CIA ALERT

Slider Archives - Page 437 of 491 - CIA Live

October 16, 2018
treatment-of-skin-.jpg
1min14300

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ગુજરાતની સૌપ્રથમ સ્કીન બેંકની સ્થાપના કરનાર છે.

ભારતમાં દર વર્ષે દાઝી જવાના કારણે લગભગ 70 લાખ લોકોને સારવાર લેવાની ફરજ પડે છે અને દાઝી જવાના કારણે માણસનું મૃત્યુ નથી થતું પરંતુ દાઝી જવાના કારણે ચામડી બળી જતા ઇન્ફેકશન થાય છે. પરંતુ દાઝી ગયેલા ભાગ પર તાત્કાલીક સ્કીન કવર કરી આપવામાં આવે તો 80 ટકા લોકોની જીંદગી બચાવી શકાય છે.

સ્કીન ડોનેશન અંગે જાગૃતિ જરૂરી

માણસ મૃત્યુ પછી જેમ આંખ, કીડની, લીવર વગેરે અંગોનું ડોનેશન કરે છે એજ રીતે મૃત્યુ પછી સ્કીન ડોનેશન કરે અને તે સ્કીનને સ્કીન બેંકમાં યોગ્ય રીતે સાચવી રાખવામાં આવે તો ઘણા બધા લોકો માટે જીવનદાનરૂપ સાબીત થાય. આ બાબતની ગંભીરતા અને જરૂરિયાતને ધ્યાને લઇ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરે સ્કીન બેંકની સ્થાપના રાજકોટ ખાતે કરવાનું સાહસ કર્યું છે.

October 16, 2018
Rampal_SatlokAshram.jpg
1min6150

સતલોક આશ્રમમાં હત્યાના કેસમાં સંત રામપાલને દોષિત ઠેરવ્યા બાદ સજાની સુનાવણી થઈ છે. ડબલ મર્ડર કેસમાં રામપાલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રામપાલ અને તેના 27 અનુયોયીઓને પણ ગુરુવારે કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.  2014ના બે કેસ પૈકી એક કેસમાં રામપાલને આજીવન કેદની સજા હરિયાણાની હિસાર કોર્ટે ફટકારી છે જ્યારે હત્યાના અન્ય કેસમાં આવતીકાલે સજાની સુનાવણી કરવામાં આવશે.

October 16, 2018
rakeshpande1.jpg
1min5050

રાજકારણીઓના નબીરાઓ છાશવારે એવા કૃત્યો કરતા હોય છે કે આખા દેશમાં તેની ચર્ચા થતી રહે છે. ગયા શનિવાર તા.13મી ઓક્ટોબર 2018ના રોજ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ હયાતના મેઇન ગેટ પર બસપાના પૂર્વ સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશીષ પાંડેએ એક યુગલને ધમકાવવા માટે ખુલ્લેઆમ રિવોલ્વોર બતાવીને 15 મિનીટ સુધી તાયફો કર્યો હતો. જોકે ઘટના અંગે હયાત હોટેલના સિક્યુરીટી મેનેજરે પોલીસ ફરીયાદ કરી છે.

જ્યારે ઘટના બની રહી હતી ત્યારે સામાન્ય મુલાકાતીઓની નજરે લખનઉના એક શખ્શે બંદૂક કાઢી ધમકી આપી હતી એવું ચિત્ર હતું. બાદમાં પ્રાપ્ત માહિતી મુજબ બંદૂક કાઢીને ધમકી આપનાર શખ્સ બીએસપીના પૂર્વ સાંસદ રાકેશ પાંડેના પુત્ર છે. આ ઘટનાનો વીડિયા વાયરલ થયો છે, જેમાં તેમના હાથમાં બંદૂક દેખાઇ રહી છે અને સાથે તેઓ અભદ્ર ભાષાનો પણ પ્રયોગ પણ કરતા હોવાનું જણાયું હતું એટલું જ નહી તેમની મહિલા મિત્ર પણ અપશબ્દો બોલી રહી હતી.

હોટેલના આસિસ્ટન્ટ સિક્યોરિટી મેનેજરની ફરિયાદના આધાર પર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  દિલ્હીના હયાત હોટલમાં પૂર્વ બીએસપી સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશીષ પાંડે કંઇક વાત પર એક યુગલ પર ભડકી ગયા હતા. ત્યારબાદ આશીષે તેમની એસયુવીમાંથી બંદૂક કાઢી ગેટ પર હાજર યુગલની સામે તાકી હતી. અને ત્યારબાદ તેમણે યુગલને ગાળો ભાંડી હતી.

લગભગ બે મિનિટી સુધી આશીષ અને તેમની સાથે હાજર યુવતીએ યુગલને ધમકાવ્યા હતા. યુગલને ધમકાવ્યા બાદ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.જોકે આશીષ યુગલને કેમ ધમકાવી રહ્યો હતો તે હજું સ્પષ્ટ થયું નથી.આશીષનાં ભાઇ આંબેડકર નગરના જલાલપુર વિસ્તારના ધારાસભ્ય છે અને તેમના કાકા પવન પાંડે પણ ધારાસભ્ય છે. આશીષ દારૂનો વ્યવસાય કરે છે. દિલ્હીના આર કે પુરમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો છે

October 16, 2018
unnati.png
1min6470

સ્કુલ માટેનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી આંગળીના વેઢે ગણી શકાય તેટલી સુરત શહેરમાં ઉપલબ્ધ શાળાઓની યાદીમાં આગવું સ્થાન ધરાવતી ઉમરા વિસ્તારમાં આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીને આખરે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)નું સત્તાવાર એફિલયેશન પ્રાપ્ત થઇ ગયું છે. ઉમરાના ડી.આર. ઉમરીગર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના સંચાલક મંડળે છેલ્લા સવા વર્ષ દરમિયાન પરીણામલક્ષી પ્રયાસો કરીને હાલ પ્રાઇમરી સેગમેન્ટ કાર્યરત હોવા છતાં શાળાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સીબીએસઇ એફિલિયેશન વેલ ઇન એડવાન્સ પ્રાપ્ત કરી લેતા શાળાના સેંકડો વાલીઓમાં ખુશાલી વ્યાપી ગઇ છે.

વધુ માહિતી આપતા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નવીનભાઇ ઉમરીગરે જણાવ્યું હતું કે શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ મિડીયમ શાળા સીબીએસઇ બેઝ્ડ રાખવા અંગેનું પ્લાનિંગ હતું. દરેક કાર્યવાહીનો એક તબક્કો હોય છે. શાળા શરૂ થઇ ત્યારે સંજોગોવસાત એફિલિયેશન અંગે કેટલીક ભ્રામક વાતો ઉડી હતી. મેનેજમેન્ટએ આવી અફવાઓ પર સહેજ પણ દરકાર કર્યા વગર સીધા જ સેન્ટ્રલ બોર્ડ સાથે સંવાદ કર્યા. સીબીએસઇને એફિલિયેશન આપવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ રજૂ કર્યા અને એક પ્રોપર પ્રોસેસમાં અમે બધા જ પ્રોસિડિંગ્સ પૂરા કરીને એફિલિયેશન મેળવ્યું છે. તેમણે કહ્યું કે સંસ્થાએ કશું ખોટું કરવું ન હતું, પણ દરેક પ્રક્રિયાનો એક નિર્ધારિત સમય હોય છે, એ સમયે જ એ કામ થતું હોય છે.

શ્રી નવીનભાઇ ઉમરીગરે જણાવ્યું હતું હાલમાં ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં સેન્ટ્રલ બોર્ડના સિલેબસ અનુસાર ધો.1થી 8 સુધીના વર્ગો ચાલી રહ્યા છે. વર્ષ 2019-20 માટે પ્રવેશ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓએ નીચે મુજબની જાહેરાત અનુસાર કાર્યવાહી કરવી.

October 16, 2018
Nirav_shah-1280x622.jpg
1min21520

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભાંડુત ગામે ઘનકચરાના નિકાલની પ્રપોઝ્ડ સાઇટની સમસ્યા હોય કે સુરતની ચોપાટીની ગંદકી હોય કે અડાજણ વિસ્તારમાં સેનિટેશનની સમસ્યા હોય કે પછી કેબલ સ્ટેઇડ બ્રિજના અડાજણ છેડે ટ્રાફિકનો વકરેલો પ્રશ્ન હોય. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન ડેપ્યુટી મેયર નિરવ શાહ સ્પોટ પર પહોંચીને પાલિકાના સંબંધિત અધિકારીઓને તેડાવીને ઓન ધ સ્પોટ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે અને તેઓ મહદઅંશે સફળ રહ્યા છે. અહીં બિટવીન ધ લાઇન્સ એ પણ સંદેશો નીકળે છે કે અત્યાર સુધી સુરતમાં ડેપ્યુટી મેયર પદને રબર સ્ટેમ્પ, શોભાના ગાંઠીયા કે માત્ર કોઇકને ખુશ કરવા માટે આપી દેવાતું પદ મનાતું હતું, પણ જ્યારથી નિરવ શાહ ડેપ્યુટી મેયર પદે આરુઢ થયા છે એ પછી એમણે જે કામગીરી કરીને લોકસમસ્યાઓનો નિવેડો લાવ્યા છે, એ વાત માનવી પડશે કે ડેપ્યુટી મેયર પદેથી શું ન કરી શકાય.

(Nirav Shah @ Chowpati with SMC Officials)

હકીકતમાં એ વાત પણ નિશ્ચિત બની છે કે જે રીતે ડેપ્યુટી મેયર પદે રહીને નિરવ શાહ હાઇપ્રોફાઇલ, લીડ લઇને કામો કરી રહ્યા છે એ જોતા હવે પછીના ડેપ્યુટી મેયરોએ પણ નવા ટ્રેન્ડમાં સતત દોડતા રહેવું પડશે. એવું નથી કે નિરવ શાહ ફક્ત અડાજણ વિસ્તારમાં જ કે જે પોતાનો મત વિસ્તાર છે ત્યાં ના પ્રશ્નો માટે પ્રયત્નશીલ છે, તેઓ શહેરના ડેપ્યુટી મેયર છે એટલે સમગ્ર શહેરમાં કનડતા પ્રશ્નોનો નિવડો લાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.

(Nirav Shah @ Cable Stayed Bridge Adajan side with SMC officials)

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાયા એ દિવસથી જ ટ્રાફિકની સમસ્યા હતી

શહેરને માટે નજરાણું બનેલો તાપીનદી ઉપરનો કેબલ સ્ટેઈડ બ્રિજ ઉદ્દઘાટન પછીના કલાકમાં જ ચક્કાજામનો ભોગ બન્યો હતો. ખાસ કરીને બ્રિજના અડાજણ તરફના છેડે ઓવરબ્રિજની નીચે સર્જાતા જંકશન ઉપર ટ્રાફિકની પરિસ્થિતિને લીધે આવુ થયું હતું. આનેલીધે કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી અડાજણ-પાલ તરફ જતા ટ્રાફિકને સ્ટારમોલવાળા જંકશન ક્રોસ કરવાનું બંધ કરાવીને ફરજિયાત લેફ્ટ ટર્ન લેવાની ફરજ પડાઈ હતી. જોકે, આ ટ્રાફિકને એલ.પી. સવાણી રોડ તરફ જવુ હોય તો તેના માટે રાધાસ્વામી આશ્રમ પાસે ઓવરબ્રિજ પૂરો થાય ત્યાંથી યુ-ટર્ન લેવો પડતો હતો. આવી સ્થિતિમાં ઓવરબ્રિજ ઉપરથી હજીરા તરફ જતો સીધો ટ્રાફિક પણ ખોરવાતો હતો. છેલ્લાં પખવાડિયાથી આવી સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નહતો.

સમસ્યા ઉકેલવા ડે.મેયર નિરવ શાહે સ્પોટ ઉપર જ સોલ્યુશન શોધાવ્યુ

ટ્રાફિક સરળ થાય તે માટે કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવ્યો. જોકે, તેના બદલે અડાજણ છેડે ફલાય ઓવરબ્રીજ પર ઉતરતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. એટલે, તેના ઉકેલ માટે સોમવારે ડે. મેયર નિરવ શાહે સ્પોટ ઉપર જ ઉકેલ શોધાવવા મથામણ આદરી હતી.

સિટી ઇજનેર ભરત દલાલ, ડે. કમિશનર સી. વાય. ભટ્ટ, ડે. કમિશનર આર. જે. પંડ્યા, બ્રિજસેલના કાર્યપાલક ઇજનેર અક્ષય પંડ્યા અને ટ્રાફિક વિભાગના કાર્યપાલક ઇજનેર તૃપ્તિબેનને સ્થળ પર બોલાવ્યા હતાં. તેમની સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમને પણ વાસ્તવિક સ્થિતિ શું સર્જાય છે, તેનું અવલોકન કરાવ્યું હતું.

દરેક સમસ્યાનો એક ઉકેલ જરૂર હોય જ

સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરીને કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી અડાજણ તરફ આવતા અને એલ.પી. સવાણી રોડ તરફ જતા ટ્રાફિકને માટે ફલાય ઓવરબ્રિજની નીચેથી જ યુ-ટર્ન લઈ શકાય તેવું આયોજન કરવાનો વિકલ્પ નક્કી કરાયો હતો. આ માટે આગામી બે-ત્રણ દિવસમાં આર.સી.સીની પરદી, સિમેન્ટ કર્બસ્ટોનથી વ્યવસ્થા ઉભી કરી દેવાશે, તેવું ડે.મેયર નિરવ શાહનું કહેવું હતું.

(Nirva Shah @ Bhandut, Olpad. the Proposed Sight of Solid Waste Disposal by SMC)

October 15, 2018
Online-vs-Offline-Shopping-Shop-Online.jpg
1min8550
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર આખું વર્ષ સેલ જેવો માહોલ હોઇ, ઓફલાઇન ફેશન અને લાઇફસ્ટાઈલ રિટેલર્સને દિવાળીના મહત્ત્વના ગાળામાં વેચાણ વધારવામાં મુશ્કેલી
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર ફેશન પ્રોડક્ટ્સ પર 40થી 90 ટકા ડિસ્કાઉન્ટ ઓફર થાય છે

દિવાળી સેલ્સ હવે કોઇ પ્રસંગ પૂરતું મર્યાદિત નથી. દાયકા અગાઉના સમયમાં જે લોકો ભારતમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે મેગા સેલ કરી રહ્યા હતા એ હવે સેલ નથી કરી રહ્યા અને જણાવી રહ્યા છે કે, ઓનલાઇન શોપિંગ તેમજ ઇ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન આખા વર્ષ દરમિયાન બમ્પર સેલ આપી રહ્યા છે જેના કારણે ઓફલાઇન ફેશન અને લાઇફસ્ટાઈલ રિટેલર્સને દિવાળીના મહત્ત્વના ગાળામાં વેચાણ વધારવામાં મુશ્કેલી પડે છે. તા.10 ઓક્ટોબર 2018થી એમોઝોન અને ફ્લીપકાર્ડના મેગા સેલ શરૂ થયા હતા જેમાં ફેશન પ્રોડક્ટ્સ પર 40થી 90 ટકા ડિસ્કાઉન્ટ ઓફર થાય છે.

યુએસ પોલો એસોસિયેશન, ગેપ, એરોપોસ્ટેલ, એડ હાર્ડી, ફ્લાઇંગ મશીન જેવી બ્રાન્ડનું માર્કેટિંગ કરતી કંપની અરવિંદ બ્રાન્ડ્સના લાઇફસ્ટાઇલ બ્રાન્ડના અગ્રણીએ જણાવ્યું કે આ એવો જમાનો ચાલી રહ્યો છે કે આખા વર્ષ દરમિયાન દિવાળી હોય છે. ઓનલાઇન શોપિંગ સાઇટ્સ દ્વારા સતત આપવામાં આવતા ડિસ્કાઉન્ટિંગ તરફ તેઓ અંગૂલી નિર્દેશ કરી રહ્યા હતા. ઓનલાઇન કંપનીઓ સામે ટક્કર લેવા ઓફલાઇન કંપનીઓએ પણ ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે.

ઓફલાઇન રિટેલર્સ માટે દિવાળીમાં બિઝનેસ ઘણો વધારે થતો હતો પરંતુ હવે તે માત્ર બે સપ્તાહની કામગીરી રહી ગઈ છે. પાંચ વર્ષ અગાઉ દિવાળી વખતે એક મહિના સુધી ધમધોકાર બિઝનેસ ચાલતો હતો. દુબઈ સ્થિત લાઇફસ્ટાઈલ ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઓફલાઇન રિટેલર્સનો દિવાળી બિઝનેસ હવે ઘટીને ફક્ત 20 ટકા થઇ ગયો છે જે પાંચ વર્ષ અગાઉ 25થી 30 ટકા હતો. દિવાળી હજુ પણ ઓફલાઇન ફેશન રિટેલર્સ માટે સૌથી મોટો રેવન્યુ જનરેટર તહેવાર છે.

દિવાળી પર નિર્ભરતા ઘટી છે કારણ કે હવે ડિસ્કાઉન્ટિંગ માટેના ઘણા સમયગાળા છે. તેથી દિવાળી વેચાણ પર તેની ચોક્કસ અસર પડે છે. રિટેલર્સે વર્ષના અલગ સમયગાળામાં મોટા પ્રમાણમાં સેલ્સ પ્રોપર્ટી રચી છે જેમાં સારું એવું વેચાણ પણ કરી શકાય છે. દિવાળી હજુ પણ મહત્ત્વનો સમયગાળો છે પરંતુ તમે એક પ્રોપર્ટી પર વધુ પડતા આધારિત નથી.

પરંપરાગત રીતે જોવામાં આવે તો દિવાળી એ ફેશન અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ માટે બહુ ડિસ્કાઉન્ટિંગ સિઝન નથી. રિટેલર્સ હંમેશાથી પૂર્ણ ભાવે વેચાણ કરતા રહ્યા છે. તેમાં તેઓ વાઉચર અને ગિફ્ટ કુપનની સ્કીમ આપે છે અથવા બે જિન્સ પર એક શર્ટ ફ્રી આપવા જેવી સ્કીમ લોન્ચ કરતા હતા. પરંતુ ફ્લિપકાર્ટ, એમેઝોનના આગમન પછી ચિત્ર બદલાઈ ગયું છે. ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને ઓનલાઇન શોપિંગ તરફ ખેંચવા માટે કરોડો ડોલરનો ખર્ચ કરે છે. પરિણામે ઓફલાઇન રિટેલર્સે પોતાનું લિમિટેડ ડિસ્કાઉન્ટ આપવું પડ્યું છે. તેમાં તેમના માર્જિનમાં ઘટાડો થયો હતો. લગભગ ત્રણ વર્ષ અગાઉ ઓફલાઇન સ્ટોર્સ દ્વારા સરેરાશ 15 ટકા ડિસ્કાઉન્ટ અપાતું હતું જે હવે વધીને 23 ટકા થયું છે.

October 15, 2018
ciaz_trailer.jpg
1min6430

રવિવાર તા.15મી ઓક્ટોબર 2018ના રોજ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ અને નડિયાદ વચ્ચેથી પૂરપાટ સ્પીડથી પસાર થઇ  રહેલી એક કાર ટ્રેલર નીચે ઘુસી જતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને નડિયાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ખોટી સાઇડથી ઓવર ટેઇક કરવાની લ્હાયમાં આ ઘટના બની હોવાનું અકસ્માત સ્થળેથી જાણવા મળ્યું હતું.  ઘટનાને પગલે એક્સપ્રેસ વે પર ખાસ્સો ટ્રાફિક જામ રહ્યો હતો, તંત્રવાહકોએ ટ્રાફિક ક્લીયર કરવામાં ભારે પરિશ્રમ કરવો પડ્યો હતો.

અમદાવાદ-વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ પાર્સિંગની મારુતિ સિઆઝ કાર (GJ 16 CB 6537) અને ટ્રેલરનો (GJ 5 AT 3354) આણંદ અને નડિયાદ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રેલરના વચ્ચેના ભાગે ઘુસી ગઈ હતી. ટ્રેલરની વચ્ચે ફસાઈ ગયેલી કાર થોડે દૂર સુધી ઢસડાઈ પણ હતી. ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે ઘાયલ વ્યક્તિઓને નડિયાદની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. મૃતકો અને ઘાયલોની ઓળખ પોલીસ કરી રહી છે.

October 15, 2018
demu.jpg
1min13110

ડીઝલની બચત કરવા માટે ઇન્ડિયન રેલવે દ્વારા ૨૦૦૮થી બોઇસર અને દિવા વચ્ચે શરૂ કરેલી બોઇસર-દિવા DEMU (ડીઝલ ઇલેક્ટ્રિÿક મલ્ટિપલ યુનિટ) ૭૧૦૦૧ શટલ લોકલ ટ્રેનને સ્થાને તા.15મી ઓક્ટોબર 2018થી  MEMU (મેન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ૬૧૦૦૧ શરૂ કરવામાં આવી છે.

(બોઇસર-દિવા વચ્ચે ચાલી રહેલી ડિઝલથી ચાલતી ટ્રેન)

દસ વર્ષ પહેલાં ૧૨ કોચની DEMU બોઇસર-દિવા સર્વિસ શરૂ થઈ હતી. આ સર્વિસમાં ડીઝલનો ઉપયોગ થતો હતો અને એને મુંબઈના સંસદસભ્ય રામ નાઈક દ્વારા શરૂ કરવામાં આવી હતી. પહેલાં DEMU સર્વિસ વિરાર અને દહાણુ વચ્ચે દોડતી હતી અને હવે મોટા ભાગની લોકલ ટ્રેનોને MEMU બદલવામાં આવી છે. જોકે બોઇસર-દિવા લોકલ DEMUમાં જ દોડી રહી હતી. એથી સેન્ટ્રલ રેલવેએ DEMUને ૧૨ કોચની MEMU લોકલ કરવાનો નિર્ણય લીધો હોવાથી આજથી આ રૂટ પર દોડતી આ ગાડી દેખાશે નહીં. જોકે રેલવેએ લીધેલા આ નિર્ણયથી પ્રવાસીઓને વધુ સારી સુવિધા, ઓછા એન્જિન ફેલ્યરના ચાન્સ, વધુ કમ્ફર્ટેબલ, વધુ સ્પેસ જેવી અનેક સુવિધાઓ પણ મળી રહેશે. ઇલેક્ટ્રિÿક એન્જિનથી ફ્યુઅલની બચત થવાની સાથે પર્યાવરણને પણ નુકસાન નહીં થશે. જોકે આટલાં વર્ષો રેલવે-પ્રવાસીઓને સર્વિસ આપી હોવાથી ગઈ કાલે બધા રેલવે- પ્રવાસીઓએ લાલ પરીના મોટરમૅનને બુકે આપીને અને ગાડીને ફૂલોથી શણગારીને અંતિમ વિદાય આપી હતી.’

October 15, 2018
swine_flu1.jpg
1min5960

રાજ્યમાં એક તરફ નવરાત્રિ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ સ્વાઇન ફ્લૂના રોગચાળાએ પોતાનો કેર યથાવત્ રાખ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 1374 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પે.માં 584 કેસ છે.

તા.13મી ઓક્ટોબર 2018ના રોજ રાજ્યમાં સ્વાઇન ફ્લૂના 36 કેસ નોંધાયા જેમાં અમદાવાદ કોર્પો. ખાતે 12, સુરત કોર્પો. અને કચ્છ ખાતે 4-4, ગાંધીનગર ખાતે 3, ભાવનગર ખાતે 2, વડોદરા, મહેસાણા, અમદાવાદ, રાજકોટ, આણંદ, અમરેલી, જામનગર અને નવસારી ખાતે 1-1 સ્વાઇન ફ્લૂના કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂને કારણે આજ સુધીમાં કુલ 36 દર્દીઓનાં મૃત્યુ નોંધાયાં છે. જો કે સદ્નસીબે આજે સ્વાઇન ફ્લૂને કારણે વધુ કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. કુલ મૃત્યુઆંક 36 જાહેર થયો તેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પો.માં 15 મહેસાણામાં 3, રાજકોટ 2, બનાસકાંઠા 1, અરવલ્લી 2, પાટણ 2, સુરત 3, ખેડા 1, ગીર સોમનાથ 2 અને અન્ય જિલ્લા અને કોર્પોરેશન મળીને 4નો સમાવેશ છે.

October 15, 2018
dwarka.gif
1min14550

દેવભૂમિ દ્વારકાને જો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તો દારુણ ગરીબીમાંથી પસાર થઇ રહેલા ખેડૂતોને થોડીઘણી રાહત મળે તેમ છે. પણ આવું નહીં થતાં ખેડૂતોએ કલેક્ટર કચેરી, દ્વારકા પહોંચીને કલેક્ટરને આ રીતે સાષ્ટાંગ દંડવત કરીને આજીજી કરી હતી કે દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલા ઓછા વરસાદ પછી પણ એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવતાં તા.13મી ઓક્ટોબરના રોજ જિલ્લાના ખેડૂતો કલેક્ટરની ઑફિસમાં પહોંચ્યા હતા અને કલેક્ટરની ઑફિસમાં જઈને પટાંગણમાં જ બહાર આવેલા જિલ્લા કલેક્ટરને સાષ્ટાંગ દંડવત્ કરીને તેમની પાસે જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવાની માગણી કરી હતી.

દ્વારકા જિલ્લામાં ઘઉં, મગફળી, બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે, પણ ચોમાસું નબળું જતાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે જિલ્લામાં થતા પાકમાંથી અંદાજે એંસી ટકા પાક નિષ્ફળ ગયો છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતો છેલ્લા એક મહિનાથી પાકવીમાની માગણી કરે છે, પણ કલેક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતાં ગઈ કાલે ખેડૂતોની એક રૅલી કલેક્ટર ઑફિસમાં પહોંચી હતી અને દ્વારકાધીશને કરે એ રીતે જિલ્લા કલેક્ટરને સાષ્ટાંગ દંડવત કર્યા હતા.