CIA ALERT

Slider Archives - Page 353 of 492 - CIA Live

May 29, 2019
maharashtra_map.jpg
1min5250

શિવસેનાના સાંસદો મરાઠીમાં શપથ લેશે, તેમ પક્ષના નેતાએ જણાવ્યું હતું. રાજ્યમાંથી કુલ ૧૮ શિવસેનાના સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે અમે મરાઠીનું રક્ષણ કરવા અને તેને આગળ વધારવા માટે છીએ. ૧૭મી લોકસભાની ચૂંટણી તાજેતરમાં પૂરી થઈ છે અને પહેલું સંસદીય સત્ર ૬ઠ્ઠી જૂનથી ૧૫મી જૂન દરમિયાન આયોજિત કરવામાં આવશે. ૩૦મી મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પ્રધાનમંડળ અને સાંસદો શપથ લેશે.

May 29, 2019
team-india-ap-fb.jpg
1min6320

ભારતે પોતાની બીજી અને અંતિમ વૉર્મ અપ મેચમાં બાંગ્લાદેશને 95 રનના મોટા અંતરથી હરાવી વર્લ્ડકપ પહેલા આત્મવિશ્વાસ મેળવી લીધો છે. કે એલ રાહુલ (108) અને એમ એસ ધોની (112)ની શાનદાર સદીઓની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 359 રન બનાવ્યા હતા

બાંગ્લાદેશે ટૉસ જીતી ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારતની શરૂઆત નબળી રહી હતી અને 102 રનના સ્કોરમાં 4 મહત્વની વિકેટો પડી ગઈ હતી. રોહિત શર્મા અને શિખર ધવન ફરી એકવાર નિષ્ફળ રહ્યાં હતા. કોહલી 47 રન બનાવી આઉટ થયો હતો જ્યારે વિજય શંકર માત્ર 2 રન જ બનાવી આઉટ થયો હતો. એક સમયે લાગતું હતું કે, આ મેચમાં પણ ભારતની હાલત ન્યૂઝીલેન્ડ સામે થઈ હતી તેવી જ થશે. જોકે, છઠ્ઠા ક્રમે આવેલા ધોનીએ કે એલ રાહુલ સાથે મળીને જોરદાર બેટિંગ કરી હતી. બંનેએ સેન્ચુરિયન ઈનિંગ રમી હતી. રાહુલે 99 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 108 જ્યારે એમ એસ ધોનીએ 78 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 164 રનની મોટી ભાગીદારી નોંધાઈ હતી. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડ્યા (21) અને રવીન્દ્ર જાડેજા(11)ની ઝડપી ઈનિંગની મદદથી ભારતે 50 ઓવરના અંતે 359 રનનો વિશાળ સ્કોર બનાવી લીધો હતો.

જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવ-યુઝવેન્દ્ર ચહલે 3-3, જસપ્રીત બુમરાહે 2 અને રવીન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.

360 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત સારી રહી હતી. જોકે. વિના વિકેટે 49 રન બનાવ્યા બાદ આ જ સ્કોર પર બે વિકેટો ગુમાવી દેતા તે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. પછી ઓપનર લિટન દાસ(73) અને મુશફિકર રહીમ (90) વચ્ચે 120 રનની મહત્વની ભાગીદારી નોંધાઈ હતી પણ તેમના પછી બીજા કોઈ બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. અંતે 49.3 ઓવરમાં આખી ટીમ 264 રન પર સમેટાઈ ગઈ હતી.

May 29, 2019
gujarat_map-1280x1023.png
1min6370

વર્ષ ર018- 19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપ્યો છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/ર019 થી તા.7/10/ર019 સાથે આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/10/ર019 થી તા.6/11/ર019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન આપવામાં આવશે.

May 29, 2019
trafficeineverest.jpg
1min7870

એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનાર અમીશા ચૌહાણ હાલમાં ફ્રોસ્ટ બાઇટને કારણે હૉસ્પિટલમાં છે, તેણે જણાવ્યું હતું કે જે લોકો પાસે પર્વત ચઢવા અંગેનું મૂળભૂત કૌશલ્ય ના હોય તેવા લોકોને વિશ્ર્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાની મંજૂરી નહીં આપવી જોઇએ, જેથી આ વર્ષ જેવી ‘ટ્રાફિકજામ’ની સમસ્યા ના સર્જાય.

બે અઠવાડિયાથી ઓછા સમયમાં પર્વત પર ખરાબ હવામાનને કારણે 10 જણનાં મૃત્યુ થયાં છે. પર્વતારોહકોને લાંબા સમય સુધી ઑક્સિજન ખલાસ થઇ જવાના ભય હેઠળ શિખર પર રાહ જોવી પડી હતી અને અથાગ થાકના ભોગ બનવું પડ્યું હતું.

‘આ સિઝનમાં નેપાળે વિક્રમી 381 ઍવરેસ્ટ પરમિટ જારી કરી હતી. કેટલાય પર્વતારોહક એવા હતા કે જેમણે પર્વતારોહણની યોગ્ય તાલીમ જ નહોતી લીધી. તેઓ નબળા નિર્ણય લેતા હતા, જેને કારણે તેમની પોતાની અને તેમના માર્ગદર્શક અને ભોમિયા શેરપાઓની જિંદગી પણ જોખમમાં મુકાઇ ગઇ હતી,’ એમ ચૌહાણે જણાવ્યું હતું.

અમીશા ચૌહાણને 8,848 મીટર (29,029 ફૂટ) ઊંચા શિખર પરથી નીચે આવવા માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી, પરંતુ કેટલાક લોકો તો કલાક સુધી અટવાઇ ગયા હતા.

કેટલાક પર્વતારોહકો શેરપા ભોમિયાઓ પર જ આધાર રાખતા હતા. સરકારે પર્વતારોહણ માટે કેટલાક નિયમો બનાવવા જોઇએ અને ફક્ત કુશળ તાલીમ પામેલા પર્વતારોહકોને જ પરમિટ આપવી જોઇએ. આ વર્ષે હિમાલયના અન્ય શિખર પર નવ પર્વતારોહકનાં મૃત્યુ થયાં છે અને એક જણ ગુમ થયો છે.

નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઍવરેસ્ટ પર આ વર્ષે જરૂર કરતા વધારે ભીડ હતી.

અત્યાર સુધીમાં 11 પર્વતારોહકના મૃત્યુ થયા છે. મોટા ભાગના લોકો ઊંચાઇને કારણે થતી બીમારીનો ભોગ બન્યા હતા, જેમાં એ લોકોને માથાનો દુખાવો, ઊલટી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને માનસિક સંતુલનમાં તકલીફ જેવી સમસ્યા થઇ હતી.

એક સમયે આ શિખર ઇલાઇટ પર્વતારોહકો માટે જ ઍવરેસ્ટ આરોહણના દ્વાર ખુલ્લા હતા. હવે તો પર્વતારોહણ એક મનપસંદ વ્યવસાય બની ગયો છે અને પર્વતારોહણને લગતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઍવરેસ્ટ પર 8000 મીટરની ઊંચાઇથી 8,850 મીટરના શિખર સુધીનો રસ્તો ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. ત્યાંનું વાતાવરણ એટલું વિષમ હોય છે કે કોઇ પર્વતારોહકનું અહીં મૃત્યુ થાય તો તેને નીચેના કૅમ્પ સુધી લઇ આવવાના પણ કોઇના હોશ નથી હોતા.

‘અહીં એક એક મિનિટ કીમતી હોય છે,’

એમ ત્રીજી વાર ઍવરેસ્ટનું સફળ આરોહણ કરી ચૂકેલા એક પર્વતારોહકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સામાન્યપણે જે ચઢાણ માટે બાર કલાક લાગે એમાં આ વખતે 17 કલાક લાગ્યા હતા કારણ કે ઘણાં પર્વતારોહકોને કોઇ અનુભવ જ નહોતો અને તેમને માર્ગદર્શન આપવાવાળું પણ કોઇ નહોતું.

ઍવરેસ્ટ આરોહણની પરમિટ આપવા માટે નેપાળ પાસે કોઇ માર્ગદર્શિકા કે નિયમ જ નથી. કોઇ પણ વ્યક્તિ ડૉક્ટરના સર્ટિફિકેટ પર 11,000 યુએસ ડૉલર ભરી પરમિટ મેળવી શકે છે.

આ વખતે 381 લોકોને પરમિટ આપવામાં આવી અને એટલી જ સંખ્યામાં તેમની સાથે ભોમિયાઓ પણ હતા. તે ઉપરાંત આ વર્ષે ચીને ઍવરેસ્ટ પર સફાઇ અભિયાન આદરી તેમની બાજુના ઍવરેસ્ટ પરથી આરોહણ કરવા માટે લોકોને અપાતી પરમિટમાં ઘટાડો કર્યો હતો.

May 29, 2019
petrol-diesel-1.jpg
1min5030

ચૂંટણી પૂર્ણ થયા બાદ બળતણના ભાવ મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલના વધવાના શરૂ થયા છે. બળતણના ભાવ લિટરે 70-80 પૈસા વધ્યા છે. એક અઠવાડિયામાં પેટ્રોલ લિટરે 83 પૈસા તથા ડીઝલ 73 પૈસા મોંઘું થયું છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડતેલના ભાવ વધવા છતાં અત્રે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નહોતા. દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ. 71.86, ડીઝલના રૂ. 66.69, મુંબઈમાં પેટ્રોલના રૂ. 77.47 તથા ડીઝલના રૂ. 69.88 થયા છે.

આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલે ચૂંટણી દરમિયાન ભાવ જાળવી રાખ્યા હતા. હવે વધારવા માંડ્યા છે.

May 29, 2019
heatwave.jpg
1min5940

રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તેમાં પણ વિદર્ભ ભઠ્ઠીમાં તપી રહ્યું છે. મંગળવારે વિદર્ભનું ચંદ્રપુર રાજ્યનો સૌથી વધુ ગરમ પ્રદેશ રહ્યો હતો. અહીં દિવસ દરમિયાન પારો 47.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો.

ગરમીને કારણે અનેક લોકોને લૂ લાગવાના બનાવ પણ અહીં નોંધાયા હતા. હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ દરમિયાન હિટ વેવની ચેતવણી આપી હોવાથી લોકોને દિવસ દરમિયાન અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર નીકળવું નહીં એવી ચેતવણી પણ આપવામાં આવી છે.

છેલ્લા દોઢ મહિનાથી વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. ગરમી અને લૂ લાગવાને કારણે સાતથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂકયા છે અને અનેક લોકો હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ પર થયા છે ત્યારે આગામી ત્રણ દિવસ અહીં હિટ વેવની આગાહી કરવામાં આવી હોવાથી લોકોને સંભાળીને રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં પણ વિદર્ભમાં છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં સૌથી ઊંંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન અહીં 47.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રહ્યું હતું.

વિદર્ભમાં અકોલામાં 45.6 ડિગ્રી,

અમરાવતીમાં 45.8 ડિગ્રી,

બુલઢાણામાં 41.7 ડિગ્રી,

બહ્મપુરીમાં 46.9 ડિગ્રી,

ચંદ્રપુરમાં 47.8 ડિગ્રી,

ગઢચિરોલીમાં 46.0 ડિગ્રી,

ગોંડિયામાં 45.5 ડિગ્રી,

નાગપૂરમાં 47.5 ડિગ્રી,

વર્ધામાં 46.5 ડિગ્રી,

યવતમાળમાં 45.0 ડિગ્રી

મરાઠવાડામાં ઔરંગાબાદમાં 42.0 ડિગ્રી,

બીડમાં 44.2 ડિગ્રી,

નાંદેડમાં 44.5 ડિગ્રી,

ઉસ્મનાબાદમાં 43.4 ડિગ્રી,

પરભણીમાં 46.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

મધ્ય મહારાષ્ટ્રમાં જળગાંવમાં 43.6 ડિગ્રી,

કોલ્હાપુરમાં 38.0 ડિગ્રી,

હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં 34.2 ડિગ્રી,

માલેગાંવમાં 42.4 ડિગ્રી,

નાશિકમાં 38.5 ડિગ્રી,

પુણેમાં 39.7 ડિગ્રી,

સાંગલીમાં 39.4 ડિગ્રી,

સતારામાં 41.2 ડિગ્રી અને

સોલાપુરમાં 43.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

જયારે મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી,

લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી અને હવામાં ભેજનું પ્રમાણ 88 ટકા નોંધાયું હતું.

સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી જયારે હવામાં ભેજનું પ્રમાણ 68 ડિગ્રી નોંધાયું હતું.

આ દરમિયાન રાજ્યમાં વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર સહિત મરાઠવાડામાં તાપમાનમાં વધારો થયો છે અને આગામી દિવસમાં હજી તાપમાનમાં વધારો થવાની શકયતા છે. આજે વિદર્ભ સહિત મરાઠવાડામાં હિટ વેવની આગાહી પણ કરવામાં આવી છે. તો 30 અને 31 મેના વિદર્ભના અમુક વિસ્તારમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.

May 26, 2019
jadeja-1280x720.jpg
1min10690

ભારતે વર્લ્ડ કપ પહેલાંની પ્રથમ પ્રૅક્ટિસ-મૅચમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજયની નામોશી સહન કરવી પડી હતી. ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીયો ઓછી વન-ડે રમતા હોવાથી આ વૉર્મ-અપ મૅચ મહત્ત્વની હતી જેમાં ભારતનો ૬ વિકેટે પરાભવ થયો હતો. ભારતે ૩૯.૨ ઓવરમાં માત્ર ૧૭૯ રન બનાવ્યા પછી કિવીઓએ ૩૭.૧ ઓવરમાં ૪ વિકેટે ૧૮૦ રન બનાવી લીધા હતા. તેઓ જીત્યા ત્યારે ૭૭ બૉલ બાકી રહ્યા હતા.

india warm up jadeja માટે છબી પરિણામ

રવીન્દ્ર જાડેજા (૫૪ રન અને એક વિકેટ)નો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ ભારતીય ટીમનો એકમાત્ર ઊડીને આંખે વળગે એવો પર્ફોર્મન્સ હતો.

ભારતીયોની બૅટિંગ અને બોલિંગ કંગાળ સાબિત થઈ હતી, પરંતુ રવીન્દ્ર જાડેજાએ સારો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બતાવ્યો હતો. તેણે ૫૦ બૉલમાં બે સિક્સર, છ ફોરની મદદથી ૫૪ રન બનાવ્યા હતા અને ભારતીય ટીમને સાવ ૧૦૦ રનની આસપાસ આઉટ થતી રોકી હતી. હાર્દિક પંડ્યાએ ૩૦ રન તથા કુલદીપ યાદવે ૧૯ રન બનાવ્યા હતા. ભારતના ૧૭૯ રનમાં કૅપ્ટન વિરાટ કોહલીના ફક્ત ૧૮ રન, વાઇસ-કૅપ્ટન રોહિત શર્માના બે રન, શિખર ધવનના પણ બે રન, ચોથા નંબર પર રમેલા લોકેશ રાહુલના ૧૮ રન, દિનેશ કાર્તિકના ૪ રન અને ધોનીના ૧૭ રનનો સમાવેશ હતો. તાજેતરની આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી રમનાર ટ્રેન્ટ બૉલ્ટે ૩૩ રનમાં ચાર વિકેટ લીધી હતી. જેમ્સ નીશૅમે ત્રણ વિકેટ લીધી હતી.

કિવીઓએ ૪ વિકેટે બનાવેલા ૧૮૦ રનમાં રૉસ ટેલરના ૭૧ રન, કૅપ્ટન વિલિયમસનના ૬૭ રનનો સમાવેશ હતો. ભારત વતી ફક્ત બુમરાહ, હાર્દિક, ચહલ અને જાડેજાને એક-એક વિકેટ મળી હતી.

ભારતની બીજી અને આખરી પ્રૅક્ટિસ-મૅચ મંગળવારે બંગલાદેશ સામે રમાશે.

May 26, 2019
jagan.jpeg
1min15510

આંધ્ર પ્રદેશના વાયએસઆર કૉંગ્રેસના વિધાનગૃહના નેતાપદે જગનમોહન રેડ્ડીની વરણી થયા બાદ રાજ્યમાં સરકાર રચવા દાવો કર્યો હતો. રવિવારે તેઓ વડા પ્રધાન મોદીને મળશે એવી સંભાવના છે. આંધ્ર પ્રદેશને વિશેષ કેટેગરીનો દરજ્જો આપવા જે ખાતરી આપશે તેને તેઓ ટેકો આપશે. મોદી સરકારને સમર્થન આપશે એવો નિર્દેશ તેમણે કર્યો હતો. વાયએસઆર કૉંગ્રેસે લોકસભામાં પણ 25 પૈકી 22 બેઠક જીતીને ત્રીજો મોટો પક્ષ બન્યો છે. ભાજપ, કૉંગ્રેસ બાદ ત્રીજા સ્થાને વાયએસઆર કૉંગ્રેસ છે. ગત વર્ષે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધા બાદ રાજીનામા આપ્યા હતા. હવે વાયએસઆર કૉંગ્રેસ પણ આંધ્રને વિશેષ દરજ્જો આપે તેને ટેકો આપવાનો નિર્દેશ કર્યો છે.

આંધ્રપ્રદેશમાં સત્તાપલટો થયો છે. ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુની સરકારની હાર થઈ છે અને વાયએસઆર કૉંગ્રેસના જગનમોહન રેડ્ડીનો જ્વલંત વિજય થયો છે. શનિવારે વાયએસઆર કૉંગ્રેસના ચૂંટાયેલા વિધાનસભ્યોએ નેતા તરીકે જગનમોહન રેડ્ડીને સર્વસંમતિથી ચૂંટી કાઢ્યા હતા. શનિવારે નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક મળી હતી, જેમાં વાયએસઆર કૉંગ્રેસના વિધાનગૃહના નેતા તરીકે નિર્ણય લેવાયો હતો. જગન રેડ્ડીએ તમામ વિધાનસભ્યોનો આભાર માન્યો હતો. સારી કામગીરીને કારણે જનતાએ આપણા પક્ષમાં વિશ્ર્વાસ દર્શાવ્યો છે, એમ રેડ્ડીએ કહ્યું હતું. આગામી દિવસોમાં વધુ સારી કામગીરી માટે તેમણે વિધાનસભ્યોનો સહકાર માગ્યો છે. જગનમોહન રેડ્ડીને નેતાપદે ચૂંટવાના નિર્ણયની રાજ્યપાલ ઈ. વી. નરસિંહમ્ને જાણ કરવામાં આવી છે. પક્ષ રાજ્યમાં સરકાર રચવા દાવો કરશે. પક્ષના જણાવ્યા પ્રમાણે 30 મેના ઈન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમમાં શપથવિધિ યોજાશે. વાયએસઆર કૉંગ્રેસે 175 બેઠકના ગૃહમાં 151 બેઠક જીતી છે.

May 26, 2019
CWC.jpg
1min13080

કૉંગ્રેસની કારોબારી સમિતિની શનિવારે મળેલી બેઠકમાં પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામાની કરેલી ઑફરને સર્વાનુમતે નકારાઇ હતી. રાહુલ ગાંધીએ લોકસભાની તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના નબળા દેખાવ બદલ જવાબદારી લઇનેે પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઑફર કરી હતી.

કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખપદે ચાલુ રહીને પક્ષની દરેક સ્તરે નવરચના કરવાની સત્તા આપી હતી.

કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં જણાવાયું હતું કે કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સમિતિની બેઠકને સંબોધતી વખતે પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઑફર કરી હતી. કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીની રાજીનામાની ઑફર સર્વાનુમતે નકારી કાઢી હતી અને તેમને હાલના કપરા સમયમાં પક્ષનું માર્ગદર્શન કરવાનું ચાલુ રાખવાની વિનંતિ કરી હતી.

તેણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીને દેશના યુવાનો, ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતીઓ, ગરીબો અને સમાજના પછાત ગણાતા વર્ગના લોકોની સમસ્યા દૂર કરવા માટે પક્ષને માર્ગદર્શન આપવાની વિનંતિ કરી હતી.

કૉંગ્રેસના દેશભરના નેતાઓ શનિવારે અહીં મળેલી કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા અને લોકસભાની તાજેતરની ચૂંટણીમાં પક્ષના નબળા દેખાવ અંગે ચર્ચાવિચારણા અને આત્મમંથન કર્યું હતું.

કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકની અધ્યક્ષતા રાહુલ ગાંધીએ કરી હતી અને આ બેઠકમાં યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનમોહન સિંહ, કૉંગ્રેસ દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો – પંજાબના અમરિન્દર સિંહ, રાજસ્થાનના અશોક ગેહલોત અને છત્તીસગઢના ભૂપેશ બઘેલ હાજર રહ્યા હતા.

પૂર્વ ઉત્તર પ્રદેશના કૉંગ્રેસનાં ઇનચાર્જ પ્રિયંકા ગાંધી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ, એ. કે. એન્ટની, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, શીલા દીક્ષિત, મલ્લિકાર્જુન ખર્ગે, અંબિકા સોની, આનંદ શર્મા અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા.

અગાઉ, કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના વડા રાજ બબ્બર અને ઓડિશા એકમના પ્રમુખ નિરંજન પટનાયકે હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

May 26, 2019
modi_president.jpg
1min9280

એનડીએના નેતા ચૂંટાયા પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીની વડા પ્રધાનપદે નિમણૂક કરી હતી અને તેમના પ્રધાનમંડળનો અને શપથવિધિની તારીખનો નિર્ણય કરવા જણાવ્યું હતું. આ અગાઉ ભાજપના પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, પ્રકાશસિંહ બાદલ, નીતિશકુમાર, રામવિલાસ પાસવાન, સુષમા સ્વરાજ, ઉદ્ધવ ઠાકરે, નીતિન ગડકરી કે પલાની સ્વામી, કોનરાડ સંગમા અને નેઈકિયૂ રિયો રાષ્ટ્રપતિને મળ્યા હતા અને એનડીએના ઘટકદળોમાં સોંપેલા સમર્થનપત્ર તેમને સોંપ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએની શનિવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકમાં એનડીએના તમામ ચૂંટાયેલા સંસદસભ્યો અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું કે “353 સંસદ સભ્યોએ સર્વાનુમતે મોદીને સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે.

આ અગાઉ ભાજપના સંસદીય દળના નેતા તરીકે મોદીને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. જનતા દળ (યૂ)ના નીતિશકુમાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના પ્રકાશસિંહ બાદલ સહિત એનડીએના ટોચના નેતાઓએ તેમના પક્ષનું મોદીને સમર્થન જાહેર કર્યું હતું. મંચ પર એનડીએના તમામ નેતાઓ અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર રહ્યા હતા.

અમિત શાહે મોદીના નામની દરખાસ્ત રજૂ કરી હતી અને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું.