
પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ત્યારે કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થવાનું શરૂ થઇ ગયું છે. આ બંને બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, જો પરિણામ બદલાશે તો ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર અસર થઇ શકે છે. ભાજપ,કોંગ્રેસ અને આપે જીતના દાવા કર્યાં છે ત્યારે કડી કરતાં વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઇ છે.
રાઉન્ડ 14: આપે જંગી લીડ મેળવી, ગોપાલ ઇટાલિયા 12000 વોટથી આગળ
વિસાદરમાં આપના ઉમેદવાર સતત આગળ ચાલી રહી છે. 12મા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 12000 મતોની જંગી લીડ મેળવી લીધી છે. આપે 50676 મત મેળવ્યા છે, જ્યારે ભાજપે 40042 અને કોંગ્રેસને 4133 વોટ મળ્યા છે. મત ગણતરી સ્થળ પર કાર્યકર્તાઓનો જમાવડો જામ્યો છે.
રાઉન્ડ 13: ગોપાલ ઇટાલિયા વિસાવદર ગઢ જીતશે, કડીમાં આપ નબળી પડી
13માં રાઉન્ડ પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કુલ વોટ 47095 થઈ ગયા છે જ્યારે ભાજપના 37417 છે. એટલે કે ગોપાલ ઈટાલિયા 9 હજાર જેટલા વોટની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે ભાજપમાં ચિંતા ઊભી થઇ છે. જ્યારે કડીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપ 27478 વોટ સાથે જીત તરફ છે.
રાઉન્ડ 12: કડીમાં આપે હાર સ્વીકારી, જાણો વિસાવદરની સ્થિતિ?
કડી-વિસાવદરની પેટા ચૂંટણીની મતગણતરીનો 12મો રાઉન્ડ પૂર્ણ થતાં કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર સ્વીકારી છે, જ્યારે ભાજપ 27478 વોટથી આગળ છે. તો બીજી તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 7232થી આગળ છે. વિસાવદરમાં આપને 42450 વોટ મળ્યા છે, જ્યારે ભાજપને 35218 અને કોંગ્રેસને 3855 મળ્યા છે.
રાઉન્ડ 10: કડીમાં ભાજપ આગળ, વિસાવદર આપ આગળ
દસમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 15,790 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 4181 મતોથી આગળ ચાલે છે
વિસાવદરમાં આપને 34781, ભાજપને 30600 જ્યારે કોંગ્રેસને માત્ર 3458 વોટ મળ્યા છે. કડીમાં 10માં રાઉન્ડના અંતે ભાજપ 15,790 મતથી આગળ
રાઉન્ડ 9: વિસાદરમાં આપનો દબદબો યથાવત, ગોપાલ ઇટાલિયા આગળ
વિસાવદરમાં 9 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઇ છે, છેલ્લા રાઉન્ડમાં આપ લીડ મેળવવામાં સફળતા મેળવી છે.
નવમા રાઉન્ડના અંતે ભાજપને 28310 વોટ, કોંગ્રેસને 3157 વોટ જ્યારે આપને 30788 મળ્યા છે.
નવમા રાઉન્ડના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 2478 મતથી આગળ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ
રાઉન્ડ 8: વિસાવદરમાં બાજી પલટાઇ
વિસાવદરમાં આઠમા રાઉન્ડના અંતે આપ માટે રાહતના સમાચાર મળ્યા છે, સતત આગળ ચાલી રહેલા ભાજપને માત આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 702 મતોથીએ આગળ નીકળી ગયા છે.
રાઉન્ડ 7: જાણો કડી-વિસાવદરમાં ભાજપ-આપની સ્થિતિ?
સાતમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 13194 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 985 મતોથી આગળ ચાલે છે
કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 29870, કોંગ્રેસ 16675 અને આપને 891 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 22235, ભાજપને 23220 જ્યારે કોંગ્રેસને 2104 વોટ મળ્યા છે.
રાઉન્ડ 6: જાણો કડી-વિસાવદરની સ્થિતિ?
વિસાવદર-કડીમાં પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે.
છઠ્ઠા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 12,000 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 462 મતોથી આગળ ચાલે છે
કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 26005, કોંગ્રેસ 14047 અને આપને 795 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 19053, ભાજપને 19515 જ્યારે કોંગ્રેસને માત્ર 1800 વોટ મળ્યા છે.
રાઉન્ડ 5: વિસાવદરમાં સતત ઉથલ-પાથલ
વિસાવદરમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપ 980 મતોથી આગળ, જ્યારે કડીમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપે મજબૂત લીડ મેળવી છે.
વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપને 168881 વોટ મળ્યા, કડીમાં પાંચમા રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા 10,447 વોટથી આગળ છે.
વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલિયાને 15901 વોટ મળ્યા
રાઉન્ડ 4: કડી-વિસાવદરમાં શું છે સ્થિતિ?
કડીમાં ચોથા રાઉન્ડ બાદ પણ ભાજપને સતત લીડ, રાજેન્દ્ર ચાવડા 6811 વોટથી આગળ રહ્યા. જ્યારે વિસાવદરમાં પણ ભાજપે ચોથા રાઉન્ડમાં લીડ જાળવી રાખી.
રાઉન્ડ 3: કડી-વિસાવદરમાં ભાજપની મજબૂત સ્થિતિ
વિસાવદરમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને રાહત સમાચાર મળ્યા છે.
વિસાવદરમાં ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ 150 મતથી ગોપાલ ઇટાલિયાને માત આપી આગળ નીકળી ગયા છે.
ત્રીજા રાઉન્ડમાં આપના ગોપાલ ઇટાલિયાન 150 મત પાછળ છે. જ્યારે કડીમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 5752 વોટથી આગળ છે.
રાઉન્ડ 2: જાણો ભાજપ-આપ અને કોંગ્રેસની સ્થિતિ?
બીજા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયને 7719 વોટ સાથે લીડ
ભાજપના કિરીટ પટેલ 6788 વોટ સાથે બીજા ક્રમે
જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર ચાવડા 8232 વોટ સાથે બીજા રાઉન્ડમાં આગળ, કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા કરતા બમણી લીડ
પ્રથમ રાઉન્ડના અંતે શું છે સ્થિતિ?
પ્રથમ રાઉન્ડના અંતે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર 4233 વોટથી આગ, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા 2691 વોટ સાથે બીજા ક્રમે. જ્યારે વિસાવદરમાં પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા 4042 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના કિરીટ પટેલ 3097 વોટ સાથે બીજા ક્રમે છે. આ આંકડા ચૂંટણીપંચે જાહેર કર્યા હતા.
ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 જૂને ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે 54.61 ટકા અને 54.49 ટકા મતદાન થયું હતું. આપના ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કડી એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે રાજેન્દ્ર છાબડા, કોંગ્રેસે રમેશ છાબડા અને આપના જગદીશ છાબડાને ઉમેદવાર બનાવ્યા છે.