CIA ALERT

Slider Archives - Page 440 of 491 - CIA Live

October 9, 2018
gujarat_map-1280x1023.png
1min8070

નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, હવામાન ખાતાની 99 ટકા આગાહીઓ સાચી ઠરતી નથી, હવે જોવાનું એ રહે છે કે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડે છે કે કેમ

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડું ઉદ્ભવી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા તેમ જ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સૂચના આપવામાં આવી હતી. ઓમાન નજીક સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા આગામી 12 ઑક્ટોબર આસપાસ અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આમ નવરાત્રિ ટાણે વરસાદ પડશે તો ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પડશે.

અરબી સમુદ્રમાં અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાઈક્લોનની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 12 ઑક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઊભું થયું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી.

અરબી સમુદ્રમાં મુંબઈથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઈ રહી છે. ફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જોતે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ વિખરાઈ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

October 8, 2018
surat_airport.jpg
1min136550

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત એરપોર્ટ દિન પ્રતિદિન નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે. એક તરફ સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટની આતૂરતાપૂર્વક રાહ જોવાય રહી છે અને આ ન્યુઝ આવે એ પહેલા આજે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ એવા અહેવાલ આવ્યા કે કોઇ એક મહિનામાં એક લાખથી વધુ મુસાફરો અવર-જવર કરતા હોય તેવા દેશના ચુનંદા એરપોર્ટસની યાદીમાં સુરત સામેલ થઇ ગયું છે.

સુરત એરપોર્ટ પર ગત સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 1 લાખ 10 હજાર 189 મુસાફરોએ અવર-જવર કરી હોવાનો સત્તાવાર રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટીએ જારી કર્યો છે. 2018-19ના હિસાબી વર્ષમાં સુરતમાં 4,71,108 મુસાફરોની અવર-જવર થઇ એ પણ એક વિક્રમ છે. હિસાબી વર્ષના પહેલા 6 માસમાં પોણા પાંચ લાખ જેટલા મુસાફરોની સંખ્યા દર્શાવે છે કે સુરતમાં એરપોર્ટ ફેસેલિટીની કેટલી અનિવાર્યતા હતી અને છે.

અગાઉ ઓગસ્ટ 2018 માસમાં કુલ 88,653 મુસાફરોની અવરજવર નોંધાઇ હતી ત્યારે જ એ વાત નક્કી થઇ ગઇ હતી કે સપ્ટેમ્બર 2018 મહિનામાં સુરત એરપોર્ટ પરથી અવરજવર કરતા મુસાફરોની સંખ્યા એક લાખને અાંબી જશે.

અત્રે એ પણ વિગતા પ્રકાશિત કરવામાં આવી છે કે સુરત એરપોર્ટ પરથી સપ્ટેમ્બર 2018 માસ દરમિયાન કેટલી એર પ્લેન મુવમેન્ટ થઇ હતી.

કુલ 1380ની સંખ્યામાં ઉડ્ડયન થયા હતા જે પૈકી 1056 શિડ્યુલ્ડ અને 324 નોનશેડ્યુલ્ડ ફ્લાિઇટ્સ હોવાનું જાણવા મળે છે. ગત મહિને ફ્લાઇટ્સનો કુલ આંકડો 1169 નો હતો.

October 8, 2018
sunny_veerma.jpeg
1min7320

કર્ણાટકના હિન્દુ સંઘ, કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્યોએ સોમવારે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ કર્ણાટકમાં બોલીવુડની એક્ટ્રેસ સની લિયોનીના પોસ્ટર્સ સળગાવ્યા હતા. વિરોધીઓ સની લિયોનીની વિરમાદેવી ફિલ્મ માંથી કાઢી નાંખવા માટે વિરોધ કરી રહ્યા છે. કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્ય હરિશે મીડિયાને જણાવ્યું હતું કે, અમારો સંઘ સની લિયોનીને વિરમાદેવી ફિલ્મમાં કાસ્ટ કરવા સામે વિરોધ કરી રહ્યો છે કેમકે આ એક ઐતિહાસિક ફિલ્મ છે.

વિરમાદેવી ફિલ્મ એક મોટા બજેટની ફિલ્મ છે જેને પ્રોડ્યુસ પોન્સે સ્ટીફન કરી છે વિરમાદેવી ફિલ્મ સ્ટીફન બેનર હેઠળ બની છે. આ ફિલ્મ માટે સનીએ તલવાર બાજી અને ઘોડે સવારીની ખાસ ટ્રેનિંગ લીધી હતી.

October 8, 2018
fisherman.jpg
1min11610

અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં લો-પ્રેશર એરિયા સર્જાશે અને તેને કારણે દરિયો વધુ તોફાની બનવાનો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટેની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ત્યારે પોરબંદર અને જાફરાબાદના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને તેને સંલગ્ન લક્ષદ્વીપમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. અરબી સમુદ્રમાં સર્જાનારું લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને નોર્થ-વેસ્ટ દિશામાં આગળ વધશે અને વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ આગામી 12 કલાક પછી તે ઓમાન તરફ આગળ વધશે તેમ જણાઈ રહ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાનારું વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી પ્રબળ શક્યતા હોવાના કારણે ગુજરાતે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ એકાદ દિવસમાં આ અંગે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.

વેરાવળના પ્રતિનિધિના અહેવાલ મુજબ બપોરે હવામાન ખાતાની સુચના બાદ 1 નંબરનું ભયસૂચક સિગ્નલ ચડાવવામાં આવ્યુછે. અરબી સમુદ્રની મધ્યે હવાનું દબાણ સર્જાયું હોય આમ કરાયું છે.

October 8, 2018
migrants2-1-1280x720.jpg
1min6450

(ઉત્તરભારતીયો જે ટ્રેનમાં મળે તેમાં બેસીને ગુજરાત છોડી રહ્યા છે, પ્રતિકાત્મક તસ્વીર)

ગુજરાતમાં ઉત્તરભારતીયો પર થઇ રહેલો હુમલો હવે નેશનલ ઇશ્યુ બનવા સાથે પોલિટીકલ ઇશ્યુ પણ બની ચૂક્યો છે. સાબરકાંઠામાં એક બાળકી પર બળાત્કાર કરવાના ગુનામાં બિહારીની સંડોવણી બહાર આવ્યા બાદ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી બિહારી અને ઉત્તરપ્રદેશવાસી શ્રમજીવીઓ પર મોટા પાયે હુમલા થઇ રહ્યા છે. એક અઠવાડીયામાં પરપ્રાંતીય, બિનગુજરાતી પર હુમલાની કુલ 42 ઘટનાઓ બની છે અને પોલીસે કુલ 342 લોકો સામે એફ.આઇ.આર. નોંધી છે. અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં લોકો પરપ્રાંતીયોની વસાહતો પર હુમલો કરી રહ્યા છે અને આ હુમલાઓને પગલે હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો ગુજરાત છોડી ભાગી રહ્યા છે. પરપ્રાંતીયો પર હુમલાની સૌથી વધુ ઘટનાઓ પાટીદાર આંદોલનના એપી સેન્ટર ગણાતા મહેસાણા જિલ્લામાં બની છે. મહેસાણામાં પરપ્રાંતીય, બિનગુજરાતીઓ પર હુમલાની 15 ઘટનાઓ છેલ્લા એક અઠવાડીયામાં બની ચૂકી છે. ગુજરાત પોલીસે અન્ય જિલ્લાઓમાંથી પોલીસ કુમકો ઉપરોક્ત વિસ્તારોમાં તૈનાત કરી છે. પરપ્રાંતીય કામદારો, બિનગુજરાતીઓ પર હુમલાઓ એક એવો ઇશ્યુ બની ચૂક્યો છે જે હવે પોલિટીકલ રૂપ પકડી રહ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પરપ્રાંતીયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે.

પરપ્રાંતીયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે. રાજકોટ ખાતે સમુહ માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો, સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક અને એખલાસભર્યા માહોલમાં રહે છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન

રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે સોશ્યલ મિડીયા પર ભડકાઉ પોસ્ટ બદલ આઇ.ટી. એક્ટ હેઠળ ત્રણ ગુનાઓ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલાની ઘટનાઓમાં પોલીસે ત્વરિત એકશન લીધા છે અને કસૂરવારો સામે શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે ચેતવણી આપતા હોય તે સ્વરમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીનાં ગૃહરાજ્ય (ગુજરાત)માં ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશનાં લોકોને મારી મારીને ગુજરાતમાંથી ભગાવવામાં આવશે તો એક દિવસ વડાપ્રધાને પણ વારાણસીમાં જવાનું છે, તે વાત ગુજરાતીઓ એ યાદ રાખવી જોઈએ.’ તેમણે કહ્યું કે, ‘વારાણસીનાં લોકોએ જ વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા અને વડાપ્રધાન બનાવ્યા હતાં.’

સંજય નિરુપમએ ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઇ રહેલા હુમલા અંગે આ ટ્વીટ કર્યું, એ.એન.આઇ.ની ટ્વીટ

પાસ નેતા હાર્દિક પટેલએ એ ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઇ રહેલા હુમલા અંગે આ ટ્વીટ કર્યું

 

October 7, 2018
GTTES_LOGO_HR-1280x1513.jpg
1min9750
18 થી 20 જાન્યુઆરી 2019 દરમિયાન આયોજન : 15 થી વધુ દેશોના ઉદ્યોગકારો ભાગ લેશે
ભારતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. સમગ્ર દુનિયામાં ટેક્ષટાઇલ ક્ષેત્રે ભારત બીજુ સૌથી વિશાળ માર્કેટ ધરાવે છે. ઉદ્યોગનો વધુ વિકાસ થાય તે હેતુથી ઇન્ડિયા આઇ ટી એમ ઇ સોસાયટી દ્વારા 18 થી 20 જાન્યુઆરી 2019 દરમિયાન મુંબઇમાં ગોરેગાવ ખાતે ગ્લોબલ ટેક્ષટાઇલ ટેકનોલોજી અને એન્જિનિયરીંગ પ્રદર્શનનું આયોજન કરાયું છે.
મુંબઇમાં યોજાનાર વ્યાપાર સમિટ અંગે માહિતી આપતા જીટીટીઇએસના કેતન સંઘવી અને વલ્લભભાઇએ જણાવ્યું હતું કે સમિટનો ઉદેશ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા અને ઉપર લઇ જવાનો છે. આ સમિટમાં 15 દેશોમાંથી આવેલા 400 થી વધુ ઉદ્યોગકારો ભાગ લેનાર હોવાથી નાના ઉદ્યોગકારોને ટેક્સટાઇલ ક્ષેત્રે વપરાતી આધુનિક મશીનરી, સ્પેરપાર્ટસ અને સોફ્ટવેરની માહિતી મળી રહેશે.
ચીન, જાપાન અને ભારતના અગ્રણી ટેક્સટાઇલ એન્જિનિયરીંગ ક્ષેત્રના ઉદ્યોગકારો તેમની ટેકનોલોજી અને પ્રોડક્ટ પ્રદર્શિત કરશે. પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો અંગે સેમિનારનું પણ આયોજન કરાયું છે.
October 7, 2018
runwayrepairs.jpg
1min8500
  • દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે
  • દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27, 15 નવેમ્બરથી 13 દિવસ બંધ
  • મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે
  • મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે
  • 900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા
  • દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ માટે નવેમ્બર 2018થી 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં  બંધ રહેવાના હોઇ નવેમ્બરથી ફેબ્રુઆરી 2019 સુધીમાં ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ફ્લાઇટ્સમાં વિલંબ અને મોંઘી ટિકીટ્સના પ્રશ્નોનો સામનો મુસાફરોએ કરવો પડશે. ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં આ પ્રશ્નો મોટા પાયે સર્જાશે.

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ કામ હાથ ધરાવાના કારણે  900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે.

દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે. મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે. દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે.

બંને એરપોર્ટના ક્લોઝર વખતે ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સૌથી વધુ અસર થશે. ઉપરાંત, એરલાઇન્સ ફ્લાઇટ રદ કરશે અને તેને લીધે હવાઈભાડાંમાં વધારો નોંધાશે. એરપોર્ટ ઓપરેટર્સના જણાવ્યા અનુસાર રનવેને રિપેરિંગની જરૂર છે અને એરપોર્ટ ઓપરેટર્સે એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે યોગ્ય સંકલન પછી આ નિર્ણય લીધો છે.

દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27 નવેમ્બરની 15 તારીખથી 13 દિવસ સુધી બંધ રાખશે. રનવેનો ઉપયોગ મુખ્યત્વે ટર્મિનલ 1ડીનો ઉપયોગ કરતી ફ્લાઇટ્સ કરે છે. આ રનવે બંધ થવાથી ૨૦૦ ફ્લાઇટ્સને અસર થશે અને અન્ય ફ્લાઇટ્સના સમય ખોરવાશે. રિપેરિંગની જરૂરિયાત હોવાથી રનવે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. રનવે બંધ કરવાનો નિર્ણય એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરીને લેવાયો છે.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેને મજબૂત બનાવવા ક્લોજર જરૂરી છે. ક્લોઝરને પગલે મુંબઈ એરપોર્ટના રનવેનું ઇન્ટરસેક્શન મજબૂત બનશે. ઇન્ટરસેક્શન ખાતે રિપેરિંગ કામ થવાનું હોવાથી અમારે રનવે સંપૂર્ણ બંધ કરવો પડશે. એરપોર્ટને દિવસ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેને લીધે વહેલી સવાર, મોડી રાત અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને સૌથી ઓછી અસર થશે.

મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે. તેને લીધે લગભગ 700 ફ્લાઇટ્સને અસર થશે. ઉપરાંત, મુંબઈ એરપોર્ટ 23 ઓક્ટોબર 2018ના રોજ થોડા કલાકો માટે બંધ રહેશે, જેની અસર 32 ફ્લાઇટ્સને થશે.

October 7, 2018
ahdneward.jpg
1min6980

કેન્દ્ર સરકારની ખોટ ખાતી એરલાઇન્સ એરઇન્ડિયાની અમદાવાદથી લંડન થઇને નેવાર્ક જતી ફ્લાઇટ 16 નવેમ્બરથી બંધ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સાથે તા.16 નવેમ્બરે બેંગ્લોરથી યુકેની નવી ફ્લાઇટ શરૂ થઇ રહી છે. 15 ઓગસ્ટ-16ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ અમદાવાદથી નેવાર્ક સીધા જઇ શકાય તે માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ કરાઇ હતી. આ ફ્લાઇટ માંડ બે વર્ષ ઓપરેટ કરાયા બાદ તેને માત્ર અમદાવાદથી યુકે સુધી જ લઇ જવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી અમદાવાદથી નેવાર્ક જનારા પેસેન્જરો પૈકી 100 પેસેન્જરોનો ઘટાડો થશે.

વડા પ્રધાનની જાહેરાત બાદ બે વર્ષથી ઓપરેટ થઇ રહેલી એરઇન્ડિયાની અમદાવાદ લંડન અને નેવાર્કની ફ્લાઇટમાં 238 ઇકોનોમિક પેસેન્જર અને 18 બિઝનેસ ક્લાસ પેસેન્જરો મળીને કુલ 256 પેસેન્જરો અમદાવાદથી જતા હતા. આ ફ્લાઇટ વીકમાં સોમવાર,બુધવાર અને શુક્રવારે આપરેટ કરાતી હતી. તેના બદલે હવે તા.16 નવેમ્બરથી અમદાવાદથી માત્ર યુકે સુધી જ ઓપરેટ થશે.

સૂત્રોએ જણાવ્યુ કે, એરઇન્ડિયાની મુબઇથી નેવાર્કની ફ્લાઇટ જે ઓપરેટ થઇ રહી છે તેમાં મુંબઇથી જનારા પેસેન્જરોની સંખ્યા ઓછી છે અને તે 170 પેસેન્જરોની કેપેસિટિવાળું એરક્રાફ્ટ છે જ્યારે અમદાવાદથી યુકે થઇને નેવાર્ક જતી એરઇન્ડિયાની ફ્લાઇટ ડ્રીમલાઇનર હતુ. આમ 100 પેસેન્જરોનો ઘટાડો નોંધાશે જેનો ફાયદો નેવાર્ક જતી બીજી એરલાઇન્સ કંપનીઓને થઇ શકે છે.

એરઇન્ડિયા ખોટમાં જતું હોવાથી વધુ નવા રૂટો નક્કી કરી શકે એમ નથી. એટલું જ નહિ તહેવારોમાં ફરવા જવાવાળા પેસેન્જરોની સંખ્યા પણ વધારે હોય છે.

October 7, 2018
dollarvsrupeee.jpg
1min6080
  • વાર્ષિક ખર્ચમાં રૂ. 3 થી 5 લાખનો વધારો
  • હજુ રૂપિયો ઉપર જવાની સંભાવના જોતા રૂ. 78-79ની સપાટીએ પહોંચી શકે
  • વાર્ષિક ખર્ચમાં સરેરાશ 20% જેટલો વધારો થઈ શકે

 

ડૉલર સામે સતત થઈ રહેલા રૂપિયાના અવમૂલ્યને અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ તથા તેમનાં માતા-પિતાની રાતોની ઊંઘ હરામ કરી નાખી છે.

અમેરિકામાં ભણી સોનેરી ભવિષ્ય બનાવવાના સ્વપ્ના આંખમાં આંજીને ગયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ત્યાં ટકી રહેવા તનતોડ મહેનત કરતા નજરે ચડી રહ્યા છે. સતત ગગડતો જતો રૂપિયો વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ચિંતાનો વિષય છે. એ તેમના સંતાનો સારી પેઠે સમજી તેમનો માસિક ખર્ચ સમતોલ રાખવા જ્યાં મળે ત્યાં નોકરી સ્વીકારી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જમન રાણા નામનો વિદ્યાર્થી ગત વર્ષે એન્જલિયા રસ્કિન યુનિવર્સિટી-કેમ્બ્રિજ ખાતે અભ્યાસ અર્થે ગયો ત્યારે તેને હતું કે જઈને તે તરત કાર ખરીદશે જેથી તેનું આનવજાવન સરળ રહે, પરંતુ બદલાતા જતા સંજોગને સ્વીકારી તેમણે કાર ખરીદવાનો વિચાર પડતો મૂક્યો, ઉપરાંત અમેરિકામાં રહેવાનો ખર્ચ અને તેના અભ્યાસની ફી માટે થઈને તેની નજીકમાં આવેલી શોપમાં પાર્ટટાઈમ જોબ કરી રહ્યો છે.

અર્કાનાસ યુનિવર્સિટીમાં આર્થિક યોજનાઓ અંગે અભ્યાસ કરી રહેલા પુત્રના પિતા મનોજ ગુપ્તાએ પણ રૂપિયાના વધી રહેલા ભાવ અંગે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે તેના પુત્રના અભ્યાસ અને અન્ય ખર્ચમાં સરેરાશ ત્રણ લાખનો વાર્ષિક બોજ વધ્યો છે. અમેરિકાની સારી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એમબીએ કરવા ગયેલા કે એમએસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના વાર્ષિક ખર્ચમાં રૂ. 3 થી 5 લાખનો વધારો થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

મનોજ ગુપ્તાનો જ કેસ ચકાસીએ તો તેઓ ભારતની ઓઈલ એન્ડ ગેસ કંપનીના એક્ઝિક્યુટિવ છે. જે પ્રતિ વર્ષ આશરે 30,000 ડૉલર્સ પુત્રના અભ્યાસ તથા અન્ય ખર્ચ પાછળ ખર્ચે છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમનો પુત્ર યુએસ વધુ અભ્યાસ અર્થે ગયો ત્યારે 1 ડૉલરનો ભાવ 64 રૂ. હતો જે હાલ 74 રૂ. પહોંચ્યો છે. ભારતીય મા-બાપ માટે આ 10 રૂ.નો તફાવત વિકટ સમસ્યા થઈ પડી છે એ સર્વાનુવિદીત છે.

ઘણા માતા-પિતાએ વધુ અભ્યાસ અર્થે સંતાનોને વિદેશ મોકલવા જંગી રકમની લોન લીધી છે અથવા તો તેમની મિલકત પણ ગીરવે મૂકી છે, ત્યારે એક બાજુ રૂપિયાના વધતા જતા ભાવ અને ટ્રમ્પ પ્રશાસન તરફથી બદલાઈ રહેલી વીઝા નીતિને કારણે ઘણા વિદ્યાર્થીઓના ભવિષ્ય ડામોડોળ થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ બ્રિટન, યુકે ખાતે પણ હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે સર્વે નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે.

હજુ રૂપિયો ઉપર જવાની સંભાવના જોતા રૂ. 78-79ની સપાટીએ પહોંચી શકે છે. એનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓના વાર્ષિક ખર્ચમાં સરેરાશ 20% જેટલો વધારો થઈ શકે છે. મળતા અહેવાલ મુજબ રૂપિયાના વધતા જતા ભાવને પરિણામે એર ફેર મોંઘું થવાને કારણે ભારતીય વિદ્યાર્થીઓ વેકેશનમાં કે પ્રસંગો પર પણ દેશ જવું કે નહીં તે અંગે પણ અવઢવમાં છે.

પાછલા બાર મહિનામાં પાઉન્ડ સામે રૂપિયો 85.5 થી 96.7ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે ડૉલરની સામે 65.2થી 74.2ની સપાટીએ પહોંચ્યો છે. યુરો સામે રૂપિયો 76.3 થી વધીને 84.8ના ભાવે પહોંચી ચૂક્યો છે.

જમન રાણાએ જણાવ્યું હતું કે તેના પ્રવેશ સમયે તેની અભ્યાસ ફી રૂપિયામાં 19.5 લાખ હતી, ત્યારે પાઉન્ડ સામે રૂપિયાની કિંમત 85.5 રૂ. હતી, જ્યારે આજે પાઉન્ડ સામે રૂપિયો 96.7 રૂ.ના ભાવે નીચે ગયો છે. જેને પરિણામે તેની અભ્યાસ ફીમાં આશરે 2.5 લાખનો વધારો થઈ ચૂક્યો છે. જેને પરિણામે તેના માતા-પિતાનો બોજ હળવો કરવા તે અભ્યાસ સાથે કામ પણ કરી રહ્યો છે.

બ્રિટિશ યુનિવર્સિટીના ક્ધસલટન્ટ નાગપુર સ્થિત વિજય નાયડુના મત મુજબ હાલ રૂપિયાનું અવમૂલ્યન વિદ્યાર્થીઓને એટલું નુકસાનકારક નથી કારણ તેઓ એડવાન્સ ફી ભરી ચૂક્યા છે જેથી ફીનું ધારાધોરણ જળવાઈ રહ્યું છે, પરંતુ તેમના જીવનનિર્વાહના ખર્ચમાં ચોક્કસ વધારો નોંધાયો છે. જો આ જ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહે છે તો આગામી વર્ષોમાં રૂપિયાના અવમૂલ્યનની વિદ્યાર્થીઓની અભ્યાસ ફી પર ગંભીર અસરો પડી શકે છે.

અમેરિકામાં 50% ફી ભરી ચૂકેલા વિદ્યાર્થીઓ દ્વારા ફ્લેક્સિબલ પેમેન્ટ માટે વિનંતી કરવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓ પોતે જ કામ કરી તેમાંથી તેમના અભ્યાસનો ખર્ચ કાઢી શકે.

October 6, 2018
Election_Commission.jpg
1min10620

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરતા દેશના રાજકીય તખ્તે ચહલપહલ જોવા મળી હતી.

ચીફ ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે કરેલી જાહેરાત મુજબ ચૂંટણીની તારીખો આ મુજબ છે.

મધ્ય પ્રદેશ

  • મતદાન તા.28 નવેમ્બર 2018, બુધવાર
  • વિધાનસભા વિસર્જન તા. 7 જાન્યુઆરી 2019, કુલ 230 બેઠકો 

રાજસ્થાન અને તિલંગાના

  • મતદાન તા.7 ડિસેમ્બર શુક્રવાર,
  • વિધાનસભા વિસર્જન તા. 20 જાન્યુઆરી 2019, કુલ 200 બેઠકો

છત્તીસગઢ

  • ફર્સ્ટ ફેઝ 18 બેઠકો, 16 ઓક્ટોબર નોટિફિકેશન, મતદાન 12 નવેમ્બર 2018 સોમવાર
  • ફેઝ ટુ, 72 બેઠકો 26 ઓક્ટોબર નોટિફિકેશન, 20 નવેમ્બર 2018, મંગળવાર  
  • વિધાનસભા વિસર્જન તા. 5 જાન્યુઆરી 2019, કુલ 90 બેઠકો

મિઝોરમ

  • મતદાન તા.28 નવેમ્બર 2018, બુધવાર
  • વિધાનસભા વિસર્જન તા. 15 ડિસેમ્બર 2018, કુલ 40 બેઠકો

 

  • મતગણતરી દરેક રાજ્યોમાં 11 ડિસેમ્બર 2018ના રોજ હાથ ધરાશે.

ચૂંટણીની તારીખોની ઘોષણા સાથે જ મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગૂ કરી દેવામાં આવી છે.

ઉમેદવારોના સોગંદનામામાં માગવામાં આવતી વિગતોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ફેરફાર કરવામાં આવ્યો હોવાનું ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું. દરેક વિધાનસભા મત વિસ્તારમાં રૂ.28 લાખના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

જે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું છે એ પૈકી ત્રણ રાજ્યોમાં હાલમાં ભાજપાની સરકાર જ્યારે મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. આજે ચૂંટણીની તારીખોની ઘોષણા થાય એ પહેલા ભાજપના બે દિગ્ગજ નેતાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં અને બીજેપીના નેશનલ પ્રેસિડેન્ટ અમીત શાહ મધ્ય પ્રદેશમાં ચૂટણી સભાને સંબોધન કર્યું હતું.