CIA ALERT
07. May 2024
March 9, 20191min13920

Related Articles



N.A. ઓનલાઇનને જબ્બર પ્રતિસાદ, હવે કઇ કઇ મહેસૂલી સેવા ઓનલાઇન? જાણો અહીં

Share On :
Print Friendly, PDF & Email
  • ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે
  • સ્ટેમ્પ ડયૂટી ઓનલાઇન ભરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા

Jayesh Brahmbhatt : 9825344944

રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયાને ઓનલાઇન કરવાની સફળ કામગીરી બાદ ખેતી-બિનખેતીના પ્રિમિયમની પરવાનગી તથા સ્ટેમ્પ ડયૂટી પણ હવે ઓનલાઇન ભરપાઇ કરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા રાજ્યવ્યાપી ધોરણે કરવાની જાહેરાત રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલે કરી છે.

  • તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયમ પરવાનગી અમલી બની હતી
  • ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી
  • ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં
  • 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી

મહેસૂલ પ્રધાને  ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવતા સેવાઓ ઝડપી અને સરળ બનવાના પરિણામે નાગરોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. માત્ર ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી છે.

કૌશિકભાઇ પટેલે  વધુમાં જણાવ્યું હતું કે, ગત તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયામ પરવાનગી અમલી બનાવ્યા બાદ તેની સફળતાને પગલે હવે સમગ્ર રાજ્યમાં આ પદ્ધતિ અપનાવવામાં આવશે. રાજ્યસરકાર મહેસૂલ સેવાઓ ઓનલાઇન કરી સરળ અને પારદર્શી બનાવવા ઝડપભેર આગળ વધી રહી છે. જેના પરિણામે 15 માસ જેટલા ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે.

કઇ કઇ મહેસૂલી સેવાઓ ઓનલાઇન થઇ રહી છે

હાલ આઠ જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થવા જઇ રહી છે જેમાં

(1) ગણોતધારાની કલમ-43 તેમજ નવી શરતની જમીન ખેતી-બિનખેતીના હેતુસર  શરતફેર કરવા અંગે પ્રિમીયમની પરવાનગી,

(2) જમીન મહેસૂલ અઘિનિયમની કલમ-65(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી,

(3) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ક) હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી,

(4) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-66 હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિત  કરવું,

(5) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-67 હેઠળ બિનખેતીની જમીનમાં વગર પરવાનગીએ હેતુફેર તથા કલમ-65ની શરતોનું પાલન ન કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં નિયમોનુસાર દંડ વસુલીને પરવાનગી,

(6) ગણોતધારાની કલમ-63 હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,

(7) ગણોતધારાની કલમ-63 (એએ)હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રયિલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,

(8) ઇ-ધારામાં વારસાઇ નોંધ માટેની અરજીનો સમાવેશ થાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :