CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 50 of 55 - CIA Live

August 19, 2018
ox.jpg
1min14130

મીડિયા રિપોર્ટ પ્રમાણે 30 વર્ષના ગાળાં બાદ વિશ્ર્વ પ્રસિદ્ધ ઓક્સફર્ડ યુનિવર્સિટી નવી કૉલેજ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.

ધ ડેલી ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે ઓક્સફર્ડની પાંચ વર્ષની યોજનામાં 1000 ગ્રેજ્યુએટ રૂમ બાંધવાનો અને ઓછામાં ઓછી એક નવી કૉલેજ શરૂ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ અગાઉ ઓક્સફર્ડે 1990માં ફક્ત ગ્રેજ્યુએટ્સ માટેની કેલોગ કૉલેજ શરૂ કરી હતી.

નવી કૉલેજ શરૂ કરવાની યોજનાને યુનિવર્સિટીની ગવર્નિંગ બોડીએ ટેકો આપ્યો છે, પણ એ શરૂ કરવા માટે ઓક્સફર્ડના શિક્ષણવિદોની મંજૂરી મળવી જરૂરી છે. પ્રસ્તાવિત યોજના પ્રમાણે અનુસ્નાતક વિદ્યાર્થીઓની સંખ્યા 2023 સુધીમાં વધીને વર્ષે 850 અને અંડરગ્રેજ્યુએટ્સની સંખ્યા વર્ષે 200 જેટલી થશે. હાયર એજ્યુકેશન પોલિસી ઇંસ્ટિટયૂટના ડિરેક્ટર નિક હિલમેને જણાવ્યું હતું કે ઓક્સફર્ડ પોતાની સરખામણી યુકેની અન્ય સંસ્થાઓ સાથે નહીં, પણ આઇવી લિગ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કરે છે, જ્યાં અંડરગ્રેજ્યુએટ્સ કરતા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

ઓક્સફર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યોજનાની રૂપરેખા હજુ બની રહી છે તથા એને માટે સલાહ લેવામાં આવી રહી છે, જ્યારે એ યોજનાની મોટેપાયે સમીક્ષા કરવામાં આવશે અને ઔપચારિક રીતે અપનાવવામાં આવશે ત્યારે યુનિવર્સિટી એ વિશે ટિપ્પણી કરશે.

August 16, 2018
kvpy1.jpg
5min8080

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકાર સંચાલિત કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના 2018માં તા.4 નવેમ્બરના રોજ લેવામાં આવશે. દેશભરમાં આવેલી ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે અને તેમણે આપી જ જોઇએ.

કેવીપીવાય પરીક્ષાથી અનેક ફાયદા છે. વિદ્યાર્થીઓમાં રિસર્ચની પ્રવૃતિને પ્રોત્સાહન તો મળે જ છે સાથોસાથ કેન્દ્ર સરકારની સ્કોલરશીપ પણ મળે છે અને સાથેસાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જેવી સંસ્થામાં પ્રવેશ પણ પામી શકે છે.

કેવીપીવાય માટે એનરોલ કરાવવાની અંતિમ તા.31મી ઓગસ્ટ છે. કેવીપીવાય માટે રજીસ્ટ્રેશન ફક્તને ફક્ત ઓનલાઇન જ થઇ શકે છે. વધુ વિગતો નીચે મુજબ છે.

Application for KVPY-2018 must be done online only.

  • There are three steps to complete your application successfully.
  • Step 1. Registration
  • Step 2. Filling personal and academic details, choosing test centres and uploading photo, signature and other certificates, as applicable.
  • Step 3. Payment of application fees. Please note that you must pay the fee only at the KVPY application portal. This can be done by using a Credit Card, ATM-Debit Card or Net Banking. No other means of payment will be accepted.  Once the payment is successful and application is submitted, no refund of application fee will be done.
  • The application fees for KVPY-2018 are as follows:

          For General/OBC Category: Rs. 1000,  For SC/ST/PWD: Rs. 500 (Bank Charges extra)

  • It is strongly recommended that the candidates read the instructions given on the KVPY website carefully before attempting to fill  the online application. These steps are described in detailhere.

KVPY Aptitude Test 2018 will be held online in the following cities across India:

East: 

Patna (Bihar), Dhanbad, Jamshedpur, Ranchi (Jharkhand), Bhubaneshwar, Rourkela(Orissa), Naharlagun (Arunachal Pradesh), Guwahati, Tezpur (Assam), Shillong (Meghalaya), Agarthala (Tripura), Asansol, Burdwan, Durgapur, Kolkata, Siliguri (West Bengal)

North: 

Chandigarh (Chandigarh), Delhi (Delhi-NCR), Ambala, Faridabad, Gurgaon, Karnal, Kurukshetra (Haryana), Jammu (Jammu & Kashmir), Jalandhar, Ludhiana, Mohali, Patiala(Punjab), Ajmer, Jaipur, Jodhpur, Sikar (Rajasthan),  Agra, Allahabad, Ghaziabad, Greater Noida, Kanpur, Lucknow, Noida, Varanasi (Uttar Pradesh), Dehradun (Uttarakhand)

South:

 Rajahmundry, Tirupathi, Vijayawada, Visakhapatnam (Andhra Pradesh), Belagavi, Bengaluru, Bidar, Chikkamangaluru, Davanagere, Dharwad, Haliyal, Hassan, Hubballi, Kalburagi, Mandya, Mangaluru, Mysuru, Shivamogga, Udupi (Karnataka), Hyderabad(Telangana), Alappuzha, Ernakulam, Idukki, Kannur, Kasaragod, Kollam, Kottayam, Kozhikode, Malappuram, Palakkad, Pathanamthitta, Thiruvananthapuram, Thrissur (Kerala), Puducherry (Puducherry), Chennai, Coimbatore, Kanchipuram, Madurai, Nagercoil, Salem(Tamil Nadu)

West:

Panaji (Goa), Ahamedabad, Anand, Rajkot, Vadodra (Gujarat), Amaravati, Aurangabad, Kolhapur, Mumbai, Nagpur, Nashik, Navi Mumbai, Pune, Thane (Maharashtra), Bilaspur, Raipur  (Chhattisgarh), Bhopal, Indore (Madhya Pradesh)


PLEASE NOTE KVPY-2018 APTITUDE TEST WILL BE COMPLETELY ONLINE

Mock Computer Based Test of KVPY Aptitude Test – Click here

 

  • Note: As virtual calculators will be made available  at  the examination venue, as displayed in the mock link,  candidates are not allowed to carry calculators inside the examination hall.
Important Dates
Opening of online application portal : 11th July 2018 at 5.00 PM
Date for closing of online application : 31st  August 2018 at 5 PM
Download Admit card : Second week of October
Exam Date : 4th November 2018

Applications are invited from Indian Nationals. However, as per the Interim Order (Final Order awaited) of the Hon’ble High Court of Karnataka OCI/PIO students will be allowed to take up the KVPY Aptitude Test 2018.

Support Helpdesk Details
IF YOU REQUIRE ANY INFORMATION RELATED TO Application Form,

CALL ON 080 – 22932975/76, 080- 23601008 & 080 – 22933536

Email to applications.kvpy@iisc.ac.in

THE PHONE NUMBERS ARE AVAILABLE BETWEEN 10:00 AM AND 05:00 PM.

* Saturday and Sunday are Holidays.

August 13, 2018
vnsgu.jpg
1min12590

Jayesh Brahmbhatt   

Executive Editor CIA live.  98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારથી કુલપતિ પદે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ છે ત્યારથી ક્યારેય તેમનું નામ કોઇ રચનાત્મક કામગીરીમાં આવ્યું નથી બલ્કે વિવાદો ઉપસ્થિત કરવામાં તેમને આખા દેશમાં નંબર વન આપવો પડે તેવી કામગીરી એક પત્રકાર તરીકે નિહાળી છે. કોલેજોમાં 20-20 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાઓ હાથ ધરવી પડે એવું વ્યવસ્થા તંત્ર કદાચ આખા વિશ્વમાં પણ નહીં બન્યું હોય. એવું સાભળ્યું હતું કે ડો.શિવેન્દ્ર ગુપ્તાની VNSGUના કુલપતિ પદે  નિયુક્તિ RSSના નેતાના ઇશારે થઇ હતી. એ અંગે ભારે ઉહાપોહ પણ મચ્યો હતો.

RSS એક હિન્દુવાદી સંગઠન છે અને અનેક નેતાઓ ભૂતકાળમાં એન્ટી મુસ્લિમ સ્ટેટ્સમેન કરી ચૂક્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ માઇનોરિટી વિરોધી એજન્ડા અખત્યાર કરવામાં આવ્યો હોવાની અનૂભુતિ થઇ રહી છે. વાત છે એક કેપેબલ, ક્વોલિફાઇડ મુસ્લિમ અધ્યાપકની છે કે જેઓ ગુજરાતનું જ નહીં બલ્કે દેશનું ગૌરવ ગણાય છે, એ છે ડો.મુનિર જી. ટીમોલ.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપક છે. ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની ખાલી પડેલી જગ્યા પર ડો. મુનિર જી. ટીમોલને તા.15 જુન 2018ના રોજ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની જગ્યા માટે તેઓ કાયદાકીય રીતે તમામ પ્રકારની લાયકાત ધરાવે છે અને યુનિ.નો નિયમ છે કે સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠક મળે એટલે ડિપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધ્યાપકને ફુલફ્લેજ ચાર્જ આપવાનો ઠરાવ કરવામાં આવે છે.

શું કહે છે યુનિવર્સિટીનો કાયદો

(1) The Statute 293, which is provided for appointment of HOD in a Department of our University, is as follows:

“There shall be a Head of the Department to be appointed by the Syndicate. The Syndicate shall appoint the senior most full time teacher not below the rank of a Reader from the staff of the Department to work as the Head of the Department. ….”

ફક્તને ફક્ત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ અધિકાર મંડળ પાસે જ પાવર્સ છે કે કોઇપણ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પદે સક્ષમ વ્યક્તિની  નિમણૂંક નિયમાનુસાર કરી શકે. આ માટે યુનિ.માં સ્ટેચ્યુટરી પ્રોવિઝન પણ ઉપલબ્ધ છે.

ડો.મુનિર જી. ટીમોલને ઇન્ચાર્જ એચ.ઓ.ડી. મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટ પદે તા.15 જુન 2018ના રોજ નિમણૂંક આપવામાં આવી એ પછીની વહેલી તકે એટલે કે એ પછીની સિન્ડીકેટ અધિકાર મંડળની બેઠકમાં તેમને વિધિવત રીતે એચ.ઓ.ડી.નો ચાર્જ સોંપી દેવાનો ઠરાવ થવો જોઇતો હતો. પરંતુ, RSS સમર્થક કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના રાજમાં આ કામને ઇરાદાપૂર્વક વિલંબમાં નાંખવામાં આવી રહ્યું છે.

ડો. મુનિર જી. ટીમોલની હંગામી નિયુક્તિ થયા પછી સિન્ડીકેટ અધિકાર મંડળની બબ્બે સભાઓ યોજાઇ ગઇ. પહેલી મિટીંગ તા.25-06-2018 અને બીજી તા.15-07-2018ના રોજ મળી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર આ બન્ને બેઠકોના એજન્ડા પર એક સક્ષમ મુસ્લિમ અધ્યાપક ડો. મુનિર જી. ટીમોલની નિમણૂંકનું ઔપચારિક કામ નહીં મૂકવાના આદેશ કરવામાં આવ્યા. આવા આદેશ કોના ઇશારે થયા એ તપાસનો વિષય બન્યો છે પરંતુ, સૌથી મોટી ચર્ચાએ શરૂ થઇ છે કે RSS સમર્થક કુલપતિના રાજમાં માઇનોરિટી વર્ગના લોકો સાથે અન્યાય શરૂ થયો છે અને તેની નોંધ કોઇ લેતું નથી એટલે અન્યાયકર્તાઓને વધુ બળ મળી રહ્યું છે.

ડો.મુનિર જી. ટીમોલની નિમણૂંકના મુદ્દે કહેવાય છે કે ખુદ કુલપતિ ડો. ગુપ્તા યુનિ. કાર્યાલયને તેમની નિમણૂંકની દરખાસ્ત સિન્ડીકેટ અધિકારમંડળના એજન્ડા પર લાવવાથી અટકાવી રહ્યા છે. યુનિ.ના એક્સપર્ટ કહે છે કે આ સરાસર અન્યાયકર્તા છે ડો. મુનિર ટીમોલ ખરેખર તમામ પ્રકારની શૈક્ષણિક લાયકાત, અનુભવ સહિત તમામ બાબતો પર અપ ટુ ધ માર્ક મેરિટ ધરાવે છે આમ છતાં તેમને હળાહળ અન્યાય તો થઇ રહ્યો છે પરંતુ, તેઓ પોતે પણ અપમાનિત થઇ રહ્યાની અનૂભુતિ ધરાવી રહ્યા છે.

ડો.ટીમોલને નિમણૂંક નહીં આપી ને આટલા હકોથી વંચિત રાખ્યા

ડો. મુનિર જી. ટીમોલને 15 જુન 2018 પછી વહેલી તકે મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની નિમણૂંક નહીં આપીને RSS સમર્થક કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાએ ડો. મુનિર જી. ટીમોલને સેનેટ મેમ્બર, બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગ જેવા અનેક પદોથી વંચિત રાખ્યા છે. હવે જ્યારે સિન્ડીકેટ અધિકાર મંડળની ચૂંટણી આવી રહી છે ત્યારે સેનેટ મેમ્બર તરીકે એક એક મત કિંમતી હોય છે ત્યારે તેમને કાયમી નિમણૂંક અપાશે કે હજુ પણ અન્યાય કરવાની નીતિ ચાલી રહેશે એ જોવું રહ્યું.

આગામી તા.24મી ઓગસ્ટના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે. કુલાધિપતિ એવા રાજ્યપાલ શ્રી કોહલીના હસ્તે જ્યારે પદવીદાન સમારોહ યોજવાનો હોય ત્યારે સેનેટ મેમ્બર માટે આવા દિક્ષાંત સમારોહ જીવનભરનું સંભારણું બની રહેતા હોય છે. સેનેટ મેમ્બર માટે ગર્વની વાત હોય છે કે તેઓ સેનેટર તરીકે દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહે. ત્યારે ડો. મુનિર જી. ટીમોલને  આ ગર્વથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે.

 

 

August 13, 2018
ugc.jpg
1min6290

રાજ્યની અને કેન્દ્રની યુનિવર્સિટીના ડિસ્ટન્સ એજ્યુકેશનના અંતર્ગત દેશ અને રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા  ૩૫ પ્રોફેશનલ અભ્યાસક્રમની માન્યતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ રદ્દ કરી દીધી છે, આ નિર્ણયને લીધે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. સ્પષ્ટીકરણ આપીને યુજીસીના આ નિર્ણયને બદલવા માટે ઇન્સ્ટ્ટ્યિૂટ પાસે એક મહિનાનો સમય છે.

ગઇ તા.9મી ઓગસ્ટના રોજ યુજીસી નવી દિલ્હીના ડિસ્ટન્સ એજ્યુકેશનના બ્યુરોએ જાહેરાત કરી હતી કે નિયમિત રીતે નિર્ધારિત અભ્યાસક્રમનું સંચાલન છેલ્લાં પાંચ વર્ષથી નહીં કરાયું હોય એવી યુનિવર્સિટીના અભ્યાસક્રમની માન્યતા રદ્દ થઇ શકે છે. એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમની સંબંધિત રૅગ્યુલેટરી ઑથોરિટીની મંજૂરી મળ્યા બાદ જ આ અભ્યાસક્રમને માન્યતા મળશે. ડીમ્ડ યુનિવર્સિટીના અભ્યાસક્રમની ઝીણવટભરી તપાસ હાલમાં ચાલી રહી છે.

એમ.બી.એ., એમ.સી.એ., બી.ઍડ., હૉટેલ મેનેજમેન્ટ ઍન્ડ ટુરિઝમ જેવા  ૩૫ પ્રોફેશનલ અભ્યાસક્રમો ચલાવતી પ્રાઇવેટ, ડીમ્ડ, ડિસ્ટન્સ લર્નિંગની યુનિવર્સિટીઓ શિક્ષણને બદલે સીધેસીધી ડિગ્રીઓ જ વેચી દેતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. કેટલાક સંગીન પુરાવા સાથે દાખલાઓ પણ મળતા યુજીસીએ આકરી કાર્યવાહી કરી છે. સમગ્ર દેશમાં આ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે. ગઇ તા.8મી ઓગસ્ટના રોજ યુજીસીએ જે અભ્યાસક્રમોને માન્યતા આપી છે તેની વિગતવાર માહિતી અત્રે પ્રસ્તુત છે. આ યાદી અનુસારના અભ્યાસક્રમોમાં જ પ્રવેશ લેવા માટે ઉમેદવારોને જણાવવામાં આવે છે.

https://www.ugc.ac.in/pdfnews/9969719_UGC-RECOGNITION-FOR-ODL-PROGRAMMES-2018-19-ONWARDS.pdf

UGC_distance_learning

August 12, 2018
mg.jpg
1min8070

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં

દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી

યુનિવર્સિટીઓ રચનાત્મક કામગીરી કરવાની જગ્યાએ બિનજરૂરી કામગીરીઓમાં જોતરાયેલી રહેતી હોય છે અને જે કાર્ય ભારતની ભાવિ પેઢી માટે રચનાત્મક હોય તેમાં તો સાવ જ ઉદાશીન રહે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી, એમ કેન્દ્રના માનવસંસાધન અને વિકાસ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.

યુનિવર્સિટીની યંત્રણાનાં શૈક્ષણિક સ્રોતોને વધુ સમૃદ્ધ કરવાના આશયથી યુજીસીએ વિખ્યાત અને પ્રેરણાદાયી લોકો તેમ જ જે તે ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર લોકોના નામની ચૅરની સ્થાપના કરવાની યોજના ઘડી કાઢી હતી. શાંતિ, અહિંસા, સ્વતંત્રતાની ચળવળ અને રાષ્ટ્રીય એકતામાં અભૂતપૂર્વ અને અમૂલ્ય યોગદાન આપવા બદલ યુજીસીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના કરવાની મંજૂરી આપી હતી, પરંતુ દેશની કોઈ યુનિવર્સિટી દ્વારા મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના તો કરવામાં નથી જ આવી, પરંતુ એ માટેનો પ્રસ્તાવ પણ યુજીસીને ન મળ્યો હોવાનું માનવસંસાધન અને વિકાસ ખાતાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. જોકે વિદ્યાર્થીઓ ગાંધીજી અંગેનો અભ્યાસ કરવામાં રસ લેતા હોવાનું જણાઈ રહ્યું છે તાજેતરમાં વરસોમાં સ્નાતક, અનુસ્નાતક, એમ. ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિષયના અભ્યાસ માટે તેમનું નામ નોંધાવ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ વર્ષ 2017-18માં યુજીસીના ગાંધીજીને લગતા અભ્યાસક્રમ માટે 419 વિદ્યાર્થીઓએ તેમનું નામ નોંધાવ્યું હતું તો આ માટે નામ નોંધાવનાર પૉસ્ટગ્રેજ્યુએટ, એમ.ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓનો આંક અનુક્રમે 796, 51 અને 78 રહ્યો હતો.

August 11, 2018
iits.jpg
1min6000

બોમ્બે IITના 56મા દીક્ષાંત સમારોહમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે IITના વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી

બોમ્બે IITના 56માં દિક્ષાંત સમારોહને સંબોધતા પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને 43 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કર્યા. પોતાના દિક્ષાંત પ્રવચનમાં શ્રી મોદી કહ્યું હતું કે, ‘આજે જે ડિગ્રી તમને મળી છે, તે તમારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.’ યાદ રાખો કે આ ફક્ત એક પડાવ છે, સાચો પડકાર તો તમારી રાહ જોઈ રહ્યો છે. તમે આજે જે મેળવ્યુ છે અને ગળ જે કરવાના છો, તેમાં તમારા પર પોતાની, પરિવારની અને 125 દેશવાસીઓની આશાઓ જોડાયેલી છે’. તેમણે IITના છાત્રો માટે રૂ.1 હજાર કરોડનું ફંડ આપવાની પણ જાહેરાત કરી હતી જેને તમામે બિરદાવી લીધી હતી.

તેમના પ્રવચનના મુખ્ય અંશો પર નજર કરીએ તો તેમણે જણાવ્યું કે, IITને દેશ અને  દુનિયા ભારતીય ટેક્નોલોજી સંસ્થાન તરીકે ઓળખે છે, પરંતુ આજે આપણા માટે તેની વ્યાખ્યા થોડી બદલાઈ છે. તે ફક્ત ટેક્નોલોજીના અભ્યાસનું જ સ્થાન નથી પરંતુ IIT આજે ‘ઈન્ડિયાઝ ઈન્સ્ટ્રુમેન્ટ ફોર ટ્રાન્સફોર્મેશન’ બની ચૂકી છે. સ્ટાર્ટઅપની જે ક્રાંતિ તરફ દેશ આગળ વધી રહ્યો છે, તેનો સૌથી મોટો સ્રોત IIT છે. આજે દુનિયા IITના યુનિકોર્ન સ્ટાર્ટઅપને નર્સરી માની રહી છે. આ એક પ્રકારનું ટેક્નિકલ મિરર છે, જેમાં દુનિયાને ભવિષ્ય દેખાય છે.

 

બોમ્બે આઇઆઇટીના દિક્ષાંત સમારોહમાં વડાપ્રધાન મોદી શું બોલ્યા

 

 

August 11, 2018
gseb-1280x720.jpg
1min18150

ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા માર્ચ 2019 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા યોજાશે. અત્યાર સુઘી આ પરીક્ષા સ્કૂલ દ્વારા લેવાતી હતી, પરંતુ માર્ચ 2019 થી આ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે. સાયન્સમાં મુખ્ય ત્રણ વિષયની પ્રાયોગિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા પ્રશ્ર્નપત્રો અને જરૂરી સાહિત્ય મોકલવામાં આવશે. ઉપરાત, પરીક્ષા માટે બોર્ડ દ્વારા પરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવશે. આ પરીક્ષા જિલ્લાના નિયત કરેલા પરીક્ષા કેન્દ્રોખાતે લેવામાં આવશે. આમ, સ્કૂલ દ્વારા લેવામાં આવતી આ પ્રાયોગિક પરીક્ષામાં ચાલતી ગેરરીતિઓ પર બ્રેક વાગશે.

રાજ્ય સરકાર દ્વારા ઘોરણ 11 અને ધોરણ 12 સાયન્સમાં સેમેસ્ટર પદ્ધતિ રદ કર્યા બાદ પરીક્ષા પદ્ધતિમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે સાયન્સની પ્રાયોગિક પરીક્ષામાં પણ બોર્ડ ફેરફાર કર્યા છે. ધોરણ 12 ની પરીક્ષા અત્યાર સુધી સ્કૂલ દ્વારા લેવામાં આવતી હતી. જોકે, સ્કૂલ દ્વારા લેવાતી પરીક્ષામાં પોલમપોલ ચાલતી હતી અને અમુક શાળાઓ પરીક્ષા લીધા વગર જ માર્ક મોકલી આપતી હતી. જોકે, હવે આ પોલમપોલ પર બ્રેક વાગે તે માટે બોર્ડ ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા લેવાનો નિર્ણય લીધોે છે.માર્ચ 2019 થી ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભોતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે જેના માટે બોર્ડ દ્રારા પ્રશ્ર્નપત્રો અને જરૂરી સાહિત્ય મોકલાવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષાના 3 વિષયોના પરીક્ષકોની નિમણૂકો પણ બોર્ડ દ્વારા જ કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા જિલ્લામાં નિયત થયેલા કેન્દ્રોના પરીક્ષા સ્થળ ખાતે જ લેવાશે. પ્રાયોગિક કાર્યની જનરલ બોર્ડ દ્વારા લેવામાં આવનારી પરીક્ષા સમયે જે તે કેન્દ્ર ખાતે રજૂ કરવાની રહેશે. બોર્ડ દ્વારા સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા નક્કી કરવામાં આવેલી તારીખ, સમય અને જે તે બેચ પ્રમાણે લેવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ થયા બાદ ગેરહાજર રહેનાર વિઘાર્થીઓ માટે કોઇ પણ સંજોગોમાં ફરી પરીક્ષા લેવામાં આવશે નહીં તેમ બોર્ડ દ્વારા સ્પષ્ટ જણાવી દેવાયું છે.

August 8, 2018
gujcost.jpg
2min6910

ભારત સરકારના  નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુંઝીયમ(NCSM) દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018]   ભારતભરમાં આયોજન કરવામાં યોજવામાં આવે છે.

તેના ભાગ રૂપે આ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)ગાંધીનગર પુરુસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તેમજ સંસ્કારભારતી વિદ્યાલય સહયોગથી સુરત જિલ્લા કક્ષાની “વિજ્ઞાન નાટય સ્પર્ધાઆજરોજ તા.૦૮/૦૮/૨૦૧૮ને બુધવારના રોજ સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત ખાતે આયોજન  કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જીલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા “વિજ્ઞાન અને સમાજ (Science & Society)”  મુખ્ય થીમ પર  ૪-પેટા વિષયો જેવા કે,

  1. ડીજીટલ ભારત,
  2. ગ્રીન એન્ડ ક્લીન એનર્જી,
  3. પર્યાવરણ,
  4. આરોગ્ય અને સ્વચ્છતા. આ વિષયો પર ૩૦ મીનીટમાં નાટ્ય રજુ કરવામાં આવ્યા, જિલ્લામાંથી નોંધણી ૧૫ શાળાઓએ ૧૫૦ જેટલા વિધાર્થીઓ/શિક્ષકોએ આ સ્પર્ધામાં ભાગ ઉત્સાહપૂર્ણ લીધો હતો.

સ્પર્ધાના નિર્ણાયકો (Judge) તરીકે (૧) શ્રી નરેશભાઈ કાપડિયા, નિયામક, સ્કોપા કોલેજ, સુરત અને (૨) શ્રીમતી યામિનીબેન વ્યાસ, સુરત સેવા આપી હતી,  એકથી ત્રણ ક્રમે વિજેતા ટીમને શિલ્ડ અને શ્રેષ્ટ અભીતેતા/અભિનેત્રી./ લેખક/ નિદર્શક પણ જાહેર કરી સન્માનવામાં આવ્યા હતા.

નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018] સ્પર્ધાનું પરિણામ

આયોજક: જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત

સ્થળ: સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત         તા.૦૮/૦૮/૨૦૧૮ 

વિજેતા ક્રમ/રેન્ક શાળાનું નામ ડ્રામાનું નામ./ વિષય
પ્રથમ શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, યક્ષપ્રશ્ન  / પર્યવરણ અને સ્વચ્છતા
દ્રિતીય સી.સી. શાહ, ઈ,મિ, હાઇસ્કૂલ, ડીજીટલ ઇન્ડિયા
ત્રીતીય સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, સફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય
  વ્યક્તિગત ઇનામો
શ્રેષ્ટ અભિનેતા શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, ક્રિશ શાહ,
શ્રેષ્ટ અભિનેત્રી    ,,     ,,     ,, યશ્વી સ્માર્ત
શ્રેષ્ટ લેખક સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, કેયુરી પંચાલ
શિષ્ટ દિગ્દર્શક શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, દિપ્તીબેન લાલવાલા

 

August 8, 2018
norta-1280x720.jpg
1min5980
ગુજરાતી સંસ્કૃતિનું સર્વોત્તમ પ્રતિક ગણાતા ગરબા મહોત્સવ એટલે કે નવરાત્રી દરમિયાન સ્કુલ-કોલેજોથી લઇને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નવ દિવસનું વેકેશન જાહેર કરવાનો આરંભ આ વર્ષથી રાજ્ય સરકારે કર્યો છે. પરંતુ, સ્કુલ્સના વિદ્યાર્થીઓ માટે નવરાત્રી વેકેશન માત્ર નામનું વેકેશન અને તેમાં પણ ગરબા ઘૂમવાની જગ્યાએ વાંચનમય રહેવું પડે તેવી સ્થિતિ છે કેમકે નોરતાં પૂર્ણ થાય એટલે તરત જ શાળાકીય પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થશે.
રાજ્યમાં ૧૦થી ૧૮ ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનો પર્વ ઉજવાશે  અને એ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અને તા. ૧૮ ઓક્ટોબરથી પ્રથમ કસોટીનો પ્રારંભ થશે. જેના લીધે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગતા નવરાત્રી વેકેશન પરીક્ષા પહેલા સ્ટડી હોલીડે બની રહે તો નવાઇ નહીં. હવે રાજ્યના વાલીઓ તેમજ શિક્ષકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે ક્યાં તો પરીક્ષાનું શિડ્યુલ બદલવાની મંજૂરી આપવામાં આવે અગર તો સત્રાંત કસોટી વહેલી યોજવામાં આવે.
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલો શરૂ  થઈ ત્યારે જ એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે, જેમાં વર્ષ દરમિયાન કયા માસમાં કેટલા દિવસનો અભ્યાસ રહેશે અને પરીક્ષાઓ ક્યારથી શરૂ થશે તે અંગેની તારીખો જાહેર કરી દેવાય છે. જેના પગલે રાજ્યની તમામ સ્કૂલોમાં એકસુત્રતા જળવાય.