CIA ALERT

Slider Archives - Page 359 of 491 - CIA Live

May 14, 2019
priyank-gandhi.jpg
1min5830

ચૂંટણી માહોલમાં સોફટ હિન્દુત્વની પોતાની વ્યૂહરચના પર કોંગ્રેસ સતત આગળ વધી રહી છે. પક્ષના અધ્યક્ષ રાહુલનાં ‘ટેમ્પલ રન’ બાદ હવે તેમનાં બહેન પક્ષનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મંદિરોમાં દર્શનની શરૂઆત કરી દીધી છે.

પ્રિયંકા ગાંધીએ મુખ્ય જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાલેશ્વર (મહાકાલ) મંદિરમાં પૂર્ણ વિધિ સાથે પૂજાથી અને પંચામૃતથી અભિષેક કર્યો હતો. આ દરમ્યાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ, પ્રિયંકાના મહાકાલ દર્શન મામલે પ્રતિક્રિયા આપતાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી કમલનાથ પર નિશાન સાધ્યું હતું.

શિવરાજે મંદિર દર્શનના બહાને પ્રિયંકાની સાથે કમલનાથ પર પણ નિશાન સાધ્યું હતું. શિવરાજે કહ્યું કે, ‘િપ્રયંકાજી મહાકાલ મંદિરમાં દર્શન માટે જઇ રહ્યો છે, તો ત્યાં તેમનાં ભાઇ અને મુખ્યમંત્રી (કમલનાથ)ને પૂછો કે, તેમણે 10 દિવસની અંદર બધા કિસાનોની ઋણ માફીની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવું ન થયું તો મુખ્યમંત્રીને અમે હટાવી નાખશું.’ ખેડૂતોની લોન હજુ માફ નથી થઇ. મુખ્યમંત્રી તમારા ભાઇને ગુમરાહ કરે છે અને બીજી તરફ તમારા ભાઇ ખોટું બોલી રહ્યા છે.

May 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6040
જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલની શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ ગયા બાદ દેવપક્ષના એક સાધુ પર આચાર્યપક્ષના એક હરિભકતે કોઈ વાતે હુમલો કર્યાની ઘટના બનવા પામતાં બન્ને જૂથોના હરિભકતો આમને-સામને આવી જતા મામલો બિચકાયો હતો. આવા સમયે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી. લાઠી ચાર્જ દરમિયાન અમુક ખાનગી ચેનલના કેમેરામેનને પણ હડફેટે લેવાતાં, સૌરાષ્ટ્ર-ગુજરાતના મીડિયા જગતમાં આ વાતના ઘેરા પડઘા પડયા છે. રાજ્યના ગૃહમંત્રી, જૂનાગઢના રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ નિષ્પક્ષ તપાસના આદેશો આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. બોર્ડના 7 ટ્રસ્ટીઓની ર9 મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ગૃહસ્થ વિભાગની ચાર બેઠક ઉપર 14 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 27795 મતદારોમાંથી 12086 મતદારેએ મતદાન કરતાં 43.48 ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે સંત(ત્યાગી) વિભાગની બે બેઠકો ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 517 મતદારોમાંથી 282 મતદારોએ મતદાન કરતાં 54.55 ટકા મતદાન નોંધાયુ હતું. પાર્ષદ વિભાગની એક બેઠક ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં 236 મતદારોમાંથી 132 ઉમેદવારોએ મતદાન કરતાં 55.93 ટકા મતદાન નોંધાયું હતું. તમામ બેઠકો પર સરેરાશ 51.32 ટકા મતદાન નોંધાયું હતું. રવિવારે યોજાયેલી આ ચૂંટણીનું આજે સોમવારે મતગણતરી દરમિયાન પરિણામ જાહેર થશે.
શાંતિ રીતે પૂર્ણ થયેલી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ’ દેવપક્ષના એક સાધુ પર આચાર્ય પક્ષના એક હરિભકતે હુમલો કરતાં પરિસ્થિતિને કાબુમાં લેવા, ટોળાને વિખેરવું જરૂરી હોય, ઉપસ્થિત પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જે વાતમાં અમુક ખાનગી ચેનલના ફોટોગ્રાફરને પણ હડફેટે લેવાતાં મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસે હુમલાખોર હરિભકતને પકડી લીધો હતો. પણ મીડિયાકર્મીને લાકડીઓ વિંઝવાની ભૂલ કરી બેસતાં આ વાતના રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે.
લાઠીચાર્જના કવરેજ કરતાં ઈલોકટ્રોનિકસ મીડિયાના ફોટોગ્રાફરને સમજાવાતા, તેમણે પીઆઈ વાળાને ધક્કો મારતાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ તેમના પર લાઠી વરસાદ વરસાવ્યો હતો. જેનો સખ્ત શબ્દોમાં વિરોધ અને કસુરવાર પોલીસમેનો પર પગલા ભરવાની મીડિયાજગતે માંગ કરી છે.
લાઠીચાર્જ બાબતે રાજ્યના ગૃહમંત્રી-આઈજી, જિલ્લાપોલીસ અધિકારીએ શું કહ્યું ?
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ ચૂંટણી સ્થળે બિચકેલા મામલાની જાણ થતાંજ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે ઘટના સ્થળે દોડી જઈને તટસ્થ તપાસની ખાતરી આપી હતી. જૂનાગઢ રેન્જ આઈજી શુભાષ ત્રિવેદીએ ઘટનાને કમનશીબ ગણાવી એસપીને તપાસનો આદેશ આપ્યો હતો. તેઓએ એવું પણ જણાવેલ કે, બનાવને તપાસી કસુરવારો સામે પગલા ભરાશે. આ તકે જિલ્લા પોલીસ’ વડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લાઠીચાર્જની એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રટેની મંજૂરી લેવી પડતી હોય છે. પણ સંજોગોને ધ્યાને લઈને પોલીસે આવા પગલાં ભરવાં પડતા હોય છે. જે વાત પાછળ કોઈને ટાર્ગેટ બનાવવાનો આશય હોતો નથી. બનાવ સમયે 3 ડિવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો હાજર હોય, તમામના નિવેદનો લઈને વાસ્તવિકતાનો અભ્યાસ કરીને કસુરવારો સામે પગલા ભરવાની એસપી સૌરભસિંધે પત્રકારોને ખાતરી આપી હતી. દરમિયાન રાજ્યના ગૃહમંત્રીએ આ મીડિયા કર્મી પર કરાયેલા લાઠીચાર્જની તપાસના આદેશો આપ્યાની વિગતો મળી હતી.
May 13, 2019
ahmedabad_metro1.jpg
1min13760

મેટ્રો ટ્રેન બાઈકથી પણ ઓછી સ્પીડે દોડી રહી છે. એલિવેટેડ કોરિડોરમાં મેટ્રોને ક્યાંય ટ્રાફિક કે અવરોધ નડતો નથી છતાં મેટ્રો ખૂબ જ ધીમી એટલે કે ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડે છે. એટલે કે, મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી ૨૦ મિનિટમાં પહોંચે છે.

ગુજરાતમાં મેટ્રો ટેન પ્રોજેક્ટ ૨૦૧૪માં શરૂ કર્યો હતો અને માર્ચ ૨૦૧૯માં તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી કરાયું હતું. દેશમાં સૌથી પહેલા દિલ્હીમાં મેટ્રો શરૂ કરાઈ હતી ત્યારે ત્યાં પણ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર અને એવરેજ સ્પીડ ૩૨ કિલોમીટર નક્કી કરાઈ હતી.

જ્યારે અમદાવાદ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની જ્યારે સરેરાશ સ્પીડ ૩૪ કિલોમીટર નક્કી કરવામાં આવી હતી છતાં ફર્સ્ટ ફેઝમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો હાલ ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડી રહી છે. જોકે, ગત તા.૬ઠી માર્ચે મેટ્રો લોકો માટે ખુલ્લી મુકવામાં આવી ત્યારથી આજ સુધી કુલ ૧.૫૮ લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શરૂઆતમાં તા.૬ઠી માર્ચથી તા.૧૪મી માર્ચ સુધી ફ્રી મુસાફરી દરમિયાન ૭૫૯૧૭ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શહેરમાં તહેવારોમાં અને શનિ-રવિમાં મેટ્રોમાં મુસાફરની સંખ્યા વધુ હોય છે.

May 13, 2019
turkheda.jpg
1min7340

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ વિકાસના દાવા છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયા છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. છોટાઉદેપુરના તુરખેડા ગામમાં લોકોએ પાણી સહિતની જીવનજરૂરી વસ્તુઓ માટે ડુંગરને તોડીને રસ્તા બનાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવે છે અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. ગામમાં સરકારની એક પણ વિકાસ યોજનાઓ આજદીન સુધી પહોંચી નથી, પરંતુ સરકારના આ દાવા છોટાઉદેપુર જીલ્લાનું તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયું છે. તુરખેડા ગામ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રીભેટે ડુંગરની વચ્ચે બે હજાર કરતા વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે. સરકાર દ્વારા કોઈ સુવિધા હજુ સુધી પહોંચાડવામાં આવી નથી. ૧૦ કિલોમીટરમાં ડુંગરાળ વિસ્તારની અંદર ફેલાયેલા ગામમાં ૭ જેટલા ફળિયા આવેલા છે, જેમાંથી બે ફળિયા ડુંગરની ઉપર વસેલા છે, જ્યાં તુરખેડા ગામ ડુંગરાની વચ્ચે છે. ગામમાં રસ્તો નથી. ચોમાસા દરમિયાન ગામવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામમાં કોઈ બીમાર પડે તો તેને ઝોળી બનાવીને ઊંચકીને ત્રણ કિલોમીટર દૂર ડુંગરો ચઢી ઉતરીને નજીકના ગામ લઈ જવું પડતું હતું. ત્યાં જઈને ફોન કરો ત્યારે ૧૦૮ ની સુવિધા મળતી હતી. જેને કારણે ગ્રામજનો ગામમાં પ્રવેશવા માટેનો માર્ગ નહીં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી કંટાળીને ગ્રામજનોએ પોતાની જાતે ફંડફાળો અને શ્રમદાન કરીને ગામમાં પ્રવેશવા માટેનો ડુંગરને ચીરીને એક મહિનાથી રસ્તો બનાવવાનું ચાલુ કર્યો હતો.

May 13, 2019
voting111.jpg
1min5400

લોકસભાની ચૂંટણીના રવિવારે યોજાયેલા છઠ્ઠા તબક્કામાં ૬૩.૩૩ ટકા મતદાન થયું હતું. આ ટકાવારીમાં થોડો વધારો થઇ શકે છે, કારણ કે ઘણી જગ્યાએ સાંજના છ વાગ્યા પછી પણ મતદારો કતારમાં ઊભા હતા.

દેશના સાત રાજ્યમાંની કુલ ૫૯ બેઠક માટે રવિવારે મતદાન થયું હતું. મધ્ય પ્રદેશની ૮, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ર્ચિમ બંગાળની ૮, દિલ્હીની ૭, બિહારની ૮, હરિયાણાની ૧૦ અને ઝારખંડમાં ૪ બેઠક માટે રવિવારે યોજાયેલું મતદાન ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મેનકા ગાંધી, વરુણ ગાંધી, રીટા બહુગુણા જોશી, દિલીપ ઘોષ, મીનાક્ષી લેખી, કૉંગ્રેસના દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, શીલા દીક્ષિત, અજય માકેન, ભૂપિન્દરસિંહ હૂડા, કીર્તિ આઝાદ, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ જેવા અગ્રણી નેતાઓનું રાજકીય ભાવિ નક્કી કરશે.

દિલ્હીમાં અનેક ઠેકાણે મતદાનના ઇલેક્ટ્રૉનિક મશીનમાં ખામી સર્જાઇ હતી. સેંકડો વ્યંડળે સૌપ્રથમ વખત ‘વ્યંડળ’ તરીકે મતદાન કર્યું હતું. તેઓએ અત્યાર સુધી સ્ત્રી કે પુરુષ તરીકે મતદાન કરવું પડતું હતું. દિલ્હીમાં ૫૯.૮૮ ટકા, હરિયાણામાં ૬૨.૯૧ ટકા, મધ્ય પ્રદેશમાં ૬૦.૦૬ ટકા, ઝારખંડમાં ૬૫.૧૭ ટકા, બિહારમાં ૫૯.૩૮ ટકા અને ઉત્તર પ્રદેશમાં ૫૪.૧૨ ટકા મતદાન નોંધાયું હતું.

પશ્ર્ચિમ બંગાળમાં સાંજે પાંચ વાગ્યા સુધી અંદાજે ૮૦ ટકા મતદાન થયું હતું.

દરમિયાન, ભોપાળમાંથી ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ રાજગઢ ખાતે મતદાન કરવા જઇ નહોતા શક્યા.

ફુલપૂર મતક્ષેત્રના મઉઆઇમામાં મદારી ગામ ખાતે સમાજવાદી પક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રવિવારે મતદાન કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને તેમના પત્ની ઉષાએ નિર્માણભવન મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું.

ઘાટલના ભાજપનાં ઉમેદવાર ભારતી ઘોષની કાર પિંગલા જતી હતી ત્યારે રોકાઇ હતી. તેમના અંગરક્ષકે ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે. ચૂંટણી પંચે પોલીસને ભારતી ઘોષ સામે ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો.

પશ્ર્ચિમ બંગાળના ઝારગ્રામ ગામમાં મતદારોએ પાણીની અછતને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

કેશપુરમાં ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ પર હુમલો કરાયો હોવાના અહેવાલ પણ છે.

દિલ્હીમાં અંદાજે ૬૦ ટકા મતદાન થયું હતું. અગાઉ, દેશની રાજધાનીમાં ૨૦૧૪માં ૬૫ ટકા મતદાન થયું હતું.

May 13, 2019
maya_modi.jpg
1min9040

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે બહુજન સમાજ પક્ષ (બસપ)નાં વડાં માયાવતી રાજસ્થાનના અલવરમાં થયેલા સામૂહિક બળાત્કારના સંબંધમાં ‘મગરના આંસુ પાડી’ રહ્યા છે અને તેઓ આ કિસ્સામાં ખરેખર ગંભીર હોય તો તેમના પક્ષે રાજ્યમાંની કૉંગ્રેસ સરકારને અપાયેલો ટેકો પાછો ખેંચી લેવો જોઇએ.

અલવરમાં ૨૬મી એપ્રિલે મોટરસાઇકલ પર પ્રવાસ કરી રહેલા દંપતીને આરોપીઓએ અટકાવ્યા હતા અને પતિને માર મારીને તેની સામે જ પત્ની પર સામૂહિક બળાત્કાર કરાયો હતો તેમ જ દંપતીને ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી.

પતિએ દાવો કર્યો હતો કે હું ૨૬મી એપ્રિલે રાજસ્થાન પોલીસમાં ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ પોલીસે ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાનું બહાનું બતાવીને છેક બીજી મેએ પ્રથમદર્શી અહેવાલ નોંધ્યો હતો.

મોદીએ કુશીનગર અને દેવરિયામાં ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે (માયાવતીજી) મહેરબાની કરીને ‘મગરના આંસુ’ ન પાડો. જો તમે ખરેખર આ કિસ્સામાં ગંભીર હો તો રાજસ્થાનમાંની કૉંગ્રેસની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લો.

મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાંની કૉંગ્રેસની સરકાર દલિત મહિલા પર થયેલા સામૂહિક બળાત્કારના કિસ્સાને દબાવી દેવા માગે છે અને વિચારે છે ‘હુઆ તો હુઆ’.

દરમિયાન, માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે મોદીજી દલિત મહિલા પરના સામૂહિક બળાત્કારના મુદ્દે રાજકીય રમત રમી રહ્યા છે.

બહુજન સમાજ પક્ષનાં વડાંએ દલિતો પર થયેલા અત્યાચારને મુદ્દે મોદીજીના રાજીનામાની માગણી કરી હતી.

May 13, 2019
mi_ipl2019.jpg
1min6390

મુંબઈ ઇન્ડિયન્સે  ચેન્નઈ સુપર કિંગ્સને આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ૧૨મી સિઝનની દિલધડક ફાઇનલના છેલ્લા બૉલ પર એક રનના માર્જિનથી હરાવીને ચોથી વાર વિજેતાપદ મેળવ્યું હતું. આઇપીએલના ૧૨ વર્ષના ઇતિહાસમાં આ નવો વિક્રમ છે. મુંબઈએ ચોથા ચૅમ્પિયનપદ સાથે અગાઉ ત્રણ વિજેતાપદ મેળવનાર ચેન્નઈને બીજા નંબર પર ધકેલી દીધું હતું. ચારેય વિજેતાપદ રોહિત શર્માના સુકાનમાં મળ્યા છે.

ફક્ત બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો લસિથ મલિન્ગા (૪-૦-૪૯-૧) સુપર-બોલર સાબિત થયો હતો. તેણે સ્પર્ધાની છેલ્લી ઓવરમાં ચેન્નઈને જરૂરી ૯ રન નહોતા થવા દીધા. ફાઇનલના અંતિમ બૉલમાં શાર્દુલ ઠાકુરે ચેન્નઈને જિતાડવા બે રન બનાવવાના હતા, પણ મલિન્ગાના સ્લો, યૉર્કર અને લેગ સ્ટમ્પ પરના બૉલમાં ઠાકુર એલબીડબ્લ્યુ થઈ ગયો હતો અને મુંબઈનો એક રનથી રોમાંચક વિજય થયો હતો.

મુંબઈએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૯ રન બનાવીને આપેલા ૧૫૦ રનના લક્ષ્યાંક સામે ચેન્નઈ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૮ રન બનાવી શક્યું હતું.

૪ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા ફાઇનલના સ્પેશિયાલિસ્ટ ખેલાડી શેન વૉટ્સન (૮૦ રન, ૫૯ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ની બધી મહેનત પાણીમાં ગઈ હતી. ગયા વર્ષની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આઇપીએલ ફાઇનલમાં વૉટ્સને ૮ સિક્સર, ૧૧ ફોરની મદદથી અણનમ ૧૧૭ રન બનાવીને ચેન્નઈને ચૅમ્પિયન બનાવ્યું હતું, પણ ગઈ કાલે તે ત્રણ જીવતદાન મળવા છતાં છેવટે કૃણાલ પંડ્યાના થ્રો બાદ વિકેટકીપર ડી’કૉકના હાથે રનઆઉટ થઈ ગયો હતો.

આ વખતની આઇપીએલમાં મુંબઈએ ત્રણેય વાર ચેન્નઈને હરાવ્યું હતું જેનો બદલો ધોની ઍન્ડ કંપનીએ ફાઇનલના વિજય સાથે મેળવી લેવાનો હતો, પણ આ ચોથા મુકાબલામાં પણ ચેન્નઈએ હાર જોવી પડી હતી. ડ્વેઇન બ્રાવો ૧૫ રન, ઓપનર ફૅફ ડુ પ્લેસી ૨૬ રન અને કૅપ્ટન ધોની બે રન બનાવી શક્યો હતો. મુંબઈ વતી બુમરાહે બે તેમ જ રાહુલ ચહર, મલિન્ગા અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. મિચલ મૅક્લેનઍગન તથા હાર્દિકને વિકેટ નહોતી મળી.

કૅપ્શન રોહિત શર્માએ ગઈ કાલે બોલિંગમાં થોડી ભૂલો કરી હતી. હાર્દિક પંડ્યાની એક ઓવરમાં ફક્ત ત્રણ રન બન્યા છતાં રોહિતે તેને વધુ ઓવર ન આપીને મલિન્ગા પર ભરોસો રાખ્યો હતો અને વૉટ્સન સામે અગાઉ તે નિષ્ફળ રહ્યો હોવા છતાં તેને વધુ એક ઓવર આપી હતી જેમાં વૉટ્સને બે સિક્સર, બે ફોર સહિત ૨૦ રન ઝૂડી કાઢ્યા હતા. એ ઓવરે ચેન્નઈની તરફેણમાં બાજી લાવી દીધી હતી. પછીથી કૃણાલ પંડ્યાની ૧૮મી ઓવરમાં વૉટ્સને હૅટ-ટ્રિક સિક્સર ફટકારતાં એ ઓવરમાં પણ ૨૦ રન બન્યા હતા. જોકે, છેલ્લી ઓવરમાં મલિન્ગાએ કૅપ્ટન રોહિત શર્માએ પોતાના પર મૂકેલા વિશ્ર્વાસને સાર્થક ઠરાવ્યો હતો.

૩૭ વર્ષનો શેન વૉટ્સન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. ગઈ કાલે યાદગાર ઇનિંગ્સમાં તેનો ત્રણ વખત કૅચ છૂટ્યો હતો. ૯મી ઓવરમાં તે ૩૩ રને હતો ત્યારે મલિન્ગાએ તેનો ઊંચો કૅચ પડતો મૂક્યો હતો. વૉટ્સન ૧૪મી ઓવરમાં ૪૨ રને હતો ત્યારે બોલર ખુદ રાહુલ ચહેર તેનો કૅચ નહોતો પકડી શક્યો. ૧૭મી ઓવર બુમરાહે કરી હતી જેમાં રાહુલ ફરી વૉટ્સનનો ઊંચો કૅચ હાથમાં આવી ગયા બાદ છોડ્યો હતો.

કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રનઆઉટનો વિવાદ થયો હતો. અનેક વખત રિપ્લે બતાવાયા બાદ છેવટે થર્ડ અમ્પાયર નાઇજેલ લૉન્ગે ધોનીને આઉટ આપ્યો હતો. અગાઉ ઇશાન કિશને તેને રનઆઉટ કરવાનો મોકો ગુમાવ્યો હતો, પણ આ વખતે તેને રનઆઉટ કરવાની તક ઝડપી લીધી હતી.

એ પહેલાં, મુંબઈએ જે ૮ વિકેટે જે ૧૪૯ રન બનાવ્યા હતા એમાં પોલાર્ડના અણનમ ૪૧ રન અને ડી’કૉકના ૨૯ રન, ઇશાન કિશનના ૨૩ રન, હાર્દિકના ૧૬ રન, રેાહિત તથા સૂર્યકુમારના ૧૫-૧૫ રનનો સમાવેશ હતો. ચેન્નઈના બોલરોમાંથી દીપક ચહરે ત્રણ, શાર્દુલે બે અને ઇમરાન તાહિરે બે વિકેટ લીધી હતી.

ઇમરાન તાહિરે સ્પર્ધામાં સૌથી ૨૬ વિકેટ લીધી હોવાથી તેને પર્પલ કૅપ મળી હતી. બૅટ્સમેનોમાં વૉર્નર (૬૯૨ રન)ને ઑરેન્જ કૅપનો વિજેતા જાહેર કરાયો હતો.

May 12, 2019
kamali.jpg
5min12550

તામિલનાડુના નાનકડા ગામમાં જન્મેલી પણ સર્ફિંગની ગજબ આવડત ધરાવતી કમલી મૂર્તિ પર એક શાોર્ટ ફિલ્મ બની છે જેમાં તેની સિંગલ મધરની દીકરીને ઉછેરવાની સંઘર્ષ ગાથા વણી લેવાઈ છે. ભારતીયો માટે ગર્વની વાત એ છે કે આ ફિલ્મ આખી દુનિયામાં વખણાઈ છે. એટલાન્ટા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મના ભારે વખાણ થયા હતા. મહાબલિપુરમમાં શૂટ થયેલી આ ફિલ્મને ઓસ્કાર્સ 2020 માટે નોમિનેટ કરવામાં આવી છે.

આ ફિલ્મમાં સુગંથિ નામની એક યુવતીની વાત છે જે કમલીની સિંગલ મધર છે. તે માછલી વેચીને ગુજરાન ચલાવે છે અને તે સ્ત્રી શક્તિનો પર્યાય છે. દીકરીને ઉછેરવા અને તેનું સ્કેટબોર્ડિંગ ચેમ્પિયન બનવાનું સપનુ પૂરુ કરવા માટે તે અનેક અડચણોનો સામનો કરવા તૈયાર થઈ જાય છે. કમલી મૂર્તિની માતા તેનો સૌથી મોટો આધાર છે.

સ્કેટર ટોની હોકે તેનો સ્કેટ શોટ શેર કર્યો પછી કમલીની સંઘર્ષ ગાથા લાખો લોકો સુધી ઈન્ટરનેટના માધ્યમથી પહોંચી હતી. આ છોકરીએ કોઈ ટ્રેડિશનલ સ્કેટર ગિયર પણ નહતું પહેર્યું, તે ફ્રોક પહેરીને સ્કેટિંગ કરી રહી હતી. તેના પગ ખૂલ્લા હતા અને વાળ છૂટ્ટા હતા. છતાંય તેના ચહેરા પરની એકાગ્રતા તેના પેશનની ચાડી ખાતી હતી. આ તસવીરે આખી દુનિયાના લોકોના દિલ જીતી લીધા હતા.

આ ફોટો જેઈમી થોમસ દ્વારા ક્લિક કરાયો હતો. જેઈમી પોતે સ્કેટર, સર્ફ બોર્ડર અને જાણીતો ફોટોગ્રાફર છે. મહાબલિપુરમના પ્રવાસ દરમિયાન તેણે આ ફોટો ક્લિક કર્યો હતો અને ટોની હૉકનું ધ્યાન ખેંચ્યું હતું. કમલીના ભારતીય સ્ત્રીઓના સશક્તિકરણના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. કમલી પર બનેલી 24 મિનિટની શોર્ટ ફિલ્મ ન્યુઝીલેન્ડની સાશા રેઈનબો દ્વારા ડિરેક્ટ કરાઈ છે. આ ફિલ્મનું ટાઈટલ કમલી છે. આ ફિલ્મ મુંબઈ ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ 2018માં બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ જીતી ચૂકી છે.

કમલી મૂર્તિ પર બનેલી ફિલ્મનું ટ્રેલર અહીં જુઓ

Young Skateboarder Kamali Murthy, Muse For The Film ‘Kamali’, Boards The Train To Fame

It was one fateful day for little Kamali Moorthy when she was spotted by photographer, skater, and surfboarder Jamie Thomas. He clicked the contrasting image of a barefoot Kamali, with her hair going awry, clad in a white cotton frock, skating with the expressions of a seasoned skateboarder, everything about which spelled rebellion.

Skating icon and superstar Tony Hawk then shared Kamali’s picture with the caption “new favourite skate shot” on Instagram and soon the little skateboarder from Mahabalipuram went viral. In almost no time the six-year-old emerged out as a symbol of empowerment for Indian women.

Soon after in December 2016 a filming crew found their way to Bangalore to trace and film “burgeoning female skate movement for a music video for Wild Beasts’ single, Alpha Female.” The video gained immense popularity as everyone got intrigued and bombarded the crew with questions about the “skating sari girls.” The response inspired the crew to narrate the story of these girls and how skateboarding altered their lives and thus Kamali became the eponymous muse for the film Kamali.

You’d be surprised to know that besides the traditional fishing, Mahabalipuram boasts of a strong surfing culture. While the residents of the Fisherman’s Colony where Kamli resides are mostly into fishing, some of them have embraced the sea to surf as well. Kamali’s is an eccentric story as she was taught surfing by Áine Edwards who introduced her to Jamie, her skateboard was later sponsored by someone who spotted her surfing and later Jamie gifted her his own skateboard which she cherishes more than her own life.

Suganthi, Kamali’s mother, believes that letting Kamali follow her dreams will empower her to break free from the vicious cycle of poetry that they entrapped into. She has made up her mind to support her and will do it even if her family objects to it. “Kamali is becoming a symbol of hope for the future of women in India,” as the movie website says and her mother is determined to give her all the access to education and independence that she couldn’t have any access to.

The movie is aiming to be a story of empowerment and its proceeds will go to Kamali’s education and inspire more girls from the area to take up skateboarding. “In India, a female skateboarder is a symbol;  a symbol of going against the grain, standing boldly in front of society and taking ownership of one’s life.” The image of Kamali in her white frock is all of that and more. The shooting of the movie is over and we can hardly wait for it to hit the screens.

May 12, 2019
mi-vs-csk-15th-match.jpg
1min13780

હૈદરાબાદના ગ્રાઉન્ડ ખાતે આજે તા.12મી મે 2019ની સાંજે ઇન્ડીયન પ્રિમીયર ક્રિકેટ લીગ 2019ની ફાઇનલ મેચ મહેન્દ્રસિંહ ધોનની ચેન્નઇ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.

દેશમાં લોકસભા અને આઈપીએલની ગરમાગરમી એક સાથે શરુ થઈ હતી. દેશવાસીઓએ લોકોસભાની ચૂંટણીના પરિમાણ માટે રાહ જોવી પડશે પણ આઈપીએલ 12ની સિઝનમાં બાદશાહ કોણ બનશે તેનો ફેંસલો આજે આવી જશે.

આશા અનુરુપ ચૈન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ફાઈનલમાં પહોંચી છે. ચેન્નાઈ 8મી વખત ફાઈલનમાં પહોંચ્યું છે તો મુંબઈ ચોથી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. બન્ને આ વખતે ત્રણ વખત જીત હાંસલ કરી છે. હવે જોવાનું એ છે કે, ચોથી વખત મેચ પર કોણ કબ્જો મેળવે છે.

May 12, 2019
cash.jpg
1min7910

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2019 દરમિયાન અત્યાર સુધી એટલે કે 6ઠ્ઠા તબક્કા અગાઉ સુધી રૂ. 812 કરોડની રોકડ ઉપરાંત દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુ સહિત કુલ 3,370 કરોડની સંપત્તિ જપ્ત દેશ જુદા જુદા રાજયોમાંથી ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. 2014 કરતાં રોકડ અને સંપત્તિની જપ્તી 2019ની ચૂંટણીમાં ડબલ થઈ છે.

પાંચ વર્ષ અગાઉ 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન જપ્ત કરવામાં આવેલી રોકડ અંગે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 2014ની ચૂંટણીમાં 303.86 કરોડની રોકડ ઝડપાઈ હતી અને તે પૈકીની મોટાભાગની રકમ આધારભૂત પુરાવાઓ રજૂ કરાતાં એક મહિના બાદ પરત કરી દેવામાં આવી હતી. 2019ની ચૂંટણીમાં આ વખતે રોકડ, દારૂ, ડ્રગ્સ, સોના સહિતની કિંમતી ધાતુઓ અને અન્ય વસ્તુઓ સાથે કુલ 25 બિલિયનની સંપત્તિ જપ્ત થઈ છે જે 2014 કરતાં ડબલ છે.

2014માં ચૂંટણી સમયે અનેક કેસો કરવામાં આવ્યા હતા પરંતુ, એ પૈકી ફક્ત 3 કેસમાં વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન વી રમણ અને એમ એમ શાંતનાગૌદરની બૅન્ચે આ મામલે આઘાત વ્યક્ત કરતા કહ્યું હતું કે મતલબ તમે એવું કહેવા માગો છો કે સરકારે એ રકમ એક મહિનો સુરક્ષિત રાખી અને પછી પરત કરી દીધી