રાજ્યભરમાં કમોસમી માવઠાએ જોર પકડ્યું છે, મોટાભાગના જિલ્લાઓ વરસાદ સાથે અસહ્ય ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે, તો ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં 2 ઈંચ વરસાદ, તો રાજ્યના 8 જિલ્લાઓમાં દોઢ ઈંચ, 17 તાલુકાઓમાં 1 ઈંચ, જ્યારે 65 તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
સુરત શહેર સહિત ગુજરાતના મોટા ગજાના બિલ્ડરો હાલ ઇજિપ્ત પહોંચ્યા છે. ઇજિપ્ત ખાતે ક્રેડાઇની વાર્ષિક ઇવેન્ટ નેટકૉનનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારી આ ઇવેન્ટ આગામી તા.5 ઓક્ટોબરને શુક્રવારના રોજથી શરૂ થઇ રહી છે.
CREDAI ગુજરાત અને અમદાવાદ ચેપ્ટર દ્વારા સંયુક્ત રીતે ઇજિપ્તમાં 21મી NATCON – CREDAI-ઇન્ડિયાની વાર્ષિક ઇવેન્ટ – હોસ્ટ કરવામાં આવી છે. સંમેલનમાં 1,300 થી વધુ બિલ્ડરો, લેન્ડ ડેવલપર્સ ભાગ લઇ રહ્યા છે. સમગ્ર ભારતના બિલ્ડર્સ અને ડેવલપર્સ ઇજિપ્તની ભૂમિ પર હાલ એકત્રિત થયા છે. સ્ટેટ રિયલ્ટી એસોસિએશને ભારતથી ડેવલપર્સને ઇજિપ્તના શર્મઅલશેખમાં આવેલા ભવ્યાતિભવ્ય રિક્સોસ પ્રીમિયમ રિસોર્ટ સુધી લઇ જવા માટે 187 થી 250 સીટરની છ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ બુક કરવામાં આવી હતી.
વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ચર માટે જાણિતા શહેરો પૈકીના ઇજિપ્તના અગ્રણી અદ્ભુત શહેરની અભ્યાસ પ્રવાસની સાથે, CREDAI એ ઈન્ડો-ઈજિપ્ત બિઝનેસ મીટનું પણ આયોજન કર્યું છે જેમાં બે કેન્દ્રીય મંત્રીઓ અને ઈજિપ્તના ટોચના મંત્રીઓ અને બંનેના બિઝનેસ ટાયકૂન્સની હાજરી જોવા મળશે. વિકાસકર્તાઓ રિયલ્ટી, પેટ્રોકેમિકલ્સ, બેન્કિંગ અને ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગની અપેક્ષા રાખે છે.
નેટકૉનમાં ઇજિપ્તના આર્કિટેક્ચર, વ્યાપાર અને નીતિઓ પર ટેકનિકલ સત્રો યોજશે જેથી તેની કામગીરીની સમજ મળી શકે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં રૂ.2 હજારના દરની નોટને ચલણમાંથી પરત ખેંચી લેવાના આશય સાથે આ નોટના વ્યવહારુ ઉપયોગ માટે આપેલી કટઓફ ડેટ આવતીકાલ તા.30મી સપ્ટેમ્બર છે. છેલ્લા છ મહિનામાં દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો બેંકોમાં જમા થઇ ચૂકી છે. આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે નવી ગાઇડલાઇન જારી થાય તેવી શક્યતાઓ બેંકર્સ જૂથમાંથી સંભળાય રહી છે. તા.8મી નવેમ્બર 2016ના રોજથી ભારતમાં રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો નાબૂદ થઇ હતી અને રૂ.500ની નવી અને રૂ.2000ની ચલણી નોટ પ્રથમ વખત ચલણમાં મૂકવામાં આવી હતી. 71 મહિના બાદ આવતીકાલ તા.20મી નવેમ્બર 2023ના રોજ રિઝર્વ બેંકે આપેલી સૂચના અનુસાર રૂ.2000ના ચલણી નોટનો વ્યવહારુ ભારત સહિત વિદેશોમાં પણ ઉપયોગ બંધ થઇ જશે. દક્ષિણ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સરકારી બેંકો, સહકારી બેંકો અને પ્રાઇવેટ બેંકો મળીને અત્યાર સુધીમાં અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો જમા થઇ ચૂકી છે અને આ પૈકીની મોટા ભાગની નોટો રિઝર્વ બેંકને સુપરત પણ કરી દેવામાં આવી છે. છેલ્લા એકાદ મહિનાથી તો બેંકોમાં અઠવાડીયે માંડ એકાદ બે ખાતેદારો દ્વારા પાંચ-પંદર નોટો જમા કરાવવામાં આવી રહી છે. સામાન્ય રહેવાસીઓ પાસે હવે રૂ.2000ની દરની નોટો વધુ સંખ્યામાં હોવાની કોઇ શક્યતા નથી રહી એમ બેંકીંગ વર્તુળોમાંથી જાણવા મળે છે. બેંકર્સ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે વધુ એક ગાઇડલાઇન જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. એવું બની શકે કે ફક્તને ફ્કત બેંકમાં જ રૂ.2 હજારના દરની ચલણી નોટ જમા કરાવી શકાય તેવી અવધિ આપવામાં આવે પરંતુ, હજુ સુધી રિઝર્વ બેંકે આ અંગે કોઇ જ ગાઇડલાઇન બહાર પાડી નથી. ફક્ત શક્યતાઓ જોવાય રહી છે.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૩૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં તેમણે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતને ચાઇનાનો વિકલ્પ બનવા માટે સુવર્ણ તક છે. હાલ ગ્લોબલી માર્કેટનો ટ્રેઇન્ડ ચાલી રહયો છે ત્યારે વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધાત્મક બનવા માટે ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ પર ધ્યાન આપવું પડશે. પ્રોડકટ કોઇપણ હોય પણ તેમાં કવોલિટી જોઇશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં મુખ્યમંત્રી સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવા જઇ રહયું છે. જેના અંતર્ગત ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં રહી બિઝનેસ કરતા ભારતના ૮૪૦૦૦ ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરી રૂપિયા ૮૪૦૦૦ કરોડના દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો પ્રયાસ થઇ રહયો છે.
તેમણે મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતની વિવિધ કોન્ફરન્સમાં SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટને સરકાર તરફથી રજૂ કરવામાં આવે. વાઇબ્રન્ટ ગુજરાતની સમિટમાં મિશન ૮૪ના બ્રોશરનો સમાવેશ કરવામાં આવે.
વધુમાં તેમણે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પરિસરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એકઝીબીશન હોલ બનાવવા માટે સરકાર દ્વારા જે રૂપિયા ર૪ કરોડ જેટલી રકમ મંજૂર કરી છે તે માટે રાજ્ય સરકારનો આભાર માની તેમના વરદ્ (મુખ્યમંત્રીના) હસ્તે ખાતમૂહુર્તવિધિ સંપન્ન થાય તે માટે તેમને અનુકુળ તારીખ આપવા વિનંતી કરી હતી.
આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર તથા પૂર્વ પ્રમુખો અશોક શાહ, રાજેન્દ્ર ચોખાવાલા, બી.એસ. અગ્રવાલ, રોહિત મહેતા, દિનેશ નાવડિયા ઉપરાંત ઉદ્યોગપતિ મથુર સવાણી, કાનજી ભાલાલા તેમજ ધારાસભ્યો વિનુભાઇ મોરડીયા, સંદિપ દેસાઇ અને મનુભાઇ પટેલ તથા કલેકટર આયુષ ઓક અને મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ ઉપસ્થિત રહયા હતા. મિટીંગનું સંચાલન માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું.
પાછલા એક જ સપ્તાહમાં સુરત એરપોર્ટ પર શારજાહથી આવેલા ત્રણ યુવકો અને એક મહિલા દ્વારા કરાયેલી સોનાની દાણચોરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરાગ દવેની સંડોવણી સામે આવી હતી. એ પછી ચાર જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા પેસેન્જરો દ્વારા કરાયેલી સોનાની દાણચોરીમાં અમદાવાદ એરપોર્ટ સ્ટાફની સંડોવણી સામે આવી છે.
અમદાવાદ એરપોર્ટ સ્ટાફ જ ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ હોવાની માહિતી મળી રહી છે. DRIએ બાતમીના આધારે તપાસ કરી તો આ અંગે માહિતી સામે આવી હતી. બેંગકોકથી આવેલા 2 મુસાફરો પાસે 1 કિલો આસપાસ સોનું હતું. જે તેણે ચેકઈન કાઉન્ટર પાસે એક ટોઈલેટમાં એરપોર્ટ અધિકારીને સોંપી દીધું હતું. DRIની ટીમે ત્યારપછી આ અધિકારીને પકડી પાડ્યો અને ત્યારપછી હવે એરપોર્ટ પર થઈ રહેલી ગોલ્ડ સ્મગલિંગ અને ચોરીની ઘટનાઓનો પણ પર્દાફાશ થવાના એંધાણ જણાઈ રહ્યા છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી 947 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની માર્કેટમાં અંદાજિત કિંમત 58 લાખ રૂપિયા આસપાસ છે. અધિકારીઓએ આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે એરપોર્ટ સ્ટાફની આ હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે. અત્યારે આમાં સામેલ અધિકારીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે બાતમીના આધારે કાર્યવાહી કરીને, DRI અધિકારીઓ બુધવારે બે મુસાફરોને ફોલો કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન અધિકારીઓને મોટી સફળતા મળી હતી. એટલું જ નહીં એરપોર્ટ સ્ટાફ કેવી રીતે ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવાયેલો છે એ પણ સામે આવી ગયું હતું. જાણો કેવી રીતે DRIએ ભાંડો ફોડ્યો હતો.
એરપોર્ટ સ્ટાફની ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવણી અમદાવાદ એરપોર્ટ પર અત્યારે ગોલ્ડ સ્મગલિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અગાઉ પણ આવી એક ઘટના સામે આવી ચૂકી હતી. તેવામાં બુધવારે અમદાવાદ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ત્યાં મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. બેંગકોકથી અમદાવાદ મુસાફરી કરી રહેલા 2 પેસેન્જર પાસે 58 લાખ રૂપિયાનું સોનું હોવાની બાતમી મળી હતી. DRIની ટીમ સતત એરપોર્ટ સ્ટાફ અને પેસેન્જરો પર નજર રાખીને બેઠી હતી. ત્યારે તેમની સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બેંગકોક ફ્લાઈટ પર નજર રાખીને બેઠેલી અધિકારીઓની ટીમને એ 2 શખસો મળી જ ગયા જેમની પાસે લગભગ 1 કિલો આસપાસ સોનુ હતું.
ઉલ્લેખનીય છે કે આ 2 શખસો પાસેથી ગોલ્ડ બાર લઈને એરપોર્ટ સ્ટાફના કર્મચારીએ મોટી ગેમ રમી હતી. DRIને જાણ થઈ ગઈ હતી કે અહીં એરપોર્ટ સ્ટાફનો કર્મચારી પણ આ કાંડમાં સંડોવાયેલો છે. તેવામાં તેણે જેવું ગોલ્ડ બારને એરપોર્ટ પ્રિમાઈસિસથી સગેવગે કરવાની કોશિશ કરી કે તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ સ્ટાફની પણ આ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સંડોવણી હોવાથી હવે આ તપાસનો ગંભીર મુદ્દો બન્યો છે.
ગોલ્ડ સ્મગલિંગની 15 દિવસમાં બીજી ઘટના નોંધનીય છે કે છેલ્લા 15 દિવસમાં આ બીજી ઘટના છે જેમાં એરપોર્ટ પરથી સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ અમદાવાદ એરપોર્ટના સ્ટાફના કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. એટલું જ નહીં હજુ પણ વધારે અહીં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એવી વિગતો પણ મળી રહી છે. નોંધનીય છે કે અગાઉ એક કિસ્સા પર નજર કરીએ તો કેનેડા જતી એક વૃદ્ધ મહિલાએ બેગેજમાં 10 તોલા સોનાના દાગીના અને ચાંદીના વાસણો મૂક્યા હતા. પરંતુ તે મુંબઈ પહોંચે ત્યાં સુધીમાં તો તેના હેન્ડબેગમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હતા. અત્યારે હવે ચિંતાજનક વાત એ છે કે અમદાવાદ એરપોર્ટ પર ચોરી અને ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓ સતત વધી રહી છે. આને લઈને કાર્યવાહી પણ વધુ વેગવંતી થવી જોઈએ.
ગુજરાતભરના મિડીયામાં પાંચ મહાનગરપાલિકાઓ અંગેના સમાચાર વાઇરલ થયા હતા જેના સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસના અગ્રસચિવ અશ્વિનીકુમારે માહિતી ખાતા મારફતે સ્પષ્ટતા આપી હતી કે રાજ્ય મંત્રી મંડળની મળેલી બેઠકમાં આવો કોઇ નિર્ણય લેવાયો નથી કે કેબિનેટના એજન્ડામાં આ બાબત ચર્ચામાં લેવામાં આવી નથી.
રાજ્ય સરકારે ગુજરાતમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપી છે અને ગુજરાત યુનિવર્સિટી (સુધારા) બિલ, 2023 આગામી થોડા દિવસોમાં રાજ્ય વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ યુનિવર્સિટીઓ સાથે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની કુલ સંખ્યા 108 થશે. હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સંખ્યા 108 થઇ કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એવી છે કે જ્યાં કોલેજો કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
3. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટી
4. વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી
5. દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી
રાજ્ય સરકારની મંજૂરી પામનારી નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં બે યુનિવર્સિટી અમદાવાદમાં છે. જેમાં એક અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી અને બીજી અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
નવી યુનિવર્સિટીઓનું ઇન્સ્પેકશન, વેરિફિકેશન સહિતની પ્રક્રિયાઓ દરમિયાન સરકારી કમિટીએ એવું નોંધ્યું કે પાંચેય સ્થળો પર તમામ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે આથી તેમને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ સંસ્થાઓ અને કોલેજોમાંથી 11 વધુ અરજીઓ છે જે યુનિવર્સિટીનો દરજ્જો ઇચ્છે છે. સૂત્રોએ જણાવ્યું કે સરકાર આવતા વર્ષે પણ આ અરજીઓને મંજૂરી આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી જેવી મોટી યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્રાન્ટ-ઇન-એઇડ અને ખાનગી કોલેજો આ નવી યુનિવર્સિટીઓ સાથે જોડાણ લે તેવી શક્યતા છે.
ગયા શનિવાર તા.4 ફેબ્રુઆરીએ સાંજે રાજ્ય સરકારે એકાએક પરિપત્ર જાહેર કરીને તા.5મી ફેબ્રુઆરી 2023થી અમલમાં આવે એ રીતે જંત્રીના ભાવ આખા રાજ્યમાં બમણા કરી દેવાની જાહેરાત કરી હતી. બરાબર એક અઠવાડીયા પછી આજે શનિવાર, તા.11 ફેબ્રુઆરીએ સવારે એવા સમાચાર વાઇરલ થયા છે કે રાજ્ય સરકારે હવે જંત્રી બમણી કરવાના નિર્ણયનો અમલ હાલ તુરત (63 દિવસ માટે) મૌકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરતા સાથે જણાવ્યું છે કે તા.15મી એપ્રિલ 2023થી અમલમાં આવે એ રીતે નવી જંત્રીનો અમલ શરૂ કરવામાં આવશે.
જાણકારો કહે છે કે ક્રેડાઇ ગુજરાત તથા બિલ્ડરોની અનેક સંસ્થા, સંગઠનોએ રાજ્ય સરકાર પર દબાણ કરતા સરકારે નવી જંત્રીના અમલમાં 63 દિવસની રાહત આપી છે. બિલ્ડરો માટે આ ઓક્સિજન સમાન છે. હવે આગામી 62 દિવસમાં બિલ્ડરોએ જે ખેલ કરવા હોય તે કરી લેવા પડશે.
આજે તા.11મી ફેબ્રુઆરીએ સવારથી રાજ્ય સરકારનો આ મેસેજ સોશ્યલ મિડીયામાં ખાસ્સો વાઇરલ થયો છે
ગુજરાત ડેરી કો-ઓપરેટિવ અમૂલે તાત્કાલિક અસરથી મુંબઇ સહિત દેશના અન્ય રાજ્યોમાં દૂધ બનાવટો પર ભાવ વધારો લાગૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હજુ ભાવ વધારાનો અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. તાજા દૂધ પર રૂ. 3/લિટર સુધીના વધારાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ સમાચાર આજે તા.3 ફેબ્રુઆરીએ ભારે વાઇરલ થયા છે. લોકોમાં એવી ચર્ચા છે કે હાલ મુંબઇમાં ભાવ વધાર્યા છે પણ ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ભાવ વધારાશે.
અમૂલ ગુજરાતમાં સૌથી મોટી ડેરી ગણાય છે અને અમૂલના ભાવ વધારા બાદ હવે ગુજરાતની નાની ડેરીઓ પણ પોતાના દૂધના ભાવ વધારશે અને સમગ્ર ગુજરાતની જનતાને હવે દૂધના ભાવોમાં તોતીંગ વધારો સહન કરવો પડે એ દિવસો દૂર નથી.
આ રિવિઝન પછી, અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા પ્રતિ 1 લિટર અને અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત હવે 70 રૂપિયા પ્રતિ લિટર થશે. ગુરુવારે એક નિવેદન.
અમૂલે છેલ્લે ઓક્ટોબરમાં તેના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
અમૂલ દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવો હવે આ મુજબ રહેશે
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના વર્તમાન પ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાક્ટરની વરણી ગુજરાત ક્રિકેટ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કરવામાં આવતા આજે સુરત એસડીસીએ, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના અગ્રણીઓએ હેંમતભાઇ કોન્ટ્રાક્ટરને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત ક્રિકેટ એસોસીએશનમાં સુરતના હેમંતભાઇને વાઇસ પ્રેસિડેન્ટ પદ સાથે મળેલા પ્રતિનિધિત્વને કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ક્રિકેટમાં નવું જોમ, ઉત્સાહ વધ્યો છે.
આજે સવારે હેમંતભાઇ કોન્ટ્રાક્ટરને શુભેચ્છા આપવા માટે શૈલેષભાઈ, નિસર્ગ પટેલ, મંયકભાઇ ત્રિવેદી, વિપુલ ભાઈ, હરીશભાઈ, સંજયભાઈ, મયંક ભાઈ, બિપિન ભાઈ, સાયમન કોરેથ, હનીફ મંજુ, વિજયભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.