CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 41 of 53 - CIA Live

April 10, 2019
alpesh_thakor.jpeg
1min11780

કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે નિયુક્તિ પામેલા અલ્પેશ ઠાકોરે આજે તા.10મી એપ્રિલ 2019ના રોજ સાંજે પાંચ કલાકે અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે.

ભારે હૈયે રાજીનામું આપતા અલ્પેશ ઠાકોરે રાજીનામા પત્રમાં કહ્યું હતું કે તેની સાથે હળાહળ અન્યાય થયો છે અને તેની અનુભૂતિ કરી રહ્યો છે.

અલ્પેશનો રાજીનામા પત્ર આ મુજબ 

April 10, 2019
modiudhav.png
1min6710

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે એકબીજાના હાથ પકડીને સ્ટેજ પર પ્રવેશ કર્યો હતો. લાતુર અને ઉસ્માનાબાદના યુતિના ઉમેદવારની સંયુક્ત ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ મરાઠી ભાષામાં શરૂઆત કરી હતી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પોતાના નાના ભાઈ તરીકે સંબોધ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી અને સિદ્ધેશ્ર્વર મહારાજ તથા આઈ તુળજાભવાનીના આશીર્વાદ સાથે મહારાષ્ટ્રની પુણ્ય ભૂમિને નમન કરતા તેમણે મારા નાના ભાઈ ઉદ્ધવ ઠાકરે એવું સંબોધન કર્યું હતું.

મોદીએ કૉંગ્રેસ પર જોરદાર હુમલો કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસે હિન્દુ હૃદયસમ્રાટ એવા બાલાસાહેબ ઠાકરેનું નાગરિકત્વ છીનવીને મતદાનના અધિકારથી વંચિત રાખ્યા હતા તેને કોઈ ભૂલશે નહીં.

કૉંગ્રેસ અને પાકિસ્તાનના વિચાર અને નિવેદન એકસરખા છે. આપણા સુરક્ષા જવાનોએ પાકના આતંકી કેમ્પ પર બે વાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. દરેક વખતે કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ પુરાવા માગ્યા હતા. જવાનોનું મનોબળ તોડે એવા રોજ નિવેદન કરાય છે. કૉંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં પણ રાષ્ટ્રદ્રોહનો કાનૂન નાબૂદ કરવા તથા સુરક્ષા દળોને પાવર ઘટાડવા જણાવ્યું છે. આવા લોકોની ચૂંટણીમાં ડિપોઝિટ જાય એ માટે જનતાને હાકલ કરી હતી.

પ્રથમવાર મતદાન કરનારાએ તેમનો વોટ બાલાકોટમાં આતંકી કેમ્પનો ખાતમો બોલાવનાર વીર જવાનોને સમર્પિત કરવો જોઈએ, એમ મોદીએ કહ્યું હતું. કૉંગ્રેસના નેતાઓને કારણે પાકિસ્તાનનું સર્જન થયું હતું. કૉંગ્રેસ આવશે તો ભ્રષ્ટાચાર ફરીથી ફૂલશે-ફાલશે. કૉંગ્રેસના ઘરેથી કરોડો રૂપિયા ચૂંટણી સમયે જપ્ત કરાયા છે, જે દર્શાવે છે કે કૉંગ્રેસની સંસ્કૃતિ કેવી છે. ખરા ચોર કોણ છે તે તમને ખબર પડી ગઈ છે.

કૉંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા એકસરખી છે. આવા લોકોને દેશની સત્તા આપી શકાય એવો પ્રશ્ર્ન તેમણે કર્યો હતો. ભાજપે સંકલ્પપત્રમાં જણાવ્યું છે કે દેશની સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ, આતંકવાદ નાબૂદી માટે તેઓ પ્રતિબદ્ધ છે. વંશવાદ ચલાવતા કૉંગ્રેસે બાલાસાહેબ ઠાકરે પરિવાર પાસેથી શીખવા જેવું છે, જેમણે સરકારમાં કોઈ હોદ્દો સ્વીકાર્યો નહોતો. મોદીએ એનસીપીના વડા શરદ પવાર પર હુમલો કરતા કહ્યું હતું કે ભાગલાવાદી પરિબળો સાથે પવાર ઊભા છે તે શોભતું નથી.

જમ્મુ-કાશ્મીરના ઉમર અબ્દુલ્લા અલગ વડા પ્રધાનની માગણી કરી રહ્યા છે તેવા લોકો સાથે પવાર ઊભા છે તે આશ્ર્ચર્ય જન્માવે છે. મરાઠા સ્ટ્રોંગમેન નબળા મનના લોકોની પડખે કેમ છે? એ પ્રશ્ર્ન પૂછ્યો હતો. સંયુક્ત રેલીને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ પણ સંબોધી હતી. કેન્દ્રના કડક પગલાંથી કાશ્મીરમાં દહેશતવાદ ઘટ્યો છે. પડોશી દેશ કૂણા પડ્યા છે.

April 6, 2019
cash.jpg
1min6750

આચારસંહિતા લાગુ થયા બાદ અત્યારસુધીમાં 1618 કરોડ રૂપિયાની રોકડ, દારૂ, ડ્રગ્સ અને અન્ય કિંમતી સામાન ઝડપાયો
નવી દિલ્હી, તા. 5 : ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2019ના કાર્યક્રમની ઘોષણા અને આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 1618 કરોડ રૂપિયાની સંદિગ્ધ રોકડ, શરાબ, ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત કર્યો છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે 4 એપ્રિલ સુધીમાં જ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે 1618.78 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે. જેમાંથી 399.50 કરોડ રૂપિયા તો માત્ર રોકડ છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન 303 કરોડ રૂપિયાની રોકડ અને સામગ્રી જપ્ત થઈ હતી.’ જ્યારે આ વખતે પહેલા તબક્કાના મતદાન પહેલા જ 2014નો રેકોર્ડ તુટી ગયો છે. ચૂંટણી પંચ તરફથી જારી કરવામાં આવેલી જાણકારી પ્રમાણે 4 એપ્રિલ સુધીમાં થયેલી કાર્યવાહી દરમિયાન 399.50 કરોડ રોકડ, 708.55 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, 162.89 કરોડનો શરાબ, 318.49 રૂપિયાની મોંઘી ધાતુઓ અને 29.34 કરોડ રૂપિયાની અન્ય વસ્તુ સામેલ છે.
April 4, 2019
mayawati.jpg
1min10860

વડા પ્રધાન બનવાની પોતાની મનસા જાહેર કરતા બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના સુપ્રીમો માયાવતીએ બુધવારે જણાવ્યું હતું કે તેમને જો તક મળશે તો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનવાના તેમના અનુભવને તેઓ કામે લગાડીને કેન્દ્રમાં તેઓ ‘ઉત્તમ સરકાર’ આપશે.

તેઓ ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બની ચૂક્યા છે.

‘મારી પાસે ઘણો અનુભવ છે. મારા આ અનુભવને કામે લગાડીને હું લોકોના કલ્યાણ માટે કામ કરીશ,’ એમ અત્રેની એક કોન્ફરન્સમાં બોલતા માયાવતીએ જણાવ્યું હતું.

તમને વડા પ્રધાન બનવાનું ગમશે કે? એવા એક સવાલના જવાબમાં જોકે માયાવતીએ જણાવ્યું હતું કે 23મી મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ પરિસ્થિતિ સાફ થશે. આંધ્ર પ્રદેશમાં બીએસપી જનસેના, સીપીઆઇ અને સીપીઆઇ (એમ) સાથે ગઠબંધન કરીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની છે અને આ ગઠબંધનના ભાગરૂપે રાજ્યની વિધાનસભાની કુલ 175માંથી 21 બેઠક માટે અને લોકસભાની કુલ 25માંથી ત્રણ બેઠક માટે પોતાના ઉમેદવાર ઊભા રાખશે.

‘લોકોને બદલાવ જોઇએ છે. તેઓને કેન્દ્રમાં એવી સરકાર જોઇએ છે જે લોકોના કલ્યાણ માટે કામ કરે, એમ જણાવતા માયાવતીએ કહ્યું હતું કે 2014ની ચૂંટણીમાં કુલ મત મેળવવામાં તેમનો પક્ષ ત્રીજા ક્રમાંકે હતો.

દેશમાં ત્રીજા મોરચાની જરૂર છે? એવા સવાલના જવાબમાં માયાવતીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ જ આ વિશે સ્પષ્ટતા થઇ શકે છે. ‘2014ની ચૂંટણીમાં ભાજપે મોટા મોટા વચનોની લહાણી કરી હતી, પરંતુ જેને નિભાવવામાં તેઓ નિષ્ફળ ગયા હતા અને તેથી લોકોનું ધ્યાન બીજા મુદ્દાઓ પર દોરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો,’ એમ માયાવતીએ જણાવ્યું હતું.

કૉંગ્રેસ માટે બોલતા તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ લાંબો સમય સુધી સત્તામાં રહી હતી, પરંતુ લોકોને આપેલા વચનોની પૂર્તિ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને ભાજપે બાજી મારી લીધી હતી.

April 3, 2019
ashok_adhewada_mp.jpg
1min17090

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તાર કે જેને ભાજપાનો ગઢ માનવામાં આવે છે અને કાશીરામ રાણી અને એ પછી દર્શના જરદોષ વિક્રમી સરસાઇથી જીત્યા છે. દર્શના જરદોષ માટે કહેવાય છે કે ભારતમાં ઇન્દીરા ગાંધી હાઇએસ્ટ અને એ પછી બીજા નંબરની સૌથી વધુ સરસાઇ ધરાવતા મહિલા સાંસદનું શ્રેય સુરતની બેઠક પરથી ધરાવી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસે મૂળ સૌરાષ્ટ્રવાસી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અશોક અધેવાડા (સાસપરા)ને ટિકીટ આપી છે. જોકે, મિડીયા અહેવાલો મુજબ હજુ તેમને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જ ગણાવાય રહ્યા છે કેમકે કોંગ્રેસના ઉમેદવારનો સત્તાવાર મેન્ડેટ હજુ સુધી તેમની પાસે પહોંચ્યો નથી.

 

અશોક અધેવાડાના ફેસબુક વોલ પર નજર કરી તો જાણવા મળ્યું કે તેમનો જન્મદિન તા.23મી મે 1973 છે. આ વખતે 2019માં 23મી મે ભારતમાં લોકસભાની ચૂંટણીની દેશવ્યાપી મતગણના યોજવાની છે. અને 23મી મે 2019ના રોજ કોંગ્રેસી ઉમેદવાર અશોક અધેવાડા તેમનો 46મો જન્મદિન પણ મનાવશે. હવે આ જન્મદિને તેમને ગુડ ન્યુઝ મળે છે કે બેડ ન્યુઝ એ તો સમય બતાવશે.

સુરત બેઠકના કોંગી ઉમેદવાર અશોક અધેવાડાની ફેસબુક વોલ પર આ ફોટો છે જે વર્તમાન સમયમાં સૂચક છે. એક તરફ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે સ્થાનિક નેતાઓમાં કોઇ તૈયાર ન હતું. કોંગ્રેસના વિપક્ષી નેતા પપનભાઇ તોગડીયાએ પણ કહેવાય છે કે ચૂંટણી લડવાની ઓફર ફગાવી દીધી હતી, એવા સમયમાં અશોક અધેવાડાએ હા પાડી અને તેમને ટિકીટ મળી છે. કોંગ્રેસીઓ એવું માની રહ્યા છે કે સુરત બેઠક પર પરીણામ કોંગ્રેસની ફેવરમાં આવે તેવું કોઇ પરિબળ કામ કરી રહ્યું નથી.

સંસદમાં તો ક્યારના પહોંચી ચૂક્યા છે અશોકભાઇ અધેવાડા

તસ્વીર અશોકભાઇ સાસપરાના ફેસબુક અકાઉન્ટની છે. તેઓ હાલમાં સાંસદ બનવા માટેની ચૂંટણી લડી રહ્યા છે. સાંસદ બનીને જ્યાંથી દેશ ચલાવવાનો હોય છે એ સંસદ ભવનમાં તેઓ અગાઉ મુલાકાતે ગયા હતા, એ વેળાની મેમોરેબલ તસ્વીર

April 2, 2019
congress_manifesto.jpg
1min582

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ ભારત સાથે અણગમો લાગે છે, ચંદ્રાબાબુ નાયડુ સાથે ફાવ્યું નહીં, કર્ણાટકમાં ભાજપ ફાવી નહીં, દક્ષિણના રાજ્યોમાં મુલાકાતો પણ ઓછી અને પ્રોજેક્ટ પણ ઓછા

મંગળવાર તા.2જી એપ્રિલના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ કોંગ્રેસનો મેનીફેસ્ટો જાહેર કરવા સાથે અનેક બાબતોના સ્પષ્ટીકરણ આપ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે કયા કારણોથી તેમણે વાયનાડ બેઠક પસંદ કરી તેની સ્પષ્ટતા કરી હતી. બીજી લોકસભા બેઠક પરથી લડવા અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘વડાપ્રધાનને દક્ષિણ ભારતથી અણગમો હોય તેમ અહીંના લોકો અનુભવી રહ્યા છે. તેમને લાગે છે કે દેશના મહત્વના નિર્ણયોમાં તેમને સ્થાન મળતું નથી. હું તેમને સંદેશ આપવા માંગુ છું કે હું તેમની સાથે છું.’

રાહુલ ગાંધીએ એ બાબતે અંગુલી નિર્દેશ કરીને ભાજપને ઘેર્યું છે કે દક્ષિણ ભારત સાથે ભાજપા કે મોદીને ફાવતું નથી. દક્ષિણના રાજ્યો માટે કોઇ ખાસ પ્રોજેક્ટ નથી આપ્યા જેટલા ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરના રાજ્યોને આપ્યા છે.

વાયનાડ બેઠક રાજકીય દ્રષ્ટિકોણથી ઘણી મહત્વની છે અને તે કર્ણાટક, તામિલનાડુ અને કેરળ એમ ત્રણ રાજ્યોને જોડતી બેઠક છે. વાયનાડ એક ગ્રામ્ય જીલ્લો છે જ્યાં કોંગ્રેસ મજબૂત પકડ ધરાવે છે. નવા સીમાંકન બાદ 2008માં મલ્લપુરમ, કોઝીકોડ અને કન્નુરમાંથી આ બેઠક અસ્તિત્વમાં આવી છે.

આ સાથે દક્ષિણ ભારતમાંથી લોકસભા બેઠક પસંદ કરનારા કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારના ત્રીજા નેતા બન્યા છે. અગાઉ ઈન્દિરા ગાંધીએ 1978માં કર્ણાટકના ચિકમંગલુર બેઠકથી ચૂંટણી લડી હતી. ત્યારબાદ 1998માં બેલારીથી સોનિયા ગાંધી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા.

April 2, 2019
hardik1-1280x720.jpg
1min8650

હાર્દિક પટેલનો કેસ ઇમરજન્સી હિયરીંગને લાયક ન ગણ્યો સુપ્રીમ કોર્ટે, ઇમરન્સી હિયરીંગ નહીં થાય, ગુજરાતમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદત તા.4 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધીની જ

લોકસભા લડવા હાર્દિક સુપ્રીમ કોર્ટ રજૂઆત કરી હતી કે ચૂકાદામાં ગુજરાત હાઇકોર્ટએ ઉતાવળ કરી હતી

પાટીદાર નેતામાંથી  કોંગ્રેસ નેતા બનેલા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડી શકે તે માટે ગુજરાત હાઇકોર્ટે આપેલા ચૂકાદાને પડકારતી એક પીટીશન સુપ્રીમ કોર્ટમાં કરી હતી. મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેસની તાત્કાલિક સુનાવણી માટે માગણી કરવામાં આવી હતી. પરંતુ, મળેલી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની સાફ ના પાડી દીધી હતી. એવું મનાય છે કે હવે ચૂંટણી લડવાની હાર્દિકની મનની મનમાં રહી જશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવાની પ્રક્રિયાની અંતિમ મુદત તા.4 એપ્રિલ 2019ના રોજ બપોરે ત્રણ કલાક સુધીની જ છે.

હાર્દિક પટેલ પર વિસનગર હિંસા કેસમાં સજા ફટકારવામાં આવી છે. આ સજા પર સ્ટે મૂકવાની માગણી અગાઉ કરવામાં આવી હતી. પરંતુ, ગુજરાત હાઇકોર્ટે હાર્દિકની માગણી ફગાવી દીધી હતી. પરીણામે હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો, ચૂંટણી લડવા માટેની તેની આ છેલ્લી આશા હતી. જેના પર સુપ્રીમ કોર્ટે સાફ ના પાડી દીધી છે.

વિસનગર કેસની સજા પર સ્ટે ન મૂકાય તો લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓ પ્રમાણે હાર્દિક લોકસભા ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે.

ધારાસભ્યની ઑફિસમાં કરેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ લોકસભાની ચૂંટણી લડવા માટે હુકમની સામે સ્ટે માગવામાં આવ્યો હતો.

 

April 1, 2019
mohan_kundaria.jpg
1min6220
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ રાજકોટના વર્તમાન સાંસદ અને આગામી લોકસભા માટે ભાજપના રીપીટ ઉમેદવાર એવા મોહન કુંડારીયાનો પાક વીમાના મુદ્દે પૂછાયેલા પ્રશ્ન સબબનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પાક વીમાનો પ્રશ્ન પૂછાતા સાંસદ ખુરશી પરથી ઉભા થઈને જતા રહેતા હોવાનું દેખાય છે. આ વિડીયોએ અનેક ચર્ચા જગાવી છે ત્યારે તે વિડીયો ચાર વર્ષ જુનો હોવાનું સાંસદ કુંડારીયા જણાવી રહ્યા છે.
વિડીયોમાં જણાઈ રહ્યું છે કે એક યુવક સાંસદને કપાસ સહિત પાક વીમા મુદ્દે પ્રશ્ન કરે છે ત્યારે કુંડારીયા કહે છે કે આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરો. પાક વીમો આપવાની જવાબદારી સરકારની છે, તમારા ધારાસભ્યની આ જવાબદારી છે. સાંસદના આ જવાબથી નારાજ થઈને યુવક કહે છે કે ‘આ તમારી રીત છે જવાબ આપવાની ?’ જેથી સાંસદ કહે છે કે ‘તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઈને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થીયરી જ ખોટી  હતી.’ આ વાતચીત બાદ મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઈને ત્યાંથી જતા રહે છે.
મોહન કુંડારીયા કહે છે વિડીયો ચાર વર્ષ જૂનો છે
સાંસદ મોહન કુંડારીયાએ વાત કરતા જણાવ્યું હતું કે ‘એ વિડીઓ ચાર વર્ષ જુનો છે. વાંકાનેરના કલાવડી નજીક પ્રતાપગઢનો છે. અમે યાત્રા લઈને ત્યાં ગયા હતા. અત્યારે કોંગ્રેસ પાસે મારી વિરુઘ્ધ કોઈ મુદ્દા નથી એટલે નેગેટીવ પ્રચાર કરે છે.’ નોંધનીય છે કે ચૂંટણીના સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીઓએ ખાસ્સી ચર્ચા જગાવી છે.
March 29, 2019
hardik.jpg
1min5670

 ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા અને સામાજિક આંદોલનમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા બનેલા હાર્દિક પટેલ પર રાયોટિંગ, રાષ્ટ્રધ્વજનું અપમાન, રાજદ્રોહ, જાહેરનામાના ભંગ સહિતની 25થી વધુ એફઆઈઆર નોંધાયેલી છે અને કેસ પણ ચાલી રહ્યા છે. એ દરમિયાન ગુજરાત હાઇકોર્ટ પાસે એક ગુનામાં ફટકારાયેલી સજા સસ્પેન્ડ કરવાની અરજી સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો છે. લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટો આંચકો આપ્યો છે. હાર્દિકને વિસનગર કોર્ટે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ અને આગચંપી કરવાના કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે, આ સજાની સામે હાર્દિક પટેલએ ગુજરાત હાઈકોર્ટમાં સજાને સસ્પેન્ડ કરવા અપીલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.

ગુજરાત કોર્ટે હાઇ સેન્સિટીવ બનેલા કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે, નીચલી કોર્ટે જે તથ્યો અને પુરાવાને આધારે ચુકાદો આપ્યો છે તેને ગેરલાયક ઠેરવી શકાય તેમ નથી. હાઈકોર્ટે આ ચુકાદો આપ્યા બાદ હવે હાર્દિક પટેલ પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો એકમાત્ર વિકલ્પ બાકી બચ્યો છે. જો સુપ્રીમ કોર્ટે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ મુદત તા.4 એપ્રિલ 2019  પહેલા ચુકાદો ન આપ્યો તો હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડવાથી વંચિત રહી જશે.

હાર્દિક પટેલ સામે રાજ્ય સરકારે પણ ગુજરાત કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે, હાર્દિકને જો સમાજસેવા જ કરવી હોય તો તેના માટે ચૂંટણી લડવાની જરુર નથી. સરકાર તરફે એવી પણ રજૂઆતો થઇ કે હાર્દિક પટેલએ પોતે કાયદાઓનો ભંગ કર્યો છે તે સંજોગોમાં તેને કાયદાને ઘડનારા પ્રજાના પ્રતિનિધિત્વ બનવાની મંજૂરી આપી શકાય નહીં.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ હાર્દિક પટેલએ નીચે મુજબનો સંદેશો ટ્વીટ કર્યો હતો

હાર્દિક પટેલે બીજી ટવીટ તરત જ કરી હતી

March 27, 2019
ghan_lakhani.jpg
1min41260

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાની ટિકીટ કોને મળશે એ વાતો ભારે ચર્ચાઓ થઇ રહી છે પરંતુ, કોંગ્રેસે ચૂપકીદીથી એવા મજબૂત ઉમેદવારને શોધી કાઢ્યો છે કે જો કોંગ્રેસ એ મજબૂત ઉમેદવાર નામે લોક કલાકાર, ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા સવજીભાઇ ધોળકીયા, એસ.આર.કે.ના ગોવિંદ ધોળકીયા સમેત અનેક ઉદ્યોગપતિ પરિવારો માટે આ ચૂંટણી મોટું ધરમસંકટ પુરવાર થશે. એટલું જ નહીં પરંતુ, જો કોંગ્રેસ આ લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને સુરતમાંથી ઉતારશે તો ભાજપ માટે આ બેઠક પરથી લીડથી જીતવાની વાત તો દૂર રહી પરંતુ, બરાબરીના ખેલ બરાબર બની રહે તેમ છે.

અહીં અમે કેટલાક ફોટા રજૂ કરી રજૂ કરી રહ્યા છે જેને જોઇને વાચકો જાતે જ નક્કી કરી લેશે કે લોક કલાકાર ઘનશ્યામ લાખાણી સુરતના એવા કયા ઉધોગપતિઓ સાથે ઘરોબો ધરાવે છે જેઓ નરેન્દ્ર મોદીના ખાસ હોવાની વાતો ચાલી રહી છે.

એસ.આર.કે.ના ગોવિંધ ધોળકીયા સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર ઘનશ્યામ લાખાણી અત્યંત નજીદીકી સંબંધો ધરાવે છે. તાજેતરમાં ચૂંટણીને લઇને કહેવાય છે કો ગોવિંદ ધોળકીયાના ફાર્મ હાઉસ પર જ ઘનશ્યામ લાખાણી અને તેમના શુભેચ્છકોએ એક મોટી મિટીંગ કરી હતી. ભાજપમાં આ વાતને લઇને ભારે ચર્ચા ચાલી નીકળી છે.

લોક કલાકાર અને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણી સાથે ગોવિંદ ધોળકીયાની સેલ્ફી તેમના સંબંધોની પ્રતીતિ કરાવી જાય છે.

સુરત ભાજપામાંથી ટિકીટ માંગનાર મહેશ સવાણી સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લખાણીની આ તસ્વીરો હાલના સમય માયે પ્રસ્તુત થઇ પડે છે

(તો બન્ને ગાઢ મિત્રો ભાજપ અને કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર બની શકે)

(મહેશ સવાણીની આ પ્રકારની સેલ્ફી કયા મિત્ર સાથે હોઇ શકે )

(વરાછા ભાજપાના કદાવર નેતા સુરતના માજી મેયર કનુભાઇ માવાણી સાથે ઘનશ્યામ લાખાણી કે જે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે)

ટોચના સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓમાં ગણના પામતા લવજી બાદશાહ સાથે ઘનશ્યામ લાખાણી

કહેવાનું તાત્પર્ય એ છે કે લોક કલાકાર, ડાયરાના કલાકાર હોવાના નાતે ઘનશ્યામ લાખાણીની પ્રોફાઇલ કોઇ પ્રાદેશિક રાજકીય નેતા કરતા વધુ મજબૂત છે, લોકપ્રિયતાના કારણે સુરત સમેત સૌરાષ્ટ્રના લગભગ દરેક મોટા માણસો, સેલિબ્રિટીઓ, સાધુ સંતોમાં ઘનશ્યામ લાખાણી લાડીલા છે. મોરારીબાપૂ સમેત અનેક મોટા સંતો, ડાયરાના સુપર સ્ટાર માયા આહિર સમેતના અત્યંત લોકપ્રિય લોકો ઘનશ્યામ લાખાણી સાથે છે. એથી વિશેષ સૌરાષ્ટ્રના લોકો પણ ઘનશ્યામ લાખાણીના મોટા ફેન છે. યુ ટ્યુબ પર ઘનશ્યામ લાખાણીના વિડીયોઝને લાખો વ્યુઅર્સ મળે છે એ દર્શાવે છે કે તેઓ કેટલાક લોકપ્રિય છે.

જાહેરમાં નહીં તો અંદર ખાને પણ ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનની મદદ મળે જ

આવા સંજોગોમાં જો કોંગ્રેસ ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા ધોળકીયા પરિવાર, ધોળકીયા બંધુઓ મોટા ધરમસંકટમાં મૂકાય એમાં બે મત નથી. આ બન્ને પરિવારો ન તો મોદીની નારાજગી વહોરી શકે ન તો ઘનશ્યામ લાખાણીથી કિનારો કરી શકે. જો એવું હોત તો તાજેતરમાં ગોવિંદભાઇના ફાર્મમાં ઘનશ્યામ લાખાણીની ઉમેદવારીને લઇને મિટીંગ જ ન યોજાઇ હોત. ધોળકીયા પરિવાર ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રના અનેક દિગ્ગજો જાહેરમાં નહીં તો અંદર ખાને તો કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનથી મદદ કરતા જોવા મળશે જ.

તો સુરત ભાજપ માટે સેફ સીટ નહીં પણ બરાબરીના જંગવાળી બની રહેશે

(સુરત બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર-ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણી)

જો કોંગ્રેસ દર વખતની જેમ ઉમેદવાર આ વખતે પણ ઉમેદવારની પસંદગીમાં દાટ નહીં વાળે અને સુરતની બેઠક પર લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો સુરતની બેઠક જેને ભાજપા સેફ સીટ માની રહી છે એ બેઠક પર બરાબરીનો જંગ જરૂર જોવા મળે. સુરત બેઠક સૌરાષ્ટ્રવાસી વર્સીસ ઓલના જંગમાં ફેરવાય જાય તેમ છે. કેમકે ઘનશ્યામ લાખાણીની લોકપ્રિયતા અને તેમનું નેટવર્ક એવું છે કે તેમના માટે સૌરાષ્ટ્રથી મોટા ભાગના સેલિબ્રિટીઝ સુરત પ્રચાર કરવા માટે આવશે. ભાજપા સાથે નજદીકીયા ધરાવતા નેતાઓ પણ અંદર ખાને તો ઘનશ્યામ લાખાણીને સપોર્ટ કરે તેમ છે.