CIA ALERT
14. May 2024
August 10, 20181min6760

Related Articles



આજથી દરિયાની મોટી ભરતી મુંબઇના બીચો પર ટનબંધી કચરો ઘસડી લાવશે

Share On :
Print Friendly, PDF & Email

મુંબઇને માથે કોઇને કોઇ આપત્તિ મંડળાયેલી રહેતી હોય છે. હાલમાં મેઘરાજાએ મુંબઇમાં પોરો ખાધો છે ત્યારે હવે દરિયો મુંબઇવાસીઓ માટે નવું સંકટ લઇને આવી રહ્યો છે. આગામી સપ્તાહમાં મુંબઇના દરીયાકાંઠે મોટી ભરતી આવશે અને આ મોટી ભરતી સમુદ્રનો કચરો મુંબઇના દરીયા કિનારાઓ પર ઘસડી લાવશે. આ સમસ્યાથી છુટકારો મેળવતા ફરીથી મુંબઇગરાઓ સમેત તંત્રવાહકોએ દિવસો સુધી સફાઇ કામગીરી કરવી પડશે.

જાણકારો કહે છે કે આગામી સપ્તાહમાં દરિયામાં મોટી ભરતી આવશે અને દરિયાઇ મોજાં ઉંચા ઉછળશે તેની સાથે જ મુંબઈના કિનારા પર મોટા પ્રમાણમાં કચરો તણાઈને આવવાની શકયતા છે.  આ મહિને દરિયામાં છ દિવસ મોટી ભરતી છે. દસમી ઑગસ્ટથી 15 ઑગસ્ટ દરમિયાન મોટી ભરતી છે, જેમાં સૌથી ઊંચી ભરતી સોમવાર 13 ઑગસ્ટના છે, તે દિવસ દરિયામાં 4.96 મીટર ઊંચા મોજાં ઉછળશે. તો આજે 4.60 મીટર, શનિવારે 4.82 મીટર, રવિવારે 4.95 મીટર, મંગળવારે 4.85 મીટર અને બુધવારે 4.62 મીટર જેટલા મોજાં ઊંચા ઉછળશે. છેલ્લાં થોડાં વર્ષમાં દરિયામાં કચરો નાખવાનું પ્રમાણ વધી ગયું છે. ચોપાટી પર મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. તેમાંથી મોટાભાગના લોકો દરિયામાં કચરો નાખતા હોય છે. તો જહાજના માધ્યમછી પણ નાખવામાં આવતો કચરો ભરતીના સમયમાં મોજાની સાથે કિનારા પર ધસડાઈને આવતો હોય છે. 15 જુલાઈના મોટી ભરતી હતી અને મોજાં 4.97 મીટર ઊંચાં ઉછળ્યાં હતાં ત્યારે કચરાના ઢગલા ને ઢગલા મરીન ડ્રાઈવ, જૂહુ, દાદર, માહિમ ચોપાટી પર પાણીની સાથે તણાઈને આવ્યા હતા. લગભગ 2015 મેટ્રિક ટન જેટલો કચરો મુંબઈના દરિયા કિનારા પર ઠલવાયો હતો. તેથી આજથી છ દિવસ ભરતીના છે ત્યારે ફરી મોજાની સાથે મોટા પ્રમાણમાં કચરો તણાઈ આવવાની શકયતાને પગલે પાલિકાએ મોટી સંખ્યામાં સફાઈ કામગારોને તહેનાત રાખ્યા છે.

મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની ક્ષમતા કલાકના 50 મિલીમીટર વરસાદી પાણીનો નિકાલ કરવાની છે પણ દરિયામાં મોટી ભરતી હોય અને દરિયામાં મોજા 4.5 મીટરથી ઊંચા ઉછળતા હોય અને બરોબર તે જ સમયે મુશળધાર વરસાદ પડતો હોય તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. તેને કારણે દર વર્ષે ચોમાસામાં મોટી ભરતીના દિવસની પાલિકા યાદી બનાવીને તે દિવસે દરિયા કિનારા પર પાલિકા યંત્રણા સુજ્જ રહેતી હોય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :