CIA ALERT
07. May 2024
November 9, 20192min6750

Related Articles



અયોધ્યા પર સુપ્રીમનો જે કોઇ ચુકાદો આવે એમાં કોઇની હાર-જીત નથી : વડાપ્રધાન મોદી

Share On :
Print Friendly, PDF & Email

રામજન્મભૂમિ પર ‘સુપ્રીમ’ ચુકાદો આવે એ પહેલાની અપ ટુ ડેટ ઇન્ફર્મેશન

તા.9-11ની સવારે 10.30 કલાકે સુપ્રીમ કોર્ટ 70 વર્ષથી ચાલી આવતા અયોધ્યા કેસ પર ચુકાદો સંભળાવે એની પૂર્વ સંધ્યાથી દેશભરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે સઘન બંદોબસ્ત ગોઠવી દીધા છે.

દેશના તમામ રાજ્યોમાં પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં તા.11મી સુધી સ્કુલ કોલેજ બંધ જાહેર કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં તા.9મી નવેમ્બર 2019ના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ જાહેર કરવામાં આવી છે.

અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ઐતિહાસિક નિર્ણય આપવા જઇ રહી છે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં બીજી સૌથી લાંબી સુનાવણી છે. સતત 40 દિવસ બંધારણીય બેઠક અને મેરાથન સુનવણી પછી 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષિત કરવામાં આવ્યો હતો. 

વડાપ્રધાન શ્રી મોદીએ 3 ટ્વીટ કરીને દેશમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ચુકાદો સંભળાવશે

અયોધ્યા જમીન વિવાદના મામલે સુનાવણી કરનાર બંધારણીય બેચમાં સીજેઆઇ રંજન ગોગોઇ સિવાય ચાર અન્ય જજ છે. જેમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી. વાઇ. ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર સામેલ છે. 

સોશ્યલ મિડીયા પર ચોમેર અયોધ્યા

Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat to address the media at 1 pm today, following Supreme Court judgment in #Ayodhya land case.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ શ્રી મોહન ભાગવત આજે તા.9મી નવેમ્બર 2019ના રોજ બપોરે 1 વાગ્યે પત્રકાર પરીષદ મારફતે દેશને સંદેશો આપશે. આજે તેઓ આર.એસ.એસ.ના મુખ્ય પદાધિકારીઓને પણ મળવાના છે.

History of the Case

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં અલાહાબાદ વડી અદાલતે ૨૦૧૦માં આપેલા ચુકાદાને પડકારતી ૧૪ અપીલો સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. અલાહાબાદ વડી અદાલતે ચાર સિવિલ સૂટ્સના અનુસંધાનમાં ૨૦૧૦માં આપેલા ચુકાદામાં અયોધ્યાની રામજન્મભૂમિની મનાતી ૨.૭૭ એકર જમીન ત્રણ પક્ષો – સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે વહેંચી દેવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ નીચલી અદાલતમાં પાંચ લૉ સૂટ્સ ફાઇલ કરવામાં આવ્યા હતા. એમાં એક અરજી ૧૯૫૦માં ગોપાલસિંહ વિશારદે વિવાદાસ્પદ સ્થળે હિન્દુઓને પૂજા કરવાના અધિકારના ઉપયોગની છૂટ આપવાની માગણી સાથે કરી હતી. એ જ વર્ષમાં વિવાદાસ્પદ સ્થળે પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખતાં ગર્ભગૃહ (હવે તોડી પડાયેલા માળખા)માં રાખવાની છૂટ આપવાની માગણી કરતી અરજી પરમહંસ રામચંદ્રદાસે કરી હતી. એ અરજી પછીથી પાછી ખેંચવામાં આવી હતી.

૧૯૫૯માં નિર્મોહી અખાડાએ ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીન પર પૂજા-અર્ચનાના અને મૅનેજમેન્ટના અધિકાર માગતી અરજી નીચલી અદાલતમાં કરી હતી. ત્યાર પછી ૧૯૬૧માં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે વિવાદાસ્પદ જગ્યા પર માલિકી અધિકાર (ટાઇટલ રાઇટ)ની માગણી કરતી અરજી કરી હતી. ૧૯૮૯માં ‘રામલલા વિરાજમાન’ તરફથી ‘નિકટના મિત્ર’ અને અલાહાબાદ વડી અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ દેવકીનંદન અગ્રવાલ તથા રામજન્મભૂમિએ વિવાદાસ્પદ જમીનની માલિકી (ટાઇટલ રાઇટ)ની માગણી સાથે અરજી (લૉ સૂટ) કરી હતી. તેમણે એ ભૂમિ ભગવાન રામના નામની હોવાની અને એ જ રૂપે એનું ‘કાનૂની અસ્તિત્વ’ હોવાની દલીલના આધારે એ અરજી કરી હતી. ત્યાર પછી ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે વિવાદાસ્પદ માળખું તોડી પડાતાં થયેલાં કોમી રમખાણોને પગલે એ બધી અરજીઓ ન્યાયદાન માટે અલાહાબાદ વડી અદાલતમાં મોકલવામાં આવી હતી.

અલાહાબાદ વડી અદાલતે એ અરજીઓ પર ૨૦૧૦માં આપેલા ચુકાદા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓ બાબતે અદાલતની બહાર સમાધાનની મધ્યસ્થીના પ્રયાસો નિષ્ફળ જતાં એ અરજીઓની સુનાવણીની આખરી કાર્યવાહી આ વર્ષની છઠ્ઠી ઑગસ્ટે સર્વોચ્ચ અદાલતમાં રોજિંદા ધોરણે શરૂ કરવામાં આવી હતી. સુનાવણીમાં મધ્યસ્થી માટેની ત્રણ સભ્યોની સમિતિના અહેવાલને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. એ સમિતિમાં ન્યાયમૂર્તિ એફ.એમ.આઇ. કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઑફ લીવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકર તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી તથા મધ્યસ્થીકાર ઍડ્વોકેટ શ્રીરામ પાંચુનો સમાવેશ હતો. ચાર મહિનાની મધ્યસ્થીની પ્રક્રિયાના અંતે એ અહેવાલ આપવામાં આવ્યો હતો. મધ્યસ્થીની એ પ્રક્રિયાનું કોઈ પરિણામ ન આવતાં અદાલતે સુનાવણીમાં આગળ વધવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :