CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 52 of 53 - CIA Live

July 17, 2018
womens-reservation-bill.jpg
1min5440

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે તા.16મી જુલાઇ 2018ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં સંસદના 18 જુલાઈથી શરૂ થતા ચોમાસું સત્ર દરમિયાન મહિલા અનામત ખરડો પસાર કરવાનું જણાવ્યું હતું.

વડા પ્રધાનને લખેલા પત્રમાં ગાંધીએ પોતાના પક્ષ તરફથી ખરડાને બિનશરતી ટેકો ઑફર કરીને જણાવ્યું હતું કે હવે બદલાવનો સમય આવ્યો છે અને મહિલાઓને સંસદ અને વિધાનસભામાં તેમના હક મળવા જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે સંસદ સત્રમાં બિલ નિશ્ર્ચિતપણે પસાર થવું જોઈએ જેથી આ વર્ષે મોડેથી રાજ્યની અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ વધુ ‘મહત્ત્વપૂર્ણ’ ભાગ લઈ શકે.

મિસ્ટર વડા પ્રધાન તમે ઘણી જાહેર રેલીઓમાં મહિલાઓને સમર્થ બનાવીને તેમને જાહેર જીવનમાં સાંકળવાની વાત કરી છે. મહિલાઓ પરત્વેની પ્રતિબદ્ધતાનું નિદર્શન કરવાનો આથી સારો માર્ગ બીજો કયો હોઈ શકે મહિલા અનામત બિલ માટે મારા પક્ષનો બિનશરતી ટેકો આપવાનો સંસદના આગામી સત્ર કરતાં વધુ સારો બીજો કયો સમય હોઈ શકે. બિલ પસાર કરવામાં વધુ વિલંબ થશે તો સાર્વત્રિક ચૂંટણી પહેલાં તેનો અમલ કરવાનું મુશ્કેલ બની જશે.

તેમણે જણાવ્યું હતું કે આ બિલ રાજ્યસભામાં 2010માં 9 માર્ચે પસાર થયું હતું. તે એક અથવા બીજા બહાના કે કારણસર લોકસભામાં આઠ વર્ષથી અટવાઈ ગયું છે.

કૉંગ્રેસ બિલ પ્રત્યેની પતિબદ્ધતા વ્યકત કરી રહી છે જ્યારે ભાજપ બીજી વાર વિચારણા કરે છે. ભાજપે 2014ના મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો)માં આપેલા વચનો પૈકી આ એક મહત્ત્વનું વચન હતું.

તેમણે જણાવ્યું હતું કે મહિલાઓના સશક્તીકરણના મુદ્દે આપણે સાથે આવીને પક્ષીય રાજકારણથી આગળ વધીને દેશને સંદેશ પહોંચાડીએ કે અમને માનીએ છીએ કે પરિવર્તન કે બદલાવનો સમય આવી ગયો છે. સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને તેમનો હક મળવો જોઈએ.

લોકસભામાં ભાજપ અને તેના ગઠબંધનની બહુમતી હોવાથી કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે સીમાચિહ્નરૂપ સમા બિલને હકીકત બનાવવા વડા પ્રધાનનો ટેકો જરૂરી છે. મને ખાતરી છે કે બિલ અટકી નહીં પડે.

કૉંગ્રેસ પક્ષે બિલના ટેકો આપતા નિવેદન પર 32 લાખ સ્ત્રી-પુરુષે સહી કરી છે. તે વડા પ્રધાનને સુપરત કરું છું.

July 14, 2018
1min16210

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ અષાઢી બીજના સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને ગુડબાય કરી દીધું છે. મહેન્દ્ર સિંહ વાઘેલાને ભાજપમાંથી લોકસભા ટિકિટ મળે તે નિશ્ચિત જણાઈ રહ્યું છે.

 

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે મહેન્દ્ર સિંહના ભાજપમાં જોડાવા માટેની ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. કમલમ ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમને ભાજપને કેસરિયો ખેંસ પહેરાવી તેમને ભાજપમાં આવકાર્યા હતા.

મહેન્દ્રસિંહ અગાઉ બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા પણ રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીમાનું આપ્યું હતું. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહ પણ સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ટિકિટના મામલે સમાધાન નહીં થતા મહેન્દ્રસિંહ ભાજપમાં નહોતા જોડાયા. હવે ભાજપે લોકસભા ચૂંટણીમાં વાઘેલાને ટિકિટ આપવાનું નક્કી કરતાં તે ભાજપમાં જોડાયા છે.

July 6, 2018
kr2.jpg
1min14570

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીએ કૉંગ્રેસ-જેડી (એસ) યુતિ સરકારના પહેલા બજેટમાં રૂ. 34,000 કરોડની લોન માફી યોજનાની જાહેરાત કરતાં ખેડૂતોને મોટી રાહત મળી છે. કુમારસ્વામીએ સંપૂર્ણ સરકારની રચનાના 24 કલાકમાં ખેડૂતો માટે બધા પ્રકારના પાક માટેની લોન માફી જાહેર કરવાની આપેલી ખાતરીની યાદ અપાવી હતી.

વિધાનસભામાં બજેટ રજૂ કરતાં કુમારસ્વામીએ જણાવ્યું હતું કે તેમણે લોનની રકમ રૂ. બે લાખ જેટલી મર્યાદિત રાખી છે કારણ કે વધુ કિંમતના પાક માટેની લોન માફી આપવાનું ઉચિત નથી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યને એક પક્ષની સરકારનો જનાદેશ મળ્યો નહીં હોવા છતાં મને યુતિ સરકારની રચના કરવાની અને મુખ્ય પ્રધાન તરીકે કામ કરવાની તક મળી છે. તેમણે જણાવ્યું હતું કે મેં પહેલા તબક્કામાં 2017ના 31 ડિસેમ્બર સુધીમાં પાક લોન ચૂકવવામાં નિષ્ફળ ગયેલા ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત લોનની ભરપાઈ રકમ અથવા રૂ. 25,000 બેમાંથી જે ઓછી રકમ હોય તે ખેડૂતના ખાતામાં જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી સમયસર લોનની ચૂકવણી કરનારા ખેડૂતોને મદદરૂપ બની રહે.

પાક લોન માફી યોજનાને લીધે ખેડૂતોને રૂ.34,000 કરોડ જેટલો લાભ મળશે. જેડી(એસ)એ વિધાનસભાની ચૂંટણીઢંઢેરામાં આપેલા વચનનું પાલન સરકારે કર્યું છે.

લોન માફી યોજનાને લીધે સરકાર પર પડનારા મોટા બોજને અનુલક્ષીને મુખ્ય પ્રધાને પેટ્રોલની કિંમતમાં લિટરદીઠ રૂ. 1.14 અને ડીઝલની કિંમત લિટર દીઠ રૂ. 1.12 જેટલો વધારો કરવા સહિત અન્ય વેરા વધારવાની જાહેરાત કરી હતી.

જોકે એક કાંટાળા પ્રસ્તાવમાં ઇંધણ અને વીજળી પરના વેરામાં વધારો કરવાની રજૂઆત કરી છે. બજેટમાં દેશી દારૂ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં 18 સ્લેબમાં 4 ટકા વધારવાની દરખાસ્ત રજૂ કરી હતી.

July 4, 2018
kej1.jpg
1min5260

કેબિનેટે તેમના દ્વારા લેવાતા તમામ નિર્ણયો લેફ. જનરલને જણાવવાનો હોય છે પરંતુ તેમાં ઉપરાજ્યપાલની સહમતિ મેળવવી જરૂરી બનતી નથી. ઉપરાજ્યપાલ દિલ્હીના શાસક જરૂર છે પરંતુ તેની સામે પણ સર્વોચ્ચ ન્યાયાલયે લક્ષ્મણ રેખા ખેંચી હતી

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચે આજે તા.4 જુલાઇના રોજ દિલ્હી રાજ્ય સરકારની સત્તાઓ અંગે અંગે ચુકાદો જાહેર કર્યો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. આ સાથે જ ઉપરાજ્યપાલ દિલ્હીના સ્વતંત્ર શાસક નહીં હોવાનું સુપ્રીમે જણાવ્યું હતું.

કેબિનેટે તેમના દ્વારા લેવાતા તમામ નિર્ણયો લેફ. જનરલને જણાવવાનો હોય છે પરંતુ તેમાં ઉપરાજ્યપાલની સહમતિ મેળવવી જરૂરી બનતી નથી. ઉપરાજ્યપાલ દિલ્હીના શાસક જરૂર છે પરંતુ તેની સામે પણ સર્વોચ્ચ ન્યાયાલયે લક્ષ્મણ રેખા ખેંચી હતી અને જણાવ્યું હતું કે સત્તા એક જ સ્થળે કેન્દ્રીત ના થવી જોઈએ. દરેક લોકોએ સમન્વય સાથે કામ કરવું જોઈએ. ઉપરાજ્યપાલને પણ કેટલીક શરતો લાગુ પડે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હીને કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા સોંપવા અંગે ઈનકાર કર્યો હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે. પાંચ જજોનો ચુકાદાનો આવી ગયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં સુપ્રીમ જણાવ્યું હતું કે વિવાદીત નિર્ણયોને ઉપરાજ્યપાલે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવા જોઈએ.

ગત 6 ડિસેમ્બરના સુપ્રીમે અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હીનું શાસન ઉપરાજ્યપાલ દ્વારા ચલાવવાના હાઈકોર્ટના ચુકાદાને કેજરીવાલ સરકારે પડકાર્યો હતો.

આજે તા.4 જુલાઇ 2018ને બુધવારે સવારે 10.30 કલાકે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભ‌ળાવવાનું ચાલુ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલે કેબિનેટ નિર્ણયોમાં અવરોધ લાવવો જોઈએ નહીં. ચૂંટાયેલી સરકાર અને બંધારણીય કાયદાનું પાલન થવું જોઈએ. તમામ લોકોએ સૌહાર્દ અને પરસ્પર સમન્વય સાથે કામ કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પ્રાથમિક રીતે જોતા નિષ્ણાતો માને છે કે આ ચુકાદાથી કેજરીવાલ સરકારને મોટી રાહત મળી શકે છે.

July 3, 2018
kuvar3.jpg
1min14720

ગુજરાત કોંગ્રેસના  િદગ્ગજ નેતા,  સૌરાષ્ટ્રના આગેવાન ગણાતા કુંવરજી બાવળિયાએ આજે લાંબા સમયની અટકળોને સાચી પાડતા કોંગ્રેસને ત્યાગપત્ર આપી દીધું છે. આજે ને આજે જ તેઓ ભાજપમાં જોડાઇ જશે. કુંવરજી બાવળિયાને રાજ્ય સરકારમાં તરત જ મંત્રી પદું આપી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાય રહી છે.

લાંબા સમયથી કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અને પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ મંગળવારે સવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવાસ સ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસમાંથી નારાજ બાવળિયા ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીત વાઘાણી સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળિયાને કેબિનેટ કક્ષાનો પોર્ટફોલિયો સોંપાઈ શકે છે. પાણી પુરવઠા અને શિક્ષણમાંથી કોઈ એક ખાતાની જવાબદારી તેમને સોંપવામાં આવી શકે છે.

June 25, 2018
Emergency-3.jpg
1min13290

 

જયેશ બ્રહ્મભટ્ટ

43મી વરસીએ ઇમરજન્સી-1975 સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ

આજથી બરાબર 43 વર્ષ અગાઉ તા.25મી જુન 1975ના દિવસે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ રાષ્ટ્રીય કટોકટી (ઇમરજન્સી)ની જાહેરાત કરી હતી. 1977 સુધી ચાલેલી આ ઇમરજન્સીને ભારતીય લોકશાહીમાં સૌથી કલંકિત ઘટના તરીકે લેવામાં આવે છે. તા.25મી જુનને દર વર્ષે ડાર્કેસ્ટ ડે તરીકે પણ ભારતમાં ઉજવવામાં આવે છે.

  • ઇમરજન્સીની ઘોષણા તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ કરી હતું.

  • સત્તાવાર નોટિફિકેશન તત્કાલિન રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદની સહીથી ઇશ્યુ થયું હતું.

  • ઇમરજન્સી તા.25મી જુન 1975ના દિને ઇમ્પોઝ કરવામાં આવી હતી.

  • ઇમરજન્સી તા.21મી માર્ચ 1977ના દિને પરત ખેંચી લેવામાં આવી.

  • ઇમરજન્સી પહેલા કોંગ્રેસનું સંખ્યાબળ લોકસભામાં 352 સીટનું હતું.

  • ઇમરજન્સી પછી કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 153 પર સીમીત થઇ ગયું હતું.

 

ઇન્દીરા ગાંધીએ ભારતમાં લાદેલી એ ઇમરજન્સી આમ તો 3જી કટોકટી હતી. એ પહેલા 1962માં ચાઇના સામેની જંગ સમયે પહેલી વખત ભારતમાં ઇમરજન્સી ઘોષિત કરવાાં આવી હતી. દ્વિતીય ઇમરજન્સી 1972માં પાકિસ્તાન યુદ્ધ વખતે અને એ પછી 1975માં ઇન્દીરા ગાંધીએ રાજકીય કારણોસર ઇમરજન્સી ઘોષિત કરી હતી. ત્રીજી ઇમરજન્સી કોઇ બાહ્ય કારણથી નહીં બલ્કે દેશમાં અંદરોઅંદરના વિખવાદો ખાસ કરીને રાજકીય સ્થિરતાના અભાવે લાદવામાં આવી હોવાનો આરોપ તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધી પર મૂકવામાં આવ્યો હતો. 1975ની ઇમરજન્સી વખતે લોકસભાની ચૂંટણીઓ રદ કરી દેવામાં આવી હતી. વિપક્ષી નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. સરકાર વિરોધી દેખાવોને સખત હાથે ડામી દેવામાં આવ્યા હતા એટલું જ નહીં પણ લોકશાહીની ચોથી જાગીર ગણાતા પ્રેસ-મિડીયા પર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. કેટલાક કાયદાઓ સરકારની તરફેણમાં બદલી નાંખવામાં આવ્યા હતા.

June 22, 2018
rajkot_hubwife.jpg
1min14200

તા.20 જૂન, 2018

ગુજરાતની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હાલ ભારે રાજકીય ઉથલ-પાથલ થઇ રહી છે. બદલાઇ રહેલી ટર્મને પગલે પદાધિકારીઓની વરણી થઇ રહી છે. રાજકીય ઉથલ-પાથલથી જરા હટકે સમાચારો પૈકી એક રસ પડે તેવા સમાચાર રાજકોટથી મળ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાટરિયા દંપતીનું રાજ સ્થાપિત થયું છે.

તા.20મીએ રાજકોટ જિલ્લા પંચાયતની બેઠક યોજાઇ હતી જેમાં નવી ટર્મ માટે પદાધિકારીઓની વરણીનું કામ હાથ પર લેવાયું હતું. દરમિયાન રાજકોટ જિલ્લાપંચાયતની કારોબારી સમિતિના ચૅરમૅન અર્જુન ખાટરિયાનાં ધર્મપત્ની અલ્પા ખાટરિયાની વરણી  જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. આમ, રાજકોટ જિલ્લા પંચાયતનો કારોબાર ખાટરિયા દંપતિના હાથમાં સોંપવામાં આવ્યો છે.

પતિ અને પત્ની બન્ને રાજકોટ જિલ્લા પંચાયતમાં ચાવીરૂપ હોદ્દાઓ પર બિરાજતા કોંગ્રેસના સભ્યોએ પતિ અર્જુનભાઈ ખાટરીયાની બરાબર ફિરકી ઉતારી હતી. મસ્તી મજાકની છોળો વચ્ચે કારોબારી સમિતિના ચેરમેન અર્જુન ખાટરિયાને પોતાની પત્ની અલ્પા ખાટરિયા કે જેઓ પ્રમુખ તરીકે વરાતાં તેમન ‘મૅડમ’નું સંબોધન કરવાની ફરજ પાડી હતી. અર્જુનભાઈએ હસતાં-હસતાં કહ્યું પણ હતું કે ‘ઘરમાં તેનું ચાલે છે, હવે અહીં પંચાયતમાં પણ તેનું ચાલશે. મારો તો બેઉ બાજુથી બરાબરનો મરો થવાનો છે.’

 

June 22, 2018
congress_financial.jpg
1min13820

તા.22 જૂન, 2018

કેન્દ્રમાંથી કૉંગ્રેસે સત્તા ગુમાવ્યા બાદ નિરંતર રીતે કોંગ્રેસની પડતી જોવા મળ રહી છે. અધૂરામાં પૂરું હવે કૉંગ્રેસ આર્થિક ભીંસનો સામનો કરી રહી છે. કૉંગ્રેસને ફંડ આપતા ઉદ્યોગપતિઓ હવે ભાજપ તરફ ઢળ્યા છે અગર તો કોંગ્રેસને મદદ કરવામાં ડરી રહ્યા છે.

ભાજપના ફંડમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે ત્યારે સૌથી જૂનો રાજકીય પક્ષ કૉંગ્રેસની તિજોરી તળીયા ઝાટક થઇ જવા પામી છે.  કૉંગ્રેસે ગુજરાતના તેના તમામ ધારાસભ્યોને પાર્ટી ફંડમાં એક એક લાખ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

મોતીલાલ વોરાની સહીથી કાગળ ઇશ્યું થયા

કૉંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાંથી ચૂંટાયેલા કૉંગ્રેસના તમામ 77 ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદો પાસેથી એક-એક લાખ રૂપિયાનું ફંડ પક્ષમાં જમા કરાવવા આદેશ કર્યો છે. કૉંગ્રેસ પક્ષની આર્થિક સ્થિતિ નબળી પડતાં એઆઈસીસીના ખજાનચી મોતીલાલ વોરાની સહી સાથેનો પત્ર તમામ ધારાસભ્યોને અપાયો છે, જેમાં વહેલી તકે એઆઈસીસીને એક લાખનો ચેક મોકલી આપવા તાકીદ કરાઈ છે.

ધારાસભ્યોમાં કચવાટ

ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો પાસેથી એક એક લાખ રૂપિયાની માગણીને કારણે કૉંગ્રેસ પક્ષના નવા-સવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં અંદરો અંદર ગણગણાટ વ્યાપી ગયો છે. કૉંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પાસેથી એક લાખ ફંડનું ઉઘરાણું શરૂ કર્યું છે. આ આદેશને પગલે અત્યાર સુધીમાં કૉંગ્રેસના 60 ટકા જેટલા ધારાસભ્યોએ એઆઈસીસીના નામે દિલ્હી દરબારમાં ચેક મોકલી આપ્યો છે, પરંતુ હજુ 40 ટકા જેટલા ધારાસભ્યોએ પાર્ટી ફંડ આપ્યું નથી.

આ ધારાસભ્યો નાણાં છૂટા કરે તે માટે તાજેતરમાં જ કૉંગ્રેસના યુવા નેતાએ તાજેતરમાં જ બેઠક યોજી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાર્ટી ફંડ તો આપવું જ પડશે. ફંડના ઉઘરાણા પાછળ એવું કારણ અપાયું છે કે, ધારાસભ્યો પક્ષના માધ્યમથી ચૂંટાયા છે. સંગઠનને આર્થિક રીતે તકલીફ ના પડે તે માટે દરેક સભ્યનું યોગદાન જરૂરી છે. જોકે કૉંગ્રેસ હાઈકમાન્ડના આ ફરમાન સામે ગુજરાત કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમણે હજુ સુધી એક લાખનો ચેક જમા કરાવ્યો નથી.

June 14, 2018
smcbuilding.jpg
1min17280

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સુરત મહાનગરપાલિકામાં 1995થી શાસન કરી રહેલા ભાજપાના હાઇકમાન્ડે આજે મેયર પદે ડો.જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન પદે શ્રી અનિલભાઇ ગોપલાણી અને શાસક પક્ષના નેતા પદે શ્રી ગિરજાશંકર મિશ્રાની  નિયુક્તિ કરીને સ્થાનિક સ્તરે અંદરખાને લડતા-ઝઘડતા રહેતા નેતાઓને ‘લાડવાઓ’ વહેંચી આપ્યા. કેટલાક ભાજપી ભક્તોએ એમ કહી રહ્યા છે કે દંડક પદે મહિલાની નિમણૂંક કરી છે, ત્યારે આવા ભક્તોને રાજકીય વિશ્લેષક એવી સલાહ આપી રહ્યા છે કે દંડક એ શાસકોની પોસ્ટ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સત્તાવાર પદ એ જાણવા માટે બીપીએમસી એક્ટની ચોપડી વાંચવી જોઇએ.

સુરત મેયર પદે ડો. જગદીશ પટેલની વરણી

સુરતના ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહની વરણી

સુરત મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીની ચાવી હવે ડો. અનિલ ગોપલાણી પાસે

ભાજપા હાઇકમાન્ડની આ વહેંચણીમાં સ્ત્રી સશક્તિકરણનો ‘સરાસર’ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની દુહાઇ આપીને ભાજપા હાઇકમાન્ડે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની વરણીમાં મેરીટ જોઇને  નિમણૂંક આપવાનો કોલ આપ્યો હતો એનો મતલબ એ થયો કે ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકાના ચાવીરૂપ પદો પૈકી એક પણ પદ માટે કોઇપણ મહિલા કોર્પોરેટર લાયક ન દેખાઇ. જોકે, પદોની વહેંચણીમાં મહિલા કોર્પોરેટરો પૈકી શ્રીમતી હેમાલી બોઘાવાલા, શ્રીમતી કલ્પના મદનસિંહ અટોદરીયા, શ્રી રોહિણીબેન છોટુભાઇ પાટીલ, શ્રીરૂપલબેન શાહ, શ્રી રશ્મિકાબેન પટેલ વગેરેના નામો ચાલતા હતા પણ એકેય મહિલાને ચાવીરૂપ પદ પૈકી એક પણ પદ માટે સમોવડી ગણવામાં આવી ન હતી.

ભાજપા હાઇકમાન્ડની બલિહારી તો એવી પણ રહી છે કે 1995થી અત્યાર સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે અગર તો શાસક પક્ષના નેતા તરીકે ક્યારેય કોઇપણ મહિલા કોર્પોરેટરની નિયુક્તિ કરી નથી. આ બાબત પ્રતીતિ કરાવે છે કે વુમન એમ્પાવરન્મેન્ટના મુદ્દે ભાજપાના ચાવવાના અને બતાવવાના દાંતમાં ટેન્ડરમાં જે રીતે ડેવિએશન આવે છે તેવું ડેવિએશન છે.

એક તરફ સ્પેન એવો દેશ છે જેણે તાજેતરમાં 17 સભ્યોની સરકારમાં 11 મહિલા મિનિસ્ટર અને ફક્ત 6 પુરુષને સમાવ્યા છે અને બીજી તરફ ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકામાં એકેય મહિલા કોર્પોરેટર પદ માટે લાયક જણાય નથી.

મેયર કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષપદ માટે ભારે લોબિંગ હતું

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશના ચાવીરૂપ પદોની વહેંચણીમાં એક બાબત ઉડીને આંખે વળગે તેવી હતી કે મેયર પદ કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ માટે સ્થાનિક સ્તરેથી લઇને રાજ્ય સ્તરના નેતાઓ ભારે ઇન્ટ્રેસ્ટેડ હતા. જ્યારે મેયર પદ માટે ડો. જગદીશ પટેલનું નામ આવ્યું ત્યારે સ્થાનિક સ્તરે જૂથવાદમાં રાચતા એકેય નેતાએ તેમના નામનો વિરોધ કર્યો નહીં, એ બાબત સૂચક છે કે મેયર પદ માટે અહીં કોઇ લડાઇ હતી જ નહીં જે હતું એ સ્થાયી સમિતિ ચેરમેન પદ કે જેની પાસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીની ચાવી રહે છે એ પદ માટે જ ખેંચતાણ હતી.

મુખ્યમંત્રીનું પણ માન ન રાખ્યું

મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે નિરવભાઇ શાહને મૂકવાની લાગણી ધરાવતા હતા. નિરવ શાહ સ્થાનિક સ્તરે પૂર્ણેશ મોદી જૂથ સાથે સક્રિય હોઇ, અન્ય જૂથ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવતા તેમનું નામ સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે ફાઇનલ થતા થતા રહી ગયું.

સવારે 9 વાગ્યે નામ ફાઇનલ થયા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના પદો પણ નામ ફાઇનલ કરવામાં ભાજપા મોવડીઓમાં છેક છેલ્લી ઘડી સુધી મડાગાંઠ જોવા મળી હતી. તા.13મીને બુધવારે રાત્રે જે નામો પણ સંમતિ સાધી લેવાઇ હતી, એ નામ આજે સવારે 9 વાગ્યે બદલવા પડ્યા હતા. સ્થાનિક નેતાઓએ પ્રદેશ નેતાઓ પર પોતપોતાના મળતીયાઓને ગોઠવવા માટે દરેક પ્રકારે લોબિંગ કરી જોયા હતા.

June 9, 2018
shiv.png
1min11970

ભાજપ સાથેના પોતાના સંબંધોમાં ઉતાર-ચઢાવના વચ્ચે શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં જો 152 સીટ મળે તો ભાજપા સાથે ગઠબંધનમાં લડવાની ઓફર રજૂ કરી છે. જોકે, ભાજપ હાઇકમાન્ડ કે મહારાષ્ટ્ર ભાજપાને શિવસેનાની આ ઓફર બાબતે ઝાઝો રસ પડતો નથી. શિવસેનાની ઓફર મુજબ મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 સીટોમાંથી તેઓ 136 સીટો પરથી જ ભાજપા લડી શકશે, તેમાંથી જેટલા પર જીત મેળવશે એ આંકડો 136થી ઓછો થશે અને શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવું પડી શકે. શિવસેનાનો આ નિર્ણય ઉદ્ધવ ઠાકરેના રાજકીય લક્ષ્યાંકો અનુસાર મુખ્યમંત્રી પદનો ઉમેદવાર તેમના પક્ષનો હોય.

આ સપ્તાહની શરૂઆતમાં માતોશ્રીમાં ભાજપ પ્રમુખ અમિત શાહ સાથેની બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહ સમક્ષ શિવસેનાને 152 બેઠકો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એક અહેવાલ મુજબ શાહે ઠાકરેના આ પ્રસ્તાવ પર કહ્યું હતું કે તે ટૂંક સમયમાં મુલાકાત કરશે અને ત્યારબાદ બેઠકોની વહેંચણી પર કોઈ ફોર્મ્યુલા બનાવી ચર્ચા કરશે.

ભાજપની નીતિ શિવસેનાને 130થી વધુ બેઠકો નહીં આપવા અંગેની

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ શિવાસેનાને 130થી વધુ બેઠકો નહીં આપી શકે. અમિત શાહે ભાજપના નેતાઓ, સભ્યો અને ધારાસભ્યોને કહ્યું છે કે તેઓ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં એકલા ઉતરવાની પણ તૈયારી રાખે. તો બીજી તરફ શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે, ઠાકરેની આ નવી ફોર્મ્યુલા મહારાષ્ટ્રમાં પાર્ટીની તાકાત વધારવા માટે અપનાવવામાં આવી છે.