CIA ALERT

Slider Archives - Page 392 of 492 - CIA Live

March 11, 2019
epf_logo.jpg
1min13890

ઍમ્પ્લોયિસ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન-ઈપીએફઓના ગ્રાહકોએ આવનારા નાણાકીય વર્ષથી નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ કરવો નહીં પડે એમ જણાવતાં શ્રમ ખાતાએ કહ્યું હતું કે આ પ્રક્રિયાને હવે ઑટોમેટિક બનાવી દેવામાં આવશે.

યુનિવર્સલ અકાઉન્ટ નંબર (યુએએન) હોવા છતાં હાલ ઈપીએફઓના ગ્રાહકોએ નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ ફાઈલ કરવો પડે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે દર વરસે ઈપીએફઓને ઈપીએફ ટ્રાન્સફર ક્લેમની આઠ લાખ જેટલી અરજી મળે છે. હાલ ઈપીએફઓ આ યંત્રણાનું પરીક્ષણ કરી રહ્યું છે. આવતા વરસે ગમે ત્યારે ગ્રાહકો માટે આ સુવિધાનો આરંભ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પેપરલેસ સંસ્થા બનવાનું લક્ષ્ય સિદ્ધ કરવા ઈપીએફઓએ આ યંત્રણાનો અભ્યાસ કરવા સી-ડૅક સંસ્થાને રોકી છે. હાલ ૮૦ ટકા કામકાજ ઑનલાઈન થાય છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર જે ક્ષણે નવો માલિક નવા કર્મચારીના યુએએન સહિત માસિક ઈપીએફ રિટર્ન ફાઈલ કરશે ત્યારે જ ઈપીએફનું યોગદાન અને તેના પરનું વ્યાજ ઑટોમેટિક ટ્રાન્સફર થઈ જશે.

March 11, 2019
parliament-election.jpg
1min10400

લોકસભા ચુંટણી 11 એપ્રીલથી 19 મે દરમ્યાન થશે અને 23 મે પરીણામ જાહેર થશે

ભારતમાં લોકસભા ચુંટણી 11 એપ્રીલ થી 19 મે દરમ્યાન થશે અને પરીણામ 23 મેના રોજ થશે.

ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન 23 એપ્રિલના રોજ થશે.

પ્રથમ તબક્કો : 11 એપ્રિલ 2019

પહેલું તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

આંધ્ર પ્રદેશ 23, અરૂણાચલ પ્રદેશ 2, અસમ 5, બિહાર 4, છત્તીસગઢ 1, જમ્મુ-કશ્મીર 2, મહારાષ્ટ્ર 7, મણિપુર 1, મેઘાલય 2, મિઝોરમ 1, નાગાલેન્ડ 1, ઓડિશા 4, સિક્કિમ 1, તેલંગાણા 17, ત્રિપુરા 1, યુપી 8, ઉત્તરાખંડ 5, પ.બંગાળ 2, અંડમાન એન્ડ નિકોબાર 1 અને લક્ષદિપ 1 સીટોમાં મતદાન થશે.

બીજો તબક્કો : 18 એપ્રિલ 2019

બીજા તબક્કામાં  રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

બીજા તબક્કામાં અસમ 5, બિહાર 5, છત્તીસગઢ 3, જમ્મુ કાશ્મીર 2, કર્ણાટક 14, મણિપુર 1, ઓડિશા 5, તમિલનાડુંના તમામ 39, ત્રિપુરા 1, ઉત્તર પ્રદેશ 8, પ.બંગાળ 3 અને પોંડિચેરીની 1 સીટ માટે 18 એપ્રિલના વોટીંગ થશે.

ત્રીજો તબક્કો : 23 એપ્રિલ 2019

ત્રીજા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

ત્રીજા તબક્કામાં અસમમાં 4, બિહારમાં 5, છત્તીસગઠમાં 7, ગુજરાતમાં 26, જમ્મુ કાશ્મીરમાં 1, કર્ણાટકમાં 14, કેરળમાં 20, મહારાષ્ટ્રમાં 14, ઓડિશામાં 6, યુપીમાં 10, પ.બંગાળમાં 5, દાદરનગર હવેલીમાં 1, દમન દીવમાં 1 સીટમાં 23 એપ્રીલના રોજ વોટીંગ થશે.

ચોથો તબક્કો : 29 એપ્રિલ 2019

ચોથા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

ચોથા તબક્કામાં બિહારમાં 5, જમ્મુ કાશ્મીરમાં 1, ઝારખંડમાં 1, મધ્યપ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 17, ઉડીસામાં 6, રાજસ્થાનમાં 13, યુપીમાં 13, બંગાળમાં 8 સીટો માટે 29 એપ્રીલના રોજ મતદાન થશે.

પાંચમો તબક્કો : 6 મે 2019

પાંચમાં તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

પાંચમાં તબક્કામાં બિહારમાં 5, જમ્મુ કાશ્મીરમાં 2, ઝારખંડમાં 4, મધ્ય પ્રદેશમાં 7, રાજસ્થાનમાં 12, ઉ. પ્રદેશમાં 14 અને પ.બંગાળમાં 7 સીટો પર 6 મેના રોજ મતદાન થશે.

છઠ્ઠો તબક્કો : 12 મે 2019

છઠ્ઠા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

છઠ્ઠા તબક્કામાં બિહારમાં 8, હરિયાણામાં 10, ઝારખંડમાં 4, મધ્યપ્રદેશમાં 8, ઉત્તરપ્રદેશમાં 14, પ. બંગાળમાં 8 અને દિલ્હીમાં તમામ 7 સીટો માટે 12 મેના રોજ મતદાન થશે.

સાતમો તબક્કો : 19 મે 2019

સાતમાં તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

સાતમાં ચરણ માટે બિહારમાં 8, ઝારખંડમાં 3, પંજાપમાં 13, પ.બંગાળમાં 9, ચંદિગઢમાં 1, ઉત્તર પ્રદેશમાં 13 અને હિમાચલ પ્રદેશમાં 4 સીટો માટે 19 મેના રોજ મતદાન થશે.

મત ગણતરી : 23 મે 2019

NOTA નો વિકલ્પ

આજથી ચુંટણીની જાહેરાત થતા આચારસંહિતતા લાગુ થઇ ગઇ છે. ચુંટણી કમિશ્નરના જણાવ્યા પ્રમાણે જો આચારસંહીતાના નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાયદાકીય કાર્યવાહી થશે. લોકસભા ચુંટણી 2019માં વોટર પાસે NOTA નો વિકલ્પ રહેશે. તો ચુંટણી કમિશ્નરે કડક શબ્દોમાં કહ્યું હતું કે વોટીંગના 48 કલાક પહેલા લાઉડસ્પીકર નહી વગાડવામાં આવે. જો નિયમું ઉલ્લંઘન થશે તો કાયદાકીય કાર્યવાહી થશે.

90 કરોડ લોકો આપશે મત : EC

ચુંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર 90 કરોડ લોકો આ વખતે મત આપવા જઈ રહ્યા છે. 18-19 વર્ષનાં 1.5 કરોડ મતદારો છે. ચુંટણી કમિશ્નર સુનીલ અરોડાએ વધુમાં જણાવ્યું કે બૂથ પર પાણી, શૌચાલય અને વીજળી જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં પણ NOTAનો ઉપયોગ થશે અને ત્યારે બૂથો પર EVMની સાથે VVPT પણ લગાડવામાં આવશે. આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસવાય કુરૈશીએ ટ્વિટર કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા છે જે મુજબ 2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસુચના 2 માર્ચ અને 2014માં અધિસુચના 5 માર્ચે થઈ હતી. એવામાં આ વખતે ચૂંટણી પંચ અધિસૂચના જાહેર કરવામાં મોડા છે.

ચુંટણી પંચ સોશિયલ મીડિયા પ્રચાર પર રાખશે નજર

ચુંટણી કમિશ્નર એરોડાએ જણાવ્યું કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે. આચારસંહિતા ભંગની કરવાની ફરિયાદ નોંધાવવા માટે ચૂંટણી પંચે અન્ડ્રોઇડ એપની જાહેરાત કરી છે. 100 મિનિટની અંદર જ સંબંધિત અધિકારી આ અંગેનો જવાબ આપશે.

ચુંટણી પંચ દ્રારા 1950 હેલ્પલાઇન ચાલુ કરાઇ

ચૂંટણી પંચ દ્વારા હેલ્પલાઇન 1950 છે. આ નંબર પર વોટર લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરી શકાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતાં પ્રચાર પર ચૂંટણી પંચ નજર રાખશે, સોશિયલ મીડિયા માટે પણ ગાઇડલાઇન નક્કી કરવામાં આવશે

આ રાજ્યોમાં વિધાનસભા ચુંટણી પણ યોજાશે

તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં વિધાનસભાની ચુંટણીનું મતદાન લોકસભા ચુંટણીની સાથે જ થશે. તો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને જોતા વિધાનસભાની ચુંટણી લોકસભા સાથે નહી થાય.

 

March 10, 2019
him_pm.jpg
1min190180

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ હિંમતભાઇ ખૈનીનું આજે સવારે મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં અકાળે નિધન થતાં શહેરના ઉદ્યોગ જગતે મોટો આંચકો અનુભવ્યો છે. બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહીને મોટા ગજાના કામો કરતા શ્રી હિંમતભાઇ ખૈની બોલવા કરતા કરીને બતાવવામાં જાણીતા હતા. તેઓ સુરતના જાણીતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ હિન્દવા ઉપરાંત એમ. કાંતિલાલ એક્સપોર્ટસ તેમજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ જેવી સંસ્થાઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા.

(કેન્દ્રીય મંત્રી શ્રી રુપાલા સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

મૂળ સૌરાષ્ટ્રના પરવડી ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રી હિંમતભાઇ ખૈની થોડા દિવસો પૂર્વે કમળાની બિમારીમાં સપડાયા હતા. કમળો એટલી હદે વકરી ગયો હતો કે તે કમળીમાં રૂપાંતરીત થઇ જતા તેમને વધુ ઘનિષ્ઠ સારવાર માટે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેશ વિદેશના ખ્યાતનામ તબીબોને હિંમતભાઇ ખૈનીની ટ્રીટમેન્ટમાં જોતરવામાં આવ્યા હતા. પરંતુ, આજે રવિવાર તા.10મી માર્ચે સવારે હિંમતભાઇ ખૈની આ દુનિયા છોડીને અનંત યાત્રાએ નીકળી ગયા હતા.

(વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

કમળો અને પછી કમળી થઇ ગઇ, વિશ્વના ખ્યાતનામ તબીબોએ ટ્રીટમેન્ટ કરી પણ છેલ્લે રવિવારે સવારે હિંમતભાઇ અનંત યાત્રાએ નીકળી પડ્યા હતા. એમ.કાંતિલાલ એક્સપોર્ટ-હિન્દવા ગ્રુપના શ્રી હિંમતભાઇ ખૈનીના નિધનના સમાચાર મળતા જ શહેરના ઉદ્યોગપતિઓ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ, હીરા ઉધોગકારોમાં આંચકો અનુભવાયો હતો. તેઓ એક ઉમદા સામાજિક સંગઠનકાર પણ હતા.

 

March 10, 2019
gujj_movi.jpg
1min14860
  • ગુજરાતી સાહિત્યકૃતિ આધારિત ફિલ્મોનું નિર્માણ થાય તો સરકાર વધુ 25 ટકા સબસિડી આપશે
  • કોઈ ફિલ્મ 100માંથી 21 માર્કસ મેળવશે તો પણ રૂ.5 લાખ સબસિડી પેટે મળશે

ગુજરાત સરકારે રાજ્યમાં ફિલ્મ નીતિ કેટલાક ફેરફારો કરીને ગુજરાતી ફિલ્મો બનાવનારા નિર્માતાઓને વધુમાં વધુ રાહત અને સહાય આપવાની જાહેરાત કરી છે. હવેથી ગુજરાતમાં એ ગ્રેડ મેળવનારી ગુજરાતી ફિલ્મોને સૌથી વધુ રૂ.50 લાખ મળતાં હતાં, આ કેટેગરીની ઉપર હવે એ પ્લસ ગ્રેડનો ઉમેરો કરીને સબસિડીની રકમ રૂ.50 લાખમાંથી વધારીને રૂ.75 લાખ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

  • હાલની પોલિસી મુજબ કોઇ ફિલ્મ 100માંથી ઓછામાં ઓછા 41 માર્કસ મેળવે તો જ રૂ.5 લાખ મળતાં હતાં, નવી જોગવાઇ મુજબ કોઈ ગુજરાતી ફિલ્મ 21 માર્કસ મેળવશે તો પણ તેને રૂ.5 લાખની સબસિડી મળશે

ફિલ્મો માટે ઓછામાં ઓછી સબસિડીની રકમ રૂ.5 લાખ હતી અને નવી પોલિસીમાં પણ રૂ.5 લાખ છે પરંતુ પ્રથમ 100માંથી ઓછામાં ઓછા 41 માર્કસ મેળવે તો રૂ.5 લાખ મળતાં હતાં હવે કોઈ ફિલ્મ 21 માર્કસ મેળવશે તો પણ તેને રૂ.5 લાખની સબસિડી મળશે. નવી પોલિસીમાં જે બીજો મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં સાહિત્યકૃતિ આધારિત કોઈ ફિલ્મનું નિર્માણ કરશે તો તે મળવાપાત્ર સબસિડીની રકમ કરતા રૂ.25 ટકા રકમ વધુ મળશે. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી જાહેર થતી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક બન્નેને 2.5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળશે.

  • સાહિત્યકૃતિ આધારિત કોઈ ફિલ્મનું નિર્માણ કરશે તો તે મળવાપાત્ર સબસિડીની રકમ કરતા રૂ.25 ટકા રકમ વધુ આપવાની જોગવાઇ
  • ટિકીટ વેચાણના કુલ 20 માર્કસ મેળવવાની જોગવાઇમાં અગાઉ 10 હજાર ટિકીટના વેચાણ પર એક માર્ક મળતો હતો હવે 2500 ટિકીટના વેચાણ પર 1 માર્ક મળે તેવી જોગવાઇ

સરકારે એક મહત્વનો ફેરફાર ટિકિટ વેચાણ પરથી મળતા માર્કસ પર પણ કર્યો છે સબસિડી માટે 100 માર્કસમાંથી 20 માર્કસ ટિકિટ વેચાણ પરથી આપવામાં આવશે અગાઉ બે લાખ ટિકિટ વેંચાય તો 20 માર્કસ મળતાં હતાં જે હવે 50 હજાર ટિકિટનો વેચાણ પર પણ મળશે. અગાઉ 100માંથી 20 માર્કસ ટિકિટ વેચાણ પર મેળવવાના રહેતા હતાં જે હજુ પણ એમ જ છે એટલે કે, 20 માકર્સ ટિકિટ વેચાણના તો છે પણ પહેલા 10 હજાર ટિકિટે 1 માકર્સ ગણવામાં આવતો હતો હવે 2500 ટિકિટે એક માર્ક ગણવામાં આવશે. વધુમાં 21 જેટલી ગુજરાતી ફિલ્મોને જૂની નીતિ મુજબ આર્થિક સહાય મળી નથી તેઓને રૂ.5 લાખની ઉચ્ચક રકમ ચૂકવવામાં આવશે. આમ જૂની નીતિની નડતરરૂપ જોગવાઈઓને રદ્દ કરવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મોને ગ્રેડ વાઇઝ સબસિડી કેટલી મળશે

કેટેગરી              2019           2016
એ પ્લસ ગ્રેડ       75 લાખ       નવો ગ્રેડ ઉભો કરાયો
એ ગ્રેડ               50 લાખ       50 લાખ
બી ગ્રેડ              40 લાખ       25 લાખ
સી ગ્રેડ               30 લાખ      10 લાખ
ડી ગ્રેડ                20 લાખ       5 લાખ
ઈ ગ્રેડ                 10 લાખ        નવો ગ્રેડ
એફ ગ્રેડ              5 લાખ         નવો ગ્રેડ

March 9, 2019
jawahar_chavda.jpg
1min13420

કોંગ્રેસનો હાથ છોડીને તા.8મી માર્ચ 2019ના મહિલા દિવસે જ ભાજપામાં પ્રવેશ કરનારા ધારાસભ્ય જવાહર ચાવડાની આ સ્પીચ સાંભળી લેશો એટલે ખબર પડી જશે કે રાજકારણ એટલે શું પોલિટીક્સમાં કોઇ નીતિ મત્તા હોતી નથી એટલે પોલિટીશ્યનમાં ક્યાંથી અપેક્ષા રાખી શકાય.

આ ભાઇ કોંગ્રેસના ધારાસભ્ય અને તા.8મી માર્ચે જ કોંગ્રેસ છોડીને ભાજપામાં આવેલા જવાહરભાઇ ચાવડા છે

નીચેના વિડીયોમાં એ જ ધારાસભ્ય છે જે છેલ્લા 24 વર્ષોથી ભાજપાને, નરેન્દ્ર મોદીને, અમીત શાહને નકરી ગાળો જ દઇ રહ્યા હતા, એ જ જવાહર ચાવડા છેલ્લા 24 કલાકથી (આજે તા.9મી માર્ચ 2019) ભાજપાની વાહવાહી કરી રહ્યા છે. આ જ બાબત પ્રતીતિ કરાવે છે કે પોલિટીક્સમાં બધું જ શક્યા છે. નવાઇ પામે તે નવરા..

2014ની ચૂંટણીમાં કોંગ્રેસના આ તત્કાલિન નેતા અને આજે ભાજપાના નેતા બની ચૂકેલા જવાહર ચાવડાએ આ ધારદાર સ્પીચ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શું બદબોઇ કરી હતી, હવે આ જ જવાહર ચાવડા નરેન્દ્ર મોદીની વાહવાહી કરતા પણ ખચકાશે નહીં. ફેસબુક પર આ વિડીયો હાલ ભારે વાઇરલ થયો છે અને કોંગ્રેસી કાર્યકરો જવાહર ચાવડા પર ભારે પસ્તાળ પાડી રહ્યા છે.

જવાહર ચાવડાની 2014ની ઇલેક્શનની મજેદાર સ્પીચ સોશિયલ મીડિયામાં વાઇરલ#jawaharchavda #generalelection2019 #narendramodi

Posted by Gujarat Samachar on Friday, 8 March 2019

March 9, 2019
virar_womens.jpg
1min15910

પગ ધોઇને પાણી પી જવાનો ટ્રેન્ડ પવનપુત્ર હનુમાનજીએ શરૂ કર્યો હતો એ પછી કેવટએ તમસા નદી પાર કરાવી આપવાના બદલામાં પગ ધોવા દેવાની ભગવાન શ્રી રામ સમક્ષ શરત મૂકી હોવાનો ઉલ્લેખ રામાયણમાં છે

 

વનવાસે નીકળેલા રામ-સીતા અને લક્ષ્મણ તમસા નદીના કિનારે આવે છે. નાવમાં બેસી નદી પાર કરવા રામજી કેવટને બોલાવે છે. કેવટ વિચારે ભગવાનના ચરણ ધોવા મળે તો ભવપાર થાય. રામજીને કહે છે પ્રભુ પગ ધોવા દ્યો તો નદી પાર કરાવું.

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ગંગા સફાઇ કરી રહેલા કર્મચારીઓના પગ ધોયા હતા, આ ઘટના એટલી વાઇરલ થઇ હતી કે દેશમાં હવે પગ ધોવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે.

મહિલા દિને મહારાષ્ટ્રના વિરારની સ્કૂલમાં નાનાં ભૂલકાંઓ પોતાની મમ્મીના પગ ધોઈ પૂજા કરી : બાળકોને પગ ધોતાં જોઈને અનેક મમ્મીની આંખ ભીની થઈ

મુંબઈ: મહિલા દિવસની અનોખી ઉજવણી
વિરારની સ્કૂલમાં બાળકોએ માં ના પગ ધોઈને તેની પૂજા કરી હતી.

મુંબઇના વિરાર (વેસ્ટ)માં આવેલી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેન્ટ મૅરી સ્કૂલમાં સંચાલકોએ મહિલા દિન નિમિત્તે તમામ મમ્મીઓને સ્કુલમાં બોલાવીને માતાઓના પગ બાળકો પાસે ધોવડાવીને તેમને માં નું મહાત્મ્ય સમજાવવા પ્રયાસ કર્યો હતો. સ્કૂલનાં ભૂલકાંઓની મમ્મીને સ્કૂલમાં બોલાવી તેમના પગ ધોઈ પુષ્પ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવી હતી અને એ જોઈને અનેક મમ્મીની આંખો રીતસરની ભરાઈ આવી હતી.

કોઇકના પગ ધોવા એ ભારતીય શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર કાર્ય માનવામાં આવે છે અને એ જ રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા નદીની સફાઇ કરી રહેલા સફાઇ કર્મીઓના પગ ધોઇને સમાજને એક પવિત્ર સંદેશો પાઠવ્યો હતો. એવી જ રીતે વિરાની સ્કુલના સંચાલકોએ બાળકોમાં તેમની મમ્મીનું મહત્વ સમજાવવા અને આ પ્રવૃત્તિ કરવાથી તેમનામાં સારા સંસ્કાર કેળવી શકાય એ હેતુથી માં ના પગ ધોવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આજના ડિજિટલ યુગમાં આપણાં બાળકો આપણી સંસ્કૃતિથી દૂર થઈ રહ્યાં છે. આવા સમયમાં આવા કાર્યક્રમના માધ્યમથી આપણે આપણાં બાળકોમાં એ સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય કરાવવો ખરેખર જરૂરી છે. આ કાર્યક્રમ સ્કૂલે જેવો વિચાર્યો એના કરતાં પણ સારો રહ્યો, કારણ કે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત તેમની માતાઓ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી અને સમય પહેલાં જ સ્કૂલમાં પહોંચી ગઈ હતી. તેમનાં નાનાં ભૂલકાંઓને તેમનાં ચરણ ધોયાં અને પુષ્પ અર્પણ કરીને પૂજા કરી એ જોઈને અનેક માતાઓ રીતસરની રડી પડી હતી અને વાતાવરણ ભાવુક થઈ ગયું હતું.

કાર્યક્રમ જોઈ રહેલા લોકો માટે પણ આ દૃશ્ય હૃદયસ્પર્શી બની ગયું હતું. અનોખી રીતે કરવામાં આવેલી મહિલા દિવસની ઉજવણીને કારણે માતાઓએ ખૂબ વિશેષ અનુભવ ક્ર્યો અને બાળકો પણ ઘણું શીખ્યા હતા. ત્યાર બાદ માતા-બાળક માટે હરીફાઈનું પણ આયોજન કર્યું હતું. ગઈ કાલે આખી સ્કૂલમાં ફક્ત મહિલાઓ અને મહિલાઓ જ દેખાઈ રહી હતી.’

March 9, 2019
guj_gov_logo.png
1min16220
  • ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે
  • સ્ટેમ્પ ડયૂટી ઓનલાઇન ભરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા

Jayesh Brahmbhatt : 9825344944

રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયાને ઓનલાઇન કરવાની સફળ કામગીરી બાદ ખેતી-બિનખેતીના પ્રિમિયમની પરવાનગી તથા સ્ટેમ્પ ડયૂટી પણ હવે ઓનલાઇન ભરપાઇ કરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા રાજ્યવ્યાપી ધોરણે કરવાની જાહેરાત રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલે કરી છે.

  • તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયમ પરવાનગી અમલી બની હતી
  • ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી
  • ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં
  • 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી

મહેસૂલ પ્રધાને  ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવતા સેવાઓ ઝડપી અને સરળ બનવાના પરિણામે નાગરોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. માત્ર ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી છે.

કૌશિકભાઇ પટેલે  વધુમાં જણાવ્યું હતું કે, ગત તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયામ પરવાનગી અમલી બનાવ્યા બાદ તેની સફળતાને પગલે હવે સમગ્ર રાજ્યમાં આ પદ્ધતિ અપનાવવામાં આવશે. રાજ્યસરકાર મહેસૂલ સેવાઓ ઓનલાઇન કરી સરળ અને પારદર્શી બનાવવા ઝડપભેર આગળ વધી રહી છે. જેના પરિણામે 15 માસ જેટલા ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે.

કઇ કઇ મહેસૂલી સેવાઓ ઓનલાઇન થઇ રહી છે

હાલ આઠ જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થવા જઇ રહી છે જેમાં

(1) ગણોતધારાની કલમ-43 તેમજ નવી શરતની જમીન ખેતી-બિનખેતીના હેતુસર  શરતફેર કરવા અંગે પ્રિમીયમની પરવાનગી,

(2) જમીન મહેસૂલ અઘિનિયમની કલમ-65(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી,

(3) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ક) હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી,

(4) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-66 હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિત  કરવું,

(5) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-67 હેઠળ બિનખેતીની જમીનમાં વગર પરવાનગીએ હેતુફેર તથા કલમ-65ની શરતોનું પાલન ન કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં નિયમોનુસાર દંડ વસુલીને પરવાનગી,

(6) ગણોતધારાની કલમ-63 હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,

(7) ગણોતધારાની કલમ-63 (એએ)હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રયિલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,

(8) ઇ-ધારામાં વારસાઇ નોંધ માટેની અરજીનો સમાવેશ થાય છે.

March 8, 2019
parliament-election.jpg
1min6410

સમાજવાદી પાર્ટી

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માદે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. શુક્રવારે પાર્ટીએ 6 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું, જેમાં પાર્ટીને સંરક્ષક મુલાયમ સિંહ યાદવને પણ ઉમેદવાર જાહેર કર્યા છે. મુલાયમ સિંહ મેનપુરી બેઠકથી ઉમેદવર જાહેર કરાયા છે.

સમાજવાદી પાર્ટીએ બદાયું બેઠકથી ધ્રમેન્દ્ર યાદવ, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, બહરાઈચથી શબ્બીર વાલ્મિકી, રોબર્ડ્સગંજથી ભાઈલાલ કોલ અને ઈટાવા બેઠકથી કમલેશ કઠેરિયાને ઉમેદવાર જાહેર કર્યા છે.

યુપીમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) સાથે લોકસભા ચૂંટણીના જંગમાં ઉતરેલી સપાએ ગઠબંધન કર્યા બાદ 37 બેઠકો મેળવી છે તેમજ 38 બેઠકો પરથી બીએસપીના ઉમેદવાર લડશે અને 3 બેઠક પરથી આરએલડીના ઉમેદવાર ઉતરશે. ગત લોકસભા ચૂંટણીમાં પણ મુલાયમ સિંહ યાદવે બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને બેઠકો પર વિજયી થતા આઝમગઢ બેઠક તેમણે પોતાની પાસે રાખી હતી. મૈનપુરી બેઠક પર પેટાચૂંટણીમાં મુલાયમના પરિવારના જ તેજ પ્રતાપ યાદવ વિજયી થયા હતા.

કૉંગ્રેસ

કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીના 15 ઉમેદવારોમાં UPAનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને રાયબરેલીની અને કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને અમેઠીની ટિકિટ ફાળવવામાં આવી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ધારિત 15 નામોમાં ૧૧ નામો ઉત્તર પ્રદેશનાં અને ૪ નામો ગુજરાતના ઉમેદવારોનાં છે.

કૉંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકે બહાર પાડેલી યાદીની વિગતો પ્રમાણે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો સલમાન ખુરશીદ, જિતિન પ્રસાદ અને આર.પી.એન. સિંહને તેમની પરંપરાગત ફરુર્ખાબાદ, ધૌરાહરા અને કુશીનગરની બેઠકો ફાળવવામાં આવી છે. કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ નિર્મલ ખત્રી રાજ્યની ફૈઝાબાદ બેઠક પરથી અને ગુજરાત એકમના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજ્યના આણંદ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે.

March 8, 2019
ayodhya.jpg
1min6750

અયોધ્યા જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. દેશના સૌથી સંવેદનશીલ અને વિવાદી ઇશ્યુ ગણાતા અયોધ્યા વિવાદમાં મધ્યસ્થીથી નિર્ણય લાવવાનો આગ્રહ રાખીને સુપ્રીમ કોર્ટએ આઠ અઠવાડિયામાં મધ્યસ્થી કરીને સમાધાન કરવામાં આવે એવો અભિગમ જાહેર કર્યો છે.

અયોધ્યા વિવાદને સુલઝાવવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પંચૂ પણ સામેલ છે.

  • સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી
  • રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ
  • શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રામ પંચૂ

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ મધ્યસ્થતાની આખી પ્રક્રિયા અયોધ્યામાં થશે. તેની કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવાની છે. આઠ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને તે બાદ સમિતિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે.

March 8, 2019
sugar_factory.jpg
1min9410

કેન્દ્રીય મંત્રીમંડળે મુશ્કેલીમાં મૂકાયેલા પાવર પ્લાન્ટ્સ અને ખાંડ મિલોને ને મોટી રાહત આપતા નિર્ણય લીધા છે. સરકાર ઇંધણની અછતનો સામનો કરી રહેલા વીજમથકોને સરળતાથી કોલસો પુરો પાડશે. તાજેતરમાં લોંચ કરવામાં આવેલી સ્કીમ હેઠળ સરકારે ઇથેનોલ ક્ષમતા ઊભી કરવા ખાંડ મિલોને ₹12900 કરોડની વધારાની સોફ્ટ લોનની અને મોલાસિસ આધારિત સ્વતંત્ર ડિસ્ટલરીઝને ₹2600 કરોડની સોફ્ટ લોન આપવામાં આવશે.

  • ઇથેનોલ ક્ષમતા ઊભી કરવા ખાંડ મિલોને ₹12900 કરોડની વધારાની સોફ્ટ લોન
  • મોલાસિસ આધારિત સ્વતંત્ર ડિસ્ટલરીઝને ₹2600 કરોડની સોફ્ટ લોન


આ ઉપરાંત, વ્યૂહાત્મક રોકાણને વેગ આપવા નવી વ્યવસ્થા વિક્સાવવામાં આવશે. દિલ્હી માટે નવી મેટ્રો-લાઇનની પણ જાહેરાત કરાઇ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસ પહેલાં કેબિનેટે શ્રેણીબધ્ધ નિર્ણય લીધો છે. પાંચ વર્ષમાં ₹30849 કરોડનાં ખર્ચે મુંબઇ અર્બન ટ્રાન્સપોર્ટ નેટવર્કનો નવો તબક્કો શરૂ કરવાનો, હાઇડ્રોપાવરને વેગ આપવા માટેના પગલાં, નવા કેન્દ્રીય વિદ્યાલયો અને રીજનલ એર કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

આજના નિર્ણયોથી વીજ ક્ષેત્રની સમસ્યા હળવી થશે. સરકારે પાવર એક્સચેન્જ સહિતનાં શોર્ટ ટર્મ માર્કેટ્સને વીજળી પૂરી પાડતા મર્ચન્ટ પાવર પ્લાન્ટને કોલસાની ફાળવણી પરના નિયંત્રણો હટાવી લીધા છે. આને કારણે વીજ કંપનીઓ ઋણ ચૂકવી શકશે. વીજ ક્ષેત્ર માટેનાં અન્ય નિર્ણયોમાં તમામ હાઇડ્રો પ્લાન્ટ્સને રીન્યુએબલ તરીકે ગણવા, તેમને સસ્તા દરે વિદેશી ધિરાણની સરળતા કરી આપવી અને ભાવિ પ્રોજેક્ટ્સને આવરી લેવા માટે હાઇડ્રો પાવર જવાબદારીઓ લાદવી વગેરેનો સમાવેશ થાય છે. કેબિનેટે ઋણ પરત ચૂકવણી સમયગાળો 12 વર્ષથી વધારીને 18 વર્ષ કરવાનો પણ નિર્ણય લીધો છે.

ઊર્જા મંત્રી આર કે સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટના નિર્ણયથી સ્ટ્રેસ્ડ એસેટ્સના કોલસા સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે અને હાઇડ્રોપાવર વધુ કિફાયતી બનશે. કેબિનેટે સ્ટ્રેસ્ડ પાવર પ્લાન્ટ્સ અંગે પ્રધાનોના જૂથની કોલસા પુરવઠા અંગેની ભલામણોને મંજૂરી આપી હતી.

સરકારે ચાર પાવર પ્રોજેક્ટ્સ માટે રોકાણને અને હાઇડ્રો પાવર અને સ્ટ્રેસ્ડ પાવર એસેટ્સ અંગેની બે નીતિઓને મંજૂરી આપી હતી. હાઇડ્રો પોલિસી અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારે હાઇડ્રો પોલિસી હેઠળ અનેક પગલાં જાહેર કર્યા છે, જેમાં મોટા હાઇડલ પ્રોજેક્ટ્સને રીન્યુએબલ એનર્જી સ્ટેટ્સ આપવામાં આવશે.

અગાઉ, 25 મેગાવોટની ક્ષમતા સુધીના હાઇડ્રો પ્રોજેક્ટ્સને રીન્યુએબલ્સ તરીકે ગણવામાં આવતા હતા અને તેમને નાણાંકીય મદદ અને સસ્તું ધિરાણ જેવા પ્રોત્સાહન માટે માન્ય ગણવામાં આવતા હતા. હવે સરકારના નિર્ણય બાદ 25 મેગાવોટથી ઉપરનાં હાઇડ્રો પ્રોજેક્ટ્સને પણ આ લાભ મળશે.

ભારત 2022 સુધીમાં 175 ગિગાવોટ રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવાનો લક્ષ્ય ધરાવે છે. મોટા હાઇડ્રો અને ક્લીન એનર્જી સેગમેન્ટમાં ઉમેરાથી 2022 સુધીમાં 225 ગિગાવોટની ક્ષમતા હાંસલ થવાની ધારણા છે. હાલમાં હાઇડ્રો પાવર ટેરિફ અન્ય સ્ત્રોત કરતાં મોંઘા છે. ઊંચા ટેરિફને કારણે વીજ વિતરણ કંપનીઓ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરતાં ખચકાય છે. સરકારે ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રા. લિ દ્વારા કિરુ હાઇડ્રો પ્રોજેક્ટના બાંધકામ માટે ₹4287.59 કરોડનાં રોકાણને મંજૂરી આપી છે.