CIA ALERT

Alert Archives - Page 496 of 519 - CIA Live

August 8, 2018
gujcost.jpg
2min6850

ભારત સરકારના  નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુંઝીયમ(NCSM) દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018]   ભારતભરમાં આયોજન કરવામાં યોજવામાં આવે છે.

તેના ભાગ રૂપે આ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)ગાંધીનગર પુરુસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તેમજ સંસ્કારભારતી વિદ્યાલય સહયોગથી સુરત જિલ્લા કક્ષાની “વિજ્ઞાન નાટય સ્પર્ધાઆજરોજ તા.૦૮/૦૮/૨૦૧૮ને બુધવારના રોજ સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત ખાતે આયોજન  કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જીલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા “વિજ્ઞાન અને સમાજ (Science & Society)”  મુખ્ય થીમ પર  ૪-પેટા વિષયો જેવા કે,

  1. ડીજીટલ ભારત,
  2. ગ્રીન એન્ડ ક્લીન એનર્જી,
  3. પર્યાવરણ,
  4. આરોગ્ય અને સ્વચ્છતા. આ વિષયો પર ૩૦ મીનીટમાં નાટ્ય રજુ કરવામાં આવ્યા, જિલ્લામાંથી નોંધણી ૧૫ શાળાઓએ ૧૫૦ જેટલા વિધાર્થીઓ/શિક્ષકોએ આ સ્પર્ધામાં ભાગ ઉત્સાહપૂર્ણ લીધો હતો.

સ્પર્ધાના નિર્ણાયકો (Judge) તરીકે (૧) શ્રી નરેશભાઈ કાપડિયા, નિયામક, સ્કોપા કોલેજ, સુરત અને (૨) શ્રીમતી યામિનીબેન વ્યાસ, સુરત સેવા આપી હતી,  એકથી ત્રણ ક્રમે વિજેતા ટીમને શિલ્ડ અને શ્રેષ્ટ અભીતેતા/અભિનેત્રી./ લેખક/ નિદર્શક પણ જાહેર કરી સન્માનવામાં આવ્યા હતા.

નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018] સ્પર્ધાનું પરિણામ

આયોજક: જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત

સ્થળ: સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત         તા.૦૮/૦૮/૨૦૧૮ 

વિજેતા ક્રમ/રેન્ક શાળાનું નામ ડ્રામાનું નામ./ વિષય
પ્રથમ શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, યક્ષપ્રશ્ન  / પર્યવરણ અને સ્વચ્છતા
દ્રિતીય સી.સી. શાહ, ઈ,મિ, હાઇસ્કૂલ, ડીજીટલ ઇન્ડિયા
ત્રીતીય સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, સફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય
  વ્યક્તિગત ઇનામો
શ્રેષ્ટ અભિનેતા શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, ક્રિશ શાહ,
શ્રેષ્ટ અભિનેત્રી    ,,     ,,     ,, યશ્વી સ્માર્ત
શ્રેષ્ટ લેખક સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, કેયુરી પંચાલ
શિષ્ટ દિગ્દર્શક શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, દિપ્તીબેન લાલવાલા

 

August 8, 2018
white4-1280x859.jpg
3min9580

એમ, સ્ટ્રાઇક અને પોકેટ– ‘એ બેક ટુ ફિનિશસ્પર્ધા

સુરત :તમામ ઇનડોર સ્પોર્ટ્સમાં, કેરમબોર્ડ ગેમ જ એવી રમત છે જે અત્યંત પડકારજનક છે. તે કોઇ શારીરિક પ્રવૃતિના બદલે બોર્ડ ગેમ છે, તે રમતથી એકાગ્રતા અને ધીરજમાં વૃદ્ધિ થાય છે અને રમત જીતવા માટે ખેલાડીઓમાં કુશળતા અને ચપળતાને પ્રોત્સાહન મળે છે. એક અત્યંત રોમાંચક-રસપ્રદ રમત છે જે પારંગત ખેલાડીઓને ‘‘બ્રેક ટુ ફિનિશ’’થી તંદુરસ્ત માનસિક અભિગમ વિકસાવવા માટે કામે કરે છે, સામેના ખેલાડી પહેલાં રમત રમવાની તક મળે છે.

શહેરની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજ્ય કક્ષાની કેરમ ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રિલિમિનરી ઇલિમિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરની સ્કૂલે ભાગ લીધો હતો અને રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં જવા માટે પોતાની સર્વશ્રૈષ્ઠ માસ્ટર સ્ટ્રાઇક લગાવી હતી. રાજ્ય સ્તરની કોમ્પિટિશન માટે વિવિધ શાળાઓની 24 છોકારાઓ અને 15 છોકરીઓની ટીમે ભાગ લીધો હતો.

રમતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે  અને પોતાના વિદ્યાર્થીઓનો મનોબળ વધારવા માટે ભાગ લેનાર સ્કૂલોની સ્પોર્ટ્સ ફેસેલિટી પોતાના ખેલાડીઓની સાથે છે. રમતને પ્રોત્સાહન આપવું અને વ્હાઇટ લોટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રયત્નો અને સંગઠનની પ્રશંસા કરવા જિલ્લાના સ્પોર્ટ્સ ઓફિસર શ્રી દિનેશ કદમે આ કાર્યક્રમની આગેવાની લીધી હતી.

પ્રેસમાં જવાના સમયે ઇલિમિનેશનલ રાઉન્ડ પ્રગતિના પંથે હતું પરંતુ વિવિધ સ્ટ્રાઇક સ્ટાઇલ્સ પછી કોઇ હારયું ન હતું અને રમતને ફિનિશ કરવાની દરેકની જાદુ જેવી ક્ષમતાએ ઊંડી છાપ છોડી હતી !!!!

 

-x-x-x-x-

August 8, 2018
solar.jpg
1min10750

કેલેન્ડર વર્ષ 2018નું છેલ્લુ સૂર્ય ગ્રહણ આગામી તા.11 ઓગસ્ટને શનિવારે થશે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. વર્ષનુ છેલ્લુ સૂર્યગ્રહણ ભારતમાં નહિં દેખાય. પંરતુ ભારતના પાડોશી દેશ ચીન સિવાય નોર્થ એમેરીકા, નોર્થ પશ્ચિમ એશિયા, સાઉથ કોરીયા એને મોસ્કોમાં જોવા મળી શકે છે.

11 ઓગસ્ટ શનિવારના રોજ આ સૂર્યગ્રહણ બપોરે 1 વાગીને 32 મિનિટે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. ગ્રહણનુ સૂતક કાલ 10 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યા પછી એક વાગીને 32 મિનિટે શરૂ થશે.
જાણકાર જ્યોતિષીઓનું માનવું છે કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ઘણી રાશિયો માટે યોગ્ય નથી.  પાછલા સૂર્યગ્રહણની જેમ આ ગ્રહણ પણ આંશિક હશે. આ ગ્રહણ કર્ક રાશિમાં થવા જઇ રહ્યું છે, જે 4 રાશિયો મેષ, મકર, તુલા અને કુંભ રાશિ માટે ફાયદાકારક રહેશે.  કર્ક રાશિમાં ગ્રહણ હોવાથી કર્ક રાશિ સિવાય, મિથુન અને સિંહ રાશિના જાતકો માટે પણ આ ગ્રહણ શુભ નથી. આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ અને ધન ખર્ચને લઇને વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે  આ વર્ષની જેમ આવતા વર્ષે પણ 3 સૂર્યગ્રહણ થશે, પહેલુ ગ્રહણ 6 જાન્યુઆરી, બીજુ 2 જુલાઈ અને ત્રીજુ 26 ઓગસ્તના થશે.  જ્યારે આ પહેલા 15 ફેબ્રુઆરી એને 13 જુલાઇના રોજ સૂર્યગ્રહણ હતું.

August 8, 2018
ryan_toys-1-1280x720.jpg
1min12790

યુટ્યુબ પર રમકડાંનો રિવ્યુ કરીને આ ૬ વર્ષનો ટાબરિયો રૂ.૭૫ કરોડ રૂપિયા

કમાઈ ચૂક્યો છે હવે વૉલમાર્ટે સાથે બિઝનેસ-ડીલ કરી જંગી આવક રળશે

કહેવાય છે ને કે રૂપિયા કમાવાએ મુખ્ય ધ્યેય ન હોવો જોઇએ, રૂપિયા તો બાયપ્રોડક્ટ છે. આપણી અંદર રહેલી પ્રતિભા ઉજાગર થઇને બહાર આવે એટલે પ્રતિભાની પાછળ પૈસા દોડતા આવે છે. અહીં જે ઉદાહરણ રજૂ કરી રહ્યા છીએ એ ફક્ત એક 6 વર્ષના ટાબરીયા રે્યાનની છે.

આજના જમાનામાં તમારી અંદર કંઇ પણ સેલેબલ વસ્તુ હોય તેને એક્સપોઝર મળતા વાર નથી લાગતી. ફેસબુક, યુ ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ જેવા સોશ્યલ મિડીયા પર એક્સપોઝર મેળવીને આજે લોકો પોતાની પ્રોડક્ટ, સેવાથી લઇને કંઇપણ વેચે છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે.

છ વર્ષના ટાબરીયા રે્યાન પણ કંઇક આવું જ કરી રહ્યો છે. એ કોઇ મોટી ધાડ નથી મારી રહ્યો પણ હા, તેને મનગમતા રમકડાનો રિવ્યુ વિડીયો થકી યુટ્યુબ પર શેર કરે છે અને તેના બદલામાં રૂપિયા કમાય છે.

રે્યાન ટૉય્ઝ રિવ્યુ નામની ફેમસ યુટ્યુબ ચૅનલ દ્વારા કરોડો રૂપિયા કમાતો છ વર્ષનો રે્યાન એટલો સુપરહિટ થઈ ગયો છે કે રીટેલ કંપની વૉલમાર્ટે તેની સાથે ડીલ સાઇન કરી છે. વૉલમાર્ટના ૨૫૦૦ સ્ટોર્સમાં રાયનના નામે રમકડાં વેચાશે. કંપનીએ આ બાળકના નામે બનાવેલી બ્રાન્ડનું નામ છે રે્યાન વર્લ્ડ. ગયા વર્ષે રે્યાન યુટ્યુબની તેની ચૅનલ દ્વારા ૧૧ મિલિયન ડૉલર એટલે કે ૭૫ કરોડ રૂપિયા કમાયો હતો. એને કારણે ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ કમાતા યુટ્યુબર્સની યાદીમાં રાયનનો આઠમો નંબર હતો. રાયન નાનો હોવાથી તેના પેરન્ટ્સે બાળકનું નામ અને રાષ્ટ્રીયતા છુપાવી છે. રે્યાનનો પહેલો વીડિયો ૨૦૧૫માં આવેલો અને એ વખતે તે માત્ર ત્રણ વર્ષનો હતો. એમાં તે માટીના રમકડાંથી રમતો હતો. હાલમાં રે્યાનની યુટ્યુબ ચૅનલના એક કરોડ સબસ્ક્રાઇબર્સ છે.

August 8, 2018
INTERPOLlogo.jpg
1min9560

Jayesh Brahmbhatt  98253 44944

ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ પોલીસ દ્વારા વિશ્વભરના એવા ગુનેગારોની યાદી તેમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે જે ગુનેગારો પોતાના દેશમાં કે વિદેશમાં કોઇ ગંભીર પ્રકારનો ગુનો કરીને નાસતા ફરતા હોય. તા.8મી ઓગસ્ટ 2018ના રોજ ઇન્ટરપોલની વેબસાઇટ ચકાસતા જાણવા મળ્યું કે હાલમાં ઇન્ટરપોલ દ્વારા કુલ 104 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં એક નહીં પણ બે ભારતીયો હોવાની માહિતી ત્યાં જ ઉપલબ્ધ થઇ.

ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં પહેલા ભારતીય છે પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયામાં નવડાવીને હાલમાં નાસતા ફરતા નિરવ મોદી છે. નિરવ મોદીએ કરેલા ગુનાની આખી પ્રોફાઇલ ઇન્ટરપોલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે નીચે મુજબની ઇમેજ પરથી જોઇ, જાણી શકાય છે.

 

ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં ભારતના બેંક કૌભાંડી  નિરવ મોદીની કંઇક આવી

પ્રોફાઇલ અપલોડ કરવામાં આવી છે.

 

નિરવ મોદી ઉપરાંત અન્ય એક ભારતીય ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ છે. આ ભારતીય કંઇ બહુ જાણીતી હસ્તી નથી. એક લબર મૂછીયો મુસ્લિમ યુવાન આ યાદીમાં છે. પટેલ સાદિક આદમ નામનો આ યુવાન ફક્ત 21 વર્ષની વયનો છે. તેના પર આરોપ છે કે તેણે માલાવી નામના દેશમાં હત્યાનો ગુનો કરીને નાસતો ફરી રહ્યો છે. માલાવી પોલીસ દ્વારા અનેક વખત તેની શોધખોળ માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે પરંતુ એ મળી આવતો ન હોવાથી ઇન્ટરપોલ દ્વારા તેને મોસ્ટ વોન્ટેડ પર્સન્સની યાદીમાં મૂકી દેવામાં આવ્યો છે.

જેની પ્રોફાઇલ આ મુજબની ઇન્ટરપોલે બનાવીને વેબસાઇટ પર રજૂ કરી છે.

 

August 8, 2018
maratha.jpg
1min11640

આરક્ષણની માગણીને લઇ મરાઠા સંગઠનો દ્વારા આવતીકાલ તા. 9 ઓગસ્ટને ગુરુવારે બંધની હાકલ કરી હોઇ બંધ દરમિયાન રાજ્યમાં હિંસાની ઘટના રોકવા મુંબઈ પોલીસ આજે તા.8મી ઓગસ્ટથી જ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં જોવા મળે છે. અગાઉ આંદોલન દરમિયાન જ્યાં હિંસાની ઘટના બની હતી, એવા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યને વધારાની સિક્યોરિટી ફોર્સ પૂરી પાડી છે. મહારાષ્ટ્રએ 15 કંપનીની માગણી કરી હતી, પરંતુ કેન્દ્રે માત્ર સાત કંપની મોકલી છે, જેમાં રેપિડ એક્શન ફોર્સની છ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (એસઆરપીએફ)ની એક કંપનીનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર પોલીસદળનું સંખ્યાબળ બે લાખ જેટલું છે અને તેમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો પણ સમાવેશ છે. પોલીસની મદદ માટે હોમગાડર્સને પણ તહેનાત કરવામાં આવશે. લોકોને શાંતિપૂર્વક આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવી હોઇ અમે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે અને અફવા પર ધ્યાન ન આપવાનું જણાવ્યું છે.

જો કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઇ આવશે તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવાનું પણ જણાવાયું છે, એમ અધિકારીએ કહ્યું હતું.

આંદોલનનું વીડિયો શૂટિંગ કરવામાં આવશે અને આ વીડિયો તથા સીસીટીવી ફૂટેજ ગુનેગારો તથા તોફાની તત્ત્વોને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે, જે તકનો લાભ લઇને હિંસામાં આચરી શકે છે.

નોંધનીય છે કે મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્ર તેમ જ નવી મુંબઈ અને થાણેમાં મરાઠા સંગઠનો દ્વારા ગયા મહિને બંધની હાકલ કરી હતી અને બંધ દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. 18 જુલાઇથી 27 જુલાઇ દરમિયાન રાજ્યમાં હિંસાના 276 કેસ નોંધાયા હતા. ઉપરાંત 250 સ્થળે પથ્થરમારાની ઘટના, જ્યારે આગજનીની 198 ઘટના બની હતી. રૂ. 4.5 કરોડથી વધુની સરકારી તથા ખાનગી મિલકતને નુકસાન પહોંચ્યું હતું.

August 8, 2018
norta-1280x720.jpg
1min5960
ગુજરાતી સંસ્કૃતિનું સર્વોત્તમ પ્રતિક ગણાતા ગરબા મહોત્સવ એટલે કે નવરાત્રી દરમિયાન સ્કુલ-કોલેજોથી લઇને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નવ દિવસનું વેકેશન જાહેર કરવાનો આરંભ આ વર્ષથી રાજ્ય સરકારે કર્યો છે. પરંતુ, સ્કુલ્સના વિદ્યાર્થીઓ માટે નવરાત્રી વેકેશન માત્ર નામનું વેકેશન અને તેમાં પણ ગરબા ઘૂમવાની જગ્યાએ વાંચનમય રહેવું પડે તેવી સ્થિતિ છે કેમકે નોરતાં પૂર્ણ થાય એટલે તરત જ શાળાકીય પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થશે.
રાજ્યમાં ૧૦થી ૧૮ ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનો પર્વ ઉજવાશે  અને એ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને તા. ૧૮ ઓક્ટોબરથી પ્રથમ કસોટીનો પ્રારંભ થશે. જેના લીધે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગતા નવરાત્રી વેકેશન પરીક્ષા પહેલા સ્ટડી હોલીડે બની રહે તો નવાઇ નહીં. હવે રાજ્યના વાલીઓ તેમજ શિક્ષકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે ક્યાં તો પરીક્ષાનું શિડ્યુલ બદલવાની મંજૂરી આપવામાં આવે અગર તો સત્રાંત કસોટી વહેલી યોજવામાં આવે.
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલો શરૂ  થઈ ત્યારે જ એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે, જેમાં વર્ષ દરમિયાન કયા માસમાં કેટલા દિવસનો અભ્યાસ રહેશે અને પરીક્ષાઓ ક્યારથી શરૂ થશે તે અંગેની તારીખો જાહેર કરી દેવાય છે. જેના પગલે રાજ્યની તમામ સ્કૂલોમાં એકસુત્રતા જળવાય.
August 8, 2018
spa_rajkot.jpg
1min8160
રાજકોટમાં ગત રવિવાર તા.5મી ઓગસ્ટના રોજ રાજકોટ પોલીસે થાઇ મસાજ, સ્પા સેન્ટર્સ પર રેઇડ કરીને અંદાજે 45 જેટલી વિદેશી વર્કર્સ મોટે ભાગે થાઇલેન્ડની યુવતિઓને ઝડપી પાડી હતી. તેમની સામે ઇમિગ્રેશન કાયદાના ભંગ બદલની કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓ ટુરીસ્ટસ તરીકે ભારત, રાજકોટ આવીને અહીં કમાણી કરી રહી હતી. આ યુવતિઓના જ્યારે પાસપોર્ટ ચેક કરાવવામાં આવ્યા ત્યારે એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી કે એવા રાજકોટવાસીઓને આંચકો લાગશે કે જેમણે આ યુવતિઓને યુવતિ સમજીને તેમના હાથે બોડી મસાજની મજા માણી હશે. ખરેખર 45 યુવતિઓ પૈકી 6 તો ભાયડા એટલે કે પુરુષ નીકળ્યા હતા. તેમના પાસપોર્ટના વેરિફિકેશન દરમિયાન આ વિગત બહાર આવી હતી. સ્વરૂપવાન યુવતિ તરીકેની પર્સનાલિટી ધરાવતા 6 યુવકો હતા અને તેમણે થાઇલેન્ડમાં સેક્સ ચેન્જ કરાવીને યુવક બન્યા હતા.
સારું છે કે એ છ પાત્રના ચહેરા કે નામ કે એમના ‘કામ’નું સ્થળ પોલીસ જાહેર નથી કરતી, નહિતર કદાચ રાજકોટના અનેક શોખીનોને એ જોઈ-જાણીને આઘાત લાગ્યો હોત કે પોતે જેની પાસે ‘હોંલે હોંલે’ હળવે હાથે બોડી મસાજ કરાવી આવ્યા એ યુવતીઓ ખરેખર તો ભડભાદર જુવાનિયા છે!
રાજકોટ પોલીસે રાજકોટમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પા સેન્ટરોમાં એવી તપાસ હાથ ધરી હતી કે સ્પા સંચાલકો પાસે લાયસન્સ છે કે કેમ, જે યુવતીઓ કામ કરે છે તેની સાથે કરાર થયા છે કે કેમ, પોલીસ વેરિફીકેશન કરાવ્યું છે કે નહીં એ તમામ મુદ્દે તપાસ કરતાં 12 સ્પા સેન્ટરમાંથી 41 યુવતીઓ એવી મળી આવી જે અહીં ટૂરિસ્ટ વિઝાની આડમાં આવી હતી અને પછી રોકાઈ ગઈ હતી.
આમાંથી 41 યુવતી થાઈલેન્ડની, 3 રશિયન અને એક કઝાકિસ્તાનની છે. આ પ્રકારે ટુરીસ્ટ તરીકે આવીને અર્થોપાર્જન કરી રહેલી યુવતિઓને ડિપોર્ટ કરવા નિર્ણય લેવાયો અને તે માટેની ઘણીખરી કામગીરી પૂરી થઈ ગઈ છે. દરમિયાન યુવતિઓના પાસપોર્ટ વેરિફીકેશનની ઔપચારિકતા આદરી ત્યારે પોલીસને માલૂમ પડ્યું કે 41માંથી 6 ગર્લ્સ ખરેખર બોયઝ છે અને લીંગ પરિવર્તન કરાવીને છોકરી બન્યા છે !
August 8, 2018
nogst.jpg
1min13070

ભારતમાં ઓફિસ ધરાવતી વિદેશી કંપનીઓને GSTમાં રાહત મળી છે. GST કાઉન્સિલે બેન્કિંગ, ઇન્શ્યોરન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, IT અને ITES સેક્ટર્સમાં કાર્યરત વિદેશી કંપનીઓની ભારત ખાતેની બ્રાન્ચ અને પ્રોજેક્ટ ઓફિસિસને GSTમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેનું નોટિફિકેશન ટૂંક સમયમાં ઇશ્યૂ કરવામાં આવશે.

ઇન્ડિયન બેન્ક એસોસિયેશન સહિતનાં ઉદ્યોગ સંગઠનોએ સરકાર અને GST કાઉન્સિલને આ મુદ્દે રજૂઆત કરી હતી. વિદેશમાં બ્રાન્ચ ઓફિસ ધરાવતી મોટા ભાગની બેન્કો અને વિદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ GSTના મુદ્દે પરેશાન હતી. સામાન્ય રીતે વિદેશી ઇન્ફ્રા કંપનીઓ પ્રોજેક્ટ ઓફિસસ દ્વારા પ્રોજેક્ટ્સનો અમલ કરે છે.

સામાન્ય રીતે આ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ટેક્સ લાગતો ન હતો અને કદાચ GST હેઠળ પણ તેના પર ટેક્સ લેવાનો ઇરાદો ન હતો. જોકે, વિભાગે કંપનીઓને આ ચાર્જિસ અંગે ટેક્સ નોટિસ ઇશ્યૂ કરી ત્યારે કાનૂની વિવાદ થયો હતો.

GST કાયદા હેઠળ ‘સપ્લાય’ની ‌વ્યાખ્યા ઘણી વ્યાપક છે. તે બે વ્યક્તિ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર ટેક્સને મર્યાદિત કરતી નથી. GST કાઉન્સિલે હવે આ પ્રકારના સપ્લાયને કરમાંથી મુક્તિ આપવા વ્યાખ્યામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેને તા.21 જુલાઇ 2018ની GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

ભારતમાં કોઈ વ્યક્તિની કંપની કે એન્ટિટી દ્વારા ભારતની બહાર એ જ વ્યક્તિની કંપની કે એન્ટિટીને અપાયેલી સર્વિસિસને ઇન્ટિગ્રેટેડ GSTમાંથી મુક્તિ આપવામાં આવશે. કારણ કે સપ્લાયનું સ્થાન ભારતની બહાર છે. આવી શરત GSTના નિયમોમાં સામેલ કરાય તેવી શક્યતા છે. જોકે, કાનૂની વિવાદ ટાળવા ટેક્સ નિષ્ણાતો આ ફેરફાર પહેલી જુલાઈની પશ્ચાદ્‌વર્તી અસરથી અમલી બને તેવું ઇચ્છે છે. કારણ કે તેની જોગવાઈ જુલાઈથી અમલી બની હતી.

કરમુક્તિના કારણે ઉદ્યોગને જરૂરી રાહત મળશે. જોકે, તેનો અમલ 1 જુલાઈ 2017થી થાય છે કે નોટિફિકેશનની તારીખથી કરવામાં આવે છે એ જોવું મહત્ત્વનું બનશે. રાજસ્થાન ઓથોરિટી ફોર એડ્વાન્સ રુલિંગ્સના તાજેતરના ચુકાદામાં પણ જણાવ્યા અનુસાર લાયેઝન ઓફિસના વિવિધ ખર્ચ અને ચાર્જિસના રિઇમ્બર્સમેન્ટ પર GST લાગુ નહીં પડે.

August 8, 2018
download.jpg
1min12880

ચેન્નઇ: એક પટકથાલેખકની રૂએ તેઓ તમિળનાડુમાં ભગવાનનો દરજ્જો ભોગવતા ફિલ્મસ્ટારોના પડછાયામાં રહી શક્યા હોત પરંતુ વિધિએ તેમની માટે કંઇક ઓર જ વિચાર્યું હતું.

આખાબોલા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા કરુણાનિધિની યોજના જ કંઇ અલગ હતી. તમિળનાડુના દ્રવિડીયન રાજ્યના નાયક બનીને તેમણે ભલભલા ફિલ્મસ્ટારોને ઝાંખા પાડી દે તેવી રિઅલ એક્ટિંગ કરી લીધી. ટીનસેલ ટાઉનના અને રાજકીય તખ્તાના તેમના કટ્ટર હરિફ એમ. જી. રામચંદ્રન અને તેમના મિત્ર જયલલિતાને તેમણે વર્ષો સુધી હંફાવ્યા અને તમિળનાડુની રાજગાદી પર એક વાર નહીં પરંતુ પાંચ-પાંચ વાર રાજ કર્યું.

વર્તમાન સમયના રાજકીય કાવાદાવાઓની પાકી સમજ અને આવડત ધરાવતા કરુણાનિધિનું તેમના રાજ્યની બહાર પણ અને દિલ્હીના રાજકીય વર્તુળોમાં પણ સારું એવું પ્રભુત્વ હતું. નવી દિલ્હીમાં કૉંગ્રેસ અને ભાજપ બંને સાથે યુતિ કરી તેમણે ઘણી વાર તકવાદી તરીકે લોકોની ખફગી પણ વહોરી લીધી હતી.

મુથુવેલ કરુણાનિધિ પાંચ વખત તમિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૧૯૩૮માં ૧૪ વર્ષની નાની વયે તેમના ગામ તિરુવરુરમાં હિન્દી વિરોધી આંદોલનમાં જોડાઇને તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું.

બુદ્ધિગમ્ય અને સમતાવાદી વિચારધારા ધરાવતા ડીએમકે પક્ષના સ્થાપક ઇ.વી. રામાસામી ‘પેરિયાર’ અને રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઇના વિચારોની ઘણી ઊંડી અસર તેમના પર પડી હતી અને ધીમે ધીમે તેઓ દ્રવિડીયન આંદોલનનો ચહેરો બની ગયા, જે મહિલાઓ માટે અને સમાજના પછાત વર્ગ માટે સમાન અધિકારની લડત ચલાવતા હતા અને બ્રાહ્મણ પ્રથાના વિરોધી હતી.

વિધાનસભામાં તેઓ ૧૩ વખત ચૂંટાયા હતા. ફેબ્રુઆરી, ૧૯૬૯માં અન્નાદુરાઇના મૃત્યુ બાદ પોતાના કૌશલ્ય અને હોંશિયારીથી વી.આ. નેદુચેરિયનને પાછળ ઠેલી તેઓ મુખ્ય પ્રધાન બની ગયા.

તેમના જુનિયર અને લોકલાડીલા ફિલ્મ કલાકાર એમ. રામચંદ્રને નેદુચેરિયનને તેમના રસ્તામાંથી હટાવવામાં ઘણો સાથ આપ્યો, એ સમયે નેદુચેરિયન અન્નાદુરાઇ કેબિનેટમા ંનંબર ટૂના સ્થાને ગણાતા હતા.

વર્ષો બાદ કરુણાનિધિ અને એમજીઆર (રામચંદ્રનનું લોકલાડીલું નામ) છૂટા પડ્યા. એમજીઆરે એઆઇએડીએમકે પક્ષની સ્થાપના કરી.

૧૯૫૭માં તેઓ કુલીથલાઇ મતદારક્ષેત્રમાંથી જીતીને આવ્યા ત્યારથી લઇને ૨૦૧૬માં જ્યારે તેઓ થિરુવરુર ખાતેથી ચૂંટાઇ આવ્યા ત્યાં સુધી છ દાયકા સુધી કરૂણાનિધિ ધારાસભ્ય રહ્યા હતા. (૧૯૮૬ ને ૧૯૮૯ના સમયગાળાને બાદ કરતા)

૧૯૮૪માં તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા, જેને એમજીઆર સરકારે ૧૯૬૯માં નાબૂદ કરી. શ્રીલંકાના તમિળોના પ્રશ્ર્ને તેમણે ૧૯૮૩માં તેમણે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું.

૧૬૬૯ના જુલાઇમાં તેઓ ડીએમકેના વડા બન્યા અને આ પોસ્ટ પર તેઓ મૃત્યુ પર્યંત રહ્યા.

૧૯૭૧, ૧૦૮૯, ૧૯૯૬, ૨૦૦૬માં તેઓ તામિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૨૦૧૧માં તેઓ જ્યારે તેમના મિત્ર-કમ-દુશ્મન જયલલિતાના હાથે હાર્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘લોકોએ મને થોડો આરામ આપ્યો છે.’

ડીએમકેના મુખપત્ર મુરાસોલીમાં તેઓ મુ.કા.ના નામે ઓળખાતા હતા. તેમની આત્મકથા નેનજુકુ નિધિ’ તેમના સમર્થકો માટે તેમના જીવનની ઘણી રસપ્રદ માહિતી પૂરી પાડે છે.

તેમની જેમ જ ફિલ્મી બૅક ગ્રાઉન્ડ ધરાવતા અન્નાદુરાઇની સાથે સાથે તેમણે પણ ફિલ્મી માધ્યમનો તેમની રાજકીય કારકિર્દી ઉંચકવા ઉપયોગ કર્યો. એમજીઆર અને અન્ય ટીનસેલ ટાઉન આઇકોન ગણેશનની પ્રથમ ફિલ્મના ડાયલોગ કરુણાનિધિએ લખ્યા હતા.

૧૯૭૨માં ભ્રષ્ટાચારના મુદ્દે એમજીઆરે જ્યારે કરુણાનિધિ સામે જ્યારે મોરચો માંડ્યો અને પાર્ટીના ફાઇનાન્સનો હિસાબ માગ્યો ત્યારે કરૂણાનિધિની રાજકીય કારકિર્દીને ભારે ધક્કો લાગ્યો.એમજીઆરની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને એઆઇએડીએમકેનો જન્મ થયો. એમજીઆરના પક્ષનો ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૫માં વિજય થયો અને ૧૯૮૭માં મૃત્યુ સુધી એમજીઆર મુખ્ય પ્રધાનપદે રહ્યા અને કરુણાનિધિને વિરોધ પક્ષમાં બેસવાની ફરજ પડી.

૧૯૮૯માં ફરીથી સત્તા પર આવેલા કરુણાનિધિને ૧૯૯૧માં એમજીઆરની મિત્ર જયલલિતાના હાથે હાર ખમવી પડી. તેઓ ૧૯૯૬માં પાછા સત્તા પર આવ્યા, પરંતુ જયલલિતાના શાસનમાં એઆઇએડીએમકે ૨૦૦૧માં તેમનો પરાભવ થયો.

રાજકારણમાં કોઇ કાયમી મિત્ર નથી અને કોઇ કાયમી શત્રુ નથી એ ઉક્તિને સાર્થક ઠેરવતા હોય તેમ તેમણે ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો વિરોધ કર્યો અને ઘણી વાર કૉંગ્રેસ, ભાજપ સાથે ગઠબંધન પણ કર્યું.

વાજપેયીની ભાજપ સરકારે શ્રીલંકાના તમિળો સામે થયેલા અત્યાચાર અંગે કૂણું વલણ અપનાવ્યુ એના વિરોધમાં તેમણે તેમની સરકાર સાથે છેડો ફાડ્યો હતો.

૧૯૮૦માં તેમણે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.

તેમની પુત્રી અને સાસંદ કનિમોઝીનું નામ જ્યારે ટૂ-જી કૌંભાંડમાં આવ્યું ત્યારે તેમને ધક્કો લાગ્યો.

દરેક પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલનાર કરુણાનિધિ રાજકીય માસ્ટર તરીકે હંમેશા યાદ રહેશે.