25. September 2022

Slider Archives - CIA Live

September 25, 2022
societynews-1280x1040.jpg
5min122

Jayesh Brahmbhatt

CIA Live ન્યુઝ વેબ અહીં એવી ગરબા ટ્યુન્સ મૂકી રહ્યા છે જે આ વખતે નવરાત્રી 2022માં નાના મોટા લગભગ દરેક ગરબા ગ્રાઉન્ડસ પર અચૂક સંભળાશે. ગુજરાત પહેલા વિશ્વમાં અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, બ્રિટન ત્યાં સુધી કે આર્યલેન્ડ જેવા દેશમાં પણ ગરબા નાઇટ્સ યોજાઇ ચૂકી છે અને યોજાઇ રહી છે. આ વખતે ગરબા ટ્યુન્સમાં મ્યુઝિક્સ રિમિક્સનો ટ્રેન્ડ જબરદસ્ત ચાલ્યો છે અને તેમાં પણ ગુજ્જુ ગાયકો કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, ઓસમાન મીર, આદિત્ય ગઢવી જેવા અનેક કલાકારોની ગરબા ટ્યુન્સ જબરદસ્ત ક્રેઝી બની ચૂકી છે.

ગૌરી તમે મનડા લીધા મોહી રાજ

હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા…..

મોતી વેરાણા ચોકમાં, આવ્યા અંબે માં..

ગોરી રાધા ને કાળો કાન…

હો આવી ગઇ રાત….ભૂલો બધી વાત…..

ઇંધણા વીણવા ગઇ તી….

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર…

કેસરીયો રંગ તને લાગ્યો એના ગરબા…

રંગ ભીની રાધા ને …..

નોન સ્ટોપ ગરબા પ્લે લિસ્ટ….

કિંજલ દવે….

September 25, 2022
dhoni.jpg
1min10

મહેન્દ્ર સિંહ ધોની એક ખૂબ જ અંગત જીવન જીવવાનું પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તે રાંચીમાં એક સાદગીભર્યું જીવન વિતાવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયાથી પણ દૂર રહે છે અને ભાગ્યે જ કશુંક પોસ્ટ કરે છે. તે લાઈમલાઈટથી પણ દૂર રહે છે અને કોઈ ચાહક તેમનો ફોટો ક્લિક કરવામાં સફળ રહે ત્યારે જ ક્યાંક જોવા મળે છે. 

જોકે ધોની હવે સોશિયલ મીડિયામાં એક ધમાકો કરવાની તૈયારીમાં છે. આજે તેઓ FACEBOOK સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ આવશે અને તેમણે પોતે જ એક ફેસબુક પોસ્ટ દ્વારા આ અંગેની જાણ કરી છે. ધોનીએ પોતે રવિવારે બપોરે 2:00 કલાકે ચાહકો સાથે એક ‘રોમાંચક સમાચાર’ શેર કરશે તેમ જણાવ્યું છે. 

ધોની ફેસબુક લાઈવ આવીને કઈ જાહેરાત કરશે તે હજુ રહસ્ય જ છે. ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસને પણ 2 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. જોકે તે હજુ પણ આઈપીએલ (IPL) રમે છે અને એવું માનવામાં આવે છે કે, આગામી આઈપીએલ ધોનીની અંતિમ આઈપીએલ હોઈ શકે છે. 

આ સંજોગોમાં ક્રિકેટના અને ખાસ કરીને ધોનીના ચાહકો તે ક્રિકેટ સંન્યાસ સાથે સંકળાયેલી કોઈ જાહેરાત તો નહીં કરેને તેવી અટકળો કરી રહ્યા છે. ધોનીએ પોતે આઈપીએલમાં પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે, ચેન્નાઈ સુપરકિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર અંતિમ મેચ રમવા ઈચ્છે છે તે જણાવી દીધેલું છે. 

September 25, 2022
india_vs-aus.png
1min9

ઓસ્ટ્રેલિયાની ટીમ વર્તમાન સમયે ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ભારતના પ્રવાસે છે. આપ્રવાસનો પહેલો મેચ મોહાલીમાં રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી. નાગપુરમાં થયેલા બીજા મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે છ વિકેટે જીત નોંધાવીને શ્રેણીમા 1-1થી બરાબરી કરી હતી. હવે ત્રીજો અને નિર્ણાયક મુકાબલો રવિવારે સાંજે’ સાત વાગ્યે હૈદરાબાદમાં રમાશે. આ મુકાબલો જે ટીમ જીતશે તે શ્રેણી ઉપર કબજો કરી લેશે. રોહિત શર્મા પાસે મેચ સાથે સતત નવમી શ્રેણી જીતવાની તક રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ભારતને ઘરમાં જ બીજી વખત શ્રેણીમાં હરાવનારી પહેલી ટીમ બનવાની કગારે છે.

નિર્ણાયક મેચમાં રોહિત શર્મા અને આરોન ફિંચને ટોસની સાથે કિસ્મતનો સાથ જોઈએ. કારણ કે ટોસ હારનારી ટીમ ઉપર બોજ વધી જશે. ભારતે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક જ મેચ રમ્યો છે. 2019મા રમાયેલા મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મેચ બંગલાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે હતા. જેમાં ત્રણેય મેચમા અફઘાનિસ્તાનને જીત મળી હતી. અફઘાનિસ્તાનની ટીમે બે વખત પહેલા બેટિંગ કરતા અને એક વખત પહેલા બોલિંગ કરતા જીત નોંધાવી હતી.

હૈદરાબાદની પીચ બાટિંગ માટે સારી છે. ઝડપી બોલર કરતા સ્પિન બોલરોને મદદ મળે છે. જો કે ટોસ પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. કારણ કે ટોસ જીતીને પહેલા બોલિંગ કરનારી ટીમ માનસીક રીતે મજબુત બનશે અને ટોસ હારનારી ટીમ કમજોર. રવીન્દ્ર જાડેજા બહાર થયા બાદ પ્લઈંગ ઈલેવનમાં સામેલ અક્ષર પટેલ પોતાની ઉપયોગીતા’ ધીરે ધીરે વધારી રહ્યો છે. મુખ્ય રૂપથી પાવર પ્લેમાં શિકાર કરીને તેણે શ્રેણીમાં વાજબી બોંિલંગ કરી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ વિશ્વભરની લીગમાં પોતાની આક્રમક બેટિંગથી જાણિતો છે પણ 2020થી તેનું પ્રદર્શન નબળું પડી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં તેની સરેરાશ 20થી નીચની રહી છે. જે ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનો વિષય છે.

September 25, 2022
5g.jpg
1min7

દેશમાં 5G સર્વિસ 1લી ઓક્ટોબરથી લોંચ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી ઓક્ટોબરના રોજ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવા લોંચ કરશે. મીડિયા અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી મોટા ટેકનોલોજી એક્ઝિબિશન ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાનો શુભારંભ કરાવશે.

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને એશિયામાં સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ માનવામાં આવે છે. તેને સંયુક્ત રીતે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (Dot) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. 5Gની ઝડપ (સ્પીડ) 4G કરતાં 10 ગણી વધારે હશે. તેમા મોટા વિડિયો ગણતરીની સેકન્ડમાં જ ડાઉનલોડ કરી શકાશે. તેની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક ફિલ્મને ડાઉનલોડ કરવામાં 4G નેટવર્ક પર છ મિનિટનો સમય લાગે છે,જે 5G નેટવર્ક પર આ કામ ફક્ત 20 સેકન્ડમાં જ થઈ જશે.

અત્યાર સુધી દેશમાં લોકો 4G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. હવે 5Gના આગમન બાદ લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળવા લાગશે. તેનાથી સમય બચશે તેમ જ અનેક એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ કરી શકાશે. 5Gની મદદથી ગ્રાહકોનો અનુભવ અગાઉની તુલનામાં ઘણો સારો રહેશે, તે એક વર્ગ કિલોમીટરમાં આશરે એક લાખ સંચાર ઉપકરણોને સપોર્ટ કરશે.

5Gના આગમન બાદ મોબાઈલની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ જશે. 5Gની સ્પીડ 4G કરતાં 10 ગણી વધારે છે. 5Gના આગમનને લીધે ઓટોમેશન વધી જશે. અત્યાર સુધી બાબત ફક્ત શહેરો પૂરતી મર્યાદિત હતી તે ગામો સુધી પહોંચી જશે. ઈન્ટરનેટ ઓફ શિંગ્સ તથા ટેકનોલોજી IOT તથા રોબોટીક્સની ટેકનોલોજીને નવી પાંખ મળશે. દેશના અર્થતંત્રને ફાયદો થશે અને ઈ-ગવર્નન્સનું વિસ્તરણ થશે. કારોબાર, શિક્ષણ, હેલ્થ તથા કૃષિ ક્ષેત્ર જેવા સેક્ટરમાં ક્રાંતિ આવશે. 4G નેટવર્ક પર સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 45MBPS હોય છે પણ 5G નેટવર્ક પર તે વધીને 1000 MBPS સુધી પહોંચી જશે.

September 24, 2022
talati.png
1min13

નર્મદા જિલ્લા (Narmada District)ની નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલને સુરત એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. તેમણે ખેતરમાં વીજ કનેક્શન માટે જમીન માલિક પાસે આ લાંચ માગી હતી. લાંચના રૂપિયા લેવા માટે તેમણે એક નવી જ મોડસ ઓપરન્ડી અપનાવી હતી. મહિલા તલાટીએ એસીબીથી બચવા માટે લાંચના રૂપિયા આંગડિયા મારફતે ગાંધીનગર (Gandhinagar)માં અન્ય એક વ્યક્તિને ત્યાં મંગાવી હતી.

i

નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે જમીન માલિક પાસે એક લાખ રૂપિયા માગ્યા હતા. તલાટીએ આ રૂપિયા હાથોહાથ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને આંગડિયા મારફતે ગાંધીનગરમાં રહેતા મહેશ આહજોલિયા નામની વ્યક્તિને મોકલી આપવા જણાવ્યું હતું. જોકે, જમીન માલિકે સુરત એસીબીનો સંપર્ક કરી તલાટી લાંચ માગતા હોવા અંગે ફરિયાદ કરી હતી. તે પછી એસીબીએ છટકું ગોઠવી તલાટી અને તેમના સાથીદાર મહેશને ઝડપી લીધા હતા.

જેમની પાસે લાંચ માગવામાં આવી હતી તેમના ખેતરમાં બિયારણ, ખાતર વગેરે સામાન તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવવામાં આવી છે. જેમાં વીજ મીટરની જરૂરિયાત હોવાથી તેમણે નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા અરજી કરી હતી. પરંતુ, અરજી પર કાર્યવાહી આગળ વધતી ન હતી. ફરિયાદ મુજબ, ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ દ્વારા વીજ કનેક્શનની કાર્યવાહી આગળ વધારવા માટે રૂપિયા એક લાખની લાંચ માગી હતી.

તલાટીએ લાંચની આ રકમ આંગડિયા મારફતે ગાંધીનગરમાં મહેશ આહજોલિયા નામની વ્યક્તિને પહોંચાડવા કહ્યું હતું. જમીન માલિકે કરેલી ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને તેમાં આંગડિયા મારફતે લાંચની રકમ સ્વીકારનારા મહેશ આહજોલિયાને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લાંચ લેવા મામલે તલાટી નીતા પટેલની પણ એસીબીએ ધરપકડ કરી હતી.

September 24, 2022
weather-forecast.jpg
1min15

હવામાન વિભાગે ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જારી કર્યો છે.

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગણા, ઓડિશા, બિહાર, પશ્વિમ બંગાળ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી. કેટલાક રાજ્યોમાં યેલ્લો એલર્ટ પણ જારી કર્યો છે. 

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા દેશના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને મધ્યપ્રદેશમાં સર્વાધિક વરસાદ થાય એવી શક્યતા છે. 

September 22, 2022
raid.jpg
1min21

આજે તા.22મી સપ્ટેમ્બર 2022ને ગુરુવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ EDએ આતંકવાદ સામેના અભિયાન અંતર્ગત 10થી વધુ રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા સાથે સંકળાયેલા સેંકડો લોકો પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીઓએ 10 જેટલા રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પદાધિકારીઓના આવાસ અને કાર્યાલયો ખાતે દરોડા પાડ્યા છે. આ દરમિયાન 100થી પણ વધારે કેડરની ધરપકડ પણ કરવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહી બાદ પાર્ટીના કાર્યકરોએ કર્ણાટક અને કેરળમાં ભારે વિરોધ નોંધાવ્યો છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ટેરર ફન્ડિંગ, ટ્રેઈનિંગ કેમ્પ યોજવામાં સામેલ લોકોના આવાસ અને સત્તાવાર સ્થળોએ તલાશી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં NIAની કાર્યવાહી ચાલુ છે. તપાસ એજન્સીઓએ 10થી પણ વધારે રાજ્યોમાં પ્રદેશ પોલીસ સાથે મળીને 100થી પણ વધારે કેડર્સની ધરપકડ કરી છે. તે સિવાય એનઆઈએએ તમિલનાડુમાં પણ કોઈમ્બતૂર, કુડ્ડલોર, રામનાદ, દિંડુગલ, થેની અને થેનકાશી સહિતના અનેક સ્થળોએ પીએફઆઈના પદાધિકારીઓના આવાસ ખાતે દરોડો પાડ્યો છે. તે સિવાય રાજધાની ચેન્નાઈમાં પીએફઆઈના પ્રદેશ હેડક્વાર્ટર ખાતે પણ તપાસ ચાલુ છે.

તપાસ એજન્સીઓએ પીએફઆઈના પ્રદેશ અને જિલ્લા સ્તરીય નેતાઓના ઘરે દરોડો પાડ્યો છે. સાથે જ મલપ્પુરમ જિલ્લાના મંજેરી ખાતે પાર્ટીના ચેરમેન સલામ પર પણ સકંજો કસાયો છે. સલામ સામેની કાર્યવાહીના વિરોધમાં પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રવિવારે પણ આંધ્ર પ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન પીએફઆઈના સદસ્યોને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ હિંસા ભડકાવવા અને ગેરકાયદેસર ગતિવિધિઓ સાથે સંકળાયેલા કેસ અંતર્ગત કાર્યવાહી કરી હતી. તે દરમિયાન એનઆઈએના અધિકારીઓની 23 ટીમોએ નિઝામાબાદ, કુર્નૂલ, ગુંટૂર અને નેલ્લોર જિલ્લામાં આશરે 38 સ્થળોએ તપાસ હાથ ધરી હતી.

September 22, 2022
Cia_business_news-1280x936.jpg
1min56

અમેરિકન ડોલર ઇન્ડેક્સ 112ની બે દાયકાની સૌથી ઊંચી સપાટીએ પહોંચતા, ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધારતા આજે તા.22 સપ્ટેમ્બર 2022ના રોજ ડોલર સામે રૂપિયો 80.28ની સૌથી નીચી સપાટીએ ખુલ્યો હતો. આજે નાણાંકીય બજારો ખુલ્યા પછી ખુલ્યા ડોલર સામે રૂપિયો વધારે નબળો પડી 80.37ની સપાટીએ હતો જે આગલા બંધ કરતા 40 પૈસાનો ઘટાડો દર્શાવે છે. આજે સવારે વૈશ્વિક બજારમાં એક ડોલરની સામે રૂપિયાનો ભાવ 80.44 પર પહોંચી ગયો હતો. ડોલર સામે રૂપિયાના ધોવાણને પગલે અનેક બજારોમાં મોટી ઉથલપાથલ મચી જાય તેવી સંભાવના છે.

ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જોવા મળી રહી છે.

તા.21મી સપ્ટેમ્બરે અમેરીકાની ફેડરલ રિઝર્વે અમેરિકામાં ફેડ ફંડના દરમાં 0.75 ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે વ્યાજનો દર હવે 3 થી 3.25 ટકા વધી ગયા છે. આ સાથે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દર ઘટાડી માત્ર 0.25 ટકા કરવામાં આવ્યો છે. આટલા ઉંચા વ્યાજના દર છેલ્લે 2008માં જોવા મળ્યા હતા. 

The Indian rupee is likely to fall further after hitting a record low to the dollar on Thursday as the U.S. Federal Reserve hinted at more aggressive rate hikes to tame inflation.

The rupee opened at a record low of 80.2850 per U.S. dollar, down from 79.9750 in the previous session.

The Fed raised rates by 75 basis points, in line with expectations. More importantly, it hinted that more hikes were coming and that rates would stay elevated until 2024. Asian currencies opened weaker, with the Chinese yuan slipping below 7.10 to the dollar.

September 21, 2022
1min19

‘સબકો હસાને વાલા રુલા ગયા’પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રાવાસ્તવનું અવસાન થઈ ગયું છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમનાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવારે આ વાતની જાણકારી આપી છે. 10 ઓગ્ષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવાર અને સહકાર્યકરો તરફથી સતત અપડેટ્સ મળી રહ્યા હતા. 

સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારાના સમાચાર પણ આવ્યા હતા પરંતુ હવે તેમના મૃત્યુના દુઃખદ સમાચારે બધાને મોટો આંચકો આપ્યો છે.

10 August 2022

રાજુ શ્રીવાસ્તવની ટીમ દ્વારા જણાવાયા અનુસાર તેઓ કોઈ કામસર દિલ્હી ગયા હતા ત્યારે જીમમાં ટ્રેડ મીલ પર વર્કઆઉટ કરી રહ્યા હતા. એ વખતે તેમને અચાનક છાતીમાં ભારે દુઃખાવો શરુ થયો હતો. 

તેમને તુરત જ દિલ્હી એઈમ્સમાં લઈ જવાયા હતા જ્યાં તેમને માઈલ્ડ હાર્ટ એટેક હોવાનું જણાતાં તરત જ સારવાર શરુ કરાઈ હતી. 

September 20, 2022
india_vs-aus.png
1min23

ટીમ ઇન્ડિયા મંગળવારથી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ શરૂ થનાર ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં વિશ્વ કપના ઉચિત સંયોજનની શોધના ઇરાદા સાથે મેદાને પડશે. કપ્તાન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનું આ સિરીઝ દરમિયાન વિશેષ કરીને મધ્યક્રમના બેટિંગ પર વધુ ફોકસ રહેશે. ટી-20 વિશ્વ કપ પૂર્વે ભારતીય ટીમ 6 મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા પછી આફ્રિકા સામે ટકકર થશે. આથી કેટલાક સ્ટાર ખેલાડીઓને એકાદ-બે મેચમાં વિશ્રામ મળી શકે છે. કપ્તાન રોહિત શર્મા કહી ચૂકયો છે કે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઇસીસી ટૂર્નામેન્ટ પૂર્વે તેના ખેલાડીઓ તમામ સવાલોના જવાબ શોધવાના પ્રયાસ કરશે. મેચ મંગળવારે સાંજે 7-30થી શરૂ થશે.

એશિયા કપ દરમિયાન ભારતીય ટીમની બેટિંગ-બોલિંગ નબળાઇઓ ખુલીને સામે આવી હતી. હવે ટીમમાં જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલનું આગમન થયું છે. આથી બોલિંગ મજબૂત બની છે. કપ્તાન રોહિત શર્મા સ્પષ્ટ કરી ચૂકયો છે કે વિશ્વ કપમાં તેની સાથે દાવનો પ્રારંભ કેએલ રાહુલ કરશે. આમ છતાં ઘરઆંગણે કેટલાક મેચમાં વિરાટ કોહલી ઓપનિંગમાં જોવા મળી શકે છે. તેણે છેલ્લે યૂએઇમાં ઓપનિંગમાં આવીને સદી ફટકારી હતી.

ભારતની ઇલેવનમાં બેટિંગ ક્રમ નકકી છે, પણ પહેલા મેચમાં વિકેટકીપર ઋષભ પંત અને દિનેશ કાર્તિકમાંથી કોને તક મળશે તે નકકી નથી.’ રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત હોવાથી પંતને ડાબોડી બેટધર હોવાથી મોકો મળી શકે તેવી વકી છે. જો કે એશિયા કપમાં મળેલ મોકાનો લાભ ઉઠાવી શકયો ન હતો. ઓસ્ટ્રેલિયા-આફ્રિકા સામેની શ્રેણીમાં ભારતની નજર રવીન્દ્રનો વિકલ્પ શોધવા પર પણ રહેશે. તેની ગેરહાજરીમાં એશિયા કપમાં ભારતીય ટીમનું સંતુલન બગડયું હતું. જાડેજાના સ્થાને અક્ષર પટેલ પ્રમુખ દાવેદાર છે. અનુભવી અશ્વિન પણ રેસમાં છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયા ડેવિડ વોર્નર વિના ભારત આવ્યું છે. તેને વિશ્રામ અપાયો છે. જયારે મિચેલ સ્ટાર્ક, મિશેલ માર્શ અને માર્કસ સ્ટોઇનિસ ઇજાને લીધે શ્રેણીની બહાર થયા છે. જો કે બધાની નજર કાંગારૂ કપ્તાન એરોન ફિંચના દેખાવ પર રહેશે. તેણે ખરાબ દેખાવને લીધે તાજેતરમાં વન ડેમાંથી સંન્યાસ લીધો છે. અન્ય એક ખેલાડી ટિમ ડેવિસ પર પણ નજર રહેશે. સિંગાપોર તરફથી રમનાર આ બેટર હવે ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરશે.