Slider Archives - Page 416 of 487 - CIA Live

December 3, 2018
paper_scam.jpg
1min5140

2 ડિસેમ્બર 2018ના રોજ રાજ્યના 9 લાખ જેટલા ઉમેદવારો જેમાં બેસવાના હતા એ પોલીસ લોકરક્ષકની રાજ્યવ્યાપી પરીક્ષા શરૂ થાય તેના થોડા જ કલાક પહેલાં પરીક્ષા ‘રદ’ કરી દેવામાં આવી હતી. પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર લીક થઇ જતા પરીક્ષા રદ થઇ હતી. પરીક્ષા રદ કરવાને પગલે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ સમેત ભાજપાની પણ ભારે બદનામી થઇ હતી. પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર ફોડનારાઓને સકંજામાં લેવા માટે પોલીસે ભારે પ્રયાસો કરીને સોમવાર, તા.3 ડિસેમ્બર 2018ના રોજ સવારે 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જોકે, આ કૌભાંડના મુખ્ય સૂત્રધારને હજુ ઝડપવાનો બાકી છે.

  • લોકરક્ષક પરીક્ષાના પેપર કાંડમાં 4ની ધરપકડ

  • વાયરલેસ પીએસઆઈ પી. વી. પટેલ
  • અલવલ્લી જિલ્લાના બાયડ અરજણ વાવ વિસ્તારના મનહર રણછોડભાઈ પટેલ
  • બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામના રહેવાસી મુકેશ મૂળજીભાઈ ચૌધરી
  • ગાંધીનગરની રૂપલ શર્મા

પોલીસ રક્ષકદળની રાજ્યવ્યાપી પરીક્ષાનું પેપર ફૂટી જવાની ઘટના અંગે તા.2 ડિસેમ્બર 2018ના રોજ ગાંધીનગર સેક્ટર 7નાં પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ-૪૦૬, ૪૨૦, ૪૦૯ અને ૧૨૦-બી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલામાં સોમવાર, તા.3 ડિસેમ્બર 2018ના રોજ સવારે ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરાયેલ આરોપીઓમાં એક વાયરલેસ પીએસઆઈ પી. વી. પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અલવલ્લી જિલ્લાના બાયડ અરજણ વાવ વિસ્તારના મનહર રણછોડભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામના રહેવાસી મુકેશ મૂળજીભાઈ ચૌધરી તેમજ રૂપલ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે.

દિલ્હીમાં પેપરની આન્સર કી તૈયાર કરાવડાઇ

પોલીસની પ્રારંભિક તપાસમાં જ વડોદરાના યશપાલસિંહનું નામ ખૂલ્યું હતું. લુણાવાડાનો યશપાલ સોલંકી ૨૯-૩૦ નવેમ્બરના રોજ વડોદરાથી દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીમાં તેણે પેપરના તમામ સવાલોના જવાબ મેળવ્યા હતા. યશપાલ સિંહ ૧ ડિસેમ્બરના રોજ ફ્લાઈટ મારફતે વડોદરા પરત ફર્યો હતો. યશપાલસિંહ દિલ્હી જઈને આવ્યો અને પેપરની આન્સર કી દિલ્હીમાંથી લઈને આવ્યો હતો.
December 3, 2018
high_speed.jpg
1min5140

મુંબઇ-દિલ્હી અને દિલ્હી-હાવડા જેવા સૌથી વ્યસ્ત કૉરિડોર પર ટ્રેનની સ્પીડને વધારવા માટે રૂ. ૧૮,૦૦૦ કરોડના પ્રોજેક્ટનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો, જેને ટૂંક સમયમાં સરકારની મંજૂર મળી શકે છે. આ પ્રસ્તાવ માટે કેબિનેટ નોટ તૈયાર કરાઇ છે. મંજૂરી મળ્યા બાદ આ બંને કૉરિડોર પર ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન દોડી શકે તે માટે ટૅક્નિકલ ફેરફાર કરવામાં આવશે. સૌથી મુસીબતની બાબથ એ છે કે રેલવે પ્રશાસન પાસે પૂરા રેલવે માળખાનો ફ્કત ૦.૩ ટકા ભાગ એવો છે જ્યાં ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવી શકાય, તેથી આ પ્રોજેકટ માટે રેલવે પ્રશાસન ખાસ્સા સમયથી યોજના બનાવી રહ્યું હતું.

દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડાનો માર્ગ એ ટ્રંક રૂટ છે, જેના પર સૌથી વધારે ટ્રાફિક રહે છે. આ માર્ગ પર અત્યારે મહત્તમ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે છે. સૌથી મુશ્કેલી એ વાતની છે કે આ રેલ કૉરિડોરના અમુક ભાગમાં ટ્રેન મર્યાદિત સ્પીડથી દોડાવાય છે. રેલવેએ અગાઉ આ બંને માર્ગની ટ્રેનોની સ્પીડ વધારવા માટે યોજના બનાવી હતી. આ યોજના હેઠળ આ બંને માર્ગના ટ્રેકને એવી રીતે બનાવવામાં આવશે કે તેના ઉપર ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ કાર્ય માટે રેલવેએ ટ્રેક બેસાડવાની સાથે દિલ્હી-મુંબઇના ૧,૩૮૪ કિલોમીટર લાંબા માર્ગ પર અમુક લૅવલ ક્રોસિંગ હટાવવા પડશે. તે સિવાય કોંક્રીટની દીવાલ પણ બનાવવી પડશે. આવી જ રીતે દિલ્હીથી હાવડાના ૧,૪૫૫ કિલોમીટર લાંબા માર્ગ પર ૬૦ લૅવલ ક્રોસિંગને બંધ કરવા પડશે તેમ જ ટ્રેક પર કોઇ ખામી સર્જાય તો તે ટ્રેન આવતા પહેલા જ આ ખામીને દૂર કરવી જરૂરી રહેશે, એની તકેદારી રેલવેએ રાખવી પડશે. હવે આ બંને માર્ગ માટે કેબિનેટ નોટ તૈયાર થઇ છે અને ટૂંક સમયમાં તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે. આશા છે કે આગામી એક-બે મહિનામાં આ મંજૂરી મળશે અને પછી આ બંને માર્ગ પર કામકાજ શરૂ કરવામાં આવશે.

December 3, 2018
onion.jpg
1min5610

કાંદાના ઉત્પાદન માટે જાણીતા નાશિકમાં કિલો કાંદાનો ભાવ એક રૂપિયા ઉપજતા તેના વિરોધમાં તેની રકમ વડા પ્રધાનને મોકલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નાશિકમાં કાંદાની ખેતી કરતા ખેડૂતને ૭૫૦ કિલોના કાંદાના ઉત્પાદન માટે પ્રતિ કિલો કાંદાના ફ્કત રૂ. ૧.૪૦ મળ્યા હતા. દેશમાં ખેડૂતોની કથળતી હાલતને જોતા સરકારનો વિરોધ પ્રદર્શન કરવા માટે આ ખેડૂતે તેણે કમાવેલા રૂ. ૧,૦૬૪ વડા પ્રધાનને મોકલ્યા હતા.

નિફાડ તહેસીલના સંજય સાઠેએ આ વર્ષે ૭૫૦ કિલો કાંદા ઉગાડ્યા હતા, પણ તેને નિફાડ હોલસેલ માર્કેટમાં ફક્ત એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાંદા વેચવાની ઓફર મળી હતી. વાટાઘાટ કરતાં હોલસેલ માર્કેટના વેપારીઓ પ્રતિકિલો કાંદાના રૂ. ૧.૪૦ આપવા તૈયાર થયા હતા. ૭૫૦ કિલો કાંદાના સાઠેને ફક્ત રૂ. ૧,૦૬૪ મળ્યા હતા. ચાર મહિના કપરી મહેનત કર્યા બાદ ફ્કત રૂ. ૧,૦૬૪ની કમાણી થઇ હતી. સાઠેએ આ રકમ વડા પ્રધાનના ડિઝાસ્ટર રિલિફ ફંડ માટે દાનમાં આપ્યા હતા. તનતોડ મહેનત કરીને દેશના નાગરિકોનું પેટ ભરતા ખેડૂતોને કષ્ટમાંથી ઉગારવા માટે સરકારે પગલાં ભરવા જોઇએ.

November 30, 2018
statue-of-unity.jpg
1min4760

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક મહિનો થઈ ચૂક્યો છે. માત્ર એક મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક 5.91 કરોડ નોંધાઈ છે. દરરોજ સરેરાશ 10 હજાર જેટલા લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે

182 મીટરની આ પ્રતિમા નવું પ્રવાસન સ્થળ બની ચૂકી છે.  એક અંદાજ પ્રમાણે એક મહિનામાં 2.65 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.  ટેન્ટ સિટી પણ લોકોને આકર્ષી રહી છે. પ્રવાસીઓની સુવિધા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલા ટેન્ટ સિટીમાં પણ મહિના દરમિયાન પાંચ હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક મહિનો પૂરો થવા પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એક સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

November 30, 2018
reservation.jpg
1min9710

મરાઠાઓને શિક્ષણ અને સરકારી નોકરીમાં 16 ટકા અનામત આપીને ક્વૉટા ટકાવારીમાં મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમાંકે આવી ગયું છે. ક્વૉટા ટકાવારીમાં પહેલા ક્રમાંકે તમિળનાડુ છે.

અગાઉ હરિયાણા 67 ટકા અનામત આપીને બીજા ક્રમાંકે હતું અને તેલંગણા 62 ટકા અનામત આપીને ત્રીજા ક્રમાંકે હતું, પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 68 ટકા પર પહોંચી ગઇ છે. તમિળનાડુમાં ક્વૉટા ટકાવારી 69 ટકા છે. રાજસ્થાનમાં ગુર્જર અને અન્ય ચાર પછાત કોમને અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 54 ટકા પર પહોંચી છે.

November 30, 2018
maratha1.png
1min10950

સામાન્ય રીતે બહુ સમૃદ્ધ માનવામાં આવતા મરાઠા સમાજના 93 ટકા પરિવારની વાર્ષિક આવક એક લાખ કરતા ઓછી હોવાનું કમિશનના અહેવાલમાં સામે આવ્યું છે. લગભગ 37.28 ટકા મરાઠા સમાજ ગરીબી રેખા નીચે જીવે છે.

સ્ટેટ ઑબીસી કમિશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં મરાઠા સમાજને શૈક્ષણિક, સમાજિક અને આર્થિક રીતે પછાત જણાવવામાં આવ્યો છે. રાજ્યમાં 30 ટકા મરાઠા વસતિ છે, જેમાંથી 76.86 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર નભે છે. સરકારી નોકરીઓમાં તેમનું માત્ર છ ટકા પ્રતિનિધિત્વ છે અને તેમાં પણ ડી ક્લાસની નોકરીઓમાં વધારે જોવા મળે છે. જે મરાઠાઓ શહેર તરફ વળ્યા છે, તેમાંથી મોટા ભાગના માથાડી કામદાર કે ઘરકામમાં જોડાયેલા જોવા મળે છે. કમિશને 21 સ્થળે જાહેર સુનાવણી રાખી હતી.

 

  • રાજ્યમાં 30 ટકા મરાઠા વસતિ
  • 37.28 ટકા મરાઠા સમાજ ગરીબી રેખા નીચે
  • 76.86 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર
  • સરકારી નોકરીઓમાં માત્ર છ ટકા પ્રતિનિધિત્વ
  • ડી ક્લાસની નોકરીઓમાં વધારે
  • 1,93,651 વ્યક્તિગત નિવેદન
  • 814 અલગ અલગ સંસ્થાઓના નિવેદન
  • 784 ગ્રામ પંચાયતે સાથે મળી 282 ઠરાવ
  • 84 નિવેદન એવા પણ હતા જે ઑબીસી કેટેગરીમાં અનામત આપવાના વિરોધમાં
  • આઈએએસ જેવા પદ પર માત્ર 6.92 ટકા મરાઠા
  • 40,962 પરિવારને સર્વેક્ષણમાં સાંકડવામાં આવ્યા
  • 2013થી 2018 દરમિયાન 13,368 ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,152 એટલે કે 23.56 ટકા મરાઠા સમાજના

1,93,651 વ્યક્તિગત નિવેદન, 814 અલગ અલગ સંસ્થાઓના નિવેદન, 784 ગ્રામ પંચાયતે સાથે મળી 282 ઠરાવ કમિશનને આપવામાં આવ્યા હતા. મોટા ભાગના નિવેદનોએ મરાઠા સમાજને સ્વતંત્ર વર્ગમાં અનામત આપવા જણાવ્યું હતું જ્યારે 84 નિવેદન એવા પણ હતા જે ઑબીસી કેટેગરીમાં અનામત આપવાના વિરોધમાં હતા. આઈએએસ જેવા પદ પર માત્ર 6.92 ટકા મરાઠા છે, જેમાંથી સીધી ભરતી દ્વારા માત્ર આ પદ સુધી પહોંચેલા 0.27 ટકા જ છે. 40,962 પરિવારને સર્વેક્ષણમાં સાંકડવામાં આવ્યા હતા.

અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2013થી 2018 દરમિયાન 13,368 ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,152 એટલે કે 23.56 ટકા મરાઠા સમાજના હતા.

 

સૌથી અગત્યનો મુદ્દો મહારાષ્ટ્રના પોલિટીક્સમાં મરાઠાઓનું પ્રભુત્વ

વિધાનમંડળમાં મરાઠા અનામતનો કાયદો કોઈ પણ જાતની દલીલ વિના એક મિનિટમાં પસાર થઈ ગયો

18 મુખ્ય પ્રધાનમાંથી દસ મુખ્ય પ્રધાનો મરાઠા સમાજના

1960થી અત્યાર સુધી 30 વર્ષ સુધી મરાઠા મુખ્ય પ્રધાન પાસે રાજ્યની સત્તા

288 વિધાનસભા મતવિસ્તારમાંથી 200 વિસ્તાર પર મરાઠા સમાજના મત

વિધાનમંડળમાં મરાઠા અનામતનો કાયદો કોઈ પણ જાતની દલીલ વિના એક મિનિટમાં પસાર થઈ ગયો તે જણાવે છે કે રાજ્યમાં આ સમાજ કેટલો વગદાર છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાયદો પસાર કરી દરેક પક્ષે તેનો શ્રેય લેવાનો પ્રયત્ન કર્યો છે. મરાઠા સમાજે પણ આને વધાવ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે સૌથી ઊંચો હાથ સત્તાધારી પક્ષ તરીકે ભાજપનો જ રહેશે. રાજ્યની 13 કરોડ જનતામાંથી 30 ટકા મરાઠા સમાજ છે અને અત્યાર સુધીના 18 મુખ્ય પ્રધાનમાંથી દસ મુખ્ય પ્રધાનો આ સમાજે આપ્યા છે. 1960થી અત્યાર સુધી 30 વર્ષ સુધી મરાઠા મુખ્ય પ્રધાન પાસે રાજ્યની સત્તા રહી છે. રાજ્યના 288 વિધાનસભા મતવિસ્તારમાંથી 200 વિસ્તાર પર મરાઠા સમાજના મત બાજી ફેરવી શકે છે. જોકે જેઓ મરાઠા ક્વૉટાની માગ કરતા હતા તેમનું કહેવાનું હતું કે મરાઠા સમાજનો બહુ નાનો વર્ગ છે જે વર્ચસ્વ અને સમૃદ્ધિ ધરાવે છે. મોટા ભાગનો સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત છે.

મરાઠા સમાજના લગભગ 40 જેટલા યુવાને આત્મહત્યા કરી હતી.

સરકારે હાલમાં જાહેર કરેલા અનામતને પણ ઘણાં ચૂંટણી નજીક આવતા કરવામાં આવેલા નિર્ણય તરીકે લેખાવે છે. જો કાયદાને કોઈ પડકારશે અને તે કોર્ટમાં ઊભો રહી શકશે ત્યારે જ ખરેખર શ્રેય લઈ શકાય છે કે કેમ તે નક્કી થશે.

હાલમાં રાજકારણીઓ શ્રેય મેળવવા માટે પડાપડી કરે છે. કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે સૌથી પહેલા કૉંગ્રેસે સમાજ માટે અનામતનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે આ નિર્ણય માટે મરાઠા સમાજે કરેલા આંદોલનને પણ શ્રેય આપ્યો હતો. તેમના લાંબા સંઘર્ષના પરિણામસ્વરૂપે આ અનામત કરાવમાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આઝાદ મેદાન ખાતે આંદોલનકારીઓની ભૂખ હડતાળ તોડાવી હતી. આ સાથે જેમના પર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે, તેમના ગુના પરત લેવામાં આવશે, તેવી ખાતરી પણ આપી હતી. એનસીપી નેતા ધનંજય મુંડેએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો અને મરાઠા સમાજની એકતા અને સંઘર્ષને લીધે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. રાજ્ય પ્રધાનમંડળે મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો. ભાજપે તમામ પદાધિકારીઓને સરકારના આ નિર્ણયને વધાવવાનો આદેશ આપ્યો હતો.

દરમિયાન ઑબીસી સંઘર્ષ સમન્વય સમિતિએ મરાઠા અનામતના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી. સરકારે ખાતરી આપી છે કે મરાઠા સમાજને આરક્ષણ આપતા અન્ય આરક્ષણને કોઈ નુકસાન નહીં પહોંચે, પરંતુ સમિતિનું માનવાનું છે કે આ શક્ય નથી અને સરકારનો આ નિર્ણય તેમના આરક્ષણને નુકસાન પહોંચાડશે. આ સાથે ભાજપે આવનારી ચૂંટણીમાં આની મોટી કિંમત ચૂકવવી પડશે, તેમ પણ સમિતિના પ્રમુખ જે ડી તાંડેલે જણાવ્યું હતું. અન્ય એક ઑબીસી નેતાએ જણાવ્યું હતુ કે સરકારે જાતિ પ્રમાણે કોઈ ગણતરી કરી નથી, આથી મરાઠા સમાજ 30 ટકા છે, તે માનવું યોગ્ય કહેવાશે નહીં.

 

November 29, 2018
shivendra-1280x1282.jpg
1min9900
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ  ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂકના હાઇકોર્ટમાં પડકારતી રિટમાં અરજદાર પ્રફુલ દેસાઇનું કોર્ટરૂમમાં જ હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું
  • વડોદરાના જાગતે રહો પાર્ટીના પ્રફુલ દેસાઇએ હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની રિટ કરી છે, તેમનું નિધન થતાં હવે પુત્ર લડશે કેસ
  • પિટિશનમાં તેમનું નામ હટાવવાની મંજૂરી અને તેમના પુત્ર ક્ષિતિજનું નામ અરજદાર તરીકે મુકવા ગુજરાત હાઇકોર્ટની મંજૂરી
  • કેસની વધુ સુનાવણી ૧૨મી ડીસેમ્બર પર મુલતવી રાખી

(VNSGU Vice Chancellor Shivendra Gupta, A file photo)

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂકના હાઇકોર્ટમાં પડકારતી રિટમાં અરજદાર પાર્ટી ઇન પર્સન તરીકે ઉપસ્થિત રહેતા પ્રફુલ દેસાઈના મૃત્યુ બાદ આ પિટિશનમાં તેમનું નામ હટાવવાની મંજૂરી અને તેમના પુત્ર ક્ષિતિજનું નામ અરજદાર તરીકે મુકવા ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. ૧૨મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ની કોટરૂમ ની અંદર જ વૃદ્ધ અરજદાર પ્રફુલભાઈ દેસાઈને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. હવે આ મામલે એડવોકેટ આનંદ યાગ્નિક અરજદાર વતી એડવોકેટ ઓન રેકોર્ડ તરીકે હાજર રહેશે.અને પિતાના મોત બાદ પુત્ર શિવેન્દ્ર ગુપ્તાની નિમણુક રદ કરવા કેસ લડશે.
મળતી માહિતી પ્રમાણે વડોદરાના જાગતે રહો પાર્ટીના પ્રફુલ દેસાઇએ હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની રિટમાં એવી રજૂઆત કરી હતી કે, દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક માટે ગત બીજી મે 2017ના રોજ અરજીઓ મંગાવવામાં આવી હતી. તેને અંતર્ગત કેટલીક અરજીઓ પણ આવી હતી.
સરકારના નીતિ નિયમો મુજબ વાઇસ ચાન્સેલર પદ માટેના ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 15 વર્ષનો શૈક્ષણિક કાર્યને લગતો અનુભવ હોવો આવશ્યક હોવા ઉપરાંત તેની પાસેથી પારદર્શકતા, નીતિમત્તા જેવા મૂલ્યોની પણ અપેક્ષા રાખવામાં આવી છે.
પિટિશનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કુલપતિ તરીકે નિમણૂક પામનાર શિવેન્દ્ર ગુપ્તા પાસે 1 વર્ષનો પણ શૈક્ષણિક અનુભવ નથી. અલગ અલગ યુનિવર્સિટીઓમાં તેમના દ્વારા આરટીઆઇ હેઠળ માહિતી માગવા છતાં તેમનો કોઇ શૈક્ષણિક અનુભવ હોવાનું જણાઇ આવ્યું નથી. આ ઉપરાંત તેમની નીતિમત્તા બાબતે સ્થાનિક કક્ષાએ દિવ્ય ભાસ્કર સહિત અન્ય તમામ અખબારોમાં અલગ અલગ સમાચારો છપાયેલા છે.
પિટિશનમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો  કે, 52 જેટલી અરજીઓ ધ્યાને લીધા બાદ સ્ક્રુટિની કમિટીએ 3 નામની યાદી તૈયાર કરી હતી. જેમાં અમરેલી કોલેજના પ્રિન્સિપાલ ચાવડા, એલ.ડી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ મહીપતસિંઘ ચાવડા અને ભરૂચ નર્મદા કોલેજના પ્રિન્સિપાલ ભાસ્કર રાવલના નામનો સમાવેશ થયો હતો. જો કે તે લિસ્ટમાં ક્યાંય ડો. શિવેન્દ્ર ગુપ્તાનું નામ ન હતું. અરજદારની માહિતી પ્રમાણે જે બાદ સમિતિને મૌખિક સૂચના આપી સરકારે આ નામનો સમાવેશ કરાવ્યો હતો. આમ તમામ પ્રકારના નિયમો નેવે મૂકી કરાયેલી નિમણૂકને તત્કાલ રદ્ કરવાની દાદ માગવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી ૧૨મી ડીસેમ્બર પર મુલતવી રાખી છે.
November 29, 2018
trade-fair.jpg
1min14990

સુતમાં એક તરફ એમ કહેવાય રહ્યું છે કે અભૂતપૂર્વ મંદીનો માહોલ છે અને લોકો ખાસ કરીને વ્યાપારીઓ અપૂર્વ નાણાંભીડમાંથી પસાર થઇ રહ્યા છે. ધંધો-ધાપો ચાલતો નથી. આવી સ્થિતિમાંથી બહાર નીકળતા સહેજેય એક વર્ષ જેટલો સમય નીકળી જાય તેમ છે. આમ છતાં સુરત બહારના ધંધાદારીઓ, વ્યાવસાયિકોના મતે સુરતમાં હજુ પણ લિક્વિડીટી છે અને જે લોકો રૂપિયા લઇને બેઠા છે, જેઓ રોકાણની યોગ્ય તકની રાહ જોઇને બેઠા છે એવા સુરતના બિઝનેસમેનની સંખ્યા પણ ખાસ્સી છે. સુરતની ઇકોનોમી પર સરવે કરનારી સંસ્થાઓ કહે છે કે સુરતના ઉદ્યોગપતિઓ સુરતમાં રોકાણ કરવાની જગ્યાએ દેશ કે દુનિયામાં જ્યાંથી સારુ એવું રિટર્ન મળે ત્યાં ઇન્વેસ્ટ કરવા માટે સતત તકોની શોધમાં હોય છે. અને આ જ કારણે સુરતમાં હવે ઇન્ટરનેશનલ પ્રોપર્ટીઓ વેચાવા માટે આવી રહી છે. પ્રોપર્ટીઓ વેચાણ એટલે દુબઇની 25 જેટલી પ્રાઇમ લોકેટેડ પ્રોપર્ટી હોય કે અમેરિકામાં 3.5 કરોડ કે તેનાથી વધુનું રોકાણ કરીને ઇન્વેસ્ટર વીઝા મેળવવાની પ્રોસેસ તમામમાં મિલક્ત ખરીદીનો સંદર્ભ હોય છે અને સુરતીઓ આ બાબતને એક સારી તક માનતા હોય આગામી તા.1 લી અને તા.2 ડિસેમ્બરે સુરતમાં દુબઇ અને અમેરિકાના EB-5 વીઝા માટે સુરતના વીઆઇપીઓ, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ માટે ખાસ કેમ્પ રાખવામાં આવ્યા છે.

  • તા.1 અને 2 ડિસેમ્બર 2018ના રોજ ટીજીબી ખાતે દુબઇની 25 પ્રોપર્ટીઓના વેચાણ માટે વીઆઇપીઓ માટે ખાસ શૉ
  • તા.1લી ડિસેમ્બરના રોજ સુરતમાં અમેરિકાના EB-5 વીઝા ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા માટે પણ સુરતી બિઝનેસમેનોને આકર્ષવાનો પ્રયાસ થશે

સુરતના આંગણે દુબઇ પ્રોપર્ટી શૉ

સુરતમાં આગામી તા.1લી અને 2જી ડિસેમ્બર 2018ના રોજ ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પોતાની સંસ્થાનું નામ જાહેર કરાયું નથી કે દુબઇની પ્રોપર્ટીનું વેચાણ કોણ કરી રહ્યું છે પરંતુ, સોશ્યલ મિડીયામાં આપવામાં આવેલી જાહેરાતોમાં જણાવાયું છે કે દુબઇમાં સુરતી રોકાણકારો જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેમને 10 વર્ષના વીઝા ઉપરાંત બીજા અનેક બેનિફિટ્સ મળી શકે તેમ છે. 10 વર્ષના યુનાઇટેડ આરબ અમિરાતસના રેસિડેન્સી વીઝા માટે ઓછામાં ઓછું ભારતીય ચલણ મુજબ રૂ.1.2 કરોડનું રોકાણ દુબઇ ખાતે કરવું પડે તેમ જણાવાય છે.

સુરત ખાતે યોજાઇ રહેલા દુબઇ ઇન્વેસ્ટમેન્ટ શૉમાં 25 જેટલી દુબઇની પ્રાઇમ લોકેશનવાળી પ્રોપર્ટીનું સેલિંગ ઓફર્સ તેમજ પેમેન્ટ પ્લાન્સ દર્શાવવામાં આવશે. આ પ્રોપર્ટી માટે ઇન્વેસ્ટર્સને પહેલા ત્રણ વર્ષ સુધી 8 ટકા જેટલું વળતર ચૂકવવાની પણ ગેરેન્ટી આપવામાં આવી રહી છે.

અમેરિકાના EB-5 વીઝા એટલે ઇમિગ્રન્ટસ ઇન્વેસ્ટર વીઝા જે

5 લાખ યુએસ ડોલર્સ અંદાજે 3.5 કરોડ રૂપિયામાં પડે

સુરતમાં તા.1લી ડિસેમ્બર 2018ના રોજ એક એવો પણ ઇન્વેસ્ટમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં અમેરિકા જવા માટે ઇચ્છુકોને જો ત્યાંના  રેસિડેન્સી વીઝા ન મળતા હોય તો EB-5 વીઝા એટલે કે અમેરિકામાં પ્રોપર્ટીમાં રોકાણ કરીને ત્યાના વીઝા મેળવી શકાય તે માટે આકર્ષવામાં આવશે. આ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કેમ્પનું આયોજન કોણે કર્યું છે તેની કોઇ જ માહિતી સોશ્યલ મિડીયા કેમ્પેનમાં આપવામાં આવી નથી. ફક્ત ટેલિફોનિક ઇન્કવાયરીમાં એવું કહેવાય રહ્યું છે કે તા.20મી નવેમ્બર 2018ના રોજ ઇન્કવાયરી કરનારાઓને આ શૉ ક્યાં રાખવામાં આવ્યો છે તેની માહિતી તેમના ટેલિફોન નંબર પર જણાવવામાં આવશે.

 

 

November 29, 2018
2.0.jpg
1min11770

દેશભરમાં આજે 2.0 રિલીઝ થઈ છે. રજનીકાંતના ચાહકોએ તેમની પરંપરા નિભાવતા દેશના અનેક ભાગોમાં સિનેમાઘરોની બહાર ઉત્સવ મનાવ્યો. અનેક શહેરોમાં સવારના 6 વાગ્યાથી જ શો શરૂ થઈ ગયા હતા. સ્ક્રીન પર રજનીકાંતની એંટ્રી થતા જ ચાહકો ગાંડા-ઘેલા થઈ ગયા હતા. એ પૂર્વે રજનીકાંત અને અક્ષયકુમારની ફિલ્મ 2.0ની પાઈરસી અટકાવવા માટે મદ્રાસ હાઈકોર્ટે મહત્વના નિર્દેશો આપ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે એક મોટો નિર્ણય લેતા આદેશ આપ્યો હતો કે 12 હજાર સાઈટ્સને તરત જ બ્લૉક કરવામાં આવે.

2.0ના રિલીઝ પૂર્વે જ પાઇરેસી કન્ટેન્ટ અપલોડ કરતી વેબ સાઈટ્સને બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એવી તમામ વેબનો સમાવેશ થાય છે કે જે તમિલ ફિલ્મની પાઈરસી કરી તેને અપલોડ કરે છે. રાજ્યના 37 ઈંટરનેટ પ્રોવાઈડર્સને તાત્કાલિક આ સાઈટ્સ બ્લોક કરવાના આદેશ આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં એ 2 હજાર વેબસાઈટ્સના નામ પણ સામેલ છે જેને તમિલ રૉકર્સ નામની વેબસાઈટ ઑપરેટ કરે છે.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એમ સુંદરે 2.0ની પ્રૉડ્યૂસર કંપની લયકા પ્રૉડક્શનની અરજી પણ આ આદેશ આપ્યો છે. જેમાં 12, 564 ગેરકાયદે વેબસાઈટના નામ આપવામાં આવ્યા હતા. જ્યારે તમિલ રૉકર્સને બ્લૉક કરવામાં આવી હતી તો તેની જગ્યાએ URLમાં ફેરફાર કરીને અનેક સાઈટ શરૂ કરવામાં આવી હતી. જેમને બ્લૉક કરવામાં આવી છે. પાઈરસીથી ફિલ્મોના બિઝનેસને મોટો ફટકો પડે છે. જેને જોતા આ અરજી કરવામાં આવી હતી

 

November 29, 2018
maratha.jpg
1min5950

ગુજરાતમાં પાટીદારો અનામત માટે છેલ્લા 4 વર્ષથી લડત ચલાવી રહ્યા છે, અનામત માટેની લડત કરતા વધારે હવે પાટીદાર આંદોલન ભાજપા અને સરકાર વિરુદ્ધનું આંદોલન બની રહ્યું છે. બીજી તરફ, પાટીદાર આંદોલન જ્યારે પૂરજોશમાં હતું અે સમયે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનો ગણગણાટ પણ સંભળાતો ન હતો, આ જે પરિસ્થિતિ એ આવીને ઉભી છે કે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો અમલ તા.1લી ડિસેમ્બર 2108થી શરૂ કરવાના ચક્રો ગતિમાન છે.

આ મામલે અસ્સલ સુરતી ભાષામાં સવાલ કરીએ તો એમ પૂછાય કે ગુજરાતમાં પાટીદાર અનામતના મુદ્દે કોને ધંધો કરતા આવડ્યો નહીં ?, સરકાર કે પાટીદાર આંદોલનકારીઓને ?

મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત આપવાની દરખાસ્ત પણ રાજ્ય સરકાર લઇ આવી હતી અને તા.29મી નવેમ્બર 2018ના રોજ તેને વિધાનસભાએ મંજૂરી પણ આપી દીધી છે. વિધાનસભાના ઠરાવના આધારમાં ત્યાંના ઓબીસી કમિશનનો રિપોર્ટ મૂકવામાં આવ્યો છે. મતલબ કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટે પ્રોપર વે માં દરેક પ્રોસિજર કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સુરતી ભાષામાં કહીએ તો કોઇને પણ ધંધો કરતા આવડ્યો નહીં, ખાયા-પીયા કુછ નહીં ગિલાસ તોડા બારા આના જેવો ઘાટ સર્જાયો છે.

મહારાષ્ટ્ર સરકારે શિક્ષણ અને રોજગારી મામલે મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ હતો જેને વિધાનસભામાં કોઇ ખાસ મુશ્કેલી વગર મંજૂર કરાયો છે. આ રિપોર્ટમાં આયોગના પ્રમુખની ભલામણો અને તેના પર સરકાર દ્વારા લેવાયેલા પગલાંની પણ માહિતી અપાશે. સીએમ ફડણવીસે 1 ડિસેમ્બરથી મરાઠા અનામત લાગુ કરવાનો સંકેત આપ્યો હતો. ત્યારે શિવસેના અને ભાજપે વ્હિપ જાહેર કરી તમામ ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા કહ્યું છે.

મરાઠાઓને અનામતના ક્વોટા મામલે રાજ્ય પછાત વર્ગ આયોગનો રિપોર્ટ સદનમાં રજૂ કરવાની માગને લઈને વિધાનસભામાં હોબાળો થયો હતો. સીએમ દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓને અનામત આપવાની કાર્યવાહીમાં વિઘ્ન નાખવાનો આરોપ લગાવ્યો હતો.

સાથે જ આયોગની ભલામણો પર લેવાયેલા પગલાંનો રિપોર્ટ સદનમાં રજૂ કરવાની જાહેરાત પણ કરી હતી. સાથે જ દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષ પર સમાજમાં તણાવ ફેલાવવાનો આરોપ લગાવ્યો તો સરકાર મરાઠાઓને અનામત આપવા પ્રતિબદ્ધ હોવાનું પણ કહ્યું.