CIA ALERT

My World Archives - Page 22 of 32 - CIA Live

November 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11700

सूरत एयरपोर्ट के ५० साल के इतिहास में पहली बार एक महिला ने एयरपोर्ट डायरेक्टर के तौर पे 30 अक्टूबर 2019 के दिन चार्ज लिया है । मिस अमन सेनी #AMANSENI जो कि इंटरनेशनल एयरपोर्ट प्रोफ़ेशनल है और मुम्बई ,चेन्नई ,न्यू दिल्ली इंटरनेशनल एयरपोर्ट पर फ़र्ज़ अदा कर चुकी है । इंडियन एविएशन इंडस्ट्री में ३१ साल का व्यापक अनुभव जिनके पास है वे मिस अमन सैनी बहूप्रतिभा मुखी महिला है । सूरत एयरपोर्ट डायरेक्टर अमन सैनी एक नेचर लवर होने के नाते ट्रैकिंग और साइक्लिंग में भी रुचि दर्शाती है । सूरत एयरपोर्ट का चार्ज लेते ही उन्होंने टर्मिनल विस्तरण का भूमि पूजन कर दिया और अब १ से १४ नवंबर “स्वच्छ भारत पखवाड़ा “ भी सेलिब्रेट करवा रही है ।

ऐसी बाहोस महिला को सूरत शहर में वेलकम करने के लिए नारी सेना की नेशनल सेक्रेटरी #GEETASHROFF ने सूरत की नारी सेना के साथ एयरपोर्ट की मुलाक़ात ली । सूरत नारी सेना प्रमुख #LEENADESAI ने पुष्पगुच्छ से उनका सम्मान किया । उपप्रमुख #PURVIPACHCHIGAR एवं #DHRUVIKAPADIA सेक्रेटरी #HARSHASOLANKY, गुजरात वाइस प्रेसिडेंट वैट्रन #AJAYJISINGH, युवा वैट्रन #ARMENDRASINGH ने एयरपोर्ट के जनरल मैनेजर #CHANDRAKANT और HR मैनेजर #VRUNDANAYAK एवं एयरपोर्ट टीम के द्वारा आयोजित “स्वच्छ भारत पखवाडा “के अंतरगत वृक्षारोपण कार्यक्रम में भाग लिया ।आज की ये मुलाक़ात नारी सेना के लिए बहोत ही प्रेरक रही । मिस अमन सैनी जी ने भी वैट्रन इंडिया नारी सेना में जुड़ने के लिए तैयारी बतायी और साथ मिलकर नए कार्य करने की योजना भी बनायी ।

October 31, 2019
shantivan_residency_CIA_live_1.jpg
1min7640

સૂરતમાં અનુભાઇ A & J જસમતભાઇનો શાંતિવન રેસિડેન્સી પ્રોજેક્ટ તમામ સુવિધાઓથી સજ્જ

સૂરતમાં હાલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં સ્લો ડાઉનના સમયગાળો ખરેખર પોતાના ઘરનું ઘર કરવા ઇચ્છતા પરિવારો માટે ગોલ્ડન સમય લઇને આવ્યો છે. સૂરતમાં હાલ એવા પ્રોજેક્ટસમાં જેન્યુઇન બાયર પોતાના ઘરનું ઘર વસાવી રહ્યા છે જે એફોર્ડેબલ (પરવડે એવા) પ્રાઇસમાં મોડર્ન ઘરનું સપનું સાકાર કરે અને તેની સાથે લક્ઝરીયસ સુવિધાઓથી સજ્જ કેમ્પસ તો ખરું જ. આવા પ્રોજેક્ટની જો તમે શોધમાં હોવ તો એક વખત મુલાકાત લો એ એન્ડ જે એસોસીએટ્સ એટલે કે અનુભાઇ અને જસમતભાઇના ભેસ્તાન સ્થિત પ્રોજેક્ટ શાંતિવન રેસિડેન્સીની. શાંતિવન રેસિડેન્સી એફોર્ડેબલ પ્રાઇસમાં મોડર્ન ઘર ઓફર કરતો પ્રોજેક્ટ.

સૂરતના ભેસ્તાન નજીક ટી.પી. 54માં ભાગ્યલક્ષ્મી ફ્લેટ્સ નજીક, કેનાલ રોડ સ્થિત શાંતિવન રેસિડેન્સીમાં બે અને ત્રણ બેડરૂમ હોલ કિચનના સાધન-સુવિધા સંપન્ન રો હાઉસીસનો પ્રોજેક્ટ છે. અહીં ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 1) મધ્યમ વર્ગને પરવડે એવા ભાવ 2) મોડર્ન હાઉસ કે જેની સમીપ તમામ સુવિધાઓ મળી રહે અને 3) દરેક પ્રકારના મટિરીયલમાં ગુણવત્તાની ખાતરી.

કોઇપણ પૂછપરછ માટે સંપર્ક કરો 98250-13453 અથવા 94296-22000

રેરા, સુડા, સુરત મહાનગરપાલિકા જેવા સત્તામંડળોમાં માન્ય શાંતિવન રેસિડેન્સી સંકુલમાં ક્લબ રિસેપ્શન, પાર્ટી પ્લોટ, બેંક્વેટ હોલ, ઇન્ડોર ગેમ્સ, સ્વીમીંગ પુલ વીથ ચિલ્ડ્રન પુલ, જિમ્નેશીયમ, સિનિયર સિટીઝન્સ સ્પેશયલ એરીયા, સી.સી. ટીવી સર્વેલન્સ, પાર્કિંગ સમેત અનેક સુવિધાઓ સાથે રેડી પઝેશનમાં રો હાઉસીસ ઉપલબ્ધ છે.

લોન ધિરાણ માટે ખાસ વ્યવસ્થા

શાંતિવન રેસિડેન્સીમાં રો હાઉસ લેવાની ઇચ્છા ધરાવતા લોકો માટે ખાસ બેંક તેમજ અન્ય નાણાંકીય સંસ્થાઓ પાસેથી સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિવન રેસિડેન્સીની વેબસાઇટ પરથી પણ માસિક હપ્તાની ગણતરીનો અંદાજ મળી શકે એ માટે ખાસ કેલક્યુલેટર મૂકવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે લોગ ઓન કરો http://shantivanresidency.com/

October 28, 2019
DARSHAN_naik.jpg
1min5110

સૂરત શહેર જિલ્લામાં સામાજિક, રાજકીય સ્તરના અગ્રણી તેમજ ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઇ નાયકે તમામ નાગરીકોને દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે નવું વર્ષ તમામ માટે પ્રગતિકારક બની રહે, સમૃદ્ધિ અને આરોગ્યમય રહે એવી મંગલકામનાઓ

શ્રી દર્શન નાયકે પાઠવેલો સંદેશો આ મુજબ છે.

October 28, 2019
SDCA_logo.jpg
1min4670

ધી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમના તમામ સભ્યોને અને તેમના પરિવારજનોને દિપાવલીની શુભકામના તથા આગામી નવું વર્ષ તમામના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી લાવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરતો સંદેશો પાઠવ્યો છે. જે નીચે મુજબ છે.

October 28, 2019
sumul_dairy.jpg
1min5730

સૂરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતની શાન સમાન અને લાખો પરિવારોનો પોષણક્ષમ દૂધ તેમજ દૂધ બનાવટોનું વિતરણ કરતી સૂરતની સુમુલડેરી મેનેજમેન્ટ દ્વારા તમામને દિપાવલી અને વિક્રમ સંવત 2016ની અનેકા અનેક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

સુમુલ ડેરી દ્વારા આપવામાં આવેલો સંદેશો આ મુજબ છે.

October 28, 2019
gjepc.jpg
1min5320

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (સેન્ટ્રલ દ્વારા) સમસ્ત રિજીયનના હીરા ઉદ્યોગપતિઓ, ઝવેરાત વેપાર-ધંધાર્થીઓ સમેત તમામ લોકને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

સર્વેને નૂતન વર્ષમાં Peace, Progress & Prosperity પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ : GJEPC રિજિયોનલ ચેરમેન અને SGCCI વાઇસ પ્રેસિડેન્ટ

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ તમામને દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વિક્રમ સંવત 2076માં સર્વેને પીસ, પ્રોગ્રેસ અને પ્રોસ્પારિટી મળે એવી મંગલકામના કરું છું. સૂરતના તમામ ઉદ્યોગ-ધંધા-રોજગારોમાં પ્રોગ્રેસિવ વાતાવરણ ઝડપથી સ્થાપાય તેવી શુભેચ્છા તેમણે પાઠવી છે.

October 24, 2019
bcci_logo.jpg
4min7800

૧ આર. ઇ. ગ્રાન્ટ ગોવન ૧૯૨૮-૧૯૩૩

૨ સર સિકંદર હયાત ખાન ૧૯૩૩-૧૯૩૫

૩ નવાબ હમીદુલ્લા ખાન ૧૯૩૫-૧૯૩૭

૪ મહારાજા કે. એસ. દિગ્વિજયસિંહજી ૧૯૩૭-૧૯૩૮

૫ પી. સુબ્બારાવ ૧૯૩૮-૧૯૪૬

૬ ઍન્થની એસ. ડી’મેલો ૧૯૪૬-૧૯૫૧

૭ જે. સી. મુખરજી ૧૯૫૧-૧૯૫૪

૮ મહારાજકુમાર ઑફ વિઝિયાનગરમ ૧૯૫૪-૧૯૫૬

૯ સરદાર એસ. એસ. મજિઠિયા ૧૯૫૬-૧૯૫૮

૧૦ આર. કે. પટેલ ૧૯૫૮-૧૯૬૦

૧૧ એમ. એ. ચિદમ્બરમ્ ૧૯૬૦-૧૯૬૩

૧૨ મહારાજા એફ. ગાયકવાડ ૧૯૬૩-૧૯૬૬

૧૩ ઝેડ. આર. ઇરાની ૧૯૬૬-૧૯૬૯

૧૪ એ. એન. ઘોષ ૧૯૬૯-૧૯૭૨

૧૫ પી. એમ. રુંગટા ૧૯૭૨-૧૯૭૫

૧૬ રામપ્રકાશ મહેરા ૧૯૭૫-૧૯૭૭

૧૭ એમ. ચિન્નાસ્વામી ૧૯૭૭-૧૯૮૦

૧૮ એસ. કે. વાનખેડે ૧૯૮૦-૧૯૮૨

૧૯ એનકેપી સાળવે ૧૯૮૨-૧૯૮૫

૨૦ એસ. શ્રીરામન ૧૯૮૫-૧૯૮૮

૨૧ બી. એન. દત્ત ૧૯૮૮-૧૯૯૦

૨૨ માધવરાવ સિંધિયા ૧૯૯૦-૧૯૯૩

૨૩ આઇ. એસ. બિન્દ્રા ૧૯૯૩-૧૯૯૬

૨૪ રાજસિંહ ડુંગરપુર ૧૯૯૬-૧૯૯૯

૨૫ એ. સી. મુથૈયા ૧૯૯૯-૨૦૦૧

૨૬ જગમોહન દાલમિયા ૨૦૦૧-૨૦૦૪

૨૭ રણબીરસિંહ મહેન્દ્ર ૨૦૦૪-૨૦૦૫

૨૮ શરદ પવાર ૨૦૦૫-૨૦૦૮

૨૯ શશાંક મનોહર ૨૦૦૮-૨૦૧૧

૩૦ એન. શ્રીનિવાસન ૨૦૧૧-૨૦૧૩

૩૧ જગમોહન દાલમિયા* ૨૦૧૩-૨૦૧૩

૩૨ એન. શ્રીનિવાસન ૨૦૧૩-૨૦૧૪

૩૩ શિવલાલ યાદવ* ૨૦૧૪-૨૦૧૪

૩૪ સુનીલ ગાવસકર* ૨૦૧૪-૨૦૧૪

૩૫ જગમોહન દાલમિયા* ૨૦૧૫-૨૦૧૫

૩૬ શશાંક મનોહર* ૨૦૧૫-૨૦૧૬

૩૭ અનુરાગ ઠાકુર* ૨૦૧૬-૨૦૧૭

૩૮ સી. કે. ખન્ના* ૨૦૧૭-૨૦૧૯

૩૯ સૌરવ ગાંગુલી ૨૦૧૯-વર્તમાન

નોંધ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના ૯૨ વર્ષના ઇતિહાસમાં જે પણ પ્રમુખો થઈ ગયા એની યાદીમાં * આ જે નિશાની છે એ તેમની વચગાળાની મુદત માટેની છે. ૨૦૧૫માં દાલમિયા પ્રમુખપદે હતા એ સમયગાળામાં જ અવસાન પામ્યા હતા.

October 23, 2019
CIA_Live_Logo_New2.jpg
5min8370

સૂરતીઓ માટે મૈત્રેય હોસ્પિટલ એટલે બ્રાન્ડ ન્યુ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

Jayesh Brahmbhatt 98253 44944

સૂરત શહેર ધંધાકીય દ્રષ્ટીએ જે પ્રકારની પ્રગતિ કરી રહ્યું છે એ પ્રકારની પ્રગતિ મેડીકલ ટ્રીટમેન્ટ ક્ષેત્રમાં પણ થઇ રહી છે. અગાઉના વર્ષોમાં કેટલીક ક્રિટીકલ ટ્રીટમેન્ટ તેમજ ઓપરેશન્સ માટે મુંબઇ જવું પડતું પરંતુ, હવે સૂરત શહેર પોતે જ મેડીકલ ફિલ્ડમાં પગભર થઇ રહ્યું છે અને બહારગામથી લોકો મેડીકલ ટ્રીટમેન્ટ માટે સૂરત આવી રહ્યા છે તેવી માળખાગત સુવિધાઓ સૂરતમાં ઉભી થઇ છે.

મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ચાલુ માસે સૂરતના ઉધના મગદલ્લા રોડ પર સોમેશ્વરા બીઆરટીએસ નજીક, હાર્લે ડેવિડસન બાઇક શો રુમની સામે શરૂ થયેલી મૈત્રૈય મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ સૂરત જ નહીં બલ્કે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના લોકો માટે મહત્વની ફેસેલિટી બનશે. કેમકે મૈત્રેય હોસ્પિટલની એક છતની નીચે સૂરતના મોટા ભાગના ખ્યાતનામ તબીબોની સેવા ઉપલબ્ધ બનશે.

મેડીકલ પ્રોફેશનમાં હાલ એક ટ્રેન્ડ શરૂ થયો છે અને એ ટ્રેન્ડ એવો છે કે જેમાં જુદી ફિલ્ડ, જુદી જુદી સ્પેશ્યાલિટી ધરાવતા તબીબો ભેગા મળીને એક મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરે અને તેનો લાભ સૂરતના લોકોને બખૂબી મળે. એક તબીબ કે થોડા તબીબોના એક જૂથથી આગળ વધીને મૈત્રેય મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એવી હોસ્પિટલ બની છે કે જ્યાં હાર્ટથી લઇને પ્લાસ્ટિક સર્જરી સુધી, એનેસ્થેટિસ્ટથી લઇને ક્રિટિકલ કેર, ડેન્ટીસ્ટથી લઇને યુરોલોજી, હિમેટોલોજીથી લઇને ઓન્કો સર્જરી, મેડીકલ ક્ષેત્રમાં જરૂરી જણાય એવા તમામ એક્સપર્ટસ તબીબોની સેવા અહીં મળશે. એવા અનેક ફેમિલી ફિજિશ્યન્સ તેમજ નિષ્ણાંત તબીબો મૈત્રેય હોસ્પિટલ સાથે સંકળાયેલા છે જેઓ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરશે અને જરૂર પડશે ત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે તેમના દર્દીઓ માટે ઘનિષ્ઠ સારવારની સુવિધા પણ મેળવી શકશે.

કઇ-કઇ સુવિધાઓ મળશે મૈત્રેય હોસ્પિટલમાં?

  • 70 બેડની હોસ્પિટલ
  • 20 બેડના લેવલ-3 ફુલ્લી ઇક્વિપ્ડ આઇ.સી.યુ., આઇ.સી.સી.યુ.
  • 24 કલાક એડવાન્સ્ડ ક્રિટીકલ કેર, કાર્ડિયોવાક્યુલર કેર
  • સ્ટેટ ઓફ ધ આર્ટ કાર્ડિઆક કેથ લેબ
  • કોરોનરી ઇમેજિંગ એન્ડ ફિજિયોલોજી
  • કોરોનરી એન્ડ એન્ડોવાસક્યુલર ઇન્ટરવેનશન્સ
  • એડલ્ટ એન્ડ પીડીયાટ્રીક સ્ટ્રક્ચરલ હાર્ટ ઇન્ટરવેન્સન્સ
  • એડવાન્સ્ડ ટ્રોમા એન્ડ ન્યુરો ક્રિટિકલ કેર
  • જોઇન્ટ રિપ્લેશમેન્ટ, ઓર્થોસ્કોપી, સ્પોર્ટસ મેડિસીન
  • બેઝિક ટુ એડવાન્સ્ડ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જરી
  • ગાયનેકોલોજી એન્ડ હાઇ રિસ્ક ઓબ્સ્ટેટ્રીક્સ
  • એડવાન્સ્ડ યુરો સર્જરી
  • મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
  • હિમેટોલોજી એન્ડ ઓન્કોલોજી
  • નેફ્રો ક્રિટીકલ કેર
  • સ્ટેટ ઓફ ધ આર્ટ ડાયાલિસીસ યુનિટ
  • ફાર્મસી એન્ડ પેથોલોજી સર્વિસ ચોવીસ કલાક
  • સીટી સ્કેન, એક્સ રે ચોવીસ કલાક
  • 2 લેમિનાર મોડ્યુલર સ્ટેટ ઓફ ધ આર્ટ ઓપરેશન થિયેટર્સ
  • ફુલ્લી ઇક્વિપ્ડ કાર્ડિયાક એબ્યુલન્સ
  • એડવાન્સ્ડ ગે સર્જરી
  • ન્યુરોલોજી એન્ડ ન્યુરો સર્જરી
  • many more are there

મૈત્રૈય ટીમ ફિઝિશ્યન્સ

  • ડો. અભય શાહ
  • ડો. અંકિત મુંદ્રા
  • ડો. ભાવિનકાંત ચૌધરી
  • ડો. દિનેશ શાહ
  • ડો. ગિરીશ પોંખરા
  • ડો. હેમાંશુ પટેલ
  • ડો. જયેશ પટેલ
  • ડો. કિશોર વિરડીયા
  • ડો. ક્રુનાલ જોશી
  • ડો. એમ.એમ. ભટ્ટાચાર્ય
  • ડો. નીતા શાહ
  • ડો. પરિમલ દેસાઇ
  • ડો. પારુલ આનંદ
  • ડો. પ્રકાશ ક્યાદા
  • ડો. સમીર ચૌધરી
  • ડો. સંદીપ પટેલ
  • ડો. વિજય લુખી
  • ડો. વિપુલ પટેલ (ભીંગરાડીયા)
  • ડો. યતીશ લાપસીવાલા
  • એનેસ્થેશિયોલોજી

ડો. આલોક રંજન (ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ)

ડો.પ્રણવ ઠાકર (ડાયરેક્ટ, ક્લિનિકલ એક્સેલન્સ)

ડો. સુચય પરીખ ( ફિઝિશ્યન એન્ડ ઇન્ટેન્સિવિસ્ટ)

ડો. નરેન્દ્ર તંવર ( ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ)

શ્રી પરિમલ મોદી ( બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર)

શ્રી વિમલ પટેલ (ચીફ ઓપરેટિંગ ઓફિસર)

  • એનેસ્થેશિયોલોજી
  • ડો. રાજેશ શાહ અને ડો. પૂજા રાજન
  • ક્રિટિકલ કેર મેડિસીન
  • ડો. રાજેશ પ્રજાપતિ અને ડો. રોનક નાગોરીયા
  • ડેન્ટીસ્ટ્રી – ડો. ઉમંગ દેસાઇ
  • ગેસ્ટ્રોએન્ટ્રોલોજી – ડો.સૌરભ અગરવાલ
  • જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જરી
  • ડો. નરેશ અરોરા, ડો. હિતેશ અરોરા અને ડો. પ્રિતેશ ગાંધી
  • ગાઇનેકોલોજી એન્ડ હાઇ રિસ્ક ઓબ્સ્ટ્રેટ્રીક્સ
  • ડો. કોમલ પરીખ, ડો. કલ્પના ચૌધરી અને ડો.ટીમ શારડા હોસ્પિટલ
  • નેફ્રોલોજી – ડો. સિદ્ધાર્થ જૈન
  • ન્યુરોલોજી – ડો. પાર્થિવ દેસાઇ
  • ન્યુરો સર્જરી – ડો. કિરીટ શાહ
  • નોનઇન્વેસિવ કાર્ડિયોલોજી – ડો. વિભા તંવર
  • ઓન્કોલોજી એન્ડ હિમેટોલોજી
  • ડો. અંકિત પટેલ અને ડો. તન્વીર મકસુદ
  • ઓન્કોસર્જરી – ડો. નિકુંજ વિઠલાણી
  • ઓર્થોપેડિક્સ એન્ડ જોઇન્ટ રિપ્લેશમેન્ટ
  • ડો. હર્ષદ જોશી, ડો. નિરલ શાહ અને ડો. દેવ પડીયા
  • પેથોલોજી
  • ડો. અમિતા પટેલ અને ડો.ભક્તિ શાહ
  • ફિઝિયોથેરાપી – ડો. મિતલ વશી
  • પ્લાસ્ટિક સર્જરી એન્ડ કોસ્મેટોલોજી – ડો. આશુતોષ શાહ
  • રેડીયોલોજી – ડો. નિખિલ શાહ
  • સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
  • ડો. દર્શન પટેલ અને ડો. જય ચોક્સી
  • યુરોલોજી ડો. કૌશિક શાહ
October 22, 2019
v1-1280x853.jpg
2min6330

સૂરતની વરાછા બેંક બની પ્લાસ્ટિક ફ્રી બેંક, 1 લાખથી વધુ થાપણદારોને વડાપ્રધાન વીમા યોજનાનો લાભ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઝડપી બેંકિંગ સેવા માટે ગુજરાત જ નહીં દેશભરમાં જાણિતી બની રહેલી સૂરતની પોતિકી વરાછા કો.ઓ. બેંકને હાલ 24 માં વર્ષે નક્કર કામગીરી કર્યા બાદ સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિતે યોજવામાં આવેલા સ્નેહ સૌરભ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેમાં સૌથી અગત્યની જાહેરાતો એ હતી કે સમગ્ર વરાછા બેંકને પ્લાસ્ટિક ફ્રી બેંક ઘોષિત કરી દેવામાં આવી છે. બેંકમાં ક્યાયે સિંગલ યુઝ પ્લાસ્ટિક નહીં ઉપયોગમાં લેવાય એટલું જ નહીં કોઇ ખાતેદાર પ્લાસ્ટિકની બેગ લઇને ડોક્યુમેન્ટ કે રૂપિયા લેવા આવ્યા હશે તો તેમની પાસેથી પ્લાસ્ટિક બેગ લઇને તેમને કાપડની બેંગ આપવામાં આવશે.

બેંકના ચેરમેન કાનજીભાઇએ કહ્યું કે બેંકની આખી સિસ્ટમને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું કામ સહેલું નહતું. પરંતુ, દેશહિતમાં અમે આ કામને શક્ય એટલી બનતી ત્વરાએ પાર પાડ્યું છએ. કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાના હસ્તે વરાછા બેંક દ્વારા પ્લાસ્ટિક ફ્રી બેંકિંગ અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું.

તા.21મી ઓક્ટોબર 2019ની તારીખ વરાછા બેંક માટે હંમેશા યાદગાર બની રહેશે કેમકે આ દિવસથી બેંકમાં પ્લાસ્ટિક યુઝ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વરાછા બેંક હવે સંપૂર્ણપણે પ્લાસ્ટિક લેસ બેંકિંગ કરી રહી છે. વરાછા બેંકના કર્મચારીઓને પ્લાસ્ટિક મુક્ત અભિયાન સંદર્ભે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

વરાછા બેંક સ્ટાફ માટે ખાસ યોજનાઓ

સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવી રહેલી વરાછા બેંક દ્વારા પોતાના સ્ટાફ અને તેમના પરિવારજનોની કાળજી લેતા સ્ટાફને રૂ.1 કરોડ સુધીની રકમનું વીમા કવચ મળે તેવી વ્યવસ્થા વિકસાવવાનું શરૂ કર્યું છે. સેવકથી લઇને ક્લાર્ક મિત્રોને રૂ.25 લાખનું વીમા કવચ, ઓફિસર કેટેગરી માટે રૂ.50 લાખ, આસિસ્ટન્ટ જનરલ મેનેજરથી જનરલ મેનેજર કક્ષાના અધિકારીઓને રૂ.1 કરોડ સુધીનું વીમા કવચ આપવામાં આવશે. આ માટે એસબીઆઇ ઇન્સ્યુરન્સ કંપનીને દર વર્ષે પ્રીમીયમની રકમ વરાછા બેંક દ્વારા જમા કરાવવામાં આવશે.

ખાતેદારો અને થાપણદારોને પણ વીમા કવચ

વરાછા બેંક દ્વારા ખાતેદારો અને થાપણદારોને પણ ખાસ વીમા કવચ આપવામાં આવે છે. થાપણદાર માટે રૂ.2 લાખ, સભાસદ માટે રૂ.2 લાખ, કરન્ટ એકાઉન્ટ હોલ્ડર માટે રૂ.2 લાખ, સેવિંગ એકાઉન્ટ હોલ્ડરને રૂ.1 લાખ, ફિક્સ્ડ ડિપોઝીટ હોલ્ડરને રૂ.50 હજારની રકમ સુધીનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે.

સ્નેહ સૌરભ કાર્યક્રમમાં જ બેંકના ખાતેદાર સ્વ. ગોરધનભાઇ વેલજીભાઇ ભુવાના વારસદાર ગં.સ્વ. સંગીતાબેન ભુવાને રૂ.7 લાખનો વીમા ચેક બેંકના સ્થાપક ચેરમેન શ્રી પી.બી. ઢાકેચાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાને પણ કામગીરીની નોંધ લીધી

વરાછા કો.ઓ. બેંકની એક સિદ્ધિ એ પણ છે કે બેંકના 1 લાખથી વધુ ખાતેદારોને વડાપ્રધાન વીમા યોજનામાં સામેલ કર્યા છે. ખુદ વડાપ્રધાન શ્રી મોદીએ આ કાર્ય બાબતે બેંકને શુભેચ્છા પત્ર પાઠવ્યો છે.

સ્નેહ સૌરભ કાર્યક્રમમાં ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળા, સ્થાપક ચેરમેન શ્રી પી.બી. ઢાકેચા, બેંકના એમ.ડી. શ્રી ભવાનભાઇ નવાપરા, વાઇસ ચેરમેન શ્રી લવજીભાઇ નાકરાણી, ડીરેક્ટરશ્રીઓ, લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના શ્રી હરીભાઇ કથિરીયા, ધારુકાવાળા કોલેજના આચાર્ય શ્રી વરસાણી, શ્રી નરેશભાઇ વરીયા, જનરલ મેનેજર શ્રી વિઠ્ઠલભાઇ ધાનાણી, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી સુરેશભાઇ કાકડીયા સમેત અનેક મહાનુભઆવોએ સ્નેહ સૌરભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ શોભાવ્યો હતો.