CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 42 of 53 - CIA Live

March 26, 2019
ketan_patel_daman.jpg
1min8130

લોકસભાની ચૂંટણી માટે ધીમેધીમે ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ રહી છે. કોંગ્રેસે સોમવારે વધુ 26 ઉમેદવારો જાહેર કર્યાં હતાં. કોંગ્રેસે સોમવારે જાહેર કરેલી યાદીમાં છત્તીસગઢ, ગોવા અને દમણ-દીવ, બંગાળના ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતાં. આ યાદીમાં દમણ-દીવની લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના નામ પર મહોર મારવામા આવી હતી. આ જાહેરાતની સાથએ જ કેતન પટેલના પ્રશંસકોમા ઉત્સાહ છવાઈ ગયો હતો.

એક તરફ ભાજપે દમણ-દીવના વર્તમાન સાંસદ લાલુ પટેલને પોતાના ઉમેદવાર તરીકે ફરી એક વાર પસંદગી ઉતારી છે. કોંગ્રેસે કેતન પટેલને ઉમેદવાર જાહેર કર્યાં છે. જોકે, આ વખતે બંને પક્ષો માટે અપક્ષ તરીકે ઝંપલાવી રહેલા દમણ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલનો પડકાર ઉભો છે. તદુપરાંત બન્ને પાર્ટીના નારાજ આગેવાનો પણ અપક્ષ તરીકે ઝંપલાવવા માટે થનગની રહ્યા છે. આ જોતા આ વખતની ચૂંટણી બન્ને રાજકીય પક્ષો માટે આકરી સાબિત થાય તેવું કહેવાય છે.

March 26, 2019
shivraj-Patel-Rajkot.jpg
1min10290
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ કેંગ્રેસમાંથી રાજકોટ બેઠક ઉપર ચૂંટણી લડશે તેવી પાંચેક દિવસથી ચર્ચા ચાલતી હતી અને હવે આ વાત ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. પરિવારજનોના નિર્ણય અનુસાર શિવરાજ પટેલ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત આજે નરેશભાઈ પટેલે કરી દીધી છે. હવે કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ યક્ષપ્રશ્ન બની ગયો છે.
સૌરાષ્ટ્રમાં બ્રાસનો ઉદ્યોગ લાવનારા અને આ ઉદ્યોગનો પાયો મજબૂત કરનારા દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ સ્વ.રવજીભાઈ પટેલ રાજકારણથી દૂર રહેવામાં માનતા હતા અને તેમના ત્રણ પુત્રોમાં સૌથી મોટા પુત્ર રમેશભાઈ પટેલ આ પરિવારના મોભી હોવાના નાતે તેમનો નિર્ણય આખરી માનવામાં આવે છે. છેલ્લા પાંચેક દિવસથી ચાલી રહેલી ચર્ચાના અંતે આજે એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો કે, શિવરાજ પટેલ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. પારિવારિક અને સામાજિક કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અલબત્ત, નરેશભાઈની શાખના કારણે અનેક લોકોની, સમાજની લાગણી શિવરાજ પટેલ સાથે જોડાયેલી હતી કે, તેમણે ચૂંટણી લડવી જોઈએ. થોડા દિવસ પહેલાં ધોરાજીના એક કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે પણ પોતાના પ્રવચનમાં કહેલું કે, સમાજના યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. એ બાદ નરેશભાઈ પોતે ચૂંટણી લડે અથવા તેમના પુત્ર શિવરાજ ચૂંટણી લડે તેવી વાતો વહેતી થઈ હતી અને રવિવારે તો રાજકોટના કેટલાક મુખ્ય વિસ્તારમાં શિવરાજ પટેલને આવકારતા બેનર લાગી ગયા હતા. આ બધી ચર્ચા અને અટકળો વચ્ચે આજે આ વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
બીજી તરફ હવે રાજકોટ બેઠક ઉપર કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. મોહનભાઈ કુંડારિયાની સામે લલિત કગથરાનું નામ ગાજ્યું હતું. જો કે, હવે કેંગ્રેસ પણ આ મામલે અવઢવમાં છે. રાજકોટમાં લોકસભાની બેઠક લડી શકે તેવું કોઈ ‘મોટું માથું’ કેંગ્રેસ પાસે રહ્યું નથી.
March 25, 2019
cho3-1280x960.jpg
1min1745

સુરતમાં એવો ટ્રેન્ડ શરૂ થયો છે  કે સોસાયટીના ઝાંપે લાગેલા બોર્ડ પર સોસાયટીના નામના બોર્ડ પર ચોકીદાર ચોર નથી, ચોકીદાર 56ની છાતીનો છે વગેરે દર્શાવતા મોટા બેનર, પોસ્ટર લાગવા માંડ્યા છે. ચારેક દિવસ પહેલા કતારગામની ફક્ત 1 સોસાયટીમાં ચોકીદાર ચોર નથી એવું બોર્ડ લાગ્યું હતું હવે કતારગામમાં 5-6 સોસાયટીઓ અને તેના પરથી પ્રેરણા લઇને હવે ભાજપાના નેતાઓ પોતાના વિસ્તારમાં સોસાયટીવાસીઓને ચોકીદાર ચોર નથી તેવા બેનર લગાડવા માટે પ્રેરી રહ્યા છે.

(કતારગામના ભૂલાભાઇ દેસાઇ પાર્કના ઝાંપે આ પ્રકારનું બેનર લગાડવામાં આવી રહ્યું છે)

ભાજપા માટે આ એક માસ્ટર સ્ટ્રોક છે પ્રચારનો. ચોકીદારનું નામ લઇને સીધો જ મોદીનો પ્રચાર થાય છે અને આમ છતાં કોંગ્રેસની દશા એવી છે કે આચારસંહિતા ભંગની ફરીયાદ કરે તો કેવી રીતે કરે. મૈં ભી ચૌકીદારનું સૂત્ર આપીને નરેન્દ્ર મોદીએ ચોકીદાર એટલે ભાજપ એવી બ્રાન્ડ બનાવી દીધી છે.

(કતારગામ ભૂલાભાઇ દેસાઇ પાર્કના રહેવાસીઓ હોર્ડિંગ સાથે)

કતારગામ ભાજપાના કોર્પોરેટર રમેશભાઇ ઉકાણીના ફેસબુક વોલ પર આ મુજબની પોસ્ટ છે

મોદી (ભાજપા) નો બેરોકટોક પ્રચાર થઇ રહ્યો છે અને કોંગ્રેસ આચાર સંહિંતા ભંગની ફરીયાદ પણ કરી શકે તેમ નથી અને કરે તો કોની સામે કરે. સોસાયટીવાસીઓ પોતાની રીતે ચૌકીદારનું નામ લઇને ભાજપાનો પ્રચાર કરી રહ્યા છે અને ભાજપા પ્રત્યેની તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.

જાણકારો કહે છે કે ભાજપાના સમર્થકોએ શરૂ કરેલો આ ટ્રેન્ડ આગામી દિવસોમાં બન્ને તરફે એટલે કે ચૌકીદારની ફેવરમાં અને ચૌકીદારની વિરુધ્ધમાં પણ જોવા મળે તો નવાઇ નહીં. સોશ્યલ મિડીયા પર હાલ તો ચૌકીદાર ચોર નથી અને ચૌકીદારની તરફદારી કરતા પોસ્ટર લાગ્યા છે તે જોઇને ભાજપ વિરોધી તેમજ પાસના વિસ્તારોમાં ચૌકીદાર ચોર જેવા બેનરો લાગે તો નવાઇ નહીં.

 

March 24, 2019
priyanka.jpg
1min7590

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે તા.24મી માર્ચ 2019ના રોજ ઉત્તર પ્રદેશના શેરડી પકવતા ખેડૂતોના રૂ.10 હજાર કરોડના લેણાં કેટલાક મહિનાઓથી નહીં ચૂકવતી ઉત્તર પ્રદેશની સરકારનો હવાલો આપીને નરેન્દ્ર મોદીના મૈ ભી ચૌકીદાર અભિયાન પર મોટો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચોકીદારો હંમેશા અમીરો માટે કામ કરે છે, ઉત્તર પ્રદેશની સરકાર પણ આવી જ ચોકીદારી કરતા ખેડૂતોને તેમની મહેનના રૂપિયા આપવામાં અખાડા કરી રહી છે.

પ્રિયંકા ગાંધી-વાડ્રા એકલા હાથે નરેન્દ્ર મોદી અને તેમની વિશાળ સેનાના મૈ ભી ચૌકીદાર અભિયાનના ફુગ્ગાની હવા કાઢી રહી છે. પ્રિયંકા ગાંધીએ સામાન્ય લોકોની મુલાકાતો, ગ્રુપ મિટીંગો કરીને મૈ ભી ચૌકીદાર અભિયાનની સામે કેન્દ્ર અને રાજ્ય સરકારોની નબળાઇઓ મૂકીને તેમની પોલ ખોલી રહી છે. ચોકીદાર પરની પ્રિયંકા ગાંધીની આ મુજબની ટ્વીટએ સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.

March 21, 2019
priyanka-gandhi1.jpg
1min16320

કાશીનાં ઘાટો ઉપર ગંગા પૂજા, જય હિંદનાં નારા અને વિશ્વનાથ મંદિરમાં રુદ્રાભિષેક. ચૂંટણીનાં માહોલમાં આ વખતે કાશીનું દ્રશ્ય પલટાયેલું દેખાય છે. આ વખતે ચિત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં પણ કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી છે.’ મોદીનાં જ રાજકીય પ્રતીકોને આધાર બનાવીને પ્રિયંકા ઉત્તરપ્રદેશમાં હાંસિયામાં ધકેલાયેલા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયત્નો કરે છે.’

પ્રિયંકાએ પ્રયાગરાજનાં મનૈયા ઘાટથી વારાણસીનાં અસ્સી ઘાટ સુધીની નૌકાયાત્રા કરી. સમર્થકોથી ઘેરાયેલા પ્રિયંકા આજે અસ્સી ઘાટ પહોંચ્યા પછી કેન્દ્ર સરકાર ઉપર તડાપીટ બોલાવવા લાગ્યા હતાં. આ દરમિયાન તેમણે મોદીની તર્જ ઉપર જ ઉપસ્થિત સમૂહને જય હિંદનાં નારા પણ લગાવરાવ્યા હતાં. ત્યારબાદ તેઓ કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતાં અને રુદ્રાભિષેકનો લાભ લીધો હતો. પોતાની યાત્રાનાં ત્રીજા અને અંતિમ દિવસે આજે તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાત્રીનાં પૈતૃક આવાસની મુલાકાત પણ લીધી હતી અને આ સાથે જ તેઓ આ સ્થાને જનાર ગાંધી પરિવારની પહેલી વ્યક્તિ પણ બન્યા હતાં. અહીં 15 મિનિટનાં રોકાણમાં તેઓ ભાવુક બન્યા હતાં. પોતાનાં ભાષણમાં પ્રિયંકાએ કહ્યું હતું કે વારાણસીથી અવાજ ઉઠવો જોઈએ કે દેશમાં નકારાત્મક, કિસાન વિરોધી, જનવિરોધી,મજૂર અને મહિલા વિરોધી સરકારની જરૂર નથી.
‘

March 18, 2019
pari_modi.jpg
1min7900

હજારો લોકોની જનમેદની વચ્ચે પૂરા રાજકીય સમ્માન સાથે ગોવાના CM મનોહર પર્રિકરના અગ્ની સંસ્કાર કરવામાં આવ્યા.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પણજી સ્થિત કાર્યાલયમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના મંત્રી પહોંચ્યા. માહોલ ગમગીન હતો તો કેન્દ્રીય સ્મૃતિ ઇરાની પણ પોતાના આંસુને રોકી શકયા નહીં. આપને જણાવી દઇએ કે કેન્સરથી પીડિત મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે રવિવારના રોજ નિધન થયું છે.

શ્રદ્ધાંજલી આપ્યા બાદ પીએમ મોદી અહીં તેમના બંને દીકરાને પણ મળ્યા હતા. PM ખૂબ લાંબા સમય સુધી તેમની પાસે જ મૌન ઉભા રહ્યા હતા. પર્રિકરના બંને દીકરાઓ પૈકી એક એન્જિનિયર છે જ્યારે બીજો દીકરાને પોતાનો વ્યવસાય છે. વર્ષ 2000માં પર્રિકરના પત્નિનું પણ કેન્સરના કારણે અવસાન થયું હતું.

 

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને અંતિમ વિદાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પણજી સ્થિત કાર્યાલયમાં વડાપ્રધાન સહિત કેન્દ્ર સરકારના મંત્રી પહોંચ્યા.

દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને હાલના ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું ૬૩ વર્ષની વયે પણજીમાં સાંજે ૬.૪૦ વાગ્યે એમના નિવાસસ્થાને રવિવારે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ માંદા હતા. પર્રિકરના અવસાનથી ગોવામાં ભાજપનો ચહેરો અને સ્વચ્છ ચરિત્ર ધરાવતા નેતા ગુમાવ્યા હોવાની ભાવના ભાજપે વ્યક્ત કરી હતી. સાદગીસભર અને સજ્જન વ્યક્તિ તરીકે જીવન વિતાવતા પર્રિકરે પોતાની સ્વચ્છ છબિને કારણે ગોવાવાસીઓના મન જીતી લીધા હતા. વર્ષોથી ગોવામાં ચાલતી રાજકીય અસ્થિરતાને પર્રિકરે પોતાની કુશળતાથી સ્થિરતામાં ફેરવી હતી અને મુખ્ય પ્રધાન તરીકે એમણે ગોવામાં સફળ નેતૃત્વ કર્યું હતું.

પર્રિકરને આ કારણસર ત્રણ વખત ગોવાના મુખ્ય પ્રધાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સૌ પ્રથમ ભાજપ તરફથી ૧૯૯૪માં તેઓ પણજીની બેઠક જીત્યા હતા. જૂન થી નવેમ્બર ૧૯૯૯ સુધી તેઓ વિરોધપક્ષના નેતા રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ૨૦૦૦થી ૨૦૦૫, ૨૦૧૨થી ૨૦૧૪ અને ૧૪મી માર્ચ ૨૦૧૭થી એમના મૃત્યુપર્યંત ગોવાના મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા. ગોવામાં ૨૦૧૩માં યોજાયેલી ભાજપની બેઠક વખતે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ પણ એમણે જ કર્યો હતો.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય બાદ દેશના સંરક્ષણ પ્રધાનની જવાબદારી એમને સોંપવામાં આવી હતી. એમણે ૨૦૧૪થી ૨૦૧૭ સુધી સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી હતી.

દરમિયાન, ૨૦૧૭માં ગોવાની વિધાનસભાની ચૂંટણી બાદ કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળતા ભાજપે પર્રિકરને ગોવા મોકલ્યા અને એમણે અહીં આવીને ગોવા ફોરવર્ડ પક્ષ અને એમજીપીનો ટેકો મેળવીને ફરીથી ભાજપની સત્તા સ્થાપી હતી. આ વખતે ભાજપે એમને ફરીથી મુખ્ય પ્રધાનપદની જવાબદારી સોંપી અને પર્રિકરે પોતાના નવા હોદ્દાને શાનદાર રીતે નીભાવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌ પ્રથમ પર્રિકરને ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એમણે જણાવ્યું હતું કે લાંબી માંદગી બાદ ગોવાના મુખ્ય પ્રધાન શ્રી મનોહર પર્રિકરના નિધનના સમાચાર જાણીને અત્યંત દુ:ખ થયું. પાછલા એકાદ વર્ષથી તેઓ સતત માંદા રહેતા હતા અને પાછલા બે દિવસ દરમિયાન એમની તબિયત વધુ કથળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવાર રાતથી એમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

મધ્યમ વર્ગના કુટુંબમાં ૧૩મી ડિસેમ્બર, ૧૯૫૫ના દિવસે જન્મેલા પર્રિકરે પોતાનું રાજકીય જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે શરૂ કર્યું હતું. આઇઆઇટી-મુંબઇમાંથી સ્નાતક થયા બાદ પણ એમણે સંઘનું કાર્ય કરવાનું ચાલું રાખ્યું હતું. સંઘ સાથેના એમના સંબંધને એમણે કદી છુપાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. સંઘના કાર્યક્રમમાં યુનિફોર્મ પહેરીને લાઠી ફેરવતા હોય એવા એમના ફોટા પણ પ્રસિદ્ધ થયા હતા. તેઓ જ્યારે સંરક્ષણ પ્રધાન હતા અને ભારતે પીઓકેમાં જઇને ત્રાસવાદીઓ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય એમણે સંઘના શિક્ષણનું પરિણામ ગણાવ્યું હતું.

એમનું સ્વાસ્થ્ય ફેબ્રુઆરી ૨૦૧૮થી કથળવા માંડયું હતું. સૌ પ્રથમ એમને મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્યાર બાદ માર્ચમાં અમેરિકાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓ જૂન સુધી સારવાર લેતા રહ્યા હતા. ત્યાર બાદ ઑગસ્ટમાં ફરીથી એમને અમેરિકામાં સારવાર માટે લઇ જવાયા હતા. અંદાજે એક મહિનો સારવાર લીધા બાદ તેઓ ૧૪મી ઑક્ટોબરે ભારત પાછા ફર્યા હતા.

લગભગ અઢી મહિનાના ગાળા બાદ તેઓ ૨જી જાન્યુઆરીએ જ્યારે પોતાના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે સૌને આશ્ર્ચર્ય થયું હતું. ત્યાર બાદ એમણે અનેક રાજકીય કાર્યક્રમો અને વિધાનસભા તથા સંસદના કાર્યમાં ભાગ લીધો હતો. પાછલા કેટલાક દિવસોથી એમને વારંવાર સારવાર માટે ગોવા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં જવું પડતું હતું, પણ મોટેભાગે તેઓ પોતાના ઘરે જ રહ્યા હતા.

આજે ૧૧ વાગ્યે અપાશે શ્રદ્ધાંજલિ

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના પાર્થિવ શરીરના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ સોમવારે પણજી ખાતે આપવામાં આવશે અને સાંજે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાન, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીવાડરા, સપાના પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક રાજકીય નેતાએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી.

March 17, 2019
Gandhinagar-Gujarat.jpg
1min7640

જયેશ બ્રહ્મભટ્ટ

92 વર્ષના ભાજપના એક સમયના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભાજપાના શિર્ષ નેતાઓને જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા રાખતા નથી, અડવાણી જે બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે એ ગુજરાતની રાજધાની ગાંધીનગરની બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવી જોઇએ એવો પણ પ્રતિભાવ લાલકૃષ્ણ અડવાણી આપી ચૂક્યા છે અને એવું મનાય રહ્યું છે કે ગાંધીનગરની ગુજરાત ભાજપા માટે સૌથી સેફ  મનાતી લોકસભા સીટ પર આ વખતે નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં એવી હવા ઉભી કરવામાં આવી છે કે ગાંધીનગરની બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાની જગ્યાએ ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમીત શાહ ચૂંટણી લડશે, આનંદીબેન પટેલની પણ વાત ઉડાડવામાં આવી હતી. કેટલાક શુભેચ્છકોએ તો આનંદીબેન પટેલની દિકરી અનાર પટેલ અને હાલના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી ને પણ ગાંધીનગરના ઉમેદવાર બનાવવાની વાતો સોશ્યલ મિડીયા પર વહેતી મૂકી હતી.

(ભાજપના સૌથી વયોવૃદ્ધ સાંસદ 92 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ગાંધીનગરની ભાજપા માટે ગુજરાતની સૌથી સલામત સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી શકે તેવા સંજોગો પ્રબળ બન્યા છે)

ગાંધીનગરની બેઠક માટે અમીત શાહ, આનંદીબેન પટેલ, અનાર પટેલ, પ્રતિભા લાલકૃષ્ણ અડવાણી વગેરે જેવા નામો ચર્ચાય રહ્યા છે

આમ ભાજપામાં ગાંધીનગરની સૌથી સલામત સીટ પર કોણ ઉમેદવાર હશે એ અંગે અનેક નામ આ બેઠક માટે ચર્ચામાં ચાલી રહ્યા છે. પરંતુ, સી.આઇ.એ.ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લેટેસ્ટ પોલિટીકલ ડેવલપમેન્ટ એ છે કે ભાજપના સૌથી વરિષ્ઠ સાંસદ અડવાણીની જગ્યાએ ખુદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડી શકે એમ છે. નરેન્દ્ર મોદીની ખુદની પસંદ પણ ગાંધીનગર સીટ હોવાનું કહેવાય છે. 2014ની જેમ નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી ચૂંટણી લડશે એમ મનાય છે. જેમાંથી એક બેઠક ચોક્કસ પણે ગુજરાતની હશે. નરેન્દ્ર મોદી માટે ગુજરાતની સલામત બેઠકોમાં સુરતની બેઠકનું નામ પણ ચર્ચાયું હોવાનું જાણવા મળે છે. પંરતુ, સુરતમાં સંભવતઃ પાટીદાર આંદોલન ફેક્ટરને કારણે હાલમાં ભાજપા માટે સૌથી સલામત સીટ ગાંધીનગર માનવામાં આવી રહી છે. ગાંધીનગર ભાજપા માટે એટલી સલામત સીટ છે કે અજાણ્યા વ્યક્તિને ઉમેદવાર બનાવાય તો એ પણ જીતી શકે તેમ છે.

ટૂંક સમયમાં ભાજપાના 100 જેટલા ઉમેદવારોની યાદી જાહેર થાય તેમ છે, જોકે પહેલી યાદીમાં ગુજરાતની એકપણ સીટની જાહેરાત સંભવ નથી કેમકે ગુજરાતમાં હજુ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઇ નથી અને એ પહેલા જો ઉમેદવારોના નામની ઘોષણા થાય તો પ્રદેશ નિરીક્ષકો દ્વારા જિલ્લાવાર અને બેઠકવાર લેવાઇ રહેલા સંભવિત ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા ધુપ્પલ અને નાટક પુરવાર થઇ જાય. એટલે પહેલી યાદીમાં સંભવ છે કે ગુજરાતમાં ગાંધીનગર ખાતેની બેઠક પર નરેન્દ્ર મોદીના નામ સિવાય એક પણ બેઠક પર ઉમેદવાર જાહેર નહી થાય.

March 15, 2019
BJP_surat.jpg
1min16050

જયેશ બ્રહ્મભટ્ટ

આજે સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે સ્થાનિક સંગઠનના હોદ્દેદારોને સેન્સ લેવા માટે આવેલા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિરીક્ષકોની ટીમે સાંજે સવા સાત વાગ્યે અનૌપચારિક રીતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે 9.30 વાગ્યાથી શરૂ થયેલી રજૂઆતો સાંભળવાની પ્રક્રિયા સાંજે 7 વાગ્યા સુધી ચાલી હતી. અંદાજે 350 જેટલા ભાજપના નેતાઓ, કાર્યકરોએ પોતપોતાની રજૂઆતો કરી હતી. હકારાત્મક વાતાવરણમાં થયેલી રજૂઆતો અંગે ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે સૌનો એક મત હતો કે પાર્લામેન્ટરી બોર્ડ જેને પણ ટિકીટ આપશે અમે તેને જીતાડી લાવીને ફિર એક બાર મોદી સરકારને સાર્થક કરીશું. કેટલી રજૂઆતો અને કેટલા ઉમેદવારીપત્રો ભરાયા તે અંગે નિરીક્ષકોએ કહ્યું કે એ પક્ષની આંતરિક બાબત છે એ જણાવી શકીએ નહી.

આજે દિવસ દરમિયાન સુરત સંસદીય મતવિસ્તારમાં કોને ઉમેદવાર બનાવવો એ અંગે સ્થાનિક ભાજપના સંગઠન પાંખના નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો વગેરેએ રજૂઆતો કરી હતી. સી.આઇ.એ.નું ઇન્વેસ્ટીગેશન કહે છે કે આ વખતની રજૂઆતોમાં બહુમતી રજૂઆત એ હતી કે ટિકીટ કોઇને પણ આપો પરંતુ, મૂળ સુરતી હોય તેવી વ્યક્તિને જ સુરતના સાંસદની સીટ માટે ભાજપાની ટિકીટ મળવી જોઇએ. આજે કોઇ એક વિશાળ જૂથે એક કોમન રજૂઆત કરી હોય તો એ મૂળ સુરતીને જ ટિકીટ મળવી જોઇએ તેવી રજૂઆત હતી. રજૂઆત કરનાર દરેક મૂળ સુરતી ભાજપી નેતાએ આ એક વાત પર જ ભાર મૂક્યો હતો કે સુરતના સાંસદ મૂળ સુરતી જ હોવા જોઇએ.

બીજી તરફ, મૂળ સુરતી ઉપરાંત સૌથી વ્યાપક રજૂઆતો વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોષ માટે કરવામાં આવી હતી. તેમને રિપીટ કરવામાં આવે તો કોઇ વાંદો નથી એ પ્રકારે અનેક રજૂઆત કર્તાઓએ રજૂઆતો કરી હતી.

સૌરાષ્ટ્રવાસીઓ તરફે પૂર્વ ધારાસભ્ય જનકભાઇ બગદાણાવાળા, અસ્મિતાબેન શિરોયા, ડો. પ્રફુલ શિરોયા, દર્શિણી કોઠિયા, ધીરુભાઇ સવાણી તેમજ અન્યોએ રજૂઆતો કરી હતી. જોકે, મેયર ડો.જગદીશભાઇ પટેલે કોઇ દાવેદારી નોંધાવી ન હતી. સી.આઇ.એ. લાઇવની સાથે વાતચીત કરતા મેયર ડો.જગદીશભાઇ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ના તો કોઇ રેસમાં હતા કે ના તો રહેશે. મેયર તરીકેની તેમની ભૂમિકાને ન્યાય આપી રહ્યા છે.

BJPમાંથી સુરત સંસદીય બેઠક પર ત્રણ (એસ) S-S-S ની પેનલનો સંયોગ

સુરત સંસદીય મત વિસ્તાર ભાજપા માટે દેશની સૌથી સલામત સીટો પૈકીની એક છે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસી સરકારો હતી ત્યારે પણ સુરત બેઠક પરથી ભાજપાના ઉમેદવારો જ જીતતા આવ્યા હતા. સુરત સંસદીય મત વિસ્તારમાં એસ (સ) મૂળાક્ષરનો કેવો યોગ રચાયો છે એની પહેલા વાત કરીએ.

S એટલે સુરત સંસદીય મત વિસ્તાર અને ફરીથી S એટલે સૌથી સલામત કહો કે અંગ્રેજીમાં સેફ સીટ કહો ભાજપા માટે સુરત એ એવી સીટ છે કે અહીં અજાણ્યાને પણ ઉમેદવાર બનાવે તો આસાનીથી ચૂંટાઇ આવશે.

આજે ઉધના મેઇન રોડ સ્થિત ભાજપા કાર્યાલય ખાતે ભાજપાના પ્રદેશ નિરીક્ષકો વિધિવત રીતે સ્થાનિક ભાજપાના સંગઠનના આગેવાનોને સ્ટેપ બાય સ્ટેપ સાંભળી રહ્યા છે. વોર્ડ વિસ્તારથી લઇને વિધાનસભા અને લોકસભા વિસ્તારના ભાજપાના સંગઠન સાથે સંકળાયેલા નેતાઓનો સેન્સ લેવાય રહ્યો છે. આ રિપોર્ટ ભાજપાની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મારફતે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચશે.

સુરત સંસદીય મતવિસ્તાર એક હાઇપ્રોફાઇલ બેઠક ગણાય છે. સુરતને મિની ભારત કહેવામાં આવે છે અને દેશ-દુનિયાને ચોંકાવે, અચરજ પમાડે તેવી ઘટનાઓ, ઇવેન્ટસ સુરત આપી રહ્યું છે. ટેક્સ પેયર્સથી શરૂ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડેવલપમેન્ટ વગેરે બાબતો હવે સમગ્ર દેશમાં સુરતને ચર્ચાસ્થાને મૂકે છે. આવા સંજોગોમાં સુરતના સાંસદ બનવું એટલે હાઇપ્રોફાઇલ પોર્ટફોલિયો ધારણ કરવો એમ મનાય છે.

દર્શના જરદોષને બે ટર્મ મળી છે એટલે હવે રિપીટેશનની શક્યતાઓ ઓછી છે 

સુરત સંસદીય મતવિસ્તારમાં દર્શના જરદોષ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાય આવ્યા છે. બબ્બે ટર્મ મળ્યા પછી હવે તેમને ત્રીજી ટર્મ મળે તેવી શક્યતાઓ ધૂંધળી જણાય આવે છે. દર્શના જરદોષએ એવું કોઇ હાઇપ્રોફાઇલ કામ કર્યું નથી કે તેમને પાર્લામેન્ટરી બોર્ડ રિપીટ કરે કે નથી દર્શના જરદોષે સુરતના ટેક્સટાઇલ વેપારીઓનો જીએસટીનો પ્રશ્ન ઉકેલી શક્યા. સંસદમાં લેખિતમાં પ્રશ્નો પૂછીને તેમણે તેમનો રેકોર્ડ ભલે અપટુ ડેટ મેઇન્ટેન કર્યો હોય પરંતુ, બે ટર્મથી ત્રીજી ટર્મ મળે તેવી શક્યતા બહુ ઓછી જણાય છે. આવી સ્થિતિમાં સુરત સંસદીય મતવિસ્તારમાંથી ભાજપાની ટિકીટ મળે તે માટે અનેક ધારાસભ્યો, સ્થાનિક ભાજપાના અનેક નેતાઓએ એડીચોટીનું જોર લગાડવાનું શરૂ કરી દીધું છે.

  • સુરત સંસદીય મતવિસ્તારમાં બનનારી ત્રણ સંભવિતોની પેનલમાં એસ મૂળાક્ષરનો સંયોગ

  • S એટલે સુરતી, એક મૂળ સુરતી નેતા ત્રણ સભ્યોની પેનલ હશે

  • S એટલે સૌરાષ્ટ્રીયન, એક સૌરાષ્ટ્રીયન નેતા પણ ત્રણ સભ્યોની બનનારી પેનલમાં હશે

  • S એટલે સ્કાયલેબ, કોઇપણ આવી શકે, એ સેલિબ્રિટી હોય, આયાતી હો, ફિલ્મ સ્ટાર પણ હોઇ શકે

સુરત સૌથી સલામત સીટ હોઇ, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કોઇ સેલિબ્રિટી અગર તો હોમગ્રાઉન્ડ વગરના દિગ્ગજ નેતાને સુરત સંસદીય મતવિસ્તાર પરથી કોઇપણ આયાતી ઉમેદવારને ટિકિટ આપવાનું પણ વિચારી શકે. હાલમાં મૂળ સુરતી ઉમેદવારની શક્યતા 50 ટકા, સૌરાષ્ટ્રવાસીની શક્યતા 40 ટકા અને સ્કાલલેબની શક્યતા 10 ટકા હોવાની સ્થિતિ જણાય આવે છે.

મૂળ સુરતી ઉમેદવારોમાં સૌથી હોટફેવરિટ નીતિન ભજીયાવાળા

મૂળ સુરતી ઉમેદવારોના ચર્ચાય રહેલા નામોમાં દર્શના જરદોષ (રિપીટ), અજય ચોક્સી, નીતિનભાઇ ભજીયાવાળા, કિરીટ ગંગારામ પટેલ વગેરે લાંબુ લિસ્ટ સંભળાય છે. પરંતુ, મૂળ સુરતી તરીકે હાલમાં સૌથી વધુ પ્રોજેકશન સુરત શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાળાને મળી રહ્યું છે. નીતિનભાઇ માટે કહેવાય છે કે તેમના કરતા વધુ પ્રયત્નો તેમના શુભેચ્છક, સમર્થક નેતાઓ કરી રહ્યા છે. પ્રદેશ મોવડીથી લઇને કેન્દ્રીય મોવડીમંડળમાં તેમની શાખ સારી મનાય રહી છે. નીતિનભાઇ ભજીયાવાળા માટે હવે પ્રમોશન ટાઇમ ડયુ થઇ ગયો હોવાનું પણ મનાય રહ્યું છે. સૌથી પ્રબળ દાવેદારી જેમની મનાતી હતી એ પૂર્ણેશભાઇ મોદી માટે એવી વાતો ચર્ચાય રહી છે કે તેઓ સાંસદની રેસમાં નથી. નીતિનભાઇ ભજીયાવાળા માટે ભાજપના મોટાભાગના નેતાઓ અને કાર્યકર્તાઓમાં એવી જ છાપ છે કે તેઓ મૂળ સુરતી છે પરંતુ, હકીકતમાં નીતિનભાઇ ભજીયાવાળા મૂળ સૌરાષ્ટ્રવાસી જ છે, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાળાને જે લોકો નજદીકથી ઓળખે છે તેઓ જણાવે છે કે તેમના પરિવારિક મૂળ સૌરાષ્ટ્રના છે.

March 14, 2019
hardik-1.jpg
1min5720
હાર્દિક પટેલને હાઇકોર્ટનો ‘ઝટકો’ સજા મોકૂફીની અરજીની સુનાવણી કાલે બીજા જજ સમક્ષ થશે
ગુજરાત હાઇકોર્ટે પાસ નેતા હાર્દિક પટેલને આંચકો આપ્યો છે, હાર્દિક પટેલે રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે બે વર્ષની સજા થઇ હોય તે ચૂંટણી લડી શકે નહીં તે જોગવાઇ નડે નહીં અને વિના વિરોધે લોકસભાની ચૂંટણી લડી શકે તે  માટે તેને વિસનગર કોર્ટે કરેલી બે વર્ષની સજાનો હુકમની ગુંચમાંથી બહાર નીકળવા અને સજા  મોકૂફ રાખવા માટે હાઇકોર્ટ માં અરજી કરી  હતી જો કે જસ્ટીસ આર.પી. ઢોલારીયાએ નોટ બીફોર મી કહીને અરજીને કાઢી નાખી હતી. હવે 15મી માર્ચે બીજા જજ સમક્ષ સુનાવણી થશે. અનામત માટે આંદોલન ચલાવી રહેલા પાસ નેતા હાર્દિક પટેલ કાઁગ્રેસમાં જોડાઇ ગયો હતો અને તેણે જામનગરથી લોકસભા ચૂંટણી-2019 લડવાની જાહેરાત કરી હતી અને રાહુલ ગાંધીએ હાર્દિક ચૂટંણી જીતશે તેવો દાવો પણ કર્યો હતો પણ હવે હાર્દિક કાયદાકીય રીતે ગુંચવાયો છે.
આ કેસ એવો હતો કે,પાટીદાર અનામત આંદોલન દરમિયાન જુલાઇ-2015માં તેની સામે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે  હાર્દિક પટેલ, લાલજી પટેલ, અને એ.કે.પટેલને કલમ 120/બી, (કાવતરૂ), કલમ 435 આગ લગાવવી, કલમ 427 જાહેર સંપત્તિને નુકશાન, કલમ 143, 147, 148 રમખાણના ગુનામાં દોષિત જાહેર કરીને દરેકને બે વર્ષની જેલની સજા તેમજ રૂપિયા 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો ત્યાર બાદ કોર્ટે તમામ આરોપીને જામીન પર મુક્ત કર્યા છે.
March 12, 2019
surat.jpeg
1min15170

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતની ઓળખ હવે મૂળ સુરતીઓ કરતા બહારથી આવીને સુરતને કર્મભૂમિ બનાવનારા લોકો બની રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા ભાગે પરપ્રાંતિયોના હાથમાં પહોંચી ચૂક્યો છે અને ડાયમંડ ઉદ્યોગ ગુજ્જુ ખરાં પણ સૌરાષ્ટ્રવાસીઓના હાથમાં છે. વિધાનસભાની ચૂંટણીઓમાં 12-12 તમામ બેઠકો જીતીને આપનાર સુરતના મૂળ સુરતીને બબ્બે ટર્મથી ગુજરાત સરકારમાં મિનિસ્ટ્રી મળી નથી.  6 હજાર કરોડના વહીવટવાળી સુરત મહાનગરપાલિકામાં મેયર પદું પણ છેલ્લી ત્રણ ટર્મથી મૂળ સુરતી પાસે નથી બલ્કે મૂળ સૌરાષ્ટ્રીયન નેતાઓની નિમણૂંકો થઇ છે. હવે સુરતના સાંસદ કોણ એ મુદ્દે લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે જ્યારે ભાજપામાં સ્પર્ધાએ જોર પકડ્યું છે.

  • નિરંજન ઝાંઝમેરા, અસ્મિતા શિરોયા અને હવે ડો.જગદીશ પટેલ, મેયર પદ છેલ્લી ત્રણ ટર્મથી સુરતીઓને મળ્યું નથી
  • નાનુ વાનાણી અને એ પછી કિશોર કાનાણી, સુરતની બારેબાર બેઠકો જીતી લાવ્યા પછી પણ ગુજરાત સરકારમાં મંત્રી પદ સુરતીઓને મળ્યું નથી

સુરત સંસદીય મતવિસ્તારમાંથી કોને ઉમેદવાર બનાવવા એનો નિર્ણય સીધો જ ક્યાં તો ભાજપાના નેશનલ પ્રેસિડેન્ટ અમિત શાહ કરશે ક્યાં તો ખુદ પી.એમ. મોદી કરશે. કોને સુરત સંસદની સીટ મળશે એ અંગે જ્યાં સુધી આધિકારીક જાહેરાત ન થાય ત્યાં સુધી કોઇ જ નામ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. પરંતુ, એક હવે એવી ઉભી કરવામાં આવી રહી છે કે સુરત સંસદીય મત વિસ્તારમાં આ વખતે હવે બે ટર્મ ભોગવી ચૂકેલા મહિલા સાંસદ દર્શનાબેન જરદોષને બદલીને કોઇ સૌરાષ્ટ્રીયન નેતાની વરણી કરવામાં આવે.

સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાના કેન્ડીડેટ તરીકે મનસુખ માંડવીયા, ડો. જગદીશ પટેલ અથવા નાનુ વાનાણી માટે થઇ રહેલું જોરદાર લોબિંગ

મળતી માહિતી મુજબ સુરત સાંસદની બેઠક માટે જે નામો જોરશોરથી ચર્ચાય રહ્યા છે અગર તો જેના માટે લોબિંગ થઇ રહ્યું છે એ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મેયર ડો. જગદીશ પટેલ અને માજી મંત્રી નાનુભાઇ વાનાણીના નામો છે. મૂળ સુરતીઓ ક્યાંયો સ્પર્ધામાં જણાતા નથી. આમેય મૂળ સુરતીઓ ભાજપ પ્રદેશ મોવડીઓ સામે કશું બોલી શક્તા નથી તો કેન્દ્રીય નેતાગીરી સામે તો આંખ ઉઠાવીને જોઇ પણ ન શકે. સુરતની તમામ 12 વિધાનસભા બેઠકો પર બબ્બે ટર્મથી ક્લીન સ્વીપ કરી લાવતા સુરતને એકેય સુરતી એમ.એલ.એ.ને મંત્રી પદ નહીં આપવા છતાં સુરત ભાજપા એક હરફ ઉચ્ચારી શક્તી નથી. ઉલ્ટાનું વડોદરાના ધારાસભ્યોએ બાંયો ચઢાવીને છેલ્લા વિધાનસભા અધ્યક્ષ પદ મેળવ્યું હતું. પરંતુ, સુરત ભાજપાના નેતાઓ મોવડીઓ પાસે કશું હકથી માંગી શક્તા નથી.

ભાજપાની પ્રદેશ અને કેન્દ્રીય નેતાગીરી મૂળ સુરતીઓના નેતૃત્વની નબળાઇ ભાળી ગઇ છે, મૂળ સુરતીઓ હકનું માંગી શક્તા નથી તો બાંયો ચઢાવવાની વાત દૂર રહી

(હવે ખરેખર જો દર્શનાબેન જરદોષ પોલિટીકલ બુલડોઝર નહીં ફેરવે તો મૂળ સુરતીઓના હાથમાંથી સાંસદ પદું પણ જતુ રહેવાના ચાન્સિસ છે.)

સુરત સંસદીય બેઠક માટે ભાજપામાં ઉમેદવારની પસંદગીની ગતિવિધિઓ જોતા એવું સ્પષ્ટ જણાય રહ્યું છે કે હવે મૂળ સુરતીઓ પાસે જે બાકી બચ્યું હતું એ સંસદીય સીટ પણ સૌરાષ્ટ્રવાસી નેતાને ધરી દેવી પડે તેમ છે. કેન્દ્રીય મંત્રી મન્સુખ માંડવીયા માટે તો સુરતમાંથી એવા સેન્સ અને ફિડબેક પણ મોવડીઓને મોકલાય રહ્યા છે કે તેઓ સૌથી મેરીટ ધરાવતા ઉમેદવાર છે.

મૂળ સુરતી ઉમેદવારોમાં હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, અજય ચોક્સી, નિરવ શાહ, નીતિન ભજીયાવાળા, રાજેશ દેસાઇ વગેરે નામો તેમના સમર્થકો દ્વારા ચલાવાઇ રહ્યા છે પરંતુ, જે રીતે મન્સુખ માંડવીયા અગર તો ડો. જગદીશ પટેલ માટે સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ લોબિંગ કરી રહ્યા છે એ રીતે માટે મોદી કે અમિત શાહ સાથે ઘરોબો ધરાવતા ઉદ્યોગપતિઓ મૂળ સુરતી માટે લોબિંગ નથી કરી રહ્યા. આમેય એ ઇતિહાસ રહ્યો છે કે સુરત ભાજપે અત્યાર સુધીમાં પ્રદેશ મોવડીઓએ જે મેન્ડેટ, હવાલાઓ મોકલ્યા છે એને આંખો બંધ કરીને સરઆંખો પર ચઢાવ્યા છે, સુરતી નેતાગીરી ક્યારેય પ્રદેશ કે કેન્દ્રીય મોવડીઓના નિર્ણય સામે એક સવાલ સુદ્ધાં ઉપસ્થિત નહીં કરે એ બાબત ભાળી ગયેલા કેન્દ્ર અને પ્રદેશ ભાજપાના નેતાઓ આ વખતે પણ સુરત સંસદીય મત વિસ્તારમાં પોતાનું ધાર્યું કરાવી જશે તો મૂળ સુરતીઓનો એકડો નીકળી જવાનો છે એ વાત નક્કી છે.

સુરત સંસદીય મત વિસ્તાર ભાજપા માટે સૌથી સેફ સીટ મનાય છે, અહીં કાશીરામ રાણાથી લઇને દર્શનાબેન જરદોષ વિક્રમી સરસાઇથી જીતતા આવ્યા છે. એટલે આ સૌથી સલામત સીટ પર ભાજપાની નેતાગીરી કોઇપણ વ્યક્તિને ઉમેદવાર બનાવી શકે છે. છેલ્લા બે ટર્મથી સુરતના સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા દર્શનાબેન જરદોષ એટલા લૉ પ્રોફાઇલમાં રહ્યા કે મોટા ભાગના સામાન્ય લોકોમાં એવી જ છાપ છે કે સુરતના સાંસદ સી.આર. પાટીલ જ છે. સુરત એરપોર્ટનો પ્રશ્ન હોય કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોનો જીએસટીનો પ્રશ્ન હોય કે પછી છેલ્લે તાપી નદીનો પ્રોજેક્ટ હોય સી.આર. પાટીલ નવસારીના સાંસદ હોવા છતાં સુરતના પ્રશ્નો માટે સરકારમાં લોબિંગ કરતા જોવાયા છે. સાંસદ તરીકે દર્શનાબેન જરદોષની બે ટર્મ દરમિયાન સુરતમાં સ્થાનિક સ્તરેથી પ્રાદેશિક કે કેન્દ્રીય સ્તરની નેતાગીરીની કેડર ઉભી થઇ શકી નહીં. એકેય સુરતી એમએલએ ને મિનિસ્ટરશીપ મળી નહીં કે એ પ્રાદેશિક લેવલ પર નેતૃત્વ સ્થાપી શકે, બધા નેતાઓ સુરત પૂરતા સિમીત બનીને રહી ગયા. સ્વાભાવિક છે કે પછી સુરતીઓ કેન્દ્રીય મોવડીઓને સાંસદ લિડરશીપ માટે વામણાં લાગે એમાં બેમત નથી.

આમેય સુરતમાં અસ્સલ સૂરતીઓ લઘુમતિમાં મૂકાઇ ગયા છે. એવી પરિસ્થિતિમાં મૂળ સુરતી પાસેથી સાંસદ પદું પણ છીનવાય જાય તો સુરતની ઓળખ સામે જ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે.