બનાસકાંઠા જિલ્લામાં દાંતાથી અંબાજી જતા માર્ગને એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહૂર આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. અંબાજીમાં દાંતા માર્ગમાં મરામતની કામગીરી ચાલી રહી હોવાથી આ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી દાંતાથી અંબાજી જવા વાયા હડાદ થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્રિશૂળિયા ઘાટમાં ડુંગરો કાપવાની કામગીરીને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
ગુજરાતની સર્વાંગી વૈશ્ર્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદૃઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે. આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતીની સ્થિતિની નોંધ દેશભરમાં લેવાય છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને ગુજરાત પોલીસ દળના ૧૬૮ જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે ર૦૧૪ થી ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંદ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા બાદ વધુમાં કહ્યું હતું કે, ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગુનો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે.
પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે, જેથી ગુજરાત પોલીસ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ જ્હા, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોલીસ દળમાં ર૦૧૪થી ર૦૧૯ના વર્ષો દરમ્યાન ૯ પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમ જ ૯ જવાનોને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-૧૮ અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવેલા તે તથા ગણતંત્ર દિવસે પ૮ અને સ્વાતંત્ર્ય દિવસે ૯ર પોલીસ પદક પણ જાહેર કરાયેલા તે પદક અર્પણ થયા હતા.
અમેરિકામાં રહેતા ૨,૨૭,૦૦૦ ભારતીયો ગ્રીનકાર્ડ મળે તેની રાહ જોઈ રહ્યા છે. ૧૫ લાખ મેક્સિકન સહિત કુલ ચાલીસ લાખ લોકોએ ગ્રીનકાર્ડ મેળવવા અરજી કરી છે તેવું અધિકૃત માહિતીમાંથી જાણવા મળ્યું છે. ચીનના લગભગ ૧,૮૦,૦૦૦ લોકો ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું તેવા વિદેશી મૂળના નાગરિકોના ભાઈ-બહેનની સંખ્યા વધુ છે. અમેરિકાના નાગરિકો તેમના પરિવારના સભ્યોને અથવા ભાઈ-બહેનોને ગ્રીનકાર્ડ માટે સ્પોન્સર કરી શકે છે તેવી જોગવાઈ હાલના કાયદામાં છે. અમેરિકાના પ્રમુખ આવી વ્યવસ્થાનો વિરોધ કરે છે અને આવી છૂટછાટ બંધ કરવા માગે છે. વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી પરિવારજનોને સ્પોન્સર કરવાની હાલની ઈમિગ્રેશન સિસ્ટમ ચાલુ રાખવા માગે છે.
પરિવાર આધારિત સ્પોન્સરશિપ ૨,૨૭,૦૦૦ ધરાવતા ચાલીસ લાખ અરજદારો ઉપરાંત લગભગ ૮,૨૭,૦૦૦ લોકો નોકરી આધારિત ગ્રીનકાર્ડ મેળવવા પ્રતીક્ષા કરી રહ્યા છે જેમાં મોટા ભાગના લોકો ભારતના છે. ભારતીય આઇટી પ્રોફેશનલને ગ્રીનકાર્ડ મેળવવા દસ વર્ષથી વધુ સમય રાહ જોવી પડે છે.
પરિવાર આધારિત સ્પોન્સરશિપના ભારતીય અરજદારો ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે. તેમાંથી ૧,૮૧,૦૦૦ જેટલા યુએસ સિટિઝનના ભાઈ અથવા બહેન છે. ૪૨૦૦૦ જેટલા યુએસ સિટિઝન્સના પરિણીત બાળકો છે અને ૨૫૦૦ જેટલા અરજદારોમાં ગ્રીનકાર્ડ ધરાવતા લોકોના જીવનસાથી અથવા સગીર બાળકોનો સમાવેશ થાય છે.
આવનારા સમયમાં ભારતવાસીઓને દવાઓના ઊંચા ભાવમાં ઘટાડાની રાહત મળી શકે છે. ઘરેલુ દવા ઉદ્યોગ અને કારોબારીઓએ ભાવ નિયમનથી બહારની દવાઓ પર ટ્રેડ માર્જિન એટલે કે, નફાનો હાંસિયો 30 ટકા સુધી રાખવાનો કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સહમતી બતાવી દીધી છે. આ મહત્ત્વપૂર્વ પગલાંથી દેશમાં લગભગ 80 ટકા દવાઓ સસ્તી થઇ જશે તેવી જાણકારી દવા ઉદ્યોગનાં સંગઠનો, ફાર્મલોબી ગ્રુપ અને દવા કિમંત નિયામક સંસ્થાની બેઠકમાં જોડાયેલાં સૂત્રોએ આપી હતી.
ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચર એસોસિયેશન (આઇડીએમએ)ના અધ્યક્ષ દીપનાથ રોય ચૌધરીએ કહ્યું હતું કે,’ ટ્રેડ માર્જિનને તકબદ્ધ કરવામાં આ માટે કોઇ પરેશાની નથી. કર્કરોગની દવાઓ પર પણ ટ્રેડમાર્જિન 30 ટકા નક્કી કરાયું છે,
બીટકનેક્ટ કૌભાંડમાં અનેક રોકાણકારોનાં નાણાં સલવાયા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સુરત સીઆઈડી ક્રાઈમે ઝડપથી કેસની ગુત્થી ઉકેલીને એક પછી એક આરોપીને પાંજરે પૂર્યા છે. બીટ કનેક્ટ કૌભાંડના મુખ્ય આરોપી સતીષ કુંભાણીની રૂા. 70 કરોડની આસપાસની મિલકતો અધિકારીઓએ રીકવરી અર્થે સીઝ કરી હોવાની વિગતો સાંપડી છે. બીજી તરફ કૌભાંડનાં સૂત્રધાર ધવલ માવાણીની જામીન અરજીનો ફેંસલો પણ ઝડપથી આવશે.
સુરત સીઆઈડી ક્રાઈમે બીટ કનેક્ટ કૌંભાડમાં એકથી વધુની ધરપકડ કરી છે. સતીષ કુંભાણી, ધવલ માવાણી, સુરેશ ગોરસિયા સહિતનાઓ પાસેથી સીઆઈડી ક્રાઈમે મહત્વની વિગતો મેળવી છે. ધવલ માવાણી અને સુરેશ ગોરસિયાએ જામીન મેળવવા માટે ઉધામા નાખ્યા છે. સુરેશ ગોરસિયાના જામીન સુરત સેશન્સ કોર્ટમાંથી રદ થયા છે. બન્ને આરોપીએ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. તેમજ આરોપી સતીષ કુંભાણીએ પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જેની સુનાવણી 29મીએ આવશે.
બીટકનેકટ કૌભાંડમાં સુરત સીઆઈડી ક્રાઈમે ઠેક-ઠેકાણે દરોડા પાડી મિલકતોને સીઝ કરવાની કાર્યવાહી આરંભી છે. શરૂઆતમાં દિવ્યેશ દરજી સીઆઈડીની જાળમાં આવ્યા બાદ સતીષ કુંભાણીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને સામે આવકવેરા વિભાગે તપાસનો દૌર શરૂ કર્યો છે. બન્નેને આવકવેરા વિભાગે તરફથી નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સીઆઈડી ક્રાઈમે ફરિયાદનાં આધારે નાણા ગુમાવનારાઓને નાણા મળી રહે તે માટે રીકવરી અર્થે આરોપીઓની મિલકતોને સીઝ કરવાની કામગીરી થોડો સમય અગાઉથી આરંભી દીધી છે. હાલમાં જ સીઆઈડી ક્રાઈમે સતીષ કુંભાણીની અંદાજે રૂા. 70 કરોડની મિલકતો સીઝ કરી છે. સીઆઈડી ક્રાઈમે કેટલાં મકાન, ફાર્મ હાઉસ સીઝ કર્યા છે તે જાણવા મળ્યું નથી.
કેન્દ્ર સરકાર જીએસટીમાંથી રાજ્યોને તેનો હિસ્સો સમયસર આપતી નથી એવી ફરિયાદ છે. રાજ્યોના લગભગ રૂ. ૩૫ હજાર કરોડ કેન્દ્ર પાસે લેવાના બાકી છે. જેથી રાજ્યના ઘણા વિભાગની હાલત ઘણી ખરાબ થઇ છે. નાણાકીય ખેંચ અનુભવાય છે. નૉટબંધી બાદની હાલત કરતા વધુ ખરાબ હોવાનું ભૂતપૂર્વ પ્રધાને કહ્યું હતું.
આર્થિક મંદીના કારણે વેપાર-ઉદ્યોગ ઠંડા છે. કેન્દ્ર સરકાર દર મહિને નવી યોજના જાહેર કરે છે. તેને પૂરી કરવા કેન્દ્ર સરકાર રાજ્યોના હિસ્સાની જીએસટી રકમ અટકાવી રહી છે.
જીએસટીના ૬૦ ટકા હિસ્સો રાજ્યોના કરનો છે. જીએસટી લાગુ થયા બાદ રાજ્યોએ તમામ કરવસૂલાત ખતમ કરીને જીએસટીમાં સમાવી લીધું હતું તેથી રાજ્યને ભરપાઇ કરવાની જવાબદારી કેન્દ્રની છે. ત્રણ મહિનાથી રાજ્યોને કેન્દ્ર તરફથી રકમ મળી નથી.
દિલ્હી, પંજાબ, રાજસ્થાન કેરળ અને પશ્ર્ચિમ બંગાળના નાણાપ્રધાને સંયુક્ત નિવેદન કરીને રાજ્યોની બાકી રકમ આપી દેવા કેન્દ્રને જણાવ્યું છે. દિલ્હીના રૂ. ૨૩૫૫ કરોડ તથા પંજાબના રૂ.૪૧૦૦ કરોડ અટકેલા છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ટીમ ઇન્ડિયા પોતાની પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને માત આપ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત 4 મેચ જીતનાર પહેલો દેશ બની ગયો છે.
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પહેલાથી જ મજબૂત સ્થિતિમાં છે. મહેમાન ટીમને 106 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે 9 વિકેટે 347 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે વિરાટ કોહલીએ 136 રનની કપ્તાની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી. તૈજુલ ઇસ્લામે હુસેનની બોલિંગમાં ફાઈન-લેગ પર કોહલીનો જોરદાર કેચ કર્યો હતો. કોહલીએ કેપ્ટન તરીકે બધા ફોર્મેટની કુલ 188 ઇનિંગ્સમાં 41મી સદી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન 33 સદી સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને આવે છે.
ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. ભારતે સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પહેલી ઇનીંગમાં 241 રનની લીડ મેળવ્યા બાદ ભારતે બાંગ્લાદેશને બીજા દાવમાં 195 રનમાં ઓલઆઉટ કર્યું હતું. યજમાન ટીમ માટે બીજા દાવમાં ઉમેશ યાદવે 5 અને ઇશાંત શર્મા 4 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવ મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે ઇશાંત શર્મા મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો.
એનસીપીએ અજિત પવારને વિધાનમંડળના નેતા પદેથી હાંકી કાઢ્યા હતા અને તેઓ વિધાનસભ્યોને ભાજપના સમર્થનમાં મત આપવાનો આદેશ આપી શકે તેવી સત્તા પણ તેમની પાસેથી લઈ લીધી હતી. અજિત પવારે ભાજપ સાથે જોડાણ કરી નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના આ નિર્ણય સાથે પક્ષ સહમત ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શરદ પવારે બોલાવેલી પક્ષના વિધાનસભ્યોની બેઠકમાં ૫૪માંથી ૪૯ સભ્ય હાજર હોવાનો દાવો એનસીપીએ કર્યો હતો. ત્રીસમી ઑક્ટોબરે અજિત પવારેને વિધાનમંડળના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હાલમાં આ જવાબદારી પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને સોંપવામાં આવી છે.
સવારે થયેલા હાઈ ડ્રામા બાદ પવારે ચાર વાગ્યે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ધનંજય મુંડે સહિત ૪૯ વિધાનસભ્ય હાજર હોવાનું એનસીપીએ જણાવ્યું હતું. અન્ય છ પણ ટૂંક સમયમાં પક્ષનો સંપર્ક સાધશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે અજિત પવારની શપથવિધિમાં હાજર બાર વિધાનસભ્યમાંથી નવે શરદ પવાર સાથે હોવાનું જણાવતા અજિત પવાર એકલા પડી ગયા હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિ ભાજપ માટે સંકટ ઊભું કરનારી હોવાનો દાવો થઈ રહ્યો છે. આ નવ વિધાનસભ્યએ એક જ સૂર પુરાવ્યો હતો કે તેઓ અજિત પવારના આદેશને માન આપી ગયા હતા અને તેમને રાજભવનમાં શપથવિધિ માટે જવાનો કોઈ અણસાર આપવામાં આવ્યો ન હતો. તેમને અંધારામાં રાખી અજિત પવારે શપથ લીધા હતા. આ બેઠકમાં ફડણવીસના અતિ નજીકના માનવામાં આવતા પરલીના વિધાનસભ્ય ધનંજય મુંડેની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ બેઠક બાદ ત્રીસમી નવેમ્બરે વિશ્ર્વાસનો મત જીતવો ભાજપ માટે અઘરો બની રહેશે, તેમ માનવામાં આવે છે. જોકે રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દિવસે ચિત્ર અલગ પણ હોઈ શકે. સંપૂર્ણ દિવસ દરમિયાન અજિત પવારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. તેમને મનાવવા માટે પક્ષના ઘણાં નેતાઓએ પ્રયત્ન કર્યા હતા. કૉંગ્રેસે પણ અજિત પવારને ભૂલ સમજી પાછા આવવા વિનંતી કરી હતી. જ્યારે બીજી બાજુ અજિત પવારે શરદ પવારને સંદેશો મોકલાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં તેમણે પક્ષને બચાવવો હોય તોે ભાજપ સાથે જોડાવવાની વાત કરી હતી. અજિત પવાર પાસે ૩૦થી ૩૬ વિધાનસભ્યનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.
ટ્રાફિક મેમો ફાડીને દંડ વસૂલવામાં ગુજરાત પોલીસ 101 કરોડની વસૂલાત સાથે દેશમાં બીજા ક્રમે
નવો મોટર વેહીકલ એક્ટ લાગુ થયા બાદ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ મળીને પ77 કરોડથી વધુ રૂપિયાનાં મેમો ફાટયા હોવાનું તા.21મી નવેમ્બર 2019ના રોજ કેન્દ્રના પરિવહન મંત્રાલય દ્વારા લોકસભામાં આધિકારીક રીતે જણાવવામાં આવ્યું હતું.
આ વાસ્તવિક દંડ વસૂલાત ન હોવાનું પણ મંત્રાલયે જણાવ્યું હતું. કારણ કે કેટલાક ચલણોમાં કેશ રૂપિયા વસૂલ થયા છે તો કેટલાક ચલણો આર.ટી.ઓ.માં તો કેટલાક ચલણને અદાલતોમાં મોકલવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જગદંબિકા પાલે લોકસભામાં પૂછેલા સવાલનો ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો હતો.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કુલ 38 લાખ લોકોનાં મેમો ફાડવામાં આવ્યા છે. તામિળનાડુમાં સૌથી વધુ 14.13 લાખ લોકોનાં ચલણ નીકળ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય વસૂલાત રૂ.101 કરોડની કરી દેવામાં આવી છે. દંડ વસૂલ કરવામાં ગુજરાત સમગ્ર ભારતમાં ઉત્તર પ્રદેશ (પહેલા ક્રમ) પછી બીજા ક્રમે આવે છે.
નવો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ દેશમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે તેમાં ફક્ત નવ રાજ્યોની જાણકારી જ મૂકવામાં આવી છે. ગતવર્ષનાં સપ્ટેમ્બર-ઓક્ટબરની તુલનામાં ક્યાં કેટલો ઘટાડો નોંધાયો તેનું વિવરણ સંસદમાં આપવામાં આવ્યું હતું. જો કે છત્તીસગઢમાં અકસ્માતોમાં 4.1 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ તેમાં ટાંકવામાં આવેલું છે. ‘ રાજ્ય”’ અકસ્માતમાં ઘટાડો કેરળ””’ 2.1 ટકા યુપી””” 9.8 ટકા બિહાર”’ 10.પ ટકા ગુજરાત’ 13.8 ટકા ઉત્તરાખંડ”””””’ 21.8 ટકા હરિયાણા 11.8 ટકા પુડ્ડુચેરી 30.7 ટકા ચંદિગઢ’ 7પ ટકા
ભારત અને બંગલાદેશ વચ્ચે શુક્રવારથી ભારતમાંની સૌપ્રથમ દિવસ – રાતની ટેસ્ટ રમાવાની છે અને તેમાં ગુલાબી બૉલ વાપરવામાં આવશે. બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના પણ ઇડન ગાર્ડન્સ ખાતેની આ સૌપ્રથમ દિવસ – રાતની ટેસ્ટ જોવા આવવાના છે.
આમ છતાં, સચિન તેન્ડુલકર સહિત કેટલાક ખેલાડીએ દિવસ રાતની ટેસ્ટ માટે ચિંતા વ્યક્ત કરી હતી.
અમુક ક્રિકેટરે જણાવ્યું હતું કે ઝાકળને લીધે બૉલ ભીનો થઇ જશે અને તેનાથી બૉલરો માટે તેને સ્વિંગ કરવો મુશ્કેલ બનશે.
બંગલાદેશની ટીમ ભારત રમવા આવે તે પહેલાં ભારતીય ક્રિકેટ બૉર્ડ (બીસીસીઆઇ)ના નવા વડા સૌરવ ગાંગુલી બંગલાદેશ ક્રિકેટ બૉર્ડને દિવસ રાતની આ ટેસ્ટ રમવા સમજાવવામાં સફળ થયા હતા.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે દિવસ રાતની ટેસ્ટ માટે સાત વર્ષ પહેલાં પરવાનગી આપી હતી અને અત્યાર સુધીમાં આવી ૧૧ ટેસ્ટ રમાઇ હતી. ચાર વર્ષ પહેલાં એડેલેઇડ ખાતે ન્યૂ ઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૧૫ના ડિસેમ્બરમાં સૌપ્રથમ દિવસ રાતની ટેસ્ટ રમાઇ હતી. સૂર્યાસ્ત પછી ગુલાબી બૉલ જોવામાં મુશ્કેલી પડવાનો ભય પણ વ્યક્ત કરાઇ રહ્યો છે.
ભારતીય સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ગુલાબી બૉલથી રમવું પડકારરૂપ રહેશે, કારણ કે તે હોકીના બૉલ જેવો વજનદાર છે. ફિલ્ડિંગ અને બૉલિંગમાં પણ તે મુશ્કેલી સર્જી શકે છે.
તેણે જણાવ્યું હતું કે સાંજના ઝાંખા પ્રકાશમાં પણ ગુલાબી બૉલ ફિલ્ડરો માટે પડકારરૂપ રહેશે. ટ્વેન્ટી-૨૦ અને પચાસ ઓવરની મૅચમાં લોકોને વધુ રસ છે ત્યારે ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે વધુ લોકોને આકર્ષવા માટે દિવસ રાતની ટેસ્ટના પ્રયોગ થઇ રહ્યા છે.
ભૂતપૂર્વ પ્રારંભિક બૅટ્સમેન ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે ગુલાબી બૉલ ઝડપી બૉલરોને વધુ લાભદાયક સાબિત થશે.
બંગલાદેશના સુકાની મોમિનુલ હકે ગુલાબી બૉલથી રમવાના પૂરતા અનુભવના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય ટીમનું બંગલાદેશ સામે પલડું ભારે જ રહ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.