CIA ALERT

Slider Archives - Page 408 of 492 - CIA Live

January 11, 2019
gst.jpg
1min15190

દોઢ કરોડના ટર્નઑવરવાળા માટેની કમ્પૉઝિશન સ્કીમ પહેલી એપ્રિલ

જીએસટી કાઉન્સિલે વસ્તુ અને સેવા કર (જીએસટી)ની ચુકવણીમાંથી મુક્તિની ટોચમર્યાદા બમણી એટલે કે રૂપિયા ૪૦ લાખની કરી છે. આમ હવે નાના વેપારીઓને મોટી રાહત થઇ છે અને રૂ.૪૦ લાખ સુધીના ટર્નઑવર પર જીએસટી નહીં. તેણે કમ્પૉઝિશન સ્કીમમાં એક ટકો કર ચૂકવવા માટેની રૂપિયા દોઢ કરોડના ટર્નઑવરની ટોચમર્યાદાનો અમલ પહેલી એપ્રિલથી કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત, કેરળને ગયા વર્ષે પૂરને કારણે સર્જાયેલા વિનાશ વખતે નિરાશ્રિત બનેલા લોકોના પુનર્વસન માટે નાણાં ભેગા કરવા રાજ્યને આંતર-રાજ્ય વસ્તુ અને સેવા પર એક ટકો કુદરતી આફત વેરો નાખવાની પરવાનગી આપી હતી.

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કુલ ટર્નઑવર રૂપિયા ૪૦ લાખ સુધીનું હોય એવા કરદાતાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઇ છે. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા રૂપિયા ૨૦ લાખ કરાઇ છે. હાલમાં રૂપિયા ૨૦ લાખ સુધીનું ટર્નઑવર ધરાવતા વ્યાપારીઓને જીએસટીની નોંધણીમાંથી મુક્તિ અપાઇ હતી. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા અત્યાર સુધી રૂપિયા ૧૦ લાખ હતી.

દેશના બધા રાજ્ય જીએસટીમાંથી મુક્તિની રૂપિયા ૪૦ લાખની ટોચમર્યાદાનો અમલ કરે તો સરકારની અંદાજે રૂપિયા ૫,૨૦૦ કરોડની આવક ઘટશે. જેટલીએ જણાવ્યું હતું કે નાના વ્યાપારીઓનું ટર્નઑવર રૂપિયા ૧.૫ કરોડ સુધી હોય તો જીએસટી કમ્પૉઝિશન સ્કીમ હેઠળ એક ટકો કર ભરવો પડશે અને તેનો અમલ પહેલી એપ્રિલથી થશે. અગાઉ, ટર્નઑવરની આ ટોચમર્યાદા રૂપિયા એક કરોડ હતી.

વસ્તુ અને સેવાના સર્વિસ પ્રૉવાઇડર્સ અને સપ્લાયર્સનું ટર્નઑવર રૂપિયા પચાસ લાખ સુધીનું હોય તો તેઓ જીએસટી કમ્પૉઝિશન સ્કીમ માટે યોગ્ય ઠરશે અને છ ટકા કર ભરી શકે છે. જીએસટી કાઉન્સિલના કમ્પૉઝિશન સ્કીમ હેઠળના આ બે નિર્ણયને લીધે સરકારની વાર્ષિક આવકમાં રૂપિયા ૩,૦૦૦ કરોડનો ઘટાડો થવાની આશા છે. જેટલીએ ટ્વીટ કર્યું હતું કે જીએસટી કાઉન્સિલે ગુરુવારે મળેલી પોતાની ૩૨મી બેઠકમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત આપી છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ ઍસ્ટૅટ માટેના જીએસટીને મુદ્દે વિરોધાભાસી અભિપ્રાય રજૂ થતાં કાઉન્સિલે પ્રધાનોની સાત સભ્યની સમિતિ રચી છે અને તે સંબંધિત ભલામણ કરશે. લૉટરી અંગે પણ વિરોધાભાસી અભિપ્રાય રજૂ કરાતા તે અંગે જરૂરી સૂચન હવે પ્રધાનોની એક સમિતિ કરશે. કમ્પૉઝિશન સ્કીમમાં કરવેરાનું રિટર્ન માત્ર એક જ વખત ફાઇલ કરવાનું રહેશે, પરંતુ દર ત્રિમાસિક ગાળામાં કર ભરવો પડશે.

દરમિયાન, રૂપિયા દોઢ કરોડથી ઓછું ટર્નઑવર ધરાવનારાઓ માટે નિ:શુલ્ક ઍકાઉન્ટિંગ અને બિલિંગ સૉફ્ટવેર ઉપલબ્ધ કરાવાશે. જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીને લગતી મોટા ભાગની આવક મોટી કંપનીઓ પાસેથી જ મળે છે. કાઉન્સિલે નાના વ્યાપારીઓને મદદ કરવા નિર્ણય લીધા છે. વ્યાપારીઓને વિવિધ વિકલ્પ અપાયા છે. જો વ્યાપારીઓ સર્વિસીસ સૅક્ટરમાં હોય તો છ ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ લઇ શકશે, જ્યારે રૂપિયા દોઢ કરોડ સુધીનું ટ્રૅડિંગ હોય તો એક ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ મેળવી શકશે. તેઓની જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા રૂપિયા ૪૦ લાખ કરાઇ છે.

મહેસૂલ સચિવ અજય ભૂષણ પાણ્ડેયે જણાવ્યું હતું કે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા હાલમાં રૂપિયા ૨૦ લાખ હોવા છતાં રૂપિયા ૨૦ લાખથી ઓછું ટર્નઑવર ધરાવતા અંદાજે ૧૦.૯૩ લાખ કરદાતા કરવેરો ભરે છે. પાણ્ડેયે જણાવ્યું હતું કે ચીજવસ્તુનો વ્યાપાર કરનારા અને આંતર-રાજ્ય ટ્રૅડ (વ્યાપાર) કરનારાઓ માટે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા વધારીને રૂપિયા ૪૦ લાખ કરાઇ છે, પરંતુ આંતર-રાજ્ય ટ્રાન્ઝૅક્શન (લેવડદેવડ) કરનારાઓ માટે તે લાગુ નહિ પડે. કમ્પૉઝિશન સ્કીમમાં વ્યાપારીઓ અને ઉત્પાદકો એક ટકાના દરે કરવેરો ભરી શકે છે, જ્યારે રેસ્ટૉરાં પાંચ ટકા જીએસટી ભરે છે.

January 10, 2019
surat.jpeg
1min26540

સુરતનો વિકાસ કરતી મ્યુનિસિપલ કોર્પોરેશન હાંફી ગઇ છે, તિજોરી તળીયું દેખાતી થઇ છે ત્યારે શહેરમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓ સામે આવીને સુરતના માળખાગત સુવિધાઓ વિકસાવવામાં યોગદાન ક્યારે આપશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના અર્થતંત્રને સમગ્ર વિશ્વમાં ગણનાપાત્ર બનાવતા બે મુખ્ય ઉદ્યોગો હીરા અને ટેક્સટાઇલનું સમાજ પ્રત્યે પણ ઉત્તરદાયિત્વ હોય છે. સુરત મહાનગરપાલિકાની તિજોરી હવે સતત તળીયા ઝાટક બની રહી છે ત્યારે સુરતમાંથી કમાણી કરતા ઉદ્યોગોની નૈતિક ફરજ બને છે કે સામે આવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસમાં યોગદાન આપવું જોઇએ.

સુરતમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓએ આ શહેરના વિકાસમાં પણ યોગદાન આપવાનું થતું હોય છે. કોર્પોરેટ જગતમાં રાજ્ય સરકારે ફરજિયાત સી.એસ.આર. (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી) એક્ટવિટી કરાવે છે પરંતુ, સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા ભાગે વ્યક્તિગત કે ભાગીદારી પેઢીમાંથી વિકાસ પામ્યા છે ત્યારે સામાજિક ઉત્તરદાયિત્વ એટલે કે સુરતના વિકાસમાં પણ યોગદાન આપવાની બાબત વ્યક્તિગત બની ગઇ છે.

સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ સખાવતમાં પાછું વળીને જોયું નથી

છેલ્લા 25 વર્ષથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને સામાજિક ઉત્તરદાયિત્વમાં જે જોયું જાણ્યું છે એના પરથી લખી રહ્યો છું કે સુરત પાસેથી કમાણી કરીને સુરતને ઋુણ ચૂકવવામાં હીરા ઉદ્યોગપતિઓએ જબરદસ્ત ફાળો આપ્યો છે અને આપી રહ્યા છે. હીરા ઉધોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓએ સુરતના વિકાસમાં જ્યારે જ્યારે ટહેલ પડી છે ત્યારે રકમની સામું જોયા વગર કરોડો રૂપિયા આપ્યા છે અગર તો સુરતને પબ્લિક પ્રોજેક્ટ સમર્પિત કર્યા છે. કિરણ હોસ્પિટલ હોય કે સૌરાષ્ટ્ર પટેલ સમાજની લાઇબ્રેરી હોય કે પછી પબ્લિક દવાખાના હોય, હીરા ઉદ્યોગપતિઓએ સુરતના લોકો માટે આ પ્રોજેક્ટસ આપીને ઋુણ અદા કરવામાં કોઇ કચાશ છોડી નથી. બીજી તરફ, શહેરમાં સી.સી. ટીવી કેમેરાનું નેટવર્ક બિછાવવાનું હોય કે સરહદ પર શહીદ થતા વીર સૈનિકોના પરિવારજનોને આર્થિક સહયોગ આપવાનો હોય સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ આવા સામાજિક ઉત્તરદાયિત્વના કામો માટે અપેક્ષા કરતા મોટી રકમ આપી છે.

  • હીરા ઉધોગપતિઓ ન હોત તો આ મેગા પ્રોજેક્ટસના મીઠાં ફળ સુરતીઓને મળી શક્યા હોત
  • કિરણ હોસ્પિટલ
  • લોકસમર્પણ બ્લડ બેંક
  • લોકદ્રષ્ટી ચક્ષુબેંક
  • વરાછા કો.ઓ. બેંક
  • ડાયમંડ હોસ્પિટલ
  • જે.ડી. ગાબાણી લાઇબ્રેરી અને પુસ્તકાલય
  • ઓડીટોરીયમ અને આર્ટ ગેલેરી (પ્રપોઝ્ડ)
  • સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ
  • આવી તો કંઇ કેટલીય પ્રવૃતિઓ છે જેનો લાભ સમાજના દરેક વર્ગના લોકોને આજે મળી રહ્યો છે, આ પ્રવૃતિઓ હીરા ઉદ્યોગ સાથે કંળાયેલા ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે આપેલા દાનમાંથી ધમધમી રહી છે. આવા પ્રોજેક્ટસને કારણે સ્થાનિક વહીવટીતંત્રોને મોટી રાહત મળતી હોય છે. સુરતના વિકાસમાં આ પ્રોજેક્ટસ મહત્વની ભૂમિકા ભજવે છે.

બિનગુજરાતી ઉદ્યોગપતિઓની સખાવત સ્વકેન્દ્રી બની રહી

બીજી તરફ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ હિન્દીભાષીઓ કાર્યરત છે અને તેઓ કમાણી પણ કરી રહ્યા છે. રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, ઉત્તર પ્રદેશ વગેરેથી અહીં મોટા પ્રમાણમાં વર્કર્સ આવ્યા છે, તેઓ મર્યાદિત આવક રળી રહ્યા છે, રોજી રોટી માટે આવ્યા છે માની શકાય પરંતુ, સુરતમાં એવા અનેક હિન્દીભાષી, બિનગુજરાતી ટેકસટાઇલ ઉદ્યોગપતિઓ છે જેઓ કરોડો નહીં અબજો રૂપિયાની કમાણી સુરતમાંથી કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. પરંતુ, ઉડીને આંખે વળગે તેવા સોશ્યલ રિસ્પોન્સિબિલીટીના એકેય પ્રોજેક્ટ આ વર્ગમાંથી મળ્યા નથી. કહેવાનો મતલબ એવો હરગીઝ નથી કે બિનગુજરાતી ઉદ્યોગપતિઓ દાન-ધર્મ નહીં કરતા હોય પરંતુ, હોસ્પિટલ, સ્કુલ, કોમ્યુનિટી હોલ જે કંઇ પણ આ વર્ગે બનાવ્યું એમાં ટોપ પ્રાયોરિટી પોતાના વર્ગ પૂરતી સિમીત રાખી હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સુરતમાંથી લખલૂંટ કમાણી કર્યા પછી બિનગુજરાતી ઉદ્યોગપતિઓએ જે સખાવતો કરી એ પોતાના વર્ગ પૂરતી સ્વકેન્દ્રી કરી છે. સ્વકેન્દ્રી એટલા માટે લખવું પડી રહ્યું છે કેમકે બિનગુજરાતી કહો કે હિન્દીભાષી ઉદ્યોગપતિઓએ આ શહેરમાં જો પબ્લિક પ્રોજેક્ટસ આપ્યા હોય તો એ મહત્તમ સીબીએસઇ સ્કુલ્સ છે કે કોલેજો છે. સીબીએસઇ એટલા માટે કે આખા દેશમાં સીબીએસઇ બોર્ડ હોય અને આવી સ્કુલ્સમાં મિડીયમ ઓફ ટીચીંગ કોમન હોય એટલે એ વર્ગના પરિવારોના બાળકોની શિક્ષણની સુવિધાઓ સચવાય રહે. સીબીએસઇ સ્કુલ્સમાં પ્રાયોરિટી બિનગુજરાતી પરિવારોને પહેલા આપવામાં આવે છે પરીણામે સ્વકેન્દ્રી અભિગમ છતો થઇ રહ્યો છે.

સૌથી કંજૂસ હજીરાના ઉધોગો, સુરતની તાપી નદીનું પાણી લીધું એટલા રૂપિયા પણ આપતા નથી

એવું નથી કે સુરતને ધંધાકીય સિટીની ઓળખ હજીરાના ઉદ્યોગોથી મળી હોય. દાયકાઓ પૂર્વેથી સુરત વેપાર-વણજ માટે પ્રખ્યાત હતુ અને છે. અને આ જ કારણે દેશના ઉદ્યોગપતિઓ સુરત નજીક હજીરામાં આવ્યા. હજીરા ખાતે પ્લાન્ટસ નાખીને દેશની અગ્રણી હરોળની બનેલી અનેક કંપનીઓએ સુરતના તટેથી વેપાર કરીને અબજો રૂપિયા બનાવ્યા. સી.એસ.આર. એક્ટિવિટીના નામે આ ઉધોગોએ હજીરાના આસપાસના ગામોમાં થોડી ઘણી સખાવતો કરી છે, એ સિવાય તાપી નદીમાંથી રોજેરોજ કરોડો લિટર પાણી ઉલેચી રહેલી હજીરાની કંપનીઓ જો સુરતને પાણી લીધા બરાબર પણ ઋુણ અદા કરે તો સુરતમાં અનેક માળખાગત સુવિધાઓ વિકસી શકે. સુરતના વિશાળ હિતમાં જ્યારે જ્યારે કોઇ પ્રોજેક્ટ હાથ ધરાય અને પબ્લિક પાર્ટિશિપેશનની જરૂર પડે ત્યારે સ્થાનિક અધિકારીઓએ દમ મારીને દાનના રૂપિયા હજીરાના ઉધોગો પાસેથી કઢાવવા પડે એ સિવાય સ્વયંભુ સુરતને કશું આપવા માટે હજીરાના ઉદ્યોગો ક્યારેય આગળ આવતા નથી.

હવે એવો સમય આવી ગયો છે કે સુરતના વિકાસ માટે એક્સ્ટ્રા એટેમ્પ્ટ કરવો પડશે. એકલી સુરત મહાનગરપાલિકા પાસે જ સુરતના વિકાસની અપેક્ષા રાખી શકાય નહીં. ઉધોગો અને ઉધોગપતિઓએ સામાજિક ઉત્તરદાયિત્વ સમજવું પડશે. સુરત એવા લેવલમાં આવી ચૂક્યું છે કે અહીંથી આયોજનબદ્ધ રીતે વિકાસને દિશા મળી શકે અન્યથા મુંબઇની જેમ અણઘડ રીતે એ વિકાસના નામે ફેલાતું રહેશે. એકલા ઉદ્યોગપતિઓ નહીં સમગ્ર ઉદ્યોગે સાથે મળીને સુરતના વિકાસના પ્રોજેક્ટસની જવાબદારી ઉપાડી લેવાનો વખત આવી ચૂક્યો છે.

January 10, 2019
hacked.jpg
1min5610

ચાઇનીઝ હેકર્સની એક ટોળકીએ ઇટાલિયન કંપની ટેકનિમોન્ટ સ્પાના ભારતીય એકમ સાથે 18.6 કરોડ ડોલર (₹130 કરોડ)ની છેતરપિંડી કરી છે. હેકર્સે એક એક્વિઝિશન માટે આ નાણાંની જરૂર હોવાનો સ્થાનિક મેનેજરોને ભરોસો અપાવ્યો હતો અને બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવીને ઉપાડી લીધા હતા. ભારતમાં સાઇબર ઇતિહાસમાં આ સૌથી મોટી ચોરી માનવામાં આવે છે.

હેકર્સે મિલાનમાં મુખ્યમથક ધરાવતી કંપની ટેકનિમોન્ટ સ્પાના ભારતીય એકમ ટેકનિમોન્ટ પ્રા લિને ઇ-મેઇલ કર્યા હતા જે ગ્રૂપ સીઇઓ પિયરોબેર્ટો ફોલ્જિયેરોના એકાઉન્ટ જેવું જ દેખાતું હતું એમ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

હેકરોએ ચીનમાં સંભવિત ‘અત્યંત ગુપ્ત’ એક્વિઝિશન માટે શ્રેણીબદ્ધ કોન્ફરન્સ કોલ કર્યા હતા. આ કોલ્સ દરમિયાન કેટલાક લોકોએ વિવિધ ભૂમિકા ભજવી હતી. તેઓએ પોતાને ગ્રૂપ સીઇઓ અને સ્વિટ્ઝરલેન્ડ સ્થિત ટોચના વકીલ અને કંપનીના અન્ય સિનિયર એક્ઝિક્યુટિવ્સ ગણાવ્યા હતા, એમ મુંબઈ પોલીસ સાઇબર ક્રાઇમ યુનિટને સુપરત કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું.

હેકરે ભારતીય વડાને તે વાત સાથે સહમત કર્યા હતા કે નિયમનકારી અવરોધોના કારણે આ નાણાં ઇટાલીમાં ટ્રાન્સફર કરવામાં નહીં આવે. તેમણે તેના બદલે નાણાં નવેમ્બરમાં એક જ સપ્તાહમાં ત્રણ તબક્કામાં ટ્રાન્સફર કર્યાં હતાં. નાણાંને ભારતમાંથી 56 લાખ ડોલર, 94 લાખ ડોલર અને 36 લાખ ડોલરના સ્વરૂપમાં હોંગકોંગ સ્થિત બેન્કોમાં ટ્રાન્સફર કરાયા હતા અને ત્યાંથી તે ગણતરી મિનિટોમાં ઉપાડી લેવાયા હતા. છેતરપિંડી આચરનારાઓએ ચોથી વખત ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં સુધી છેતરપિંડી પકડાઈ ગઈ હતી. ટેકનિમોન્ટ સ્પાના ચેરમેન ફ્રાન્કો ઘિરનઘેલીએ ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લીધી ત્યારે આ બાબત ધ્યાનમાં આવી હતી.

ટેકનિમોન્ટ સ્પા પબ્લિકલી ટ્રેડેડ ઇટાલિયન ગ્રૂપ મૈયર ટેકનિમોન્ટની બ્લૂ-ચિપ કંપની છે, તેણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. કંપની એન્જિનિયરિંગ, એનર્જી અને કેમિકલ્સના કારોબારમાં જોડાયેલી છે. તેણે જણાવ્યું હતું કે તેણે આ બાબતને રીતસરની છેતરપિંડી ગણી છે. કંપનીએ ઇટીને વિનંતી કરી છે કે તે આમાં કોઈનું નામ ન લે, નહીં તો કેસમાં અસર થઈ શકે.

મૈયર ટેકનિમોન્ટે ઇટીને ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, “અમે તેની સાથે સંકળાયેલી કંપનીનું નામ જાહેર નહીં કરીએ અને અમે આ સમાચાર પર ટિપ્પણી પર નહીં કરીએ. કોઈ પણ ડિસ્ક્લોઝરથી પ્રવર્તમાન હિલચાલમાં પૂર્વગ્રહ રચાઈ શકે છે. આ સાઇબરએટેક નથી, પરંતુ રીતસરની છેતરપિંડી છે, જેમાં અમે અમારાં નાણાં પરત મેળવવા પ્રયત્ન કરી રહ્યા છીએ.

January 10, 2019
world_bank.png
1min5500

સામાન્ય ચૂંટણી પહેલાં મોદી સરકાર માટે સારા સમાચારમાં વિશ્વબેન્કે 2021 સુધીમાં ભારત સમગ્ર વિશ્વની સૌથી ઝડપી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની રહેશે તેવો વર્તારો આપ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે તેવું પણ પૂર્વાનુમાન કરાયું છે. જો કે, 2021 સુધીમાં ભારતનો વિકાસદર વધીને 7.5 ટકા પર પહોંચી જશે તેવો વર્તારો પણ વર્લ્ડ બેન્કે આપ્યો છે.

વિશ્વબેન્કનો ‘ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પકેટસ’ અહેવાલ નોંધે છે કે ભારતનો સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) દર 2017ના 6.7 ટકામાંથી વધીને 2018માં 7.3 બાદ 2019, 2020 અને 2021માં 7.5 ટકા રહી શકે છે. આ રીતે ભારત સમગ્ર દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરનાર અર્થવ્યવસ્થા બની રહેશે તેવી આગાહી વિશ્વબેન્કે કરી છે. વાસ્તવમાં અન્ય કોઈપણ અર્થવ્યવસ્થાનો વિકાસદર સાત ટકાને પણ પાર નહીં કરી શકે તેવું પૂર્વાનુમાન અહેવાલમાં કરાયું છે.

વિશ્વબેન્કના આ અહેવાલમાં મોદી સરકાર દ્વારા કરાયેલા ઢાંચાગત સુધારાઓની પ્રશંસા કરતાં નોંધાયું છે કે, આવા સુધારાઓનાં પરિણામ હવે સામે આવવા લાગ્યાં છે. તાજા નીતિગત સુધારાઓના લાભ દેખાવા લાગ્યા છે અને ઋણ લેવાનું પ્રમાણ વધ્યું છે. જેનાથી વ્યક્તિગત ઉપયોગ મજબૂત રહેવા સાથે રોકાણમાં તેજી જારી રહેવાની આશા છે તેવું વિશ્વબેન્ક નોંધે છે.

January 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5290

ગોડાદરાની કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડવા મામલે પોલીસે દરોડા પાડ્યા છે. બિલ્ડર શાંતિલાલ શાહ પર કરોડો રૂપિયાની કિંમતની જમીન બોગસ પાવર ઓફ એટર્નીના આધારે પચાવી પાડવાનો આરોપ છે. પોલીસ આ મામલે શાંતિલાલ શાહની ધરપકડ પણ કરી ચૂકી છે. તો તેની ઓફિસ, ઘર અને તેના સાળાની ઓફિસ મળી કુલ 4 જગ્યાએ તપાસ પણ કરી હતી.

ગોડાદરાના સુથાર ફળિયામાં રહેતાં ઉષાબહેન ગોપાલભાઈ લાડે એપ્રિલ 2017માં લિંબાયત પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કરંજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિત કુલ 14 આરોપીના નામો લખાવ્યા હતા. આ તપાસ જાન્યુઆરી 2018માં સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી.પરિણામે સીઆઇડી ક્રાઇમની ટીમે બિલ્ડર શાંતિલાલ મદનલાલ શાહની ધરપકડ કરી હતી. જેનાં એક દિવસનાં રિમાન્ડ મંજૂર થયાં હતાં. જેમાં શાંતિલાલની ઓફિસ, ઘર અને શાંતિલાલના સાળાની અડાજણ વિસ્તારમાં આવેલી ઓફિસ પર પોલીસે તપાસ કરી હતી. જ્યાંથી કેટલાક મહત્વના દસ્તાવેજી પુરાવા પોલીસને હાથ લાગ્યા હતા.

એપ્રિલ 2017માં ઉષાબહેને લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીમાં ધારાસભ્યનું નામ હોવાના કારણે લિંબાયત પોલીસે તપાસમાં ઢીલું વલણ અખત્યાર કરતા ઉષાબહેને હાઇકોર્ટનું શરણું ગ્રહણ કર્યું હતું. હાઇકોર્ટના આદેશ બાદ જાન્યુઆરી 2018થી આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ હતી.

January 9, 2019
budget.jpg
1min7090

1 ફેબ્રુઆરીના રોજ સરકાર વચગાળાનું બજેટ જાહેર કરશે. આ વખતે બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ફાઇલ ફોટો

તાજા સમાચારો મુજબ નરેન્દ્ર મોદી સરકાર આગામી તા. 1 ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાનું બજેટ સંસદભવનમાં રજૂ કરશે. આ માટે કેબિનેટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરીની વચ્ચે કરાવવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે લોકસભા ચૂંટણીઓ યોજાવાની હોઇ ઇન્ટરિમ બજેટ રજૂ કરવામાં આવશે.

જ્યારે લોકસભા ચૂંટણી થાય છે, તે વર્ષે નાણામંત્રી વચગાળાનું એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરિમ બજેટ રજૂ કરે છે. આ બજેટ કેટલાક મહિનાઓના સરકારી કામકાજ ચલાવવા માટે હોય છે. નવી સરકાર બન્યા પછી જુલાઈમાં સપ્લીમેન્ટરી બજેટ રજૂ કરવામાં આવે છે, જે બાકીના નાણાકીય વર્ષ માટે હોય છે. અન્ય વર્ષોમાં નાણામંત્રી પૂર્ણ બજેટ રજૂ કરે છે.

લોકસભા ચૂંટણીની બરાબર પહેલા થનારા આ બજેટ સત્રમાં સરકાર કંઇક મોટી જાહેરાતો કરી શકે છે. હાલના શિયાળુ સત્રમાં પણ સરકાર સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામત સાથે જોડાયેલું 124મું બંધારણીય સુધારા બિલ લઈને આવી છે, જેને લોકસભામાંથી પાસ થયા પછી રાજ્યસભાની મંજૂરી મળવાની રાહ છે.

કેબિનેટની સંસદીય મામલાઓ સાથે જોડાયેલી સમિતિ (કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ)એ બુધવાર તા.9મી જાન્યુઆરીએ આ નિર્ણય લીધો છે. ન્યુઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. અધિકૃત એલાન પછીથી કરવામાં આવશે.

 

January 9, 2019
mbbs.jpg
234min1059

આખા ભારતની મેડીકલ કોલેજોની માહિતી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. ભારતમાં 497 જેટલી મેડિકલ કોલેજો કાર્યરત છે. આ તમામ મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ની કુલ 60680 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ધો.12 સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ માહિતી અગત્યની થઇ પડતી હોય છે. તેમના સુધી આ માહિતી પહોંચાડવા માટે આ સમાચારને શક્ય એટલા શેર કરજો.

 

January 9, 2019
pubg.jpg
1min18760

દાદાગીરીથી ધંધો કરવો, વટથી ધંધો કરવો આજે બધા ભૂલી ગયા છે. કસ્ટમર્સ, કલાયન્ટસ, ગ્રાહકો મેળવવા માટે વેપારીઓ, વિક્રેતાઓ ગ્રાહકોના પગ પકડવાનું જ બાકી રાખતા હોય છે. પ્રોડક્ટસ કે સેવા વેચવા માટે વિક્રેતાઓ એટલા ઝૂકી જાય કે ન પૂછો વાત. પણ અહીં એવા વેપારીની વાત કરવી છે જે ઓનલાઇન ગેમ રમાડે છે અને આખી દુનિયાને હાલમાં ઘેલી ઘેલી બનાવી દીધી છે.

PUBG ગેમવાળાએ એન્ટી ચિટીંગ સોફ્ટવેર લાગૂ કર્યો અને નોટિરીયસ ગેમર્સને બેન કરી દીધા

#PUBG પબજી ગેમવાળા દાદાગીરીથી ધંધો કરે છે અને હાલમાં તેમની આ દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન ગેમ #PUBG પબજી રમતા 30 હજાર પ્લેયર્સને પબજીવાળાએ કાઢી મૂક્યા છે એટલે કે આ રજિસ્ટર્ડ યુઝર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેઓ તેમના આઇ.ડી.થી ગેમ નહીં રમી શકે, તેમના ડિવાઇસ પર ગેમ શરૂ નહીં થઇ શકે. #PUBG પબજીએ વિશ્વભરમાંથી 30 હજારથી વધુ પ્લેયર્સ પર બેન મૂક્યો અને આ લિસ્ટમાં સૌથી વધુ ઇન્ડિયન્સ હોવાના અહેવાલો છે.

#PUBG પબજી ગેમવાળાએ 30 હજારથી વધુ પ્લેયર્સ પર જુદા જુદા કારણોસર બેન મૂક્યો છે. પબજી ગેમવાળાઓનું કહેવું છે કે 30 હજાર પ્લેયર્સ સીધી રીતે ગેમ રમતા ન હતા. #PUBG પબજી સિવાય બીજી એપ્લિકેશન્સ કે ટુલ્સ અગર તો સોફ્ટવેર જોઇન કરીને ગેમ ફોર્મેટ સાથે ચેડાં થાય તેવી હરકતો કરી રહ્યા હતા. કેટલાક અવળચંડા યુઝર્સ અન્ય યુઝર્સની માહિતીઓ ત્રાહિત વ્યક્તિઓને સેન્ડ કરી રહ્યા હતા. કોઇપણ જાતની નોટિસ આપ્યા વગર #PUBG પબજી વાળાએ આવા નોટિરીયસ ગેમર્સને દાદાગીરીથી ગેમની બહાર કરી દીધા છે.

અહેવાલો તો એવા છે કે આ નોટિરયસ ગેમ યુઝર્સ #PUBG પબજી ગેમ રમવા માટે એટલા વ્યસની થઇ ગયા કે ઘણાં બધાએ આજીજીઓ કરી, વિનંતીઓ કરી, મેઇલ કરીને પોતાના પર બેન હટાવી લેવા જણાવ્યું. કેટલાકે ભૂલ કબૂલીને બેન ઉઠાવી લેવા #PUBG પબજીવાળાને મેસેજ કર્યા. #PUBG પબજી ગેમ રમવા માટે એક યુઝર્સ અનેક આઇડી બનાવી શકે પરંતુ, ઇન્સ્ટ્રુમેન્ટસ પણ બદલવો પડે તેવી સ્થિતિ હોવાના કારણે #PUBG ગેમ રમવાના વ્યસનીઓને પ્રતિબંધ આકરો લાગી રહ્યો છે.

January 9, 2019
dhoni.jpg
1min6660
  • ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ
  • ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી
  • પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી
  • ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે

ભારત ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન એમ એસ ધોનીએ મનોરંજન ક્ષેત્રે પ્રવેશ કરીને નવી ઇનિંગ શરૂ કરી છે. કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી છે અને પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે.

ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે. બાનીજય એશિયા એ વિશ્વની સૌથી મોટી ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ ક્રિયેશન કંપની પૈકીની એક બાનીજય અને એન્ડોમોલ શાઇન ઇન્ડિયાના એમડી દીપક ધાર વચ્ચેનું ૫૦:૫૦નું સંયુક્ત સાહસ છે.

લાંબા ગાળાની ભાગીદારીમાં ધોની અને બાનીજય એશિયા બંને રોકાણ કરીને કન્ટેન્ટ રચશે. ધોનીએ જણાવ્યું હતું કે, “મારી બાયોપિક પછી હું મનોરંજન ક્ષેત્રે કંઈક કરવા માંગતો હતો. મને તેમાં હંમેશા રસ પડ્યો છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં તાજું કન્ટેન્ટ રચવાની શક્યતા છે.”

ધાર અને બાનીજય સાથે ભાગીદારી કરવા વિશે ધોનીએ જણાવ્યું કે ધારના કામને જોયું છે અને અત્યાર સુધીમાં તેમણે રચેલા કન્ટેન્ટના આધારે મેં બાનીજય એશિયા સાથે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો હતો.

આ પાર્ટનરશિપની યોજના પ્રીમિયમ કન્ટેન્ટ રચવાની છે જે ભારત અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં વિવિધ પ્લેટફોર્મ પર વિતરીત કરવામાં આવશે. બાનીજય એશિયાના સ્થાપક અને સીઇઓ દીપક ધારે કહ્યું કે, “સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસી રહી છે તેથી અમને કન્ટેન્ટમાં પુષ્કળ ડિમાન્ડ જોવા મળી છે. જાણીતી હસ્તીઓ પણ તેના પ્રત્યે આકર્ષાઈ રહી છે. પ્રોફેશનલી જોવામાં આવે તો કોઈની સાથે ભાગીદારી કરવી હોય ત્યારે ધોની કરતાં વધારે જાણીતું નામ બીજું કોઈ નથી. આ દિશામાં આ ડ્રીમ સહયોગ છે. અમે તમામ પ્લેટફોર્મ પર ઓડિયન્સ માટે વિશિષ્ટ શો લાવવા માંગીએ છીએ.

ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ કરે છે. પરંતુ તેના માટે આ ઉદ્યોગ નવો નથી. તેના મેનેજર અરુણ પાંડેએ નીરજ પાંડેના દિગ્દર્શન હેઠળ ધોનીની બાયોપિક ‘એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ બનાવી હતી. નવી પાર્ટનરશિપ કેવા કન્ટેન્ટ પર ધ્યાન આપશે તે પૂછવામાં આવતાં ધોનીએ જણાવ્યું કે, “અમે તમામ પ્રકારના વિષયો પર કામ કરવા તૈયાર છીએ.

અમે માત્ર સ્પોર્ટ્સ પૂરતું કામકાજ મર્યાદિત રાખવા માંગતા નથી. અમે હાલમાં વિવિધ કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ અને કેટલાક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.” બાનીજય એશિયા સલમાન ખાનની એસ કે ટીવી સાથે આવી જ ભાગીદારી ધરાવે છે જેણે તાજેતરમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ‘કપિલ શર્મા શો’ શરૂ કર્યો છે.

January 9, 2019
diamond1.jpg
1min12240

કેટલાક દિવસથી સોશ્યલ મીડિયા પર ફરી રહેલા હીરાબજારમાં તેજીના મેસેજ વિશે ડાયમન્ડ માર્કેટના વેપારીઓનો મત, હજી બે વર્ષ તેજીનાં કોઈ જ એંધાણ નથી

હીરા બજાર કહે છે તેજીના અહેવાલ ખોટા

વિશ્વના સૌથી મોટા હીરા કટિંગ અને પૉલિશિંગના હબ સુરત અને દેશના હીરાના વેપારીઓ છેલ્લાં ઘણાં વષોર્થી મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. હીરા કટિંગ અને પૉલિશિંગના અનેક યુનિટો બંધ થઈ રહ્યા છે. એવા સમયે વૉટ્સઍપ પર એક મેસેજ વાઇરલ થયો છે, જેમાં લખ્યું છે કે કૅનેડાની સરકારે ભારત પર લગાવેલા હીરાની ખરીદી પરના પ્રતિબંધને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતીથી ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી હીરાબજારમાં જોરદાર તેજીના સંકેત. જોકે આ મેસેજને હીરાબજારના જાણકાર વેપારીઓએ હાસ્યાસ્પદ ગણાવ્યો હતો.

હીરાબજારના વેપારીઓએ આ બાબતને વાહિયાત ગણાવી હતી અને આ માર્કેટના અનેક અગ્રણીઓએ તો આ ટૉપિક પર વાત કરવાનું પણ ટાળ્યું હતું. કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે ‘અમે આ વાતને રાજકીય રંગ આપવા નથી ઇચ્છતા, પરંતુ આવો જ મેસેજ બે વર્ષ પહેલાં પણ વાઇરલ થયો હતો, પરંતુ માર્કે‍ટમાં સુધારો તો દૂર રહ્યો બે વર્ષમાં માર્કેટની હાલત દિનપ્રતિદિન કથળતી જાય છે. હજી સુધી માર્કેટમાં કોઈ તેજી દેખાઈ નથી. બે વર્ષમાં કૅનેડાએ આપણા દેશના વેપારીઓ પાસેથી કોઈ મોટી ખરીદી કરી હોય એવા અમારી પાસે કોઈ જ સમાચાર નથી એટલું જ નહીં, આવતાં બે વર્ષમાં તેજી આવવાની અમને શક્યતાઓ પણ દેખાતી નથી.

કૅનેડા, ચાઇનામાં ઘણાં વર્ષથી ભારતમાંથી હીરાની ખરીદી પર પ્રતિબંધ છે. આમ છતાં અનેક વેપારીઓ વાયા ન્યુ યૉર્ક અને હૉન્ગકૉન્ગ, કેનેડા અને ચાઇનામાં હીરા મોકલી જ રહ્યા છે. આ વિશે વેપારીઓએ દિલ ખોલીને હીરાના બિઝનેસની વાત કરતાં કહ્યું હતું કે ‘કૅનેડાએ પ્રતિબંધ ઉઠાવી લીધો હોય તો ખૂબ જ સારી વાત છે, પરંતુ એનાથી હીરાના બિઝનેસમાં તેજી આવવાના સંકેતો ધોળા દિવસના સપના સમાન છે. માર્કેટની હાલત તો અત્યારે ખૂબ જ ખરાબ છે. સુરતના હીરાઉદ્યોગમાં લગભગ ૫૦૦૦થી વધારે યુનિટો છે, જેનું ૮૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલું ટર્નઓવર છે. આમ છતાં આ યુનિટો અત્યારે મંદીનો માર ઝીલી રહ્યા છે. અનેક યુનિટોમાં તો રત્નકલાકારોને પગાર આપવાના પણ વાંધા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પૉલિશ્ડ હીરાની ડિમાન્ડ ઘટી રહી છે એવા સમયે કૅનેડાના વાઇરલ મેસેજ હીરાના વેપારીઓ માટે ક્ષણિક આનંદ સમાન છે. કાઠિયાવાડીમાં એક કહેવત છે કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી જ અત્યારે હીરાબજારના વેપારીઓની હાલત છે એવી જાણકારી આપતાં વેપારીઓએ કહ્યું હતું કે ‘કૅનેડાની ડિમાન્ડ આવશે તો પણ એકાદ હીરાના વેપારીને એનો ફાયદો થશે, નહીં કે આખી હીરાબજારને. રત્નકલાકારોને આનાથી કોઈ મોટો લાભ થવાના સંજોગો અત્યારે તો દેખાતા નથી. કૅનેડાની હીરાની ખરીદી પણ એના કાયદાકાનૂનને આધારિત છે જે ખૂબ જ કડક છે. આ પરિસ્થિતિમાં કૅનેડાની ખરીદી નીકળે ત્યારે જ એના લાભાલાભનો સાચો ખ્યાલ અમને આવશે.’

ડૉલર સામે રૂપિયાની અસ્થિરતા પણ હીરાના વેપાર પર વિપરીત અસર કરવા માટે જવાબદાર છે એમ જણાવતાં વેપારીએ કહ્યું હતું કે ‘અમારા બિઝનેસની નબળી પરિસ્થિતિ માટે ચલણની અનિયમતતા પણ બહુ મોટો રોલ ભજવે છે. અમને તો હજી બે વર્ષ સુધી હીરાબજાર સધ્ધર બને કે એમાં તેજી આવે એવા કોઈ નિર્દેશ દેખાતા નથી.’