CIA ALERT
15. May 2024
August 24, 20191min3650

Related Articles



You Tube પર સુરતી સેન્સેસન, 1500 દિવસમાં 50 લાખ લોકોએ એક સુરતીને એટેન્ડ કર્યો

Share On :
Print Friendly, PDF & Email

Jayesh Brahmbhatt 98253 44944

સોશ્યલ મિડીયા ખાસ કરીને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પર સામાન્ય યુઝર્સ કંઇ પોસ્ટ કરે અને પછી શરૂ થાય કાઉન્ટિંગનો સિલસિલો, વારેઘડિયે ચેક કરતા રહે કે કેટલી લાઇક મળી, કેટલી કોમેન્ટ થઇ, કોણે કોણે શેર કે રીટ્વીટ કરી પોસ્ટ. કેટલાક અપવાદોને બાદ કરતા પુરુષ હોય તો 500 લાઇક્સ અને કોઇ સ્ત્રીએ પોસ્ટ કર્યું હોય તો 1000 લાઇક એટલે ભયોભયો. સોશ્યલ મિડીયાના આવા કાઉન્ટિંગમાં સુરતના 60 લાખ લોકોની વસતિમાં જો કોઇએ હાઇએસ્ટ એટેન્શન મેળવ્યું હોય તો એ જે.આઇ. એટલે કે જગદીશ ઇટાલિયા છે. જી હા. જગદીશ ઇટાલિયાએ ત્રણેક વર્ષ અગાઉ મેરેજ એનિવર્સરીએ પત્નીને સરપ્રાઇઝ આપવા માટે પોતાના કંઠે ગાયેલું સુમધુર સંગીત મઢેલી ગુજરાતી ગઝલ તારી આંખનો અફિણી એ યુ ટ્યુબ પર 50 લાખથી વધુ વ્યુઅર્સની સરવાણી પાસ કરી ત્યારે સોશ્યલ મિડીયા મેનેજર્સની આંખો પણ પહોળી થઇ ગઇ, કે એક સુરતીએ ગાયેલા ગીતને 5 મિલિયન વ્યુઝ મળી શકે..યસ આ જ છે ટેલેન્ટનો કમાલ.

કેમ યુ You Tube સેન્સેસન કહેવાય ?

યુ ટ્યુબ આજે દુનિયાભરમાંથી લોકો દરેક સેકન્ડે જોતા હોય છે. અબજો નહીં પણ ખર્વો વિડીયોનો ખજાનો છે. જાતજાતના વિડીયોઝ યુ ટ્યુબ પર રોજેરોજ અપલોડ થતા હોય છે. આવી સ્થિતિમાં એક સુરતી જગદીશ ઇટાલિયાએ તા.1લી જુન 2015ના રોજ પોતાના કંઠે ગવાયેલી ગઝલ તારી આંખનો અફિણી પોસ્ટ કરી હતી. ત્યારથી તા.15મી ઓગસ્ટ 2019 સુધીનો સમય ગણીએ તો કુલ 1536 દિવસથી તેમની આ પોસ્ટ યુ ટ્યુબ પર છે અને અત્યાર સુધીમાં વિશ્વના ખૂણેખૂણેથી મળીને 50 લાખ 40 હજાર કરતા વધુ લોકો સુરતી જગદીશ ઇટાલિયાને જોઇ, સાંભળી ચૂક્યા છે. એટલે જ તો સોશ્યલ મિડીયા સેન્સેસન નહીં પણ યુ ટ્યુબ સેન્સેસન સુરતના સિંગર જગદીશ ઇટાલિયાને કહેવાય છે.

આમ તો સુરતના લોકો અલ્ટ્રા સાઇકલિસ્ટ કે સંસ્કારભારતીના એડમિનિસ્ટ્રેટર તરીકે જેને ઓળખે છે એને દુનિયાના લાખો લોકો સુરતી સિંગર તરીકે પણ ઓળખે છે, આવું અમે નથી કહેતા પણ યુ ટ્યુબ કહે છે. સુરતના જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલા ગુજરાતી ગીત તારી આંખનો અફિણી…ને યુ ટ્યુબ ઉપર 5 મિલિનય એટલે કે 50 લાખથી વધુ લોકો વિશ્વભરમાંથી સાંભળી ચૂક્યા છે.

2015માં જ્યારે જગદીશ ઇટાલિયાએ આ સોંગ કમ્પોઝ કરીને યુ ટ્યુબ પર મૂક્યું હતું ત્યારે તેમને પણ સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તેમના કંઠે ગવાયેલું આ ગીત 50 લાખ પ્લસ શ્રોતાઓ સુધીની મજલ કાપશે. સોશ્યલ મિડીયા તેમજ યુ ટ્યુબ પર ઉપલબ્ધ ડેટા ચકાસીએ તો તારી આંખનો અફિણી ગુજરાતી સોંગ અત્યંત લોકપ્રિય છે અને અત્યાર સુધી જગદીશ ઇટાલિયાની જેમ અનેક લોકોના કંઠે આ ગવાઇ ચૂક્યું છે, અનેક લોકોએ તેને યુ ટ્યુબ તેમજ અન્ય પ્લેટફોર્મ પર પોસ્ટ પણ કર્યું છે પરંતુ, આ ગીત ગાનારા સૌ તમામ સિંગરોમાં સૌથી વધુ લિસનર્સ સુરતના જગદીશ ઇટાલિયાને મળ્યા છે એ પણ એક સિદ્ધી છે.

એક સુરતીનો મ્યુઝિકલ માઇલસ્ટોન જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું ગીત 50 લાખથી વધુ લોકો સાંભળી ચૂક્યા

જ્યારે અમે જગદીશ ઇટાલિયાને પ્રતિભાવ જાણવાની કોશીસ કરી ત્યારે સાહજિક રીતે તેમણે કહ્યું કે જેમ ધોધમાર વરસાદ વરસે છે એમ લોકોના વ્યુઝ આ ગીતને જ્યારથી પોસ્ટ કર્યું ત્યારથી મળતા હતા, પણ મને કલ્પના ન હતી કે મારા ગાયેલા આ ગીતને 5 મિલિયન વ્યુઝ મળશે. સોંગ્સ માટેની કમેન્ટસ તેમજ કમ્પ્લીમેન્ટસમાં દેશ-દુનિયાના અનેક ઠેકાણેથી લિસનર્સ કહેતા કે એક વખત સાંભળ્યા પછી વારંવાર સાંભળવાનું મન થાય એ રીતે ગવાયેલું છે આ ગીત.

જગદીશ ઇટાલિયાએ કહ્યું કે જીવનસંગીની અજીતાને કંઇક હટ કે…ડેડીકેટ કરવાની તમન્નાથી આ ગીત ગાયું હતું, જે મુસાફરી કરીને આજે વિશ્વના ખૂણેખૂણે પહોંચી ચૂક્યું છે તેનો આનંદ અદ્વિતીય છે. તારી આંખનો અફિણી….ઐતિહાસિક તવારીખ તમને એ પણ જણાવી દઇએ કે તારી આંખનો અફિણી..ઓરિજનલ સોંગ આજથી 69 વર્ષ પહેલા 1950માં તૈયાર થયું હતું. ગીતના શબ્દો વેણીભાઇ પુરોહિતના હતા અને તેને અજીતભાઇ મરચન્ટે સંગીતથી મઢ્યું હતું. આ ગીતને ઓરિજિનલી દિલીપભાઇ ધોળકીયાએ ગાયું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :