CIA ALERT
06. May 2024
November 8, 20192min10630

Related Articles



આસિ. પ્રોફેસર બનવા માટેની GSET 29/12/2019 એ લેવાશે : પી.જી. કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ પરીક્ષા આપી શકે

Share On :
Print Friendly, PDF & Email

કોલેજ-યુનિવર્સિટીમાં પ્રોફેસર બનવા માટેનો પહેલો એન્ટ્રીગેટ એટલે જીસેટ (GSET પરીક્ષા) : રજિ. શરૂ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોલેજ અથવા યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં અધ્યાપક હોવું એ ગર્વની વાતની સાથે હવે અર્થોપાર્જન માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. પહેલા લોકોમાં એવી માન્યતા હતી કે બેંક કે સરકારી નોકરી સૌથી શ્રેષ્ઠ ગણાય પણ હવે એવી માન્યતા છે કે સૌથી શ્રેષ્ઠ અધ્યાપક તરીકેની નોકરી ગણાય. ખેર આ તો માન્યતા છે પણ લખનાર એક કરિયર કાઉન્સિલર છે અને અભ્યાસ બાદ એવા તારણ પર આવી શકાય કે કોલેજ-યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની કારકિર્દી એ કારકિર્દીના અઢળક વિકલ્પો પૈકીમાં શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય એમાં બે મત નથી.

અહીં વાત કરવી છે ગુજરાતમાં આવેલી કોલેજો, યુનિવર્સિટીઓ કે ઉચ્ચ શિક્ષણ આપતી અનેક સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો સૌથી પહેલું પગથીયું કયું કહેવાય. આ સવાલનો જવાબ એ જ મળે કે ગુજરાત સેટ (જી-સેટ). ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર.

જી-સેટ પરીક્ષા હાલમાં પી.જી.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા ઉમેદવારો પણ આપી શકે

જે યુવક યુવતિઓ હાલમાં માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એ અથવા જેમણે માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી વેલિડ યુનિવર્સિટીમાંથી મેળવી ચૂક્યા છે એ તમામ ગુજરાત સેટ પરીક્ષા આપી શકે છે. આ વખતે ગુજરાત સેટ (જી-સેટ)ની પરીક્ષા તા.29મી ડિસેમ્બર 2019ના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે અંગેના એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.

જી-સેટ (ગુજરાત સેટ) પરીક્ષાનું સમયપત્રક

Date of Examination
પરીક્ષાની તારીખ
29 December 2019
૨૯ ડિસેમ્બર ૨૦૧૯
Starting of Fee Collection
પરીક્ષા ફી ભરવાની શરુઆત ની તારીખ
04 November 2019
૦૪ નવેમ્બર ૨૦૧૯
Last day for Fee Collection
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ
30 November 2019
૩૦ નવેમ્બર ૨૦૧૯
Starting of Online Registration
ઓનલાઇન અરજી ફોર્મ શરુ થવાની તારીખ
04 November 2019
૦૪ નવેમ્બર ૨૦૧૯
Last day for Online Application Submission
ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
30 November 2019
૩૦ નવેમ્બર ૨૦૧૯

જી-સેટ માટે કયા કોર્સનું ક્યાં કનેકશન

ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ બાકીની બધી માહિતી માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://www.gujaratset.in/

જીસેટ પરીક્ષા માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://www.gujaratset.in/download/info_bulletin_2019.pdf

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :