CIA ALERT
03. May 2024
April 4, 20191min6050

Related Articles



અમરેલીથી પરેશ ધાનાણીને લડાવવા પાછળ કોંગ્રેસના અનેક ઉદ્દેશ્ય

Share On :
Print Friendly, PDF & Email

કૉંગ્રેસ હાઇકમાન્ડ અને ખાસ કરીને રાજ્ય પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત પડકાર આપવા માટે જોરદાર ‘હોમવર્ક’ કર્યું હોવાનો અણસાર આવે છે. એમાં પણ ખાસ કરીને અમરેલી, ભરૂચ અને ભાવનગર બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને રાજીવ સાતવે એક કાંકરે સંખ્યાબંધ પક્ષીઓ મારવા મહેનત લીધાનું મનાય છે.

અમરેલી બેઠક પર રાજ્ય વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારીને એક કાંકરે અડધો ડઝન ખેલ પાડ્યાનું મનાય છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે એકવાકયતાના અભાવના ઘણા કિસ્સાઓ જાહેર થયાનું મનાય છે ત્યારે

સૌ પ્રથમ તો અમરેલી જિલ્લામાં હાલ કૉંગ્રેસ માટે સૌથી વધુ કદાવર આગેવાન પરેશ ધાનાણી ગણાય છે. અહીંની બેઠકમાં અડધો ડઝન મૂરતિયાઓએ ટિકિટને પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવ્યાનું નજરે પડતું હતું.

ધાનાણીને મેદાને ઊતારીને તમામ ટિકિટવાંચ્છુઓને તેમના વિસ્તારમાં કૉંગ્રેસને લીડ અપાવવા માટે કામે લાગી જવાની સૂચના આપી દેવાઈ હતી. આ ઉપરાંત હાઈકમાન્ડ એ પણ જોવા માગે છે કે અમરેલીમાં ધાનાણીની સ્વીકૃતિ કેટલી? ધાનાણીને વિધાનસભામાં સમગ્ર ગુજરાતની જવાબદારી સોંપાઈ છે ત્યારે સ્વગૃહે ધાનાણી કેટલા તાકાતવર?

જો પરેશ ધાનાણી લોકસભામાં જીતીને સાંસદ બને તો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા વચ્ચેના ગજગ્રાહનો અંત આવે.

અન્ય વિધાનસભ્યને વિપક્ષી નેતા બનાવી શકાય.

આ ઉપરાંત અમરેલી વિધાનસભા બેઠક ખાલી થાય અને તેમાં પોતાનો ચાન્સ લાગે તે માટે અમરેલીના કૉંગ્રેસીઓ કૉંગ્રેસને જીતાડવા તનતોડ પ્રયાસો પણ કરશે.

અમરેલી ધારાસભા બેઠક ખાલી થાય તો પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડીને પોતાની સત્તા લાલસા સંતોષી શકાય તે માટે રાજકારણના કાવાદાવા સ્વરૂપે ભાજપના પણ અમૂક ખેરખાંઓનો પરેશ ધાનાણીની જીત માટે આડકતરી મદદ મળવાની કૉંગ્રેસ આશા સેવે તે પણ સ્વભાવિક છે. આમ, આ રીતે જોતા મહારાષ્ટ્રમાં ગત લોકસભા બેઠકનાં માત્ર બે બેઠકો કૉંગ્રેસ જીતી હતી તેમાનાં એક વિજયી સાંસદ એવા રાજીવ સાતવ રાજકારણના ગણિતમાં માહિર છે. તેમની ચાણકય નીતિ આ વખતની લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગીમાં સ્પષ્ટ નજરે પડે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :