CIA ALERT
03. May 2024
March 8, 20191min6360

Related Articles



સુગર સેક્ટરને સરકારની રાહતો

Share On :
Print Friendly, PDF & Email

કેન્દ્રીય મંત્રીમંડળે મુશ્કેલીમાં મૂકાયેલા પાવર પ્લાન્ટ્સ અને ખાંડ મિલોને ને મોટી રાહત આપતા નિર્ણય લીધા છે. સરકાર ઇંધણની અછતનો સામનો કરી રહેલા વીજમથકોને સરળતાથી કોલસો પુરો પાડશે. તાજેતરમાં લોંચ કરવામાં આવેલી સ્કીમ હેઠળ સરકારે ઇથેનોલ ક્ષમતા ઊભી કરવા ખાંડ મિલોને ₹12900 કરોડની વધારાની સોફ્ટ લોનની અને મોલાસિસ આધારિત સ્વતંત્ર ડિસ્ટલરીઝને ₹2600 કરોડની સોફ્ટ લોન આપવામાં આવશે.

  • ઇથેનોલ ક્ષમતા ઊભી કરવા ખાંડ મિલોને ₹12900 કરોડની વધારાની સોફ્ટ લોન
  • મોલાસિસ આધારિત સ્વતંત્ર ડિસ્ટલરીઝને ₹2600 કરોડની સોફ્ટ લોન


આ ઉપરાંત, વ્યૂહાત્મક રોકાણને વેગ આપવા નવી વ્યવસ્થા વિક્સાવવામાં આવશે. દિલ્હી માટે નવી મેટ્રો-લાઇનની પણ જાહેરાત કરાઇ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસ પહેલાં કેબિનેટે શ્રેણીબધ્ધ નિર્ણય લીધો છે. પાંચ વર્ષમાં ₹30849 કરોડનાં ખર્ચે મુંબઇ અર્બન ટ્રાન્સપોર્ટ નેટવર્કનો નવો તબક્કો શરૂ કરવાનો, હાઇડ્રોપાવરને વેગ આપવા માટેના પગલાં, નવા કેન્દ્રીય વિદ્યાલયો અને રીજનલ એર કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

આજના નિર્ણયોથી વીજ ક્ષેત્રની સમસ્યા હળવી થશે. સરકારે પાવર એક્સચેન્જ સહિતનાં શોર્ટ ટર્મ માર્કેટ્સને વીજળી પૂરી પાડતા મર્ચન્ટ પાવર પ્લાન્ટને કોલસાની ફાળવણી પરના નિયંત્રણો હટાવી લીધા છે. આને કારણે વીજ કંપનીઓ ઋણ ચૂકવી શકશે. વીજ ક્ષેત્ર માટેનાં અન્ય નિર્ણયોમાં તમામ હાઇડ્રો પ્લાન્ટ્સને રીન્યુએબલ તરીકે ગણવા, તેમને સસ્તા દરે વિદેશી ધિરાણની સરળતા કરી આપવી અને ભાવિ પ્રોજેક્ટ્સને આવરી લેવા માટે હાઇડ્રો પાવર જવાબદારીઓ લાદવી વગેરેનો સમાવેશ થાય છે. કેબિનેટે ઋણ પરત ચૂકવણી સમયગાળો 12 વર્ષથી વધારીને 18 વર્ષ કરવાનો પણ નિર્ણય લીધો છે.

ઊર્જા મંત્રી આર કે સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટના નિર્ણયથી સ્ટ્રેસ્ડ એસેટ્સના કોલસા સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે અને હાઇડ્રોપાવર વધુ કિફાયતી બનશે. કેબિનેટે સ્ટ્રેસ્ડ પાવર પ્લાન્ટ્સ અંગે પ્રધાનોના જૂથની કોલસા પુરવઠા અંગેની ભલામણોને મંજૂરી આપી હતી.

સરકારે ચાર પાવર પ્રોજેક્ટ્સ માટે રોકાણને અને હાઇડ્રો પાવર અને સ્ટ્રેસ્ડ પાવર એસેટ્સ અંગેની બે નીતિઓને મંજૂરી આપી હતી. હાઇડ્રો પોલિસી અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારે હાઇડ્રો પોલિસી હેઠળ અનેક પગલાં જાહેર કર્યા છે, જેમાં મોટા હાઇડલ પ્રોજેક્ટ્સને રીન્યુએબલ એનર્જી સ્ટેટ્સ આપવામાં આવશે.

અગાઉ, 25 મેગાવોટની ક્ષમતા સુધીના હાઇડ્રો પ્રોજેક્ટ્સને રીન્યુએબલ્સ તરીકે ગણવામાં આવતા હતા અને તેમને નાણાંકીય મદદ અને સસ્તું ધિરાણ જેવા પ્રોત્સાહન માટે માન્ય ગણવામાં આવતા હતા. હવે સરકારના નિર્ણય બાદ 25 મેગાવોટથી ઉપરનાં હાઇડ્રો પ્રોજેક્ટ્સને પણ આ લાભ મળશે.

ભારત 2022 સુધીમાં 175 ગિગાવોટ રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવાનો લક્ષ્ય ધરાવે છે. મોટા હાઇડ્રો અને ક્લીન એનર્જી સેગમેન્ટમાં ઉમેરાથી 2022 સુધીમાં 225 ગિગાવોટની ક્ષમતા હાંસલ થવાની ધારણા છે. હાલમાં હાઇડ્રો પાવર ટેરિફ અન્ય સ્ત્રોત કરતાં મોંઘા છે. ઊંચા ટેરિફને કારણે વીજ વિતરણ કંપનીઓ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરતાં ખચકાય છે. સરકારે ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રા. લિ દ્વારા કિરુ હાઇડ્રો પ્રોજેક્ટના બાંધકામ માટે ₹4287.59 કરોડનાં રોકાણને મંજૂરી આપી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :