CIA ALERT

Slider Archives - Page 352 of 492 - CIA Live

May 30, 2019
rtgs-facilitation.jpg
1min16380

આરબીઆઈએ આપેલી માહિતીમાં RTGSમાં ગ્રાહકોનો સમય સાંજે 4:30 થી વધારીને સાંજે 6:00 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી RTGS દ્વારા સાંજે 4.30 સુધી જ લેવડ-દેવડ થઈ શકતી હતી. 1 જૂનથી બધા જ ગ્રાહકો સાંજે 6.00 વાગ્યા સુધી RTGS કરી શકશે.

RTGS સિસ્ટમના માધ્યમથી દેશના કોઈપણ ખુણે પૈસા ટ્રાન્સફર કરવા માટે આરબીઆઈ તરફથી ખાસ સુવિધા આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેન્ક હવે RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટના સમયમાં ફેરફાર કર્યો છે. આરબીઆઈએ RTGSનો સમય દોઢ કલાક વધારીને સાંજે 6 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 1 જૂનથી અમલમાં આવશે. આ વિશે RBI દ્વારા માહિતી આપવામા આવી હતી.

RTGS સિસ્ટમ દ્વારા કોઈ પણ વ્યક્તિ રિયલ ટાઈમ એટલે કે પૈસા મોકલતાની સાથે જ બેનિફિશયરી પાર્ટીને મળી જાય છે. RTGSનો ઉપયોગ મોટા ટ્રાન્ઝેક્શન માટે કરવામાં આવતો હોય છે. RTGSમાટે ઓછામાં ઓછી રકમ 2,00,000 રુપિયા છે. 2,00,000થી ઓછી રકમના ટ્રાન્સફરને NEFT કહેવાય છે. જેની ટાઈમ લિમિટ પહેલાથી જ સાંજે 6.00 વાગ્યા સુધીની છે. RTGSમાં મની ટ્રાન્સફરની કોઈ લિમિટ નથી. 2,00,000થી ઉપર ગમે તેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે.

May 30, 2019
gst.jpg
1min12440

જીએસટી રિટર્ન વિનામૂલ્યે ફાઇલ થઇ શકે તેવું સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.in પરથી વેપારીઓ મફતમાં ડાઉનલોડ કરી શક્શે

તા.29મી મે 2019ના રોજ ભારતના વેપારીઓ માટે રાહતભર્યા સમાચારની જાહેરાત કરતા GSTN નેટવર્કે રૂપિયા 1.50 કરોડ સુધીનો વાર્ષિક વેપાર ધરાવતા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસને મફતમાં એકાઉન્ટિંગ તથા બિલિંગ અંગેનું સોફ્ટવેર આપવામાં આવશે.

બિલિંગ સોફ્ટવેરને કારણે અંદાજે 80 લાખ જેટલા નાના વેપારીઓને એ ફાયદો થશે કે જીએસટી રિટર્ન બિલકુલ વિનામૂલ્યે ફાઈલ કરી શક્શે. આ પહેલા પણ GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને તેમાં ઝડપ લાવવા માટે નાણા મંત્રાલય દ્વારા GST રિફંડની મંજૂરી અને પ્રોસેસિંગ બંને કામ એક જ નિગમ પાસે કરાવાનો નિર્ણય લેવાયો હતો.

GSTN દ્વારા જાહેરાત કરાઈ છે કે,’ આ સોફ્ટવેરના કારણે કંપનીઓને બિલ અને જમા-ઉધારની વિગતો તૈયાર કરવામાં, ગોડાઉનમાં રહેલા માલ-સામાનની વિગતો તૈયાર રાખવામાં અને જીએસટી રિટર્ન તૈયાર કરવામાં મદદ મળશે. આ સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.in પરથી વેપારીઓ મફતમાં ડાઉનલોડ કરી શક્શે’

આ સોફ્ટવેર ફ્રીમાં આપવા માટે GSTNદ્વારા નાણાકિય વર્ષમાં રૂ.1.50 કરોડથી ઓછો વેપાર ધરાવતા MSMEને સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા માટે બિલ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર વિક્રેતાઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. તેના માટે કરદાતાઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.” GSTNએ આપેલી માહિતી પ્રમામે દેશમાં લગભગ 80 લાખ MSME એવા છે, જેનો વાર્ષિક વેપાર રૂ.1.50 કરોડથી ઓછો છે.

May 30, 2019
Gandhinagar-Gujarat.jpg
1min12270

લોકસભાની અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાની અને ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચૂંટણી જીતી જતાં હવે રાજ્યસભાની બે બેઠકો પર રાજીનામું આપવું પડશે જેથી રાજ્યસભાની બે બેઠકો પર ફરી ચૂંટણી યોજાશે. આ બેઠકો પર 60 ધારાસભ્યો મળીને એક સાંસદ ચૂટી શકે એમ હોઈ ત્યારે ફરી આ બે બેઠકો જાળવી રાખવા ભાજપે કોંગ્રેસના 8થી 11 ધારાસભ્યો પાસે ક્રોસ વોટીંગ કરાવવા તખતો તૈયાર કરી દીધો હોવાનું બિનસત્તાવાર સૂત્રો જણાવી રહ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીને લઈ રાજકીય મહોલ ફરી ગરમાયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે રાજયસભાની બંને બેઠકો કબ્જે કરવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના રાજકીય કૂટનીતિ શરૂ કરી દીધી હતી. રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ભાજપે બંને બેઠકો જીતવા માટે રાજકીય ઓપરેશન શરૂ કરી દીધુ છે.

અમરેલીમાં નારણ કાછડિયાને મદદ કરનાર અમરીશ ડેર, વિક્રમ માડમ, અલ્પેશ ઠાકોર, શિવલાલ ભૂરિયા, ભરત ઠાકોર, ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ શકે છે. નીતિન પટેલને કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર પણ મળ્યા હતા જોકે, બન્ને નેતાઓએ નીતિન પટેલને મળ્યા બાદ ભાજપમાં જોડાવવા અંગે ઈન્કાર કર્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો નીતિન પટેલને મળ્યા હતા. ભાજપને રાજ્યસભાની બે બેઠકો ફરી મેળવવા ભાજપે કોંગ્રેસના 11 જેટલા ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવો તખતો તૈયાર કર્યાનું બિન સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા હતા.

જો ગુજરાતની બે રાજ્યસભા બેઠકોનું ગણિત સમજીએ તો, ભાજપના બે નેતાઓ લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપે તો ખાલી બેઠકો સામે ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો ઊતરે તો તેવી સ્થિતિમાં ભાજપના સભ્યોને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘૂંટવા પડે, જ્યારે બાકીના ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે તેમ છે. પેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 105 થયું છે, જ્યારે કોંગ્રેસ 72 ધારાસભ્યો ધરાવે છે તેવી સ્થિતિમાં ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી ભાજપના ધારાસભ્યો ઘટીને ફરીથી 99 થશે. અત્રે મહત્ત્વનું છે કે, કોંગ્રેસના સાથી એવા બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્ય છે,

લોકસભાની ચૂંટણીમાં ભલે અત્યારે આ બે નાના પક્ષો સાથે ગઠબંધન થયું નથી. છેલ્લે રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના કારણે કોંગ્રેસને જીત મળી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ચૂંટાતા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે અને બંને બેઠકો ભાજપને પાછી મેળવવી હોય તો કોંગ્રેસના 11 ધારાસભ્યોના મત ઓછા કરવા પડે. આથી રાજ્યમાં હવે રાજકીય નિષ્ણાતો દ્વારા રાજનીતિ પોતાની ચરમસીમાએ પહોંચશે તેવી શકયતા રાજકીય અગ્રણીઓ જણાવી રહ્યા છે.

May 30, 2019
hardikjig.jpg
1min5140

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ અને દલિત આગેવાન અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કાબેલીયત લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસને એકે બેઠક અપાવી શકી નથી. ભાજપ વિરોધી વલણ માટે જાણીતા આ બંને આંદોલનકારીઓમાં હાર્દિકને તો કૉંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવીને રાહુલ ગાંધીની અમેઠી બેઠકમાં પણ પ્રચાર માટે મોકલ્યો હતો અને ગુજરાત સિવાયના રાજ્યોમાં પ્રચાર માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું હતું,

પરંતુ હાર્દિકની સૌરાષ્ટ્રની ચૂંટણી સભાઓ કૉંગ્રેસ માટે ડિઝાસ્ટર પુરવાર થઈ છે. કૉંગ્રેસના સમર્થનથી વડગામની બેઠક જીતેલાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસના નેતાઓ સાથે મંચ ગજાવવાને બદલે એકલા જ બનાસકાંઠા અને પાટણમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મુખ્ય પ્રધાન આનંદી પટેલના શાસનમાં બહુ જોર પકડેલ આનામત આંદોલન સમગ્ર રાજ્યમાં જોત જોતામાં ફેલાઈ ગયું હતું. જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંદોલને જોર પકડતા રાજ્યમાં હાર્દિક પટેલનું રાજકીય વજન વધ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017 આવતા સમગ્ર ગુજરાતમાં પાટીદાર આંદોલનની અસર ચરમસીમાએ હોઈ ભાજપે 150થી વધુ બેઠકો મેળવવાનો સંકલ્પ કર્યો હતો જેની જગ્યાએ ફકત 99 બેઠકો આવતા હાઈકમાન્ડ ચોંકી ઊઠ્યું હતું અને ત્યાર બાદ દેશમાં આવતી લોકસભાની ચૂંટણીઓમાં આની અસર ઘટાડવા કમર કસી કૉંગ્રેસના સૌરાષ્ટ્રના વગદાર નેતાઓને અમિત શાહના ઈશારે પ્રધાનમંડળમાં સમાવવાની લાલચે ભાજપમાં લાવવાની તૈયારીઓ આરંભી દઈને અનેક કૉંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈ જઈને રાજ્યની સ્થિતિ મજબુત કરી લીધી હતી.

લોકસભાની ચૂંટણી વખતે પાટીદાર હાર્દિક પટેલના કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હાજરીમાં કૉંગ્રેસમાં લાવી તૈયારીઓ જ કરતી રહી અને હાર્દિક પટેલ પણ કોગ્રેસમાં જોડાઈ પોતાના ખાસ મનાતા લોકો માટે લોકસભાની ટિકિટ માટે તૈયારીઓમાં રહ્યા અને પોતાની ઉમેદવારી કૉંગ્રેસ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં હાર્દિક પટેલે જામનગરની બેઠક પરથી ચૂંટણી લડવાની એકતરફી જાહેરાત કરી છતાં પ્રદેશના નેતાઓ ચૂપ રહ્યા. કાનૂની દાવપેચને કારણે હાર્દિક ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી કૉંગ્રેસે હાર્દિકને રાજી રાખવા અમદાવાદ-પૂર્વની જીતી શકાય તેવી બેઠક અન્ય આંદોલનકારી ગીતા પટેલને ઉમેદવાર બનાવીને કૉંગ્રેસના જ કાર્યકરોને નારાજ કરી દીધા હતા.

આ ઉપરાંત મહેસાણામાંથી એ. કે. પટેલ તેમજ જામનગરમાંથી લલીત કગથરા જેવા હાર્દિક પટેલે ઉમેદવારો પણ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ફાયદો કરાવી શક્યા નહીં અને સ્થાનિક કૉંગ્રેસના કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતા. બનાસકાંઠાના વડગામ બેઠક પર કૉંગ્રેસના ટેકાથી બનેલા અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો ફૂગ્ગો પણ આ પરિણામો થકી ફૂટી ગયો છે. ગુજરાતમાં કૉંગ્રેસના ટેકાથી જીતેલા મેવાણી ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારો માટે દલિત વિસ્તારોમાં ગણતરીના બે-ત્રણ દિવસને બાદ કરતા પ્રચાર કર્યો ન હતો. તે મોટાભાગે મુગલસરાયમાં કનૈયાના પ્રચારમાં રહ્યા હતા. તે કનૈયાની હાર થઈ છે. મેવાણીએ પ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદી માટે અનેક વખત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

May 30, 2019
jagan1.jpg
1min5590

આંધ્ર પ્રદેશના ભાગલા પડયા બાદ રાજ્યના બીજા મુખ્ય પ્રધાન તરીકે આજે વાયએસઆર કૉંગ્રેસના પ્રમુખ વાય એસ જગન રેડ્ડીની ગુરુવારે બપોરે 12.23 મિનિટે શપથગ્રહણ કરશે.

વિજયવાડા નજીક આવેલા આઇજીએમસી સ્ટેડિયમમાં એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ ઇ એસ એલ નરસિંહન રેડ્ડીને શપથ લેવડાવશે.

રાજ્યની વિધાનસભાની 175 બેઠકમાંથી વાયએસઆરને 151 બેઠક પર જબરો વિજય મેળવીને રાજ્યના મુખ્ય પ્રધાન ચન્દ્રાબાબુ નાયડુને કારમો પરાજય આપ્યો હતો. એમના પક્ષે લોકસભાની 25માંથી 22 બેઠક જીતી લીધી હતી.

પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે ફક્ત રેડ્ડી જ શપથ લેશે અને એમના પ્રધાનોનો શપથવિધિ સમારંભ 7મી જૂને કરવામાં આવશે.

પહેલી વખત દિલ્હીમાં આવેલા આંધ્ર પ્રદેશ ભવનમાં શપથવિધિ સમારંભનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

રેસિડેન્ટ કમિશનર પ્રવિણ પ્રકાશે જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશ ભવનમાં આ પ્રસંગને માણવા માટે વિવિધ

દેશોના રાજદૂતો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય ડૉનર એજન્સીના પ્રતિનિધિઓ, ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બહુદેશીય કંપનીઓના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

શપથવિધિ બાદ વીડિયો લિંક દ્વારા રેડ્ડી આમંત્રીત મહેમાનોને સંબોધશે અને નવા આંધ્ર પ્રદેશના નિર્માણ માટે પોતાની યોજનાની માહિતી આપશે.

May 30, 2019
bjp_logo.png
1min4720

લઘુમતીઓના પ્રભુત્વ ધરાવતા જિલ્લામાં પણ ભાજપે સારા મત મેળવ્યા છે. યુપીએ સરકારે 2008માં લઘુમતીઓનું પ્રભુત્વ ધરાવતા 90 જિલ્લા – લોકસભાની બેઠક હોવાનું તારવ્યું હતું તે પૈકી 50 ટકાથી વધુ બેઠક ભાજપે જીતી છે. 79 મત વિસ્તાર પૈકી 41 બેઠક ભાજપે જીતી છે, જયારે કૉંગ્રેસે ફકત છ બેઠક જીતી છે જે 2014માં 12 હતી.

એનાલિસ્ટોએ જણાવ્યું હતું કે, મુસ્લિમોએ એક જ પક્ષની તરફેણમાં મત આપ્યા નથી. આ ચૂંટણીમાં 27 મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા છે. લઘુમતીનું પ્રભુત્વ ધરાવતા પ. બંગાળના અમુક જિલ્લામાં ભાજપે વધારે બેઠક મેળવી છે. 49 ટકા મુસ્લિમ વસતિ ધરાવતા રાયગંજમાં ભાજપના ઉમેદવારે ટીએમસીના ઉમેદવારને 60574 મતથી હરાવ્યા છે. એ જ પ્રમાણે જલપાઈગુડી, માલ્દામાં પણ ભાજપે જીત મેળવી હતી.

કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં છ મુસ્લિમોને ટિકિટ આપી હતી, પરંતુ તમામ હાર્યા હતા. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ બહુમતી ધરાવતા મત વિસ્તારમાં પણ ભાજપે સારા મત મેળવ્યા છે.

May 30, 2019
aruna_cm.jpg
1min4650

સિનિયર બીજેપી નેતા પ્રેમા ખંડુએ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે બુધવારે શપથ લીધા હતા. અહીંના દોરજી ખંડુ ક્ધવેન્શન સેન્ટર ખાતે ગવર્નર બી. ડી. મિશ્રાએ તેમને શપથ લેવડાવ્યા હતા. 11 કેબિનેટ કક્ષાના પ્રધાનોને પણ શપથ લેવડાવ્યા હતા.

આ સમારોહમાં આસામ, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા અને મેઘાલયના મુખ્ય પ્રધાન હાજર રહ્યા હતા. અરુણાચલ પ્રદેશમાં 60 સભ્યોના ગૃહમાં ભાજપના નેતૃત્વ હેઠળના પક્ષે 41 બેઠક જીતી હતી.

May 30, 2019
modi_shah.jpg
1min5230

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના ગુરુવારે યોજાનારા શપથવિધિ સમારંભમાં દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના અંદાજે 8,000 મહેમાન હાજર રહેવાના છે.

રાષ્ટ્રપતિભવનના પ્રવક્તા અશોક મલિકે બુધવારે જણાવ્યું હતું કે ગુરુવારે રાતે 7 થી 8.30 વાગ્યા સુધી યોજાનારા શપથવિધિ સમારંભમાં આટલી મોટી સંખ્યામાં કદાચ સૌપ્રથમ વખત મહેમાનો હાજર રહેવાના છે. ભોજન સમારંભ રાતે 9 વાગ્યે શરૂ થશે.

રાષ્ટ્રપતિભવનના ફોર કૉર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ મોદી અને પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ સ્થળે મોદી બીજી વખત શપથ લેશે.

સ્પૉટર્સ ક્ષેત્રના રાહુલ દ્રવિડ, સાઇના નેહવાલ, પી. ટી. ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, પુલેલ્લા ગોપીચંદ, દીપા કરમાકર, ફિલ્મ ક્ષેત્રના રજનીકાંત, શાહરુખ ખાન, કંગના રનોટ, સંજય ભણસાલી, કરણ જોહર, ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજય પિરામલ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ ક્રિશ્ર્ચિયન લેગાર્ડ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ગેટ્સને આમંત્રણ અપાયું છે.

મોરિશસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ, કિર્ગીઝસ્તાનના પ્રમુખ સૂરોનબય જીનબેકોવ, બંગલાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ, શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેના, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી, મ્યાનમારના પ્રમુખ યુ. વિન મિન્ટ, ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે.

શપથવિધિ સમારંભ આશરે 90 મિનિટ ચાલશે અને તે પછી મહેમાનોને રાત્રિભોજન પીરસાશે.

રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજાનારા ભોજન સમારંભમાં ‘દાળ રાયસીના’, પનીર ટીક્કા, રાજભોગ, લેમન ટાર્ટ સહિત અનેક વાનગીઓ હશે. ભોજનની પહેલાં નાસ્તો પણ અપાશે. દાળ રાયસીનાની મુખ્ય સામગ્રી લખનઊથી લવાઇ છે.

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનમોહન સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મોદીના શપથવિધિ સમારંભમાં ગેરહાજર રહેવાની જાહેરાત કરી હતી.

દક્ષિણના ફિલ્મ અભિનેતાઓ – રજનીકાંત અને કમલ હસન પણ આ સમારંભમાં હાજર રહેવાના છે.

નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની 30મી મેએ યોજાનારી શપથવિધિમાં બંગલાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડનો સમાવેશ કરતા સંગઠન – બૅ ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફૉર મલ્ટિ-સૅક્ટરલ ટૅક્નિકલ એન્ડ ઇકૉનૉમિક કૉઑપરેશન (બીઆઇએમએસટીઇસી)ના સભ્ય દેશના વડાઓ, શાંઘાઇ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશનના હાલના વડા કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશસના વડા પ્રધાન સહિત વિદેશના અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ નથી અપાયું.

બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના આ સમય દરમિયાન અન્ય ત્રણ વિદેશની યાત્રાએ જવાના હોવાથી તેઓ મોદીના શપથવિધિ સમારંભમાં હાજર રહી નહિ શકે.

બંગલાદેશના મુક્તિસંગ્રામને લગતી બાબતોના પ્રધાન એ. કે. એમ. મોઝામ્મેલ હક મોદીના શપથવિધિ સમારંભમાં બંગલાદેશ સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.

May 30, 2019
world_cup_logo.png
1min5540

બૅટિંગના વિક્રમો અને સિદ્ધિઓને લીધે અત્યારથી જ ક્રિકેટ-લેજન્ડ બની ગયા પછી હવે અહીં આજે શરૂ થયેલા વન-ડે વર્લ્ડ કપના ચૅમ્પિયનપદની ઉપલબ્ધિ ‘કિંગ’ વિરાટ કોહલીના મુગટ પર ‘કોહિનૂર’ સાબિત થશે.

વિરાટ ટેસ્ટ અને વન-ડેમાં ઘણા મહિનાઓથી વર્લ્ડ નંબર-વન છે અને તેના સુકાનમાં ભારત ટેસ્ટ તથા વન-ડેમાં અનુક્રમે નંબર-વન તથા નંબર-ટૂ બન્યું તો બન્યું જ છે, હવે તેણે પોતાની કૅપ્ટન્સીમાં વન-ડે જગતનો તાજ પહેરવાનું સપનું સેવ્યું છે, પરંતુ સૌથી વધુ બે હરીફ ખેલાડીઓ તેના માટે અવરોધ બની શકે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને ભૂતપૂર્વ વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર ગયા વર્ષના બૉલ-ટૅમ્પરિંગના બનાવને પગલે 12 મહિનાનો પ્રતિબંધ ભોગવ્યા બાદ હવે ફરી ઑસ્ટ્રેલિયાને વિશ્ર્વવિજેતા બનાવીને ભૂલનો સૌથી મોટો બદલો ચૂકવવા સંકલ્પિત છે.

યજમાન ઇંગ્લૅન્ડનો આયલેન્ડમાં જન્મેલો કૅપ્ટન ઓઇન મૉર્ગન પણ પોતાની ટીમને અને પોતાના દેશ ઇંગ્લૅન્ડને અનેરી સિદ્ધિ અપાવવા થનગની રહ્યો છે. 1975માં વર્લ્ડ કપ યોજાવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય ઇંગ્લૅન્ડે વિજેતાપદ નથી મેળવ્યું, પણ મૉર્ગન ટૅલન્ટેડ અને મહત્ત્વકાંક્ષી ખેલાડીઓથી ભરેલી પોતાની ટીમના ટેકાથી 44 વર્ષથી અધૂરું રહેલું એ સપનું હવે સાકાર કરાવવા મક્કમ છે.આવતા સાડા-છ અઠવાડિયા (46 દિવસ) દરમિયાન વન-ડેની ટોચની 10 રૅન્કવાળી ટીમો વન-ડે જગતના નવા શહેનશાહ બનવા એકમેક સામે એક લીગ મૅચ રમશે અને એ જંગની શરૂઆત આજે અહીં કેનિંગ્ટન ઓવલમાં યજમાન ઇંગ્લૅન્ડ અને ફૅફ ડુ પ્લેસીના સુકાનવાળી સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચેના મુકાબલા (ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યાથી) સાથે થશે. ઇંગ્લૅન્ડમાં તેમ જ એના જ હિસ્સા ગણાતા વેલ્સ ટાપુના કાર્ડિફનું મેદાન મળીને કુલ મળીને 11 સ્થળે વિશ્ર્વકપના કુલ 45 લીગ મુકાબલાઓ થશે અને ત્યાર પછી સેમી ફાઇનલ તથા ફાઇનલ રમાશે.

સેમી ફાઇનલ થવા માટે ક્વૉલિફાય થવા કોઈ પણ દેશની ટીમે ઓછામાં ઓછી પાંચ લીગ મૅચ જીતવી જરૂરી છે અને પ્રત્યેક ટીમનો સૌથી પહેલો લક્ષ્યાંક એ જ હશે.

ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા આ વખતે ચૅમ્પિયન બનવા ઘણા ક્રિકેટ-નિષ્ણાતોમાં પહેલેથી જ ફેવરિટ છે, ન્યૂ ઝીલૅન્ડની ‘શિસ્તબદ્ધ’ ટીમ તેમ જ તરંગી અને લહેરી પાકિસ્તાનની ટીમ અને ‘ભભકાવાળી’ અને ‘દમામદાર’ વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ ચૅમ્પિયન બનવા સક્ષમ છે.

બૅટ્સમેનોમાં કોણ કેટલું સફળ થાય છે એનો આધાર કેટલાક ટોચના બોલરોની સફળતા પર નિર્ભર રહેશે. ભારતીય બોલરોની વાત કરીએ તો વન-ડેનો વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ તેમ જ ટોચના બે રિસ્ટ-સ્પિનરો કુલદીપ યાદવ તથા યુઝવેન્દ્ર ચહલ હુકમના પત્તાં બની રહેશે. ભારતની બૅટિંગ લાઇન-અપ વિરાટ ઉપરાંત વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ-સેન્ચુરી ફટકારી ચૂકેલા રોહિત શર્મા તેના ઓપનિંગના સાથી શિખર ધવન, પીઢ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની તેમ જ નંબર-ચાર પર ફિક્સ થઈ ગયેલા કે. એલ. રાહુલ અને આક્રમક બૅટ્સમૅન હાર્દિક પંડ્યા પર ટીમને સૌથી વધુ આધાર રહેશે.

ધોની ચોથો અને આખરી વર્લ્ડ કપ રમી રહ્યો હોવાથી ભારતીય ટીમ તેને ચૅમ્પિયનપદની ભેટ આપવા કોઈ કસર બાકી નહીં રાખે. મિડલ-ઑર્ડરની બૅટિંગ ભારત માટે ચિંતાનો વિષય જરૂર છે, પરંતુ સેમી ફાઇનલ સુધી પહોંચી શકાય એમ છે જ.

ગયા વખતના વિજેતા અને કુલ પાંચ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા ઑસ્ટ્રેલિયાને સ્મિથ-વૉર્નર ઉપરાંત ઉસ્માન ખ્વાજા, કૅપ્ટન ઍરોન ફિન્ચ, પેસ બોલરો પૅટ કમિન્સ તથા મિચલ સ્ટાર્ક, સ્પિનરો નૅથન લાયન અને ઍડમ ઝેમ્પા વર્લ્ડ કપ અપાવી શકે.

યજમાન ઇંગ્લૅન્ડનો સૌથી વધુ આધાર જૉસ બટલર, જૉ રૂટ, જૉની બેરસ્ટૉવ તેમ જ ઑલરાઉન્ડર જોફરા આર્ચર, બેન સ્ટૉક્સ તેમ જ માર્ક વૂડ અને સ્પિનરો મોઇન અલી તથા આદિલ રશીદ પર છે.

છેલ્લી લાગલગાટ 10 વન-ડે હારીને ઇંગ્લૅન્ડ આવેલી પાકિસ્તાની ટીમમાં રહી-રહીને મોહંમદ આમિર અને વહાબ રિયાઝનો સમાવેશ કરાયો છે. ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, પીઢ પ્લેયરો શોએબ મલિક તથા મોહંમદ હફીઝ અને બાબર આઝમ પણ પાક માટે મૅચ-વિનર બની શકે.

કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ માર્ટિન ગપ્ટિલ તથા કૉલિન મન્રોની મદદથી કેટલાક આંચકા સર્જીને સેમી ફાઇનલ સુધી પહોંચી શકે એમ છે. આ ટીમને બહુ સારું ફૉર્મ ધરાવતા ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટ તેમ જ ઑલરાઉન્ડરો જિમ્મી નીશૅમ અને કૉલિન ડી’ગ્રેન્ડહમનો સારો ટેકો મળી શકે એમ છે.

કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર અને એમાં પણ આઇપીએલ-2019ના સ્ટાર આન્દ્રે રસેલ પર તેમ જ ‘યુનિવર્સ બૉસ’ તરીકે જાણીતા ક્રિસ ગેઇલ પર રહેશે. રસેલે આ વખતની આઇપીએલમાં સૌથી વધુ 50થી પણ વધુ સિક્સર ફટકારી હતી.

સાઉથ આફ્રિકા વતી ડેલ સ્ટેન ઈજાને કારણે પહેલી મૅચ નહીં રમી શકે, પણ કૅગિસો રબાડાની પેસ તથા ઇમરાન તાહિરના સ્પિન આ ટીમને જિતાડી શકે.

અફઘાનિસ્તાનની ટીમ વન-ડે ક્રિકેટના વર્લ્ડ નંબર-થ્રી અને ટી-ટ્વેન્ટીના નંબર-વન બોલર રશીદ ખાન પર સૌથી મોટો મદાર રાખશે.

મશરફી મોર્તઝાના નેતૃત્વમાં બંગલાદેશની ટીમ મંગળવારે ભારત સામેની પ્રૅક્ટિસ-મૅચ હારી જતાં થોડી હતાશ જરૂર હશે, પરંતુ એ લડાયક ટીમ આ સ્પર્ધામાં એકાદ-બે અપસેટ તો કરી જ શકે એમ છે.

10 ટીમમાં ટચ વિનાની મનાતી એકમાત્ર ટીમ શ્રીલંકાની છે જેમાં બોલિંગ કે બૅટિંગમાં જરાય ડેપ્થ નથી દેખાતી. દિમુથ કરુણારત્નેના સુકાનવાળી આ ટીમ પાસે લસિથ મલિન્ગાના રૂપમાં અનુભવી ફાસ્ટ બોલર છે, પણ 1996માં જેમ અર્જુન રણતુંગાના નેતૃત્વમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ટીમમાં જેમ માહેલા જયવર્દને, સનથ જયસૂર્યા, અરવિંદ ડી’સિલ્વા હતા એમ આ વખતની ટીમમાં એવા કોઈ કાબેલ ખેલાડી નથી.

જોકે, ક્રિકેટમાં ક્યારેય પણ કંઈ પણ બની શકે. શક્તિશાળી ગણાતી ટીમ નબળી પુરવાર થાય, જ્યારે નિસ્તેજ ટીમ ભલભલી મોટી ટીમને નિશાન બનાવીને સ્પર્ધામાં પ્રગતિ કરતી રહે એવું પણ બની શકે.

May 29, 2019
vnsgu_logo.jpg
1min11670

ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.કોમ. (બેચલર ઓફ કોમર્સ) , બી.બી.એ. (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બી.સી.એ. (બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) કોલેજોમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

કોઇપણ કોલેજમાં પ્રવેશ માટે પ્રવેશાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશ  તા.3 જુન 2019થી 13 જુન 2019 સુધીમાં કરી શકાશે.

યુનિવર્સિટી તમામ પ્રવેશાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને કોલેજોને સુપરત કરશે. કોલેજોએ મેરિટ લિસ્ટ અનુસાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

વીર નર્મદ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીની સઘળી માહિતી આ મુજબ છે.

 

M.Sc. Information Technology (M.Sc.I.T.)માં પ્રવેશ કાર્યવાહી અંગે