CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 53 of 81 - CIA Live

September 10, 2019
varachab.jpg
3min9840

સાઉથ ગુજરાત કો.ઓ. બેંક એસોસીએશન દ્વારા દર વર્ષે યોજવામાં આવતો કો.ઓ. બેંક એવોર્ડ સમારોહ ગઇ તા.9મી સપ્ટેમ્બર 2019ના રોજ સિક્કીમના ગેંગટોક ખાતે યોજવામાં આવ્યો હતો. જુદી જુદી કેટેગરીમાં આપવામાં આવેલા એવોર્ડ અંગેની માહિતી આ મુજબ છે.

દ.ગુ.ની મોટામાં મોટી સહકારી બેંકોના ક્ષેત્રમાં

ટોટલ બિઝનેસ ગ્રોથ એક્સપાન્સનમાં

  • પ્રથમ ક્રમે પ્રાઇમ કો.ઓ.બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત પીપલ્સ કો.ઓ. બેંક
  • સેકન્ડ રનર અપ સ્થાને સુટેક્ષ કો.ઓ. બેંક

ફાઇનાન્સીયલ સ્ટેબિલટીમાં

સુરતની વરાછા કો.ઓ. બેંક લિ.ને તાજેતરમાં સિક્કીમના ગેંગટોક ખાતે યોજાયેલા સ્કોબા એવોર્ડ સેરેમનીમાં દક્ષિણ ગુજરાતની શ્રેષ્ઠ ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ધરાવતી તેમજ પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટમાં અવ્વલ દરજ્જાની બેંકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બેંકના ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળા તેમજ અન્ય પ્રતિનિધિઓએ આ એવોર્ડ સ્વીકાર્યો એ વેળાની તસ્વીર
  • પ્રથમ સ્થાને વરાછા કો.ઓ. બેંક લિ.
  • ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત પીપલ્સ કો.ઓ. બેંક
  • સેકન્ડ રનર અપ સ્થાને કોઇ નહીં.

પ્રોફિટેબિલીટી મેનેજમેન્ટમાં

  • પ્રથમ સ્થાને વરાછા કો.ઓ. બેંક લિ.
  • સેકન્ડ રનર અપ સ્થાને પ્રાઇમ કો.ઓ. બેંક લિ.
  • સુટેક્ષ કો.ઓ. બેંક લિ.

પબ્લિક રિલેશન અને સોશ્યલ એક્ટિવિટીમાં

  • પ્રથમ ક્રમે પ્રાઇમ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત પીપલ્સ કો. ઓ. બેંક
  • દ્વિતિય રનર અપ સ્થાને વરાછા કો.ઓ. બેંક

દક્ષિણ ગુજરાતની લાર્જ કો.ઓ. બેંક ક્ષેત્રમાં

ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્સન

  • પ્રથમ ક્રમે સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ ક્રમે સુરત નેશનલ કો.ઓ. બેંક
  • સેકન્ડ રનર અપ ક્રમે સર્વોદય સહકારી બેંક

ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ ક્રમે સુરત નેશનલ કો.ઓ. બેંક

પ્રોફિલેટેબિલટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે ભીલવાડા પીપલ્સ કો.ઓ. બેંક લિ.
  • ફર્સ્ટ રનર અપ સ્થાને સર્વોદય સહકારી બેંક લિ.

પબ્લિક રિલેશન એન્ડ સોશ્યલ એક્ટિવિટી ક્ષેત્રમાં

  • પ્રથમક્રમે સર્વોદય સહકારી બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત નેશનલ કો.ઓ. બેંક

દક્ષિણ ગુજરાતની મધ્યમ સ્તરની કો.ઓ. બેંક

ટોટલ બિઝનેસ એક્સપાન્સન ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને અખંડઆનંદ કો.ઓ. બેંક
  • સેકન્ડ રનર અપ સ્થાને એસોસીએટ કો.ઓ. બેંક

ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને બારડોલી નાગરીક સહકારી બેંક

પ્રોફિટેબિલીટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને વલસાડ મહિલા નાગરીક બેંક

પબ્લિક રિલેશન એન્ડ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે માંડવી નાગરીક સહકારી બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક

દક્ષિણ ગુજરાતની સ્મોલ કો.ઓ. બેંક

  • ટોટલ બિઝનેસ ગ્રોથ એક્સપાન્સનમાં રાંદેર પીપલ્સ કો.ઓ. બેંક ફર્સ્ટ રનર અપ
  • ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ક્ષેત્રમાં રાંદેર પીપલ્સ કો.ઓ. બેંક પ્રથમ ક્રમે
  • પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં રાંદેર પીપલ્સ કો.ઓ. બેંક પ્રથમ ક્રમે
  • પબ્લિક રિલેશન એન્ડ સોશ્યલ એક્ટિવિટીમાં આદીનાથ કો.ઓ. બેંક ફર્સ્ટ રનર અપ સ્થાને

September 10, 2019
tajiya.jpg
1min891

ઇસ્લામ એટલે હિજરી સનનો પહેલો મહિનો મહોરમ છે. ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે.

કરબલા અત્યંત દુ:ખદ ઘટના છે. લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી.

ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, પરંતુ કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.

સુરતમાં 300થી વધુ કલાત્મક તાજીયાનું ઝુલુસ નીકળશે

સુરતમાં દાયકાઓ જુની પરંપરા મુજબ આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કલાત્મક તાજીયા નીકળશે અને રાજમાર્ગ પર ભાગળ ખાતે પહોંચશે અને ત્યાંથી મેઇન ઝુલુસ નીકળશે એમ તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણીએ જણાવ્યું હતું. જે તે પોલીસ મથક વિસ્તારના તાજીયા હોલ્ડર્સને કેટલીક આચારસંહિતા અંગે જાણકારી આપીને તેનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણી સાથે તાજીયા હોલ્ડર બિરાદરોની તસ્વીર

દરમિયાન સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી શ્રી અસદ કલ્યાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે મોતી ટોકીઝ પાસે તાજીયા કમિટીનો એક કન્ટ્રોલ ટાવર કાર્યરત કરવામાં આવ્યો છે. વર્ષે અંદાજે 350 જેટલા તાજીયા માટે પરમિટ ઇશ્યુ કરવામાં આવી છે. જેમાં તાજીયા અને સવારી ઉપરાંત દુલદુલ તેમજ પરી અને પાણીની પરબનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજરોજ તા.10મી સપ્ટેમ્બરને મંગળવારે સાંજે 5 કલાકથી તાજીયા ઝુલુસ પૂરું થાય ત્યાં સુધી તાજીયા કમિટીના સભ્યો સેવા આપશે. આજે યવમે આશુરાના દિવસે સલાબતપુરા વિસ્તારના તીજાયા સ્થળ પરથી નીકળી મોતી ટોકીઝ પાસે ભેગા થશે. મહીધરપુરાના તાજીયાઓ મોતી ટોકીઝ પાસે ભેગા થશે. લિંબાયતના તાજીયા પણ મોતી ટોકીઝ પાસે એકત્ર થશે અને ત્યાંથી પાણીની ટાંકી થઇ રાજમાર્ગ પર મુખ્ય ઝુલુસમાં જોડાશે.

તેવી જ રીતે અઠવા પોલીસ મથકના, સચીન પોલીસ મથકના, ઉધના પોલીસ મથકના, પાંડેસરા પોલીસ મથકના, ખટોદરા પોલીસ મથક વિસ્તારના તાજીયાઓ નવસારી બજાર એકત્ર થઇ ઝુલુસ રૂપે ડી.કે.એમ. હોસ્પિટલ, એરઇન્ડિયા, કોટસફિલ રોડ થઇ ભાગળ ચાર રસ્તાથી ઝુલુસમાં જોડાશે.

ચોક પોલીસ મથક વિસ્તારના તાજીયા કાંસકીવાડ ચાર રસ્તા થઇ ગોળવાલા ચકલા, રુવાલા ટેકરા થઇ, પારસી શેરી થઇને રાજમાર્ગના મુખ્ય ઝુલુસમાં જોડાશે.

રાંદેર અને અમરોલી પોલીસ મથક વિસ્તારના તાજીયા પોતાના જ વિસ્તારોમાં નીકળશે.

સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણી સાથે તાજીયા હોલ્ડર બિરાદરોની તસ્વીર

તાજીયા કમિટીએ આજે મુખ્ય ઝુલુશ શાંતિપૂર્ણ રીતે અને કોમીએખલાસભર્યા માહોલમાં નીકળે એ માટે આચારસંહિતાઓ ઘડી છે, તાજીયા પરમીટ હોલ્ડરોને તેનું પાલન કરવા માટે જણાવવામાં આવે છે.

September 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min19820
સુરતના અમરોલી વિસ્તારમાં જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ. શાહ એન્ડ એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજમાં તાજેતરમાં નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (એન.એ.એ.સી.) (નાક) દ્વારા હાથ ધરવામાં આવેલા ઇન્સ્પેકશન બાદ કોલેજને બી પ્લસ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કોઇ કોલેજે સતત ત્રીજી સાઇકલમાં નાક એસેસમેન્ટ કરાવ્યું હોય તેવી પહેલી કોલેજ અમરોલી કોલેજ બની છે.

શહેરના અમરોલી વિસ્તારમાં કાર્યરત જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજમાં ગઇ તા.6 અને 7 સપ્ટેમ્બર 2019ના રોજ નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (એન.એ.એ.સી., નાક)ની ટીમ મૂલ્યાંકન માટે આવી હતી. સતત ત્રીજી સાઇકલમાં અમરોલી કોલેજ દ્વારા મૂલ્યાંકન કરાવાયું હતું. નાક એક્રેડિટેશન કાઉન્સિલના મૂલ્યાંકનના અંતે જાહેર થયેલા પરીણામમાં અમરોલી કોલેજને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ રેન્ક મળ્યો છે. હજુ સુધી નાક રેટિંગ્સમાં સતત ત્રીજી સાઇકલ માટે કોઇ કોલેજ સજ્જ નથી ત્યારે અમરોલી કોલેજે ત્રીજા મૂલ્યાંકનમાં 2.94 સ્કોર સાથે બી પ્લસ પ્લસ ગ્રેડ મેળવ્યો છે.

અમરોલી કોલેજના યશસ્વી આચાર્ય ડો.કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે સતત ત્રીજા નાક એસેસેમેન્ટ સાઇકલ અને સીજીપીએ પ્રમાણે ગુજરાત રાજ્યમાં અમરોલી કોલેજ ત્રીજા ક્રમે આવે છે. એ પણ સુરત સમેત દક્ષિણ ગુજરાત માટે સિદ્ધિ સમાન છે.

શું છે નાક N.A.A.C. રેટિંગ્સ?

નાક રેટિંગ્સ એ એક ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં કેન્દ્ર સરકારની એપેક્ષ બોડી દ્વારા કરવામાં આવતા મૂલ્યાંકન બાદ સર્વાંગી રીતે જે તે સંસ્થાને આપવામાં આવતું રેટિંગ્સ છે. નાક એટલે એન.એ.એ.સી., નેશનલ એક્રેડીટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ. નાક રેટિંગ્સ તમામ કોલેજો માટે ફરજિયાત છે. યુજીસીએ તો ત્યાં સુધીના સરક્યુલર જારી કર્યા છે કે નાક રેટિંગ્સ નહીં હોય તેવી કોલેજ કે યુનિવર્સિટીને ગ્રાન્ટસ નહીં ફાળવવામાં આવે.

નાક રેટિંગ્સમાં કોલેજમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ, ફેકલ્ટીઝ, લાઇબ્રેરીઝ અને લેબોરેટરીઝ, કો કરીક્યુલર એક્ટિવિટીઝ, ફંડિંગથી લઇને સાફસફાઇ અભિયાન સમેતના પરીબળોનું ફિઝિકલ વેરીફીકેશન કરવામાં આવે છે અને એ પછી જે તે કોલેજને તેની ક્રેડિબિલિટી અંગેનું રેટિંગ આપવામાં આવે છે.

September 9, 2019
rupeee.jpg
2min155490

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો તમને ભવિષ્યમાં કમાણીનું શું થશે ?, રૂપિયા ક્યાંથી આવશે ? , ધંધો ચાલશે કે કેમ? એવા સવાલો થતા હોય, આવકને લઇને નેગેટિવ વિચારો આવતા હોય તો એ વાત ચોક્કસ માનજો કે આવા વિચારો તમને એકલા ને નથી આવતા, મંદીનો માહોલ સાર્વત્રિક છે અને એટલે જ સુરત જેવા ધંધાકીય શહેરમાં પણ અનેક લોકોને ભાવિ આર્થિક અનિશ્ચિતતાઓને કારણે રીએક્ટીવ ડિપ્રેશનનો ભોગ બનવું પડ્યું છે. આ શબ્દો છે શહેરના જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સીના.

અભૂતપૂર્વ મંદીના સમયગાળામાં આજરોજ તા.9મી સપ્ટેમ્બર 2019ના દિવસે વધુ એક આકરો સમાચાર એ આવ્યો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજના દરો ઘટાડ્યા તેની સાથે લેન્ડીંગ રેટમાં પણ ઘટાડો કર્યો. બીજો નેગેટીવ ન્યુઝ એ આવ્યો કે ગત ઓગસ્ટ 2018ની સરખામણીમાં ઓગસ્ટ 2019માં 41 ટકા વાહનો ઓછા વેચાયા. ઓટો સેક્ટર અત્યંત મંદીમાં સપડાયું છે.

હવે એ વાત સરકાર સિવાય બધા જ સ્વીકારી ચૂક્યા છે કે માર્કેટમાં અભૂતપૂર્વ મંદીનો માહોલ છે. સુરતની વાત કરીએ તો કેશ ક્રન્ચ, રોકડની એવી તીવ્ર તંગી વર્તાય રહી છે કે કરોડપતિ લોકો પાસે કેશના નામે લાખ રૂપિયા રોકડા નથી અને કેશ માટે તેઓ રોજરોજ થીંગડા મારતા હોય તેવો ઘાટ સર્જાય છે.

નાના વેપારીઓ, વ્યવસાયિકોના વકરા ઘટી ગયા, ખરીદ શક્તિ ઓછી થઇ ગઇ : કાનજીભાઇ ભાલાળા

સુરતને ભારતનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટી ગણવામાં આવે છે. ભારતના આ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ સિટીમાં હાલ કેશ લિક્વિડીટીથી અમીર, ગરીબ બધાં જ પીસાય રહ્યા છે. સુરતના બજારોમાં રોકડની અછત કેમ એ અંગે વરાછા બેંકના ચેરમેન કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું કે મંદીની અસર ગ્રાસરૂટ પર સૌથી ઘેરી થાય છે. સામાન્ય દુકાનદારોથી લઇને વ્યાવસાયિકોના રોજિંદા વકરા 50 ટકા સુધી ઘટી ગયા છે. એવું નથી કે બેંકો પાસે કેશ નથી, પણ સામાન્ય લોકોની ખરીદ શક્તિ જ ઘટી ગઇ છે અને તેની સીધી અસર સુરતના બજારમાં રોકડની તરલતા પર જોવા મળી રહી છે. કાનજીભાઈએ કહ્યું કે ધંધા, વેપાર મંદ પડ્યાની પ્રતીતિ વ્યાવસાયિકો કે જેઓ સર્વિસ પ્રોવાઇડર ગણાય છે તેમના વકરામાં થયેલા ઘટાડાથી પણ જાણી શકાય છે.

સુરતના એક જાણીતા રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગેવાને જણાવ્યું કે અમારી પાસે કમસેકમ 400 કરોડની પ્રોપર્ટીઓ છે, અમારી કેપિટલ જામ થઇ ગઇ છે, આજે એ હાલત છે કે એક લાખ રૂપિયા રોકડા માટે રોજેરોજ બે પાંચ જગ્યાએ ફોન કરીને મેનેજ કરવા પડી રહ્યા છે. માર્કેટમાં કેશ ક્રન્ચ ક્યારે પૂરો થાય એ સમજાતું નથી.

ધંધો એટલો ખરાબ ચાલે છે કે કેપિટલ તોડીને હાલ કામ ચલાવી રહ્યા છીએ

સુરતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે મોટી બ્રાન્ડ ગણાતા જાણીતા ઉદ્યોગપતિએ જણાવ્યું કે હાલમાં ધંધામાં વર્કિંગ કેપીટલ નથી. અમારે મીલ ચલાવવા માટે રોજેરોજ રોકડા રૂપિયા જોઇએ. અમારા એવા ઘણા કામો હોય છે જેના કામદારોને રોકડામાં ચૂકવણી કરવી પડે છે. આ કામદારો સ્માર્ટ ફોન કે એન્ડ્રોઇડ ફોન વાપરતા નથી તો ઇલેક્ટ્રોનિક પેમેન્ટની વાત જ ક્યાં આવે. એથી વિશેષ અનેક કોન્ટ્રાક્ટરો જીએસટી આવ્યા પછી રોકડામાં જ ધંધો કરવાનો આગ્રહ રાખે છે ત્યારે અમારે ડગલેને પગલે કેશની જરૂરીયાત વર્તાય છે, હાલમાં માર્કેટમાં રોકડની જે ખેંચ છે તેનાથી કંટાળી ગયા છે અને અમારે અમારી જે કેપિટલ હતી, ભૂતકાળમાં કમાયા હતા એ મૂડી ધીરે ધીરે ધોવાય રહી છે.

શેરબજારમાં ધોવાણે સુરતના અનેક લોકોને પાયમાલ કરી દીધા

ભારતીય શેરબજાર છેલ્લા દોઢેક મહિનાથી જે રીતે નેગેટીવ ટોનમાં વર્તી રહ્યું છે એ જોતા સુરતમાં વર્ષોથી નહીં દાયકાઓથી શેરબજાર પર નભતા આવેલા લોકો પાયમાલીમાં ધકેલાય ગયાના અહેવાલો છે. જેમના પરિવારો શેરબજારની આવક પર જ નભતા હતા એ લોકોએ આવકના અલ્ટરનેટિવ સોર્સ શોધી કાઢીને શેરબજારમાં કામકાજ સાવ જ ઓછું કરી દીધું છે. છેલ્લા દોઢ મહિનામાં શેરબજારમાં 100 ટકાનું ઇન્વેસ્ટમેન્ટ ધોવાઇને 20થી 25 ટકા પર આવી જતા સુરતના અનેક લોકોએ શેરબજાર છોડીને અન્ય કામ ધંધા સ્વીકારવાની નોબત આવી છે. સુરતમાં એક મોટો વર્ગ શેરબજારની આવક સાથે સંકળાયેલો હતો.

જેની પાસે રૂપિયા આવે છે એ સામે ચૂકવણા કરતા નથી, એટલે કેશ ફ્લો ખોરંભે પડે છે

ગુજરાતના જાણીતા ઇકોનોમિસ્ટ ડો. એ.એન. મહેતાએ કહ્યું કે માર્કેટમાં મંદીનું મોટું કારણ અનિશ્ચિત માહોલ છે. જે લોકો પાસે રૂપિયા આવે છે એ લોકોએ સામે ચૂકવવાના પણ હોય છે પણ એ ચૂકવણું કરતા નથી કેમકે તેમને અનિશ્ચિતતાના માહોલમાં ભવિષ્યની જરૂરીયાતની ચિંતા હોય છે અને એથી એ સામેવાળાને રૂપિયા ચૂકવતા નથી અથવા તો વિલંબમાં નાંખે છે, આ પ્રકારે સાર્વત્રિક રીતે લોકો પોતાની પાસેની લિકવિડીટીનો ફ્લો સ્ટોપ કરે ત્યારે માર્કેટમાં મંદી આવે છે.

અનિશ્ચિતતાને કારણે શોપિંગ, મોજશોખ પાછળના ખર્ચા તો ઓછા કર્યા પણ જરૂરીયાતો પણ ઓછી કરી દીધી

સુરતના જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સીએ કહ્યું કે દેખીતી વાત છે કે મંદીના માહોલમાં લોકોએ પોતાના ખર્ચા ઘટાડી નાંખ્યા છે, મોજશોખ પાછળના ખર્ચા બિલકુલ બંધ અને હેલ્થ સેક્ટરની વાત કરુ તો ઇલેક્ટીવ ઓપરેશન્સ જેવા કે હર્નિયા, પાઇલ્સ વગેરે કે જે થોડા મહિનાઓ ટાળી શકાય છે, દર્દીઓ આવા ખર્ચાઓ પણ નિવારી રહ્યા છે. આમ, માર્કેટમાં અગાઉ જે રીતે રૂપિયા ફરી રહ્યા હતા, મની સરક્યુલેશન થતું હતું એ સાવ મંદી પડી ગયું છે.

રીએક્ટીવ ડિપ્રેશનના કેસોમાં અસામાન્ય ઉછાળો : ડો.મુકુલ ચોક્સી

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં ડો. મુકુલ ચોક્સીએ જણાવ્યું કે ડિપ્રેશન બે પ્રકારે થતાં હોય છે. એક ઇન્ટર્નલ કારણોસર અને બીજું કારણ રિએક્ટીવ ડિપ્રેશન એટલે કે બાહ્ય કારણોસર. ડો.ચોક્સીએ ઉમેર્યું કે આજે હાઇએન્ડના લોકોમાં, ડાયમંડ વર્કસમાં તોમજ લોઅલ મિડલ ક્લાસ સુધીના લોકોમાં રીએક્ટીવ ડિપ્રેશનના કેસોમાં અસામાન્ય ઉછાળો અમે જોઇ રહ્યા છીએ. દર્દીઓની સાથે જ્યારે વાતચીત થાય છે ત્યારે મામલો પારિવારીક અને ધંધાકીય આર્થિક સ્થિતિ પર આવીને અટકતો હોય છે. બજારમાં મંદીની સીધી અસર લોકોની માનસિક હેલ્થ પર પડી રહી હોવાનું ડો.ચોક્સીએ જણાવ્યું હતું.

પગારદારો હાલમાં સૌથી સલામત

એક સમયે લોકોની માનસિકતા એ હતી કે નોકરીને કારણે આવક મર્યાદિત હોઇ, વિકાસ કે મોજશોખ માટે પૈસા પર્યાપ્ત ન હતા, પરંતુ, આજે મંદીના સમયમાં એ જ લોકો એવું કહી રહ્યા છે કે આજે સૌથી સલામત અર્થોપાર્જન હોય તો એ નોકરી છે. હાલમાં નોકરીયાત, પગારદારોને મહિનો થાય એટલે ફિક્સ પગાર તો મળી રહે છે. ધંધાર્થીઓ કે વ્યાવસાયિકોને તો કેપીટલ તૂટ હોય એવી સ્થિતિ દર મહિને જોવા મળી રહી છે.

આ પણ છે મંદી રિલેટેડ સમાચાર

https://navgujaratsamay.com/real-estate-downturn-has-taken-a-life-of-citys-top-ravani-groups-harish/155221.html

September 9, 2019
bitcoin_1.jpg
1min5760

બિટકનેક્ટ કેસમાં સતીષ કુંભાણી સહતિના ચાર આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમે કોર્ટમાં ચાર હજાર પાનાની દળદાર ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી ૨૦ કરોડના ચિટિંગની ફરિયાદ આવી હતી. જેની સામે સીઆઇડી ક્રાઇમે રૂપિયા ૧૦૦ કરોડની મિલકતો સિઝ કરી હતી.બિટકનેક્ટ કેસમાં આવકવેરા વિભાગે પણ એક્ટિવ થઈ રૂપિયા બે હજાર કરોડની ડિમાન્ડ કાઢી હતી. ઉપરાંત આરોપીઓ અને રોકાણકારોને નોટિસ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ચાર્જશીટમાં એક આરોપીને વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો જ્યારે અન્ય સાત આરોપીઓ સામે કાર્યવાહી ચાલી રહી હોવાનો પણ ઉલ્લેખ છે. કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલો આરોપી સતીષ કુંભાણી દુબઇ ભાગી ગયા બાદ હમિાચલ પ્રદેશના કુલુમાં એક નાનકડા ઘરમાં સંતાયો હોવાનું પણ ચાર્જશીટમાં જણાવાયુ હતુ. ધવલ માવાણી પાસે બિટકનેક્ટને લગતી તમામ માહતિીઓ હતી છતાં સીઆઈડી ક્રાઈમ તેની પાસેથી કોમ્પ્યૂટર, લેપટોપ સહતિનો ડેટા હજુ સુધી ઓકાવી શકી નથી. સતીષ કુંભાણી એન્ડ કંપનીએ રોકાણકારો પાસે બિટકનેક્ટ સહતિના કોઇનમાં રોકાણ કરાવાયુ હતુ. જેમાં શૈલેષ ભટ્ટે પણ રોકાણ કર્યું હતુ. રોકાણકારોને દિવસે સ્વપ બતાવવામાં આવ્યા હતા, કોઇનો ભાવ ઉપર લઇ જઇ સાવ તળિયા પર લાવી દેવાયો હતો.

સતીષ કુંભાણી સામે લુકઆઉટ નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી હતી. આરોપી દુબઇ ભાગીને ત્યાંથી હમિાચલ ગયો હતો અને એક નાનકડા ઘરમાં રોકાયો હતો. આ કેસમાં આઇટીએ સતીષ કુંભાણીના દુબઇ ભાગ્યાના છ મહનિા બાદ દરોડા પાડયા હતા,, જેમાં દિવ્યેશ દરજી સહતિના પ્રમોટરો ભેરવાયા હતા. આ કેસમાં ઇન્વેસ્ટિગેશન વિંગમાં એપ્રાઇઝર રિપોર્ટ તૈયાર થયા બાદ અંદાજે રૂપિયા ૨ હજાર કરોડના ટ્રાન્ઝેકશન થયા હોવાનું દર્શાવવામાં આવ્યુ છે. આઇટીએ સતીષ કુંભાણીને પણ નોટિસ મોકલી હતી.

September 5, 2019
savji.jpg
1min45230

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતની હીરા પેઢી શ્રી હરી કૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા મૂળ સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળી પર તેમના કારીગરોને મોંઘીદાટ ગીફ્ટ જેવી કે મોટરકાર, ફ્લેટ કે જ્વેલરી જેવી ગીફ્ટ નહીં આપે બલ્કી તેમની રોજી, રોટી અકબંધ રહે તે સુનિશ્ચિત કરશે. આ વાત સવજીભાઇ ધોળકીયાએ ભારતના મોટા અખબાર સમૂહ ધ હિન્દુ ને કરી છે.

સુરતના હીરા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળીમાં કામદાર, કર્મચારીઓને મોંધીદાટ ગીફ્ટ નહીં આપે એમ તેમણે ધ હિન્દુને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

હિન્દુ બિઝનેસલાઇન ડોટ કોમ પર સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ આપેલા સંપૂર્ણ ઇન્ટરવ્યુની લિંક પણ આ આર્ટીકલ પૂરો થયા પછી મૂકવામાં આવી છે.

મંદીનો માર આ વખતે ગોવિંદ ધોળકીયાના હીરા ઉદ્યોગને પણ પડ્યો છે. ધ હિન્દુ જૂથ સાથે વાતચીતમાં સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે 2008 કરતા પણ ભયાનક મંદીનો માહોલ છે. આ વખતે દિવાળીમાં મોંઘી ગીફ્ટ ભૂલી જાવ, હા એ વાત જરૂર છે કે હું મારા 6000 કારીગર, કર્મચારીઓની રોજીરોટીની ફિકર જરૂર કરીશ. અમે જરૂરીયાત પૂરતા ખર્ચ કરી શકીએ, વધારાની જોગવાઇ કરવાનું આ સમયગાળામાં પરવડે નહીં. તેમણે કહ્યું કે એક તરફ લાખો લોકોની રોજગારીનો પ્રશ્ન આ ઉદ્યોગમાં ઉભો થયો છે ત્યારે આવી મોંઘી ગીફ્ટ દિવાળીમાં આપી શકાય એમ નથી.

દિવાળી છોડો ક્રિસમસ સુધી મંદીમાં રાહત મળે તેવા કોઇ સંકેતો નથી : સવજી ધોળકીયા

સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે આ વખતે અમારા માટે સૌથી મોટો પ્રશ્ન ઉદ્યોગ જગતમાં ટકી રહેવાનો છે. સવજીભાઇ ધોળકીયાએ મંદીનો સમય ક્યારે પૂરો થશે એ અંગે કંઇ ટીપ્પણી કહેવા કરતા પોતાના ઇન્ટરવ્યુમાં એવું જરૂર જણાવ્યું છે કે દિવાળી તો છોડો પણ ક્રિસમસ સુધી મંદીનો માહોલમાં રાહત મળે તેવા કોઇ સંકેતો દેખાતા નથી.

https://www.thehindubusinessline.com/news/no-diwali-blast-for-surat-diamantaires-employees/article29339577.ece#

September 4, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9710

ઉપરોક્ત માહિતી ઉકાઇ ડેમ ખાતે વોટર મેનેજમેન્ટ કરી રહેલા સત્તાવાર સૂત્રો દ્વારા તા.4 સપ્ટેમ્બર 2019ની રાત્રે 9.30 કલાકે જારી કરવામાં આવી હતી.

તા.4 સપ્ટેમ્બર ને બુધવારે રાત્રે 9 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 339.63 ફૂટ નોંધાઇ હતી. રૂલ લેવલથી ફક્ત 0.37 ફૂટ સપાટી છેટી રહી હતી. દરમિયાન ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 60,458 ક્યુસેક્સ થતાં સત્તાધીશોએ રાત્રે 9 વાગ્યાથી 1,08,130 ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરુ કર્યું હતું.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં તા.4 સપ્ટેમ્બરના રોજ પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો આવરો વધુ થાય તેમ હોવાથી બુધવારે રાત્રે 9 વાગ્યાથી જેટલું પાણી આવી રહ્યું હતું તેનાથી ડબલ માત્રામાં પાણી ડેમમાંથી રિલીઝ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

September 4, 2019
ukai.jpg
1min8060

મધ્યપ્રદેશમાં આવેલા ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદના પાણીના થઇ રહેલા આવરાને પગલે ઉકાઇ ડેમની ઉપરવાસમાં સ્થિત હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમની સપાટી ૩૩૯.૫૧ ફૂટ પર પહોંચી ગઈ છે.

આજરોજ તા.4 સપ્ટેમ્બર 2019ના રોજ ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૪૦ ફુટ છે અને ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૨૪૫ ફૂટ છે. જેથી હાલ તંત્ર દ્વારા વરસાદ અને પાણીની આવક પર નજર રાખવામાં આવી છે.

ઉકાઈ ડેમમાં ૫૩૮૩૬ ક્યૂસેક પાણીની આવક થઈ કરી છે અને પાણીની આવક જેટલો જ ચાર દરવાજા ખોલી આઉટ ફ્લો રાખવામાં આવ્યો હતો. ઉકાઇ ડેમનું રૂલ લેવલ અને સપાટી મેન્ટેઇન રાખવા માટેની મથામણ શરૂ કરી દેવામાં આવી હતી. હાલનું રૂલ લેવલ ૩૪૦ ફૂટથી સપાટી એકદમ નજીક હોવાની સાથે જ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે. શુક્રવારથી જ સપાટી ૩૪૦ ફૂટની નજીક ૩૩૯.૭૨ ફૂટની આજુબાજુ નોંધાઇ હતી. ડેમ એલર્ટ લેવલ પર હોવાથી પાણી છોડી દેવું પડે તેમ હતું. 

September 4, 2019
ganapati_sunil.jpg
1min6050

અડાજણના શિવ ગ્રુપ આયોજિત પાંચમા ગણેશ ઉત્સવને તાપી શુદ્ધિકરણ કન્સેપ્ટ સાથે સાંકળીને સમાજને એક રચનાત્મક વિચાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

શિવ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં તાપી શુદ્ધિકરણ ભાગરૂપે છેલ્લા પાંચ વર્ષથી ફક્ત અને ફક્ત બે ફૂટની માટીની મૂર્તિ સ્થાપન કરી સમાજ તેમજ હિન્દુ તહેવારોમાં જે તહેવાર રંગેચંગે આનંદ ઉલ્લાસ થી ઉજવવામાં આવે છે એક તહેવાર પાછળ એકતાનું પ્રતિક માનવામાં આવે છે.

શિવ ગ્રુપના આયોજક વિજય પટેલ મોનાર્ક પટેલ અલ્પેશ પટેલ દર્શન પટેલ મેહુલ પટેલ મનીષ પટેલ પિયુષ પટેલ મીકુ દ્વારા સુરતની જીવાદોરી સમાન તાપી માતામાં ગણેશ વિસર્જન દરમિયાન લાખો ટન કેમિકલયુક્ત ઝેર ઠલવાતું હોવાથી પાણીની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાતા સ્થાનિક આયોજકોએ નાની મૂર્તિ ની સ્થાપના કરી પોતાના મંડળ તેમજ પોતાના આંગણામાં જ વિસર્જનની શરૂઆત કરી હતી.

તાપી શુદ્ધિકરણ નો મેસેજ સમાજમાં તેમજ સુરત શહેરમા વહેતો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર ગામમાં ૨૮ જેટલી સ્થાપિત મૂર્તિઓનું વિસર્જન ફક્ત પોતાના મહોલ્લામાં કરવામાં આવ્યું હતું એવું આયોજન દ્વારા જણાવવામાં આવ્યું હતું

September 4, 2019
main-1280x1250.jpg
2min11240

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ જેની સાથે રચનાત્મક સહયોગ કર્યો છે અને જેને સુરતના બિનસરકારી રચનાત્મક મિશનમાં સૌથી સક્સેસફુલ મિશન કહેવામાં આવી રહ્યું છે એ રિડીયો મિર્ચી આર.જે. હર્ષ પ્રેરિત ટ્રી ઇડિયટ્સ એ હવે પોતિકી રીતે જ ચાલુ વર્ષે સુરત અને આસપાસના વિસ્તારોમાં 51 હજાર વૃક્ષો ઉછેરવાનો લક્ષ્યાંક સર કર્યો છે.

આ વર્ષે ચોમાસા પૂર્વેથી શરૂ કરવામાં આવેલા રેડિયો મિર્ચી પ્રેરિત આર.જે. હર્ષ સંચાલિત ટ્રી ઇડિયટ્સ મિશન અન્વયે આર.જે. હર્ષે સુરત શહેરમાં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ, જુદા જુદા આગેવાનોને સાંકળીને વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો હતો. જેની તસ્વીરી ઝલક અત્રે પ્રસ્તુત છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ રેડીયો મિર્ચી ટ્રી ઇડિયટ્સના કન્સેપ્ટને બિરદાવ્યો હતો. તેમણે આર. જે. હર્ષના આ અભિયાનને સહયોગ આપવા માટે સુરત અને ગુજરાતના લોકોને અપીલ કરી હતી. ખુદ શ્રી રૂપાણીએ હર્ષને શુભેચ્છાઓ હતી કે ટ્રી ઇડિયટ્સ મિશન અન્વયે 51 હજાર વૃક્ષો રોપવાના લક્ષ્યાંકને સર કરશે, શ્રી રૂપાણીની શુભેચ્છાઓ ફળીભૂત થઇ છે અને 51 હજારનો લક્ષ્યાંક સર થઇ ચૂક્યો છે, આ અભિયાન હજુ પણ જારી છે અને રહેશે એમ આર.જે. હર્ષે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું.

ટ્રી ઇડિયટ્સ મિશન અન્વયે સુરત રેડિયો મિર્ચી આર.જે. હર્ષએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને મળવાનું થયું
સુરત શહેરના પોલીસ જવાનો પણ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાયા હતા.

જ્યારે દુનિયા માં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ત્યારે એને ડામવાનો એક જ ઉપાય છે અને એ છે ઝાડ ઉગાડવાનો..

રેડિયો મિર્ચી ૯૮.૩ એફ એમ ના આરજે હર્ષ દ્વારા “મિર્ચી ટ્રી ઈડીયટ ” activiti અંતર્ગત આ વર્ષે ૫૧૦૦૦ ઝાડ વાવનું અભિયાન હાથ ધરાયું હતું. “ખાલી જગ્યા પૂરો ,સુરત ના નકશા માં લીલો રંગ ભરો ” સૂત્ર સાથે શરૂ થયેલ આ કાર્યક્રમ માં ગુજરાત ના સીએમ વિજય રૂપાણીએ પણ જોડાઈ ને ઓડીઓ વિડિયો સંદેશ સાથે સુરતી ઓ ને જોડાવા અપીલ કરી હતી. અને આ કાર્યક્રમ ને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. જેમાં ૭ વર્ષના બાળક થી લઇ ને વડીલો પણ જોડાય હતા.

શેરીમોહલ્લા, સોસાઈટી, એપાર્ટમેન્ટ અને પ્રાઇવેટ જગ્યાઓ માં લોકો એ આરજે હર્ષ ને બોલાવી ને છેલ્લા દોઢ થી બે મહિના માં ૫૧૦૦૦ થી વધુ પ્લાન્ટ વાવી દીધા હતા અને આ અભિયાન હજી પણ ચાલુ છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિના મૂલ્યે છોડ અને સ્ટાફ ની વ્યવસથા કરાઈ રહી છે..જેનો સુરતી ઓ લાભ રહી રહ્યા છે..

ગુજરાત ગેસ કંપની દ્વારા આ કાર્યક્રમનું ઉદઘાટન થયા બાદ એમના સમગ્ર સ્ટાફ , વાઇસ પ્રેસિડેન્ટ ભાસ્કર જોશી , એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મકસૂદ શેખ વગેરેએ જોડાઈ ને આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

કંપનીના સીઈઓ નીતિન પાટિલએ, આ અભિયાનમાં જોડાઇને પોતાની કંપની ની સામાજિક જવાબદારી અદા કરવાની મુહિમને સમજાવી ઝાડ વાવવાની અપીલ કરી હતી. અત્યાર સુધી સૌથી વધુ ઝાડ સુરત ના સાઉથ ઝોન માં વવાયા છે.

જેમાં સાંસદ સી આર પાટિલ, MLA વિવેક પટેલ, છોટુભાઇ પાટિલ, કોર્પોરેટર સોમનાથ મરાઠી, સુરેશ કણસાગરા, રોહિણી પાટિલ, મજ્ઞાદેવી શુક્લાએ સ્થાનિક શાળાઓ, કૉલેજ, ઉધના પોલીસ લાઇન અને સોસાટીઓમાં આર.જે. હર્ષ સાથે હજારોની સંખ્યામાં પ્લાન્ટ ઉગાડયાં છે.

એસએમસી ગાર્ડન વિભાગ ના ગૌતમ ભાઈ અને એમના સ્ટાફ એ અદભૂત સપોર્ટ પૂરો પડીને દેશ ના નંબર ૧ રેડિયો મિર્ચી ૯૮.૩ ના આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે. અને આ કાર્યક્રમ હજુ ચાલુ છે..