CIA ALERT

Slider Archives - Page 415 of 492 - CIA Live

December 21, 2018
upsc1.jpg
2min12650

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2018ના દરમિયાન લેવામાં આવેલી યુપીએસસી મેઇન્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. (ફોરેન સર્વિસ) એટલે કે ગ્રુપ એ તથા ગ્રુપ બી માટે મેઇન્સ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોનું નામ સાથેનું લિસ્ટ અત્રે પ્રકાશિત કરવામાં આવ્યું છે.

UPSC_main_exams2018

The UPSC on Thursday, 20 December 2018, released the results of the civil services (main) examination 2018 held in September-October for selection to the Indian Administrative Service, Indian Foreign Service, Indian Police Service, among other central services.

Civil Services (Main) Examination Result (with name)

On basis of the results, the successful candidates have qualified for the personality test for selection to the IAS, IFS, IPS and other central services (Group A and Group B), an official statement said. Candidature of these candidates is provisional subject to them being found eligible in all respects.

The candidates will be required to produce the original certificates in support of their claims pertaining to age, educational qualifications, community, person with benchmark disability (PwBD), among others, at the time of their personality tests.

The results for the civil services (main) examination 2018 may be seen in the official website http://www.upsc.gov.in

The mark sheets of candidates who have not qualified will be put on the Commission’s website within 15 days from the date of publication of the final result (after conducting personality test) and will remain available for 30 days.

Personality test of these candidates is likely to commence from February 4, 2019. Personality tests will be held at the office of the Union Public Service Commission at Dholpur House, Shahjahan Road, New Delhi-110069.

December 21, 2018
Sohrabuddin.jpg
1min8150

સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર મામલે 13 વર્ષ પછી આજે ચુકાદ આવ્યો છે. વર્ષ 2005ના આ કેસમાં આરોપી તરીકે નોંધાયેલા 22 લોકો ને નિર્દોષ છોડી દેવાનો હુકમ કોર્ટે કર્યો છે. આરોપીઓમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ આ મામલાની સુનાવણી કરીને આજે અંતિમ ચૂકાદો આપ્યો હતો.

(File Photo of Sohrabbudin)

કેસ દરમિયાન પ્રોસિક્યુશન પાર્ટીના આશરે 92 સાક્ષીઓ ફરી ગયા. બીજેપી અધ્યક્ષ અમિત શાહ આરોપી હોવાને કારણે આ મામલો સુરખીઓમાં કહ્યો. શાહ તે સમયે ગુજરાતના ગૃહમંત્રી હતા. વર્ષ 2014માં બીજેપી અધ્યક્ષ આ મામલે આરોપમાંથી મુક્ત થઈ ગયા.

વિશેષ કોર્ટે વધુ જણાવ્યું કે તુલસીરામ પ્રજાપિતનું મર્ડર કાવતરાના ભાગરૂપે થયું હતું તે બાબત સત્ય નથી.સોહરાબુદ્દીન કેસમાં પુરતા પુરાવા નથી મળ્યા તેમજ સાંયોગિક પુરાવા પણ પુરતા નથી જેને પગલે પુરાવાના અભાવે 22 ગુનેગારોને દોષમુક્ત કરવાનો ચુકાદો સ્પેશિયલ સીબીઆઈ જજે આપ્યો હતો.

26 નવેમ્બર 2005ના અમદાવાદમાં કથિત ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખનું બોગસ એન્કાઉન્ટરમાં મર્ડર કરાયું હતું અને તેના ત્રણ દિવસ બાદ તેની પત્ની કૌસર બીની પણ હત્યા કરી તેની લાશ સગેવગે કરી દેવામાં આવી હતી. દરમિયાન આ ઘટનાના એક વર્ષ બાદ 27 ડિસેમ્બર 2006ના તુલસીરામ પ્રજાપતિને પણ ગુજરાત અને રાજસ્થાન પોલીસે છાપરી ગામની બોર્ડર નજીક બોગસ એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.

December 21, 2018
startups.jpg
1min4890

સરકારે જાન્યુઆરીમાં ભારતના ઊભરતા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો. જેનો હેતુ ટેક્સ હોલિડે સહિતનાં પ્રોત્સાહન, ઇન્સ્પેક્ટર રાજ મુક્ત સિસ્ટમ અને કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, DIPP દ્વારા વિવિધ કેટેગરીમાં રાજ્યોને રેન્કિંગ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી પ્રગતિ અને વિકાસનાં જુદાંજુદાં પાસાંમાં રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાનો માહોલ ઊભો કરી શકાય. વધુમાં આ સિસ્ટમને કારણે વિવિધ ક્ષેત્રોમાં રાજ્યોની પ્રગતિ પર પણ સતત નજર રાખી શકાય.

નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવાની બાબતમાં ગુજરાત નંબર-1 રાજ્ય બન્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP) દ્વારા રાજ્યોને અપાયેલા રેન્કિંગમાં ગુજરાતે આ સિદ્ધિ મેળવી છે. આ કેટેગરીમાં કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાને અગ્રણી રાજ્યોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

DIPP સેક્રેટરી રમેશ અભિષેકે તા.20મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું કે, “તમામ રાજ્યો આ કવાયતથી સ્ટાર્ટ-અપ્સની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.” ઉલ્લેખનીય છે કે, નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વિકસાવવા માટે લેવાયેલાં પગલાંને આધારે રેન્કિંગ આપવામાં આવ્યાં છે.

સમગ્ર પ્રક્રિયામાં 27 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશે ભાગ લીધો હતો. રેન્કિંગના માળખામાં ઇન્ટરવેન્શનની સાત કેટેગરી અને 38 એક્શન પોઇન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં પોલિસી સપોર્ટ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સીડ ફન્ડિંગ, એન્જલ અને વેન્ચર ફન્ડિંગ તેમજ સરળ નિયમોનો સમાવેશ થાય છે.

ગુજરાત આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમના નિર્માણની દિશામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. સરકારના સહયોગ, ઉદ્યોગ સાહસિકોના જુસ્સા, બેસ્ટ કો-વર્કિંગ સ્પેસ, માર્કેટ વગેરે જેવી બાબતોમાં રાજ્ય હંમેશા ટોચના ક્રમે રહ્યું છે. એક વાર ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ સાથે પોતાની સમસ્યા રજૂ કરવાનો પ્રારંભ કરશે તો આપણે આગામી દિવસોમાં વધુ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્વિકૃત સ્ટાર્ટ-અપ સોલ્યુશન્સ જોઇ શકીશું.

December 21, 2018
grahak.gif
1min10320

દેશમાં ગ્રાહકોના અધિકારો અને હક્કોની સુરક્ષા વધુ મજબૂત કરે તે સંદર્ભેના બિલને લોકસભામાં પસાર કરી દેવાયું છે. સર્વિસમાં ઊણપ કે ચીજ-વસ્તુમાં કોઈ નુકસાની હોય તો હવેથી ગ્રાહકોની ફરિયાદનું સત્વરે નિવારણ થઈ શકશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2018 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986નું સ્થાન લેશે અને હવે તેને રાજ્યસભામાં પસાર કરાવવાનું રહેશે.

આ અંગેની ચર્ચામાં ગ્રાહક બાબતના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, છેલ્લાં 30 વર્ષથી આ કાયદામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નહોતો અને ગ્રાહકોના અધિકારોને વર્તમાન સમયમાં વધુ સુરક્ષિત કરવા માટે તેમાં સુધારાની આવશ્યકતા હતી. બિલમાં કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનની રચના ઉપરાંત જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ફોરમની રચનાનો માર્ગ મોકળો થાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકોનાં હિતો, અધિકારો અને તેમના હક્કોના રક્ષણ માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે.

બિલમાં ગ્રાહકોના અધિકારોનો પ્રોત્સાહન, રક્ષણ આપવા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી સ્થાપવાની સત્તા આપવામાં આવી છે.

બીજુ જનતા દળના તથાગત સતપથીએ કહ્યું હતું કે, “આ બિલમાં અમલદારશાહીને વધુ પડતી સત્તા આપી દેવામાં આવી છે, તેને સ્થાને થોડી અલગ જોગવાઈઓ હોવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, બિલમાં દેશના બંધારણીય માળખાને હાનિકર્તા જોગવાઈઓ છે.” આના જવાબમાં પાસવાને જણાવ્યું હતું કે, બિલમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી અને તેને કારણે ગ્રાહકોને લાભ થશે.આ ચર્ચામાં એનસીપી, ટીએમસી અને જેડીયુના સભ્યોએ ભાગ લીધો હતો.

December 21, 2018
CIA_Live_Logo_New2.jpg
1min13170

દેશમાંં એક પછી એક રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાના નિર્ણય સામે હવે વેપારીઓએ બાંયો ચઢાવી છે. દિલ્હીમાં યોજાયેલી કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)ની યોજાયેલી બેઠકમાં વેપારીઓએ એકમતે ખેડૂતોના દેવાને માફ કરવાને કરદાતાઓ સાથેનો વિશ્ર્વાસઘાત ગણાવ્યો હતો અને જો ખેડૂતોના દેવા માફ થઈ શકતા હોય તો વેપારીઓના માથા પર રહેલા દેવા, જુદા જુદા બાકી રહેલા કરવેરા તેમ જ પૅનલ્ટીને માફ કરવાની માગણી કરી હતી.

દિલ્હીયમાં યોજાયેલી કેઈટની બેઠકમાં દેશના 26 રાજ્યોના વેપારીઓએ હાજરી પુરાવી હતી. આ બેઠકમાં જીએસટી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન હાલમાં જ અનેક રાજ્યોમાં સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેના પર વેપારીવર્ગે નારાજગી વ્યકત કરી હતી. ખેડૂતોના દેવા માફ કરવાને વેપારીઓએ કરદાતાઓ સાથેનો વિશ્ર્વાસઘાત ગણાવ્યો હતો. દેશની કોઈ પણ સરકાર અથવા રાજકીય પાર્ટીને પોતાની મનમાની કરતા રાજ્કીય ફાયદા માટે કોઈ પણ એક વર્ગની લોન માફ કરવાનો અધિકાર નથી. લોન માફ કરવાને બદલે તે વર્ગની સમસ્યાનો નિકાલ લાવવાની દલીલ વેપારીઓએ આ બેઠકમાં કરી હતી.

વેપારીવર્ગની નારાજગી બાદ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડેર્સે પણ ખેડૂત વર્ગના દેવા માફ કરવા બદલ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે જો કોઈ એક વર્ગનું દેવું માફ કરવામાં આવતું હોય અને આવો માફીનો જ વેપાર કરવાના હોય તો પછી દેશના સાત કરોડ વેપારીઓના માથા પર રહેલી લોન અને જુદા જુદા કરવેરાને પણ માફ કરી દેવા જોઈએ.

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે, વેપારીઓ પાસેથી વસૂલ કરવામાં આવતા જુદા જુદા કરવેરાને કારણે સરકારને આવક ઊભી થાય છે પણ તેની સામે વેપારીઓને કંઈ મળતું નથી. અનેક પ્રકારના દસ્તાવેજોની કાર્યવાહી, જટિલ કર પ્રક્રિયા અને તેના પર થતા ખર્ચને કારણે વેપારીઓે પહેલાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમાં પણ પેપર સબમીટ કરતા સમયે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેમને દંડ ફટકારવામાં આવે છે અને અનેક પ્રકારનો માનસિક ત્રાસ પણ ભોગવવો પડે છે. છતાં આજ સુધી તેમને કોઈ પ્રકારની માફી કે પછી સુવિધા કોઈ પણ સરકાર તરફથી આપવામાં આવી નથી. ત્યારે વોટની લાલચમાં દર વર્ષે ખેડૂતોને લોન માફ કરીને તેને પંગુ બનાવવામાં આવી રહ્યો છે.

વધુ બોલતા તેમણે આ મીટિંગમાં કહ્યું હતું કે, ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેની મહેનત પ્રમાણે તેને સમ્માન મળવું જોઈએ પણ સરકારે તેમને દેવામાં માફી આપવાને બદલે દેવાના ચક્કરમાંથી બહાર કાઢવું જોઈએ. ખેડૂતોને દેવામાં માફીને બદલે કરમુક્ત વીજળી આપવી, પાકના સારા ભાવ આપવા જોઈએ, ખેતી માટે સારા ઉપકરણ આપવામાં આવે અને તેમના પાકનો પણ વીમો હોય, સિંચાઈની શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે, કોલ્ડ સ્ટોરેજની સગવડ આપવી, પાક માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવી. આવી અનેક સગવડો સરકાર આપે તો તેમના દેવા માફ કરવાની આવશ્યકતા રહેશે નહીં.

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડેસના નેશનલ ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર શંકરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, દરેક રાજ્યના વેપારીઓના પ્રતિનિધિ મંડળ આ બાબતે સરકારને પત્ર લખીને વિનંતી કરવાની છે. તેમ જ આગામી મહિનાની 12 અને 13 તારીખના આ મુદ્દે ભોપાલમાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સની બેઠક થવાની છે, તેમાં આગળ શું પગલાં લેવા તે બાબતે રણનીતિ નક્કી કરશે.

December 21, 2018
icai_logo.jpeg
4min22610

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોર્સ તેમજ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયની સઘળી બાબતોનું સંચાલન જેના હાથમાં છે અને જે સંસ્થાને ભારતીય સંસદના ઠરાવથી અસ્તિત્વમાં લાવવામાં આવી છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા (આઇ.સી.એ.આઇ.)ની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત તા.20મી ડિસેમ્બર 2018થી હાથ ધરાયેલી મતગણતરીની પ્રક્રિયામાં સુરતના આઇકોન યુથ અને સુરત સમેત દક્ષિણ ગુજરાતના યુવાનોમાં સૌથી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ તૈયાર કરનાર જય અજિત છૈરાનો પહેલા જ રાઉન્ડમાં પહેલા જ પ્રેફરન્સીયલ વોટથી પહેલા જ ક્રમે વિજય થયો છે.

આઇ.સી.એ.આઇ. ની સેન્ટ્રલ કાઉન્સિલમાં વેસ્ટર્ન રિજિયનમાંથી 11 ઉમેદવારો પ્રતિનિધિત્વ કરશે. વોટિંગ થયા બાદ દરેક ઉમેદવારે કુલ 3450 મત મળવા જોઇએ એવું ગણિત બેઠું હતું. પહેલા રાઉન્ડની ગણથરીમાં જ જય છૈરાને 3832 પ્રથમ પ્રેફરન્સીયલ મળી જતા તેઓ ચૂંટાયેલા જાહેર કરાયા છે. સુરત માટે આ ગૌરવશાળી બાબત છે કેમકે આઇ.સી.એ.આઇ. એ ભારતીય ઇકોનોમી બુસ્ટ કરે તેવી સંસ્થા છે. ભારતનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ વ્યવસાયથી લઇને અભ્યાસક્રમને સંચાલિત કરે છે અને તેની સેન્ટ્રલ કાઉન્સિલમાં એક સુરતીનું ચૂંટાવું એ ખરેખર સુરત તેમજ ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે. આ સાથે જય છૈરા બીજા વખત સેન્ટ્રલ કાઉન્સિલમાં ચૂંટાયા છે.

ઇન્સિટટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 42,517 મત પડ્યા હતા. જેમાંથી 1192 મતો ઇનવેલિડ પુરવાર થયા હતા. કુલ 41,405 વેલિડ વોટ્સના આધારે 3450નો ક્વોટા સેન્ટ્રલ કાઉન્સિલ માટે અને 1800નો ક્વોટા રિજિયોનલ કાઉન્સિલ માટે નિયત કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં પરીણામ આ મુજબ રહ્યું હતું

Rank

Sr No.

Name City 1st Pref
1 4 CHHAIRA JAY AJIT SURAT 3832
2 5 CHHAJED PRAFULLA PREMSUKH MUMBAI 3786
3 9 JAMBUSARIA NIHAR NIRANJAN MUMBAI 3441
4 18 TALATI ANIKET SUNIL AHMEDABAD 2987
5 13 KHANDELWAL DHEERAJ KUMAR MUMBAI 2735
6 14 KHANDELWAL PURUSHOTTAMLAL HUKAMICHAND AHMEDABAD 2560
7 8 HEGDE NANDKISHORE CHIDAMBER MUMBAI 2476
8 12 KABRA DURGESH KUMAR MUMBAI 2427
9 6 CHITALE CHANDRASHEKHAR VASANT PUNE 2373
10 3 BHANDARI ANIL SATYANARAYAN MUMBAI 2362
11 15 KINARE MANGESH PANDURANG THANE 2269
12 11 JOSHI SHRINIWAS YESHWANT MUMBAI 2224
13 7 GHIA TARUN JAMNADAS MUMBAI 2131
14 1 ADUKIA RAJKUMAR SATYANARAYAN MUMBAI 1823
15 17 SHAH SHRUTI JAYESH MUMBAI 1329
16 10 JOSHI SARVESH NANDLAL PUNE 929
17 2 BANERJEE ROBIN MUMBAI 892
18 16 PAWAR SANJAY NARAYAN PUNE 747

WIRCમાં બાલકિશન અગ્રવાલ પણ

પહેલા જ રાઉન્ડમાં વિજેતા

સુરતમાં પ્રેક્ટિસ કરતા બાલકિશન અગ્રવાલે પણ વેસ્ટર્ન રિજિયન કાઉન્સિલમાં મેમ્બરની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. તેમણે પહેલા જ રાઉન્ડમાં ફર્સ્ટ પ્રેફરન્સિયલ વોટ સાથે કુલ 2336 મતો મેળવીને વિજેતા નિવડ્યા હતા. તેઓ પણ સુરત માટે ગૌરવ સમાન છે. સુરત આઇ.એસ.એ.આઇ.ના ચેરમેન ભાવિન હિંગરે જય છૈરા તેમજ બાલકિશન અગ્રવાલને ઝળહળતા વિજય બદલ શુભકામનાઓ પાઠવી છે.

December 20, 2018
Jasdan.jpg
1min6480

ભાજપ અને કૉંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણની પેટાચૂંટણીમાં 71.27 ટકા મતદાન થયું હતું. બાવળિયા અને નાકિયાનું ભાવિ EVMમાં કેદ થયું છે. 23 ડિસેમ્બરે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે બાવળિયાએ ગઢ સાચવ્યો કે પછી કૉંગ્રેસ બેઠક જાળી રાખી.

હાઈ વોલ્ટેજ એવી આ ચૂંટણી માટે ગુરૂવારે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થયું. જસદણ શહેર અને તેના 104 ગામડામાં 262 બુથ પર મતદાન થયું. ચૂંટણી માટે કુલ 8 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી કોણ જીતશે તે નક્કી કરવા માટે મતદાન થયું. મહિલાઓમાં મતદાનની ટકાવારી 68.42 રહી જ્યારે પુરૂષોમાં 73.82 ટકા

જસદમા વિંછિયામાં 68.07 ટકા, જસદણ તાલુકામાં 63.83, કમળાપુરમાં સરેરાશ 65, જસદણ શહેરમાં 64, ગોખલાણામાં 60, પાંચવડામાં 50 ટકા, ખાંડાધારમાં 70, ચિતલિયામાં 46, વાંગધ્રામાં 60, પાંચવડામાં 50, આંબરડીમાં 55, મોઢુકામાં 58, કોઢીમાં 55 ટકા મતદાન નોંધાયું. મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતનું ધ્યાન આજરોજ તા.20મી ડિસેમ્બર 2018ના રોજ જેના પર કેન્દ્રીત છે એ સૌરાષ્ટ્રના જસદણની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે યોજાઇ રહેલા મતદાનમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 54 ટકા જેટલું જંગી કહી શકાય તેટલું મતદાન થયું હતું. સવારથી જ મતદારોએ મતદાન માટે ભીડ લગાવી હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં મળેલા મતદાનના આંકડા મુજબ એકંદરે 54 ટકા મતદાનમાં જસદણ પૂર્વમાં 52 ટકા , પશ્ચિમમાં 54 ટકા, ઉત્તરમાં 56 ટકા અને તાલુકામાં 58 ટકા મતદાન થયું હોવાની માહિતી ચૂંટણી કન્ટ્રોલ રૂમ પરથી સાંપડી હતી.

જસદણ બેઠક માટે જસદણ તાલુકાના ૧૬૫ મતદાન મથકો જેમાં, વિંછીયા તાલુકાના ૯૦ મથકો અને ગોંડલ તાલુકાના ૭ મતદાન મથકો મળી કુલ ૨૬૨ મતદાન મથકોએ મતદાન યોજાઇ રહ્યું છે. જે તમામ મથકો માટે કુલ ૨૬૨ ઈ.વી.એમના સેટ બુધવાર, તા.19મી ડિસેમ્બર 2018ના રોજ સવારથી રવાના કરવામાં આવ્યા હતા. એક ઇ.વી.એમ. સેટમાં કુલ ૩ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમાં એક બેલેટ યુનિટ,એક કંટ્રોલ યુનિટ તથા એક વી.વી.પેટ મશીન છે.

પાંચ રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ જનતાનો મેન્ડેટ આવ્યો હોવાથી ભાજપમાં ફફડાટ ફેલાયો છે અને લોકસભા ચૂંટણીની અગાઉ જસદણ પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે મરણીયા પ્રયાસો કર્યા હતા અને પ્રદેશના ટોચના નેતાઓનો કાફલો પ્રચાર માટે ખડકી દીધો હતો. બાવળિયા અહીં લોકપ્રિય ચહેરો છે અને સારો લોકસંપર્ક ધરાવે છે પરંતુ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા હવે પ્રજા તેમને આવકારે છે કે જાકારો આપે છે તે જોવું રહેશે. જસદણ પેટા ચૂંટણીના પરિણામ 23 ડિસેમ્બરના આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે ગુરુ-ચેલો આ ચૂંટણી સામ સામે લડી રહ્યા છે. કોંગ્રેસે જેને ઉમેદવાર બનાવ્યા છે તે અવસર નાકિયા એક સમયે કુંવરજી બાવળિયાના ચેલા રહી ચૂક્યા છે

લોકસભાની ચૂંટણી પહેલા જો ભાજપ જસદણની બેઠક હારી જાય તો ગુજરાતમાં ભાજપની લોકપ્રિયતા પર ઘટી હોવાનું તારણ નીકળશે. સામે કોંગ્રેસનો ઉત્સાહ બેવડાશે.

જનતા નાકિયાને અવસર આપે છે કે પછી બાવળિયાને કમબેક કરાવે છે તે તો પરિણામના દિવસે જ જાણી શકાશે. હાલ તો અવસર નાકિયા અને કુંવરજી બાવળિયા બંનેનો જંગ રસપ્રદ બન્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુરુ-ચેલો આ ચૂંટણી સામ સામે લડી રહ્યા છે. કોંગ્રેસે જેને ઉમેદવાર બનાવ્યા છે તે અવસર નાકિયા એક સમયે કુંવરજી બાવળિયાના ચેલા રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. જનતા દળથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર બાવળિયા 1990માં પહેલી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ પહેલા જ પ્રયાસમાં હાર મળ્યા બાદ બાવળિયાએ કોંગ્રેસના હાથનો સાથ લીધો. કોંગ્રેસની ટિકિટ પરથી કુંવરજી સતત ચાર વખત જીત્યા. આ દરમિયાન 2009માં લોકસભાની ચૂંટણી પણ લડ્યા અને જીત્યા.

જો કે આ જીત બાદ બોટાદ વિધાનસભા બેઠક પરથી કુંવરજીએ હારનો સામનો કરવો પડ્યો. પરંતુ જસદણ બેઠક પર કુંવરજીના નામના સિક્કા પડતા રહ્યા છે. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કેટલાક મહિનાઓ બાદ અચાનક જ કુંવરજીએ કોંગ્રેસને ટાટા કરીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો. પક્ષપલટાની સાથે જ ભાજપે કુંવરજીને કેબિનેટ મંત્રીનું પદ આપી દીધું. હવે કુંવરજીને જીતાડવા એ ભાજપ માટે શાખનો સવાલ છે.

December 20, 2018
nilanshi.jpg
1min12710

મોડાસાના સાયરા ગામમાં રહેતી નીલાંશી પટેલ દસમા ધોરણમાં ભણે છે અને હાલમાં તેના નામે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ બન્યો છે. તે છ વર્ષની હતી ત્યારે છેલ્લે વાળ કપાવ્યા હતા. એ પછીથી તેણે કદી વાળ કપાવ્યા નથી. દસ વર્ષમાં તેના વાળ ૧.૭૫ મીટર જેટલા લાંબા થઈ ચૂક્યા છે. તે અઠવાડિયે એક વાર વાળ ધુએ છે.

અડધો કલાક વાળને સૂકવતાં થાય છે. રોજેરોજ વાળની ગૂંચ કાઢીને ઓળતાં પૂરો એક કલાક થાય છે. લાંબા વાળ હોવા છતાં તે સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને જબરો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે. થોડાક સમય પહેલાં તેને લિમ્કા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. અને હાલમાં ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ્સમાં સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ખિતાબ મળ્યો છે.

December 20, 2018
paswan.jpg
1min8050

બિહારમાં એનડીએના સહયોગી પક્ષ લોક જનશક્તિ પક્ષ (એલજેપી) લોકસભા માટે છ અને રાજ્યસભા માટે એક બેઠકથી ઓછી બેઠક ન સ્વીકારવાનું અને આ બાબતનો નિર્ણય 31મી ડિસેમ્બર સુધીમાં જાહેર કરવાનું દબાણ કર્યું હતું.

આ બાબતની જાહેરાત કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના નાના ભાઇ અને એલજેપીના રાજ્યના પ્રમુખ પશુપતીકુમાર પારસે પક્ષની સંસદીય સમિતિના ચેરમેન ચિરાગ પાસવાને ભાજપના નેતાઓ સાથે અનેક બેઠક બાદ પણ બેઠકની વહેંચણી વિશે કોઇ નિર્ણય ન થયો હોવાનો અસંતોષ વ્યક્ત કર્યાના એક દિવસ બાદ કરી હતી.

પારસે જણાવ્યું હતું કે જિતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા જેવા સાથીઓ છોડીને ગયા બાદ એનડીએ બિહારમાં નબળી પડી હોવાની વાતમાં બેમત નથી. ભાજપ પ્રમુખ અમિત શાહ અને જેડી(યુ)ના પ્રમુખ નીતીશ કુમારે અન્ય પક્ષોને ધ્યાનમાં લીધા વગર જ તેઓ સમાન સંખ્યાની બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા કરશે એવી જાહેરાત કર્યા બાદ ધીરજ ખુટતા કુશવાહાએ છેડો ફાડયો હતો.

ખરી રીતે તો એનડીએના બધા પક્ષે સાથે બેસીને બેઠકની વહેંચણી મામલે ચર્ચા કરવી જોઇએ અને સર્વસહમતિથી એનો નિર્ણય લેવો જોઇએ.

એ બંનેની જાહેરાત બાદ બાકીના પક્ષો માટે શું બચશે? સ્પષ્ટતાના અભાવે આરએલએસપીએ છેડો ફાડયો. બેઠકની વહેંચણી માટે આખરી નિર્ણય 31મી ડિસેમ્બર સુધીમાં જાહેર થવો જોઇએ.

December 19, 2018
medical_logo.jpg
1min6950

શું શું તકલીફો થાય છે હોસ્પિટલ્સના બિલ્સમાં

  • હોસ્પિટલનાં બિલ્સમાં દવાઓના અને હોસ્પિટલના વિવિધ ચાર્જિસ સામેલ હોય
  • હોસ્પિટલ જે સર્વિસિસ આપે છે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી
  • દવાઓ અને અન્ય વપરાશની આઇટમ પર GST લાગે
  • કોસ્ટમેટિક સર્જરી અને હેર ટ્રાન્સપ્લાન્ટને બાદ કરતાં અન્ય હેલ્થકેર સર્વિસિસને GSTમાંથી બાકાત
  • ઇમ્પ્લાન્ટ અને આર્ટિફિશિયલ લિમ્બસ ટેક્સેબલ

દેશભરમાં GST લાગૂ થયા બાદ સૌથી મોટી માથાકૂટ જો ક્યાંય થતી હોય તો એ હોસ્પિટલ્સના મેડીકલ બિલ્સમાં થાય છે. હોસ્પિટલ્સ દ્વારા દર્દીઓ કે તેમના સગાવ્હાલાઓને આપવામાં આવતા બિલ્સમાં બધી જ બાબતો સમાવી લેવામાં આવે છે જેના કારણે ઘણી બધી ટેકનિકલ ક્ષતિઓ સપાટી પર આવી હતી. હોસ્પિટલ્સ દવાઓની રકમ, હોસ્પિટલ્સની જુદી જુદી સર્વિસીઝની રકમ, ડોક્ટર્સના વિઝીટ ચાર્જિસ વગેરેનું એક કોમન બિલ જીએસટી લાગૂ કરીને આપી દેતી હોવાથી ગ્રાહકોને બિલની રકમમાં અન્યાય થતો હોવાની ફરીયાદો દેશવ્યાપી સ્તરે ઉઠી હતી. પરીણામે જીએસટી કાઉન્સિલે આમાં સુધારો કરવાનું મન બનાવ્યું હોવાનું જાણવા મળે છે.

હોસ્પિટલોએ દવાઓના અને હોસ્પિટલની સર્વિસિસનાં અલગ અલગ બિલ આપવાં જોઈએ. આનાથી, ગ્રાહકોને પણ ખર્ચ અંગે પારદર્શક માહિતી મળશે. એવી વ્યવસ્થા ગોઠવવા અંગેની સૂચનાઓ જારી કરાશે એમ જીએસટી કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું હતું.

GST કાઉન્સિલની આગામી બેઠકમાં દર્દીઓનાં હોસ્પિટલનાં બિલ્સને અનબન્ડલિંગ કરવાની દરખાસ્ત પર વિચારણા થશે અને જો તેને મંજૂરી મળશે તો ગ્રાહકો માટે મેડિકલ બિલ્સમાં જેની તાતી જરૂર છે તેવી પારદર્શકતા લાવવામાં મદદ મળશે. 2017ના જુલાઈથી લાગુ થયેલા ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) હેઠળ નવા ટેક્સ કાયદાનો નિર્ણય લેવાની સર્વોચ્ચ સત્તા આ કાઉન્સિલ પાસે છે અને તેના દ્વારા જ આ દરખાસ્ત અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સામાન્ય રીતે, હોસ્પિટલનાં બિલ્સમાં દવાઓના અને હોસ્પિટલના વિવિધ ચાર્જિસ સામેલ હોય છે. હોસ્પિટલ જે સર્વિસિસ આપે છે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી જ્યારે દવાઓ અને અન્ય વપરાશની આઇટમ પર GST લાગે છે. કોસ્ટમેટિક સર્જરી અને હેર ટ્રાન્સપ્લાન્ટને બાદ કરતાં અન્ય હેલ્થકેર સર્વિસિસને GSTમાંથી બાકાત રાખવામાં આવી છે. ઇમ્પ્લાન્ટ અને આર્ટિફિશિયલ લિમ્બસ ટેક્સેબલ છે.

ટેક્સ અધિકારીઓને એવી ચિંતા છે કે, દર્દીઓ પાસેથી દવાઓ પર લાગતો GST ચાર્જ કરીને પૈસા લઈ તો લેવામાં આવે છે પરંતુ આ ટેક્સની રકમ સરકારી તિજોરી સુધી પહોંચતી નથી કારણ કે, હોસ્પિટલો દવાઓના અને હોસ્પિટલના ચાર્જિસનાં તમામ બિલને બન્ડલિંગ કરી દે છે.

હોસ્પિટલે MRP (મહત્તમ વેચાણ કિંમત) કરતાં ઓછી કિંમતે દવા મેળવી હોવા છતાં તે દર્દીઓ પાસેથી ફુલ MRP વસૂલતી હોવાના અનેક કિસ્સા ટેક્સ અધિકારીઓની સામે આવ્યા છે. અધિકારીઓએ મુંબઈ સહિતનાં કેટલાંક મોટાં શહેરોની અગ્રણી હોસ્પિટલ્સની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલ ચેઇન્સ દ્વારા જે પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે તેની વિગતો મેળવી હતી.

જો બિલ્સ અનબન્ડલ થઈ જશે તો જે હોસ્પિટલે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેણે હવે GSTનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ટેક્સ ઉઘરાવીને સરકારમાં જમા પણ કરાવવો પડશે.

કેટલાક હેલ્થકેર પ્રોવાઇડર્સ હેલ્થકેર સર્વિસિસ પર પાંચ ટકા GSTની માંગણી કરી રહ્યા છે કારણ કે તેમણે પણ હોસ્પિટલ દ્વારા જે સર્વિસિસ અને ગૂડ્ઝ લેવામાં આવે છે તેના પર ટેક્સ ચૂકવવો પડશે અને તેમને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. ટેક્સ નિષ્ણાતો જણાવે છે કે, ગૂડ્ઝનો સપ્લાય ઓફર થતી સર્વિસ સાથે સંકળાયેલો છે અને તે કમ્પોઝિટ સપ્લાયની કેટેગરીમાં આવે છે.