



ચેન્નઇ: એક પટકથાલેખકની રૂએ તેઓ તમિળનાડુમાં ભગવાનનો દરજ્જો ભોગવતા ફિલ્મસ્ટારોના પડછાયામાં રહી શક્યા હોત પરંતુ વિધિએ તેમની માટે કંઇક ઓર જ વિચાર્યું હતું.

આખાબોલા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા કરુણાનિધિની યોજના જ કંઇ અલગ હતી. તમિળનાડુના દ્રવિડીયન રાજ્યના નાયક બનીને તેમણે ભલભલા ફિલ્મસ્ટારોને ઝાંખા પાડી દે તેવી રિઅલ એક્ટિંગ કરી લીધી. ટીનસેલ ટાઉનના અને રાજકીય તખ્તાના તેમના કટ્ટર હરિફ એમ. જી. રામચંદ્રન અને તેમના મિત્ર જયલલિતાને તેમણે વર્ષો સુધી હંફાવ્યા અને તમિળનાડુની રાજગાદી પર એક વાર નહીં પરંતુ પાંચ-પાંચ વાર રાજ કર્યું.
વર્તમાન સમયના રાજકીય કાવાદાવાઓની પાકી સમજ અને આવડત ધરાવતા કરુણાનિધિનું તેમના રાજ્યની બહાર પણ અને દિલ્હીના રાજકીય વર્તુળોમાં પણ સારું એવું પ્રભુત્વ હતું. નવી દિલ્હીમાં કૉંગ્રેસ અને ભાજપ બંને સાથે યુતિ કરી તેમણે ઘણી વાર તકવાદી તરીકે લોકોની ખફગી પણ વહોરી લીધી હતી.
મુથુવેલ કરુણાનિધિ પાંચ વખત તમિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૧૯૩૮માં ૧૪ વર્ષની નાની વયે તેમના ગામ તિરુવરુરમાં હિન્દી વિરોધી આંદોલનમાં જોડાઇને તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું.
બુદ્ધિગમ્ય અને સમતાવાદી વિચારધારા ધરાવતા ડીએમકે પક્ષના સ્થાપક ઇ.વી. રામાસામી ‘પેરિયાર’ અને રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઇના વિચારોની ઘણી ઊંડી અસર તેમના પર પડી હતી અને ધીમે ધીમે તેઓ દ્રવિડીયન આંદોલનનો ચહેરો બની ગયા, જે મહિલાઓ માટે અને સમાજના પછાત વર્ગ માટે સમાન અધિકારની લડત ચલાવતા હતા અને બ્રાહ્મણ પ્રથાના વિરોધી હતી.
વિધાનસભામાં તેઓ ૧૩ વખત ચૂંટાયા હતા. ફેબ્રુઆરી, ૧૯૬૯માં અન્નાદુરાઇના મૃત્યુ બાદ પોતાના કૌશલ્ય અને હોંશિયારીથી વી.આ. નેદુચેરિયનને પાછળ ઠેલી તેઓ મુખ્ય પ્રધાન બની ગયા.
તેમના જુનિયર અને લોકલાડીલા ફિલ્મ કલાકાર એમ. રામચંદ્રને નેદુચેરિયનને તેમના રસ્તામાંથી હટાવવામાં ઘણો સાથ આપ્યો, એ સમયે નેદુચેરિયન અન્નાદુરાઇ કેબિનેટમા ંનંબર ટૂના સ્થાને ગણાતા હતા.
વર્ષો બાદ કરુણાનિધિ અને એમજીઆર (રામચંદ્રનનું લોકલાડીલું નામ) છૂટા પડ્યા. એમજીઆરે એઆઇએડીએમકે પક્ષની સ્થાપના કરી.
૧૯૫૭માં તેઓ કુલીથલાઇ મતદારક્ષેત્રમાંથી જીતીને આવ્યા ત્યારથી લઇને ૨૦૧૬માં જ્યારે તેઓ થિરુવરુર ખાતેથી ચૂંટાઇ આવ્યા ત્યાં સુધી છ દાયકા સુધી કરૂણાનિધિ ધારાસભ્ય રહ્યા હતા. (૧૯૮૬ ને ૧૯૮૯ના સમયગાળાને બાદ કરતા)
૧૯૮૪માં તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા, જેને એમજીઆર સરકારે ૧૯૬૯માં નાબૂદ કરી. શ્રીલંકાના તમિળોના પ્રશ્ર્ને તેમણે ૧૯૮૩માં તેમણે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું.
૧૬૬૯ના જુલાઇમાં તેઓ ડીએમકેના વડા બન્યા અને આ પોસ્ટ પર તેઓ મૃત્યુ પર્યંત રહ્યા.
૧૯૭૧, ૧૦૮૯, ૧૯૯૬, ૨૦૦૬માં તેઓ તામિળનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૨૦૧૧માં તેઓ જ્યારે તેમના મિત્ર-કમ-દુશ્મન જયલલિતાના હાથે હાર્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘લોકોએ મને થોડો આરામ આપ્યો છે.’
ડીએમકેના મુખપત્ર મુરાસોલીમાં તેઓ મુ.કા.ના નામે ઓળખાતા હતા. તેમની આત્મકથા નેનજુકુ નિધિ’ તેમના સમર્થકો માટે તેમના જીવનની ઘણી રસપ્રદ માહિતી પૂરી પાડે છે.
તેમની જેમ જ ફિલ્મી બૅક ગ્રાઉન્ડ ધરાવતા અન્નાદુરાઇની સાથે સાથે તેમણે પણ ફિલ્મી માધ્યમનો તેમની રાજકીય કારકિર્દી ઉંચકવા ઉપયોગ કર્યો. એમજીઆર અને અન્ય ટીનસેલ ટાઉન આઇકોન ગણેશનની પ્રથમ ફિલ્મના ડાયલોગ કરુણાનિધિએ લખ્યા હતા.
૧૯૭૨માં ભ્રષ્ટાચારના મુદ્દે એમજીઆરે જ્યારે કરુણાનિધિ સામે જ્યારે મોરચો માંડ્યો અને પાર્ટીના ફાઇનાન્સનો હિસાબ માગ્યો ત્યારે કરૂણાનિધિની રાજકીય કારકિર્દીને ભારે ધક્કો લાગ્યો.એમજીઆરની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને એઆઇએડીએમકેનો જન્મ થયો. એમજીઆરના પક્ષનો ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૫માં વિજય થયો અને ૧૯૮૭માં મૃત્યુ સુધી એમજીઆર મુખ્ય પ્રધાનપદે રહ્યા અને કરુણાનિધિને વિરોધ પક્ષમાં બેસવાની ફરજ પડી.
૧૯૮૯માં ફરીથી સત્તા પર આવેલા કરુણાનિધિને ૧૯૯૧માં એમજીઆરની મિત્ર જયલલિતાના હાથે હાર ખમવી પડી. તેઓ ૧૯૯૬માં પાછા સત્તા પર આવ્યા, પરંતુ જયલલિતાના શાસનમાં એઆઇએડીએમકે ૨૦૦૧માં તેમનો પરાભવ થયો.
રાજકારણમાં કોઇ કાયમી મિત્ર નથી અને કોઇ કાયમી શત્રુ નથી એ ઉક્તિને સાર્થક ઠેરવતા હોય તેમ તેમણે ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો વિરોધ કર્યો અને ઘણી વાર કૉંગ્રેસ, ભાજપ સાથે ગઠબંધન પણ કર્યું.
વાજપેયીની ભાજપ સરકારે શ્રીલંકાના તમિળો સામે થયેલા અત્યાચાર અંગે કૂણું વલણ અપનાવ્યુ એના વિરોધમાં તેમણે તેમની સરકાર સાથે છેડો ફાડ્યો હતો.
૧૯૮૦માં તેમણે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.
તેમની પુત્રી અને સાસંદ કનિમોઝીનું નામ જ્યારે ટૂ-જી કૌંભાંડમાં આવ્યું ત્યારે તેમને ધક્કો લાગ્યો.
દરેક પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલનાર કરુણાનિધિ રાજકીય માસ્ટર તરીકે હંમેશા યાદ રહેશે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવારે યુનાઈટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ (યુપીએ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવ ગોવડા અને તેઓ(શરદ પવાર) વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ન હોવાથી તેમણે એકજૂટ થઈને આખા દેશનો પ્રવાસ ખેડીને લોકોનો વિશ્ર્વાસ જીતવો જોઈએ અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો જબ્બર પ્રતિકાર કરવો જોઈએ.


પવારે મહારાષ્ટ્રમાં એનસીપી-કૉંગ્રેસની યુતિના દ્વાર બહુજન સમાજ પક્ષ માટે પહેલીવાર ખુલ્લા મૂકીને જણાવ્યું હતું કે બીએસપીનાં વડાં માયાવતી સાથે આ મુદ્દે ચર્ચા નથી કરી તેમ છતાં તેઓ જોડાશે તો તેમને ખુશી થશે.
એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે 2019માં વિરોધી પક્ષો માટેની રૂપરેખા દોરી હતી અને હાલની રાજકીય પરિસ્થિતિને 1975-77ની પરિસ્થિતિ સાથે સરખાવતાં એવી દલીલ કરી કે તે સમયે ઇન્દિરા ગાંધીની બાબતે લોકોનો ભ્રમ ભાંગી ગયો હતો તેવી જ રીતે નરેન્દ્ર મોદીની બાબતે પ્રવર્તતી લહેર ઓસરી રહી છે. તેમણે સૂચવ્યું હતું કે વિરોધી પક્ષોએ રાષ્ટ્રીય સ્તરે જોડાણ કરવાને બદલે રાજ્યમાં જોડાણ કરવું જોઈએ. ચૂંટણી થઈ ગયા પછી નેતાગીરીના પ્રશ્ર્ને વિચારવું જોઈએ. રાજ્યોના પક્ષ સાથે ભાગીદારીનો તર્કસંગત અભિગમ અપનાવવાની કૉંગ્રેસને અરજ કરતાં તેમણે કહ્યું કે તાજેતરમાં રાહુલ ગાંધી સાથેની વાતચીત પરથી તેમનામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. હાલનું રાજકીય વાતાવરણ અને 1975-77ની પરિસ્થિતિ સમાંતર હોવાનું ભારપૂર્વક જણાવતાં તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ પ્રસાર માધ્યમો, સરકાર અને સરકારી એજન્સીઓ પર પાબંદી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે તે સમયે લોકો તેમને પડકારવા વૈકલ્પિક મંચ, સંસ્થા અને નેતાનો અભાવ હોવાનો નિર્દેશ કરતા હતા.
ફરક એ છે કે જયપ્રકાશ જેવા રાજકીય નેતાઓ તે વખતે હતા. લોકો તેમની સલાહ લેતા હતા. આખરે મોટા ભાગના નેતાઓ પોતાના પક્ષને ભૂલી ગયા હતા. ચૂંટણી પત્યા પછી જનતા પક્ષ એકત્રિત થયો અને મોરારજી દેસાઈ પર નેતાની પસંદગીનો કળશ ઢોળાયો હતો. સાચું કહું તો મને વડા પ્રધાન બનવાની ખેવના નથી. પણ મારી મહત્ત્વાકાંક્ષા બધા વિરોધી પક્ષો એકત્ર થઈને વિકલ્પ પૂરો પાડવાની છે, એમ તેમણે કહ્યું હતું.
આજે જય પ્રકાશ નારાયણ જેવા નેતા હયાત નથી પણ કેટલાક નેતાઓ ભારતભરનો પ્રવાસ કરીને લોકોને વિશ્ર્વાસમાં લઈ શકે તેમ છે, એમ તેમણે કહ્યું હતું. પવારની આ ટિપ્પણી સામે ભાજપે કોઈ પ્રતિક્રિયા વ્યકત કરી ન હતી.
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાફેલ ડીલ, એનઆરસી, વધતી રોજગારી સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા પછી કોંગ્રેસે આ મામલે વિપક્ષી દળોની સાથે દેશવ્યાપી અભિયાન છેડવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન વિશે પણ ચર્ચા થઈ હતી.
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મોદી સરકારને જાહેર અભિયાન દ્વારા ભ્રષ્ટાચારના મામલે ભીડવવા માટે નિર્ણય લેવાયો હતો, જેમાં બેન્ક કૌભાંડો, રાફેલ ડીલ અને અર્થતંત્રની ખરાબ સ્થિતિ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના નેતાઓએ આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) સહિતના મહત્ત્વના મુદ્દાઓ અંગે વ્યૂહનીતિ બનાવવા માટે વિચારણા કરી હતી.
કાર્યસમિતિની મીટિંગમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેમકે પૂર્વ પીએમ મનમોહનસિંઘ, એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ અને અશોક ગેહલોત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જો કે પૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી મીટિંગમાં હાજર રહ્યા નહોતા. આ બીજીવખત રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની મીટિંગ યોજાઈ હતી.
કોંગ્રેસે આ બેઠકમાં નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો સંસદની બહાર અને સંસદની અંદર બંને રીતે ઉઠાવવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે પાર્ટી આ માટે જન આંદોલન શરૂ કરશે. જે જન આંદોલન આગામી દિવસોમાં રાજ્યના કોંગ્રેસી નેતાઓ સાથે મસલત કર્યા પછી શરૂ કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું હતું, ‘સીડબલ્યુસીમાં આજે એક ટીમ તરીકે મળ્યા હતા. અમે દેશમાં હાલની રાજકીય સ્થિતિ અને કોંગ્રેસ માટે મોદી સરકારની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, એનઆરસી જેવા મુદ્દાઓ ઉઠાવવાની તક હોવાની ચર્ચા કરી હતી. આજની મીટિંગમાં સામેલ થનારા સૌનો આભાર.’

મોદી સરકાર સામે ખાંડા ખખડાવતા કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના વડપણ હેઠળ લોક જનશક્તિ પક્ષ (એલજેપી)એ શુક્રવારે કહ્યું હતું કે, ભાજપને આપેલો ટેકો મુદ્દા આધારિત છે. એલજેપીએ દલિતો સામેના અત્યાચાર વિરોધી ધારાની આકરી જોગવાઈ ફરી સ્થાપિત કરવા તથા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના અધ્યક્ષ એ. કે. ગોયલને નવમી ઑગસ્ટ સુધીમાં બરતરફ કરવાની માગણી કરી હતી. એનડીએના એક અન્ય સહયોગી પક્ષ એલજેપીએ પણ ભાજપ વિરુદ્ધ કડક વલણ અખત્યાર કર્યું છે. એસસી-એસટી એકટ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ ભાજપને ચેતવણી આપી હતી.
એલજેપી અધ્યક્ષ અને રામ વિલાસ પાસવાનના પુત્રે વડા પ્રધાન મોદીને પત્ર લખી સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ચેરમેન એ. કે. ગોયલને ચેરમેનપદેથી દૂર કરવા માગણી કરી છે. તેમણે સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન એસસી-એસટી એકટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સજાની હળવી કરેલી જોગવાઈ દૂર કરવા અંગે ખરડો પસાર કરવા સરકારને અપીલ કરી છે.
જો તેમ કરવામાં સરકાર અસમર્થ રહે તો વટહુકમ બહાર પાડવા પણ અનુરોધ કર્યો છે. જેથી ૯ ઑગસ્ટથી શરૂ થનારા એસસી-એસટી એકટ વિરુદ્ધના અભિયાનને રોકી શકાય. ૨૦ માર્ચે સુપ્રીમ કોર્ટે હળવી કરેલી સજા વિરુદ્ધ દેશભરમાં લોક આંદોલન ફાટી નીકળ્યા હતા, જેણે હિંસક સ્વરૂપ ધારણ કરતા પરિસ્થિતિ વકરી હતી. પાસવાને સરકારને દેશને ફરી વખત હિંસક આંદોલન તરફ જતો રોકવા અનુરોધ કર્યો છે. ૧૦ ઑગસ્ટના રોજ દલિત અને આદિવાસી સમુદાય દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરિણામે એસસી-એસટી સમુદાય પર અત્યાચાર વધ્યાં હોવાનું જણાવી પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતી હોવાનું જણાવ્યું હતું. જો કે ચિરાગ પાસવાને મોદી સરકાર દલિતોના હિતમાં નિર્ણય કરશે એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વિરોધ પક્ષ દ્વારા ભાજપની એન્ટી દલિત પાર્ટી તરીકે ઊભી કરાયેલી છાપને ભૂસવા ભાજપ સરકારને અનુરોધ કર્યો હતો.
દેશભરના વૈજ્ઞાનિકો શુક્રવારે આજે ૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવાની તૈયારી કરી રહ્યા છે અને આ ઘટના મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવી રહ્યો હોવાને દિવસે જ બનવાની હોવા વચ્ચે નિષ્ણાતોનું કહેવું છે કે વાદળીયું વાતાવરણ ભારતમાં ચંદ્રગ્રહણ જોવા ઉત્સુક લોકોના મનસૂબા પર પાણી ફેરવી દે તેવી શક્યતા છે.

ઍસ્ટ્રોનોમિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાએ આ ઘટનાને વધારેપડતી ન ચગાવવા સાવચેત રહેવા જણાવ્યું છે.
ખગોળશાસ્ત્રને ગંભીરતાથી લેતા ખગોળશાસ્ત્રીઓ માટે ટેલિસ્કોપની મદદથી મંગળ ગ્રહનો અભ્યાસ કરવાની આ એક અમૂલ્ય તક હશે.
જોકે મંગળની સપાટીની નાટ્યાત્મક વિગતો મેળવવાની ઉત્કંઠા રાખનાર વ્યક્તિ માટે તે નિરાશાજનક પુરવાર થઈ શકે એમ હોવાનું તેમણે કહ્યું હતું.
ભારતમાં ચોમાસું ચાલી રહ્યું હોવાને કારણે વાતાવરણ વાદળીયું રહે તેવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.
જમ્મુ-કાશ્મીર અને તમિળનાડુના લોકો આ ઘટના સ્પષ્ટપણે નિહાળી શકે તેવી ઉજળી શક્યતા હોવાનું પબ્લિક આઉટરિચ ઍન્ડ ઍજ્યુકેશન કમિટી (પીઓઈસી) ઑફ ઍસ્ટ્રોનોમિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ અનિકેત સૂળેએ સમાચારસંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
આજે ચંદ્રગ્રહણની સાથે સાથે મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવવાની ઘટના નિહાળવા મળશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૦:૩૭ મંગળ, પૃથ્વી અને સૂર્ય બની શકે તેટલી સીધી લીટીમાં આવશે.
સૂર્યાસ્તના સમયથી સૂર્યોદયના સમય સુધી મંગળ ગ્રહ આકાશમાં દેખાશે. મંગળ ગ્રહ સામાન્ય કરતા વધુ તેજસ્વી અને કદમાં મોટો દેખાશે.
ઉના તાલુકાના માણેકપુર ગામના અસરગ્રસ્તો માટે ખોલવામાં આવેલાં જાહેર રસોડામાં કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ ભજીયા તળનારને ઉઠાડીને પોતે ભજીયા તળવા બેસી ગયા હતા. સામાન્ય વ્યક્તિત્વનો પરિચય કરાવતા તેમણે ભજીયા તળીને ખવડાવવાની પ્રવૃતિને પણ માણી હતી.
તેમણે સૌરાષ્ટ્રના પૂર અસરગ્રસ્ત વિસ્તાર માણેકપુરથી ખત્રીવાડા ગામની મુલાકાતે જતી વખતે રસ્તામાં પાણીમાં તણાઈ આવેલાં બાવળિયા સહિતના ઝાડનો પણ નિકાલ કરવાની પ્રવૃતિ પણ કરી હતી.

આજે તા.20મી જુલાઇ 2018ના રોજ ભારતના સંસદભવનમાં નરેન્દ્ર મોદીની ચાર વર્ષ જુની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા વિચારણા થઇ રહી છે તેની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાગણીસભર ટ્વીટ કરતા કહ્યું હતું કે તા.20મી જુલાઇ ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ બની રહેશે. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં શું કહ્યું એ અક્ષરસઃ અત્રે પ્રસ્તુત છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે ’અમારા સાંસદીય લોકતંત્ર માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. હું એ આશા રાખુ છું કે મારા સાંસદ આ અવસર પર આવશે. મોદીએ ટ્વીટમાં લખ્યું કે સાંસદ સભ્યો રચનાત્મક અને સકારાત્મક ડિબેટમાં ભાગ લેશે અને કોઈ પણ વિવાદાસ્પદ ડિબેટમાં ભાગ નહીં લે. મોદીએ ટ્વીટમાં લખ્યું કે આ બધાનો શ્રેય દેશની જનતા અને કાયદો ઘડનારા લોકોને જાય છે. મોદીએ આગળ લખ્યું કે સમગ્ર ભારત આજે અમને ખૂબ નજીકથી જોઈ રહ્યું છે.’


કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે તા.16મી જુલાઇ 2018ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં સંસદના 18 જુલાઈથી શરૂ થતા ચોમાસું સત્ર દરમિયાન મહિલા અનામત ખરડો પસાર કરવાનું જણાવ્યું હતું.
વડા પ્રધાનને લખેલા પત્રમાં ગાંધીએ પોતાના પક્ષ તરફથી ખરડાને બિનશરતી ટેકો ઑફર કરીને જણાવ્યું હતું કે હવે બદલાવનો સમય આવ્યો છે અને મહિલાઓને સંસદ અને વિધાનસભામાં તેમના હક મળવા જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે સંસદ સત્રમાં બિલ નિશ્ર્ચિતપણે પસાર થવું જોઈએ જેથી આ વર્ષે મોડેથી રાજ્યની અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ વધુ ‘મહત્ત્વપૂર્ણ’ ભાગ લઈ શકે.
મિસ્ટર વડા પ્રધાન તમે ઘણી જાહેર રેલીઓમાં મહિલાઓને સમર્થ બનાવીને તેમને જાહેર જીવનમાં સાંકળવાની વાત કરી છે. મહિલાઓ પરત્વેની પ્રતિબદ્ધતાનું નિદર્શન કરવાનો આથી સારો માર્ગ બીજો કયો હોઈ શકે મહિલા અનામત બિલ માટે મારા પક્ષનો બિનશરતી ટેકો આપવાનો સંસદના આગામી સત્ર કરતાં વધુ સારો બીજો કયો સમય હોઈ શકે. બિલ પસાર કરવામાં વધુ વિલંબ થશે તો સાર્વત્રિક ચૂંટણી પહેલાં તેનો અમલ કરવાનું મુશ્કેલ બની જશે.
તેમણે જણાવ્યું હતું કે આ બિલ રાજ્યસભામાં 2010માં 9 માર્ચે પસાર થયું હતું. તે એક અથવા બીજા બહાના કે કારણસર લોકસભામાં આઠ વર્ષથી અટવાઈ ગયું છે.
કૉંગ્રેસ બિલ પ્રત્યેની પતિબદ્ધતા વ્યકત કરી રહી છે જ્યારે ભાજપ બીજી વાર વિચારણા કરે છે. ભાજપે 2014ના મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો)માં આપેલા વચનો પૈકી આ એક મહત્ત્વનું વચન હતું.
તેમણે જણાવ્યું હતું કે મહિલાઓના સશક્તીકરણના મુદ્દે આપણે સાથે આવીને પક્ષીય રાજકારણથી આગળ વધીને દેશને સંદેશ પહોંચાડીએ કે અમને માનીએ છીએ કે પરિવર્તન કે બદલાવનો સમય આવી ગયો છે. સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને તેમનો હક મળવો જોઈએ.
લોકસભામાં ભાજપ અને તેના ગઠબંધનની બહુમતી હોવાથી કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે સીમાચિહ્નરૂપ સમા બિલને હકીકત બનાવવા વડા પ્રધાનનો ટેકો જરૂરી છે. મને ખાતરી છે કે બિલ અટકી નહીં પડે.
કૉંગ્રેસ પક્ષે બિલના ટેકો આપતા નિવેદન પર 32 લાખ સ્ત્રી-પુરુષે સહી કરી છે. તે વડા પ્રધાનને સુપરત કરું છું.
કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ અષાઢી બીજના સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને ગુડબાય કરી દીધું છે. મહેન્દ્ર સિંહ વાઘેલાને ભાજપમાંથી લોકસભા ટિકિટ મળે તે નિશ્ચિત જણાઈ રહ્યું છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે મહેન્દ્ર સિંહના ભાજપમાં જોડાવા માટેની ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. કમલમ ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમને ભાજપને કેસરિયો ખેંસ પહેરાવી તેમને ભાજપમાં આવકાર્યા હતા.
મહેન્દ્રસિંહ અગાઉ બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા પણ રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીમાનું આપ્યું હતું. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહ પણ સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ટિકિટના મામલે સમાધાન નહીં થતા મહેન્દ્રસિંહ ભાજપમાં નહોતા જોડાયા. હવે ભાજપે લોકસભા ચૂંટણીમાં વાઘેલાને ટિકિટ આપવાનું નક્કી કરતાં તે ભાજપમાં જોડાયા છે.