CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 53 of 53 - CIA Live

June 2, 2018
rt1.jpg
1min16100

મનસે દ્વારા 36 વિધાનસભા વિસ્તારમાં એક દિવસ માટે નાગરિકોને દરેક વિસ્તારના ચોક્કસ પેટ્રોલપંપ પર પેટ્રોલમાં ચાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની ઘોષણા કરી છે

રાજકીય નેતાઓના બર્થ ડે હોય એટલે તેમના અનુયાયીઓથી લઇને સામાન્ય નાગરિકોને અત્યાર સુધી મીઠાઇ કે ભોજન મળતા, પણ હવે રાજ ઠાકરેના મનસેએ નવી ચીલો ચાતરવાની શરૂઆત કરી છે. મનસે દ્વારા આગામી તા.14મી જૂનના રોજ તેમના સુપ્રીમો રાજ ઠાકરેના જન્મ દિવસે મુંબઇગરાઓને અેવી ગીફ્ટ આપવાનું એલાન કર્યુ છે જેનાથી સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ સર્જાશે. પેટ્રોલના ભાવો હાલ જ્યારે ભડકે બળી રહ્યા છે, બેકાબૂ બન્યા છે તેવા સંજોગોમાં આ બર્નિંગ ઇશ્યુને લઇને મનસેએ ઘોષણા કરી છે કે આગામી તા. ૧૪ જૂને MNS અધ્યક્ષ રાજ ઠાકરેનો બર્થ-ડે છે અને એ નિમિતે MNSએ નાગરિકોને ચાર રૂપિયા સસ્તું પેટ્રોલ આપીને તેમનો બર્થ-ડે ઊજવવાનું નક્કી કર્યું છે.

એક દિવસ માટે MNS નાગરિકોને હાલના પેટ્રોલના ભાવ કરતાં ચાર રૂપિયા સસ્તું પેટ્રોલ આપશે. મુંબઈના ૩૬ વિધાનસભા મતવિસ્તારોમાં પ્રત્યેકમાં એક પેટ્રોલ-પમ્પ પર આ છૂટ આપવામાં આવશે.

MNSના સરચિટણીસ સંદીપ દેશપાંડેએ આ માહિતી આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલના ભાવ ઓછા કરવામાં નિષ્ફળ નીવડી હોવાની ટીકા પણ MNSએ કરી હતી અને એટલા જ માટે અનોખી રીતે પોતાના અધ્યક્ષ રાજ ઠાકરેનો જન્મદિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

May 31, 2018
indian-politics-600_1417091987.jpg
1min14440

તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016-17માં દેશના 07 રાષ્ટ્રીય રાજકીય પક્ષોને અજાણ્યા સ્ત્રોત પાસેથી રૂ. 711 કરોડની રકમ દાનમાં મળી હતી. આવી સ્થિતિમાં સામાન્ય વ્યક્તિની મનોસ્થિતિ એ બયાં કરે છે કે સામાન્ય વ્યક્તિને અનનોન નંબર પરથી ફક્ત ફોન કોલ આવી શકે, પણ રાજકીય પક્ષ હોય તો તેને અનનોન (અજાણ્યા) લોકો પાસેથી અબજો રૂપિયાનું ફંડ મળી શકે છે.

સાતેય પક્ષોએ રૂ.20,000થી વધુ દાનમાં મળેલી રકમની જાહેરાત કર્યા પ્રમાણે એમને રૂ.589.38 કરોડ મળ્યા હતા અને સૌથી વધુ રૂ. 532.27 કરોડ ભાજપને 1194 વ્યક્તિઓએ આપ્યા હતા.

ભાજપે જાહેર કરેલી દાનની રકમ કૉંગ્રેસ, એનસીપી, સીપીઆઇ, સીપીએમ અને તૃણમૂલ કૉંગ્રેસે જાહેર કરેલી રકમના સરેરાશના નવ ગણા કરતાય વધારે છે.

સાતેય પક્ષોને રૂ.589.38 કરોડ 2123 વ્યક્તિ કે સંસ્થા તરફથી રૂ.20,000થી વધુ રકમ દાનમાં આપી હતી. સૌથી વધુ રૂ. 532.27 કરોડ ભાજપને 1194 વ્યક્તિઓએ આપ્યા હતા, જ્યારે કૉંગ્રેસને રૂ. 41.90 કરોડ 599 વ્યક્તિ કે સંસ્થા તરફથી મળ્યા હતા.

બહુજન સમાજ પક્ષે એવી જાહેરાત કરી હતી કે એને વર્ષ 2016-17માં રૂ.20,000થી વધુ રકમ એકેય જણે દાનમાં નહોતી આપી.

રાષ્ટ્રીય પક્ષોને વર્ષ 2015-16માં મળેલું રૂ. 102.02 કરોડનું દાન 2016-17માં વધીને રૂ.589.38 કરોડ થયું હતું.

આ રિપોર્ટ એડીઆર અને નેશનલ ઇલેક્શન વૉચે સંયુક્ત રીતે તૈયાર કર્યો હતો.

ભાજપને 2015-16માં મળેલું રૂ. 76.85 કરોડનું દાન 2016-17માં વધીને રૂ.532.27 કરોડ થયું હતું.

એનસીપીને 2015-16માં મળેલું રૂ. 71 લાખનું દાન 2016-17માં વધીને રૂ.6.34 કરોડ થયું હતું.

રિપોર્ટ પ્રમાણે ટીએમસીની દાનની રકમમાં 231 ટકાનો, સીપીએમ અને કૉંગ્રેસની દાનની રકમમાં અનુક્રમે 190 ટકાનો અને 105 ટકાનો વધારો થયો હતો, પણ સીપીઆઇએ 9 ટકાનો ઘટાડો થયો હોવાની જાહેરાત કરી હતી.

ટૂંકમાં રાજકીય પક્ષોને મળેલી દાનની રકમનો એવા સમયગાળામાં જંગી વધારો થયો છે જે સમયગાળામાં એ પક્ષો ક્યાં તો પ્રાદેશિક સરકાર રચે છે અથવા જે તે રાજ્યમાં સરકારને સમર્થન કરે છે અગર તો કેન્દ્ર સરકારમાં હોય અથવા તો કેન્દ્ર સરકારને સમર્થન આપે છે. આમ સત્તામાં હોય તેવા સંજોગોમાં જ રાજકીય પક્ષોની આવકમાં જંગી ઉછાળો જોવા મળે છે. કાગડા બધે જ કાળા હોય તેમ કોઇ રાજકીય પક્ષ ફંડિંગ બાબતે વિવાદના વમળમાં ફસાયેલા જોવા મળે છે.

May 26, 2018
firmodi.jpg
1min13280

‘2019 મેં ફિર મોદી સરકાર’. ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે તેનું નવું સૂત્ર તૈયાર કરી લીધું છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે ચાર વર્ષ પૂરાં કરી લીધા બાદ ભાજપે હવે આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે તેની સિદ્ધિઓની યાદીઓ તૈયાર કરી છે અને કેન્દ્ર દ્વારા અમલમાં મુકાતા વિકાસલક્ષી પ્રોજેક્ટો જ નહિ પરંતુ તેના ‘સ્વચ્છ ઇરાદા’ પર ફોકસ કરતાં એક નવું સૂત્ર પણ બનાવી દીધું છે. ભાજપ માને છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સામે લોકોમાં અવિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના ચાર વર્ષની ઉજવણી પ્રસંગે એક જાહેર સમારોહને સંબોધવા માટે આવતીકાલે ઓડિશાના કટક જવાના છે. પાર્ટી માને છે કે ૨૦૧૯ની ચૂંટણીમાં કામગીરી સુધારવા પાર્ટીએ મહેનત કરવાની જરૂર છે. આ માટે જ ઓડિશાથી વડાપ્રધાનનો પ્રવાસ શરૂ થયો છે.

 

દિલ્હીમાં ભાજપ પ્રમુખ અને તેના વ્યૂહકાર અમિત શાહ પણ એક મીડિયા ઇવેન્ટને સંબોધશે. તેઓ ચાર વર્ષમાં પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવશે અને બીજી મુદત માટે પાર્ટીની રાહ બતાવશે. સરકારની વિવિધ યોજનાઓ અને નિર્ણયોને આવરી લેતા એક ત્રણ મિનિટના વીડિયોમાં આ કાર્યક્રમોની સામાન્ય લોકોના જીવનને કેવી અસર થઇ છે તેના ગુણગાન ગવાયાં છે. ‘સાફ નિયત, સહી વિકાસ’ અને પંચલાઇન ‘2019 મેં ફિર મોદી સરકાર’નું સૂત્ર હવેથી ભાજપની સભાઓમાં ગજવાશે. અગાઉ ૨૦૧૪માં ‘અબકી બાર, મોદી સરકાર’નું સૂત્ર ઘણું ગાજ્યું હતું.

સરકાર બન્યાને ચાર વર્ષ પૂર્ણ થયા બાદ ભાજપ દેશમાં અનેક સ્થળોએ ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ ‘ખુશીના પ્રસંગે’ ભાજપ ૨૦૧૯ લોકસભાની ચૂંટણી માટે પુન:ચૂંટણી પ્રચારની ઝુંબેશ શરૂ કરશે.જોકે, અહેવાલો કહે છે કે ચૂંટણી આવતા વર્ષના એપ્રિલથી મેને બદલે તેના સમય કરતાં વહેલી ડિસેમ્બરમાં પણ યોજાઇ શકે છે. મીડિયાના રિપોર્ટ્સ કહે છે કે ભાજપ છેલ્લાં ચાર વર્ષની સરકારની વિવિધ સિદ્ધિઓને દર્શાવતો ત્રણ મિનિટનો વીડિયો બહાર પાડશે. તે ચોથી વર્ષગાંઠે ફેરચૂંટણી માટે સૂત્ર પણ જારી કરશે. ‘૨૦૧૯ મેં ફિર મોદી સરકાર’નું સૂત્ર ગાજે તો તેનો મતલબ એમ થયો કે બીજેપી ફરીથી મોદીને જ દેશનું સુકાન આપવા માગે છે અને તેઓ જ મુખ્ય પ્રચારક રહેશે. જોકે, હાલમાં સ્થિતિ બદલાઇ છે મોદીના ‘અચ્છે દિન’ અથવા ‘ સબકા સાથ સબકા વિકાસ’ જેવા મોદીના મોટા વચનો માત્ર સુત્રો જ રહ્યા હતા કેમ કે હાલમાં દેશ વિવિધ સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યો છે.

May 24, 2018
modivs.jpg
1min13920
તા.23મી મે 2018ના રોજ કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર અસ્તિત્વમાં આવી તેની સાથે જ એક એવું ચિત્ર ઉભરી આવ્યું જેેને સંકેત હતો મોદી વિરુદ્ધ ઇન્ડિયન પોલિટીક્સ, 22 વર્ષ પછી ભાજપા વિરુદ્ધ સૌથી મોટું રાજકીય ગઠબંધન. આગામી વર્ષે આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા એક એન્ટી ભાજપ મહાગઠબંધનનો વિચાર મજબૂત થતો દેખાઈ રહ્યો છે. જેડીએસ-કોંગ્રેસની ગઠબંધ સરકારની ઉજવણી મનાવવા માટે લગભગ તમામ બીનભાજપી પાર્ટીઓ એક મંચ પર એકઠી થઈ હતી.
કર્ણાટકમાં ભાજપ બહુમતીની નજીક આવીને અટકી ગયું, પણ આ પ્રદર્શનને કારણે કોંગ્રેસ, જેડીએસ અને બીજા વિરોધીઓને એક થવાનો મોકો મળ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સાફ થઈ ગયું છે કે હજુ મોદી લહેર અકબંધ છે અને અમિત શાહે ભાજપને ચૂંટણી મશીનમાં બદલી નાખ્યું છે, જે એવી જગ્યાઓ પર પણ સારું પ્રદર્શન કરે છે જ્યાં સ્થિતિ વિરુદ્ધમાં હોય. ભાજપને રોકવા માટે બેચેન કોંગ્રેસ તાત્કાલિક કુમારસ્વામીને સમર્થન આપવા માટે આગળ આવી ગઈ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ તેમને સખત વિરોધી સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને કેરળના મુખ્યમંત્રી પી વિજયન સાથે મંચ શેર કર્યું.
યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિરોધી દળોની એકતા માટે મહત્વની ભૂમિકા ભજવી. ભગવાને રોકવા માટે આવો પડકાર 2004માં સોનિયા સામે હતો. ચૂંટણી પરિણામ આવતા પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે જેડીએસના જૂના સાથી અને પૂર્વ પીએમ એચડી દેવેગૌડાને ફોન કરવામાં જરા પણ મોડું ન કર્યું. કોંગ્રેસે દેવેગૌડાના દીકરા કુમારસ્વામીને ખુલ્લી ઓફર આપી દીધી. સોનિયા ગાંધી સ્ટેજ પર લાલુ પ્રસાદ યાદવના દીકરા તેમના ઉત્તરાધિકારી મનાતા તેજસ્વી યાદવ સહિત અન્ય નેતાઓને આત્મીયતા સાથે મળ્યા. પણ માયાવતીની સાથે તેમની મુલાકાતે વધારે ધ્યાન ખેંચ્યું. આ દરમિયાન બીએસપી સુપ્રીમોએ પણ ગઠબંધન અંગે ઉષ્મા દર્શાવી.
માત્ર ઓડિશાના સીએમ નવીન પટનાયક અને તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ (KCR) જ આ શપથ ગ્રહણ સમારોહથી દૂર રહ્યા હતા. જોકે, કેસીઆરે મંગળવારે એચડી કુમારસ્વામી અને તેમના પિતા એચડી દેવેગૌડા સાથે મુલાકાત કરી હતી. મોટાભાગની બીનભાજપી પાર્ટીના નેતાઓએ કર્ણાટકમાં ભગવા સાશનને રોકવામાં સફળ રહ્યા તે આ સમારોહમાં જોવા મ‌ળ્યા હતા. મુખ્યમંત્રી કુમારસ્વામી અને ડેપ્યુટી સી.એમ જી પરમેશ્વરે ભવ્ય વિધાનસભાના લોનમાં શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમિયાન સમર્થકોની સાથે મંચ પર મોટી સંખ્યાવાળું ઝુંડ દેખાયું હતું. તેમાં મોટી ભાગના પીએમ મોદીના બીજા કાર્યકાળને રોકવાની પ્રબળ ઈચ્છાની સમાનતા દેખાઈ રહી હતી.
May 22, 2018
modi-meets-muslims-2.jpg
1min16070
દેશમાં પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાને સોશિયલ મીડિયા ટ્વિટર પર ઉર્દૂમાં ટ્વિટ કરીને લોકોને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથેના વીડિયોમાં પીએમ મોદી રમઝાનના મહત્ત્વને સમજાવતા પણ સાંભળી શકાય છે. જો કે, પીએમ મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું હતું. અનેક લોકોએ પીએમ મોદીએ ઉર્દૂમાં ટ્વિટ કર્યુ તેનો વિરોધ કર્યો હતો, જેમાં કટ્ટરવાદ પણ જોવા મળ્યો હતો. પીએમ મોદીને ટ્રોલ કરતા કેટલાકે લખ્યું હતું કે મુસ્લિમ મતો ભૂલી જાઓ, હિન્દુ મતો પણ તમને મળવાના નથી.
આ ઉપરાંત અન્ય મધુર નામની વ્યક્તિએ ટ્રોલ કરતા લખ્યું હતું, ‘ઓ સેક્યુલર મોદીજી થોડા કંટ્રોલ કરો. નોટા ભી હરા સકતા હૈ આપકો, મુસ્લિમ વોટ દેગા નહીં, હિન્દુ સે મિલેગા નહીં, તો ક્યા કરોગે?’ આ ઉપરાંત અભિષેક હિન્દુ દ્વારા કરાયેલા ટ્વિટમાં લખાયું હતું, હું ભાજપનો કર્મઠ કાર્યકર્તા હોવાના નાતે આપને નિવેદન કરૂં છું કે મુસ્લિમો પર વધુ ધ્યાન ન આપો. એ ક્યારેય ભાજપના થશે નહીં, તેના કારણે ક્યાંક એવું ન બને કે હિન્દુ વોટર સરકી જાય ભાજપ પાસેથી, જયશ્રી રામ, નમો નમો. જ્યારે મનજીત રાજપૂત અયોધ્યાના ટ્વિટમાં લખ્યું હતું, જી આપ કંઈ પણ કરી લો આ મુલ્લા ભાજપને ક્યારે વોટ નહીં આપે, તમે કંઈપણ કરો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
એમ પણ લખાયું કે વડાપ્રધાન કોઈપણ ભાષામાં ટ્વિટ કરી શકે છે અને તેઓ કોઈપણ સમુદાયના લોકોને શુભેચ્છાઓ પાઠવી શકે છે. ઊર્દૂ ભારતની ૨૨ અધિકૃત ભાષાઓમાંની એક છે ત્યારે અહીં ઉર્દૂને માત્ર મુસ્લિમોની ભાષા ગણવી એ અયોગ્ય છે. અન્ય ટ્રોલ એટેકમાં મોદીના ટ્વિટ અંગે લખાયું હતું કે શા માટે મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ ન કર્યું, શા માટે મુસ્લિમો ‘જય શ્રી રામ’ કહેતા નથી. મનીન્દર સિંહ ચીમાના એક ટ્વિટમાં લખાયું હતું કે મોદીજી આપ રમઝાન પર ઉર્દૂમાં તો લખી રહ્યા છો પણ આજ સુધી કોઈ મુસ્લિમે જય શ્રી રામ પણ કહ્યું નથી. શું આ જ ભાઈચારો છે દેશનો. પીએમ મોદીના ટ્વિટને ટ્રોલ કરનારા લોકોમાં મોદી તરફી અને મોદી વિરોધી બંને લોકો હતા જેઓ આમને સામને ટ્રોલ એટેક પર ઉતરી ગયા હતા. એક સમયે એકબીજા સામે અપશબ્દોનો પણ ઉપયોગ થવા લાગ્યો હતો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું