CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 39 of 53 - CIA Live

May 17, 2019
modi_pragya.jpg
1min14640

મધ્યપ્રદેશમાં ભોપાલથી કોંગ્રેસના દિગ્વીજય સામે ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાના એલફેલ નિવેદનોને પગલે ભાજપા સમેત વડાપ્રધાન મોદીએ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

વડાપ્રધાન મોદીએ શુક્રવાર તા.17મીએ બપોરે જાહેર નિવેદનમાં કહ્યું હતું કે તેઓ જીવનભર સાધ્વી પ્રજ્ઞાને તેમના ગોડસે અંગેના નિવેદન બદલ માફ નહીં કરી શકે. ભાજપાએ નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવેદનને ટ્વીટ કર્યું હતું.

એ પછી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ગોડસે અંગે નિવેદનો કરનાર ભાજપાના ત્રણેય નેતાઓના કેસને શિસ્ત સમિતિ સુધી મોકલી આપવામાં આવ્યા છે. કોઇપણ નેતા હોય જો ગુનેગાર જણાશે તો ભાજપા તેની સામે પગલાં ભરવામાં કચાશ નહીં રાખે.

ભોપાલથી ભાજપાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે સંબંધિત આપેલા નિવેદન બાદ પાર્ટી પોતાને આ નિવેદનથી અલગ જણાવી રહી છે. ભાજપાના જીવીએલ નરસિંહા રાવે કહ્યું કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન સાથે સહમત નથી. અમે આ નિવેદનની ટીકા કરીએ છીએ. રાવે કહ્યું કે પાર્ટી તેઓને (સાધ્વી પ્રજ્ઞા) આ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરવાનું કહેશે. જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે નાથૂરામ ગોડસે દેશભક્ત હતા. દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.

May 12, 2019
voting.jpg
1min5700

સાત રાજ્યોમાં મેનકા, અખિલેશ સહિતનાં 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું આવતીકાલે 12મી મેનાં 7 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન થશે. જેમાં 10.16 કરોડ મતદાતા કુલ 797 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં ત્રિપુરાની 1 બેઠક ‘િત્રપુરા પશ્ચિમ’ માટે ફેરમતદાન કરવામાં આવશે. ત્રિપુરાની 29 વિધાનસભા બેઠક માટે 168 મતદાન કેન્દ્રો પર 11મી એપ્રિલનાં મતદાન થયું હતું. આ મતદાન રદ કરીને બીજીવાર કાલે
મતદાન થશે.
તા.12મી મે 2019ને આજે રવિવારે અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહના માહોલમાં સવારે 7ના ટકોરે મતદાન શરૂ થયું હતું.’
છઠ્ઠા તબક્કામાં આશરે 10 કરોડ 16 લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરી રહ્યા છે’
શાંતિપૂર્ણરીતે’ મતદાન કરવા માટે એક લાખ 13 હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ત્રિપુરામાં પણ 168 મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.
આજે રવિવારે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં 14 સીટ પર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન નિર્વિધ્ને ચાલી રહ્યું છે.
બંગાળમાં આઠ સીટ પર મતદાન શરુ થયું છે. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું છે.
બે તબક્કામાં હવે કુલ 118 સીટ પર મતદાન બાકી છે. આજે રવિવારે દિવસે 59 સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ 542 સીટ પૈકી 483 સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
ત્યારબાદ 19મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે.
હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે જે મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રીટા બહુગુણા તેમજ ભોજપુરી સુપરસ્ટાર’ દિનેશ લાલ નિરહુઆનો સમાવેશ થાય છે.’
May 10, 2019
mahagathbandhan.jpg
1min5790

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે અંતિમ બે તબક્કા બાકી છે એવામાં જો ચૂંટણીના પરિણામો બાદ ભાજપને બહુમત માટે જરૂરી આંકડો ન મળે તો કેવી રીતે સરકાર બનાવવાનો દાવો રચી શકે આ માટે વિપક્ષી દળોએ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. લોકસભાની 2019ની ચૂંટણીમાં ઘણા બધા વિપક્ષી દળો ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. એવામાં રાજકીય પાર્ટીઓ વચ્ચે થઈ રહેલી મીટિંગ સૂચવે છે કે તેઓ એકબીજા સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

May 6, 2019
voting.jpg
1min5980

લોકસભાની ૫૧ બેઠક માટે પાંચમા તબક્કાનું મતદાન આજે સોમવારે સવારે 7 વાગ્યાથી શરુ થયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. તમામ જગ્યાઓ પરથી એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયાના અહેવાલો મળ્યા છે.

આજે યોજાઇ રહેલા મતદાનમાં સ્ટાર ઉમેદવારોમાં રાહુલ ગાંધી, રાજનાથસિંહ, રાજ્યવર્ધનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે.

સાત રાજ્યોમાં ૫૧ બેઠક માટે કુલ ૬૭૪ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. મોટાભાગની બેઠકો હિંદી બોલતા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની છે. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપે આમાંની મોટાભાગની બેઠકો જીતી હતી.

પાંચમા તબક્કાની ચૂંટણી માટે પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ મતદાન થવાનું છે. પાંચમા તબક્કાની ચૂંટણી વખતે સૌનું ધ્યાન ખાસ તો ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલીની બેઠક માટે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની ટક્કર પર રહેશે. પાંચમા તબક્કામાં

૫૧ બેઠકનું વિભાજન આ પ્રમાણે છે –

બિહાર (પાંચ બેઠક),

જમ્મુ અને કાશ્મીર (બે બેઠક),

ઝારખંડ (ચાર બેઠક),

મધ્ય પ્રદેશ (સાત બેઠક),

રાજસ્થાન (૧૨ બેઠક),

ઉત્તર પ્રદેશ (૧૪ બેઠક) અને

પશ્ચિમ બંગાળ (સાત બેઠક).

આ માટેની મતગણતરી ૨૩મી મેને દિવસે કરવામાં આવશે.

કૉંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં ભાજપના સ્ટાર ઉમેદવાર તથા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની સખત ટક્કર આપવાનો અંદાજ તથા કૉંગ્રેસ માટે અને ખાસ કરીને રાહુલ ગાંધી માટે કપરા ચઢાણ હોવાનું, પણ રાયબરેલીમાં સરળતાથી જીત મેળવી શકવાનો અંદાજ જાહેર કરાયો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ સામે સ્મૃતિએ લીધેલી ટક્કરમાં રાહુલની જીતનું માર્જિન માંડ એક લાખની આસપાસ પહોંચ્યું હતું. આ વખતે એમાં શો ફેરફાર થાય છે એ પર સૌની નજર રહેશે.

રાજસ્થાનની ૧૨ લોકસભા બેઠક માટે ૧૩૪ ઉમેદવાર મેદાનમાં ઊતર્યા છે.

ઝારખંડની લોકસભાની ચાર બેઠક માટે ૬૧ ઉમેદવારે નામ નોંધાવ્યા છે અને રાજ્યના ૬૫ લાખ મતદારો એમના ભાગ્યનો ફેંસલો સોમવારે કરશે.

બિહારની પાંચ લોકસભાની બેઠક માટે ૮૨ ઉમેદવારે નામ નોંધાવ્યા છે. આ પાંચમાંથી હાજીપુર અને સારનની બેઠક અનુક્રમે રામવિલાસ પાસવાન અને લાલુપ્રસાદ યાદવના ગઢ ગણાય છે. આ પાંચ બેઠક માટે ૮૭.૫૦ લાખ મતદારો ૮૨ ઉમેદવારના ભાગ્યનો ફેંસલો કરશે.

May 2, 2019
political_parties.jpg
1min6480

રાજકીય પક્ષો તેમના દ્વારા કરવામાં આવેલા ખર્ચની જાહેરાત કરે તેને લગતી માર્ગદર્શિકાનો અમલ થાય તેની ખાતરી કરવાની તેમની સત્તા અંગે જાણકારી આપતું સોગંદનામું દાખલ કરવાનો દિલ્હી હાઈ કૉર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો.

ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયાધીશ એ. જે. ભામ્ભાનીએ સોગંદનામું રજૂ કરવાની ચૂંટણી પંચને છેલ્લી તક આપી હતી અને કહ્યું હતું કે જો ચૂંટણી પંચ એમ કરવામાં નિષ્ફળ જશે તો કૉર્ટ આદેશ બહાર પાડશે.

આ બાબત છેલ્લાં પાંચ વર્ષથી અનિર્ણિત પડી રહી હોવાની તેમ જ આ મામલે સોગંદનામું દાખલ કરવા ચૂંટણી પંચને ફેબ્રુઆરીમાં આદેશ આપવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેમણે તેનો અમલ ન કર્યો હોવાની કૉર્ટે નોંધ લીધી હતી. અરજકર્તા એનજીઓ અસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી કૉર્ટમાં હાજર રહેલા ઍડવોકેટ અરવિંદ નિગમે દલીલ કરી હતી કે રાજકીય પક્ષો આવકવેરાનું રિટર્ન ફાઈલ નથી કરતા, પરંતુ છૂટનો દાવો કરે છે માટે આ મામલે દરમિયાનગીરી કરવી જરૂરી છે.

આ મામલે આગામી સુનાવણી માટે 16 જુલાઈ મુકરર કરવામાં આવી છે.

April 29, 2019
patidar.jpg
1min6980

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૧૦ લોકસભા બેઠકો પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં

ગુજરાતમાં પાટીદારોની વોટ બેંક દરેક રાજકીય પાર્ટી માટે માત્ર મહત્ત્વની જ નહીં, પરંતુ નિર્ણાયક સાબિત થતી હોય છે. તેથી જ ભાજપ અને કૉંગ્રેસ બંને માટે લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર બહુ જ મહત્ત્વનું હતું. તા.23મી એપ્રિલ 2019ના રોજ પાટીદારોએ કઇ પાર્ટી કે કયા ઉમેદવાર તરફી મતદાન કર્યું એ વલણ હજુ સુધી અકળ રહ્યું છે. ભાજપા કે કોંગ્રેસ કોઇ કળી શક્યું નથી કે પાટીદારોએ કોને મત આપ્યા હશે, આ સસ્પેન્સ ભાજપા માટે રહસ્યમયી બન્યું છે. કોંગ્રેસને એવી આશા છે કે હાર્દિક પટેલ પાટીદારોના મત ખેંચી લાવશે પરંતુ, એ બાબતે ખુદ કોંગ્રેસી નેતાઓ અવઢવભરી વાતો કરી રહ્યા છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ યોજાયેલી વિધાનસભા અને જિલ્લા -તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને પાટીદારોનો રોષનો સામનો કરવા પડ્યો હતો. હવે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એક સંપ થઇને નરેન્દ્ર મોદીને પડખે ઊભો રહેલો પાટીદાર સમાજ આ વખતે એટલે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં શું કર્યું હશે તેની સમીક્ષા અને એનાલિસિસનો દૌર શરૂ થયો છે.

ભાજપા અને કોંગ્રેસની વિચાર વિમર્શ બેઠકોમાં ગુજરાતની ૨૬ બેઠકોના મતદાનમાં સવા કરોડથી વધુની વસતી ધરાવતા પાટીદારો કંઇ બાજુ ઢળ્યાં હશે ? એવા સવાલોના અકળાવનારા જવાબો પાર્ટી કાર્યકરો આપી રહ્યા છે, ભાજપા કે કોંગ્રેસ કોઇ છાતી ઠોકીને કહી શકતુ નથી કે પાટીદારોના મત ક્યાં પડ્યા હશે

પાટીદારોના પ્રભુત્ત્વવાળી બેઠકો પર કેટલેક ઠેકાણે વધારે તો કેટલીક બેઠકો પર ઓછું મતદાન થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. પાટીદારોનાં કેટલાંક સંગઠનો દ્વારા આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં થયેલા વિરોધનું પુનરાવર્તન કરવા માટે વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા તેમજ ગ્રુપ મિટિંગો યોજીને ભાજપને સબક શિખવવા માટેની અપીલો કરવામાં આવી હતી, પરંતુ તેમની આ અપીલો અને પ્રયાસો કેટલા સફળ થયા છે તેનું રહસ્ય ૨૩મી મેના રોજ મતગણતરી સાથે ખૂલશે.

પાટીદાર આંદોલન બાદ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયું હતું, જેની સીધી અસર લોકસભા ચૂંટણી પર પડી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૬ માંથી ૧૦ લોકસભા બેઠકો પર પાટીદારો મતો નિર્ણાયક ભૂમિકામાં છે.

પાટીદારોની નેગેટિવ કે પોઝિટિવ અસર કરી શકે તેવી સુરત, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકો

ગુજરાતમાં શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યા છે. તો અમરેલી-જૂનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોની સમસ્યાઓ પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં હોવાનું જણાયું છે ત્યારે પાટીદારોની નેગેટિવ કે પોઝિટિવ અસર કરી શકે તેવી ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, મહેસાણા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ સાબરકાંઠા સહિતની કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાન પર નજર નાખીએ તો, ૨૦૧૪ ૨૦૧૯ મહેસાણા બેઠક પર ૨૦૧૪માં ૬૭.૦૩ ટકા જ્યારે ૨૦૧૯માં ૬૪.૯૧, ગાંધીનગર બેઠક પર ૨૦૧૪માં ૬૫.૫૭ અને ૨૦૧૯માં ૬૪.૯૫, બનાસકાંઠા બેઠ પર ૨૦૧૪માં ૫૮.૫૪ ટકા અને ૨૦૧૯માં ૬૪.૭૧, અમરેલીમાં ૨૦૧૪માં ૫૪.૪૭ ટકા અને આ વખતે ૫૫.૭૩ ટકા, અમદાવાદ પૂર્વ બેઠક પર ૨૦૧૪માં ૬૧.૫૯ અને ૨૦૧૯માં ૬૦.૭૭, રાજકોટ બેઠક પર ૨૦૧૪માં ૬૩.૮૯ અને ૨૦૧૯માં ૬૩.૧૨ અને આણંદ બેઠક પર ૨૦૧૪માં ૬૪.૮૯ ટકા અને ૨૦૧૯માં ૬૬.૦૩ ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે.

પાટીદાર આંદોલનની પોઝિટિવ કે નેગેટિવ અસર મતદાન પર પડી હોય તેવું લાગતું નથી. મતદાનનો આંકડો તો ઓલમોસ્ટ સરખો જ છે. પણ પાટીદાર મતદારોનો ઝુકાવ આ વખતે કોના તરફ વળ્યો છે તે તો ૨૩મી મેના રોજ પરિણામ આવતા વાસ્તવિકતા જોવા મળશે.

ગુજરાતમાં ફક્ત બનાસકાંઠામાં ગત લોકસભા ચૂંટણી કરતા મતદાન ૬ ટકા જેટલુ વધ્યું છે. પાટીદારોની સૌથી વધુ પ્રભુત્વવાળી બેઠકોમાં મહેસાણા, અમરેલી અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપે નારાજ પાટીદારોને મનાવવા કવાયત હાથ ધરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાટીદાર બહુલ બેઠકો પર ભાજપને નુકસાન ન થાય તે માટે ભાજપે કમર કસી હતી, અને પાટીદાર આગેવાનો સાથે મિટિંગ કરી હતી. અમિત શાહે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ અને ખોડલધામના આગેવાનો સાથે મિટિંગ કરી હતી.

વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૬માંથી અમરેલી, પોરબંદર, રાજકોટ, મહેસાણા, આણંદ એમ ૫ બેઠકો ઉપર પાટીદારોને ટિકિટ આપી હતી. તે પહેલા જૂના સીમાંકનોમાં જૂનાગઢ લોકસભા ક્ષેત્ર સાથે પણ ભાજપ મહદઅંશે આ પાંચ બેઠકો ઉપર પાટીદાર આગેવાનોને ઉમેદવાર તરીકે ઉતારતું રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં દોઢ- બે દાયકામાં પહેલીવાર ભાજપે વધુ એક પાટીદારને અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્રમાંથી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કૉંગ્રેસે રાજકોટ, પોરબંદર, વડોદરા, અમદાવાદ પૂર્વ, અમરેલી, મહેસાણા, સુરત અને ભાવનગર બેઠકો પર પાટીદાર નેતાઓને ટિકિટ ફાળવેલી છે. જે જોતા ટિકિટ ફાળવણીમાં ભાજપ કરતા કૉંગ્રેસનો આંકડો વધુ દેખાય છે. આ ઉપરાંત ભાજપ માટે મુશ્કેલ મનાતી બનાસકાંઠા ૬૪.૭૧ પાટણ ૬૧.૨૩ મહેસાણા ૬૪.૯૧ સાંબરકાંઠા ૬૭.૦૩ સુરેન્દ્રનગર ૫૭.૭૯ જુનાગઢ ૬૦.૭ અને અમરેલી બેઠક પર ૫૫.૭૩ ટકા મતદાન થયું છે.

April 28, 2019
voting.jpg
1min6650

લોકસભામાં રાજ્યની ૧૭ સીટમાંથી ૮ બીજેપી પાસે અને ૯ શિવસેના પાસે હતી : કૉન્ગ્રેસ-એનસીપી આ વખતે ગઢમાં ગાબડું પાડી શકશે?: ૩૨૩ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે ૩.૧૧ કરોડ મતદારો

મુંબઈની ૬ સીટ સહિત રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન સોમવાર તા.29મી એપ્રિલના રોજ યોજાïવાનું છે. આશરે ૩.૧૧ કરોડ મતદાતાઓ તેમના મતનો ઉપયોગ કરીને આ ૧૭ બેઠકો પર ૩૨૩ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.

મહારાષ્ટ્રમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં ચાર તબક્કામાં મતદાન કરવાની જાહેરાત ચૂંટણીપંચે કરી હતી જેમાં આ પહેલાં રાજ્યમાં ૧૧, ૧૮ અને ૨૩ એપ્રિલે મતદાન યોજાયું હતું, જ્યારે ચોથા તબક્કામાં ૨૯ એપ્રિલે ૩૩,૩૧૪ પોલિંગ-બૂથમાં મતદાન યોજાશે. ગઈ લોકસભાની ચૂંટણીમાં આ ૧૭ સીટો પર જીત હાંસલ કરનાર બીજેપી-શિવસેના યુતિ એનો ગઢ જાળવી શકશે કે નહીં એનો ફેંસલો મતદારો કરશે.

મુંબઈમાં આશરે એક કરોડ મતદાતાઓ ૬ સીટ પર લોકસભાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે જેમાં મુખ્યત્વે ત્રણ-ત્રણ સીટ પર બીજેપી-શિવસેના યુતિ અને પાંચ સીટ પર કૉન્ગ્રેસ અને એક સીટ પર એનસીપીના ઉમેદવાર ચૂંટણીજંગમાં છે. ૧૭ સીટ પર કુલ ૩,૧૧,૯૨,૮૨૩ મતદારોમાંથી ૧,૬૬,૩૧,૭૦૭ પુરુષો અને ૧,૪૫,૫૯,૬૯૮ મહિલાઓ તેમ જ ૧૪૧૮ તૃતીયપંથી મતદારો છે.

દેશમાં લોકસભાની બેઠકોની રાજ્યવાર સંખ્યામાં ૮૦ બેઠકો સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ અને ૪૮ બેઠકો સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે છે. અત્યાર સુધી પ્રથમ ત્રણ તબક્કામાં ૩૧ લોકસભાની સીટ પર મતદાન યોજાઈ ચૂક્યું છે, જ્યારે મુંબઈમાં ૬ સીટ પૈકી મુંબઈ નૉર્થ, મુંબઈ-નૉર્થ-વેસ્ટ, મુંબઈ-નૉર્થ-સેન્ટ્રલ, મુંબઈ-નૉર્થ-ઈસ્ટ, મુંબઈ સાઉથ-સેન્ટ્રલ અને મુંબઈ સાઉથ તેમ જ મુંબઈ નજીકનાં શહેરો થાણે, કલ્યાણ અને નૉર્થ મહારાષ્ટ્રમાં નંદુરબાર, ધુળે, દિંડોશી અને નાશિક અને પુણે જિલ્લામાં માવળ અને શિરુર તથા અહમદનગર જિલ્લાના ર્શિડીમાં સોમવોર યોજાનારી ચૂંટણીની તમામ તૈયારીઓને પ્રશાસન આખરી રૂપ આપી રહ્યું છે.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં રાજ્યની આ ૧૭ સીટ પર કેસરિયા બ્રિગેડની યુતિ બીજેપીએ ૮ અને શિવસેનાએ ૯ સીટ પર જીત હાંસલ કરી હતી એથી આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ-એનસીપી આઘાડી અને એને ટેકો આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) આ ૧૭ સીટમાં ગાબડું પાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે, જ્યારે સામા પક્ષે કેસરિયા યુતિ અને એને ટેકો આપનાર આરપીઆઇ (આઠવલે) આ ૧૭ સીટ પર ફરી વિજય હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

April 26, 2019
modi_roadshow.jpg
1min12190
6 કિલોમીટર લાંબા રોડ શોમાં જોડાયા ભાજપના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો : દશાશ્વમેઘ ઘાટે કરી
ગંગાઆરતી:’ આજે ઉમેદવારી નોંધાવશે
વારાણસીમાં રોડ શો પહેલા વડાપ્રધાન મોદીએ બાંદામાં એક રેલીને સંબોધન કર્યું હતું. જેમાં મોદીએ કહ્યું હતું કે, બુંદેલખંડમાં મા ભારતીના ગૌરવ ગાનની જુની પરંપરા છે અને બુંદેલખંડમાં પહોંચીને એક વીર જવાનને નમન કરવાનો મોકો મળ્યો છે. જેઓ સ્વાગત માટે કતારમાં જોવા મળ્યા હતા. મોદીએ વિપક્ષને નિશાને લેતા કહ્યું હતું કે, ત્રણ તબક્કાના મતદાન બાદ વિપક્ષનો ચહેરો ઉતરી ગયો છે કારણ કે તેઓ પરિણામ જાણે છે. વધુમાં હિન્દી ફિલ્મ નિલ બટે સન્નાટાની તર્જ ઉપર મોદીએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં વિપક્ષી દળ ઝીરો બટે સન્નાટા રહેશે.’

વારાણસી બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં હજ્જારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડયા હતા. આ રોડ શોમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. રોડ શો શરૂ કરતા પહેલા મોદીએ બીએચયુના સંસ્થાપક મદન મોહન માલવીયાની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ત્યાર બાદ 6 કિલોમીટર લાંબા રોડ શોની શરૂઆત કરી હતી. જે શહેરના લંકા વિસ્તારથી મુદૌલિયા થઈને દશાશ્વમેઘ ઘાટ સુધી ચાલી હતી. ત્યાર બાદ દશાશ્વમેઘ ઘાટે મોદીને ગંગા આરતી કરી હતી.

આજે મોદીની ઉમેદવારી માટે એન.ડી.એ.ના મોટા માથાંઓ ઉપસ્થિત રહેશે
વડાપ્રધાન મોદીના રોડ શોને જોવા માટે વારાણસીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા જેનું મોદીએ અભિવાદન ઝિલ્યું હતું. ભવ્ય રોડ શો બાદ મોદીએ દશાશ્વમેઘ ઘાટે ગંગા આરતી કરી હતી અને રાત્રીના વારાણસીની હોટલ ડી પેરિસમાં વારાણસીના જાણીતા ચહેરાઓ સાથે વાતચીત કરી હતી. રોડ શો બાદ આજે શુક્રવારે જદયુ અધ્યક્ષ નીતીશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિતના સાથી પક્ષોના પ્રમુખ અને ભાજપના મંત્રીઓની હાજરી વચ્ચે વડાપ્રધાન મોદી વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર દાખલ કરશે. જેમાં વ્હેલી સવારે બુથ પ્રમુખો અને પક્ષના કાર્યકર્તાઓને સંબોધન બાદ સવારે 11 વાગ્યે ભગવાન કાળ ભૈરવની પૂજા કરશે.
April 24, 2019
maharashtra_map.jpg
1min4810

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રની 14 બેઠક પર મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 57.01 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં સૌથી વધુ કોલ્હાપુરમાં 65.70 ટકા અને સૌથી ઓછું પુણેમાં 43.63 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં છૂટા છવાયા બનાવને બાદ કરતાં મતદાન શાંતીપુર્ણ રહ્યું હતું.

મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કામાં રાજ્યના પ્રધાન ગિરીશ બાપટ, કોંગ્રેસમાંથી આવેલા સુજય વિખે-પાટીલ, એનસીપીના સુપ્રિયા સુળે, ઉદયનરાજે ભોસલે, સુનિલ તટકરે, રાવસાહેબ દાનવે-પાટીલ અને સ્વાભિમાની શેતકરી સંઘના રાજુ શેટ્ટીનું ભાવી મતપેટીમાં બંધ થયું હતું. રાજ્યમાં સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાનું હતું.

રાજ્ય ચૂંટણી પંચે આપેલા આંકડા અનુસાર કોલ્હાપુરમાં 65.70, હાથકણંગલેમાં 64.79, જાલનામાં 59.92, સાંગલીમાં 59.39, ઔરંગાબાદમાં 58.52, અહમદનગરમાં 57.75, રત્નાગિરિ-સિંધુદુર્ગમાં 57.63, જળગાંવમાં 52.28, રાવેરમાં 56.98, રાયગઢમાં 56.14, બારામતીમાં 55.84, માઢામાં 56.41, સાતારામાં 55.40 અને સૌથી ઓછું પુણેમાં 43.63 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં થયું હતું.

April 23, 2019
milind_deora.jpg
1min5930

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમેન અને જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જાહેરમાં દક્ષિણ મુંબઈના કૉંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવરાને સમર્થન આપ્યું છે.

દેવરા દ્વારા પૉસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં અંબાણીએ કહ્યું છે કે મિલિન્દ દક્ષિણ મુંબઈ માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. આ વિસ્તારનું સતત દસ વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યા બાદ તે અહીંના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક માહોલને ઊંડાણપૂર્વક સમજે છે.

રાફેલ જેટ ડીલ મામલે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અનીલ અંબાણી પર સીધા પ્રહારો કરે છે ત્યારે મુકેશ અંબાણીનું આ નિવેદન આશ્ર્ચર્ય પમાડનારું હતું. આ મામલે દેવરાએ જણાવ્યું હતું કે મુકેશ અને અનિલ અલગ અલગ વ્યક્તિમતા છે અને બન્નેમાંથી એક પણ બીજા સાથે સરખાવવાનું અન્યાયપૂર્ણ કહેવાશે. દેવરાએ એમ પણ જણાવ્યું હતું કે અંબાણીથી માંડી સાદા પાનવાળા કે નાના વેપારી દ્વારા તેને મળતા સમર્થન માટે તેને ગર્વ અને આનંદ છે.

મુકેશ અંબાણીની જાહેરાત બાદ અહીંના મોટા ઉદ્યોગપતિઓથી લઈ નાના વેપારી સંગઠને પણ મિલિન્દને ટેકો આપવાની જાહેરાત કરી હતી. દેવરા આ વિસ્તારના બે ટર્મ માટે સાંસદ રહી ચૂક્યા છે.

વરિષ્ઠ કૉંગ્રેસી નેતા મુરલી દેવરાના પુત્ર મિલિન્દ આ ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર અને હાલના સાંસદ અરવિંદ સાવંત સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે દેવરાને હાલમાં મુંબઈનું સુકાન પણ પક્ષે આપ્યું છે. યુવા અને શિક્ષિત ઉમેદવાર તરીકે તે આ વિસ્તારના ગુજરાતી-મારવાડી ઉપરાંત મરાઠી અને મુસ્લિમ સમાજમાં પણ તેમની લોકપ્રિયતા વધી રહી છે.

2004 અને 2009માં દેવરા દક્ષિણ મુંબઈમાં જીત્યા હતા અને તેઓ યુનિયન કેબિનેટમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા છે. ઑનલાઈન પાસપોર્ટ આપવા સહિતના ઘણા મહત્ત્વના નિર્ણયો તેમણે લીધા છે. દેવરાને હાલમાં ઝવેરી બઝાર, સ્ટીલ મર્ચન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી વગેરે એસોસિયેશનનું સમર્થન મળી રહ્યું છે. કોઈ પણ જાતના નાત-જાત કે ભાષા-પ્રાંતનું રાજકારણ ન ખેલતા દેવરા તેમના અનુભવની મદદથી દરેક વર્ગના લોકો સુધી પહોંચી રહ્યા છે. દેવરા ટેકનોસાવી હોવાથી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.