાર તરફથી રૂફટોપ સોલાર ફીટ કરેલ છે. જ્યારે સમગ્ર ભવનમાં ડ્રિંકિંગ વોટર સિસ્ટમનું સૌજન્ય જે. એમ. પટેલ પરિવાર તરફથી મળેલ છે.

સુરત ખાતે ગૌરવંતા જમનાબા વિદ્યાર્થી ભવનના ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે. મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી વેલજીભાઈ શેટા, કેશુભાઈ ગોટી, અગ્રણીશ્રી વસંતભાઈ ગજેરા, લાલજીભાઈ ટી પટેલ, અમદાવાદ થી ગુણવંતભાઈ સોજીત્રા, મગનભાઈ રામાણી, રાજકોટથી વિજયભાઈ ડોબરીયા, ચંદુભાઈ વિરાણી, અનુભાઈ તેજાણી, જયંતીભાઈ નારોલા, ઘનશ્યામભાઈ શંકર અને દિનેશભાઈ કુંભાણી સહિત મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે. સૌરાષ્ટ્રથી સુરત સ્થળાંતર થયેલા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજના અગ્રણીઓએ ચાર દાયકા પહેલા ૧૯૮૨ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સ્થાપના કરી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વ. જે. આર. સવાણી સમૂહલગ્ન પ્રવૃત્તિ શરૂ કરી હતી. ત્યારબાદ પ્રમુખ તરીકે સુરેશભાઈ જી. પટેલ અને પૂર્વ પ્રમુખ કે. ડી વાઘાણીએ સમાજનું નેતૃત્વ કરી સામાજિક પ્રવૃત્તિનો દોર ચાલુ રાખ્યો હતો. વર્તમાન સમયે સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, ખજાનચી મનહરભાઈ સાસપરા અને ભવનના નિર્માણ માટે કાર્ય કરનાર શ્રી ધીરૂભાઈ માલવિયા, શ્રી હરિભાઈ કથીરિયા, શ્રી ભવાનભાઈ નવાપરા, જી. આર. આસોદરીયા તથા શ્રી નટુભાઈ ચોવટીયા વગેરે અગ્રણીશ્રીઓ સહીત વ્યવસ્થાપક ટ્રસ્ટીઓ અને કાર્યકરો છે. સંસ્થામાં ખૂબ ઉદાર ભાવ સાથે સમાજના શ્રેષ્ઠીઓએ આર્થિક સહયોગ આપ્યો છે. પરિણામે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ શરૂ થયું છે. નાના વ્યક્તિઓએ ભૂમિદાન પણ આપેલ છે. મહિલાઓએ એકવારનું દાન આપી મહિલા ટીમ પણ કાર્યરત બની છે. યુવા મિત્રો પણ સમાજ જાગૃતિ અને સેવા પ્રવૃત્તિમાં ઉત્સાહથી કાર્યરત છે.

શ્રી જમનાબા વિદ્યાર્થી ભવનમાં કાર્યરત સુવિધાઓ અને પ્રવૃત્તિઓની યાદી :
  1. ૧૦૦૦ વિદ્યાર્થીઓ(ભાઈઓ) રહી શકે તેવી હોસ્ટેલ સુવિધા જેમાં જમવા-રહેવા કપડાની લોન્ડ્રી-ઈસ્ત્રી વાર્ષિક ફી રૂ. ૪૦,૦૦૦ છે.
  2. ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવુ અતિથિભવન
  3. ૫૦ હજાર પુસ્તકોની ક્ષમતાવાળુ પુસ્તકાલય
  4. વિશાળ વાંચનાલય (સવારે ૬ થી રાત્રીના ૧ સુધી)
  5. ડીઝીટલ લાઈબ્રેરી
  6. ૪૨૫ બેઠકવાળુ કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ
  7. ૩૦૦ બેઠકની ક્ષમતાવાળુ સુવિધાયુક્ત ભોજનાલય
  8. કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, સરકારી પરીક્ષા માટે કોચીંગ વ્યવસ્થા
  9. સરકારી યોજનાઓ માટે માર્ગદર્શન સેન્ટર
  10. ૩૧ ફૂટ ઉંચી પંચધાતુની ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા,
    ૫૧ ફૂટની ઊચાઇએ રાષ્ટ્રધ્વજ લહેરાય છે.
  11. વિનામૂલ્યે પુસ્તક લઇ શકે તેવુ ખુલ્લુ પુસ્તકાલય.
  12. વિદ્યાર્થીઓ માટે જીમ અને યોગા સેન્ટર, પ્રાર્થનાહોલ
  13. AI રીસર્ચ લેબ
  14. ૭૦ બેઠકની ક્ષમતાવાળુ કોન્ફરન્સરૂમ.
  15. ૩૫ બેઠકની ક્ષમતાવાળો મીટીંગ હોલ
  16. હોસ્ટેલમાં દરેક માળે એક્ટીવીટીઝ રૂમ.
    ટૂંક સમયમાં શરૂ થશે.:
  17. ફેઝ (I) માં – પાટીદાર ગેલેરી તૈયાર થશે.
  18. ફેઝ (II) માં – કેન્ટીન વ્યવસ્થા થશે.
January 18, 2026
Cia_business_news-1280x936.jpg
1min261

ગુજરાતના વિવિધ અખબારો, ટીવી મિડીયાના 13 પત્રકારોની ટીમ આજે નાગાલેન્ડના 5 દિવસના સત્તાવાર પ્રવાસે દીમાપૂર એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં નાગાલેન્ડ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઇબી) કોહીમાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કે.સોનીકુમાર સિંઘ અને તેમની ટીમના સભ્યોએ ગુજરાતથી દીમાપૂર પહોંચેલા પત્રકારોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

ગુજરાતના પત્રકારો આગામી પાંચ દિવસ દરમિયાન નાગાલેન્ડમાં થઇ રહેલા વિકાસકામો તથા તેમની પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેશે. નાગાલેન્ડની ભાતીગળ સંસ્કૃતિ, ભારતના સૌથી પહેલા ગ્રીન વીલેજ સહિતના પ્રોજેક્ટની મુલાકાત લેશે. પ્રવાસનું આયોજન પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો ગુજરાત તેમજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો નાગાલેન્ડના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યો છે.

November 6, 2025
cia_multi-1280x1045.jpg
2min611

Siddhant Shah of Surat donates recycled hydroponic towers, providing low-income communities with a reliable and sustainable way to earn a passive income and secure lasting financial stability.

Siddhant Shah, a student at Bhagwan Mahavir International School, designs efficient, low-cost hydroponic towers using recycled materials for marginalized communities. These units utilize minimal space and water while generating a steady income for households.

Siddhant’s journey began in 2022 when underprivileged students from a nearby high school sought his help due to their families’ financial struggles. Realizing one-time donations were only short-term relief, he set out to create sustainable, community-driven solutions. Over the course of two years, he transformed a backyard experiment into a thriving social initiative that continues to grow.

From 2022 to 2025, Siddhant’s initiative evolved from simple planters to advanced hydroponic towers, delivering 200 units to underserved families and collectively enabling them to earn ₹37 lakhs. He aims to grow AeroLands to over 500 households and scale its impact nationwide.

​“We must address the economic challenges marginalized communities face and commit to reducing inequality. Our focus is self-reliance, not temporary aid. I urge action—partner, donate, or spread the word—to foster sustained, positive change,” said Siddhant Shah.

October 29, 2025
cia_multi-1280x1045.jpg
1min314

SDCA સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન તરફથી તમામને દીવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

October 29, 2025
cia_multi-1280x1045.jpg
1min208

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (સેન્ટ્રલ) મુંબઇના ચેરમેન શ્રી કિરીટભાઇ ભાનુશાળી સમેત સમગ્ર મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સુરત સ્થિત ગુજરાત રિજિયનના ચેરમેન શ્રી જયંતિભાઇ સાવલિયા તથા સમગ્ર સ્ટાફ તરફથી તમામને દીપાવલીની અનેકાનેક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન.

October 29, 2025
cia_multi-1280x1045.jpg
1min168

AMNS આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ હજીરા તરફથી તમામને દીવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

October 29, 2025
cia_multi-1280x1045.jpg
1min159

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગુણવત્તાસભર દુધ અને દુધની બનાવટો પૂરી પાડતી સુમુલડેરી તરફથી સમગ્ર દક્ષિણ ગુજરાતના નાગરીકોને દીવાળી અને નૂતન વર્ષની અનેકાનેક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

September 7, 2025
cia_multi-1280x1045.jpg
1min405

Today તા. 7/09/2025નાં રોજ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આયોજીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝીકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ “નમોત્સવ” યોજાશે. પ્રસિદ્ધ હાસ્યકલાકાર સાંઈરામ દવે સાથે આશરે દોઢસો જેટલા કલાકારોના કાફલા દ્વારા આ કાર્યક્રમની એક્ઝિબિશન અને કન્વેશન સેન્ટર, સરસાણા ખાતે પ્રસ્તુતિ કરાશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો, પ્રસિદ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે.

નરેન્દ્ર મોદીના પ્રસંગને રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ

આગામી તા.7/09/2025નાં રોજ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આયોજીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝીકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ “નમોત્સવ” યોજાશે. વડાપ્રધાનના જીવનનનાં વિવિધ પ્રસંગોને સંગીત અને નૃત્યથી રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ રજૂ થશે. પ્રસિદ્ધ હાસ્યકલાકાર સાંઈરામ દવે સાથે આશરે દોઢસો જેટલા કલાકારોના કાફલા દ્વારા આ કાર્યક્રમની એક્ઝિબિશન અને કન્વેશન સેન્ટર, સરસાણા ખાતે પ્રસ્તુતિ કરાશે.

ખ્યાતનામ કલાકારો વિવિધ કાર્યક્રમ રજૂ કરશે

ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો, પ્રસિદ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે. આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીના જીવનનનાં વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્યરૂપાંતરણનું દિગ્દર્શન વિરલ રાચ્છ કરશે. રાહુલ મુંજારીયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે.

ઓપરેશન સિંદૂરનાં ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ

મુંબઇના ડિમોલીશન ક્રુ દ્વારા ઓપરેશન સિંદૂરનાં ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ રજૂ થશે. વડાપ્રધાન મોદીની જીવનયાત્રા પર લખાયેલા સપાખરા ગીત પર કેરળની માર્શલ આર્ટ ‘કલારીપયાટુ’નાં કલાકારો વીરરસનો વોર ડાન્સ રજૂ કરશે. ભવ્યાતિભવ્ય પ્રોપ્સ અને હોલોગ્રામની હાઈફાઈ ટેકનીક્સથી સજ્જ ‘નમોત્સવ’ કાર્યક્રમ દર્શકો માટે માણવા અને જાણવા જેવો બની રહેશે.

August 18, 2025
sumullogo.jpg
1min234

સુરત સ્થિત સુમુલડેરીના ચેરમેન માનસિંહ પટેલે આગામી તા.15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ અને એ પછીના દિવસે તા.16મી ઓગસ્ટે આવી રહેલા જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને સમગ્ર ગુજરાત અને દેશના નાગરીકોને અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતના લોકો સાથે અભિન્ન રીતે જોડાયેલી છે અને સુમુલડેરી તેના ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાનું દુધ અને દુધની પ્રોડક્ટ્સ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.