CIA ALERT
17. May 2024
August 25, 20191min6640

Related Articles



બાઉન્સરોની હાજરી વચ્ચે 1650 ડોક્ટરોનું વોટિંગ : IMA સુરત પ્રમુખની ચૂંટણી

Share On :
Print Friendly, PDF & Email

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના સુરતના પ્રેસિડેન્ટની આજરોજ તા.25મી ઓગસ્ટ 2019ના રોજ ચૂંટણી યોજાઇ રહી છે.

જીવનભારતી રોટરી હોલ ખાતે યોજાઇ રહેલી ચૂંટણીમાં મતદાન બપોરે બે વાગ્યા સુધી ચાલશે અને એ પછી મતગણતરી યોજાશે. મતદાન પૂરું થયું ત્યાં સુધીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 3500 તબીબ મતદારો પૈકી 1650 તબીબોએ મતદાન કર્યું હોવાની માહિતી મળી છે.

સુરતના તબીબોની આજની ચૂંટણીમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ચૂંટણીને હેમખેમ આટોપવા માટે બાઉન્સર્સ (પ્રાઇવેટ ભપકાદાર સિક્યુરીટી)નો સહારો લેવો પડ્યો છે. આમેય બાઉન્સર્સ કલ્ચર ભારત જેવા દેશોમાં સિક્યુરિટી કરતા વધુ શૉમેનશીપ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

આજે સવારે જ્યારે ચૂંટણી શરૂ થઇ ત્યારે મતદાન કરવા આવેલા ખુદ તબીબોને પણ આશ્ચર્ય થયું હતું કે તબીબો એટલા માથાભારે છે કે તેમની ચૂંટણી યોજવા માટે બાઉન્સર્સને રાખવા પડે. પહેલા તો બન્ને ઉમેદવારોના કેમ્પમાં એકબીજાએ બાઉન્સર રાખ્યા હોવાની ગેરસમજ થઇ હતી પછી જાણવા મળ્યું કે ચૂંટણી કરાવનારાઓએ બાઉન્સર્સને રાખ્યા છે.

જીવનભારતી ખાતે આજે સવારથી યોજાયેલા મતદાનને શહેરના તબીબો, મતદારો એક ફેસ્ટિવલની જેમ માણી રહ્યા હતા. ક્યાંયે કોઇ હો-હલ્લો થયો ન હતો કે ક્યાંય કોઇ ચકમક ઝરી ન હતી. આવી સ્થિતિમાં બાઉન્સર રાખવાનું ચૂંટણી અધિકારીઓનું લોજિક તબીબોને પણ ગળે ઉતરતું ન હતું. આજની ચૂંટણીમાં તબીબોએ મતદાન કરવા સાથે ટેસ્ટી લંચ પણ એન્જોય કર્યું હતું.

ડો.પારુલ વડગામાના નામે અનેક વિવાદોએ ચૂંટણીને ટોક ઓફ ધ ટાઉન બનાવી

નવી સિવિલ હોસ્પિટલના એક ઇન્ચાર્જ વિભાગીય વડા ડો.પારુલ વડગામા જેઓ ગઇ તા.5મી ઓગસ્ટ 2019થી ગરીબ દર્દીઓની સેવા કરવાની પ્રાથમિક ફરજ છોડીને, પહેલા માંદગીની રજા અને ગઇ તા.23મી ઓગસ્ટથી ઇ.એલ. રજા પર છે. ચૂંટણી લડવા અને જીતવા માટે તેઓ એટલી હદે ડેસ્પરેટ છે. તેમની સામે નિવડેલા તબીબ, બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહેતા ડો. યોગેશ દેસાઇ છે.

ડો. યોગેશ દેસાઇની ઉંમરને ચૂંટણીનો મુદ્દો બનાવાયો

ડો. યોગેશ દેસાઇ માટે હરીફ ડોક્ટરો પાસે કોઇ મુદ્દો હતો નહીં એટલે તેમની ઉંમરનો મુદ્દો બનાવ્યો. પ્રેસિડેન્ટ ઇલેક્ટ એનેસ્થેટીસ્ટ ડો.હિરલ અને ડો.પારુલ વડગામાના પતિ વચ્ચેની વાઇરલ થયેલી ટેલિફોનિક વાતચીતોમાં તો ડો.હિરલએ ડો.યોગેશ દેસાઇ માટે જે શબ્દ પ્રયોગ કર્યા એ દર્શાવે છે કે સૌથી બુદ્ધિશાળી અને પૃથ્વી પર જેને ભગવાન માનવામાં આવ્યા છે, એ લોકો સુરતમાં ચૂંટણી જીતવા માટે કેટલી હદે નીચલી પાયરીએ જઇ શકે છે. ડો. હિરલ ક્યારેય વૃદ્ધ થવાના ન હોય એ રીતે ઓડિયો ક્લીપમાં તેમણે ડો. યોગેશ દેસાઇને હ્યુમિલીએટ કર્યા.

એવું કહેવાની કોઇ જરૂરીયાત નથી કે આ વિડીયો કયા કેમ્પમાંથી વાઇરલ થયો. પણ શહેરના તબીબોએ સમગ્ર ડર્ટી પોલિટિક્સની અનુભૂતિ જરૂર કરી લીધી છે.

આજે ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રેસિડેન્ટની ચૂંટણીની સાથે એ વાત પણ નક્કી થશે કે શહેરના ભદ્ર સમાજના ગણાતા તબીબો કેવા પ્રકારની માનસિકતાના ટેકેદારો છે.

C.I.A. Live ન્યુઝ એલર્ટસ માટે 98253 44944 નંબર આપના મોબાઇલમાં સેવ કરી લેશો તો આપને ઓટોમેટિકલી ક્વોલિટી ન્યુઝ મળવાના શરૂ થશે, ગુજરાતના તમામ તબીબોના નંબરનો ડેટાબેઝ અમારી પાસે છે, આપે ફક્ત આપના મોબાઇલમાં અમારો નંબર સેવ કરવાનો રહેશે. આભાર

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :