CIA ALERT
18. May 2024
January 9, 20191min3960

Related Articles



મનોરંજનના ‘મેદાન’ પર ધોનીની નવી ઈનિંગ : Dhoni Entertainment

Share On :
Print Friendly, PDF & Email
  • ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ
  • ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી
  • પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી
  • ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે

ભારત ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન એમ એસ ધોનીએ મનોરંજન ક્ષેત્રે પ્રવેશ કરીને નવી ઇનિંગ શરૂ કરી છે. કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી છે અને પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે.

ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે. બાનીજય એશિયા એ વિશ્વની સૌથી મોટી ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ ક્રિયેશન કંપની પૈકીની એક બાનીજય અને એન્ડોમોલ શાઇન ઇન્ડિયાના એમડી દીપક ધાર વચ્ચેનું ૫૦:૫૦નું સંયુક્ત સાહસ છે.

લાંબા ગાળાની ભાગીદારીમાં ધોની અને બાનીજય એશિયા બંને રોકાણ કરીને કન્ટેન્ટ રચશે. ધોનીએ જણાવ્યું હતું કે, “મારી બાયોપિક પછી હું મનોરંજન ક્ષેત્રે કંઈક કરવા માંગતો હતો. મને તેમાં હંમેશા રસ પડ્યો છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં તાજું કન્ટેન્ટ રચવાની શક્યતા છે.”

ધાર અને બાનીજય સાથે ભાગીદારી કરવા વિશે ધોનીએ જણાવ્યું કે ધારના કામને જોયું છે અને અત્યાર સુધીમાં તેમણે રચેલા કન્ટેન્ટના આધારે મેં બાનીજય એશિયા સાથે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો હતો.

આ પાર્ટનરશિપની યોજના પ્રીમિયમ કન્ટેન્ટ રચવાની છે જે ભારત અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં વિવિધ પ્લેટફોર્મ પર વિતરીત કરવામાં આવશે. બાનીજય એશિયાના સ્થાપક અને સીઇઓ દીપક ધારે કહ્યું કે, “સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસી રહી છે તેથી અમને કન્ટેન્ટમાં પુષ્કળ ડિમાન્ડ જોવા મળી છે. જાણીતી હસ્તીઓ પણ તેના પ્રત્યે આકર્ષાઈ રહી છે. પ્રોફેશનલી જોવામાં આવે તો કોઈની સાથે ભાગીદારી કરવી હોય ત્યારે ધોની કરતાં વધારે જાણીતું નામ બીજું કોઈ નથી. આ દિશામાં આ ડ્રીમ સહયોગ છે. અમે તમામ પ્લેટફોર્મ પર ઓડિયન્સ માટે વિશિષ્ટ શો લાવવા માંગીએ છીએ.

ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ કરે છે. પરંતુ તેના માટે આ ઉદ્યોગ નવો નથી. તેના મેનેજર અરુણ પાંડેએ નીરજ પાંડેના દિગ્દર્શન હેઠળ ધોનીની બાયોપિક ‘એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ બનાવી હતી. નવી પાર્ટનરશિપ કેવા કન્ટેન્ટ પર ધ્યાન આપશે તે પૂછવામાં આવતાં ધોનીએ જણાવ્યું કે, “અમે તમામ પ્રકારના વિષયો પર કામ કરવા તૈયાર છીએ.

અમે માત્ર સ્પોર્ટ્સ પૂરતું કામકાજ મર્યાદિત રાખવા માંગતા નથી. અમે હાલમાં વિવિધ કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ અને કેટલાક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.” બાનીજય એશિયા સલમાન ખાનની એસ કે ટીવી સાથે આવી જ ભાગીદારી ધરાવે છે જેણે તાજેતરમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ‘કપિલ શર્મા શો’ શરૂ કર્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :