CIA ALERT

Alert Archives - Page 495 of 521 - CIA Live

August 13, 2018
ugc.jpg
1min6370

રાજ્યની અને કેન્દ્રની યુનિવર્સિટીના ડિસ્ટન્સ એજ્યુકેશનના અંતર્ગત દેશ અને રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા  ૩૫ પ્રોફેશનલ અભ્યાસક્રમની માન્યતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ રદ્દ કરી દીધી છે, આ નિર્ણયને લીધે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. સ્પષ્ટીકરણ આપીને યુજીસીના આ નિર્ણયને બદલવા માટે ઇન્સ્ટ્ટ્યિૂટ પાસે એક મહિનાનો સમય છે.

ગઇ તા.9મી ઓગસ્ટના રોજ યુજીસી નવી દિલ્હીના ડિસ્ટન્સ એજ્યુકેશનના બ્યુરોએ જાહેરાત કરી હતી કે નિયમિત રીતે નિર્ધારિત અભ્યાસક્રમનું સંચાલન છેલ્લાં પાંચ વર્ષથી નહીં કરાયું હોય એવી યુનિવર્સિટીના અભ્યાસક્રમની માન્યતા રદ્દ થઇ શકે છે. એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમની સંબંધિત રૅગ્યુલેટરી ઑથોરિટીની મંજૂરી મળ્યા બાદ જ આ અભ્યાસક્રમને માન્યતા મળશે. ડીમ્ડ યુનિવર્સિટીના અભ્યાસક્રમની ઝીણવટભરી તપાસ હાલમાં ચાલી રહી છે.

એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા  ૩૫ પ્રોફેશનલ અભ્યાસક્રમો ચલાવતી પ્રાઇવેટ, ડીમ્ડ, ડિસ્ટન્સ લર્નિંગની યુનિવર્સિટીઓ શિક્ષણને બદલે સીધેસીધી ડિગ્રીઓ જ વેચી દેતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. કેટલાક સંગીન પુરાવા સાથે દાખલાઓ પણ મળતા યુજીસીએ આકરી કાર્યવાહી કરી છે. સમગ્ર દેશમાં આ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે. ગઇ તા.8મી ઓગસ્ટના રોજ યુજીસીએ જે અભ્યાસક્રમોને માન્યતા આપી છે તેની વિગતવાર માહિતી અત્રે પ્રસ્તુત છે. આ યાદી અનુસારના અભ્યાસક્રમોમાં જ પ્રવેશ લેવા માટે ઉમેદવારોને જણાવવામાં આવે છે.

https://www.ugc.ac.in/pdfnews/9969719_UGC-RECOGNITION-FOR-ODL-PROGRAMMES-2018-19-ONWARDS.pdf

UGC_distance_learning

August 13, 2018
psp1.jpg
1min8890

સૂર્ય ફરતેના આગઝરતા વાતાવરણના રહસ્યો જાણવા તથા તેની અવકાશી હવામાન પર થતી અસરનો અભ્યાસ કરવા સાત વર્ષની અભૂતપૂર્વ સફરે રવિવારે નાસાનું પાર્કર સૉલર પ્રૉબ રવાના થયું હતું. સૂર્યને સ્પર્શવાના માનવજાતના પહેલા મિશનનું રવિવારે સફળ ઉડ્ડયન થયું હતું. કેપ કેનેવરલ ઍર ફૉર્સ સ્ટેશનના સ્પૅસ લૉન્ચ કૉમ્પ્લેક્સ ૩૭ પરથી દોઢ અબજ અમેરિકી ડૉલરના આ અવકાશયાનનું ભારતીય સમય પ્રમાણે રવિવારે બપોરે ૩.૩૧ કલાકે ઉડ્ડયન થયું હતું. જોકે શનિવારે પાર્કર સૉલર પ્રૉબને લઇ જનાર યુનાઇટેડ લૉન્ચ અલાયન્સ ડેલ્ટા ફૉર હેવી રૉકેટનું ઉડ્ડયન થવાનું હતું. આ ઉડ્ડયનને સાવ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યું હતું.

નાસાએ પોતાના બ્લૉગ પૉસ્ટ પર જણાવ્યું હતું કે,‘અવકાશયાન સારી હાલતમાં છે અને પોતે જ પોતાનું સંચાલન કરી રહ્યું છે. પાર્કર સૉલર પ્રૉબે સૂર્યને સ્પર્શવાનું તેનું મિશન આદર્યું છે.’ લૉન્ચ થયાના થોડા સમયમાં જ અવકાશયાન તેનું વહન કરતા રૉકેટથી અલગ થઇ ગયું હતું.
કોઇ જીવતા વિજ્ઞાનીનું નામ અપાયું હોય એવું આ પહેલું મિશન છે. ૧૯૫૮માં સૌરપવનોના અસ્તિત્વ અંગે શોધ કરનાર હાલ ૯૧ વર્ષના યુજીન એન. પાર્કરનું નામ સૉલર પ્રૉબને અપાયું છે.

સૌરપવનો ઊર્જા વહન કરતી રજકણો અને ચુંબકીય ક્ષેત્રોનો એવો પ્રવાહ છે જે સતત સૂર્યમાંથી વહેતો રહે છે.કારની આકારનું યાન સીધું સૂરજના વાતાવરણમાં પ્રવાસ કરશે અને એ સૂર્યની સપાટીથી ૩૮ લાખ માઇલ દૂર હશે. જોકે આજ સુધી સૂર્યની નજીક જનારા યાનની સરખામણીમાં પાર્ક સૉલર પ્રૉબ સાત ગણાથી વધુ અંતર નજીક હશે. આનું શ્રેય તેની થર્મલ પ્રૉટેક્શન સિસ્ટમને આપી શકાય. સૂર્યની સૌથી નજીક આ યાન હશે ત્યારે તે પ્રતિ કલાકે સાત લાખ માઇલ્સની ઝડપે સૂર્યની ફરતે ફરતું હશે અને તેણે ૧,૩૭૭ અંશ સેલ્સિયસ ગરમીનો સામનો કરવા પડશે. સૂર્યના બહારના વાતાવરણ કૉરૉનામાં યાન ૨૪ ભ્રમણ કરશે અને એ દરમિયાન કૉરૉના અંગે સંશોધન કરશે. સૂર્યના વાતાવરણના રહસ્યોનો પર્દાફાશ કરવા માટે યાન શુક્રના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરશે અને શુક્ર ફરતે સાત ભ્રમણ કરશે જેના દ્વારા સૂર્યના વાતાવરણમાં પ્રવેશી શકશે.

 

August 12, 2018
tank.jpg
1min6180

ગુજરાતમાં ચોમાસું હોવા છતાં ઓછા વરસાદને કારણે ઘણી જગ્યાએ પીવાના પાણીની અછત વર્તાઇ રહી છે. હજીયે ઓછા વરસાદ વાળા કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો દોડી રહ્યા છે. રાજ્યના 7 જિલ્લાના 20 તાલુકાના 56 ગામો તથા 36 પરાં મળીને 92 ગામ-પરામાં 64 ટેન્કરોના કુલ 234 ફેરા કરીને પીવાનું પાણી પહોચતું થઇ રહ્યું છે. રાજ્યમાં 24મી જૂને ઉનાળાની સિઝનના સૌથી વઘુ 478 ટોન્કરોના 1,978 ફેરા દ્વારા 72 તાલુકાના 1,037 ગામ-પરામાં પીવાનું પાણી અપાયું હતું, તેની તુલનામાં અત્યારે ઘણી હળવી સ્થિતિ છે.

કચ્છ જિલ્લાના 6 તાલુકાના 48 ગામ-પરામાં, સુરેન્દ્રરનગરના 3 તાલુકાના 8 ગાલ-પરામાં, મોરબીના 5 તાલુકાના 13 ગામ-પરામાં, દ્વારકાના 2 તાલુકાના 12 ગામ-પરામાં, બનાસકાંઠાના 2 તાલુકાના 8 ગામ-પરામાં તેમજ જામનગર-ભાવનગરના એક-એક તાલુકામાં અનુક્રમે 2 અને 1 ગામોમાં પીવાનું પાણી ટેન્કરથી અપાઇ રહ્યું છે. આ બઘા ગામોમાં ઘણો ઓછો વરસાદ થયો છે. જો કે હવે પખવાડિયાના અંતરાલ બાદ ગઇકાલ બુધવારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, જેને કારણે ટૂંક સમયમાં જ ટેન્કરોથી પીવાનું પાણી આપવાની કામગીરી મોટાભાગે બંધ થશે, તેમ સૂત્રો જણાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ચોમાસાની સિઝનની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં વરસાદ જોવા મળ્યો હતો પણ હજુ ઉત્તર ગુજરાત અને અમદાવાદ જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાં મેઘાની મહેર થઇ નથી. આમ વરસાદ નહીં વરસે તો પીવાની સમસ્યા વધુ વકરે તેવા એધાણ છે. કેમ કે, વરસાદ ઓછો પડશે તો અમદાવાદ સહિત મોટા શહેરોમાં પાણીની તંગી સર્જાશે.

August 12, 2018
ko1.jpg
1min9980

નોર્થ કોરિયા ખાતે સરકારની સ્થાપનાની 70મી જયંતી આવતા મહિને ઉજવાઈ રહી હોવાથી નોર્થ કોરિયાએ પ્યોંગયાંગની મુલાકાતે આવનારા ચાઇનીઝ પ્રવાસીઓના સમૂહને નોર્થ કોરિયા આવવાની પરવાનગી આપવા મનાઈ ફરમાવી છે.

ચાઇનીઝ ટુર ઓપરેટર્સને આગામી 20 દિવસ પ્યોંગયાંગ સહિત નોર્થ કોરિયામાં હોટલ રિનોવેશનનું કામ ચાલુ હોવાથી પ્યોંગયાંગની ટૂર યોજવા પર પ્રતિબંધ મુકાઈ રહ્યો હોવાનું પ્યોંગયાંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અગાઉ પણ નોર્થ કોરિયા વિદેશીઓને નોર્થ કોરિયાની મુલાકાત માટે પ્રતિબંધ મૂકી ચૂક્યું છે, જે માટે દેશ દ્વારા અન્ય કાર્યક્રમોના આયોજનનું કારણ જણાવવામાં આવ્યું હતું.

અન્ય ટ્રાવેલ એજન્સી દ્વારા પણ તેમના ચાઇનીઝ પાર્ટનરને ‘સ્ટેટ ડિસીઝન’ હેઠળ ચાઇનીઝ ગ્રૂપ ટૂરનું આયોજન નહીં કરવા જણાવવામાં આવ્યું છે. નોર્થ કોરિયન નેતા કિમ જોંગ ઉન દ્વારા નવા વર્ષના વક્તવ્યમાં જ 70મા રિપબ્લિક દિવસની ભવ્ય ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. ઉજવણીમાં નોર્થ કોરિયન નાગરિકો સહિત ફોરેન ડેલિગેશન પણ તેના સાંસ્કૃતિક મહોત્સવમાં જોડાશે.

સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ નોર્થ કોરિયાની મુલાકાતે જનારા ચાઇનીઝ લોકોની સંખ્યામાં વધારો થયો છે. નોર્થ કોરિયાના વિવિધ સ્થળો ઉપરાંત ડિમિલિટરાઇઝડ ઝોનની મુલાકાતે પ્રતિદિન 1000થી 2000 લોકો જઈ રહ્યા છે.

August 12, 2018
mg.jpg
1min8150

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં

દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી

યુનિવર્સિટીઓ રચનાત્મક કામગીરી કરવાની જગ્યાએ બિનજરૂરી કામગીરીઓમાં જોતરાયેલી રહેતી હોય છે અને જે કાર્ય ભારતની ભાવિ પેઢી માટે રચનાત્મક હોય તેમાં તો સાવ જ ઉદાશીન રહે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી, એમ કેન્દ્રના માનવસંસાધન અને વિકાસ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.

યુનિવર્સિટીની યંત્રણાનાં શૈક્ષણિક સ્રોતોને વધુ સમૃદ્ધ કરવાના આશયથી યુજીસીએ વિખ્યાત અને પ્રેરણાદાયી લોકો તેમ જ જે તે ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર લોકોના નામની ચૅરની સ્થાપના કરવાની યોજના ઘડી કાઢી હતી. શાંતિ, અહિંસા, સ્વતંત્રતાની ચળવળ અને રાષ્ટ્રીય એકતામાં અભૂતપૂર્વ અને અમૂલ્ય યોગદાન આપવા બદલ યુજીસીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના કરવાની મંજૂરી આપી હતી, પરંતુ દેશની કોઈ યુનિવર્સિટી દ્વારા મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના તો કરવામાં નથી જ આવી, પરંતુ એ માટેનો પ્રસ્તાવ પણ યુજીસીને ન મળ્યો હોવાનું માનવસંસાધન અને વિકાસ ખાતાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. જોકે વિદ્યાર્થીઓ ગાંધીજી અંગેનો અભ્યાસ કરવામાં રસ લેતા હોવાનું જણાઈ રહ્યું છે તાજેતરમાં વરસોમાં સ્નાતક, અનુસ્નાતક, એમ. ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિષયના અભ્યાસ માટે તેમનું નામ નોંધાવ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ વર્ષ 2017-18માં યુજીસીના ગાંધીજીને લગતા અભ્યાસક્રમ માટે 419 વિદ્યાર્થીઓએ તેમનું નામ નોંધાવ્યું હતું તો આ માટે નામ નોંધાવનાર પૉસ્ટગ્રેજ્યુએટ, એમ.ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓનો આંક અનુક્રમે 796, 51 અને 78 રહ્યો હતો.

August 11, 2018
logo.jpg
1min9370

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદન અને કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સે મળીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભોજનનો બગાડ થતો અટકાવવો. એટલે કે મુંબઈભરમાં જ્યાં પણ એક્સ્ટ્રા અથવા વધેલું ખાવાનું હોય એને નિર્ધારિત સ્થળે એકત્રિત કરીને એને ભૂખ્યા લોકો સુધી સમયસર પહોંચાડવાનું ઉત્કૃષ્ઠ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં આવી કોઇ રોટી બેંકની શરૂઆત થશે ખરી

સુરત શહેરમાં આમ તો છુટીછવાયી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક લોકો, કેટલીક સંસ્થાઓ ગરીબ લોકો સુધી ખાવાનું પહોંચતું કરી રહ્યા છે પરંતુ, તેમાં એકસૂત્રતો જોવા મળતી નથી. મુંબઇમાં રોટી બેંકની કામગીરી જોઇને સુરતમાં જો આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સુરતમાં કદાચ કોઇ ભૂખ્યું નહીં સૂવે.

 

મુંબઈમાં થતા ક્રાઇમને ઘટાડવા માટે ભૂખ્યાને ભોજન મળી જાય એવી વ્યવસ્થા થાય તો પણ ઘણું કામ થશે. આવો વિચાર આવેલો મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદનને. આ વિચારથી પ્રેરાઈને જ તેમણે રોટી બૅન્કની શરૂઆત કરી છે ૨૦૧૭ના ડિસેમ્બરથી, જેના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકોને ભોજન પીરસવામાં આવ્યું છે.

 

રોટી બૅન્ક દ્વારા અત્યાર સુધીમાં લગભગ એક લાખ મીલનું વિતરણ થઈ ચૂક્યું છે. જોકે તેમનો ટાર્ગેટ છે મહિનામાં ઓછામાં ઓછી દસ લાખ ફૂડ પ્લેટનું વિતરણ થાય.

મુંબઈમાં પણ એવા લાખો લોકો છે જેમને ખાવાનાં સાંસા છે. કેટલાક દિવસમાં એક વડાપાંઉ અને પાણીથી પેટ ભરે છે તો કેટલાકને એક ટંક ભોજન પણ માંડ મળે છે. ભૂખ્યો માણસ પોતાની ભૂખને પોષવા માટે ખોટો રસ્તો અપનાવતાં ખચકાતો નથી.

રોટી બૅન્કનો મૂળ વિચાર મુંબઈના ડબ્બાવાળાઓનો હતો, જેમણે સૌથી પહેલાં મુંબઈમાં જ્યાં પણ વધારાનું ખાવાનું હોય તેમની પાસેથી એ એકત્રિત કરીને એને મુંબઈના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. જોકે આ કામને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું કામ કર્યું ડી. શિવાનંદન અને વિદેશમાં વસતા નીતિન ખાનપુરકરે. આ બન્ને મહાનુભવોએ મળીને ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. નટરાજન, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સુશીલ જીવરાજકા, સાઇકોલૉજિસ્ટ તરલ પારેખ, બૅન્કર અસ્મિતા ગડા જેવા અગ્રણી પ્રોફેશનલ્સને જોડીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે. સમાજ-કલ્યાણ માટે વર્ષોથી સક્રિય ડી. શિવાનંદન કહે છે, ‘આ કન્સેપ્ટ નવો નથી. ઘણા લોકો મુંબઈમાં અને દેશના અન્ય ખૂણામાં પણ આ રીતે લોકોને ખાવાનું પહોંચાડે છે. અમારી મકસદ છે કે ફૂડનો બગાડ ન થાય. સારું અને તાજું ખાવાનું આમ જ ગટરમાં નખાતું હોય અને બીજી બાજુ લાખો લોકો બ્રેડના ટુકડા માટે તરસતા હોય એ કેવી રીતે ચાલે? આજે ભૂખમરો વૈશ્વિક પ્રશ્ન બની ચૂક્યો છે ત્યારે ખાવાનું ગટરમાં જતું અટકાવવું એ આપણા સૌની પહેલી જવાબદારી છે.

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે. અત્યારે આ સંસ્થા દ્વારા સરેરાશ ૪૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.

રોટી બૅન્કમાં અત્યારે બે ડિસ્ટ્રિબ્યુશન વૅન ચાલે છે, જેના માટે એક હેલ્પર અને એક ડ્રાઇવર એમ ચાર લોકોનો ફુલટાઇમ સ્ટાફ છે. તેમનો પગાર અને ટેમ્પોના મેઇન્ટેનન્સનો ખર્ચ સંસ્થા દ્વારા અત્યારે કરવામાં આવે છે. ૨૦૧૭ની ૨૩ ડિસેમ્બરથી ફુલફ્લેજ્ડ શરૂ થયેલા આ કૅમ્પેનને મીડિયા અને સોશ્યલ મીડિયાને કારણે સારોએવો રિસ્પૉન્સ મળ્યો છે.

લોઅર પરેલમાં આવેલી શ્રી સુંદર નામની રેસ્ટોરાં દ્વારા રોજના દોઢસો લોકો જમી શકે એટલું શ્રેષ્ઠ ગુણવત્તાનું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. હિન્દુજા હૉસ્પિટલે પણ સંસ્થા સાથે MoU સાઇન કર્યું છે અને ત્યાંથી પણ લંચ અને ડિનરમાં સોથી દોઢસો લોકોનું ખાવાનું આપવામાં આવે છે. એ સિવાય DP નામની એક રેસ્ટોરાં દ્વારા રોજ દોઢસોથી બસો લોકો માટે નજીવા દરે ખાવાનું બનાવી આપવામાં આવે છે, જે તાતા હૉસ્પિટલની બહાર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે. પવઈની એક સોસાયટી દ્વારા દર શનિવારે લગભગ સવાસોથી દોઢસો લોકોને થઈ રહે એટલું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. સોસાયટીની બહેનો પોતપોતાના ઘરે પણ એક જ ડિશ બનાવે છે અને પછી એ રસોઈને ભેગી કરવામાં આવે છે.

રોટી બૅન્ક દ્વારા વિવિધ સ્કૂલ અને કૉલેજમાં સેમિનાર પણ થાય છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ વૉલન્ટિયર તરીકે જોડાઈ રહ્યા છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં પણ યંગસ્ટર્સ છે.

રોટી બૅન્કનો હેલ્પલાઇન નંબર છે ૮૬૫૫૫૮૦૦૦૧. ફૂડ-ડોનેશન માટે તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. રોટી બૅન્ક વિશે વધુ માહિતી જોઈતી હોય તો તેમની વેબસાઇટ http://www.rotibankindia.org પર વિઝિટ કરો.  

 

August 11, 2018
purnesh.jpg
1min11510

167-સુરત પશ્ચિમ વિધાનસભા ના ભાજપાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે અત્રે એક પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે તેઓ જ્યાં સુધી ધારાસભ્ય પદે રહેશે ત્યાં સુધી તેમને દર મહિને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું માસિક ભથ્થું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને સુપરત કરી દેશે.

હિંદુત્વના રક્ષણ અને સંગઠન માટે કામ કરતી સંસ્થા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને ધારાસભ્ય તરીકે મળતું અંદાજે રૂપિયા 59205નું માસિક ભથ્થું દર મહિને ધારાસભ્ય રહે ત્યાં સુધી અર્પણ કરવા નો ઐતિહાસીક નિર્ણય જાહેર કરતા જ પૂર્ણેશ મોદીને તેમના સમર્થકોએ વધાવી લીધા હતા.

August 11, 2018
iits.jpg
1min6080

બોમ્બે IITના 56મા દીક્ષાંત સમારોહમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે IITના વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી

બોમ્બે IITના 56માં દિક્ષાંત સમારોહને સંબોધતા પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને 43 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કર્યા. પોતાના દિક્ષાંત પ્રવચનમાં શ્રી મોદી કહ્યું હતું કે, ‘આજે જે ડિગ્રી તમને મળી છે, તે તમારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.’ યાદ રાખો કે આ ફક્ત એક પડાવ છે, સાચો પડકાર તો તમારી રાહ જોઈ રહ્યો છે. તમે આજે જે મેળવ્યુ છે અને ગળ જે કરવાના છો, તેમાં તમારા પર પોતાની, પરિવારની અને 125 દેશવાસીઓની આશાઓ જોડાયેલી છે’. તેમણે IITના છાત્રો માટે રૂ.1 હજાર કરોડનું ફંડ આપવાની પણ જાહેરાત કરી હતી જેને તમામે બિરદાવી લીધી હતી.

તેમના પ્રવચનના મુખ્ય અંશો પર નજર કરીએ તો તેમણે જણાવ્યું કે, IITને દેશ અને  દુનિયા ભારતીય ટેક્નોલોજી સંસ્થાન તરીકે ઓળખે છે, પરંતુ આજે આપણા માટે તેની વ્યાખ્યા થોડી બદલાઈ છે. તે ફક્ત ટેક્નોલોજીના અભ્યાસનું જ સ્થાન નથી પરંતુ IIT આજે ‘ઈન્ડિયાઝ ઈન્સ્ટ્રુમેન્ટ ફોર ટ્રાન્સફોર્મેશન’ બની ચૂકી છે. સ્ટાર્ટઅપની જે ક્રાંતિ તરફ દેશ આગળ વધી રહ્યો છે, તેનો સૌથી મોટો સ્રોત IIT છે. આજે દુનિયા IITના યુનિકોર્ન સ્ટાર્ટઅપને નર્સરી માની રહી છે. આ એક પ્રકારનું ટેક્નિકલ મિરર છે, જેમાં દુનિયાને ભવિષ્ય દેખાય છે.

 

બોમ્બે આઇઆઇટીના દિક્ષાંત સમારોહમાં વડાપ્રધાન મોદી શું બોલ્યા

 

 

August 11, 2018
prakashmaharaj.jpg
17min13110
શ્રી પ્રકાશભાઇ શુક્લ, સુરત શહેરના જ નહીં બલ્કે ગુજરાતભરમાં નિષ્ણાંત કર્મકાંડી બ્રાહ્મણ તરીકે ગણનાપાત્ર છે. તેઓ હાલ રામેશ્વર મહાદેવ-રામજી મંદિર, અડાજણ ખાતે સેવા આપી રહ્યા છે. સી.આઇ.એ. લાઇવ માટે તેઓ ખાસ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન પીરસતા બ્લોગ લખશે. અહીં તેઓ પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને શિવ ભક્તજનો માટે ખાસ શિવ સાહિત્યને ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અહીં શિવ ભક્તજનોની સરળતા માટે શિવજીને સ્પર્શતા સાહિત્યની લિંક રજૂ કરવામાં આવી છે. આ લિંક http://sanskritdocuments.org/ની છે. તેનું સંકલન અત્રે રજૂ કરવામાં આવ્યું છે.
 
તમામ શિવભક્તોને પ્રકાશ શુક્લના જય મહાદેવ
ભગવાન શિવજી ને ખૂબ પ્રિય તેવો શ્રાવણ માસ શરૂ થયો છે. તમામ ભક્તો ને ઉપયોગી થાય તે માટે ભગવાન શિવજીના મોટા ભાગના સ્તોત્ર અને પાઠ નીચેની લિંક ઉપર ગુજરાતી ભાષા મા ઉપલબ્ધ છે. આ તમામ સ્તોત્ર ના પાઠ કરી ભગવાન શિવજી ની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરો. જે સ્તોત્ર નો પાઠ કરવો હોય તે સ્તોત્ર ને બ્લુ લીટી પર દબાવો
॥ શ્રી શિવાષ્ટકં ॥
॥ વેદસારશિવસ્તોત્રમ્ ॥
॥ લિઙ્ગાષ્ટકં ॥
॥ બિલ્વાષ્ટકં ॥
॥ ચન્દ્રશેખરાષ્ટકં ॥
॥ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્તોત્રમ્ ॥
॥ શ્રીશિવષડક્ષરસ્તોત્રમ્ ॥
॥ શ્રીશિવમાનસપૂજા ॥
॥ શ્રીશિવમહિમ્નસ્તોત્ર ( પુષ્પદન્ત ) ॥
॥ શ્રીશિવતાણ્ડવસ્તોત્રમ્ રાવણરચિતમ્ ॥
॥ શ્રીશિવભુજઙ્ગમ્ ॥
॥ શ્રીશિવપ્રાતઃસ્મરણસ્તોત્રમ્ ॥
॥ ઉમામહેશ્વરસ્તોત્રમ્ ॥
॥ શ્રીશિવસ્તોત્રં હિમાલયકૃતમ્ ॥
॥ દારિદ્ર્ય દહન શિવસ્તોત્રમ્ ॥
॥ શ્રીશિવસ્તવઃ ૨ ॥
॥ શ્રીશિવરક્ષાસ્તોત્રમ્ ॥
॥ શ્રી રુદ્રમૃત્યંજય સ્તવન ( રુદ્રયામલોક્ત ) ॥
॥ શ્રી શિવચાલીસા ॥
॥ શ્રી રુદ્ર ગીતા ॥
॥ શ્રી શઙ્કર ગીતા ॥
॥ શ્રીશિવસહસ્રનામસ્તોત્રમ્ (મુખ્ય – રુદ્રયામલોક્ત) ॥
॥ શ્રીશિવસહસ્રનામસ્તોત્રમ્ (લિંગપુરાણાન્તર્ગત) ॥
॥ શિવસહસ્રનામસ્તોત્રં (શિવપુરાણાન્તર્ગતમ્) ॥
॥ શ્રી શિવસહસ્રનામસ્તોત્રમ્ (શિવરહસ્યાન્તર્ગતં)॥
॥ શ્રીશિવાપરાધ ક્ષમાપણસ્તોત્ર ॥
 ॥ ઉપરના તમામ સ્તોત્ર અને પાઠ સંસ્કૃત ભાષામા જોવા માટે ની લિંક આ છે ॥
મુખ્ય વેબસાઇટ આ છે
                      *સૌજન્ય*
         પ્રકાશભાઈ શુક્લ (વેદપાઠી)
રામજીમંદીર અડાજણ સુરત 94271 52233
August 11, 2018
sbi-photo-e1520959681385-770x433.jpg
1min6380

દેશની અને જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તા.10 ઓગસ્ટના રોજ ઊંચી બેડ લોનને પગલે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,876 કરોડની ખોટ નોંધાવી હતી. આ સમાચારને પગલે તેના શેરમાં પણ પાંચ ટકા જેવો કડાકો બોલી ગયો હતો.

અગાઉના વર્ષના એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં કંપનીએ રૂ. 2,006 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. બેન્કની કુલ આવક જોકે, ઉપરોક્ત સમયગાળામાં રૂ. 62,911.08 કરોડ સામે વધીને રૂ. 65,492.67 કરોડના સ્તરે પહોંચી હતી. કુલ જોગવાઇ રૂ. 8929.48 કરોડ સામે બમણાથી વધુ વૃદ્ધિ સાથેે રૂ. 19,228 કરોડ સુધી પહોંચી હતી.

જૂન ક્વાર્ટરમાં બેન્કની ગ્રોસ નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) વધી 10.69 ટકા થઈ હતી જે, એક વર્ષ અગાઉ 9.97 ટકા હતી. જોકે, સૂચિતગાળામાં બેન્કની નેટ એનપીએ 5.97 ટકાથી ઘટી 5.29 ટકા થઈ હતી. જૂન ક્વાર્ટરમાં રૂ. 4,876 કરોડની ખોટ નોંધાવતા શેરબજારમાં આજે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર્સ 5ાંચ ટકા સુધી ગબડ્યો હતો. કંપનીએ તા.10મી ઓગસ્ટ 2018ના રોજ ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી કે તરત જ જોરદાર વેચવાલી શરૂ થવાથી બીએસઇ પર કંપનીનો શેર 4.85 ટકાના કડાકા સાથે રૂ. 301.10ના સ્તરે પહોંચી ગયો હતો. અંતે બીએસઇ પર આ શેર શેરદીઠ રૂ. 12.00 અથવા તો 3.79 ટકાના કડાકા સાથે 304.45ની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇ પર 5.32 ટકાના કડાકા સાથે રૂ. 300.50ની સપાટીએ રહ્યા હતાં.