CIA ALERT
02. February 2023

શિક્ષણ સર્વદા Archives - CIA Live

December 16, 2022
cia_edu-1280x925.jpg
2min215

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર વેબસાઇટ – jeemain.nta.nic.in પર JEE મેઇન 2023 નોંધણી અને અરજી ફોર્મ બહાર પાડ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા JEE મેઇન 2023 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. JEE મેઇન 2023 રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2023 (રાત્રે 09:00 P.M. સુધી) છે.

JEE Main પરીક્ષાના સ્કોરથી નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ, ત્રિપલ આઇટી અને કેન્દ્ર સરકાર દ્વારા ફંડીંગ કરાતું હોય તેવી ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મળી શકે છે. આઇઆઇટીમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સ બાદ જેઇઇ એડવાન્સ્ડમાં સ્કોર લાવવો ફરજિયાત છે.

આ વર્ષે, NTA એ નક્કી કર્યું છે કે જેઇઇ મેઇન 2023 બે સત્રો એટલે કે સત્ર 1 (જાન્યુઆરી 2023) અને સત્ર 2 (એપ્રિલ 2023)માં યોજાશે. JEE મુખ્ય સત્ર 1 જાન્યુઆરી 2023 માટેની વિગતો ઉમેદવારોના સંદર્ભ માટે નીચે આપવામાં આવી છે:

JEE Main 2023 Registration Begins15 December 2022
JEE Main 2023 Application Form Submission Last Date12 January 2023 (up to 09:00 P.M.)
JEE Main 2023 Fee Payment Last Date12 January 2023 (up to 11:50 P.M.)
JEE Main 2023 Exam City Intimation NotificationSecond week of the January 2023
JEE Main 2023 Admit Card DateThird week of the January 2023
JEE Main 2023 Session 1 Exam Date24, 25, 27, 28, 29, 30 and 31 January 2023
JEE Main 2023 Exam Centre, Date, and ShiftAs indicated on Admit Card
JEE Main 2023 Answer Key DateTo be announced later
JEE Main 2023 Result DateTo be announced later
JEE Main Websiteswww.nta.ac.in, https://jeemain.nta.nic.in/
November 7, 2022
cia_edu-1280x925.jpg
1min163

ગુજરાતમાં એક તરફ 45 હજાર જેટલા ધો.12 બાયોલોજી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ લઇને તેમાં કારકિર્દી ઘડવાની તીવ્ર ઇચ્છા છે પરંતુ, તેમની પાસે મેરીટ સ્કોર ન હોવાથી કોઇ કાળે પ્રવેશ મળે તેમ નથી, તેની બીજી તરફ આજે એવી વિગતો સપાટી પર આવી કે 1449 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેરીટના આધારે મેડીકલ, ડેન્ટલમાં કન્ફર્મ એડમિશન મળ્યું હતું પરંતુ, તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ ફી ભરીને એડમિશન લીધું નહીં અને પ્રવેશ જતો કરતા શિક્ષણશાસ્ત્રીઓ પણ અચંબામાં પડી ગયા છે.ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયાનો આજે પહેલો રાઉન્ડ પૂરો થયો હતો.

ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ મેડીકલ અને ડેન્ટલમાં એડમિશન લિસ્ટ ગઇ તા.29મી ઓક્ટોબરે જાહેર કર્યું હતું અને તા.6 નવેમ્બર સુધીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા છે તેમને જરૂરી ફી ભર્યા બાદ હેલ્પ સેન્ટર પર જઇને ઓરિજિનલ ડોક્યુમેન્ટસ સબમિટ કરાવી લેવા માટે સૂચના આપી હતી. આજે 6 ઓક્ટોબરની અવધિ પૂર્ણ થયા બાદ એડમિશન કમિટીએ ડેટા ચકાસતા જાણવા મળ્યું કે ઓપન કેટેગરી સહિત જુદા જુદા વર્ગ-જ્ઞાતિના મળીને 1449 પ્રવેશાર્થીઓ કે જેમને ક્યાંકને ક્યાં મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમણે તેમનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કરતા સ્વાભાવિક છે કે કોઇને પણ આશ્ચર્ય થાય. કેમકે મેડીકલ ડેન્ટલની એક એક સીટ માટે સરેરાશ 8 વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થાય છે ત્યારે 1449 વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કર્યો હોવાની વાત સાહજિકતાથી ગળે ઉતરે તેવી નથી.જે વિદ્યાર્થીઓએ મેડીકલ ડેન્ટલમાં કન્ફર્મ પ્રવેશ જતો કર્યો છે તેમાં મેનેજમેન્ટ ક્વોટાની પણ અનેક બેઠકોનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટ ક્વોટાનું સમગ્ર અભ્યાસક્રમનું પેકેજ સવાથી દોઢ કરોડ જેટલું થાય છે.

October 13, 2022
cia_edu-1280x925.jpg
1min104

‘કિટ’ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે. બુધવારે Dated 12/10/2022 ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ-2023 જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ‘કિટ’ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 2021 ‘કિટ’ 801+ની સ્થિતિમાં હતી, આ વર્ષે તેમાં 200 રેન્કનો સુધારો થયો છે અને તે હવે 601+ પર છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા શૈક્ષણિક વાતાવરણ, સંશોધન, નવીનતા, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ અને ઉદ્યોગ સમાવેશ જેવા માપદંડોના આધારે રેન્કિંગ આપવામાં આવે છે.

આ વર્ષે ‘કિટ’ દ્વારા રજત જયંતીની ઉજવણી કરીને, આ સિદ્ધિ મેળવતા સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને કર્મચારીઓમાં ખુશી વ્યાપી છે. ટાઇમ્સહાયર એજ્યુકેશન વિશ્વની તમામ યુનિવર્સિટીઓ માટે આ રેન્કિંગ તૈયાર કરે છે. ગત વર્ષ કરતા વધુ સારું પ્રદર્શન કરીને, ‘કિટ’ આ વર્ષે દેશનાં પૂર્વ વિસ્તાર અને ઓડિશાની યુનિવર્સિટીઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ખૂબ જ ટુંકાગાળામાં આ યુનિવર્સિટીને વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની સમકક્ષ બનાવવા માટે ઘણા શિક્ષણવિદોએ ‘કિટ’ અને KISSના સંસ્થાપક અચ્યુત સામંતની પ્રશંસા કરી છે. વિદ્વાનોએ કહ્યું છે કે, સામંતની દીર્ઘ દૃષ્ટિના કારણે, ઓડિશાની એક યુનિવર્સિટીને આજે સ્થાપિત અને જૂની યુનિવર્સિટીઓને પાછળ રાખીને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની સમકક્ષ બનાવી છે.

આ નિમિત્તેે સામંતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના તમામ પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોને કારણે આ સફળતા શક્ય બની છે. કિટ યુનિવર્સિટીના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ સંસ્થાપક સામંતના નિરંતર પ્રયાસો અને દૂરંદેશીતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ સામંતે કહ્યું છે કે, આ ‘કિટ’ની સફળતા છે.

October 12, 2022
cia_edu-1280x925.jpg
1min154

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44844

ઉચ્ચ શિક્ષણની હાટડી માંડીને બેઠેલા ધંધાદારી સંચાલકોને પ્રવેશાર્થીઓ કેવો ઝાટકો આપે છે એ જો જાણવું હોય તો સુરતમાં ભગવાન મહાવીર નામે પ્રાઇવેટ યુનિવર્સિટી ખોલીને બેઠેલા સંચાલકોને પૂછવું પડે. એક સમયે જુદી જુદી કોલેજોમાં પ્રવેશાર્થી પાસેથી તોતિંગ ડોનેશન લઇને પ્રવેશ આપનારા ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકોને આ વખતે ઇજનેરી અને હવે આર્કિટેક્ચરના પ્રવેશાર્થીઓએ જાકારો તો એવો આપ્યો છે કે સમખાવા પૂરતો એક પણ વિદ્યાર્થી મળ્યો નથી.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ બી.આર્ક.માં હાથ ધરેલી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પહેલો અને બીજો, આખરી રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ સુરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં કુલ 90માંથી 90 સીટ ખાલી પડી છે. ખુદ એડમિશન કમિટીના ડેટા દર્શાવી રહ્યા છે કે બી.આર્કિટેક્ચરમાં એક પણ પ્રવેશાર્થીએ ન તો પહેલા રાઉન્ડમાં ન તો બીજા રાઉન્ડમાં ભગવાન મહાવીર કોલેજમાં એડમિશન તો દૂરની વાત પણ પસંદગીના લિસ્ટમાં પણ નથી મૂકી. એક પણ વિદ્યાર્થીએ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજને ચોઇશ ફિલિંગમાં સામેલ કરી.

આ બાબત દર્શાવે છે કે ધંધાદારી સંચાલકો કે જેઓ વિદ્યાર્થીઓને સુવિધામાં વાઇફાઇ ફ્રી આપે છે પણ જ્યાં પ્રયોગ કરવાના હોય છે એ લેબોરેટરીના ઠેકાણા હોતા નથી, ફેકલ્ટીઓની યોગ્ય રીતે નિમણૂંકો કરતા નથી. ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકો વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવામાં પણ અખાડા કરવા માટે પંકાયેલા છે. જોકે, હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ એ બાબતથી વાકેફ થવા માંડ્યા છે કે અન્ય કોઇપણ કોલેજ કે યુનિવર્સિટી ચાલે પણ ભગવાન મહાવીર તો નહીં જ, આ બાબત આર્કિટેક્ચર અને ઇજનેરી કોલેજને વિદ્યાર્થીઓએ આપેલા સખત જાકારા પરથી જણાયને રહે છે.

ગુજરાતમાં 2022 બી.આર્ક.ની બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી બાદ કોલેજવાર ખાલી બેઠકોનું ચિત્ર

October 8, 2022
cia_edu-1280x925.jpg
2min365

ગુજરાતમાં રાજ્ય સરકારની એડમિશન કમિટીએ વર્ષ 2022-23 માટે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. રજિસ્ટ્રેશન સાથે જ એડમિશન કમિટીએ ચારેય અભ્યાસક્રમોમાં કોલેજો, સીટો, ફી સહિતની વિગતો પ્રકાશિત કરી છે. આ વખતે ગુજરાતમાં હાઇએસ્ટ 35 કોલેજોમાં 6 હજાર સીટો ઉપલબ્ધ બની શકી છે.

MBBSની 35 કોલેજોમાં 6000 સીટ

ડેન્ટલની 13 કોલેજોમાં 1255 સીટ

હોમિયોપેથીની 28 કોલેજોમાં 2289 સીટ

આયુર્વેદિકમાં 37 કોલેજોમાં 3930 સીટ

September 30, 2022
sandeep-bhatt-iit-delhi.jpg
1min96

ભારત જ નહીં પણ વિશ્વભરના બુદ્ધિજીવીઓને માથું ખંજવાળતા કરી દે તેવી ઘટના બની છે. ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયર કે જેણે આઈઆઈટી દિલ્હીમાંથી બી.ટેક.નો અભ્યાસ ગોલ્ડ મેડલ મેળવીને પૂર્ણ કર્યો હતો એ સંદીપ કુમાર ભટ્ટે સંસારી જીવન ત્યજી દઇને સાધુ બની ગયા છે. તેમણે લગ્ન પણ કર્યા નથી. સાધુ બની ગયા બાદ સંદીપ ભટ્ટે પોતાનું નામ બદલી નાંખ્યું છે હવે તે સ્વામી સુંદર ગોપાલદાસથી ઓળખાય રહ્યા છે.
સંદીપ ભટ્ટ મૂળ બિહારના રહેવાસી છે. તેમણે કહ્યુ કે 2002માં આઈઆઈટી દિલ્હીમાંથી બીટેક કર્યુ, બીટેકમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા. 2004માં એમટેક કમ્પલીટ કર્યુ. 2004થી 2007 વચ્ચે તેમણે એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કર હતી.

સંદીપ ભટ્ટે કહ્યુ કે મશીનની ક્વોલિટી તો વધી રહી છે પરંતુ માણસની ક્વોલિટી ઘટી રહી છે. દર વર્ષે લાખો ક્રાઈમ થાય છે. આ એ વાતનુ પ્રમાણ છે કે માણસની ક્વોલિટી ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યુ, હુ માનુ છુ કે ભણેલા ગણેલા લોકોએ સાધુ-સંત બનવુ જોઈએ. આખરે શુ કારણ છે કે મોટી-મોટી કંપની આઈઆઈટીના લોકો હાયર કરે છે. જો સમાજમાં સારાપણુ વધારવુ છે તો એવા લોકોએ પણ આગળ આવવુ જોઈએ.

જ્યારે તે એન્જિનિયરિંગ કરી રહ્યા હતા તો તેમણે નોટિસ કર્યુ કે તેમની આસપાસ એન્જિનિયર, ડોક્ટર, IAS, જજ, સાયન્ટિસ્ટ, નેતા તો ઘણા છે પરંતુ કોઈ એવી વ્યક્તિ નથી જે સમાજને અલગ રીતે માર્ગ બતાવી શકે. લોકોના ચરિત્રને સારુ કરી શકે. ધાર્મિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેઓ સંન્યાસી બન્યા.

September 30, 2022
mbbs_student_mysy.jpg
1min406

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી

રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રા કન્યા કેળવણી નિધિ યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીને પોતાના સ્વપ્ન સમાન MBBSના ઉચ્ચ અભ્યાસ માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના સાર્થક નિવડી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા લાભાર્થી બરીરાએ જણાવ્યું કે, MYSY અંતર્ગત રૂ. બે લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂ. ચાર લાખની સહાય મળી છે. અને એમ.બી.બી.એસમાં અભ્યાસ દરમ્યાન બંન્ને યોજનાના લાભ થતી કુલ રૂ.૨૭ લાખની શિષ્યવૃતિની સહાય સરકારશ્રી તરફથી મળશે.

વધુમાં બરીરાએ કહ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજની સેવા કરવાનું મારૂ અને પરિવારનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહી તેના  પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા-સ્વાવલંબન યોજનામાં મલ્ટી ઉપયોગી સહાયની જાણકારી મળી એટલે હિંમત આવી અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મીમેર)માં MBBSમાં એડમિશન લીધું. આ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં મને કુલ રૂ.૧૨ લાખની શિષ્યવૃતિ સહાય મળી છે.

 હાલ હું એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી તબીબી ક્ષેત્રની કારકિર્દી પાછળ રાજ્ય સરકારની યોજનાઓ મદદરૂપ બની છે. MYSY યોજના થકી મારૂ ડોક્ટર બનવાનું સપનું હવે હું પુરૂ કરી શકીશ. આ યોજના ન હોત તો મારા માટે ડોક્ટર બનવાનો વિચાર કરવો પણ પોસાય તેમ ન હતો. મારો પરિવાર સરકારનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ એમ બરીરાએ ઉમેર્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે એવો સ્પષ્ટ મત બરીરાએ વ્યક્ત કર્યો હતો.

September 15, 2022
mbbs.jpg
1min180

યુજી મેડિકલ અને પીજી મેડિકલ એમ બંને અભ્યાસક્રમોમાં હવે આ વર્ષથી ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ બોન્ડ નીતિ લાગુ પડશે. અન્ય રાજ્યોમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં બોન્ડ લેવામા આવતા હોઈ ગુજરાતમાં અત્યાર સુધી ઓલ ઈન્ડિયા ક્વોટામાં બોન્ડ નીતિ લાગુ ન હતી ત્યારે આ બાબતે સરકારને રજૂઆત કરવામા આવી હતી.જેના પગલે સરકારે આ વર્ષથી બંને ક્વોટામાં સમાનપણે બોન્ડ નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના ડીનને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છે કે રાજ્યમાં સ્નાતક એટલે કે યુજી અને અનુસ્નાતક એટલેકે પીજી મેડિકલ કોર્સીસમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી પ્રવેશ મેળવનાર ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની જેમ બોન્ડ નીતિ લાગુ પડશે. આમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ પણ નિયત સમયગાળાની સેવા માટે બોન્ડ આપવાનો રહેશે. આ મુજબની માહિતી મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની વેબસાઈટ પર દરેક કોલેજો તાકીદે અપડેટ કરીને આપવાની રહેશે અને રાજ્ય સરકારને જાણ કરવાની રહેશે.

મહત્વનું છે કે નીટ પીજીની પ્રવેશ પરીક્ષા દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૫૦ ટકા બેઠકો પર મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા મેરિટના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે ત્યારે દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લે છે. ગુજરાતમાં જ કોઈ પણ પ્રકારના બોન્ડની જોગવાઈ પીજી ઓલ ઈન્ડિયા ક્વોટા માટે કરવામા આવી નથી. જેથી ગુજરાતમાં ઓલ ઈન્ડિયા ક્વોટમાં પ્રવેશ લઈ અભ્યાસ પૂર્ણ કરીને સરકારી મેડિકલ કોલેજોમાં નહિવત ફીમાં ભણીને બોન્ડ ભર્યા વિના કે સરકારની હોસ્પિટલોમાં સેવા આપ્યા વિના વિદ્યાર્થીઓ પોતાના રાજ્યોમાં પરત જતા રહે છે.આ બાબતે કેન્દ્રિય આરોગ્યમંત્રીને રજૂઆત કરવામા આવી હતી અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૫૦ ટકા સરકારી બેઠકોમા પ્રવેશ લેનાર  દરેક વિદ્યાર્થી માટે બોન્ડ નીતિ લાગુ કરવાની માંગ કરવામા આવી હતી.

September 8, 2022
cia_edu-1280x925.jpg
5min309

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તા.7મી સપ્ટેમ્બરે રાત્રે બાર વાગ્યે નીટ અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષાનો સ્કોર જાહેર કર્યો હતો. નીટના પરીણામના પ્રથમદર્શી એનાલિસીસમાં એવું માલૂમ પડે છે કે 500 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગયા વર્ષ કરતા દોઢથી બે હજાર સુધી વિદ્યાર્થી સંખ્યા વધી છે તેવી જ રીતે 350થી ઓછો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ એ જ પ્રમાણે વધારો થયો છે. આ એનાલિસીસ પરથી એવું કહી શકાય કે સરકારી અને સેમી સરકારી કોલેજોમાં 2021ની તુલનામાં આ વર્ષે 2022માં કટઓફમાં 5થી 10 માર્ક પ્રવેશ ઉંચે અટકશે. જોકે, આ બાબત પ્રવેશ માટે કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશ કરાવે છે તેના પરથી નક્કી થશે.

નીટના ક્વોલિફાઇંગ માર્કમાં પણ ઘટાડો

CategoryQualifying criteriaMarks rangeNumber of candidates
UR/EWS50th Percentile715-117881402
OBC40th Percentile116-9374458
SC40th Percentile116-9326087
ST40th Percentile116-9310565
UR / EWS & PH45th Percentile116-105328
OBC & PH40th Percentile104-93160
SC & PH40th Percentile104-9356
ST & PH40th Percentile104-9313

છેલ્લા ચાર વર્ષના કટઓફની પેટર્ન

Category2022202120202019
Unreserved715-117720-138720-147701-134
Unreserved PWD116-105137-108146-129133-120
Reserved116-93137-122128-113133-107
Reserved PWD104-93121-108128-113133-107
SpecificsDetails
Exam NameNational Eligibility Cum Entrance Test (NEET)
Conducting BodyNational Testing Agency (NTA)
Exam LevelUndergraduate (UG) Exam at National Level
Exam FrequencyYearly
Total Registrations18,72,341
Exam ModeOffline or Paper Pencil Based Test (PBT)
Courses Offered Through NEET UGMBBS, BDS, BAMS, BVSC & AH
Exam FeesRs 1,600 (General)
Rs 1,500 (OBC)
Rs 900 (Reserved category candidates)
Rs 8,500 (Foreign nationals)
Exam Duration200 minutes
Number of Subjects and Total MarksPhysics (180 marks)
Chemistry (180 marks)
Biology (360 marks)
Total Marks – 720
Total Questions200 (180 to be attempted)
Marking Scheme+4 for each correct answer
-1 for each incorrect answer
Number of Exam Cities543 (India)
14 (Abroad)
Language/Medium of Paper13 Languages – English, Hindi, Bengali, Urdu, Assamese, Gujarati, Marathi, Odiya, Kannada, Tamil, Malayalam, Punjabi and Telugu
Accepting Colleges1,613 colleges
Total Number of SeatsMBBS – 92,627
BDS – 27,698
BAMS – 52,720
BVSc & AH – 630
NEET Official Website“www.neet.nta.nic.in”
September 7, 2022
cia_edu-1280x925.jpg
2min1615

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેશનલ લેવલની વેટરનરી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જેનો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે એ નીટ યુજી NEET UG પરીક્ષાનું પરીણામ આજે તા.7મી સપ્ટેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. આજે બપોરે 12 કલાકે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નીટ યુજીની વેબસાઇટ https://neet.nta.nic.in/ પર પરીણામ જાહેર કરવામાં આવશે. એવી જાહેરાત કરાયા બાદ દર વખતની જેમ એન.ટી.એ. દ્વારા પરીણામ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવતાં લાખો વિદ્યાર્થીો અને વાલીઓ મૂઝાયા છે.

જે રીતે આન્સર કી જાહેર કરવામાં દસથી બાર કલાકનો વિલંબ કરાયો હતો એવું જ નીટના રીઝલ્ટ જાહેર કરવામાં થઇ રહ્યું છે.

કુલ 18.79 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ યુજી 2022ની પરીક્ષા ગઇ તા.17મી જુલાઇ 2022ના રોજ આપી હતી. એ પછી દોઢ મહિને નીટનું પરીણામ જાહેર થઇ રહ્યું છે. તેમાં પણ આ પ્રકારે વિલંભ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂઝવણ અનુભવી રહ્યા છે. ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીણામની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.

આન્સર કી વખતે જ પરીણામ 7મી સપ્ટેમ્બરે જાહેર થશે તેવી ઘોષણા કરવામાં આવી હતી

ગુજરાતની મેડીકલ-પેરામેડીકલ કોર્સમાં ગયા વર્ષનું કટઓફ મેરીટ જોવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

http://medadmgujarat.ncode.in/web/ug2021/Compiled_Closure_UG_2021-22.pdf

ગુજરાતમાં આટલી સીટો પર નીટથી પ્રવેશ મળશે

ગુજરાતમાં મેડીકલ-પેરામેડીકલ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા આ વેબસાઇટ પરથી હાથ ધરાશે

https://www.medadmgujarat.org/ug/home.aspx