CIA ALERT
07. May 2024
August 22, 20191min36120

Related Articles



ફાર્મા કંપનીઓના પૈસે લડાઇ રહેલી IMA સુરતની ચૂંટણીમાં ડર્ટી પોલિટીક્સ ચરમસીમાએ

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના કુલ 30 હોદ્દાઓ (પોસ્ટસ) પૈકી એક માત્ર પ્રમુખ પદ માટે આગામી રવિવાર 25મી ઓગસ્ટ 2019ના રોજ દ્વીપાંખીયો ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. અદ્દલ રાજકારણીઓ પણ આજકાલ સોફેસ્ટીકેટ અને સોબર રીતે ચૂંટણી લડી રહ્યા છે પરંતુ, તબીબોના સંગઠન ગણાતા આઇએમએ સુરતની ચૂંટણીમાં ડર્ટી પોલિટીક્સ ચરમસીમાએ હોવાનું અનુભવાઇ છે. કેટલીક ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓના મની અને મસલ્સ પાવરના જોરે લડાઇ રહેલી આ ચૂંટણીમાં મોંઘીદાટ હોટેલ્સમાં ડિનર ડિપ્લોમસીથી લઇને વોટિંગ મેનેજમેન્ટ માટે રીતસર લોભપ્રલોભનો આપવામાં આવી રહ્યા છે.

IMA સુરતની ચૂંટણીમાં ડો.પારુલ વડગામા અને ડો.યોગેશ દેસાઇ વચ્ચે દ્વિપાંખીયો જંગ

પાટલી બદલું રાજકારણીઓને પણ સારા કહેવડાવે એટલી ખરાબ અને નિમ્નસ્તરના કાવાદાવાઓ કરીને ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ પદની ચૂંટણી લડાઇ રહી છે. આઇએમએ સુરતના પ્રમુખની ટર્મ ફક્ત એક વર્ષની હોય છે અને એક વર્ષમાં એવો તો કયો લાડવો મળી જવાનો છે કે જેને મેળવવા માટે શહેરની હોટેલોમાં ગાલા ડિનર પાર્ટીઓ યોજાઇ રહી છે.

સુરત આઇ.એમ.એ. પ્રેસિડેન્ટની ચૂંટણી માટે બે ઉમેદવારો ડો.પારુલ વડગામા અને ડો.યોગેશ દેસાઇ વચ્ચે સીધો દ્વિપાંખીયો જંગ ખેલાઇ રહ્યો છે. ડો.યોગેશ દેસાઇ સિનિયર મોસ્ટ ગણાય છે અને લૉ પ્રોફાઇલમાં રહેતા ડોક્ટરોની યાદીમાં આવે છે. ડો. પારુલ વડગામા ફાયરબ્રાન્ડ મહિલા તબીબ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તેમની ફરજ છે પરંતુ, ચૂંટણી લડવા માટે તેમણે ખાસ રજા લીધી હોય તેવું જણાય આવે છે.

આઇએમએ સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણી જીતવા માટે તેઓ ડેસ્પરેટ છે. કેમકે છએક વર્ષથી આઇએમએની ચૂંટણીઓમાં સર્વસંમતિ સધાતી હતી પરંતુ, આ વખતે સમાધાનની અનેક મિટીંગો અને સિનિયર મોસ્ટ તબીબોની મધ્યસ્થીઓ ફેઇલ થઇ જતા ચૂંટણી યોજાઇ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આઇએમએ સુરતની 30 પૈકી 29 પોસ્ટસ પર સર્વસંમતિ સધાઇ ચૂકી છે, ફક્ત એક પ્રમુખ પદની ચૂંટણી જ યોજાઇ રહી છે.

3500 તબીબોના મત મેળવવા માટે ગાલા ડિનર, ફાર્મહાઉસ ડ્રીંક્સ પાર્ટીઓની ભરમાર

હવે વાત આવે છે કે આઇએમએ સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણમાં હાલ થઇ રહેલા લખલૂંટ ખર્ચની. સુરત શહેરમાં અંદાજે 3500 જેટલા તબીબો કાર્યરત છે, આ તબીબો એવા છે જેઓનું રજિસ્ટ્રેશન આઇ.એમ.એ.માં થયેલું છે અને આથી તેઓ આઇ.એમ.એ. સુરતની ચૂંટણીમાં વોટર પણ છે. તબીબોના રીઝવવા માટે શહેરની હોટેલોમાં પાર્ટીઓ યોજાઇ રહી છે. આઇ.એમ.એ. સુરત પ્રેસિડેન્ટની ચૂંટણીમાં થઇ રહેલા લખલૂંટ ખર્ચાઓ વચ્ચે સ્વભાવિક છે કે જંગી ખર્ચને પહોંચી વળવા માટે ફંડિંગ કોણ કરી રહ્યું છે.

મોરીસન ફાર્મા, મકલોઇડ, હેરીસન લાઇફસેન્સ, સિપ્લા, સાર્ટોસ આવી 25 જેટલી ફાર્મા કંપનીઓના સ્થાનિક મેનેજરો આઇએમએ સુરતની ચૂંટણીમાં અનઓફિશ્યલી ફંડિંગ કરી રહ્યા છે

સી.આઇ.એ. લાઇવની પ્રારંભિક તપાસમાં જ જાણવા મળ્યું કે મારીસન ફાર્મા, મેકલોય, હેરીસન લાઇફસેન્સ, સિપ્લા, સાર્ટોસ, આઇહીલ વગેરે જેવી 25 જેટલી ફાર્મા કંપનીઓના સ્થાનિક મેનેજરો આઇએમએ સુરતની ચૂંટણીમાં અનઓફિશ્યલી ફંડિંગ કરી રહ્યા છે.

ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ તેમજ તબીબો માટે ઘડાયેલા કોડ ઓફ કન્ડક્ટનો ભંગ કરીને આ પ્રકારના લખલૂંટ ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે. સી.આઇ.એ. પાસે આવી 25 થી વધુ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના નામ તથા સુરતમાં લોક્લ સ્તરે કોણ ફંડિંગ કરી રહ્યું છે તેની વિગતો આવી રહી છે અને આગામી એપિસોડમાં તેમને ઉઘાડા પાડવામાં આવશે. તબીબોની ચૂંટણી અને એ પણ એક વર્ષની આઇ.એમ.એ. સુરત પ્રેસિડેન્ટની પોસ્ટથી એવું તે શું હાંસલ થઇ જવાનું છે કે જેના માટે સમગ્ર તબીબી આલમએ શરમમાં મૂકાવું પડે તે હદનું પોલિટિક્સ થઇ રહ્યું છે.

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન મેડિકલ એસોસીએશન તેમજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને સુરતના આઇ.એમ.એ. પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ફાર્માસ્યુટીકલ્સ કંપનીના ઇલિગલ ફંડિંગ અંગે ફોટોગ્રાફ્સ, વિડીયો સમેત ટ્વીટ કરવામાં આવ્યા છે.

સી.આઇ.એ. લાઇવ આગામી દિવસોમાં આ ચૂંટણીમાં કઇ ફાર્માસ્યુટીકલ્સ કંપનીના કયા અધિકારીઓએ કેટલા રૂપિયાનું ફડિંગ કર્યું તેની સિલસિલબદ્ધ વિગતો પ્રકાશિત કરશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :