CIA ALERT
06. June 2023

Alert Archives - CIA Live

May 31, 2023
cia_edu-1280x925.jpg
5min24

ધો.12 સામાન્ય પ્રવાહમાં સુરતની શાળાઓના એ-વન ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની યાદી

ક્રમશાળાનું નામવિસ્તારA-1 ગ્રેડ
1આશાદીપ સ્કુલવરાછા131
2તપોવન વિદ્યાલયવરાછા26
3જે.બી. કાર્પ વિદ્યાસંકુલલસકાણા21
4સંસ્કારભારતી વિદ્યાલયઅડાજણ17
5મૌનિ-અંકુલ વિદ્યાલયવરાછા16
6આઇ.એન. ટેકરાવાલા સ્કુલપાલનપુર પાટીયા13
7સંસ્કારદીપ વિદ્યાલયમોટાવરાછા12
8ભૂલકાભવન સ્કુલઅડાજણ12
9લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલઅઠવાલાઇન્સ9
10પીપી સવાણી ગ્રુપવરાછા9
11ડાયમંડ ગર્લ્સ સ્કુલવરાછા8
12સંસ્કારતિર્થ જ્ઞાનપીઠમોટાવરાછા7
13એમ.ટી.જરીવાલા સ્કુલઅઠવાલાઇન્સ7
14રામકૃષ્ણ વિદ્યાભવનલંબેહનુમાન રોડ7
15ભૂલકાવિહાર શાળાપાલ6
16ગજેરા વિદ્યાભવનકતારગામ6
17લીલાબા કન્યાશાળાલાલદરવાજા5
18રૂસીમા પૂણાવાલાપાર્લેપોઇન્ટ5
19વીડીટી ગર્લ્સ સ્કુલઅઠવાલાઇન્સ4
20સદભાવના ઉ.મા.વરાછા4
21સરસ્વતિ વિદ્યાલયઅડાજણ4
22વિઝડમ સ્કુલકામરેજ3
23પીએચ બચકાણીવાલા સ્કુલખટોદરા3
24જીવનભારતી વિદ્યાલયનાનપુરા3
25વિદ્યાકુંજ સ્કુલઅડાજણ3
26ડીઆર રાણા વિદ્યાસંકુલપાલનપુરપાટીયા2
27શારદા વિદ્યામંદિરસિંગણપોર2
28પ્રેરણા વિદ્યાલયપૂણા2
29સેંટ ઝેવિયર્સ સ્કુલઘોડદોડ રોડ2
30ટી એન્ડ ટીવી સ્કુલનાનપુરા1
31એમએમપી ઉ.મા. સ્કુલરાંદેર1
ક્રમશાળાનું નામવિસ્તારA-1 ગ્રેડ
1આશાદીપ સ્કુલવરાછા131
2તપોવન વિદ્યાલયવરાછા26
3જે.બી. કાર્પ વિદ્યાસંકુલલસકાણા21
4સંસ્કારભારતી વિદ્યાલયઅડાજણ17
5મૌનિ-અંકુલ વિદ્યાલયવરાછા16
6આઇ.એન. ટેકરાવાલા સ્કુલપાલનપુર પાટીયા13
7સંસ્કારદીપ વિદ્યાલયમોટાવરાછા12
8ભૂલકાભવન સ્કુલઅડાજણ12
9લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલઅઠવાલાઇન્સ9
10પીપી સવાણી ગ્રુપવરાછા9
11ડાયમંડ ગર્લ્સ સ્કુલવરાછા8
12સંસ્કારતિર્થ જ્ઞાનપીઠમોટાવરાછા7
13એમ.ટી.જરીવાલા સ્કુલઅઠવાલાઇન્સ7
14રામકૃષ્ણ વિદ્યાભવનલંબેહનુમાન રોડ7
15ભૂલકાવિહાર શાળાપાલ6
16ગજેરા વિદ્યાભવનકતારગામ6
17લીલાબા કન્યાશાળાલાલદરવાજા5
18રૂસીમા પૂણાવાલાપાર્લેપોઇન્ટ5
19વીડીટી ગર્લ્સ સ્કુલઅઠવાલાઇન્સ4
20સદભાવના ઉ.મા.વરાછા4
21સરસ્વતિ વિદ્યાલયઅડાજણ4
22વિઝડમ સ્કુલકામરેજ3
23પીએચ બચકાણીવાલા સ્કુલખટોદરા3
24જીવનભારતી વિદ્યાલયનાનપુરા3
25વિદ્યાકુંજ સ્કુલઅડાજણ3
26ડીઆર રાણા વિદ્યાસંકુલપાલનપુરપાટીયા2
27શારદા વિદ્યામંદિરસિંગણપોર2
28પ્રેરણા વિદ્યાલયપૂણા2
29સેંટ ઝેવિયર્સ સ્કુલઘોડદોડ રોડ2
30ટી એન્ડ ટીવી સ્કુલનાનપુરા1
31એમએમપી ઉ.મા. સ્કુલરાંદેર1
May 31, 2023
PATEL-NITISHA-ASHOKKUMAR-2.jpg
1min151

અભ્યાસ હોય કે રોજગાર મન લગાડીને જો કાર્ય કરવામાં આવે તો ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકાય છે પણ જો મહેનત કરવામાં બહાનાબાજીનો સહારો લેવાય તો કશું કરી શકાતું નથી. આ બાબતને ચરિતાર્થ કરતો દાખલો સુરતના નાના વરાછાની આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની નિષિતા પટેલે બેસાડ્યો છે. નિષિતા પટેલ ધો.10માં હતી ત્યારે નબળા સ્વાસ્થ્યને કારણે તેના પિતા અશોકકુમારનું નિધન થયું હતું. જ્યારે કોઇ સંતાન પિતાની છત્રછાયા ગુમાવી દે ત્યારે તેની માનસિક સ્થિતિ કલ્પી શકાય તેવી હોય છે. પિતાના દેહાંત બાદ તેની નિષિતાની માતા કે જે સુરત મહાનગરપાલિકા સંચાલિત આંગળવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવે છે અને પોતાની બે દિકરીઓના અભ્યાસનો ખર્ચ સહિત ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી સ્થિતિમાં પણ સહેજ પણ ડગ્યા વગર નિષિતાએ આશાદીપ સ્કુલમાં ધો.11કોમર્સનો અભ્યાસ શરૂ કર્યો અને બે વર્ષના અભ્યાસમાં મન મૂકીને મહેનત કરી. આજે તા.31મી મે એ ગુજરાત બોર્ડે ધો.12 કોમર્સનું પરીણામ જાહેર કર્યું ત્યારે નિષિતા અશોકકુમાર પટેલે 99.99 પર્સન્ટાઇલ માર્ક મેળવીને સમગ્ર સુરતમાં ટોપર બની છે. જે અહેવાલો મળી રહ્યા છે એ મુજબ તો નિષિતા પટેલ આખા ગુજરાતમાં ટોપર બનીને ઉભરી આવી છે. નિષિતાના કુલ ટકા 96.86 થાય છે, આખા ગુજરાતમાં અન્ય કોઇ વિદ્યાર્થી આનાથી વધારે ટકાવારી મેળવી શક્યા નથી.

સુરતની વિદ્યાર્થિની નિષિતા પટેલ ધો.12 કોમર્સની પરીક્ષા આપનાર ગુજરાતના 4.77 લાખ વિદ્યાર્થીઓમાં સર્વપ્રથમ ક્રમે આવી છે.

નિષિતા પટેલે જણાવ્યું કે તે હવે બી.કોમ.ની સાથે સી.એ.નો અભ્યાસ કરવા ઇચ્છે છે.

આશાદીપ સ્કુલના સંચાલક મહેશભાઇ રામાણીએ કહ્યું કે નિષિતા પટેલે જ્યાં સુધી અભ્યાસ કરવા ઇચ્છશે ત્યાં

  • નિષિતાનો સ્કોર કાર્ડ
  • 678/700 Marks
  • 96.86 Percentage
  • 99.99 Percentile
  • Account 99/100
  • OC 99/100
  • ECO 96/100
  • Statistics 98/100
  • English 95/100
  • Secretarial Practice 100/100
  • Gujarati 91/100

A-1 ગ્રેડમાં સુરત જિલ્લો 603 વિદ્યાર્થીઓ સાથે આખા રાજ્યમાં પ્રથમ

અંગ્રેજીનો ફોબિયા, ગુજરાતી મિડીયમની સ્કુલના 54239 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં નાપાસ થયા

2022માં દક્ષિણ ગુજરાતનો આદિવાસી જિલ્લો ડાંગનું રિઝલ્ટ આખા રાજ્યમાં સૌથી મોખરે હતું, 2023માં ડાંગનો એકેય વિદ્યાર્થી એ-વન ગ્રેડ લાવી શક્યો નથી

સુરત જિલ્લામાં ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ,ઉતર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં કુલ-48598 વિધાર્થીઓએ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી ૪૮૪૮૫ વિધાર્થીઓએ પરીક્ષા આપેલ.સુરત જિલ્લાનું સામાન્ય પ્રવાહનુ કુલ પરિણામ ૮૦.૭૮% છે આ પરિણામ વિગતે જોઈએ તો સુરત જિલ્લામાં 603 વિધાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, 4502 વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, 7233 વિધાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે, 9136 વિધાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે, 9783 વિધાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો છે,6822 વિધાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે,1080 વિધાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે, 09 વિધાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે, 9430 વિધાર્થીઓ NI એટલે કે નીડ ઈમપ્રૂવવાળા છે.

May 24, 2023
cia_edu-1280x925.jpg
1min36

શિક્ષણનો મુખ્ય હેતુહૃદયની સંસ્કૃ શત, સ્થાયી મૂલ્યો પર આધાશરત સંસ્કૃ શત આપવાનો હોવો જોઈએ” – અમ્મા.

કેન્દ્ર સરકારના જી-20 અન્વયે સમાવિષ્ટ સી-20 કાર્યક્રમ કે જે સિવિલ સોસાયટીના પરીપ્રેક્ષ્યમાં છે, જેના બહોળા વ્યાપ વિસ્તારના ભાગરૂપે સુરતના ઇચ્છાપોર સ્થિત ઓરો યુનિવર્સિટી દ્વારા આગામી તા.27મી મે 2023ના રોજ સી-20 કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના ખ્યાતનામ વક્તાઓ 21મી સદીમાં શૈક્ષણિક સ્થિરતા સાથે સમાજ કલ્યાણના મૂલ્યોનું જતન કરી શકે તેવા નાગરીકો કેવી રીતે ઉભી કરી શકાશે તે બાબતે પોતાના વિચારો રજૂ કરશે. આ પ્રસંગે ઓરો યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પરિમલ વ્યાસે જણાવ્યું કે 250 ઉપરાંત શિક્ષણવિદો આ કોન્કલેવમાં પ્રત્યક્ષ રૂપે જોડાશે જ્યારે અન્યો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આ પ્રસંગે ઓરો યુનિવર્સિટીમાં એક નાનકડું એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે.

પરિમલ વ્યાસે જણાવ્યું કે AURO યુનિવર્શિટીની સ્થાપના પાછળનો પ્રમુખ હેતું ઇન્ટીગ્રલ એજ્યુકેશનનો છે.”
C20 કોન્ક્લેવનો હેતુ વ્યક્તિઓને ગ્લોબલ સિટીઝનના પરીપ્રેક્ષ્યમાં માર્ગદર્શિત કરવાનો છે.
કોન્ક્લેવમાં 21મી સદીમાં ગ્લોબલ સિટીઝનશીપ માટેના કૌશલ્યો અને ટકાઉ જીવન માટેની સ્થિતિ સ્થાપકતા અંગેનો છે.

ઓરો યુનિવર્સિટી આયોજિત સી-20 કોન્કલેવમાં દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. કિરણ બેદી, પદ્મભૂષણ કપીશ કપૂર, પદ્મશ્રી વિષ્ણું પંડ્યા, ઇતિહાસકાર-લેખક શ્રી સેન ગુપ્તા, વિવિધ મિડીયા સાથે જોડાયેલા પત્રકારો, અને યુનિવર્સિટીઓના વાઇસ ચાન્કસેલરો જોડાશે.

May 20, 2023
WhatsApp-Image-2023-05-19-at-21.10.02-1280x854.jpeg
1min46

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, નેચરલ ડાયમંડ કાઉન્સિલ ઓફ ધ વર્લ્ડના સંયુક્ત ઉપક્રમે શહેરની અગ્રણી ડાયમંડ કંપની SRK દ્વારા Dt.20/5/2023 શનિવાર તા.20મી મેએ સુરતમાં નેશનલ સસ્ટેનેબિલિટી વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ આ કોન્કલેવમાં જોડાઇ રહ્યા છે, વૈશ્વિકસ્તરના એક્સપર્ટ નાનામાં નાના ધંધા, રોજગાર, ઉદ્યોગકારો કેવી રીતે સસ્ટેનેબિલિટી વિકસાવી શકે તે વિષય પર તેમને આખો દિવસની કોન્કલેવમાં માર્ગદર્શિત કરવામાં આવશે. ટૂંકમાં જે ઉધોગ, ધંધાર્થીઓ જ્યાં જેટલું જે પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે ત્યાં તેટલું જ ભરપાઇ કેવી રીતે કરી શકે એનું નામ સસ્ટેનેબિલિટી.

સુરતમાં યોજાઇ રહેલી નેશનલ કોન્કલેવ ઓન સસ્ટેનેબિલિટી અંગે માહિતી આપતા SGCCI પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, એસ.આર.કે. SRKના જયંતિભાઇ નારોલા, શ્રેયાંશ ધોળકીયા, ગ્લોબલ નેટવર્ક ફોર નેટ ઝીરોને મહેશ રામાનૂજમ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણા ભોગે ઉદ્યોગો વિકસી રહ્યા છે, હવે પુર્નવિચાર કરવાનો સમય પાકી ગયો છે. પર્યાવરણની જાળવણી માટે મનોમંથન નહીં પણ હવે યોગદાન આપવાનો સમય પાકી ગયો છે અને દરેક નાનામાં નાના ઉદ્યોગ, ધંધા, રોજગાર કે ઘરપરિવારના સભ્યો પર્યાવરણ જાળવણી માટે કેવી રીતે યોગદાન આપી શકે તે અંગેનું નોલેજ શેરીંગ જ સસ્ટેનેબિલિટી કોન્કલેવની મુખ્ય થીમ છે.

Dt.20/5/2023 શનિવારની આખો દિવસની કોન્કલેવમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ડેલિગેટ્સ જોડાય રહ્યા છે. જેમને સસ્ટેનેબિલિટી ગ્લોબલ નેટવર્ખ ફોર નેટ ઝીરોના મહેશ રામાનુજમ, યુરોપિયન યુનિયનના ડેલિગેશન ટુ ઇન્ડિયાના કાઉન્સિલર કમિલા ક્રિસ્ટેનસેન રાય રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલના મેલાની ગ્રાન્ટ, મહિન્દ્રા હોલિડેઝના અરુણ નંદા, એચરએ હોટેલ્સના લક્ષ્યરાજ સિંહ મેવાડ, પ્રો. રજત મૂના, ડાયરેક્ટર-IIT- ગાંધીનગર; કાર્તિકેય સારાભાઈ, સ્થાપક અને નિયામક- સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE); પ્રશાંત તિવારી, ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર- અમરા રાજા ગ્રુપ; અનિન્દ્ય ચૌધરી વગેરે અગ્રણીઓ પોતાની ટીપ્સ રજૂ કરશે.

April 23, 2023
Cia_business_news-1280x936.jpg
2min85

GJEPC જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત 49મો ઇન્ડીયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ શો આજે રવિવાર તા.23મી એપ્રિલ 2023ના રોજ સાંજે ચાર કલાકથી મુંબઇની ગ્રાન્ડ હયાત હોટેલમાં શાનદાર રીતે ઉજવવામાં આવશે. આ એવોર્ડ સમારોહમાં જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં વિતેલા વર્ષ દરમિયાન નેત્રદિપક કામગીરી કરનાર કંપનીઓ, ફાયનાન્સીયલ સંસ્થાઓ, હીરા પેઢીઓનું જાહેર અભિવાદન કરવામાં આવશે. આ સમારોહમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કુલ 34 જેટલી હસ્તીઓને સન્માનિત કરવામાં આવશે.

49th edition of India Gems and Jewellery Awards in Grand Hyatt on 23rd April from 4 pm onwards

The GJEPC established the India Gem & Jewellery Awards (IGJA) 49 years ago to honor leading exporters of gems and Jewellery. The selection criteria now include export performance, value addition, employment generation and investment in R&D among other parameters, during each financial year.

In recognition of the business excellence demonstrated by companies that are helping to strengthen ‘Brand India’, the GJEPC not only felicitates industry players for their exemplary performance, but also recognizes entities such as banks which play a key role in the growth of the sector.

Ernst & Young LLP, one of the world’s leading multinational professional services providers, is the Knowledge Partner for IGJA.

April 21, 2023
cia_sai3.jpg
1min65

શિરડી સાંઈબાબા મંદિરમાં મેનેજમેન્ટ કરી રહેલા લોકોને એક સમસ્યા એ સતાવી રહી છે કે સાઇબાબાના ભક્તજનો દ્વારા દાન સ્વરૂપે દાન પેટીમાં નાંખવામાં આવેલા લાખો રૂપિયા સિક્કાઓનો સંગ્રહ ક્યાં કરવો. હવે, શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ (SSST) હાલમાં આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, કારણ કે બેંકો પણ ટ્રસ્ટ દ્વારા જમા કરાયેલા આ સિક્કાઓ સ્વીકારવાની ના પાડી રહી છે.

શિરડી સ્થિત સાઇબાબા મંદિરમાં દર મહિને રૂ.28 લાખની રકમનું દાન સિક્કા સ્વરૂપે મળે છે. જે 50 પૈસાથી શરૂ કરીને રૂ.10 અને રૂ.20ના કોઇન સ્વરૂપમાં હોય છે.

Banks unable to make space for coins donated to Shirdi Saibaba temple |  Nashik News - Times of India

શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટના વિવિધ સરકારી બેંકોની જુદી જુદી 13 શાખાઓમાં બેંક એકાઉન્ટ કાર્યરત છે. તેમાંથી એક ડઝન ખાતા તો શિરડી નગરમાં જ છે અને એક નાસિકમાં છે. હાલમાં, આ તમામ બેંકોમાં બધુ મળીને સિક્કાના રૂપમાં આશરે રૂ. 11 કરોડનું ભંડોળ છે.
શિરડી સ્થિત શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટના સીઈઓ રાહુલ જાધવે જણાવ્યું હતું કે શિરડીમાં ચાર સરકારી બેંકોએ સિક્કા સંઘરવાની જગ્યાની તંગીને કારણે હવે શિરડી મંદિરમાંથી આવતા સિક્કા લેવાનું બંધ કરી દીધું છે. જાધવે જણાવ્યું હતું કે, “આ ચાર બેંકોના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની પાસે દરરોજ મળતા સિક્કા રાખવા માટે જગ્યા નથી. ટ્રસ્ટ માટે આ એક મોટી સમસ્યા છે,” જાધવે જણાવ્યું હતું.

શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટે હવે આરબીઆઈને સીધો પત્ર લખીને તેના હસ્તક્ષેપની માંગ કરવાનું નક્કી કર્યું છે. “તેની સાથે જ, અમે અહેમદનગર જિલ્લા તેમજ રાજ્યના અન્ય ભાગોમાં આવેલી બેંકોનો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે. અમે આવી બેંકોમાં ટ્રસ્ટના ખાતા ખોલીશું, જેથી ત્યાં સિક્કા જમા કરી શકાય,” જાધવે જણાવ્યું હતું. સિક્કાના રૂપમાં માસિક કલેક્શન – 50 પૈસાથી લઈને 10 રૂપિયા સુધી – 28 લાખ રૂપિયાની નજીક છે. દરેક બેંક, જ્યાં ટ્રસ્ટનું ખાતું છે, દર મહિને દાન અને થાપણો એકત્રિત કરવા માટે તેના કર્મચારીઓને પરિભ્રમણ દ્વારા મંદિરમાં મોકલે છે.

2019 માં, બેંકોએ SSST સાથે આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે તેમની શાખાઓમાં સિક્કાઓની થેલીઓ અવકાશમાં ખાઈ રહી છે. તે સમયે, ટ્રસ્ટે આ સિક્કા સંગ્રહવા માટે મંદિર પરિસરમાં બેંકના રૂમની ઓફર કરી હતી. જોકે, બેંકોએ આ ઓફરને નકારી કાઢી હતી કે નિયમો આવી વ્યવસ્થાને મંજૂરી આપતા નથી.

April 20, 2023
neet-UG.jpg
1min175

Jayesh Brahmbhatt 98253 44944

આ વર્ષે મેડીકલ, પેરામેડીકલમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG 2023) પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યાએ 20 લાખનો આંકડો પાર કર્યો છે. નીટ યુજી આપનારા વિદ્યાર્થીઓની આ વિક્રમી સંખ્યા છે. સમગ્ર ભારતમાં લગભગ MBBS/BDSની 1 લાખ 40 હજાર જેટલી બેઠકો માટે આ વર્ષે રેકોર્ડ 20 લાખ 87 હજારથી વધુ અરજીઓ મળી છે. મહત્વની વાત એ છે કે 11 લાખ 80 હજારથી વધુ મહિલા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે મહિલા ઉમેદવારોની સંખ્યા ગયા વર્ષ કરતા 2 લાખ વધુ છે અને આ વર્ષે પુરૂષ ઉમેદવારો કરતાં પણ 2.8 લાખ વધુ છે.

આ વર્ષે 2023માં NEET-UG પરીક્ષા તા. 7 મે એ લેવાનાર છે.

નીટ યુજી 2023ના રજીસ્ટ્રેશન ડેટા અનુસાર, મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ માટે 20,87,445 ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જે ગયા વર્ષે નોંધાયેલા ઉમેદવારોની સરખામણીમાં આ વર્ષે 2023માં 2.57 લાખ ઉમેદવારો વધુ નોંધાયા છે.

ભારતના રાજ્યોમાં સૌથી વધુ 2.77 લાખ ઉમેદવારો મહારાષ્ટ્રમાંથી પરીક્ષા આપશે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ 2.73 લાખ એ નીટ યુજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજસ્થાન, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ (ઉમેદવારોની સંખ્યાના ઉતરતા ક્રમમાં) – સાત રાજ્યો છે જેમાં પ્રત્યેક એક લાખથી વધુ નોંધણી છે.

2023ની પરીક્ષા માટે કુલ 11,84,502 મહિલા ઉમેદવારોએ નોંધણી સામે પુરુષ ઉમેદવારોની સંખ્યા 9,02,930 છે. કેટેગરી મુજબ ઓબીસીમાં 8.9 લાખ સાથે અનામત કેટેગરીમાં સૌથી વધુ ઉમેદવારો છે અને ત્યારબાદ 3 લાખથી વધુ ઉમેદવારો સાથે અનુ. EWS કેટેગરીના 1.5 લાખ અને ST કેટેગરીના 1.3 લાખ ઉમેદવારો છે. 6 લાખથી વધુ ઉમેદવારો જનરલ કેટેગરીમાં છે.

NEET-UG પરીક્ષાના સ્કોરથી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS), બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS), બેચલર ઓફ આયુર્વેદ, મેડિસિન અને સર્જરી (BAMS), બેચલર ઓફ સિદ્ધ મેડિસિન એન્ડ સર્જરી (BSMS), બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી (BUMS), અને બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી (BHMS) અને BSc (H) નર્સિંગ અભ્યાસક્રમો માં પ્રવેશ આપવામાં આવે છે.

April 14, 2023
env-1280x565.jpg
1min65

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સાથે મળીને શનિવાર, તા. ૧પ એપ્રિલ, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં‘એન્વાયરમેન્ટ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં રાસાયણિક, દવાઓના મહાકાય કારખાનાઓ કે ઉદ્યોગો સ્થપાયેલા છે ત્યારે પર્યાવરણની જાળવણીની સાથે સાથે ઉદ્યોગોના વિકાસ માટે કયા – કયા પગલાઓ લઇ શકાય તેની સવિસ્તર ચર્ચા આ કોન્કલેવમાં કરવામાં આવશે. સરકાર અને ઉદ્યોગો સાથે મળીને આ દિશામાં આગળ વધે અને તેના માટે બંને પક્ષે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તે અંગે પણ ઉદ્યોગકારોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકાર માત્ર વિકાસ જ નહીં પણ ટકાઉ–નિરંતર વિકાસની દિશામાં આગળ વધી રહી છે. વિકાસ અને વિકાસશિલ દેશની વૃદ્ધિને વધારવી, લોકોનું જીવનધોરણ ટકાઉ (કાયમી) બનાવવું, રાસાયણિક કચરાનું વ્યવસ્થાપન અને કુદરતી સંસાધનોના વ્યવસ્થિત ઉપયોગ માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે. ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણને લગતી સમસ્યાને દૂર કરીને વિકાસની પ્રક્રિયાને આગળ વધારવા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને પ્રયાસો કરી રહયાં છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, આ કોન્કલેવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહેશે. જ્યારે ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર (આઇ.એ.એસ.), સુરતના કલેકટર આયુષ ઓક (આઇ.એ.એસ.), આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના એકઝીકયુટીવ ડિરેકટર સંતોષ મુંધડા આ કોન્કલેવમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે અને ઉદ્યોગોને માર્ગદર્શન આપશે.

ચેમ્બરની એન્વાયરમેન્ટ/પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ટ્રિટમેન્ટ કમિટીના ચેરમેન કુન્હાલ શાહે જણાવ્યું હતું કે, કોન્કલેવમાં નિષ્ણાંતો તરીકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી ડી.એમ. ઠાકર, કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિજીયોનલ ડિરેકટર પ્રસૂન ગાર્ગવા, આઇઆઇટી નવી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે, એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટરના ફાઉન્ડર અને ડિરેકટર કાર્તિકેય સારાભાઇ અને નવી દિલ્હી સ્થિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ભૂતપૂર્વ ટેકનિકલ એક્ષ્પર્ટ અજય દેશપાંડે ઉપસ્થિત રહેશે.

વિવિધ ટેકનિકલ નિષ્ણાતો અને સરકારના ઉચ્ચતમ અધિકારીઓની ઉપસ્થિતી હોવાને કારણે આવનારા સમયમાં ઉદ્યોગોનો પર્યાવરણ અંગેનો એકશન પ્લાન માટેની એક રૂપરેખા તૈયાર થશે. પર્યાવરણની જાળવણી હેતુ જ્યારે નિર્ણયો લેવાશે ત્યારે ઉદ્યોગો માટે કયા પ્રકારના પ્રશ્નો ઉદ્‌ભવી શકે તેના આગોતરા આયોજનની તૈયારીના ભાગ રૂપે આ કોન્કલેવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરની એન્વાયરમેન્ટ/પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ટ્રિટમેન્ટ કમિટીએ એન્વાયરમેન્ટ કોન્કલેવના આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી છે. આ કોન્કલેવના આયોજન માટે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

March 25, 2023
private-university.jpg
1min169

Jayesh Brahmbhatt 98253 44944

રાજ્ય સરકારે ગુજરાતમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપી છે અને ગુજરાત યુનિવર્સિટી (સુધારા) બિલ, 2023 આગામી થોડા દિવસોમાં રાજ્ય વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ યુનિવર્સિટીઓ સાથે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની કુલ સંખ્યા 108 થશે. હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સંખ્યા 108 થઇ કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એવી છે કે જ્યાં કોલેજો કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

  • 1. અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી
  • 2. અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટી
  • 3. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટી
  • 4. વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી
  • 5. દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી

રાજ્ય સરકારની મંજૂરી પામનારી નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં બે યુનિવર્સિટી અમદાવાદમાં છે. જેમાં એક અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી અને બીજી અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

નવી યુનિવર્સિટીઓનું ઇન્સ્પેકશન, વેરિફિકેશન સહિતની પ્રક્રિયાઓ દરમિયાન સરકારી કમિટીએ એવું નોંધ્યું કે પાંચેય સ્થળો પર તમામ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે આથી તેમને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ સંસ્થાઓ અને કોલેજોમાંથી 11 વધુ અરજીઓ છે જે યુનિવર્સિટીનો દરજ્જો ઇચ્છે છે. સૂત્રોએ જણાવ્યું કે સરકાર આવતા વર્ષે પણ આ અરજીઓને મંજૂરી આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી જેવી મોટી યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્રાન્ટ-ઇન-એઇડ અને ખાનગી કોલેજો આ નવી યુનિવર્સિટીઓ સાથે જોડાણ લે તેવી શક્યતા છે.

March 24, 2023
tb5.jpg
1min79

ટીબી દીવસ નિમિતે કિરણ હોસ્પિટલ – સુરત દ્વારા ટીબી(TB) મુક્ત ભારત અભિયાન અંતર્ગત, લોકોમાં ટીબી ની વિશેષ જાગૃતિ લાવવા માટેનો અનોખો પ્રયાસ.

ટીબીનું સમયસરનું નિદાન મટાડી શકે, વિલંબ મૃત્યુ નિપજાવી શકે લોકોને આ વાત સમજાવવા કિરણ હોસ્પિટલના સ્ટાફનું રોડ સાઇડ ટીબી કેમ્પેન અનેક લોકો ટીબીનું ચેકઅપ કરાવવા તૈયાર થયા,

આપણે સૌ જાણીએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્રારા ભારતને ટીબી મુક્ત કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યુ છે, જેમનુ લક્ષ્ય 2025 સુધી માં ભારતને સંપૂર્ણ પણે ટીબી મુક્ત કરવાનું છે. જેમાં કિરણ હોસ્પિટલ દ્રારા The Union સંસ્થા સાથે મળીને પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે 10,000 ટીબી દર્દી નું તપાસ કિરણ હોસ્પિટલના મેડિકલ ચેકપ કેમ્પ દ્વારા કરવામાં આવશે .

24 માર્ચ વિશ્વભરમાં ટીબી દિવસ તારીખે ઉજવવામાં આવે છે. સુરતના કતારગામ સ્થિત મેગા હોસ્પિટલ, કિરણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુરતના લોકોને જાગૃત કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. 24 માર્ચ, શુક્રવારના દિવસે કિરણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુરતના અણુવ્રત દ્વાર સર્કલ, SVNIT સર્કલ અને અડાજણ સર્કલ પર ટીબી રોગની લોકોમાં વિશેષ જાગૃતિ આવે એવા પોસ્ટર લઈને આખો દિવસ ઉભા રહીને ટીબી નિદાન, તપાસ માટે લોકો જાગૃત થાય તે માટે પુરુષાર્થ કર્યો, કિરણ હોસ્પિટલના સ્ટાફનું આ અભિયાન રંગ લાવ્યું અને હજારો વાહનચાલકો, રાહદારીઓનેને ટીબી વિષે માહિતી મળી અને લોકોએ ટીબી વિષે જાણકારી મેળવી અને અનેક લોકો તપાસણી માટે પણ તૈયાર થયા.

કિરણ હોસ્પિટલ દ્રારા કરવામાં આવતા બધાજ મેડિકલ ચેકપ કેમ્પ માં ટીબીની તપાસ ઉપર ભાર આપવમાં આવશે, જેથી કોઈ સામાન્ય માણસ ને ટીબી છે તો તેનું નિદાન તે કરાવી શકે. કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુર ભાઈ સવાણીએ આવતા વર્ષમાં 10,000થી વધુ સામાન્ય લોકોની મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા ટીબીની તપાસ કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવે છે કે આ ભયંકર બીમારી ટીબી, જેનું સમય પર તપાસ અને નિદાન ના મળે તો માણસ નું મુત્યુ પણ થઇ શકે છે, અગર એ રોગ માંથી મુક્તિ જોતી હોય તો તેનો એક જ ઈલાજ છે જાગૃતતા, જેટલી માણસમાં જલ્દી જાગૃતતા આવશે એટલી જ સ્પીડે આપણે આપણા દેશને ટીબી મુક્ત કરી શકીશું. કિરણ હોસ્પિટલે ટીબીની જાગૃતતા લાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે.