CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 49 of 55 - CIA Live

September 4, 2018
IIT-1.jpg
1min7380

જોગેશ્વરીમાં SV રોડ પર આવેલી ટ્રિબો હોટેલ્સના રૂમમાંથી તા.2જી સપ્ટેમ્બર 2018ના રોજ સવારે ૧૧ વાગ્યે બાવીસ વર્ષના MTechના વિદ્યાર્થી જયદીપ સ્વેઇનની ડેડ-બૉડી મળી આવી હતી. આ સાથે જ આઇઆઇટી જેવી સંસ્થામાં અભ્યાસ કરતા વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીએ પોતાનું જીવન રહસ્યમયી સંજોગોમાં ટૂંકાવી દીધું છે.

IIT

આંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ગાયકવાડે જણાવ્યું હતું કે જયદીપ સ્વેઇન પવઈની IIT કૉલેજમાં MTechના પહેલા વર્ષમાં ભણતો હતો અને ત્યાં જ હૉસ્ટેલમાં રહેતો હતો. જયદીપ ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેણે જોગેશ્વરીની હોટેલમાં ગઈ કાલે સવારે જ ચેક-ઇન કર્યું હતું.

વધુ મળતી જાણકારી મુજબ જયદીપ સ્વેઇન મૂળ છત્તીસગઢ વતની હોવાનું જાણવા મળે છે. પોલીસે તેના પરિવારજનોને તેની આત્મહત્યા અંગે જાણકારી આપી હોવાનું જાણવા મળે છે.

August 31, 2018
schoo-1280x720.jpg
1min12800
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯થી ૧૨ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધા બાદ ધોરણ-૯ અને ધોરણ-૧૧ સાયન્સમાં વર્ગ બઢતી અંગેના નિયમો જાહેર કર્યા છે. ધોરણ-૯ અને ધોરણ-૧૧ સાયન્સમાં વિદ્યાર્થીઓને પાસ થવા માટે ૩૩ ટકાનો નિયમ રાખવામાં આવ્યો છે. જોકે, એક નિયમ તરીકે વિદ્યાર્થીને પાસ થવા માટે સિધ્ધી ગુણ અને કૃપા ગુણ ફરજિયાત આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
ધોરણ-૧૧ સાયન્સ માટેના વર્ગ બઢતીના નિયમો
* પ્રથમ પરીક્ષા માટે ૫૦ ગુણના પેપરમાંથી પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પુછવાના રહેશે
* બીજી પરીક્ષા માટે ૫૦ ગુણના પ્રશ્નપત્રમાં પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી ૧૫ ગુણ અને પ્રથમ પરીક્ષાથી બીજી પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી ૩૫ ગુણના પ્રશ્નો પુછવાના રહેશે
* વાર્ષિક પરીક્ષા માટે ૮૦ ગુણના પેપરમાં સમગ્ર અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરવાના રહેશે, જ્યારે ૨૦ ગુણ આંતરીક મુલ્યાંકનના રહેશે
* વાર્ષિક પ્રાયોગીક પરીક્ષા ૫૦ ગુણની લેવાની રહેશે.
* વાર્ષિક પરીક્ષા સહિત વર્ષ દરમિયાન ૩ પરીક્ષા લેવાશે, આ ત્રણ પૈકી વર્ગ બઢતી માટે બે પરીક્ષા આપવી ફરજિયાત છે.
* પાસ થવા માટે વિદ્યાર્થીએ જે તે વિષયમાં ૩૩ ગુણ મેળવવાના રહેશે
* આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
* સ્કૂલો વર્ગ બઢતીના નિયમો ઉંચી કક્ષાના રાખવા ઈચ્છતી હોય તો રાખી શકશે પરંતુ તે પહેલા બોર્ડ સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે.
* અકસ્માત થયો હોય ત્યારે એક પરીક્ષા ન આપનાર વિદ્યાર્થી માટે અન્ય પરીક્ષાના ગુણને ટકામાં રૂપાંતર કરી ગેરહાજર રહેલા પરીક્ષાના ગુણ ગણી નિયમ પ્રમાણે વર્ગ બઢતી લાયક ગણવાનો રહેશે.
* વિદ્યાર્થીની શાળામાં હાજરી ૧૦૦ ટકા ફરજિયાત છે, પરંતુ વિદ્યાર્થીની માંદગી, કુટુંબમાં શોક, રહેઠાણ ફેરફાર જેવા કિસ્સામાં તુટ મંજુર કરી શકાશે. જેમાં ૧૫ ટકા સુધીની છુટ આચાર્ય આપી શકશે. ૧૬થી ૨૫ ટકા સુધીની છુટ ડીઈઓ આપી શકશે અને ૨૬ ટકા કરતા વધુ છુટ બોર્ડના સચિવની પુર્વ પરવાનગીથી આપી શકાશે.
* બોર્ડની પરીક્ષામાં દિવ્યાંગ બાળકોને જે છુટછાટ મળે છે તે ધોરણ-૧૧ની શાળાકીય પરીક્ષામાં પણ આપવાની રહેશે.
ધોરણ-૯ માટેના વર્ગ બઢતીના નિયમો
* પ્રથમ કસોટી ૫૦ ગુણ, બીજી કસોટી ૫૦ ગુણ, વાર્ષિક પરીક્ષા ૮૦ ગુણ અને આંતરીક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે.
* આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
* સ્વાસ્થ્ય અને શારિરીક શિક્ષણ, ચિત્રકામ, સંગીત, સીવણ અને ભરત, કમ્પ્યુટર અધ્યયન જેવા વિષયોની વર્ષ દરમિયાન એક જ વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે.
* દરેક વિષયમાં પાસ થવા માટે ૩૩ ગુણ મેળવવાના રહેશે
આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
August 27, 2018
hom-1280x720.jpg
1min10090

Jayesh Brahmbhatt  98253 44944

ગુજરાત સરકારની મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટેની કમિટીએ હાલમાં પેરામેડીકલ કોર્સમાં હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને ચોઇશ ફિલિંગ માટે કોલેજોની જે યાદી ફાળવવામાં આવી છે તેમાં 60 ટકા કોલેજો તો નોટ પરમિટેડ સ્ટેટસ એટલે કે તેમને શૈક્ષણિક વર્ષ 2018-19ના વર્ષ માટે કોલેજ ચલાવવાની પરવાનગી આપવામાં આવી નથી.

ખુદ પ્રવેશ સમિતિ જો આવી નોટ પરમિટેડ કોલેજોને પ્રવેશ યાદીમાં મૂકે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શું સમજવું. અહીં નીચે દર્શાવેલી હોમિયોપેથી કોલેજોની યાદી જોઇએ તો રાજ્યમાં હોમિયોપેથીની કુલ 33 કોલેજ છે, પ્રવેશ સમિતિની સત્તાવાર માહિતી એવું કહે છે કે કુલ 33 હોમિયોપેથી કોલેજોમાંથી ફક્ત 11 હોમિયોપેથી કોલેજો જ ચાલુ વર્ષ માટે સક્ષમ સત્તામંડળની પરવાનગી ધરાવે છે, બાકીની કોલેજોને હજુ સુધી પરવાનગી આપવામાં આવી નથી.

દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય છે. હોમિયોપેથી કાઉન્સિલ દ્વારા ખૂબ મોડા એટલે કે દિવાળીના તહેવારો પછી પણ પરવાનગી આપવામાં આવે છે અને ગુજરાત સરકારની કમિટી દિવાળી પછી પણ પ્રવેશ એલોટ કરી દે છે. અહીં કાયદેસર રીતે નીતી  નિયમો અને કાયદાઓની ઐસીતૈસી કરી દેવામાં આવે છે.

એવી પણ બદબૂ આવે છે કે હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોની પરવાનગી મોડી આપવા પાછળ એક મોટું કૌભાંડ છે, મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ્યારે સમયસર પ્રવેશ મળતો નથી ત્યારે તેમની ધીરજ ખૂટી જાય છે અને બી.એસસી. કે અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી લે છે અને બાદમાં મેરીટ નહીં ધરાવતા હોય તેવા મળતીયા વિદ્યાર્થીઓને કાયદેસર રીતે પ્રવેશ મળી જાય છે.

આવું દર વર્ષે થતું હોવા છતાં હોમિયોપેથી કાઉન્સિલથી લઇને ગુજરાત સરકાર સુધી કોઇ દરમિયાનગીરી કરીને સમયસર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી શકાય તેવા પગલાં ભરતું નથી.

પ્રવેશ સમિતિની યાદી મુજબ કઇ હોમિયોપેથી કોલેજ માન્ય અને કઇ અમાન્ય

 

પ્રવેશ સમિતિની યાદી મુજબ કઇ આયુર્વેદિક કોલેજ માન્ય અને કઇ અમાન્ય

મેડીકલ પ્રવેશ સમિતિની યાદી મુજબ રાજ્યમાં કુલ 27 આયુર્વેદિક કોલેજો અસ્તિત્વમાં છે અને તેમાંથી ફક્ત 09 જ કોલેજો તા.27મી ઓગસ્ટ 2018 સુધીમાં પરમિશન ધરાવે છે, બાકીની 18 આયુર્વેદિક કોલેજો પાસે 2018-19ના વર્ષ માટેની કોઇ પરવાનગી સક્ષમ સત્તામંડળ પાસેથી મળી નથી.

વાલીઓ અને વિદ્યાર્થીઓ એટલા મૂંઝવણમાં મૂકાઇ ગયા છે કે તેમની તકલીફ સાંભળવા વાળું કોઇ નથી. પ્રવેસ સમિતિએ એ પણ સ્પષ્ટતા કરી નથી કે નોટ પરમિટેડ સ્ટેટસ ધરાવતી કોલેજોમાં પ્રવેશ લેવો કે નહીં લેવો, એથી વિશેષ નજીકના ભવિષ્યમાં કે ચાલુ વર્ષે થોડા દિવસો પછી આ કોલેજોને પરમિશન મળી જશે કે કેમ, પરમિશન મળી જશે તો આ વિદ્યાર્થીઓના પ્રવેશને કાયમ કરાશે કે કેમ ખુદ પ્રવેશ સમિતિ જ વિદ્યાર્થીઓને નરોવા કુંજરોવાની સ્થિતિમાં મૂકી દેતી હોય ત્યારે બીજાનું તો પૂછવું જ શું.

August 27, 2018
medic.jpg
1min15860

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આગામી સપ્ટેમ્બર માસમાં એમબીબીએસ માટેનો નવો અભ્યાસક્રમ લોન્ચ કરશે. આ અભ્યાસક્રમ આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦થી અમલી બનશે, જેમાં મહત્ત્વની વાત એ છે કે એમબીબીએસના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆતથી જ હૉસ્પિટલમાં પ્રેક્ટિકલ અનુભવ લેવાની તક મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ એમબીબીએસનો અભ્યાસક્રમ ર૧ વર્ષના લાંબા સમયગાળા બાદ બદલાઇ રહ્યો છે.

નવા અભ્યાસક્રમમાં ઘણાં ચેપ્ટર કાઢી નાખવામાં આવ્યાં છે તો છેલ્લા ર૧ વર્ષના સમયગાળા દરમિયાન નવી બીમારીઓ તેમ જ લેટેસ્ટ સારવાર પદ્ધતિની બાબતો સમાવાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે એમબીબીએસના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસના સમયગાળા દરમિયાન ત્રીજા વર્ષથી હોસ્પિટલમાં પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકતા હતા. હવે નવા અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓ પહેલા વર્ષથી જ હૉસ્પિટલમાં પ્રેક્ટિસ એટલે કે અનુભવ મેળવી શકશે. નવા અભ્યાસક્રમના અમલીકરણ પહેલાં એમસીઆઇ પ્રોફેસરને પણ તે અંગેની ટ્રેનિંગ આપશે. જાન્યુઆરી માસમાં આગામી શૈક્ષણિક વર્ષથી અભ્યાસક્રમમાં બદલાવ કરવાની મંજૂરી એનસીઆઇએ આપી દીધી હતી.

August 26, 2018
RobotEvolution.jpg
1min5570

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે સૌપ્રથમ વખત કૉલેજોને પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના ઘડી કાઢી છે. કૉલેજોમાંં સાઇબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) અને પ્રોડક્ટ ડિઝાઇન જેવા અભ્યાસક્રમનો સમાવેશ થશે.

સ્વાયત્ત કૉલેજોમાં આ વિષયને બીજા વિષયના વિકલ્પ તરીકે અપાશે અને અન્ય કૉલેજોમાં વૅલ્યુ ઍડેડ અભ્યાસક્રમ તરીકે ગણાશે. રાજ્ય સરકારની પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ બનાવાની યોજના છે. કૉલેજોમાં રોબોટિક્સ, એ.આઇ., સાઇબર સિક્યોરિટી, ડૅટા ઍનાલિટ્કિસ અને કેપિટલ માર્કેટ્સ જેવા અભ્યાસક્રમ શરૂ કરવાની રાજ્ય સરકારની યોજના છે.

ગણતરીની કૉલેજોના કૅમ્પસ પ્લેસમેન્ટ પર રાજ્ય સરકાર નજર રાખશે. પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને મળતો સરેરાશ પગાર અને ઇન્ડસ્ટ્રીને વિદ્યાર્થીઓમાં કયા પ્રકારની નિપુણતા જોઇએ છે વગેરે માહિતીઓ પર રાજ્ય સરકાર બૅઝલાઇન સ્ટડી કરશે. છેલ્લે જ્યારે અભ્યાસક્રમમાં ફેરફાર થયો હતો તે વખતના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ અને અત્યારના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની રાજ્ય સરકાર સરખામણી કરશે.

મહારાષ્ટ્ર રાજ્ય સરકારની યોજના છે કે ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ બનાવવાનો વિચાર છે તે માટે આઇઆઇટી-બૉમ્બેના નિષ્ણાત પાસેથી રોબોટિક્સ અને એ.આઇ.નો અભ્યાસક્રમ અમદાવાદની નિરમા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવશે. તે સિવાય સાઇબર સિક્યોરિટી, ડૅટા ઍનાલિટ્ક્સનો અને કૅપિટલ માર્કેટનો અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે આ માટે શિક્ષકોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે.

August 23, 2018
cbse1.jpg
1min13010

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ 2020 થી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓની પ્રશ્નપત્ર પેટર્ન બદલવાની યોજના ધરાવે છે, જેમાં સુધારણાના ભાગરૂપે વ્યાવસાયિક વિષયના પરીક્ષણો ફેબ્રુઆરીમાં અને શક્ય એટલી ઝડપથી તેના પરિણામ જાહેર કરવાની બાબતો પ્રાથમિકતા પર છે.

 

સેન્ટ્રલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી પરીક્ષા પદ્ધતિ કહો કે પેટર્ન વિદ્યાર્થીઓની વિશ્લેષણાત્મક ક્ષમતાઓ (એનાલિટીકલ) પરીક્ષણ કરશે અને ગોખણપટ્ટી કરીને માર્ક લાવવાની બાબત પર બ્રેક લગાડશે.

સેન્ટ્રલ બોર્ડના પ્રશ્નપત્રના પ્રશ્નોમાં સમસ્યા હલ કરવાની બાબત (પ્રોબ્લેમ સોલ્વિંગ) પર પ્રાથમિકતા હશે. 1 થી 5 માર્ક સુધીના ટૂંકા જવાબો ધરાવતા સવાલો વધુ પ્રમાણમાં પ્રશ્નપત્રમાં સામેલ કરવામાં આવશે. તણાવજનક સ્થિતિમાં વિદ્યાર્થીઓ સ્વયં નિર્ણાયક વિચાર કરી શકે અને પોતાની ક્ષમતા આધારે જવાબ આપી શકે તેવા પ્રશ્નો સામેલ કરાશે. વિદ્યાર્થીઓ પોતાની સમજશક્તિ અનુસાર પ્રશ્નોના જવાબો આપે નહીં કે ગોખણપટ્ટી કરીને પૂરેપૂરા માર્કસ મેળવે એ પ્રકારનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ 2020થી પ્રશ્નોના પેટર્નમાં ફેરફારો કરવાની યોજના પર હાલ કામગીરી કરી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ માર્ચ માસમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવા તેમજ મૂલ્યાંકન માટે વધુ સમય આપવા અને પરિણામોને શક્ય એટલા વહેલા જાહેર કરવાનું વિચારી રહ્યું છે.

સેન્ટ્રલ બોર્ડના બે ભાગમાં પરીક્ષાઓ – વ્યવસાયિક અને બિન-વ્યાપારી વિષયોને સુનિશ્ચિત કરવાની સંભાવના છે. “વ્યાવસાયિક વિષયો માટેની પરીક્ષાઓ, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે, ફેબ્રુઆરીમાં હાથ ધરવામાં આવી શકે છે જેથી અન્ય વિષયો માટેની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લગભગ 15 દિવસમાં પૂર્ણ થઈ શકે છે,” અધિકારીએ જણાવ્યું હતું.

સીબીએસઈ તેના પેટા-નિયમોને બદલવાનો પણ પ્રયાસ કરી રહી છે જે શાળાઓ માટે જોડાણના નિયમો પર અસર કરશે. સૂચિત બાયલો શાળાઓના શૈક્ષણિક ગુણવત્તા પર વધુ ભાર મૂકે છે, જેમ કે શિક્ષકોની ગુણવત્તા, શિક્ષણના પરિણામો અને શિક્ષણ શાસ્ત્ર. બોર્ડ શાળાના ભૌતિક માળખાકીય નિરીક્ષણનું સંચાલન કરશે નહીં, જેના માટે તે શાળાઓના માન્યતા આપતા સંબંધિત રાજ્યના શિક્ષણ / શાળા શિક્ષણ વિભાગોના ડિરેક્ટોરેટના અહેવાલો પર આધારિત હશે.

 

 

 

August 22, 2018
nta1.jpg
1min6990

Jayesh Brahmbhatt   98253 44944

 

જેમને સિસ્ટમની ખબર નથી એવા લોકો ઇજનેરી અને નીટ જેવી રાષ્ટ્રીય અને મહત્વની ગણાતી પ્રવેશ પરીક્ષાઓ અંગે નીતિ વિષયક નિર્ણયો લઈ રહ્યા છે અને આવું થવાને કારણે ગઇ તા.7મી જુલાઇ 2018ના રોજ ઉતાવળે કરવામાં આવેલી ઘોષણાઓને રદ કરીને નવેસરથી જાહેરાતો કરવી પડી હતી. તા.21મી ઓગસ્ટ 2018ના રોજ કરાયેલી તાજા જાહેરાતો અનુસાર જેઇઇ મેઇન પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવામાં આવશે. ધો.12 મેથેમેટિક્સ સાથે હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનું સત્ર, કોર્ષ, વર્ષ પૂરું થયા વગર કેવી રીતે આ પરીક્ષા આપી શક્શે એનો વિચાર કરાયો નથી. એથી વિશેષ જો હાલમાં ધો.12 પીસીએમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જાન્યુઆરી 2019માં જેઇઇ મેઇન પરીક્ષા નહીં આપશે તો તેમણે આઇઆઇટી, એનઆઇટીમાં પ્રવેશ માટે 2020 જાન્યુઆઆરી સુધી રાહ જોવી પડશે. જાન્યુઆરી 2020માં પરીક્ષા પાસ કર્યા પછી પણ છ મહિના એટલે કે જુલાઇ 2020 સુધી તેમને કોઇ એનઆઇટી કે આઇઆઇટી પ્રવેશ આપવાની નથી. આમ કેટલાક ભેજાગેપ અધિકારીઓ વગર વિચાર્યે આડેધડ નિર્ણયો લઇ રહ્યા હોવાની અનૂભુતિ થઇ રહી છે.

The change in NEET exam pattern (as against the statement released on 7th July, 2018), which will now be a single exam in pen-and-paper mode and in the same number of languages as been conducted last year. 

Here is the calender for NEET, JEE Main 2019 dates released by National Testing Agency:

width: 100%; height: 100%;

width: 100%; height: 100%;

width: 100%; height: 100%;

width: 100%; height: 100%;

બે વખત નીટ અને જેઇઇ પરીક્ષા લેવાની બાબતમાં કાંચુ કપાયું હોવાનું જણાતા એ નિર્ણય ફેરવી કાઢ્યો હવે તા.21મી ઓગસ્ટના રોજ નેશનલ ટેસ્ટિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યુલને જોતા કોઇ ભેજાગેપ અધિકારીએ ઓફિસમાં બેઠા બેઠા  નિર્ણય લીધો હોવાનું જણાય આવે છે.

જેઇઇ મેઇનની વાત કરીએ તો જેઇઇ મેઇન પરીક્ષા કે જે આઇઆઇટીમાં પ્રવેશ માટેનું પહેલું પગથીયું અને એનઆઇટીમાં પ્રવેશ માટેની એકમાત્ર પરીક્ષા છે. ઇજનેરીમાં ગુણવત્તાસભર અને નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય તો જેઇઇ મેઇન અતિ આવશ્યક છે. જેઇઇ મેઇન પરીક્ષા ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ પીસીએમ ગ્રુપ સાથે એપિયર થયેલા કે એપિયર્ડ થઇ ચૂકેલા વિદ્યાર્થીઓએ આપવાની હોય છે. જેઇઇ મેઇન્સ 2019ની પરીક્ષા જાન્યુઆરીની તા.6થી 20 દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત સાવ જ મનઘડંત રીતે અને કોઇપણ પ્રકારની વાસ્તવિક સ્થિતિ જોયા જાણ્યા વગર કરી દેવામાં આવી છે. હાલમાં ધો.12 પીસીએમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનું અભ્યાસકીય વર્ષ અને સત્ર પૂરું કર્યા વગર કેવી રીતે પરીક્ષા આપી શકશે. એક તરફ સરકાર એમ કહે છે કે બોર્ડના વિદ્યાર્થીઓ જો શાળામા 80 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષા નહીં આપી શકે, આવા સંજોગોમાં જેઇઇ મેઇન 2018 પરીક્ષા જાન્યુઆરીમાં લેવાની હોય તો કેવી રીતે 80 ટકા હાજરી થશે.

આ નિર્ણયનો બીજું ભયસ્થાન એ પણ છે કે શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ જાન્યુઆરીમાં જેઇઇ કવર થાય તે માટે ધો.11ને સાવ જ સાઇડ પર મૂકી દેશે અને ધો.11નો અભ્યાસક્રમ છ માસમાં જ પૂરો કરીને જેઇઇ મેઇનના એક વર્ષ અગાઉથી જ તૈયારી કરી દેશે.

બીજી તરફ જો વિદ્યાર્થીઓ ધો.12ની પરીક્ષા પાસ કર્યા પછી જેઇઇ મેઇન આપશે તો તેમની કારકિર્દીમાં એક વર્ષ વધું બગડશે. દર વર્ષે મે માસમાં ધો.12 સાયન્સના પરીણામો જાહેર થઇ જાય છે એ પછી જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇનની તૈયારી કરવી પડશે. આ નિર્ણય સીધો જ વિદ્યાર્થીઓનું એક વર્ષ તો બગાડશે જ પરંતુ, સાથોસાથ કોચિંગ ક્લાસીસોવાળાને બખ્ખાં કરી આપનારો જણાય રહ્યો છે.

હાલની સિસ્ટમ યોગ્ય હતી કે એપ્રિલ માસમાં જેઇઇ લેવાય અને જૂન માસમાં એડવાન્સ્ડ લેવાય કે જેથી ધો.12 પછી વિદ્યાર્થીઓને તરત જ કોલેજમાં પ્રવેશ માટે કનેક્ટિવિટી મળી જતી હતી.

આમ જેઇઇ મેઇનનું કેલેન્ડર ગોઠવનારા અધિકારીઓએ મગજ ચલાવ્યા વગરનો નિર્ણય લીધો છે જેની સામે એકલા ગુજરાતમાંથી જ નહીં બલ્કે સમગ્ર દેશમાંથી ઉહાપોહ મચશે અને ફરીથી આ નિર્ણયને ફેરવી તોડવાની નોબત આવશે એમ હાલ તો જણાય રહ્યું છે.

August 21, 2018
mbbs_1.jpg
1min14670

ધો.12 સાયન્સ કોમર્સના પરીણામો જાહેર થઇ ગયા પછી રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં અતિશય વિલંબ થયો છે અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓએ બનવું પડશે.

MBBSમાં એડમિશનની વાત કરીએ તો આ વખતે ડોમિસાઇલ સર્ટિફિકેટની નવી સિસ્ટમ અમલી બનતા પ્રવેશ પ્રક્રિયામાં ભારે ગૂંચવાડો સર્જાયો છે અને MBBSમાં પ્રવેશ માટે ઉપજાવી કાઢેલા અને બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરનારા વિદ્યાર્થીઓના પ્રવેશ લેવા અંગે વાલીઓ જ પીછેહટ કરી રહ્યા છે અને તેને કારણે જ MBBS જેવા કોર્સમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી જનરલ ઓપન કેટેગરીમાં 120 સીટો ખાલી પડી રહી છે જ્યારે ઓબીસી એટલે કે બક્ષી પંચ, અધર બેકવર્ડ ક્લાસ કેટેગરીમાં 24 સીટો ખાલી પડી રહી છે.

ભૂતકાળમાં ઓપન કેટેગરીમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી એકેય સીટ ખાલી પડે તેવો પ્રસંગ જોવાયો નથી. આ વખતે ઓપન અને ઓબીસી બન્નેમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં MBBSમાં મોપ અપ રાઉન્ડ ચાલી રહ્યો છે. તા.22મી ઓગસ્ટ સુધી મોપ અપ રાઉન્ડ હાથ ધરવામાં આવશે.

 

August 20, 2018
iit-1.jpg
1min14840

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વર્ષે આઇઆઇટી-બૉમ્બેમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પર કરવામાં આવેલા સર્વે અનુસાર દર પાંચમાંથી ચાર વિદ્યાર્થીને ધૂમ્રપાનની અને દર દસમાંથી સાત વિદ્યાર્થીને દારૂના વ્યસનની આદત ઇન્સ્ટ્ટ્યિૂટના પહેલા વર્ષથી પડી ગઇ હતી.

આઇઆઇટી-બૉમ્બેના કૅમ્પ્સમાં રહેતા વિદ્યાર્થીઓની રહેણી-કરણી, અભ્યાસ યોજના અને કારકિર્દી માટે ભવિષ્યની યોજનાને જાણવા માટે ચાલુ વર્ષે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પર આવા અવનવા સર્વેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં અનુસાર, આઇઆઇટી-બૉમ્બેમાં પ્રવેશ કરનારા અનેક વિદ્યાર્થીઓને પહેલા વર્ષથી જ ખરાબ આદતોનું વ્યસન થયું હોવાનું જણાયું હતું.

આ વિશે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે વ્યસન કરવા પાછળ ઘણાં બધા કારણો હોઇ શકે છે, અમુક વિદ્યાર્થીઓને ઘરથી દૂર હૉસ્ટેલમાં રહેવાને કારણે છૂટ મળી હોવાથી તેઓ મદ્યપાન કે ધૂમ્રપાન કરે છે જ્યારે અનેક વિદ્યાર્થીઓ ટેન્શન દૂર કરવા માટે વ્યસન કરતા હોય છે, એમ જણાવાયું હતું. સર્વેમાં આશ્ર્ચર્યની વાત એ છે કે ફક્ત ૧૭.૮ ટકા વિદ્યાર્થી માટે તેમના અભ્યાસમાં સારો દેખાવ કરવો જરૂરી હોવાનું માન્યું હતું, જ્યારે ૨૯.૮ ટકા વિદ્યાર્થી તેમના માર્ક્સથી ખુશ હતા. ટેન્શનને દૂર કરવા માટે ૧૩.૫ ટકા વિદ્યાર્થીએ સલાહકારની મદદ લેવી પડી હતી. પહેલા વર્ષમાં પ્રવેશ કરનારા દર પાંચમાંથી ચાર વિદ્યાર્થી ધૂમ્રપાનની આદત અને દર દસમાંથી સાત વિદ્યાર્થીને દારૂના વ્યસનની આદત પડી હતી.

August 19, 2018
ew2-1280x720.jpg
6min8490

Jayesh Brahmbhatt   98253 44944

નવી દિલ્હી સ્થિત કંપની ઇસ્ટ વેસ્ટ લિંક્સ દ્વારા પ્રોગ્રામ્સ સુરતની સ્કુલ્સના વિદ્યાર્થીઓ માટે પણ શરૂ કરાયો

નવી  દિલ્હી ખાતે ઓફિસ ધરાવતી ઇસ્ટ વેસ્ટ લિંક્સ નામની કંપની દ્વારા ભારતની સ્કુલમાં ભણતા 12થી 18 વર્ષની વયના સ્પોર્ટસ સ્ટુડન્ટ માટે ઇસ્ટ યુરોપમાં આવેલા સર્બિયા દેશમાં 12 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. રૂ.દોઢ લાખથી પોણા બે લાખની કિંમતના 12-12 દિવસના આ પેકેજીસમાં જોડાનારા સ્કુલના વિદ્યાર્થીઓને સર્બિયા ખાતે જુદી જુદી રમતો, સ્કીલ્સ ડેવલપમેન્ટ, મેન્ટલ ટ્રેનિંગ, એક્સપર્ટસ દ્વારા માર્ગદર્શન તેમજ ટુરીઝમનો લાભ આપવામાં આવશે. ઇડબલ્યુ લિંક્સ દ્વારા સુરત તેમજ અમદાવાદની ચુનંદા સ્કુલ્સમાં આ પ્રોગ્રામ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું છે.

(નવી દિલ્હી બેઝ કંપની ઇડબલ્યુ લિંક્સ દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અગાઉ પહેલા બેચમાં ભારતના વિદ્યાર્થીઓને સર્બિયા લઇ જવાયા હતા, જેની સમૂહ તસ્વીર)

સુરત ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ઇડબલ્યુ લિંક્સના યશ તેમજ કરણએ જણાવ્યું હતું કે સર્બિયા દેશની વસતિ ફક્ત 75 લાખ છે, ભારતના અમદાવાદ શહેર કરતા પણ ઓછી વસતિ ધરાવતા સર્બિયા ખાતે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ટ્રેનિંગની સાયન્ટિફિક સિસ્ટમ ડેવલપ થઇ છે અને તેને કારણે જ સર્બિયા દેશ નાનકડો દેશ હોવા છતાં અનેક રમતોમાં તેના સ્પોર્ટસ પર્સન દેશ અને દુનિયા ગજાવી રહ્યા છે. આવી સ્થિતિમાં નવી દિલ્હી સ્થિત ઇડબલ્યુ લિંક્સ દ્વારા સર્બિયન સરકાર તેમજ ત્યાં ના સ્પોર્ટસ પર્સન સાથે મળીને ભારતના સ્કુલ ગોઇંગ સ્પોર્ટસ સ્ટુડન્ટસને એક્સપોઝર, ટ્રેનિગ તેમજ સ્કીલ્સ ડેવલપમેન્ટ થાય તે માટે 12 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ ઘડી કાઢવામાં આવ્યો છે. આગામી માર્ચ 2019થી જુન 2019 દરમિયાન આ સ્પેશયલ ટ્રેનિંગ ઇન સર્બિયા શિડ્યુલ કરવામાં આવશે.

ઇડબલ્યુ લિંક્સ આ પ્રોગ્રામમાં કયા બાળકોને સમાવી શકાય તે માટે હાલ ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદ તેમજ સુરતની કેટલીક સ્કુલ્સના મેનેજમેન્ટનો સંપર્ક સાધવામાં આવ્યો છે.

ઇડબલ્યુ  લિંક્સ આ બાબતને સ્પોર્ટસ ટુરિઝમ સાથે સાંકળે છે અને હાલમાં બાસ્કેટ બોલ, ફુટબોલ, શૂટિંગ, ટેનિસ અને વોલીબોલની રમતનું થોડું પણ જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ માટે સર્બિયા ખાતેનો આ 12 દિવસનો ટ્રેનિંગ કેમ્પ ખૂબ ઉપયોગી હોવાનો દાવો કરે છે.

(નવી દિલ્હી બેઝ કંપની ઇડબલ્યુ લિંક્સ દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અગાઉ પહેલા બેચમાં ભારતના વિદ્યાર્થીઓને સર્બિયા લઇ જવાયા હતા, જેની સમૂહ તસ્વીર)

વધુ માહિતી માટે આ મુજબની વેબસાઇટનો સંપર્ક કરવા જણાવાય છે.

www.ewlinks.com

For English Readers

The Statement from The EW Links Management

Our motto is sports, our credo is excellence in sports!

Our company, EW Links Beograd, has been set-up with the explicit intent of promoting holistic sports tourism for Indian students. Based in Belgrade, Serbia, we seek to expose students to the world class sports infrastructure that Serbia has to offer and provide professional coaching under the tutelage of current and former International players and certified coaches.

Our programme helps participants improve their skills immensely, while allowing them to enjoy the culture and sights of our UNESCO protected medieval buildings.

Participating students and their chaperoning teachers are provided excellent hotel accommodation.

Belgrade | Sports

Belgrade offers numerous sporting facilities for majority of sports and activities. While football clearly reigns Serbia’s sports scene, Belgrade also offers plenty of great alternatives like basketball, tennis, badminton, volleyball, shooting and water sports.

Belgrade has hosted several major sporting events recently, including Eurobasket, the European Volleyball Championship, the European Water Polo Championship, and the European Youth Olympic Festival. Belgrade was the host city of the 2009 Summer Universiade chosen over the cities of Monterrey and Poznan. Belgrade Marathon Race is the largest and the most mass attended sporting event in Serbia.

Belgrade is also home to two football teams, Red Star (Crvena Zvezda) and Partizan, which have achieved remarkable success and have become famous all over the world.

Belgrade Sports

With more than 1,000 facilities offering sports including swimming, water polo, football, basket ball, tennis, etc., Belgrade is ready to meet any sports challenge.

Belgrade Arena, meeting the latest standards and technology became Belgrade’s trademark and one of the new symbols of the Serbian capital, as well as the place of interest for the visitors to the capital. Together with Prague Arena, it ranks as one of the best of its kind in Europe.

Belgrade has also given rise to several world class tennis players such as Novak Djokovic, the current Wimbledon champion, Jelena Jankovic and Ana Ivanovic.

It is also important to note that amongst the European countries, Serbia is one of the most peaceful and safe countries for visitors and tourists. It is ranked very highly by UN Peace Index.

EW Links Beograd is successfully organizing sports enhancement international camps in Serbia for students in the age group 12 to 18. During the camps, participants are given rigorous coaching in several verticals like football, tennis, volleyball, basketball and shooting. To ensure the safety of participants, their entire sojourn will be supervised by accompanying teachers and EWL team. All sports are played on internationally acclaimed and recognized grounds which include stadia certified for FIFA matches.

Standard Programme at Vrnjačka Banja

12 day training programme in all sports like football, basketball, volleyball and tennis.

Premium Programmes at Belgrade

a) 12 days training programme in football at UEFA and FIFA facility. b) 12 days training in shooting.

Exclusive Add-on at Abu Dhabi*

1 Day City Tour including visit to Ferrari World Theme Park.

Serbian National Squash Champion

Jelena is a seven-time Women’s Squash Champion of Serbia and also Balkans Champion. Currently, she is the highest ranked women’s squash player in the Balkans.