CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 38 of 53 - CIA Live

June 5, 2019
Dirty-Politics.jpg
1min5600

ઉત્તર પ્રદેશમાં બીએસપી અને એસપી વચ્ચે ‘મહાગઠબંધન’માં ભંગાણ પડ્યું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની 11 પેટા ચૂંટણીમાં બંને પક્ષ દરેક બેઠક પર પોતપોતાના પક્ષના ઉમેદવાર ઊભા રાખશે તેવું બંને નેતાએ જાહેર કર્યું હતું. બીજી બાજુ એનડીએમાં પણ નીતીશકુમાર ‘કંઈક’ યોજના ઘડી રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. એનડીએ (દ્વિતીય)ના પ્રધાન મંડળમાં એક જ મંત્રાલયની ઓફર મળતા છંછેડાયેલા નીતીશકુમારે બિહાર પ્રધાન મંડળના વિસ્તરણમાં જનતા દળ (યુ)ના આઠ નેતાનો સમાવેશ કર્યો હતો અને ભાજપને ફક્ત એક બેઠકની ઓફર કરી હતી.

બિહારમાં વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળના નેતા રઘુવંશપ્રસાદ સિંહે નીતીશકુમારને ભાજપ વિરોધી મંચમાં જોડાવાનું આડકતરું આમંત્રણ આપતા કહ્યું હતું કે ‘તમામ બિન ભાજપ પક્ષોએ એક મંચ પર ભેગા થઈ રાષ્ટ્રીય વિકલ્પ તૈયાર કરવો જોઈએ. અમને કોઈ પણ પક્ષ તેમાં જોડાય તેમાં અમને વાંધો નથી.’

દરમિયાન જમ્મુકાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ મંગળવારે વિધાનસભાની આગામી ચૂંટણી એકલે હાથે લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને કૉંગ્રેસ સાથે જોડાણ તોડવાનો નિર્ણય કર્યો હતો. કર્ણાટકમાં પણ કૉંગ્રેસ-જેડી(એસ) જોડાણ તૂટવાના ભણકારા થવા લાગ્યા છે. મંગળવારે જનતા દળ (સેક્યુલર)ના કર્ણાટક એકમના પ્રમુખ એચ. વિશ્ર્વનાથે પદ પરથી રાજીનામું આપ્યું હતું.

માયાવતીએ મંગળવારે એક પત્રકારપરિષદમાં જાહેર કર્યું હતું કે અમે ઉત્તર પ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણીની બેઠક પર એકલે હાથે લડીશું સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે ‘જો આપણા રસ્તા જુદા થઈ રહ્યાં છે અમે તેનું સ્વાગત કરીએ છીએ. જોડાણનો અંત આવશે તો અમે બધી 11 બેઠક પર સપાના ઉમેદવારોને ચૂંટણી લડાવીશું.

June 1, 2019
sansad.jpeg
1min6290

સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે અને 26 જુલાઇ સુધી ચાલશે, જેમાં પાંચમી જુલાઇએ બજેટ રજૂ કરવામાં આવશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી. સંસદના સત્રની તારીખની ચર્ચા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની પ્રથમ કેબિનેટ મીટિંગમાં 31 મેના રોજ કરવામાં આવી હતી. વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ એ સમયના નાણાં પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા પહેલી ફેબ્રુઆરી, 2019ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.

May 31, 2019
modi_govt.jpg
1min6560

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૬૮ વર્ષીય નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદની બીજી મુદત માટે ગુરુવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મોદીની સાથેે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન, નીતિન ગડકરી સહિત અનેક પ્રધાને પણ શપથ લીધા હતા.

મોદીના પ્રધાનમંડળમાં ૨૪ કેબિનેટ કક્ષાના છે, જ્યારે એટલા જ પ્રધાન રાજ્ય કક્ષાના છે. રાજ્ય કક્ષાના નવ પ્રધાનને સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરનો પ્રધાનમંડળમાં સમાવેશ થતાં કેટલાકને આશ્ર્ચર્ય થયું હતું.

નવા કેન્દ્રીય પ્રધાનમંડળમાં ડી. વી. સદાનંદ ગોવડા અને રામ વિલાસ પાસવાનનો પણ સમાવેશ થાય છે.

અગાઉની મોદી સરકારમાંના કેન્દ્રીય પ્રધાનો સુષમા સ્વરાજ, રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને મેનકા ગાંધીને નવા પ્રધાનમંડળમાંથી હાલમાં બાકાત રખાયા છે.

મોદી પોતાના પ્રધાનમંડળમાં કુલ ૮૦ પ્રધાન રાખી શકે છે. બંધારણમાંની જોગવાઇ મુજબ વડા પ્રધાન સહિત કેન્દ્રીય પ્રધાનમંડળમાંના પ્રધાનોની કુલ સંખ્યા લોકસભાના કુલ (૫૪૩) સભ્યમાંના ૧૫ ટકા સુધી રાખી શકાય છે.

નવા કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્ય તરીકે શપથ લેનારા અન્ય નેતાઓમાં નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરતકૌર બાદલ, થાવરચંદ ગેહલોત, રમેશ પોખરિયાલ, અર્જુન મુંડા, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નક્વી, પ્રહ્લાદ જોશી, મહેન્દ્રનાથ પાણ્ડેય અને ગિરિરાજ સિંહનો સમાવેશ થાય છે.

મોદીના પ્રધાનમંડળમાંના નવ રાજ્ય કક્ષાના પ્રધાનને સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

અરવિંદ સાવંત અને ગજેન્દ્રસિંહ શેખાવતનો કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો હતો.

નિત્યાનંદ રાય, રતનલાલ કટારિયા, વી. મુરલીધરન, રેણુકાસિંહ સરુતા અને સોમ પ્રકાશે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.

મોદી સરકારમાં ૨૪ કેબિનેટ પ્રધાન છે.

સંતોષ ગંગવાર, રાવ ઇન્દ્રજિત, શ્રીપાદ નાયક અને જિતેન્દ્ર સિંહને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

કિરણ રિજીજુ, પ્રહ્લાદસિંહ પટેલ, આર. કે. સિંહ, હરદીપસિંહ પુરી અને મનસુખલાલ માંડવિયાને પણ સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

ફાગણસિંહ કુલહસ્તે, અશ્ર્વિની ચૌબે, અર્જુન મેઘવાલ, વી. કે. સિંહને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે.

કૃષ્ણપાલ ગુર્જર, રાવસાહેબ દાનવે, જી. કૃષ્ણ રેડ્ડી, પુરુષોત્તમ રૂપાલા અને રામદાસ આઠવલે પણ રાજ્ય કક્ષાના પ્રધાન છે.

નિરંજન જ્યોતિ, બાબુલ સુપ્રિયો, સંજીવ બલયાન, સંજય ધોત્રે, અનુરાગ ઠાકુર અને સુરેશ આંગડીએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

રામેશ્ર્વર તેલી, પ્રતાપચંદ્ર સારંગી, કૈલાસ ચૌધરી અને દેવશ્રી ચૌધરીને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે.

May 30, 2019
modi_shah.jpg
1min5230

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના ગુરુવારે યોજાનારા શપથવિધિ સમારંભમાં દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના અંદાજે 8,000 મહેમાન હાજર રહેવાના છે.

રાષ્ટ્રપતિભવનના પ્રવક્તા અશોક મલિકે બુધવારે જણાવ્યું હતું કે ગુરુવારે રાતે 7 થી 8.30 વાગ્યા સુધી યોજાનારા શપથવિધિ સમારંભમાં આટલી મોટી સંખ્યામાં કદાચ સૌપ્રથમ વખત મહેમાનો હાજર રહેવાના છે. ભોજન સમારંભ રાતે 9 વાગ્યે શરૂ થશે.

રાષ્ટ્રપતિભવનના ફોર કૉર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ મોદી અને પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ સ્થળે મોદી બીજી વખત શપથ લેશે.

સ્પૉટર્સ ક્ષેત્રના રાહુલ દ્રવિડ, સાઇના નેહવાલ, પી. ટી. ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, પુલેલ્લા ગોપીચંદ, દીપા કરમાકર, ફિલ્મ ક્ષેત્રના રજનીકાંત, શાહરુખ ખાન, કંગના રનોટ, સંજય ભણસાલી, કરણ જોહર, ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજય પિરામલ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ ક્રિશ્ર્ચિયન લેગાર્ડ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ગેટ્સને આમંત્રણ અપાયું છે.

મોરિશસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ, કિર્ગીઝસ્તાનના પ્રમુખ સૂરોનબય જીનબેકોવ, બંગલાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ, શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેના, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી, મ્યાનમારના પ્રમુખ યુ. વિન મિન્ટ, ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

શપથવિધિ સમારંભ આશરે 90 મિનિટ ચાલશે અને તે પછી મહેમાનોને રાત્રિભોજન પીરસાશે.

રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજાનારા ભોજન સમારંભમાં ‘દાળ રાયસીના’, પનીર ટીક્કા, રાજભોગ, લેમન ટાર્ટ સહિત અનેક વાનગીઓ હશે. ભોજનની પહેલાં નાસ્તો પણ અપાશે. દાળ રાયસીનાની મુખ્ય સામગ્રી લખનઊથી લવાઇ છે.

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનમોહન સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મોદીના શપથવિધિ સમારંભમાં ગેરહાજર રહેવાની જાહેરાત કરી હતી.

દક્ષિણના ફિલ્મ અભિનેતાઓ – રજનીકાંત અને કમલ હસન પણ આ સમારંભમાં હાજર રહેવાના છે.

નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની 30મી મેએ યોજાનારી શપથવિધિમાં બંગલાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડનો સમાવેશ કરતા સંગઠન – બૅ ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફૉર મલ્ટિ-સૅક્ટરલ ટૅક્નિકલ એન્ડ ઇકૉનૉમિક કૉઑપરેશન (બીઆઇએમએસટીઇસી)ના સભ્ય દેશના વડાઓ, શાંઘાઇ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશનના હાલના વડા કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશસના વડા પ્રધાન સહિત વિદેશના અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ નથી અપાયું.

બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના આ સમય દરમિયાન અન્ય ત્રણ વિદેશની યાત્રાએ જવાના હોવાથી તેઓ મોદીના શપથવિધિ સમારંભમાં હાજર રહી નહિ શકે.

બંગલાદેશના મુક્તિસંગ્રામને લગતી બાબતોના પ્રધાન એ. કે. એમ. મોઝામ્મેલ હક મોદીના શપથવિધિ સમારંભમાં બંગલાદેશ સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.

May 26, 2019
modi_president.jpg
1min9290

એનડીએના નેતા ચૂંટાયા પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીની વડા પ્રધાનપદે નિમણૂક કરી હતી અને તેમના પ્રધાનમંડળનો અને શપથવિધિની તારીખનો નિર્ણય કરવા જણાવ્યું હતું. આ અગાઉ ભાજપના પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, પ્રકાશસિંહ બાદલ, નીતિશકુમાર, રામવિલાસ પાસવાન, સુષમા સ્વરાજ, ઉદ્ધવ ઠાકરે, નીતિન ગડકરી કે પલાની સ્વામી, કોનરાડ સંગમા અને નેઈકિયૂ રિયો રાષ્ટ્રપતિને મળ્યા હતા અને એનડીએના ઘટકદળોમાં સોંપેલા સમર્થનપત્ર તેમને સોંપ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએની શનિવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકમાં એનડીએના તમામ ચૂંટાયેલા સંસદસભ્યો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું કે “353 સંસદ સભ્યોએ સર્વાનુમતે મોદીને સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે.

આ અગાઉ ભાજપના સંસદીય દળના નેતા તરીકે મોદીને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. જનતા દળ (યૂ)ના નીતિશકુમાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના પ્રકાશસિંહ બાદલ સહિત એનડીએના ટોચના નેતાઓએ તેમના પક્ષનું મોદીને સમર્થન જાહેર કર્યું હતું. મંચ પર એનડીએના તમામ નેતાઓ અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર રહ્યા હતા.

અમિત શાહે મોદીના નામની દરખાસ્ત રજૂ કરી હતી અને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું.

May 25, 2019
modi111.jpg
1min13010

લોકસભાની ચૂંટણીમાં ઝળહળતા વિજય બાદ ભાજપાએ કેન્દ્રમાં NDA એ નવી સરકાર રચવાના ભાગરૂપે તા.25મી મે ને શનિવારે દિલ્હીમાં સંસદીય દળની બેઠક યોજી હતી.

આ બેઠકમાં એન.ડી.એ.ના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામની ઔપચારિક દરખાસ્ત રજૂ કરી હતી. અમિત શાહની દરખાસ્તને રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ સમર્થન જાહેર કર્યું હતું.

બાદમાં પ્રકાશ સિંહ બાદલે સંસદીય દળના નેતા તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ રજૂ કર્યું, જેને એનડીએના તમામ સાથી પક્ષોએ સમર્થન આપ્યું હતું.

નરેન્દ્ર મોદીને પહેલેથી જ NDAના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સંસદીય દળની બેઠક બાદ શનિવાર તા.25મી મે 2019ની રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 303 સીટ જીતી છે જયારે NDAના તમામ ઘટક પક્ષોએ મળીને કુલ 353 બેઠકો કબજે કરી લીધી છે.

સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ,લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અભિનેતાથી નેતા બનવા વાળા સની દેઓલ,કિરણ ખેર, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી,ઉપ મુખ્યમંત્રીગણ હાજર રહ્યા હતા. સાથે સાથે NDAના સહયોગી દળના નેતા નીતિશ કુમાર,સુખબીર સિંહ બાદલ,ઉદ્ધવ ઠાકરે અને રામવિલાસ પાસવાન પણ હાજર છે.

બેઠકમાં નીતિન ગડકરી,સુષ્મા સ્વરાજ,મેનકા ગાંધી અને યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીતના નેતાઓ હાજર છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ નવી સરકાર રચવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ પહેલા સાંજે સાત વાગે એનડીએના નેતા રાષ્ટ્રપતિ  કોવિંદને મળશે.

May 25, 2019
nota.jpg
1min4910

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2014ની જેમ ફરી 2019ની લોકસભાની ચૂંટણીઓમાં પણ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે આ લોકસભા ચૂંટણીઓમાં મુખ્ય ચાર શહેર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત કરતા આદિવાસી વિસ્તારોમાં નોટામાં વધુ મત પડ્યા હતા.

ગુજરાતની કુલ 26 બેઠકો પર કુલ 3,96,570 મત નોટામાં પડ્યા હતા. ગુજરાતના આદિવાસી વિસ્તાર ધરાવતા બારડોલીમાં-22914, છોટાઉદેપુર-32868, દાહોદ-30987 અને વલસાડમાં 19307 મળીને કુલ 106076 મત નોટામાં પડ્યા હતા.

ચાર મુખ્ય શહેર અમદાવાદ પૂર્વમાં-8813, અમદાવાદ પશ્ર્ચિમ- 14719, રાજકોટ-18318, સુરત-10532 અને વડોદરા-16796 મળી કુલ 69178 મત નોટામાં પડ્યા હતા. ચાર મુખ્ય શહેરો અને આદિવાસી વિસ્તાર સિવાય ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં 14,214 મત નોટામાં પડ્યા હતા. જ્યારે ભાજપના નવનિર્વાચીન સાંસદ અમિત શાહને 8,88,210 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ડો. સી. જે. ચાવડાને 3,33,642 મત મળ્યા હતા.

May 24, 2019
modi_vic.jpg
1min6850

અમિત શાહે કહ્યું કે ચંડિગઢ,હિમાચલ પ્રદેશ, કર્ણાટક,ઉત્તરાખંડ સહિત દેશનાં 17 રાજ્યોમાં ભાજપને 50ટકાથી વધુ મત મળ્યા છે. અને દેશનાં 17 રાજ્યમાં કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે.

શાહે આ વિજયને, ‘ટુકડે ટુકેડ ગૅંગની વિચારધારા વિરુદ્ધ સબ કા સાથ સબ કા વિકાસની વિચારધારાનો વિજય’ ગણાવ્યો. અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પર મળેલા વિજય બદલ ગાંધીનગરની જનતાનો આભાર માન્યો હતો. તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશ બદલ લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું, “દેશના કરોડો લોકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે.”

મોદીએ કહ્યું, “આ વિજય લોકશાહીનો વિજય છે, જનતાનો વિજય છે અને હિંદુસ્તાનનો વિજય છે. તેમણે કહ્યું કે 40-42 ડિગ્રી ગરમી છતાંય આટલા મોટા પ્રમાણમાં મતદાન થવું એ ભારતની લોકશાહીની સિદ્ધિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “2014થી 2019 સુધીમાં સેક્યુલરિઝમની જમાતે બોલવાનું બંધ કરી દીધું. આ ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષ સેક્યુલરિઝમનું મુખોટું પહેરીને નાગરિકોને ગુમરાહ નથી કરી શક્યો

May 22, 2019
amit.jpg
1min12220

ભાજપના પ્રમુખ અમિત શાહ દ્વારા આયોજિત ડિનરમાં એનડીએના તમામ પક્ષોના નેતાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આરંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પુષ્પગુચ્છ આપી અમિત શાહે સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ સાથી પક્ષોના નેતાઓએ ફૂલોનો હાર પહેરાવ્યો હતો અને શૉલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. ડિનર પાર્ટીમાં હાજર રહેલા ડઝન જેટલા સાથી પક્ષોના નેતાઓમાં મહારાષ્ટ્ર શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર, લોકજનશક્તિના રામવિલાસ પાસવાન અને અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલનો સમાવેશ થતો હતો.

એનડીએના ટોચના નેતાઓ મોદી સાથે મંચ પર બેઠા હતા. મોદીની એક બાજુએ અમિત શાહ તો બીજી બાજુએ પ્રકાશસિંહ બાદલ બેઠા હતા. મોદી સાથે મંચ પર બિરાજમાન અન્ય નેતાઓમાં નીતિશકુમાર, ઉદ્ધવ ઠાકરે, રાજનાથસિંહ, અરુણ જેટલી, જે. પી. નડ્ડા, પ્રકાશ જાવડેકર વગેરેનો સમાવેશ થતો હતો.

આ અગાઉ કેદ્રિય પ્રધાનમંડળની બેઠક ભાજપના મુખ્યાલયમાં મળી હતી. આ બેઠક બાદ વધુ એક બેઠક મળી હતી જેમાં અમિત શાહે ઉપસ્તિત તમામ પ્રધાનોનો રાષ્ટ્ર માટે આપેલી સેવા બદલ આભાર માન્યો હતો. મોટાભાગના ઍક્ઝિટ પૉલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી હોવા વચ્ચે 23મી મેએ જાહેર થનારાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો અગાઉ યોજવામાં આવેલી આ બેઠકને મહત્ત્વની માનવામાં આવે છે.

મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચારને એમ કહીને યાત્રા સાથે જોડી હતી કે આ ચૂંટણી અન્ય ચૂંટણીઓ કરતા અલગ હતી કેમ કે માત્ર પક્ષ નહીં દેશની જનતા આ ચૂંટણી લડી હતી.  તેમણે કહ્યું હતું કે મેં અનેક ચૂંટણીઓ જોઈ છે, પરંતુ આ ચૂંટણી રાજકારણ કરતા વિશેષ હતી.

આ ચૂંટણી માટે હું જ્યારે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે મને એમ લાગી રહ્યું હતું કે જાણે હું યાત્રા કરી રહ્યો છું, એમ મોદીએ કહ્યું હતું.

May 18, 2019
voting111.jpg
1min7830

છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શુક્રવારે શમી ગયા હતા.

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ૫૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. રવિવારે સાતમા તબક્કામાં પંજાબમાં ૧૩, ઉત્તર પ્રદેશમાં ૧૩, પ. બંગાળમાં નવ, બિહાર અને મધ્ય પ્રદેશ પ્રત્યેકમાં આઠ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, ઝારખંડમાં ચાર અને છત્તીસગઢમાં એક બેઠક માટે મતદાન થશે. માર્ચ મહિનામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના થયેલા મૃત્યુ બાદ પણજીમાં પણ પેટાચૂંટણી યોજવાનું જરૂરી બન્યું હતું.

અમિત શાહના રૉડ શો દરમિયાન ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચૂંટણી પંચના આદેશને પગલે પ. બંગાળમાં ચૂંટણીપ્રચાર નિર્ધારિત સમય કરતા ૨૦ કલાક વહેલો થંભી ગયો હતો.

મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પાર પડે તે માટે પૂરતી સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભાજપના પ્રમુખ અમિત શાહે દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. પ્રારંભિક ટિપ્પણી કર્યા બાદ નરેન્દ્ર મોદીએ એક પણ સવાલનો જવાબ નહોતો આપ્યો.

અમતિ શાહે ભાજપ સરકારની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.