પૂર્વોત્તરના બે રાજ્યો મેઘાલય અને નાગાાલેન્ડમાં આજે 27/2/2023 વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આશરે મહિનાભરથી વધુ સમયથી ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો શનિવારે જ અંત આવ્યો હતો. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે પણ આ વખતે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. બંને રાજ્યોમાં 40 મહિલા ઉમેદવારો સહિત કુલ 559 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
બંને રાજ્યોમાં ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષના માટે કેન્દ્રીય સુરક્ષા દળ, નાગાલેન્ડ પોલીસ સહિત જુદા જુદા દળોને તહેનાત કરાયા છે. મેઘાલયમાં ભાજપ એનપીપી સાથે ગઠબંધનમાં હતો. જોકે નાગાલેન્ડમાં એનડીપી સાથે ગઠબંધનમાં સત્તામાં હતો. આ વખતે મેઘાલયમાં કુલ 375 ઉમેદવાર ચૂંટણી મેદાન છે પણ તેમાં 36 મહિલાઓ છે. અહીં વિધાનસભાની કુલ 60 બેઠકો છે પણ એક ઉમેદવારના નિધનને કારણે 59 સીટો પર મતદાન થશે. રાજ્યમાં કુલ 21,61,729 મતદાર છે.
હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી જૂથ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું.. અને કંપની પર લગાવાયેલા એક એક આરોપનો છણાવટ સાથે જવાબ આપ્યો. અદાણી જૂથે કહ્યું કે હિંડનબર્ગ દ્વારા ઉઠાવાયેલા 88 પ્રશ્નોમાંથી 68 પ્રશ્નોના જવાબ તો અદાણી જૂથની કંપનીઓ દ્વારા અગાઉ વખતોવકત અપાઈ ચૂક્યા છે.
હિંડનબર્ગના 413 પાનાંના રિસર્ચ રિપોર્ટના જવાબમાં અદાણીએ હિંડનબર્ગને શોર્ટ સેલર ગણાવી. અદાણીના નિવેદન મુજબ અદાણી પોર્ટફોલિયો અને અદાણી ગ્રુપ વૈશ્વિક અર્થતંત્રને અનુરૂપ અને રાષ્ટ્રના નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અદાણીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી શેરોમાં શોર્ટ પોઝિશન રાખવાથી શેરોમાં મંદીની આશંકા છે. 24 જાન્યુઆરીનો રિપોર્ટ પ્રકાશિત થયા પછી અદામી શેરો ઘટાડાતરફી છે, જેથી હિંડનબર્ગે મોટા પાયે નાણાંથી અદાણીના શેરોમાં વેચવાલી કરી છે. અદાણી ગ્રુપે ખૂબ જવાબદારીપૂર્વક આપેલા જવાબમાં કહ્યું છે કે અદાણી ગ્રૂપનો પ્રતિભાવ હિંડનબર્ગના ખોટા હેતુઓ અને મોડસ ઓપરેન્ડી સામે પણ પ્રશ્નો ઉભા કરે છે, જેણે ભારતીય ન્યાયતંત્ર અને નિયમનકારી માળખાને સહેલાઈથી બાયપાસ કર્યું છે. અદાણી ગ્રુપના વિગતવાર પ્રતિસાદમાં તેના ગવર્નન્સ ધોરણો, પ્રતિષ્ઠા, શ્રેષ્ઠ પ્રથાઓ, પારદર્શક આચરણ, નાણાકીય અને ઓપરેશનલ કામગીરી અને શ્રેષ્ઠતા આવરી લેવામાં આવી હતી.
અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ અમારા શેરધારકો અને જાહેર રોકાણકારોની કિંમત પર નફો કરવાના સ્પષ્ટ હેતુ સાથે બનાવવામાં આવ્યો છે. તે હિતોના સંઘર્ષથી ભરપૂર હેરાફેરી દસ્તાવેજ છે અને તેનો હેતુ ખોટો નફો બુક કરવા માટે સિક્યોરિટીઝમાં ખોટા બજાર બનાવવાનો છે, જે સ્પષ્ટપણે ભારતીય કાયદા હેઠળ સિક્યોરિટીઝ છેતરપિંડી બનાવે છે.
હિંડેનબર્ગ દ્વારા પૂછવામાં આવેલા 88 પ્રશ્નોમાંથી, 68 અદાણી જૂથની કંપનીઓ દ્વારા તેમના સંબંધિત વાર્ષિક અહેવાલોમાં સમયાંતરે મેમોરેન્ડમ, નાણાકીય નિવેદનો અને સ્ટોક એક્સ્ચેન્જ ડિસ્ક્લોઝર ઓફર કરતી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 પ્રશ્નોમાંથી, 16 જાહેર શેરધારકો અને તેમની સંપત્તિના સ્ત્રોતો સાથે સંબંધિત છે, જ્યારે બાકીના ચાર માત્ર પાયાવિહોણા આક્ષેપો છે. અદાણીના FPOમાં વિદેશી કંપનીએ અધધધ રોકાણ, કહ્યું; અદાણી પર મજબૂત વિકાસની અપાર સંભાવના
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટા કડાકા વચ્ચે અદાણી એન્ટરપ્રાઈઝનો ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે FPO ધૂમ મચાવી રહ્યો છે. અદાણીની કંપનીના FPOમાં UAEની મોટી લિસ્ટેડ કંપની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ 3261.29 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી.. IHCએ સબસિડી ગ્રીન ટ્રાન્સમિશન ઈન્વેસ્ટમેન્ટ હોલન્ડિંગ આરએચસી લિમિટેડ દ્વારા રોકાણ કર્યા છે. IHC અબુધાબીમાં આવેલી ખૂબ જાણીતી કંપની છે. સ્થાનિક સ્તરે તે સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં સામેલ છે. આ કંપનીએ એન્કર બૂકમાં પણ રૂપિયા લગાવ્યા છે.
IHCના CEO સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝના ફંડામેન્ટલ્સ પર અમને વિશ્વાસ છે. અદાણી એન્ટરપ્રાઝમાં લોંગ ટર્મમાં ગ્રોથની મજબૂત સંભાવના દેખાઈ રહી છે. જેના કારણે અમે તેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શેરહોલ્ડર્સની વેલ્યુ વધારવામાં આવી શકે. શુએબે જણાવ્યું હતું કે એફપીઓમાં રોકાણનો ફાયદો એ છે કે કંપનીનો અર્નિંગ રિપોર્ટ, કંપનીના મેનેજમેન્ટ, બિઝનેસ પ્રેક્ટિસિસની જાણકારીની સાથે સાથે રોકાણ માટે નિર્ણય લેવા માટે ઘણો બધો ડેટા ઉપલબ્ધ રહે છે.
અદાણી એન્ટરપ્રાઈઝના 20 હજાર કરોડ રૂપિયાનો FPO 31 જાન્યુઆરી સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. આ FPO માટે 3112-3276 રૂપિયાની પ્રાઈસ બેન્ડ છે. જેમાં રિટેલ ઈન્વેસ્ટર્સને 64 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
અદાણી એન્ટરપ્રાઈઝ FPOમાં UAEની લિસ્ટેડ કંપની IHCની મોટી બોલી, એન્કર બુક બાદ હવે લગાવ્યા 3261 કરોડ
અદાણી એન્ટરપ્રાઈઝિસનીના એફપીઓમાં આઈએચસી એ જે રૂપિયા લગાવ્યા છે તે અદાણી ગ્રુપની કંપનીઓમાં પ્રથમ રોકાણ નથી. ગત વર્ષે આઈએચસી એ અદાણી ગ્રીનની ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 200 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. આ ત્રણેય કંપનીઓ ડોમેસ્ટિક માર્કેટમાં લિસ્ટેડ છે.
અદાણી એન્ટરપ્રાઈઝિસનો ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) શુક્રવારે 27 જાન્યુઆરીએ ઓપન થયો છે. આ એફપીઓમાં યુએઈની મોટી લિસ્ટેડ કંપની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ પણ રૂપિયા લગાવ્યા છે. ICHએ જાહેરાત કરી છે કે તેણે અદાણી એન્ટરપ્રાઈઝિશના એફપીઓમાં પોતાની સબસિડી ગ્રીન ટ્રાન્સમિશન ઈન્વેસ્ટમેન્ટ હોલન્ડિંગ આરએચસી લિમિટેડ દ્વારા રોકાણ કર્યા છે. આઈએચસી એ આ ઈશ્યુમાં 40 કરોડ ડોલર (3261.29 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. આઈએચસી યુએઈની રાજધાની અબુધાબીમાં સ્થિત છે અને તે ત્યાંની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં સામેલ છે. આ કંપનીએ એન્કર બૂકમાં પણ રૂપિયા લગાવ્યા છે.
આઈએચસીના સીઈઓ સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝિસના ફંડામેન્ટલ્સ પર અમને વિશ્વાસ છે. અદાણી એન્ટરપ્રાઝિસમાં લોંગ ટર્મમાં ગ્રોથની મજબૂત સંભાવના દેખાઈ રહી છે. જેના કારણે અમે તેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને શેરહોલ્ડર્સની વેલ્યુ વધારવામાં આવી શકે. શુએબે જણાવ્યું હતું કે એફપીઓમાં રોકાણનો ફાયદો એ છે કે કંપનીનો અર્નિંગ રિપોર્ટ, કંપનીના મેનેજમેન્ટ, બિઝનેસ પ્રેક્ટિસિસની જાણકારીની સાથે સાથે રોકાણ માટે નિર્ણય લેવા માટે ઘણો બધો ડેટા ઉપલબ્ધ રહે છે.
અદાણી જૂથનું કહેવું છે કે દેવાનો માત્ર 40 % સુધી ભારતીય બેંક પાસેથી લીધા છે. બાકીની લોન વિદેશમાંથી લીધી છે. ખુદ અદાણી કહી ચૂક્યા છે કે વિદેશી બરાબર કસીને લોન આપે છે. જો ચૂકવવાની ક્ષમતા ન હોત તો લોન ન મળી હોત
SBIએ કહ્યું કે અદાણી જૂથને લોન નિયમ કાયદા અનુસાર જ મળી છે. તેમની પાસે લોનના બદલામાં પર્યાપ્ત સંપત્તિ ગિરવે મૂકેલી છે.
અદાણી ગ્રુપ કોઈ હવામાં ધંધો નથી કરી રહ્યું. તેની પાસે પોર્ટ, એરપોર્ટ, પાવર કંપની, કોલસાની ખાણ, રસ્તા, સિમેન્ટ ફેક્ટરીઓ છે. ફોર્ચ્યુન એવી બ્રાન્ડ છે જે ખાદ્યતેલથી લઈને લોટ અને કઠોળ સુધીની દરેક વસ્તુનું વેચાણ કરે છે. તેમનું વાર્ષિક વેચાણ બે લાખ કરોડ રૂપિયાથી વધુ છે. લગભગ 13 હજાર કરોડ રૂપિયાનો નફો. આ આંકડો માર્ચ 2022 સુધીનો છે, તેમાં સિમેન્ટ કંપનીઓ સામેલ નથી.
અદાણી જૂથે 413 પાનાનો જવાબ જાહેર કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ઠેરવાયા છે.અદાણી જૂથે એમ પણ કહ્યું કે આ રિપોર્ટનો વાસ્તવિક હેતુ અમેરિકન કંપનીઓના આર્થિક લાભ માટે નવું બજાર ઊભું કરવાનો છે.
હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવા મોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ જાહેર થયા બાદ ગૌતમ અદાણીની નેટવર્થમાં 10%નો ઘટાડો થયો છે. ફોર્બ્સ અનુસાર, અદાણીને નેટવર્થમાં 1.32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અમીરોની યાદીમાં અદાણી ચોથા નંબરથી સરકીને સાતમા ક્રમે આવી ગયા છે. 25 જાન્યુઆરીએ તેમની કુલ સંપત્તિ 9.20 લાખ કરોડ રૂપિયા હતી, જે 27 જાન્યુઆરીએ ઘટીને 7.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ.
હિંડનબર્ગ રિપોર્ટ પર અદાણી ગ્રુપનો જવાબ
રિપોર્ટ ભારતના વિકાસ અને અપેક્ષાઓ પર હુમલો કરે છે. અદાણી ગ્રૂપે જવાબમાં લખ્યું છે કે આ રિપોર્ટ કોઈ ચોક્કસ કંપની પર પાયાવિહોણો હુમલો નથી, પરંતુ ભારત પર આયોજિત હુમલો છે. આ ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા પર હુમલો છે. આ ભારતના વિકાસની કહાની અને અપેક્ષાઓ પર હુમલો છે.
અધકચરી હકીકતો પર આધારિત રિપોર્ટ અદાણી જૂથે કહ્યું કે આ રિપોર્ટ ખોટી માહિતી અને અધકચરા તથ્યોને મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને બદનામ કરવાના ઈરાદાથી કરવામાં આવ્યા છે. આ રિપોર્ટનો એક જ હેતુ છે – ખોટા આક્ષેપો કરીને સિક્યોરિટીઝ માર્કેટમાં સ્થાન ઉભું કરવું.જેથી અસંખ્ય રોકાણકારોને નુકસાન પહોંચે અને શોર્ટ સેલર હિંડનબર્ગને મોટા નાણાકીય લાભો ઉઠાવી શકે.
હિંડનબર્ગે બરઈરાદાનો પુરાવો આપ્યો અદાણી જૂથે તેના જવાબમાં હિંડનબર્ગની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ગ્રુપે કહ્યું કે જ્યારે અદાણી ગ્રુપનો આઈપીઓ લોન્ચ થવાનો છે.હિંડનબર્ગે દેશના સૌથી મોટા IPO પહેલા આવો અહેવાલ જારી કરીને પોતાના ખરાબ ઈરાદાનો પુરાવો આપ્યો છે.
અહેવાલ સ્વતંત્ર કે ન્યાયી નથી અદાણી ગ્રુપે કહ્યું કે હિંડનબર્ગે આ રિપોર્ટ લોકોના કલ્યાણ માટે નહીં પરંતુ પોતાના સ્વાર્થ માટે જાહેર કર્યો છે. તેને જારી કરવામાં હિંડનબર્ગે સિક્યોરિટીઝ અને ફોરેન એક્સચેન્જ કાયદાનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આ રિપોર્ટ ન તો સ્વતંત્ર છે, ન તો નિષ્પક્ષ છે, ન તો તેનું યોગ્ય રીતે રિસર્ચ કરવામાં આવ્યું છે.
આજે તા.29મી ડિસેમ્બર 2022ની વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મોદીનું 100 વર્ષની વયે અવસાન અમદાવાદની હોસ્પિટલમાં થયું છે. અગાઉ ચાલુ સપ્તાહે તેમની તબિયત લથડતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે,
શાનદાર સદીનું ઈશ્વરના ચરણોમાં વિરામ… માતામાં હંમેશામાં ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે.
માતાના નિધનના ખબર મળતા જ પીએમ મોદી પણ તરત દિલ્હીથી ગાંધીનગરના રાયસણ પહોંચ્યા હતા. તેમણે અંતિમ યાત્રા કરી રહેલા માતા હીરાબાની અર્થીને કાંધ આપી હતી.
ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા સ્મશાનગૃહમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, “શ્રીમતી હીરાબા મોદીનું 30/12/2022ના રોજ સવારે 3.30 વાગ્યે (વહેલી સવારે) યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.’ બીજી તરફ, હીરાબાના નિધન બાદ મોદી પરિવારમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.
ફેક રિવ્યુથી ગ્રાહકો છેતરાય નહીં તે માટેના કાયદા આજથી અમલમાં આવી રહ્યા છે. ફેક રિવ્યુ માત્ર ઇ-કોમર્સની સાઇટો માટે હોય છે એવું નથી હોતું. ફિલ્મોના રિવ્યુ આપનારા પણ ખોટા રિવ્ય ુઆપતા હોય છે.
ગ્રાહકો રિવ્યુના કારણે છેતરાય નહીં તે માટે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર્સ સાથે અન્ય ખાતાઓએ મળીને ઓનલાઇન કન્ઝ્યુમર રિવ્યુ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. આ ધારાધોરણોને દરેક ઇ-કોમર્સ સાઇટે ફરજિયાતપણે અપનાવવા પડશે. નહીં અપનાવનારાઓ સામે દંડની જોગવાઇ છે. ખોટા રિવ્યુની સામે ગ્રાહક ફરિયાદ કરી શકશે. રિવ્યુ લખનારે પોતાનો ફોન નંબર સહિતની માહિતી તેમજ સરનામું આપવું પડશે. ખોટા રિવ્યુ લખનાર કોઇ પોતાનો ફોન કે સરનામું આપવા તૈયાર નહીં થાય.
સરકારે ખોટા રિવ્યુની સિસ્ટમને ડામવા નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ઇ-કોમર્સની સાઇટ પર કામ કરનાર કોઇ વ્યક્તિ રિવ્યુ ના લખી શકે. જેણે પ્રોડક્ટ ખરીદી હોય તે જ રિવ્યુ લખી શકે. રિવ્યુ લખવા માટે ઇ-કોમર્સની સાઇટો કોઇ થર્ડ પાર્ટીનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે તેમના વતી બીજું કોઈ રિવ્યુ લખી નહીં શકે. હાલ ફેક રિવ્યુ્ બંધ કરવાનું સ્વૈચ્છિક છે, પરંતુ સરકાર તેને ફરજીયાત બનાવવાનું વિચારી રહી છે. આટલું વાંચ્યા પછી ગ્રાહકો સમજી ગયા છે કે મોટા ભાગના રિવ્યુ તેમને ફસાવવા માટે ઊભા કરાતા હતા.
મુંબઈ શેરબજાર ખાતે આજે Dated 25/11/22 નવો ઇતિહાસ રચાયો હતો. નવી લેવાલી પાછળ આઝે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે વધીને ૬૨૪૧૨ની નવી વિક્રમી એવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો હતો. બીજી તરફ એનએસઇનો નિફ્ટી ઇન્ટ્રા ડે વધીને ૧૮૫૨૯ પહોંચ્યો હતો. જે તેની બાવન સપ્તાહની ઉંચી સપાટી છે. જો કે, તે તેની સર્વાધિક ૧૮૬૦૫ની સપાટી કુદાવવાથી વેંત જ છેટો રહ્યો હતો.
આજે વિદેશી રોકાણકારોની રાહબરી હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ બીએસઇ સેન્સેક્સ ઝડપથી વધી અગાઉ ઓક્ટોબર ૨૦૨૧નો તેનો ૬૨૨૪૫નો વિક્રમ તોડીને ઇન્ટ્રાડે વધીને ૬૨૪૧૨.૩૩ની નવી વિક્રમી ટોચની સપાટીએ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૭૬૨.૧૦ પોઇન્ટ ઉછળી ૬૨૨૭૨.૬૮ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
બીજી તરફ એનએસઇ ખાતે નિફ્ટી પણ ઝડપથી વધી ઇન્ટ્રાડે ૧૮૫૨૯ની બાવન સપ્તાહની ટોચે પહોંચી કામકાજના અંતે ૨૧૬.૮૫ પોઇન્ટ વધીને ૧૮૪૮૪.૧૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો. નિફ્ટીમાં ૧૮૬૦૫ ઓલટાઇમ હાઇ સપાટી છે. આમ, તે આ ઉંચી સપાટી (બીએસઇ માર્કેટ કેપ) રૂા. ૨.૨૬ લાખ કરોડનો વધારો થતાં અંતે તે રૂા. ૨૮૩.૭૦ લાખ કરોડ પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂા. ૧૨૩૨ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.
ભારત, ચીન અને નેપાળમાં Dt.8/11/22, મંગળવારે મોડી રાતે 1.57 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા.
ભૂકંપનુ કેન્દ્ર નેપાળ હતુ. સૌથી વધારે તબાહી નેપાળમાં મચી છે. ત્યાં ડોટીમાં એક ઘર ધરાશાયી થતા 6 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં બુધવારે સવારે 6.27 વાગે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા. જેની તીવ્રતા 4.3 હતી.
Dt.8/11/22 મંગળવારે મોડી રાત્રે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લગભગ ભૂકંપના આંચકા આવ્યા, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. મધ્યરાત્રિએ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાની તરફેણ કરી છે. આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરીએ EWSને યોગ્ય ગણાવ્યુ છે. આ બંનેએ 2019ના સુધારાની તરફેણ કરી છે. જસ્ટિસ પારડીવાલાએ પણ તેની તરફેણ કરી છે.
EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં 3 જજે આ અનામતની તરફેણ કરી છે જ્યારે બે જસ્ટિસ રવીન્દ્ર ભટ અને ચીફ જસ્ટિસ લલિત અનામતના વિરોધમાં ગયા છે.
જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ કહ્યું હતું કે, મારો નિર્ણય જસ્ટિસ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છે. તેમણે કહ્યું કે EWS ક્વોટા માન્ય અને બંધારણીય છે. 5 જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને જસ્ટિસ યુયુ લલિત આ અનામતની વિરોધમાં ગયા હતા. ચીફ જસ્ટિસ લલીતે આ બાબતને ગેરબંધારણીય ઠેરવી છે. ભટે કહ્યું કે, આ કાયદો ભેદભાવથી ભરેલો છે અને બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે, બંધારણના 103મા સુધારા દ્વારા, EWS અનામત અંગેનો કાયદો 2019માં સંસદમાંથી પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને અનેક અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેના પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે તત્કાલિન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા બાદ 27 સપ્ટેમ્બરે કાયદાકીય પ્રશ્ન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે, શું EWS અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. શિક્ષણવિદ મોહન ગોપાલે 13 સપ્ટેમ્બરના રોજ બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી અને EWS ક્વોટા સુધારાનો વિરોધ કર્યો હતો.
બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ EWS ક્વોટાનો વિરોધ કરતા કહ્યું હતું કે, આર્થિક માપદંડ વર્ગીકરણ માટેનો આધાર ન હોઈ શકે અને સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહનીના ચુકાદા પર પુનર્વિચાર કરવો પડશે જો તે આ અનામત જાળવી રાખવાનો નિર્ણય કરશે.
એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ભારતમાં એલોન મસ્કે કંપનીના સમગ્ર સ્ટાફને હટાવી દીધો છે. લગભગ 250 લોકોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં હવે એલોન મસ્કે આખી કંપનીના 50% લોકોને કાઢી નાખ્યા છે. જેના કારણે 7,500 લોકોએ નોકરી ગુમાવી છે. એલોન મસ્કે ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયાની અંદર ઘણી મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 50% કર્મચારીઓની તાત્કાલિક અસરથી છટણી કરવામાં આવી છે. તેઓનો ઈમેલ અને કંપનીના કોમ્પ્યુટરનો એક્સેસ છીનવી લેવામાં આવ્યો છે.
વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વિટર તરફથી આવી તાબડતોડ છટણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પણ છટણીની પુષ્ટિ કરવામાં આવી છે. યુ.એસ. અને કેનેડામાં ટ્વિટરના પબ્લિક પોલિસી ડાયરેક્ટર મિશેલ ઓસ્ટિનએ ટ્વિટ કર્યું કે, આજનો દિવસ એ સમાચાર સાથે શરૂ થાય છે કે ટ્વિટરમાં મારી સફર પૂરી થઈ ગઈ છે. મારૂ દિલ તુટી ગયું. હું તેને સ્વીકાર નથી કરી શકતો. એલોન મસ્કે છટણી અંગે ટ્વીટ કર્યું કે, ટ્વિટરમાં છટણી વિશે ઘણી વાતો થઈ રહી છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે કંપનીને દરરોજ 4 મિલિયન ડોલરનું નુકશાન થઈ રહ્યું છે તેથી બીજો કોઈ વિકલ્પ નહોતો.
આ મોટી છટણી પહેલા ટ્વીટરે કર્મચારીઓને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેઓને તેમના ભવિષ્યની રાહ જોવા અને જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હતું. સોમવાર સુધી કર્મચારીઓને ઓફિસ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, સોમવાર પહેલા જ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરતરફ કરાયેલા ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું કે, ‘લોકોની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અત્યંત અમાનવીય છે.’ તે કોઈ પણ કિંમતે પૈસા બચાવવા માંગે છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે અને એવું માનવામાં આવે છે કે, તે બચતના માર્ગ પર છે અને નાણાંની ચૂકવણી કરવા માટે મોટા પાયે છટણી કરી રહ્યા છે.
ટીમ ઇન્ડિયા Dt.2/11/22 બુધવારે અહીં રમાનાર ગ્રુપ-બેના તેના લીગ મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ વિજય મેળવીને સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમના હાલ 3 મેચમાં 2 જીત અને 1 હારથી કુલ 4 પોઇન્ટ છે અને દ. આફ્રિકા પછી પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. બાંગલાદેશની ટીમની પણ ભારત સમાન જ સ્થિતિ છે, પણ તે નેટ રન રેટમાં પાછળ છે. આથી તે ત્રીજા સ્થાને છે. ભારતનો રન રેટ 0.844 અને શ્રીલંકાનો માઇનસ 1.પ33 છે. બાંગલાદેશની ટીમ ઉલટફેર કરવામાં માહિર છે, પણ આ મેચમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર છે.
બંગલાદેશ સામેના મેચમાં ભારતીય ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેએલ રાહુલને ફરી ઓપનિંગમાં ઉતરાવનું પસંદ કરશે. જ્યારે અનફિટ દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને તક મળી શકે છે અને તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તેવું માનવામાં આવે છે. કેએલ રાહુલ ટી-20 વિશ્વ કપમાં હજુ સુધી 3 મેચમાં 22 રન જ કરી શકયો છે. જો કે કોચ દ્રવિડ અને કપ્તાન શર્મા તેના પર પૂરો ભરોસો રાખે છે. બાંગલાદેશનું બોલિંગ આક્રમણ પ્રમાણમાં નબળુ છે આથી રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો મોકો બની રહેશે.
બંગાલદેશના બોલિંગ આક્રમણમાં મુસ્તાફિઝૂર, તસકીન, મહેંદી હસન, હસન મહમૂદ અને કપ્તાન શકિબ છે, પણ નિશ્ચિત રીતે આ આક્રમણ વિશ્વસ્તરીય નથી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વિશ્વ કપમાં શાનદાર ઇનિંગો રમી ચૂકયા છે. આથી તેની સામે બાંગલાદેશની બોલિંગની કસોટી થશે. ભારતીય ટીમને કપ્તાન રોહિત શર્મા પાસેથી મોટી અને વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. પાછલા મેચમાં વિકેટકીપર કાર્તિક ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના સ્થાને પંતને મોકો મળી શકે છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડાના સ્થાને અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. કારણ કે બાંગલાદેશની ટીમમાં 4 ડાબોડી બેટધર છે. આ મેચમાં પણ ભારત ઝડપી બોલર ત્રિપુટી ભુવનેશ્વર, અર્શદિપ અને શમી સાથે ઉતરવાનું પસંદ કરશે. ટોસ જીતનાર ટીમ એડિલેડમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. કારણ કે એડિલેડમાં સંધ્યા ટાણે બોલ વધુ સ્વિંગ થાય છે. જેનો ફાયદો મળી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ‘આરંભ 2022’માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા.
આ ‘આરંભ’ કાર્યક્રમની ચોથું સંસ્કરણ હતું અને આ વર્ષની થીમ હતી- ‘અમૃત કાલમાં સુશાસનઃ ડિજિટલ ટેક્નોલોજી, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 5 રાજ્યોના BSF અને પોલીસ દળોએ પરેડમાં ભાગ લીધો હતો. અંબાજીનું આદિવાસી બાળકોનું સંગીત બેન્ડ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ હતું. એક સમયે આ બેન્ડના સભ્યો અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા. આ સિવાય પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 પ્રવાસન સ્થળો- મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.
2018માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું ત્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા કાર્યક્રમોની બરાબરી પર લાવ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.