CIA ALERT

Slider Archives - Page 391 of 491 - CIA Live

March 10, 2019
him_pm.jpg
1min190060

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ હિંમતભાઇ ખૈનીનું આજે સવારે મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં અકાળે નિધન થતાં શહેરના ઉદ્યોગ જગતે મોટો આંચકો અનુભવ્યો છે. બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહીને મોટા ગજાના કામો કરતા શ્રી હિંમતભાઇ ખૈની બોલવા કરતા કરીને બતાવવામાં જાણીતા હતા. તેઓ સુરતના જાણીતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ હિન્દવા ઉપરાંત એમ. કાંતિલાલ એક્સપોર્ટસ તેમજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ જેવી સંસ્થાઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા.

(કેન્દ્રીય મંત્રી શ્રી રુપાલા સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

મૂળ સૌરાષ્ટ્રના પરવડી ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રી હિંમતભાઇ ખૈની થોડા દિવસો પૂર્વે કમળાની બિમારીમાં સપડાયા હતા. કમળો એટલી હદે વકરી ગયો હતો કે તે કમળીમાં રૂપાંતરીત થઇ જતા તેમને વધુ ઘનિષ્ઠ સારવાર માટે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેશ વિદેશના ખ્યાતનામ તબીબોને હિંમતભાઇ ખૈનીની ટ્રીટમેન્ટમાં જોતરવામાં આવ્યા હતા. પરંતુ, આજે રવિવાર તા.10મી માર્ચે સવારે હિંમતભાઇ ખૈની આ દુનિયા છોડીને અનંત યાત્રાએ નીકળી ગયા હતા.

(વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

કમળો અને પછી કમળી થઇ ગઇ, વિશ્વના ખ્યાતનામ તબીબોએ ટ્રીટમેન્ટ કરી પણ છેલ્લે રવિવારે સવારે હિંમતભાઇ અનંત યાત્રાએ નીકળી પડ્યા હતા. એમ.કાંતિલાલ એક્સપોર્ટ-હિન્દવા ગ્રુપના શ્રી હિંમતભાઇ ખૈનીના નિધનના સમાચાર મળતા જ શહેરના ઉદ્યોગપતિઓ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ, હીરા ઉધોગકારોમાં આંચકો અનુભવાયો હતો. તેઓ એક ઉમદા સામાજિક સંગઠનકાર પણ હતા.

 

March 10, 2019
gujj_movi.jpg
1min14750
  • ગુજરાતી સાહિત્યકૃતિ આધારિત ફિલ્મોનું નિર્માણ થાય તો સરકાર વધુ 25 ટકા સબસિડી આપશે
  • કોઈ ફિલ્મ 100માંથી 21 માર્કસ મેળવશે તો પણ રૂ.5 લાખ સબસિડી પેટે મળશે

ગુજરાત સરકારે રાજ્યમાં ફિલ્મ નીતિ કેટલાક ફેરફારો કરીને ગુજરાતી ફિલ્મો બનાવનારા નિર્માતાઓને વધુમાં વધુ રાહત અને સહાય આપવાની જાહેરાત કરી છે. હવેથી ગુજરાતમાં એ ગ્રેડ મેળવનારી ગુજરાતી ફિલ્મોને સૌથી વધુ રૂ.50 લાખ મળતાં હતાં, આ કેટેગરીની ઉપર હવે એ પ્લસ ગ્રેડનો ઉમેરો કરીને સબસિડીની રકમ રૂ.50 લાખમાંથી વધારીને રૂ.75 લાખ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

  • હાલની પોલિસી મુજબ કોઇ ફિલ્મ 100માંથી ઓછામાં ઓછા 41 માર્કસ મેળવે તો જ રૂ.5 લાખ મળતાં હતાં, નવી જોગવાઇ મુજબ કોઈ ગુજરાતી ફિલ્મ 21 માર્કસ મેળવશે તો પણ તેને રૂ.5 લાખની સબસિડી મળશે

ફિલ્મો માટે ઓછામાં ઓછી સબસિડીની રકમ રૂ.5 લાખ હતી અને નવી પોલિસીમાં પણ રૂ.5 લાખ છે પરંતુ પ્રથમ 100માંથી ઓછામાં ઓછા 41 માર્કસ મેળવે તો રૂ.5 લાખ મળતાં હતાં હવે કોઈ ફિલ્મ 21 માર્કસ મેળવશે તો પણ તેને રૂ.5 લાખની સબસિડી મળશે. નવી પોલિસીમાં જે બીજો મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં સાહિત્યકૃતિ આધારિત કોઈ ફિલ્મનું નિર્માણ કરશે તો તે મળવાપાત્ર સબસિડીની રકમ કરતા રૂ.25 ટકા રકમ વધુ મળશે. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી જાહેર થતી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક બન્નેને 2.5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળશે.

  • સાહિત્યકૃતિ આધારિત કોઈ ફિલ્મનું નિર્માણ કરશે તો તે મળવાપાત્ર સબસિડીની રકમ કરતા રૂ.25 ટકા રકમ વધુ આપવાની જોગવાઇ
  • ટિકીટ વેચાણના કુલ 20 માર્કસ મેળવવાની જોગવાઇમાં અગાઉ 10 હજાર ટિકીટના વેચાણ પર એક માર્ક મળતો હતો હવે 2500 ટિકીટના વેચાણ પર 1 માર્ક મળે તેવી જોગવાઇ

સરકારે એક મહત્વનો ફેરફાર ટિકિટ વેચાણ પરથી મળતા માર્કસ પર પણ કર્યો છે સબસિડી માટે 100 માર્કસમાંથી 20 માર્કસ ટિકિટ વેચાણ પરથી આપવામાં આવશે અગાઉ બે લાખ ટિકિટ વેંચાય તો 20 માર્કસ મળતાં હતાં જે હવે 50 હજાર ટિકિટનો વેચાણ પર પણ મળશે. અગાઉ 100માંથી 20 માર્કસ ટિકિટ વેચાણ પર મેળવવાના રહેતા હતાં જે હજુ પણ એમ જ છે એટલે કે, 20 માકર્સ ટિકિટ વેચાણના તો છે પણ પહેલા 10 હજાર ટિકિટે 1 માકર્સ ગણવામાં આવતો હતો હવે 2500 ટિકિટે એક માર્ક ગણવામાં આવશે. વધુમાં 21 જેટલી ગુજરાતી ફિલ્મોને જૂની નીતિ મુજબ આર્થિક સહાય મળી નથી તેઓને રૂ.5 લાખની ઉચ્ચક રકમ ચૂકવવામાં આવશે. આમ જૂની નીતિની નડતરરૂપ જોગવાઈઓને રદ્દ કરવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મોને ગ્રેડ વાઇઝ સબસિડી કેટલી મળશે

કેટેગરી              2019           2016
એ પ્લસ ગ્રેડ       75 લાખ       નવો ગ્રેડ ઉભો કરાયો
એ ગ્રેડ               50 લાખ       50 લાખ
બી ગ્રેડ              40 લાખ       25 લાખ
સી ગ્રેડ               30 લાખ      10 લાખ
ડી ગ્રેડ                20 લાખ       5 લાખ
ઈ ગ્રેડ                 10 લાખ        નવો ગ્રેડ
એફ ગ્રેડ              5 લાખ         નવો ગ્રેડ

March 9, 2019
jawahar_chavda.jpg
1min13200

કોંગ્રેસનો હાથ છોડીને તા.8મી માર્ચ 2019ના મહિલા દિવસે જ ભાજપામાં પ્રવેશ કરનારા ધારાસભ્ય જવાહર ચાવડાની આ સ્પીચ સાંભળી લેશો એટલે ખબર પડી જશે કે રાજકારણ એટલે શું પોલિટીક્સમાં કોઇ નીતિ મત્તા હોતી નથી એટલે પોલિટીશ્યનમાં ક્યાંથી અપેક્ષા રાખી શકાય.

આ ભાઇ કોંગ્રેસના ધારાસભ્ય અને તા.8મી માર્ચે જ કોંગ્રેસ છોડીને ભાજપામાં આવેલા જવાહરભાઇ ચાવડા છે

નીચેના વિડીયોમાં એ જ ધારાસભ્ય છે જે છેલ્લા 24 વર્ષોથી ભાજપાને, નરેન્દ્ર મોદીને, અમીત શાહને નકરી ગાળો જ દઇ રહ્યા હતા, એ જ જવાહર ચાવડા છેલ્લા 24 કલાકથી (આજે તા.9મી માર્ચ 2019) ભાજપાની વાહવાહી કરી રહ્યા છે. આ જ બાબત પ્રતીતિ કરાવે છે કે પોલિટીક્સમાં બધું જ શક્યા છે. નવાઇ પામે તે નવરા..

2014ની ચૂંટણીમાં કોંગ્રેસના આ તત્કાલિન નેતા અને આજે ભાજપાના નેતા બની ચૂકેલા જવાહર ચાવડાએ આ ધારદાર સ્પીચ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શું બદબોઇ કરી હતી, હવે આ જ જવાહર ચાવડા નરેન્દ્ર મોદીની વાહવાહી કરતા પણ ખચકાશે નહીં. ફેસબુક પર આ વિડીયો હાલ ભારે વાઇરલ થયો છે અને કોંગ્રેસી કાર્યકરો જવાહર ચાવડા પર ભારે પસ્તાળ પાડી રહ્યા છે.

જવાહર ચાવડાની 2014ની ઇલેક્શનની મજેદાર સ્પીચ સોશિયલ મીડિયામાં વાઇરલ#jawaharchavda #generalelection2019 #narendramodi

Posted by Gujarat Samachar on Friday, 8 March 2019

March 9, 2019
virar_womens.jpg
1min15710

પગ ધોઇને પાણી પી જવાનો ટ્રેન્ડ પવનપુત્ર હનુમાનજીએ શરૂ કર્યો હતો એ પછી કેવટએ તમસા નદી પાર કરાવી આપવાના બદલામાં પગ ધોવા દેવાની ભગવાન શ્રી રામ સમક્ષ શરત મૂકી હોવાનો ઉલ્લેખ રામાયણમાં છે

 

વનવાસે નીકળેલા રામ-સીતા અને લક્ષ્મણ તમસા નદીના કિનારે આવે છે. નાવમાં બેસી નદી પાર કરવા રામજી કેવટને બોલાવે છે. કેવટ વિચારે ભગવાનના ચરણ ધોવા મળે તો ભવપાર થાય. રામજીને કહે છે પ્રભુ પગ ધોવા દ્યો તો નદી પાર કરાવું.

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ગંગા સફાઇ કરી રહેલા કર્મચારીઓના પગ ધોયા હતા, આ ઘટના એટલી વાઇરલ થઇ હતી કે દેશમાં હવે પગ ધોવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે.

મહિલા દિને મહારાષ્ટ્રના વિરારની સ્કૂલમાં નાનાં ભૂલકાંઓ પોતાની મમ્મીના પગ ધોઈ પૂજા કરી : બાળકોને પગ ધોતાં જોઈને અનેક મમ્મીની આંખ ભીની થઈ

મુંબઈ: મહિલા દિવસની અનોખી ઉજવણી
વિરારની સ્કૂલમાં બાળકોએ માં ના પગ ધોઈને તેની પૂજા કરી હતી.

મુંબઇના વિરાર (વેસ્ટ)માં આવેલી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેન્ટ મૅરી સ્કૂલમાં સંચાલકોએ મહિલા દિન નિમિત્તે તમામ મમ્મીઓને સ્કુલમાં બોલાવીને માતાઓના પગ બાળકો પાસે ધોવડાવીને તેમને માં નું મહાત્મ્ય સમજાવવા પ્રયાસ કર્યો હતો. સ્કૂલનાં ભૂલકાંઓની મમ્મીને સ્કૂલમાં બોલાવી તેમના પગ ધોઈ પુષ્પ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવી હતી અને એ જોઈને અનેક મમ્મીની આંખો રીતસરની ભરાઈ આવી હતી.

કોઇકના પગ ધોવા એ ભારતીય શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર કાર્ય માનવામાં આવે છે અને એ જ રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા નદીની સફાઇ કરી રહેલા સફાઇ કર્મીઓના પગ ધોઇને સમાજને એક પવિત્ર સંદેશો પાઠવ્યો હતો. એવી જ રીતે વિરાની સ્કુલના સંચાલકોએ બાળકોમાં તેમની મમ્મીનું મહત્વ સમજાવવા અને આ પ્રવૃત્તિ કરવાથી તેમનામાં સારા સંસ્કાર કેળવી શકાય એ હેતુથી માં ના પગ ધોવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આજના ડિજિટલ યુગમાં આપણાં બાળકો આપણી સંસ્કૃતિથી દૂર થઈ રહ્યાં છે. આવા સમયમાં આવા કાર્યક્રમના માધ્યમથી આપણે આપણાં બાળકોમાં એ સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય કરાવવો ખરેખર જરૂરી છે. આ કાર્યક્રમ સ્કૂલે જેવો વિચાર્યો એના કરતાં પણ સારો રહ્યો, કારણ કે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત તેમની માતાઓ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી અને સમય પહેલાં જ સ્કૂલમાં પહોંચી ગઈ હતી. તેમનાં નાનાં ભૂલકાંઓને તેમનાં ચરણ ધોયાં અને પુષ્પ અર્પણ કરીને પૂજા કરી એ જોઈને અનેક માતાઓ રીતસરની રડી પડી હતી અને વાતાવરણ ભાવુક થઈ ગયું હતું.

કાર્યક્રમ જોઈ રહેલા લોકો માટે પણ આ દૃશ્ય હૃદયસ્પર્શી બની ગયું હતું. અનોખી રીતે કરવામાં આવેલી મહિલા દિવસની ઉજવણીને કારણે માતાઓએ ખૂબ વિશેષ અનુભવ ક્ર્યો અને બાળકો પણ ઘણું શીખ્યા હતા. ત્યાર બાદ માતા-બાળક માટે હરીફાઈનું પણ આયોજન કર્યું હતું. ગઈ કાલે આખી સ્કૂલમાં ફક્ત મહિલાઓ અને મહિલાઓ જ દેખાઈ રહી હતી.’

March 9, 2019
guj_gov_logo.png
1min16100
  • ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે
  • સ્ટેમ્પ ડયૂટી ઓનલાઇન ભરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા

Jayesh Brahmbhatt : 9825344944

રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયાને ઓનલાઇન કરવાની સફળ કામગીરી બાદ ખેતી-બિનખેતીના પ્રિમિયમની પરવાનગી તથા સ્ટેમ્પ ડયૂટી પણ હવે ઓનલાઇન ભરપાઇ કરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા રાજ્યવ્યાપી ધોરણે કરવાની જાહેરાત રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલે કરી છે.

  • તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયમ પરવાનગી અમલી બની હતી
  • ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી
  • ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં
  • 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી

મહેસૂલ પ્રધાને  ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવતા સેવાઓ ઝડપી અને સરળ બનવાના પરિણામે નાગરોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. માત્ર ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી છે.

કૌશિકભાઇ પટેલે  વધુમાં જણાવ્યું હતું કે, ગત તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયામ પરવાનગી અમલી બનાવ્યા બાદ તેની સફળતાને પગલે હવે સમગ્ર રાજ્યમાં આ પદ્ધતિ અપનાવવામાં આવશે. રાજ્યસરકાર મહેસૂલ સેવાઓ ઓનલાઇન કરી સરળ અને પારદર્શી બનાવવા ઝડપભેર આગળ વધી રહી છે. જેના પરિણામે 15 માસ જેટલા ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે.

કઇ કઇ મહેસૂલી સેવાઓ ઓનલાઇન થઇ રહી છે

હાલ આઠ જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થવા જઇ રહી છે જેમાં

(1) ગણોતધારાની કલમ-43 તેમજ નવી શરતની જમીન ખેતી-બિનખેતીના હેતુસર  શરતફેર કરવા અંગે પ્રિમીયમની પરવાનગી,

(2) જમીન મહેસૂલ અઘિનિયમની કલમ-65(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી,

(3) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ક) હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી,

(4) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-66 હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિત  કરવું,

(5) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-67 હેઠળ બિનખેતીની જમીનમાં વગર પરવાનગીએ હેતુફેર તથા કલમ-65ની શરતોનું પાલન ન કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં નિયમોનુસાર દંડ વસુલીને પરવાનગી,

(6) ગણોતધારાની કલમ-63 હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,

(7) ગણોતધારાની કલમ-63 (એએ)હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રયિલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,

(8) ઇ-ધારામાં વારસાઇ નોંધ માટેની અરજીનો સમાવેશ થાય છે.

March 8, 2019
parliament-election.jpg
1min6220

સમાજવાદી પાર્ટી

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માદે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. શુક્રવારે પાર્ટીએ 6 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું, જેમાં પાર્ટીને સંરક્ષક મુલાયમ સિંહ યાદવને પણ ઉમેદવાર જાહેર કર્યા છે. મુલાયમ સિંહ મેનપુરી બેઠકથી ઉમેદવર જાહેર કરાયા છે.

સમાજવાદી પાર્ટીએ બદાયું બેઠકથી ધ્રમેન્દ્ર યાદવ, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, બહરાઈચથી શબ્બીર વાલ્મિકી, રોબર્ડ્સગંજથી ભાઈલાલ કોલ અને ઈટાવા બેઠકથી કમલેશ કઠેરિયાને ઉમેદવાર જાહેર કર્યા છે.

યુપીમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) સાથે લોકસભા ચૂંટણીના જંગમાં ઉતરેલી સપાએ ગઠબંધન કર્યા બાદ 37 બેઠકો મેળવી છે તેમજ 38 બેઠકો પરથી બીએસપીના ઉમેદવાર લડશે અને 3 બેઠક પરથી આરએલડીના ઉમેદવાર ઉતરશે. ગત લોકસભા ચૂંટણીમાં પણ મુલાયમ સિંહ યાદવે બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને બેઠકો પર વિજયી થતા આઝમગઢ બેઠક તેમણે પોતાની પાસે રાખી હતી. મૈનપુરી બેઠક પર પેટાચૂંટણીમાં મુલાયમના પરિવારના જ તેજ પ્રતાપ યાદવ વિજયી થયા હતા.

કૉંગ્રેસ

કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીના 15 ઉમેદવારોમાં UPAનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને રાયબરેલીની અને કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને અમેઠીની ટિકિટ ફાળવવામાં આવી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ધારિત 15 નામોમાં ૧૧ નામો ઉત્તર પ્રદેશનાં અને ૪ નામો ગુજરાતના ઉમેદવારોનાં છે.

કૉંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકે બહાર પાડેલી યાદીની વિગતો પ્રમાણે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો સલમાન ખુરશીદ, જિતિન પ્રસાદ અને આર.પી.એન. સિંહને તેમની પરંપરાગત ફરુર્ખાબાદ, ધૌરાહરા અને કુશીનગરની બેઠકો ફાળવવામાં આવી છે. કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ નિર્મલ ખત્રી રાજ્યની ફૈઝાબાદ બેઠક પરથી અને ગુજરાત એકમના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજ્યના આણંદ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે.

March 8, 2019
ayodhya.jpg
1min6610

અયોધ્યા જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. દેશના સૌથી સંવેદનશીલ અને વિવાદી ઇશ્યુ ગણાતા અયોધ્યા વિવાદમાં મધ્યસ્થીથી નિર્ણય લાવવાનો આગ્રહ રાખીને સુપ્રીમ કોર્ટએ આઠ અઠવાડિયામાં મધ્યસ્થી કરીને સમાધાન કરવામાં આવે એવો અભિગમ જાહેર કર્યો છે.

અયોધ્યા વિવાદને સુલઝાવવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પંચૂ પણ સામેલ છે.

  • સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી
  • રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ
  • શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રામ પંચૂ

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ મધ્યસ્થતાની આખી પ્રક્રિયા અયોધ્યામાં થશે. તેની કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવાની છે. આઠ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને તે બાદ સમિતિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે.

March 8, 2019
sugar_factory.jpg
1min9290

કેન્દ્રીય મંત્રીમંડળે મુશ્કેલીમાં મૂકાયેલા પાવર પ્લાન્ટ્સ અને ખાંડ મિલોને ને મોટી રાહત આપતા નિર્ણય લીધા છે. સરકાર ઇંધણની અછતનો સામનો કરી રહેલા વીજમથકોને સરળતાથી કોલસો પુરો પાડશે. તાજેતરમાં લોંચ કરવામાં આવેલી સ્કીમ હેઠળ સરકારે ઇથેનોલ ક્ષમતા ઊભી કરવા ખાંડ મિલોને ₹12900 કરોડની વધારાની સોફ્ટ લોનની અને મોલાસિસ આધારિત સ્વતંત્ર ડિસ્ટલરીઝને ₹2600 કરોડની સોફ્ટ લોન આપવામાં આવશે.

  • ઇથેનોલ ક્ષમતા ઊભી કરવા ખાંડ મિલોને ₹12900 કરોડની વધારાની સોફ્ટ લોન
  • મોલાસિસ આધારિત સ્વતંત્ર ડિસ્ટલરીઝને ₹2600 કરોડની સોફ્ટ લોન


આ ઉપરાંત, વ્યૂહાત્મક રોકાણને વેગ આપવા નવી વ્યવસ્થા વિક્સાવવામાં આવશે. દિલ્હી માટે નવી મેટ્રો-લાઇનની પણ જાહેરાત કરાઇ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસ પહેલાં કેબિનેટે શ્રેણીબધ્ધ નિર્ણય લીધો છે. પાંચ વર્ષમાં ₹30849 કરોડનાં ખર્ચે મુંબઇ અર્બન ટ્રાન્સપોર્ટ નેટવર્કનો નવો તબક્કો શરૂ કરવાનો, હાઇડ્રોપાવરને વેગ આપવા માટેના પગલાં, નવા કેન્દ્રીય વિદ્યાલયો અને રીજનલ એર કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

આજના નિર્ણયોથી વીજ ક્ષેત્રની સમસ્યા હળવી થશે. સરકારે પાવર એક્સચેન્જ સહિતનાં શોર્ટ ટર્મ માર્કેટ્સને વીજળી પૂરી પાડતા મર્ચન્ટ પાવર પ્લાન્ટને કોલસાની ફાળવણી પરના નિયંત્રણો હટાવી લીધા છે. આને કારણે વીજ કંપનીઓ ઋણ ચૂકવી શકશે. વીજ ક્ષેત્ર માટેનાં અન્ય નિર્ણયોમાં તમામ હાઇડ્રો પ્લાન્ટ્સને રીન્યુએબલ તરીકે ગણવા, તેમને સસ્તા દરે વિદેશી ધિરાણની સરળતા કરી આપવી અને ભાવિ પ્રોજેક્ટ્સને આવરી લેવા માટે હાઇડ્રો પાવર જવાબદારીઓ લાદવી વગેરેનો સમાવેશ થાય છે. કેબિનેટે ઋણ પરત ચૂકવણી સમયગાળો 12 વર્ષથી વધારીને 18 વર્ષ કરવાનો પણ નિર્ણય લીધો છે.

ઊર્જા મંત્રી આર કે સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટના નિર્ણયથી સ્ટ્રેસ્ડ એસેટ્સના કોલસા સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે અને હાઇડ્રોપાવર વધુ કિફાયતી બનશે. કેબિનેટે સ્ટ્રેસ્ડ પાવર પ્લાન્ટ્સ અંગે પ્રધાનોના જૂથની કોલસા પુરવઠા અંગેની ભલામણોને મંજૂરી આપી હતી.

સરકારે ચાર પાવર પ્રોજેક્ટ્સ માટે રોકાણને અને હાઇડ્રો પાવર અને સ્ટ્રેસ્ડ પાવર એસેટ્સ અંગેની બે નીતિઓને મંજૂરી આપી હતી. હાઇડ્રો પોલિસી અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારે હાઇડ્રો પોલિસી હેઠળ અનેક પગલાં જાહેર કર્યા છે, જેમાં મોટા હાઇડલ પ્રોજેક્ટ્સને રીન્યુએબલ એનર્જી સ્ટેટ્સ આપવામાં આવશે.

અગાઉ, 25 મેગાવોટની ક્ષમતા સુધીના હાઇડ્રો પ્રોજેક્ટ્સને રીન્યુએબલ્સ તરીકે ગણવામાં આવતા હતા અને તેમને નાણાંકીય મદદ અને સસ્તું ધિરાણ જેવા પ્રોત્સાહન માટે માન્ય ગણવામાં આવતા હતા. હવે સરકારના નિર્ણય બાદ 25 મેગાવોટથી ઉપરનાં હાઇડ્રો પ્રોજેક્ટ્સને પણ આ લાભ મળશે.

ભારત 2022 સુધીમાં 175 ગિગાવોટ રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવાનો લક્ષ્ય ધરાવે છે. મોટા હાઇડ્રો અને ક્લીન એનર્જી સેગમેન્ટમાં ઉમેરાથી 2022 સુધીમાં 225 ગિગાવોટની ક્ષમતા હાંસલ થવાની ધારણા છે. હાલમાં હાઇડ્રો પાવર ટેરિફ અન્ય સ્ત્રોત કરતાં મોંઘા છે. ઊંચા ટેરિફને કારણે વીજ વિતરણ કંપનીઓ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરતાં ખચકાય છે. સરકારે ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રા. લિ દ્વારા કિરુ હાઇડ્રો પ્રોજેક્ટના બાંધકામ માટે ₹4287.59 કરોડનાં રોકાણને મંજૂરી આપી છે.

March 8, 2019
modi_in_kashi.jpg
1min6220

વડાપ્રધાન મોદી ફરી એક વાર તેમના સંસદીય ક્ષેત્રમાં પહોંચ્યા છે, તેમણે કાશી વિશ્વનાથ કૉરિડોરની આધારશીલા સ્થાપી

કાશી વિશ્વનાથ પરિસરની પાસે સભાસ્થળ પર લોકોને સંબોધિત કર્યા બાદ મંદિરના કાર્યાલય પાસે જ કાશીની પ્રાચીન વૈદિક રીતિથી વિધવિધાનથી પાંચ શીલાઓ રાખી શિલાન્યાસ કર્યો. સાથે જ વડાપ્રધાન મોદીએ આસપાસના મંદિરો અને માં ગંગાને પણ નમન કર્યા. શિલાન્યાસ થવાનો હોવાથી આસપાસના મંદિરોનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તેમને સજાવવામાં આવ્યા હતા.

આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તએઓ વારાણસી પહોંચ્યા અને વિશ્વનાથ ધામ કૉરિડોરનું ભૂમિપૂજન પણ કર્યું. વડાપ્રધાનના શિલાન્યાસ કરતાની સાથે જ લગભગ 40 હજાર વર્ગ મીટરમાં બાબા દરબારથી લઈને ગંગા કિનારા સુધીના કૉરિડોરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે આજે મારું સૌભાગ્ય છે કે જે સપનું વર્ષોથી જોયું હતું તે પૂર્ણ થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ ધામમાં આજે ભોળાનાથની મુક્તિનું પર્વ છે. ચારે તરફ દીવાલોથી ઘેરાયેલા ભોલેબાબાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હવે તેમને વિશાળતાનો અનુભવ થશે. હું આ કૉરિડોર બનાવવા માટે જે લોકોએ તેમની જમીન આપી છે તેમનો પણ આભાર માનું છું. સાથે જ યોગી આદિત્યનાથની સરકારનો પણ આભાર માનું છું. જેમણે ઘણા ઓછા સમયમાં આ કાર્યને પૂર્ણ કર્યું.

March 7, 2019
she1-1280x720.jpg
1min12160

Jayesh Brahmbhatt

International Women’s Day 2019: 

તા.8મી માર્ચ 2019ના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિનના રોજ આપ પણ આપના જીવનમાં માતા, દાદી, પત્ની, પુત્રી, બહેન, પ્રેમીકા કોઇપણ સ્વરૂપમાં રહેલી મહિલાને કેવી રીતે ખુશ રાખશો? એ ખાસ યાદ રાખજો કે આપણા જીવનમાં માતા, બહેન, પત્ની તરીકે રહેલી મહિલાઓ આખું જીવન નિશ્વાર્થ, થેંક લેસ અને સેલ્ફ લેસ ડ્યુટી બજાવતી હોય છે, આપણો એક નાનકડો પ્રયાસ તેમના જીવનને ખુશીઓથી ભરી દેતો હોય છે.

સી.આઇ.એ. લાઇવ આપને કેટલીક એવી ટીપ્સ આપે છે કે જેના અજમાવવાથી આપ આપના જીવનમાં રહેલી મહિલાઓને તા.8મી માર્ચના દિવસે સન્માન આપીને તેમનો આખો દિવસ ખુશ રાખી શકશો એટલું જ નહીં પણ જીવનમાં જેમ નાની નાની ખુશી જ  વ્યક્તિને આનંદની અનૂભુતિ કરાવે છે એમ અમારી નાના સરપ્રાઇઝ આપવાની ટીપ્સ પણ તા.8મી માર્ચ 2019ને શુક્રવારનો આપનો તેમજ આપના સમગ્ર પરિવારનો દિવસ ખુશીઓથી ભરપૂર બનાવી દેશે.

इंटरनेशल विमेंस डे हर साल 8 मार्च को मनाया जाता है। यह दिन दुनियाभर में महिलाओं के संघर्ष, सम्मान और महत्व का प्रतीक है। इस दिन आप अपने घर की किसी भी महिला जैसे मां, बहन, पत्नी, दादी या फिर अपनी दोस्त, प्रेमिका को गिफ्ट देकर उन्हें खुश कर सकते हैं। लेकिन कुछ सरप्राइज ऐसे भी हैं जिनकी मदद से आप उन्हें स्पेशल फील करवा सकते हैं।

મહિલા દિવસે તમારી પત્ની કે તમારી માતાને રસોઇના કામકાજમાંથી સંપૂર્ણ આરામ આપો. તમારું લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, સ્નેક્સ બધું જ બહારથી મેનેજ કરી લો. જે મહિલાઓ તમારા સ્વાસ્થય અને સ્વાદનો હરહંમેશ ખ્યાલ રાખે છે તેમના સ્વાદ અને સ્વાસ્થયનો ખ્યાલ ફક્ત 8મી માર્ચે રાખો અને અમારી પર વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માતા, પત્ની,બહેન, પ્રેમીકા, લિવ ઇન પાર્ટનર કોઇપણ સ્વરૂપે રહેલી મહિલા 2019નો વુમન્સ ડે ક્યારેય નહીં ભૂલી શકે. તેમના માટે આ અવિસ્મરણીય બની રહેશે.

1. महिला दिवस पर अपनी वाइफ या मां को रसोई के कामकाज से आराम दे दीजिए। आखिर वो आपकी सेहत और स्वाद के लिए इतना कुछ करती है। यकीन मानिए इसके बाद वो कभी भी ये अंतरराष्ट्रीय महिला दिवस नहीं भूल पाएंगी।

મહિલા દિવસ પૂરતી તમારા શક્ય એટલા કામો છોડીને તમારા જીવનમાં સેલ્ફલેસ અને થેંકલેસ જોબ કરી રહેલી મહિલાઓને શક્ય એટલો વધુ સમય આપો, આખો દિવસ તેમની સાથે રહો. દરેક માં, પત્ની, પ્રેમીકા એવું ઇચ્છતી હોય છે કે તેમના પતિ, દિકરા, પ્રેમી તેમની સાથે સમય વ્યતિત કરે અને પુષ્કળ વાતો કરે. તમારી સાથે વાતો કરીને તમારી પત્ને કે માં સૌથી વધુ ખુશ થતી હોય છે.

2. महिला दिवस पर सभी कामों से छुट्टी ले लीजिए और अपनी पत्नी, मां या बहन के पास रहिए। क्योंकि आपके साथ समय बिताना और बातें करना उनके लिए सबसे बड़ी खुशी है।

શક્ય હોય તો એક દિવસ પૂરતો સરપ્રાઇઝ આઉટિંગનો પ્રોગ્રામ બનાવો. માતા, પત્ની, બહેન આપની જીવનમાં રહેલી મહિલાઓને એમના મનપસંદ સ્થળે આકસ્મિક મુલાકાતે લઇ જાવો.

3. इस महिला दिवस पर पुरुष ऑफिस से छुट्टी लेकर अपने जीवन में महत्वपूर्ण महिला को आउट ऑफ स्टेशन भी जा सकते हैं। इससे आप दोनों को एक साथ समय बिताने का ज्यादा मौका मिलेगा।

ગીફ્ટ સૌથી વધુ આકર્ષક હોય છે અને જ્યારે કોઇ માં ને તેનો દિકરો ગીફ્ટ આપે, કોઇ પત્નીને પતિ ગીફ્ટ આપે કે કોઇ બહેનને તેનો ભાઇ માંગ્યા વગર કશું ગીફ્ટ કરે ત્યારે એ મહિલાઓને જે ખુશી થાય છે એ ખુશી દુનિયાની કોઇ ભૌતિક ચીજ ન આપી શકે એનાથી પણ વધુ હોય. તો પ્લાન કરો કે તા.8મી માર્ચ અને શુક્રવારે તમે તમારા જીવનને સુંદર બનાવી રહેલી માં, પત્ની, બહેન, પ્રેમીકા, દાદીને શું આપી રહ્યા છો

4. इंटरनेशनल विमेंस डे पर पुरुष महत्वपूर्ण महिलाओं को एक प्यारा सा गिफ्ट भी दे सकते हैं। जो उन्हें हमेशा आपके प्यार और सम्मान का एहसास दिलाता रहेगा।

આપના કામ કરવાના સ્થળે, આપના ઘરમાં, આપની આડોશ-પાડોશમાં, સોસાયટી, એપાર્ટમેન્ટ વગેરે કોઇપણ સ્થળે મહિલાઓનું સન્માન કરો અને મહિલાઓ માટે એક સુરક્ષિત સમાજ બનાવવા માટે તમામને હાકલ કરો. મહિલાની જાહેરમાં થતી કનડગત, હેરાનગતિ જુઓ તો તેની પડખે નિડર રહીને ઉભા રહો. તમારા જેવો નાનકડો પ્રયાસ બધા કરવા માંડશે તો સમાજમાં કોઇપણ લફંગાઓ મહિલાઓની હેરાન કરવાનું વિચારી પણ નહીં શકે.

5. इस इंटरनेशनल विमेंस डे पर आप सभी महिलाओं का सम्मान करने और उनके लिए एक सुरक्षित समाज बनाने का वादा करें। यकीन मानिए इससे ज्यादा स्पेशल उनके लिए कुछ नहीं हो सकता।

 

અને છેલ્લે જેઓ પત્ની સાથે હરહંમેશ લડતા ઝઘડતા રહેતા હોય છે તેમના માટે ખાસ..

जिंदगी में एक हूनर ये भी आजमाना चाहिए….
अगर जंग अपने से हो तो हार जाना चाहिए…