CIA ALERT

Alert Archives - Page 309 of 521 - CIA Live

November 22, 2019
cotton.jpg
1min5800

ભારતીય કપાસ નિગમ દ્વારા સૌરાષ્ટ્રના કુલ ૪૧ કેન્દ્રોમાંથી હાલ ૧૧ કેન્દ્રો પર ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ ૧૦ કેન્દ્રોમાંથી હાલ બે કેન્દ્રો પર કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. આઠ ટકા ભેજનું પ્રમાણ હોય તેવા કપાસની મણે ૧૧૦૦ રૂપિયામાં ખરીદી કરવામાં આવી રહી હતી.

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. તેમ જ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પાક ઉતારા સમયે થયેલા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અમુક જિલ્લામાં ખેડૂતોએ પોતાનો પાક વરસાદથી ખરાબ ન થાય તે માટે જિલ્લાના માર્કેટ યાર્ડોમાં મૂકી દીધો હતો.

માવઠાનું ગ્રહણ દૂર થતાં જ કપાસની ભરપૂર આવકની અસર માર્કેટમાં જોવા મળી રહી છે. સતત બીજા દિવસે કપાસિયા તેલમાં ડબાએ ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. એક તરફ માર્કેટ યાર્ડમાં ભરપૂર આવક છે અને બીજી તરફ હજુ આવક થવાની સંભાવના છે ત્યારે ભાવમાં ઘટાડો થયો છે. હાલ કપાસિયા તેલનો ડબાનો ભાવ ૧૨૯૦થી ૧૩૨૦ પર પહોંચ્યો હતો.

November 22, 2019
CBI.png
1min4950

સીબીઆઇએ પાછલાં ત્રણ વર્ષમાં જોઇન્ટ સેક્રેટરીથી ઉપરના અધિકારીઓ, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ૧૬૦ કેસ દાખલ કર્યા હોવાની વાત રાજ્યસભાને જણાવાઇ હતી.

રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહે એક સવાલના લેખિત જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ (૩૧ ઑક્ટોબર સુધી) નોંધવામાં આવેલા ૧૬૦ કેસમાંથી ૫૪ કેસ જોઇન્ટ સેક્રેટરી કે એથી ઉપર પદના અધિકારીઓ સામે, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ સામે ૫૦ કેસ અને રાજકીય નેતાઓ સામે ૫૬ કેસ દાખલ કર્યા હતા. (પીટીઆઇ)

ગોટાળા પકડવા નવતર ઉપાય શોધો

કેગના ઑડિટરોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખાતામાં થતાં ગોટાળા પકડવા નવતર ઉપાય શોધવાની અને એ રીતે ભારતને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં મદદ કરવાની સલાહ આપી હતી.

એમણે એક સમારંભને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે સરકાર ૨૦૨૨ સુધીમાં પુરાવા આધારિત નીતિ ઘડવા માગે છે અને થિંક ટેન્ક બનીને અને બિગ ડેટાનું સર્વેક્ષણ કરીને કેગ પોતાનો ભાગ ભજવી શકે છે.

November 22, 2019
fastag.png
1min5440

નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાઓની ફાસ્ટેગ લેનમાંથી ટેગ વગર પસાર થનારા વાહનો પાસેથી બમણી રકમ વસૂલવામાં આવશે તેવું નીતીન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું. ટોલ નાકા પર એક હાઈબ્રિડ લેન રહેશે જયાંથી ટેગ વગરના વાહનો રાબેતા મુજબનો ટોલ ભરી શકશે.

રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં ૫૩૭ ટોલ પ્લાઝા પર સો ટકા ઈલેક્ટ્રિક ટોલ કલેકશન કરી શકાશે. ફાસ્ટેગ એવા પ્રિપેઈડ ટેગને કહેવામાં આવે છે જે વાહનના વીન્ડ સ્ક્રીન પર લગાવેલું હોય છે. ટોલ ચાર્જિસની રકમ આપોઆપ બાદ થઈ જતી હોય છે, રોકડ રકમ આપ્યા વગર વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકે છે.

ટોલ પ્લાઝા પર એક લેન રાખવામાં આવશે જ્યાંથી ફાસ્ટેગ ધરાવતા વાહનો અને અન્ય રીતે પેમેન્ટ આપનારા વાહનો પસાર થઈ શકશે. પહેલી ડિસેમ્બર સુધી નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા નિશુલ્ક આપશે, જેને વાહન માલિકે જરૂરી રકમથી ચાર્જ કરવાનું રહેશે.

November 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min16660

સમર્થન ગ્રુપની આવકારદાયી પહેલ : સૂરતના ભૂલકાઓ શાળામાં નિયમિત અંતરાલે પાણી પીશે

સૂરતની 50 શાળાઓ અને 50,000 વિદ્યાર્થીઓથી સમર્થન ગ્રુપનું વોટર બ્રેક અભિયાન 1લી ડિસેમ્‍બરથી શરૂ થશે, ગુજરાતની કોઇપણ પ્રાથમિક શાળા સરળતાથી વોટર બ્રેક અભિયાનમાં જોડાઇ શકે

સૂરત શહેર જિલ્લાની શાળાઓ ખાસ કરીને પ્રાથમિક શાળાોના બાળકો વોટર બ્રેક અભિયાન અન્વયે સ્કુલ સમયગાળામાં નિયમિત રીતે પાણી પીએ એ માટે સૂરતના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, ઉધના વિસ્તારના ખ્યાતિ પ્રાપ્ત તબીબ અને યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડો. કશ્યપ ખરચીયા, અમરોલી કોલેજના આચાર્યશ્રી ડો. કે.એન. ચાવડા, ડો. વિપુલ ચૌધરી સમેત અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે સકારાત્‍મક સામાજિક હિતના જતન, સંર્વધન માટે કાર્ય કરતા સૂરતના એન.જી.ઓ. સમર્થન ગ્રુપ દ્વારા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના વિશાળ સ્‍વાસ્‍થય હિતમાં વોટર બ્રેક અભિયાનના સ્‍વરૂપમાં એક રાજ્‍યવ્‍યાપી ઝુંબેશ તા.1લી ડિસેમ્‍બર 2019થી શરૂ કરવામાં આવી રહી છે.

આપ સૌ જાણો જ છો કે માનવીય શરીરની રચનામાં પાણીનું ભારણ 60 ટકાથી વધુ હોવું જોઇએ, હવા પછી માનવીય શરીર માટે સૌથી અનિવાર્ય પરીબળ પાણી જ છે. આપ એ પણ જાણો છે કે નાના બાળકોમાં નિયમિત રીતે પાણી પીવા બાબતે એકયા બીજા કારણોસર ઉદાશીનતા જોવા મળે છે. મોટા ભાગની માતાઓની ફરીયાદ હોય છે કે બાળક શાળાએ જાય ત્‍યારે વોટરબેગ-વોટર બોટલમાં પાણી ભરીને લઇ તો જાય છે પણ શાળામાં ખૂબ ઓછું પાણી પીતા હોય છે અને મોટા ભાગે પાણી ભરેલી વોટરબેગ-વોટર બોટલ એઝ ઇટ ઇઝ પરત આવે છે. પ્રાથમિક શાળાના બાળકોના શારીરીક ઘડતર માટે પાણી ખૂબ ઉપયોગી કમ્‍પોનન્‍ટ છે અને ગુજરાતના બાળકો ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો નિયમિત અંતરાલે પાણી પીતા થાય એ ખૂબ જરૂરી છે. અને એ માટે જ સૂરતના સમર્થન ગ્રુપ દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વોટરબ્રેક અભિયાન હાથ ધર્યું છે.

બાળકો વિશાળ સ્‍વાસ્‍થય હિતમાં પ્રાથમિક શાળાઓને વોટર બ્રેક અભિયાનમાં જોડાવા સૂરતના સમર્થન ગ્રુપની અપીલ

સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન માટે એક્‍સપર્ટ ડોક્‍ટર્સની પેનલનું ગાઇડન્‍સ લેવાયું

પાણી માનવ જીવનની સાથે બાળકો માટે કેટલું જરૂરી છે અને વોટર બ્રેક બાળકો માટે કેટલું અનિવાર્ય છે એ વિષયે મેડીકલ સેન્‍સ મેળવવા માટે સમર્થન ગ્રુપ દ્વારા એક્‍સપર્ટ ડોક્‍ટર્સની એક પેનલ બનાવીને તેમની પાસેથી સેન્‍સ ઇમ્‍પોર્ટન્‍સ ઓફ વોટર વિષયે સેન્‍સ મેળવાયો છે. (જેની કોપી આ સાથે સામેલ છે) સમર્થન ગ્રુપની વોટર બ્રેક ડોક્‍ટર્સ પેનલમાં ડો.ફાગુન શાહ (પિડીયાટ્રીક નેફ્રોલોજીસ્‍ટ) ડો. કનકસિંહ સૂરમા (સિનિયર પિડીયાટ્રીશ્‍યન) અને ડો. ધનેશ વૈદ્ય (સિનિયર નેફ્રોલોજીસ્‍ટ)નો સમાવેશ થાય છે.

કેવી રીતે કામ કરશે વોટર બ્રેક અભિયાન?

શાળાઓમાં વોટર બ્રેક અભિયાન શરૂ કરાવવું સાવ સરળ છે. બાળકોને દર બે તાસને અંતે ત્રીજો તાસ શરૂ થાય ત્‍યારે જે તે વિષય શિક્ષક વર્ગખંડમાં પહોંચે એટલે પહેલું કામ વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ દેવડાવશે અને બાળકોને 30થી 45 સેકન્‍ડનો સમય પાણી પીવા માટે આપશે. એ પછી શિક્ષક અભ્‍યાસ કાર્યનો આરંભ કરશે. બસ આ પ્રકારે શાળામાં બાળક સાડાચાર-પાંચ કલાકમાં ઓછામાં ઓછું 500થી 750 મિ.લિ. પાણી ઇન્‍ટેક કરી શકશે જે તેમના સ્‍વાસ્‍થય માટે ખૂબ જ લાભપ્રદ બની રહેશે.

સૂરતની 50 શાળાઓ અને 50,000 વિદ્યાર્થીઓ સાથે શરૂ થઇ રહ્યું છે વોટર બ્રેક અભિયાન

સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાનના અમલ માટે જુદી જુદી શાળાઓના મેનેજમેન્‍ટ, આચાર્યો સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમાંથી સમગ્ર સૂરત શહેર-જિલ્લા વિસ્‍તાર મળીને કુલ 50થી વધુ શાળાઓના 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે તા.1લી ડિસેમ્‍બર 2019થી વોટર બ્રેક અભિયાનનો આરંભ થઇ રહ્યો છે.

કોઇપણ શાળા સરળતાથી વોટર બ્રેક અભિયાન શરૂ કરી શકે

વોટર બ્રેક અભિયાન એ સમર્થન ગ્રુપની પહેલ છે અને કોઇપણ પ્રાથમિક શાળા આ અભિયાનમાં સરળતાથી જોડાઇ શકે. શાળાઓ સમર્થન ગ્રુપની સાથે જોડાઇને પણ વોટર બ્રેક અભિયાનમાં જોડાઇ શકે. અને નહીં જોડાઇને પણ પોતાના બાળકોને વોટર બ્રેકનો સમય આપીને શાળાકીય સમય દરમિયાન બાળકોને પાણી પીવડાવવાનું યાદ દેવડાવે તો બાળકોના સ્‍વાસ્‍થય હિતમાં એ સૌથી પૂણ્‍યશાળી કાર્ય બનશે.

સમર્થન ગ્રુપના વોટર બ્રેક અભિયાનમાં જોડાવા માટે સંપર્ક નં. 94295 07197

વોટર બ્રેક અભિયાનને કેવી રીતે રાજ્‍યવ્‍યાપી બનાવાશે

1. સૂરતમાં નગર પ્રાથમિક શિક્ષમ સમિતિ, જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ ખાનગી પ્રાથમિક શાળા સંચાલક મંડળ એસોસીએશન્‍સ વગેરેને વોટર બ્રેક અભિયાન શરૂ કરવા રજૂઆત કરાશે.

2. રાજ્‍યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા તેમજ અન્‍ય સરકારી ઉચ્‍ચાધિકારીઓથી લઇને સ્‍થાનિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુધીના અધિકારીઓને વોટર બ્રેક અભિયાનથી માહિતગાર કરીને તેમનું સમર્થન મેળવવા પ્રયાસ કરવામાં આવશે.

3. રાજ્‍યના દરેક જિલ્લામાં સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન માટે વોલ્‍યુન્‍ટીયર્સ, એન.જી.ઓ. સાથે જોડાણ કરાશે

4. સોશ્‍યલ મિડીયા પર #waterbreak #Samarthanwaterbreak #WBA #waterbreakabhiyan થી ડ્રાઇવ ચલાવીને સમગ્ર દેશ-દુનિયામાં વોટર બ્રેક અભિયાનનો વ્‍યાપ વિસ્‍તાર વધારવામાં આવશે.

અભિયાનમાં જોડાવા માટે અહીં ક્લીક કરો

http://bit.ly/2OpL4u8

November 21, 2019
census2011.jpg
1min5510

ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી સન ૨૦૨૧ એ સન ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે.

ગુજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભનો પ્રથમ તબક્કો મે-જૂન, ૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર વસતી ગણતરી માટે મોબાઇલ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસતી ગણતરી વિશ્ર્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરતપણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્રક અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પૂર, રોગચાળો, કુદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવે છે અને તે રીતે પૂર્ણ થઈ પણ છે.

આગામી વર્ષ ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર-યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રિય કામગીરી પણ કરાશે. વસતી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રિય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સસ ૨૦૨૧ના પોર્ટલ દ્વારા કરાશે.

November 20, 2019
pakistan-1280x720.jpg
1min6190

કાંગારુંઓની ભૂમિ પર એક વિરલ વિજય પ્રાપ્ત કરવાના પ્રયાસમાં પાકિસ્તાન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા પીઢ ખેલાડીઓ સાથેની ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ગુરુવારથી આરંભાતી નવી ક્રિકેટ શ્રેણીમાં બ્રિસ્બેન ખાતે ગબ્બાના મેદાન પરની પહેલી ટેસ્ટ મેચમાં રમવા ઊતરશે.

પાકિસ્તાને અગાઉ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરી છે, પણ ક્યારેય કોઈ સિરીઝ જીતી નથી અને તેનો છેલ્લો ટેસ્ટ વિજય ૧૯૯૫માં સિડની ખાતે થયો હતો.

નવો કેપ્ટન અઝર અલી, બાબર આઝમ અને હાલ પોતાના સારા ફોર્મમાં રહેતો અસાદ શફિક ૨૦૧૬-૧૭માં પાકિસ્તાનની ટીમના સભ્ય હતા કે જ્યારે પ્રવાસી ટીમનો ૩-૦થી પરાજય થયો હતો. પણ, તે વેળાના સુકાની અને હાલ ટીમના વડા કોચ મિસ્બાહ-ઉલ-હસને કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાનનો અગાઉનો દેખાવ ખેલાડીઓ પર માનસિક દબાણ મૂકશે નહીં.

મિસ્બાહે કહ્યું હતું કે યુવા ખેલાડીઓ સાથે પાકિસ્તાનની વર્તમાન ટીમને સફળતાની ભૂખ છે અને પડકાર ઉપાડવા તૈયાર છે.

આઝામ અને શફિકે ત્રણ વર્ષ અગાઉ બ્રિસ્બેનમાં સદી ફટકારી હતી અને પાકિસ્તાન તેઓ પાસેથી ફરી સારા દેખાવની આશા કરે છે. શફિકે આ વેળા ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં ઑસ્ટ્રેલિયા-એ ટીમ સામેની મેચમાં અણનમ ૧૧૯ રન ફટકાર્યા હતા અને ત્યાર પછી, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ઈલેવન વિરુદ્ધ અણનમ ૧૦૧ રન કર્યા હતા.

ઑસ્ટ્રેલિયાની ટીમે તાજેતરમાં આયોજક ઈંગ્લેન્ડ સામે સિરીઝ ૨-૨થી ડ્રો કરી એશિઝ પોતાની પાસે જાળવી રાખી હતી અને તાજેતરમાં ટી-૨૦ શ્રેણીમાં પાકિસ્તાનને ૨-૦થી હરાવ્યું હતું.

પ્રણાલીકા પ્રમાણે ઝડપી ગોલંદાજોને મદદકર્તા બનતી અહીં ગબ્બાની પિચ પર બૉલરો કેવો દેખાવ કરશે તે જોવાનું રહે છે.

ઑસ્ટ્રેલિયા પાસે પેટ કમીન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડ જેવા અનુભવી બૉલરો છે, પણ તેને જેમ્સ પેટીનસનની ગેરહાજરી સાલશે જેને ખેલાડીને ગાળાગાળી કરવા બદલ આ અઠવાડિયે સસ્પેન્ડ કરાયો હતો.

જોકે, વોર્નરનો એશિશ સિરીઝમાં દેખાવ નબળો રહ્યો હતો જેમાં તેણે ૯.૫ રનની બૅટિંગ સરેરાશ સાથે કુલ ફક્ત ૯૫ રન કર્યા હતા, પણ ત્યાર પછી તેણે પોતાનું ફોર્મ પાછું પ્રાપ્ત કરી લીધું છે.

સ્મિથે ઈંગ્લેન્ડમાંની શ્રેણીમાં પોતાના સાત દાવમાં કુલ ૭૭૪ રન નોંધાવ્યા હતા તથા પોતાની ટીમના બે વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સંજોગવાર, સ્મિથે બંને રાષ્ટ્ર વચ્ચે ૨૦૧૬માં બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. બીજી અને આખરી ટેસ્ટ એડિલેઈડમાં દિવસ-રાતે રમાનાર છે.

November 20, 2019
england-test-770x433.jpg
1min522

આયોજક ન્યૂ ઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ તાજેતરમાં રમાયેલ મર્યાદિત ઓવરની મેચોની શ્રેણીમાં લગભગ સમાન પુરવાર થયા પછી, બંને રાષ્ટ્ર વચ્ચે ટેસ્ટ ક્રિકેટની હરીફાઈનો ગુરુવારથી પ્રારંભ થશે.

ઈંગ્લેન્ડે ગયા જુલાઈમાં આઈ. સી. સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીત્યા પછી આ મહિને ન્યૂ ઝીલેન્ડને રસાકસીભરી ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં ૩-૨ના નજીકના તફાવતે હરાવ્યું હતું.

વન-ડે અને ટી-૨૦ મેચોની બંને શ્રેણીનું પરિણામ નક્કી કરવા ટાઈ-બ્રેકરની જરૂર પડી હતી અને હવે બંને રાષ્ટ્ર વચ્ચે ગુરુવારથી અહીં પહેલી ટેસ્ટ મેચ રમાનાર છે.

કાગળ પર પણ બંને વચ્ચે બહુ ઓછો તફાવત જોવા મળે છે જેમાં આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂ ઝીલેન્ડ બીજું અને ઈંગ્લેન્ડ ત્રીજું સ્થાન ધરાવે છે.

પણ, ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને યાદ છે કે ગયા વર્ષે આયોજક ન્યૂ ઝીલેન્ડ સામે તેની ટીમ બે ટેસ્ટભરી શ્રેણી હારી ગઈ હતી. ઝડપી ગોલંદાજો ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉધીએ પ્રવાસી ટીમનો આરંભિક ટેસ્ટમાં પહેલો દાવ માત્ર ૫૮ રનમાં સમાપ્ત કરાવી દીધો હતો.

રૂટે કહ્યું હતું કે આ વેળા તેની ટીમ સંભાળપૂવર્ક રમશે અને બેટ્સમેનો પોતાની વિકેટ જાળવી રાખવામાં વધુ ભાર આપશે.

શ્રેણી આઈ. સી. સી.ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુ. ટી. સી.)ના હિસ્સા તરીકે ન રમાશે જેથી અંગ્રેજ ટીમના નવા કોચ ક્રિસ સિલ્વરવૂડને તેમની પ્રથમ શ્રેણીમાં થોડી અજમાયશ કરવાનો મોકો મળી રહેશે.

પોતાનો અસલ કેપ્ટન કેન વિલિયમસન પાછો ફરતા ન્યૂ ઝીલેન્ડની ટીમના જુસ્સામાં વધારો થવા પામશે જે ઈજાના કારણે ટી-૨૦ મેચોમાં રમ્યો ન હતો.

માઉન્ટ મોન્ગેન્યુમાં બેય ઓવલના મેદાન પર આ પ્રથમ વાર ટેસ્ટ મેચનું આયોજન કરાશે કે જ્યાં ૨૦૧૪થી મર્યાદિત ઓવરની આંતરરાષ્ટ્રીય મેચો રમાતી આવી છે.

November 20, 2019
seismograph.jpg
1min6510

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં પાંચ જેટલા નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યમાં ૧લી નવેમ્બરથી ૧૯મી નવેમ્બર સુધી ૯૬ ભૂકંપના આંચકા આવ્યા હતા. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૪૦ આંચકા આવ્યા છે જ્યારે કચ્છમાં ૩૨ આંચકા અનુભવાયા હતા જેમાં સોમવારે ૪થી વધુ તીવ્રતાનો એક આંચકો નોંધાયો હતો. ચાલુ વર્ષે ચારથી વધુ તીવ્રતાના ૫ાંચ આંચકા અનુભવાયા છે.

ભૂકંપના આંચકા મોન્સૂન રિલેટેડ હોય છે. જ્યારે પણ સૌરાષ્ટ્રમાં વરસાદ એવરેજથી વધુ થાય છે ત્યારે વધુ ભૂકંપ અનુભવાય છે. જામનગર અને ગીર જંગલમાં તલાલા ખાતે પથ્થર હાઈલી ફ્રેક્ચર્ડ છે. વરસાદ વધુ થાય તો પાણી નીચે સરક્યુલેટ થાય છે. તેનાથી પથ્થર પર દબાણ વધે છે. તેનાથી નાના નાના ભૂકંપ આવે છે. આવા ભૂકંપ વરસાદના ત્રણ-ચાર મહિના રહે છે. પછી આવતા નથી.

સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર કચ્છમાં ઝોન-૫, સૌરાષ્ટ્ર ઝોન-૩માં આવે છે. ઉત્તર ગુજરાત અને દાહોદ ઝોન-૨માં આવે છે. ઝોન-૫ વિસ્તારમાં ભૂકંપની એક્ટિવિટી તો રહે જ છે. કચ્છમાં આંચકા આવવા નોર્મલ છે. અમે કચ્છને મોનિટર કરીએ છીએ, તો દર વર્ષે ૪ મેગ્નિટ્યૂડના ત્રણ-ચાર આંચકા વર્ષે આવે છે તેમ જ ૬-૭ વર્ષના અંતરમાં પાંચની મેગ્નિટ્યૂડનો આંચકો પણ આવે છે. પાંચની મેગ્નિટ્યૂડનો આંચકો છેલ્લે ૨૦૧૨માં આવ્યો હતો.

૨૦૧૮માં ૪.૮નો આંચકો આવ્યો હતો. આ ૨૦૧૯ના વર્ષની વાત કરીએ તો, ગુજરાતમાં અત્યાર સુધી પાંચ ભૂકંપ આવ્યા છે, જેની તીવ્રતા ચારથી પાંચની વચ્ચે રહી છે. ઝોન મુજબ જોઈએ તો આ નોર્મલ એક્ટિવિટી છે. આવા નાના-મોટા આંચકા આ રિજનમાં આવતા રહે છે. સૌરાષ્ટ્રમાં જે ભૂકંપ આવે છે, તે મોન્સૂન રિલેટેડ હોય છે. આવા ભૂકંપ વરસાદના ત્રણ-ચાર મહિના રહે છે.

જામનગરમાં હજુ જાન્યુઆરી મહિના સુધીમાં નાના ભૂકંપના આંચકા આવતા રહેશે. ગુજરાતમાં વર્ષે સરેરાશ ૬૦૦ જેટલા ભૂકંપના નાના-મોટા આંચકા આવે છે.

November 20, 2019
isro.jpg
1min5600

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૨૫મી નવેમ્બરે પોતાના કારટોસેટ-૩ ઉપગ્રહ સાથે અમેરિકાના ૧૩ નેનો કમર્શિયલ સેટેલાઇટ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ૧૪ ઉપગ્રહ ભારતના પીએસએલવી-સી૪૭ મારફત આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી છોડવામાં આવશે.

૨૫મી નવેમ્બરે સવારે ૦૯.૨૮ વાગ્યે ઉપગ્રહોને છોડવામાં આવશે. પૃથ્વીના ફોટા પાડવા માટેની ઉચ્ચ ગુણવત્તાની ક્ષમતા ધરાવતો કારટોસેટ-૩ ઉપગ્રહ ત્રીજી પેઢીનો અત્યંત આધુનિક ઉપગ્રહ છે. આ ઉપગ્રહને પૃથ્વીની ૫૦૯ કિ. મી. ની ભ્રમણ કક્ષામાં તરતો મૂકવામાં આવશે.

November 19, 2019
CIA_hanuman_chalisa_pathan1.jpg
1min10380

સૂરતના પાલ સ્થિત અન્નપૂર્ણા મંદિરમાં રચાઇ રહ્યો છે સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠનનો ઇતિહાસ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સૂરત શહેરમાં આજે રામ-રહીમ એક છે, ઇશ્વર-અલ્લાહ એક સમાન છે ને ચરિચાર્થ કરતી એક વિરલ ઘટના સૂરતના પવિત્ર યાત્રાધામ તરીકે વિકસી રહેલા પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર અને સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં આકાર પામી રહી છે. અહીં આજે કાલ ભૈરવ જયંતિ પર્વે વિશ્વ શાંતિ હેતુ સવા લાખ હનુમાન ચાલીસા સકિર્તન પાઠ યોજાઇ રહ્યા છે અને સોનામાં સુગંધ ભળે એમ મુસ્લિમ છાત્રો પણ હોંશે હોંશે આ સકિર્તન હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા છે.

પાલ પાટીયા સ્થિત હનુમાન ચાલીસા મંદિર સંકુલ ખાતે બપોરે 4 વાગ્યે શરૂ થયેલા સવાલાખ હનુમાન ચાલીસા સકીર્તન પાઠમાં 300 ભાવિક ભક્તજનોએ ભાગ લીધો છે. પ્રી રજિસ્ટ્રેશન પ્રક્રીયા ચાલી રહી હતી ત્યારે કુલ 7 છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આ પૈકી આજે આ લખાઇ રહ્યું છે ત્યારે અન્નપૂર્ણા મંદિર સંકુલમાં 3 મુસ્લિમ છાત્રો હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા છે.

તા.19મી નવેમ્બર 2019ના રોજ સૂરતના પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલમાં યોજાયેલા સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયેલા મુસ્લિમ છાત્રો સાથે મંદિર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતા દ્રશ્યમાન છે. CIA Live News.

સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમના આયોજક અને અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મે.ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે 300 ભાવિકો આજે 4 વાગ્યાથી સવાલાખ હનુમાન ચાલીસનું પઠન શરુ કર્યું છે. અમે જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કરાવ્યું ત્યારે મુરબ્બી સ્વ. શ્રી શંભુભાઇ પટેલ દ્વારા સ્થાપિત સૂરત એજ્યુકેશન સોસાયટી સંચાલિત સૂરતના સુમુલડેરી રોડ પર આવેલી આઇ.સી. ગાંધી સ્કુલમાં ધો.10-12માં અભ્યાસ કરતા 7 મુસ્લિમ વિદ્યાર્થીઓએ પણ નામો નોંધાવ્યા હતા.

શ્રી મહેતાએ ઉમેર્યું કે અમે મુસ્લિમ છાત્રો અને તેમના પરિવારજનોને આ અંગે ઘનિષ્ઠતાથી વાત કરી હતી. તેમણે કહ્યું કે બાળકો શાળામાં પણ નિયમિત રીતે હનુમાન ચાલીસા પઠન કે અન્ય ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના માતા પિતાએ તેમાં સંમતિ આપી હતી. મુસ્લિમ છાત્રોનું કહેવું છે કે ઇશ્વર અલ્લાહ એક જ છે. હનુમાન ચાલીસા પઠન કરવાની મક્કમ મનોબળ બને છે અમે એની અનુભૂતિ કરી રહ્યા છીએ.

કુલી ભાઇઓ પણ હોંશભેર હનુમાન ચાલીસા ગાઇ રહ્યા છે

સૂરત રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા કુલીભાઈઓ પણ સામૂહિક હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં હોંશભેર જોડાયા છે. પોતાના પરીધાનમાં સજ્જ કુલીઓને સવાલાખ હનુમાન ચાલીસા મંત્ર પઠન અંગે માહિતી મળી એટલે તેમણે સામૂહિક રીતે આ કાર્યક્રમમાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો.

અગાઉ અમે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો