CIA ALERT

My World Archives - Page 23 of 32 - CIA Live

October 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5960

A Report by Information Department, Surat (Government of Gujarat)

સાહસિક અને મુશ્કેલ સફર ખેડવા માટે જાણીતા દક્ષિણ ગુજરાતના વતની અને યુ.કે.માં રહેતા એન.આર.આઈ. ભારૂલતા પટેલ કાંબલે કેન્સર સામે જનજાગૃત્તિ ફેલાવવા ‘ડ્રાઈવ અગેન્સ્ટ કેન્સર’ની થીમ પર પૃથ્વીના ઉત્તરીય છેડો કહેવાતા નોર્ડ કેપની સફરે નીકળશે. આગામી ૨જી નવેમ્બરના રોજ લંડનથી પોતાના બે પુત્રો પ્રિયમ અને આરૂષ સાથે કાર ડ્રાઈવિંગ કરી ભારૂલતા કાંબલે માત્ર ૯૦ કલાકમાં નવ દેશોમાંથી પસાર થઇ ૪૫૦૦ કિમીની યાત્રા પૂર્ણ કરી નોર્ડ કેપ પહોંચશે.    

કેન્સર સામે જનજાગૃત્તિ માટે દ.ગુજરાતના ભારૂલતા કાંબલે લંડનથી ઉત્તરી નોર્વેના નોર્ડ કેપ સુધી ૯૫૦૦ કિમીની સાહસિક સફર ખેડશે

ભારૂલતા કાંબલે નવસારી જિલ્લાના દાંડી નજીક જલાલપોર તાલુકાના આટગામના વતની છે. ભારૂલતા કાંબલેએ બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમીને આજે કેન્સરમાંથી મુક્તિ મેળવી છે. કેન્સરની સફળ સર્જરી દ્વારા તેમના શરીરનું એક અંગ પણ દૂર કરવામાં આવ્યું છે. કેન્સરનો મક્કમતાથી સામનો કરીને ભારૂલતાએ ‘કેન્સર એટલે કેન્સલ’ નહીં એ આશાવાદને સાર્થક કર્યો છે. ભારૂલતા તેમની સાહસિક સફર વિષે જણાવે છે કે, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, સ્વચ્છતા, ‘સે નો ટુ પ્લાસ્ટિક’ના સંદેશ સાથે મારા પુત્રો પ્રિયમ અને આયુષની સાથે વર્ષ ૨૦૧૬માં આર્કટિક સર્કલના ઉત્તરધ્રુવ પર પહોંચી તિરંગો લહેરાવ્યો હતો. વિષમ આબોહવા અને પ્રતિકૂળ વાતાવરણ સામે બાથ ભીડીને કાર ડ્રાઈવિંગ કરી આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બનવાનું સ્વપ્ન સેવ્યું હતું, જેને સાકાર કરવામાં હું સફળ રહી હતી. આગામી ૨જી નવેમ્બરે ફરી એક વાર હું લંડનથી નોર્ડ કેપ સુધીની ૯૫૦૦ કિમીની સોલો એક્સપીડિશન પર જઈ રહી છું. કેન્સરને સમાજથી છૂપાવો નહી, પરંતુ કેન્સર સામે લડવું જોઈએ. કેન્સરનું નામ સાંભળી ડરવાને બદલે મક્કમતાથી સામનો કરવાથી આ રોગને હરાવી શકાય છે એમ તેઓ દ્રઢતાથી કહે છે.

ઉત્તરી નોર્વેના નોર્ડ કેપ પહોંચવું આસાન નથી:

પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર આવેલા નોર્ડ કેપ સુધી પહોંચવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. યુરોપિયન રૂટ ઈ-૬૯ હાઇવે પરથી અન્ડરગ્રાઉન્ડ ટનલો, હિમાચ્છાદિત અને પથરાળ પહાડી રસ્તા, ખરાબ હવામાન, પ્રતિ કલાક ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતો ભારે પવન, હિમ વર્ષા જેવા અનેક અવરોધોને પાર કરવા પડે છે. રસ્તામાં આવતી અન્ડરગ્રાઉન્ડ ટનલો સમુદ્રી સપાટીથી ૬૯૬ ફૂટ નીચે રહેલી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, તત્કાલીન રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલી અને રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા ભારૂલતાનું વિશેષ બહુમાન કરાયું હતું:

       બાળપણથી સાહસિકતાના પાઠ ભણેલા ભારૂલતા કાંબલે અનેકવિધ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવી ચૂક્યા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને તત્કાલીન રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીએ તેમની સાહસપૂર્ણ સિદ્ધી બદલ વિશેષ સન્માન કર્યું હતું. ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ના દિવસે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે માનનીય રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કરનારી મહિલાઓને સન્માન કરાયું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પસંદ કરાયેલી પહેલી મહિલા ન્યાયાધિશ, પહેલી મહિલા કુલી, મિસાઈલ પરિયોજનાની આગેવાની કરનારી પહેલી મહિલા, પહેલી પેરા ટ્રુપર, પહેલી ઓલમ્પિયન જેવી નામાંકિત ૧૧૨ મહિલાઓને રાષ્ટ્રપતિશ્રીએ રાષ્ટ્રીય નારી શક્તિ સન્માન આપીને નવાજી હતી, જેમાં આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર વિશ્વના પ્રથમ મહિલા ભારૂલતા પટેલ કાંબલે પણ સામેલ હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની આ સિદ્ધી અને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ નિભાવવાની ભાવનાને બિરદાવી નવી દિલ્હીમાં સન્માન કર્યું હતું. બ્રિટીશ પાર્લામેન્ટે તેમને અચિવમેન્ટ એવોર્ડ આપી બહુમાન કર્યું હતું.

ભારૂલતા પટેલ કાંબલેના પતિ સુબોધ કાંબલે મહારાષ્ટ્રના રાયગઢના વતની છે. તેઓ યુ.કે. ના જાણીતા રોબોટિક સર્જન અને યુરોલોજિસ્ટ છે. ગુજરાતીઓના ગૌરવને વિશ્વસ્તરે ઉજાગર કરનાર ભારૂલતા કાંબલેએ વર્ષ ૨૦૧૬ માં આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બનવાનું ગૌરવ મેળવ્યું હતું. તેમણે ‘મમ વિથ ટુ કિડ્સ’ની થીમ પર ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, કેન્સર જાગૃતિ અને સ્વચ્છતાના સંદેશ સાથે સોલો કાર પ્રવાસ કરીને ૨૭૯૨ કિમીનું અંતર માત્ર ૩૯ કલાકમાં પૂર્ણ કરી આર્કટિક સર્કલના ઉત્તરધ્રુવ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

અદમ્ય સાહસનો પરચો કરાવનાર આ ગુજરાતી મહિલાએ આ અગાઉ વર્ષ ૨૦૧૬માં પણ ૫૭ દિવસમાં ૩૨ દેશોની ૩૫,૩૮૩ કિમીની સફર પૂર્ણ કરી હતી. એ સમયે તેઓ બીએમડબ્લ્યુ X૩ માં સવાર થઇ ૭૫ દિવસની રોમાંચક સફર દરમિયાન આર્કટિક સર્કલ, બે ખંડ, છ ટેરેટોરિઝ, ૯ ટાઈમ ઝોન, ૩ રણ, ૯ પર્વત માળાઓ અને ૩૨ દેશોમાંથી પસાર થયા હતા. આ ઉપરાંત ઓગસ્ટ, ૨૦૧૭માં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંદેશ સાથે ગ્રેટ બ્રિટનના છેડાના બે વિસ્તારો- સાઉથવેસ્ટ, લેન્ડ્સ એન્ડ થી નોર્થઈસ્ટ સ્કોટલૅન્ડના જહોન ઓ ગ્રોટ્સ વચ્ચેની ૧૫૦૦ કિમીની નોનસ્ટોપ મુસાફરી માત્ર ૧૪ કલાક અને ૩૩ મિનિટમાં પૂર્ણ કરી ૭૦માં સ્વાતંત્ર્ય દિનની તેમણે અનોખી ઉજવણી પણ હતી.

October 16, 2019
CIA_Live_Logo_New2.jpg
2min6880

ગઇ તા.12થી 14 ઓક્ટોબર 2019 દરમિયાન રાયપુર, છત્તીસગઢમાં રાષ્ટ્રીય હઠ યોગ પ્રતિયોગીતા નું આયોજન ડોન ફેડરેશન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી અલગ અલગ રાજ્યના સેંકડો યોગ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સુરત ખાતે ફાલ્ગુનીબેન ગોદીવાળા (ફાલ્ગુની યોગા)ના નેતૃત્વમાં પાંચ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ વય જૂથમાં રાજ સોપારીવાલા – બ્રોન્ઝ મેડલ, હીના તમાકુવાલા – ગોલ્ડ મેડલ, જેની કાપડિયા – ગોલ્ડ મેડલ, મનીષા મોદી – ૫ મો ક્રમાંક, દિગીશા ગાંધી – સિલ્વર મેડલ, (નીચે) ફાલ્ગુની ગોદીવાલા – બ્રોન્ઝ મેડલ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

રાયપુર 【છત્તીસગઢ】ખાતે હઠ યોગ ફાઉન્ડેશન આયોજિત રાષ્ટ્રીય કક્ષાની “યોગ” સ્પર્ધામાં સૂરતની શાળા, સંસ્કારકુંજ જ્ઞાનપીઠના 4 યોગી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પૈકીના

સંસ્કારકૂંજ જ્ઞાનપીઠની સ્પેશયલ ચાઇલ્ડ વિદ્યાર્થિની અન્વી વિજયભાઇ ઝાંઝરૂકીયાએ મેળવી અનોખી સિદ્ધિ

【1】ઝાંઝરૂકિયા અન્વીબેન【STD-4】આર્ટિસ્ટ યોગા ડાન્સ:-GOLD MEDAL
પર્સનલ યોગા:- BRONZE MEDAL
&
સ્પેશિયલ CHILD YOGA :-BRONZ MEDAL
■★★★■★★★■★★★■

【2】પટેલ પ્રાચીબેન 【STD:7】

પર્સનલ યોગા:-GOLD MEDAL
આર્ટિસ્ટ યોગા ડાન્સ:-BRONZE MEDAL

【3】પઘડીવાલા ચાર્મીબેન std:9 પર્સનલ યોગા :-BRONZ MEDAL &
【4】પટેલ હર્ષભાઇ 【std-9】પર્સનલ યોગા :-BRONZ MEDAL

સંસ્કારકુંજ ના બાળ યોગીઓ 2 GOLD MEDAL& 5 BRONZE MEDAL સાથે રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બની આગામી દિવસોમાં NEPAL ખાતે આયોજિત WORLD ઇન્ટરનેશનલ LEVEL YOG COMPETITION માં ભાગ લેશે…

ભારત ની બહાર નેપાળ ખાતે યોજાનાર વિશ્વ કક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ લેશે.
.
સંસ્કારકુંજ એક પરિવારના યોગીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારવા બદલ સંસ્કારકુંજ એક પરિવાર વતી યોગ ગુરુ નમ્રતાબેન વર્મા સહ તમામ યોગીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ..
નેપાળ ખાતે આયોજિત વિશ્વ YOG સ્પર્ધામાં વિજય ભવ:શુભકામનાઓ.

October 9, 2019
rally.jpg
1min7990

દેશહિત માટે રસ્તા પર ઉતરવાનો મોકો શોધતા હોવ તો શનિવારે સવારે ઉમટી પડજો કારગીલ ચોક

ભારતમાં એવી ઘણી બધી ઘટનાઓ આકાર પામે છે જે સામાન્ય નાગરીકના હૈયે વસી જતી હોય છે, સરકારના ઘણાં એવા પગલાંઓ હોય છે જેને લઇને સામાન્ય માનવી ઉત્સાહિત થતો હોય છે પરંતુ, સોશ્યલ મિડીયા સિવાય ક્યારેય પણ એ મુદ્દાને લઇને સકારાત્મક રીતે જાહેર પ્રદર્શનમાં કોઇ નાગરીકો જોડાતા નથી.

સુરતના જુદા જુદા ક્ષેત્રોના આગેવાન લોકોના બનેલા સમર્થન ગ્રુપે કાશ્મીના મુદ્દે કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલી નીતિને સમર્થન આપવા માટે આગામી શનિવાર તા.12મી ઓક્ટોબર 2019ના રોજ સવારે ભારત એક્તા પદયાત્રાનું આયોજન કર્યું છે.

આ અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદને સંબોધતા શહેરના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ શ્રી ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, મનોચિકિત્સક શ્રી ડો. મુકુલ ચોક્સી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇ, જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, વકીલ શ્રી નિલકંઠભાઇ બારોટ, શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાલા, ડો.કશ્યપભાઇ ખરચીયા, પ્રિ.ડો. કિશોરસિંહ ચાવડા સમેતના આગેવાનોએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર હિતના મુદ્દા પર આપણે સૌ ભારત દેશના લોકો સોશ્યલ મિડીયા પર પોસ્ટ મૂકીને આપણી ખુશી વ્યક્ત કરીએ છીએ. એવી કોઇ ઇવેન્ટ થતી નથી કે જેને આપણે સમર્થન કરીને જાહેરમાં ખુશી વ્યક્ત કરી શકીએ.

સુરતના પ્રબુદ્ધ નાગરીકોના બનેલા સમર્થન ગ્રુપે પહેલી વખત એક સકારાત્મક મુદ્દા પર જાહેર કાર્યક્રમ યોજયો છે. સામાન્યતઃ જાહેર કાર્યક્રમો વિરોધ પ્રદર્શન માટે યોજાતા હોય છે પરંતુ, સમર્થન ગ્રુપ આયોજિત કાર્યક્રમ ભારતની એકતાનો સંદેશો પ્રસરાવશે.

કાશ્મીરના મુદ્દે કેન્દ્ર સરકારે આર્ટીકલ 370 તથા અનુચ્છેદ 35-એ નાબૂદ કરવાના લીધેલા નિર્ણયના સમર્થનમાં સુરતમાં ભારત એક્તા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતમાં ભારત એક્તા પદયાત્રા ક્યાંથી અને ક્યારે નીકળશે

સુરતમાં કાશ્મીરના મુદ્દે લેવાયેલા નિર્ણયનું જાહેર સમર્થન આપવા માટે સમર્થન ગ્રુપ દ્વારા યોજાઇ રહેલી ભારત એક્તા પદયાત્રા તા.12 ઓક્ટોબર 2019ને શનિવારે સવારે 7 કલાકે પીપલોદના કારગીલ ચોકથી પ્રસ્થાન પામશે. આ પદયાત્રા વાયા કારગીલ ચોક થઇને પુનઃ કારગીલ ચોક આવીને વિરામ પામશે.

10 હજારથી વધુ સૂરતીઓ ઉમટી પડવાનો આશાવાદ

ભારત એક્તા પદયાત્રામાં કમસે કમ 10 હજારથી વધુ સૂરતવાસીઓ ઉમટી પડે તેવો આશાવાદ પદયાત્રા આયોજકોને છે. આપ પણ જો સૂરતના લોકોના આ સમર્થન યાત્રામાં જોડાવા માંગતા હોવ તો શનિવારે સવારે 7 વાગ્યે પહોંચી જજો કારગીલ ચોક પર.

October 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5620

अन्नदान, वस्त्रदान, ब्लड डॉनेशन केम्प्स, वृक्षारोपण, हेल्थ चेकअप केम्प्स ईत्यादि सामाजिक उत्कर्ष के कार्य करके अपना सामाजिक उत्तरदायित्व बखूबी निभा रहे सूरत के दिगंबर जैन सोशल ग्रुप द्वारा अब अकस्मातो में जिन लोगो के हाथ कट चूके है, कोहनी से नीचे का हाथ गवां चूके लोगो के लिए अमेरिकन सिस्टम से तैयार किए गए कुत्रिम हाथ बिलकुल मुफ्त में मुहैया कराने के लिए केम्प आयोजित कर रहा है.

अधिक जानकारी देते हूए दिगंबर जैन सोशल ग्रुप के मेनेजमेन्ट ने पत्रकार परिषद में कहा की दि. 22 डिसम्बर 2019, रविवार को सूरत के पारले पाईन्ट, जानी फरसाण के सामने, सुरत मेरियोट होटेल वाली रोड पर स्थितविद्या सुधा भवन में कुत्रिम हाथ के जरूरीयातमंद लोगो के लिए स्पेशल केम्प का आयोजन किया गया है. जिन लोगो ने अपना एक हाथ अकस्मातः गवां दिया हो और जिनको कुत्रिम हाथ कि आवश्यकता हो वे ईस केम्प में अपना रजिस्ट्रेशन करवा कर अमेरीकन सिस्टम से तैयार किया गया मल्टी पर्पज प्रोस्थेटिक हाथ की सुविधा ले शक्ता है.

रूटिन कामकाज कर शक्ते है कुत्रिम हाथ से

दिगंबर जैन सोशल ग्रुप के मेनेजमेन्ट ने कहा की अमेरिकी सिस्टम से तैयार किए गए कुत्रिम हाथ की मदद से रूटिन कामकाज जैसे ब्रश करना, कुछ पकडना, चाय पीना, कोइ चीज केरी करना, लिखना जैसे इत्यादी कार्य सरलता से किए जा शक्ते है. कुत्रिम हाथ से छोटे छोटे रोजगार देने वाले कार्य भी आसानी से किए जा शकेगें. कुत्रिम हाथ से काम करने के लिए कोइ सर्जरी की आवश्यकता नहीं. सिर्फ एक बार कुत्रिम हाथ कैसे इन्स्टाल किया जा शक्ता है उसके लिए केम्प में आना पडता है.

कुत्रिम हाथ के लिए कैसे रजिस्ट्रेशन करें

कुत्रिम हाथ के जरूरीयातमंद लोग, कोइ परिवार अपने परिवार के कीसी सभ्य के लिए कुत्रिम हाथ का रजिस्ट्रेशन करवा शक्ते है. ईसके लिए दिगंबर जैन सोशल ग्रुप के श्री सुरेशजी अगरवाल 98240-45641 और श्री दिलीपजी जैन 93747-20571 पर संपर्क करके रजिस्ट्रेशन प्रोसेस पूर्ण कर शक्ते है.

कुत्रिम हाथ वितरण केम्प के हेतु कोई अन्य जानकारी के लिए श्री अजीतजी जैन 98251-25134 पर संपर्क किया जा शक्ता है.

સૂરતનું દિગમ્બર જૈન સોશ્યલ ગ્રુપ જરૂરીયાતમંદોને કુત્રિમ હાથ મફતમાં ઉપલબ્ધ કરાવશે

અન્નદાન, વસ્ત્રદાન, રક્તદાન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા સામાજિક કાર્યક્રમો થકી પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહેલા સૂરતના દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા અકસ્માતઃ એક હાથ ગુમાવી ચૂકેલા લોકો માટે અમેરિકન સિસ્ટમથી નિર્માણ કરવામાં આવેલા કુત્રિમ હાથને બિલકુલ નિશુલ્ક ઉપલબ્ધ કરાવવા માટે એક કેમ્પનું આયોજન કર્યુું છે.

સૂરતના દિગમ્બર જૈન સોશ્યલ ગ્રુપના સભ્યોએ યોજેલી પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે તા.22મી ડિસેમ્બર 2019 ને રવિવારે, સૂરતના પારલેપોઇન્ટ, જાની ફરસાણની સામે, સુરત મેરીયોટ હોટેલ રોડ પર સ્થિત વિદ્યા સુધા ભવન ખાતે કુત્રિમ હાથ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં લાભાર્થીઓને તા.12મી ડિસેમ્બર 2019 સુધી પોતાના કે પોતાના પરિવારજન કે જેઓ એક હાથ ગુમાવી ચૂક્યા છે તેમના નામનું રજિસ્ટ્રેશન સૂરત દિગંબર જૈન સોશયલ ગ્રુપના શ્રી સુરેશ અગરવાલ 98240-45641 અને શ્રી દિલીપભાઇ જૈન 93747-20571 પર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી શકાશે.

અકસ્માતમાં કોણી સુધીનો એક હાથ ગૂમાવી ચૂકેલા લોકો માટે આ કેમ્પ આશીર્વાદ રૂપ નિવડશે. જે લોકો સંજોગોવસાત્ એક હાથ ગુમાવી ચૂક્યા છે તેમને વધુને વધુ કુત્રિમ હાથ વિતરણ કેમ્પનો લાભ લેવા માટે માહિતી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમેરિકન સિસ્ટમથી તૈયાર થયેલા કુત્રિમ હાથ મલ્ટી પર્પઝ છે અને તેને પહેરતાની સાથે જ વ્યક્તિ રોજબરોજના રૂટીન કામકાજ કરી શકશે, જેમકે બ્રશ કરવું, શાકભાજી સમારવું, કોઇ વસ્તુ પકડવી, ચા-કોફી નો મગ પકડવો, લખવું, નાના મોટા રોજગારીના કામો વગેરે કુત્રિમ હાથથી થઇ શકશે.

September 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6750

सुरत के 23 उद्योगपतिओने ओलपाड के नरथाळ रोड पर जिस स्कुल कि स्थापना की थी वह ताप्ती वेली इन्टरनेशनल स्कुल अब एक बडा वटवृक्ष बन चूकी है. दि. 27 सप्टम्बर 2019 को इसी स्कुल के नवनिर्मित स्पोर्टस काम्प्लेक्स का उदघाटन गुजरात के मुख्यमंत्री श्री विजयजी रूपाणी के हाथो किया जाएगा.

इस उदघाटन समारोह के बारे में और जानकारी देते हुए संस्था के प्रमुख ट्रस्टी श्री प्रमोदजी चौधरी, उधोगपति श्री संजय सराउगी और अन्यो ने कहा की नवनिर्मित इन्डॉर स्टेडीयम इन्टरनेशनल स्टेन्डर्डस और ग्लोबल द्रष्टिकोण को परीप्रेक्ष्य में रखते हुए किया गया है. 10 करोड रू. कि लागत से निर्मित ताप्ती वेली इन्टरनेशनल स्कुल के मल्टीपर्पज स्पोर्टस काम्प्लेक्स में ऐसा नहीं है कि सिर्फ उसी स्कुल के छात्र खेल शकेगें, सुरत शहर के होनहार प्लेयर्स जिन्होने स्टेट लेवल, नेशनल लेवल पर कोइ भी गेम्स में सिद्धियां हांसिल कि होगी उन सभी के लिए ताप्ती वेली इन्टरनेशनल स्कुल का स्पोर्टस काम्प्लेक्स हंमेशा खुला रहेगा.

श्री प्रमोद चौधरीने जानकारी दी कि यहां सभी खेल, गेम्स चाहे वो इन्डॉर हो या आउटडॉर, ओपन ग्राउन्ड हो, हर खेल को शिखाने के लिए, तरीके से कैसे खेल शक्ते है यह बात छात्रो के लिए सुनिश्चित करने के लिए क्वालिफाइड कोचिस के इंतेजाम किए गए है.

कौन से खेलो के लिए तैयार किया गया इन्डॉर स्पोर्टस काम्पलेक्स

ताप्ति वेली इन्टरनेशनल स्कुल पर आज आयोजित पत्रकार परिषद में जानकारी दि गई थी कि नवनिर्मित स्पोर्टस काम्प्लेक्स में स्वीमींग, जिम्नेशियम, राइफल शूटिंग, डार्ट, बेडमिंग्टन, वॉलिबाल, स्कवोश, टेबल टैनिस, एरोबिक्स, योगा इत्यादि खेल खेले जाएंगे.

ताप्ति वेली इन्टरनेशनल स्कुल के विकास में योगदान देने वाले

जैसा कि पत्रकार परिषद में कहा गया कि सूरत के 23 उद्योगपतिओने डे बोर्डिंग, रेसिडेन्सीयल स्कुल कि मांग को पूरा करने के लिए ताप्ती वेली इन्टरनेशनल स्कुल की स्थापना की थी. सेन्ट्रल बार्ड फोर सेकन्डरी एजुकेशन से जुडी हूई ताप्ती वेली इन्टरनेशनल स्कुल के संचालनमां श्री प्रमोद चौधरी के साथ मेनेजमेन्ट में वाइस चेयरमेन श्री विनोदजी एफ. अगरवाल, सेक्रेटरी श्रीरसिकजी नरनारायण जालान, प्रिन्सिपाल श्री शिवाकुमार, बार्ड ओफ गवर्नन्स के श्री अनिलजी चौधरी, श्री बालुलालजी मित्तल, श्रीगजानंदजी अगरवाल, श्रीगौरी शंकर कोकरा, श्रीगोविंदप्रसाद जी. सराउगी, श्री जयप्रकाशजी अगरवाल, श्री जितेन्द्रकुमार आर्य, श्री माधवजी भगेरीया, श्री महेन्द्रजी चौधरी, श्री महेशजी भीमसरीया, श्री मुकेशजी के. कोकरा, श्री नरेशजी अगरवाल, श्री राजेश जी बी. पोद्दार, श्री राजीवजी. बी. चौधरी, श्रीराजकुमारजी अगरवाल, श्रीराकेश सराउगी, श्रीसंजयजी पौद्दार, श्री संजयजी सराउगी, श्री विद्याकरजी बंसल, श्रीविमलजी पौद्दार और श्री विनोदजी एच. अगरवालजी समाविष्ट है.

September 21, 2019
women.jpg
1min5450

સાયન્સ સેન્ટર, ઇન્ડોર સ્ટેડીયમ, નર્મદ લાઇબ્રેરી અને કિલ્લામાં સેનેટરી પેડ વેન્ડિંગ મશીન્સ મૂકાયા

“વુમન હેલ્થ એન્ડ હાઇજીન પ્રોજેક્ટ” : વેટરન્સ ઇન્ડિયા વુમન વિંગ સુરત તરફથી શુક્રવાર ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ સુરત શહેર વોર્ડ નંબર – ૨૦ના મ્યુનિસિપલ કોર્પોરેટર રૂપલ શાહના સહયોગથી કુલ પાંચ સેનેટરી પેડ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરની મહિલાઓ માટે આપવામાં આવેલા પાંચ સેનેટરી પેડ વેન્ડિંગ મશીન્સ પૈકી 2 મશીન સાયન્સ સેન્ટરમાં, 1 સુરતના ઐતિહાસિક કિલ્લામાં, 1 નર્મદ લાઈબ્રેરી અને એક ઇન્ડોર સ્ટેડીયમ ખાતે મુકવામાં આવ્યા હોવાનું કોર્પોરેટર રૂપલબેન શાહે સી.આઇ.એ.ને જણાવ્યું હતું.

વધુમાં રૂપલબેને જણાવ્યું હતું કે આ ઉમદા કાર્ય માટે અમે વેટરન્સ ઇન્ડિયા વુમન્સ વિંગના આભારી છીએ અને ભવિષ્યમાં પણ તેઓ આ પ્રકારે મદદરૂપ થાય એવી આશા છે.

વેટરન્સ ઇન્ડિયા વુમન વિંગ સુરતના સહયોગથી આજે સુરતની મહિલાઓના હેલ્થ એન્ડ હાઇજિન માટે 5 સેનેટરી પેડ વેન્ડિંગ મશીન્સનું લોકાર્પણક કરવામાં આવ્યું હતું એ વેળાની તસ્વીર

આ પાંચ સેનેટરી પેડ વેન્ડિંગ મશીન માટેનો સહયોગ નેશનલ સેક્રેટરી ગીતા શ્રોફ અને વાઈસ પ્રેસીડન્ટ ભાવના મુકાતીવાલાના પ્રયાસથી શહેરની પ્રતિષ્ઠિત પ્રાઈમ બેંકના સૌજન્યથી આપવામાં આવ્યા છે.

બધા વેન્ડિંગ મશીન વેટરન્સ ઇન્ડિયા વુમન વિંગ સુરતનાં પ્રેસીડન્ટ લીના જીગ્નેશ દેસાઈનાં નેજા હેઠળ મુકવામાં આવ્યાં હતા. આ પ્રસંગે સેક્રેટરી હર્ષાબેન સોલંકી અને વાઈસ પ્રેસીડન્ટ ધ્રુવી કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્ય માટે વેટરન્સ ઇન્ડિયા વુમન વિંગ સુરત તરફથી કોર્પોરેટર રૂપલ શાહ અને સાયન્સ સેન્ટરનાં ચીફ કયુરેટર ભામિની મહીડા તેમજ પ્રાઈમ બેંક અને તેઓના ચેરમન અને વ્યસ્થાપક કમીટી અને કર્મચારી ગણનાં સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જાહેર સ્થળોએ આ પ્રકારના વેન્ડિંગ મશીન્સ વધુ મૂકાશે

મ્યુનિસિપલ કોર્પોરેટર રૂપલબેને જણાવ્યું કે વુમન્સ હેલ્થ એન્ડ હાઇજિનની આ યોજના સુરતમાં અમે આગળ ધપાવીશું. જ્યાં મહિલાઓની વધુ અવરજવર હશે એવા સ્થળો પર આગામી દિવસોમાં વધુ 20-25 સેનેટરી પેડ વેન્ડિંગ મશીન્સ મૂકવામાં આવશે.

September 21, 2019
amit-panghal-1280x720.jpg
1min6790

મુક્કાબાજીનો એશિયન ચૅમ્પિયન અમિત પંઘાલ ગઈ કાલે વર્લ્ડ બૉક્સિગં ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય બન્યો હતો. બાવન કિલો વર્ગમાં તેણે રસાકસીભર્યા સેમી ફાઇનલ મુકાબલામાં કઝાખસ્તાનના સાકેન બિબોસિનોવને ૩-૨થી હરાવ્યો હતો. ભારતનો જ મનીષ કૌશિક (૬૩ કિલો વર્ગ) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ખેડૂત-પુત્ર કૌશિકે પીટીઆઇને કહ્યું હતું કે ‘મને ખાતરી હતી કે હું વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતીશ જ. મેં ટ્રાયલમાં શિવા થાપાને હરાવ્યો ત્યારે જ મને ખાતરી થઈ ગઈ કે હવે હું વર્લ્ડ મેડલ જીતીશ જ.’

ભારતનો જાણીતો બૉક્સર વિજેન્દર સિંહ ૨૦૦૯ની સાલમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનો બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને આ સ્પર્ધામાં તેનો એ સૌથી સારામાં સારો પર્ફોર્મન્સ હતો અને કૌશિકે ગઈ કાલે કાંસ્યચંદ્રકની તેના જેવી સિદ્ધિ મેળવી હતી. જોકે, હવે પંઘાલ ગોલ્ડ મેડલ અથવા સિલ્વર મેડલ જીતીને ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કરશે. પંઘાલની આજે ફાઇનલમાં ઑલિમ્પિક ચૅમ્પિયન ઉઝબેકિસ્તાનના શાખોબિદિન ઝોઇરોવ સાથે ટક્કર થશે. ઝોઇરોવે સેમી ફાઇનલમાં ફ્રાન્સના બિલ્લાલ બેન્નમાને હરાવ્યો હતો.

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત વતી વિજેન્દરની જેમ વિકાસ ક્રિષ્નન (૨૦૧૧), શિવા થાપા (૨૦૧૫) અને ગૌરવ બિધુરી (૨૦૧૭) બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. જોકે, પંઘાલે ગઈ કાલે સેમીમાં જીત્યા પછી પત્રકારોને કહ્યું, ‘હું ગોલ્ડ મેડલ જીતવા કોઈ કસર બાકી નહીં રાખું.’

દરમિયાન, કૌશિકનો ગઈ કાલે સેમી ફાઇનલમાં ટૉપ-સીડેડ ક્યુબાના ઍન્ડી ગોમેઝ ક્રુઝ સામે ૦-૫થી પરાજય થયો હતો.

September 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8430

આવતીકાલ તા.17મી સપ્ટેમ્બર 2019ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બર્થ ડે છે અને સમગ્ર ભારત જ નહીં વિશ્વભરના ભારતીયો તેમની વર્ષગાંઠે અનેકવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે સુરતમાં શિક્ષણ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત બ્રાંડ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સએ પી.એમ. મોદીના બર્થ ડે નિમિત્તે આઠ અલગ પ્રકારના અવેરનેસ કાર્યક્રમો સંદર્ભનો અષ્ઠ મહોત્સવ યોજવાના આયોજનને આખરી ઓપ આપી દીધો છે.

પીએમ મોદીના બર્થ ડે અને આશાદીપના અષ્ઠ મહોત્સવ અંગે વધુ જાણકારી આપતા આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના શ્રી મહેશ રામાણી, શ્રી શૈલેષ રામાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન દેશમાં અનેક ઉપયોગી કાર્યો અને યોજનાઓનો અમલ થયો, લોકોને અનેક યોજનાઓના લાભો ત્વરીત અને પ્રત્યક્ષ મળવા માંડ્યા. આવતીકાલ તા.17મી સપ્ટેમ્બરે જ્યારે તેમની વર્ષગાંઠ છે ત્યારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ વડાપ્રધાન શ્રી મોદીને વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવવા માટે ફુલ ડે કાર્યક્રમો યોજી રહ્યું છે.

શ્રી મહેશ રામાણીએ કહ્યું કે અષ્ઠ મહોત્સવનો આરંભ સવારે 7 વાગ્યાથી થશે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સની સાતેય સ્કુલના વિદ્યાર્થીઓ મહામૃત્યુંજય જાપ કરશે. લગભગ દોઢ લાખથી વધુ મહામૃત્યુંજય જાપ શ્રી મોદીના સ્વાસ્થ્ય શક્તિને સમર્પિત કરવામાં આવશે.

આ ઉપરાંત આશાદીપ ઇન્ટરનેશનલ સ્કુલમાં 21હજારથી વધુ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શ્રી મોદીના શાસનમાં અમલમાં મૂકાયેલી યોજનાઓ, સુખાકારીના પગલાઓને કેન્વાસ પર પોતાની રીતે કંડાર્યા છે એ પ્રદર્શની સ્કુલના વિદ્યાર્થીઓ ઉપરાંત 45000થી વધુ વાલીઓ, આસપાસના રહેવાસીઓ જોવા માટે પધારશે.

આવતીકાલે સવારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓ, શિક્ષકો ટીમ બનાવીને વરાછાના મુખ્ય ચાર ટ્રાફિક જંકશન પર ટ્રાફિકને અડચણ આવે નહીં એ રીતે ટ્રાફિક જનજાગૃતિ પ્લે કાર્ડ સાથે અવેરનેસ ફેલાવશે અને સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને સાઇડમાં ટ્રાફિક અવરોધાય નહીં એ રીતે ઉભા રાખીને તેમને રાષ્ટ્ર ધ્વજનો એક બેજ આપીને બહુમાનિત કરવામાં આવશે.

ભારતના ભાવિ વિકાસ સંદર્ભે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ વિભાગમાં નિબંધ સ્પર્ધામાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના તમામ એક હજારથી વધુ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

અન્ય એક કાર્યક્રમમાં આવતીકાલે જ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા 690 કિલો સ્વાસ્થ્ય વર્ધક ખીચડી બનાવવામાં આવશે અને એ ખીચડી શ્રમજીવી વસાહત, લૉઅર મિડલ ક્લાસના પરિવારોમાં વિતરીત કરવામાં આવશે.

આ ઉપરાંત સાંજે ચાર કલાકે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 1000થી વધુ શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્કુલ મેનેજમેન્ટસના ટ્રસ્ટીઓ વગેરે મળીને વરાછા રોડ પર વાસ્તવિક રીતે સફાઇ અભિયાન હાથ ધરશે.

September 11, 2019
vidya_mangal.jpg
1min13550

બે દાયકાની સફરના આરે આવીને ઉભેલી 2020માં જે 20 વર્ષ પૂર્ણ કરી રહી છે એ કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત કામરેજના ધોરણપારડી ખાતે આવેલી વિદ્યામંગલ નિવાસી શાળાને ગઇ તા.10મી સપ્ટેમ્બર 2019ના રોજ નવી દિલ્હીના ગુડગાંવ ખાતે યોજાયેલા ઇન્ડીયા સ્કુલ એવોર્ડસના દબદબાભર્યા સમારોહમાં ભારતની ટોપ ટ્વેન્ટી મોસ્ટ ઇન્સ્પીરેશનલ સ્કુલનો એવોર્ડ એનાયત કર્યો છે. સંસ્થાના યશસ્વી સુકાની શ્રી અરવિંદભાઇ પટેલ અને તેમની ટીમે જ્યારે આ એવોર્ડ સ્વીકાર્યો ત્યારે સંસ્થાની સ્થાપના પાછળ રહેલા ઉમદા હેતુઓ ચરિતાર્થ થયાની અનુભૂતિ કરી હતી. હજુ ગયા વર્ષે જ બેંગ્લોર ખાતે યોજાયેલા સમારોહમાં વિદ્યામંગલ નિવાસી શાળાને બેસ્ટ રેસિડેન્સીયલ સ્કુલનો એવોર્ડ મળી ચૂક્યો છે.

તા.10મી સપ્ટેમ્બર 2019ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા ઇન્ડિયા સ્કુલ એવોર્ડસના દબદબાભર્યા સમારોહમાં સુરત નજીક કામરેજના ધોરણપારડી ખાતે આવેલી કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત વિદ્યામંગલ નિવાસી શાળાને ભારતની ટોપ ટ્વેન્ટી બેસ્ટ ઇન્સ્પીરેશનલ સ્કુલ પૈકીની એક તરીકેનો એવોર્ડ મળ્યો હતો. સંસ્થાના સુકાની શ્રી અરવિંદભાઇ પટેલ તેમજ ટીમે ઉત્સાહભેર એવોર્ડ સ્વીકાર્યો હતો.

શાળા એવી હોય જે વિદ્યાર્થીઓને અભ્યાસ સમેત કંઇક નવું સંશોધનાત્મક, કંઇક નવું પ્રેરણાત્મક કંઇક ઉમદા કરવાની પ્રેરણા આપે. અભ્યાસ સાથે વિદ્યાર્થીને માનવ બનાવે, અભ્યાસ સાથે વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ સાધે. આ તમામ ગુણોમાં બિલકુલ પોતાની રીતે, પોતાની પદ્ધતિથી વિકાસના માર્ગે આગળ વધી રહેલી સુરત નજીકના કામરેજના ધોરણ પારડી સ્થિત કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત વિદ્યામંગલ નિવાસી શાળાની સિદ્ધિઓમાં વધુ એક મોરપીચ્છ ઉમેરાયું છે અને આ મોરપીચ્છ ઇન્ડીયા સ્કુલ એવોર્ડસમાં મળેલી શ્રેષ્ઠ પ્રેરણાદાયી શાળા તરીકેનું છે.

નફાખોરીથી બિલકુલ વિપરીત પોતાનામાંથી વધુ ઉમેરીને કુશળ સંચાલન કરી રહેલા કડવા પાટીદાર કેળવણી મંડળના મેનેજમેન્ટની સક્રીય ભૂમિકા, કુશળ નેતૃત્વ અને પ્રેરણાત્મક આશીર્વચનને કારણે વિદ્યામંગળ નિવાસી શાળા દિન દૌગૂની રાત ચૌગૂની પ્રગતિ સાધી રહી છે.

અમારા બાળકોની આવતીકાલને બહેતર બનાવવા માટે અમે આજે પુરુષાર્થ કરીએ છીએ : અરવિંદભાઇ પટેલ

સંસ્થાના સુકાની એવા શ્રી અરવિંદભાઇ પટેલ કહે છે કે અમારી સ્પર્ધા કોઇ સંસ્થા સાથે નથી, અમારી સ્પર્ધા અમારી સાથે જ છે. અમે ગઇકાલે જે હતા, તેનાથી આજે બહેતર બનવા મથીએ છીએ અને આજે જે છીએ તેનાથી આવતીકાલ અમારી બહેતર હશે, અમારા બાળકોની બહેતર આવતીકાલ માટે અમે આજે પ્રયાસો કરીએ છીએ।

August 29, 2019
fdi.jpg
1min8150

કેન્દ્ર સરકારે વિદેશી સિંગલ બ્રાન્ડ રિટેલર્સમાંના સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) માટેના નિયમ હળવા બનાવ્યા છે અને કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ તેમ જ કોલસાના ખાણકામમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણને પરવાનગી આપી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાંના નિર્ણય અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોલસાના ખાણકામ અને સંલગ્ન આંતરિક માળખામાં આપમેળે ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને પરવાનગી અપાઇ છે.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર)ને વેગ આપવા માટે કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને આપમેળે પરવાનગી આપતી સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો.

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમમાં ૨૬ ટકા સીધા વિદેશી રોકાણને પરવાનગી અપાઇ છે. કેન્દ્રીય પ્રધાનમંડળે સિંગલ બ્રાન્ડ રિટેલિંગમાંના સીધા વિદેશી રોકાણ માટે ૩૦ ટકા સ્થાનિક સ્રોત (ડોમેસ્ટિક સોર્સિંગ) ફરજિયાત બનાવતી વ્યાખ્યામાં ફેરફાર કર્યા હતા.

કેબિનેટે સિંગલ બ્રાન્ડ રિટેલર્સને ઓનલાઇન વેચાણ શરૂ કરવાની પરવાનગી આપી હતી અને પરંપરાગત દુકાન ફરજિયાત શરૂ કરવાની નિયમને કાઢી નાખ્યો હતો.