CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 50 of 53 - CIA Live

August 28, 2018
sharad.jpeg
1min9720

એનસીપીના ચીફ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે જણાવ્યું હતું કે આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જો મહાગઠબંધન થશે તો જે પક્ષ વધારે બેઠકો જીતશે, તે વડા પ્રધાનપદનો હકદાર બનશે. તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ આ પદ માટે મહત્ત્વાકાંક્ષી નથી. એક વાર ચૂંટણી જીત્યા બાદ સાથે બેસી વડા પ્રધાનપદ અંગે ચર્ચા કરી શકાય, પરંતુ પહેલા ભાજપને સત્તા પરથી ફેંકવાની ઈચ્છા છે. પક્ષના નેતાઓ સાથે તેમણે બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે ૨૦૦૪ની ચૂંટણીમાં યુપીએએ એનડીએને હરાવી હતી. હું દરેક રાજ્યમાં જવાની કોશિશ કરીશ અને બિનભાજપી પ્રાદેશિક પક્ષોને સાથે જોડાવા જણાવીશ.

પવારે સનાતન સંસ્થા અંગે જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થા ખોટા માર્ગે જઈ કામ કરતી હોય તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે બુદ્ધિજીવીઓની હત્યા થઈ હતી તે ધર્મ નિરપેક્ષતા પરનો હુમલો હતો.

August 27, 2018
socialmedia1-900px.jpg
1min13710

માહિતી તંત્રજ્ઞાન ક્ષેત્રના પ્રધાન રવિશંકર પ્રસાદે આર્જેન્ટિનાના સલાટા ખાતે ‘જી-૨૦ ડિજિટલ ઇકૉનૉમી મિનિસ્ટરિયલ મિટિંગ’માં જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને સોશિયલ મીડિયાના દુરુપયોગથી હાનિ પહોંચાડવા નહિ દેવાય.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને માઠી અસર પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના ડેટાનો દુરુપયોગ કરવા નહિ દેવાય અને તે કરનારા લોકોને સજા કરાશે.

સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ફેસબુક પરની ભારતીયોની અંગત માહિતી ગેરકાયદે મેળવનારી બ્રિટિશ રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સામે તાજેતરમાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પ્રસાદે ‘જી-૨૦’ના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફૉર્મ્સ દ્વારા થતી આવકનો અમુક હિસ્સો અન્ય ઘણી બજારોમાં ફરી રોકવો જરૂરી છે. સરહદ પાર કરાતા વ્યાપાર અને વાણિજ્ય માટે સાયબર વિશ્ર્વ અમર્યાદિત તક પૂરી પાડે છે. સલામત અને સુરક્ષિત સાયબરસ્પેસ વૈશ્ર્વિક અર્થતંત્ર માટે ડિજિટલ ટ્રાન્સફૉર્મેશનના અનેક લાભ પૂરા પાડે છે. ભારત સરકાર સાયબર ક્રાઇમને નાથવા વિવિધ પગલાં લઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં ૪૫ કરોડ

સ્માર્ટફૉન સહિત ૧.૨૧ અબજ મૉબાઇલ ફૉન છે અને ઇન્ટરનેટ તેમ જ બ્રૉડબેન્ડનો ઉપયોગ અંદાજે પચાસ કરોડ લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત, બાયોમેટ્રિક આઇડેન્ટિફાયર ‘આધાર’ અને કૉમન સર્વિસીસ સેન્ટર્સ જેવા કાર્યક્રમથી દેશની ડિજિટલ શક્તિ ઘણી વધી છે.

August 24, 2018
senior.jpg
1min11450

ભારતીય રેલવેમાં રિઝર્વેશન ટિકિટ માટે વિવિધ ક્વૉટા ફાળવવામાં આવ્યા છે અને સિનિયર સિટીઝન ક્વૉટા હેઠળ તેમને લૉઅર બર્થ ફાળવવાનું જરૂરી છે. આ ક્વૉટા હેઠળ એકલા પ્રવાસ કરનાર સિનિયર સિટીઝનને ટિકિટ ફાળવવામાં આવે, પરંતુ ખરા અર્થમાં સિનિયર સિટીઝન પ્રવાસીને આ લૉઅર બર્થ ક્વૉટાનો લાભ મળતો નથી અને એજન્ટ જ આ લૉઅર બર્થની સીટ ઈને કાળા બજાર કરતાં હોવાનો પ્રવાસી સંગઠને દાવો કર્યો હતો.

લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે જ્યારે સિનિયર સિટીઝનને જ લૉઅર બર્થ ન મળે ત્યારે જેટલી કફોડી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિક મૂકાય છે એટલી જ કફોડી સ્થિતિ તેમના પરિવારની પણ હોય છે. હાલમાં મુંબઈનો જ એક પરિવાર આવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. આ બધા વચ્ચે પણ આઘાતજનક વાત તો એ છે કે દસ દિવસ પહેલાં જે મુંબઈ-રાજકોટ દુરંતો ઍક્સ્પ્રેસમાં આ પરિવારને તેમની સાથે સિનિયર સિટીઝન હોવા છતાં લોઅર બર્થ ફાળવવામાં આવી નહોતી એ જ ટ્રેનમાં છ દિવસ પહેલાં એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવનાર પરિવારને લૉઅર બર્થ સીટ ફાળવવામાં આવી છે.

આ અંગે આઈઆરસીટીસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ટ્રેનમાં લૉઅરબર્થ સીટ ક્વૉટા હોય છે. આ ક્વૉટામાં એકલા પ્રવાસ કરનારા સિનિયર સિટીઝનને સીટ મળતી નથી, પણ એમાં એકલી પ્રવાસ કરનાર ૪૫ વર્ષની ઉપરની મહિલા કે ગર્ભવતી મહિલા કે પછી દિવ્યાંગ પ્રવાસીને નીચેની સીટ ફાળવવામાં આવે છે. ઉપરાંત જે પ્રવાસી એડવાન્સમાં આઈઆરસીટીસી પરથી સિનિયર સિટીઝન ક્વૉટામાં ટિકિટ બુક કરાવે છે ત્યારે તેમને લૉઅર બર્થ ફાળવવામાં આવે છે, પણ જ્યારે પ્રવાસી ગ્રુપમાં સીટ બુક કરાવે છે અને એ વખતે તેમની સાથે સિનિયર સિટીઝન પ્રવાસી હોય અને તેઓ સિનિયર સિટીઝન ક્વૉટા પર ક્લિક ન કરે ત્યારે તેમને જનરલ ક્વૉટામાં ટિકિટ ફાળવવામાં આવે છે.

કાઉન્ટર પરથી જ્યારે સિનિયર સિટીઝન પ્રવાસી ટિકિટ બુક કરે છે ત્યારે ફોર્મમાં સિનિયર સિટીઝન ક્વૉટાની કૉલમ હોય છે, જેના પર પ્રવાસીએ ટિક માર્ક કરવાનું હોય છે, જેથી તેમને રેલવે લોઅર બર્થ ક્વૉટામાં ટિકિટ ફાળવે છે.

જે પ્રવાસી દસ દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ બુક કરાવે તેને લોઅર બર્થ નથી ફાળવવામાં આવતી અને ત્યાર બાદ એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવનાર પ્રવાસીને લૉઅર બર્થ ક્વૉટામાં ટિકિટ ફાળવવામાં આવે તો આમાં ભૂલ કોની? દસ દિવસ પહેલાં ટિકિટ બુક કરાવનાર પ્રવાસીની કે પછી એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવનારા પ્રવાસીની?

રેલવેએ પોતે જ એવી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે જેમાં ૬૦ વર્ષની ઉંમરના પ્રવાસીઓને ઑટોમેટિકલી લૉઅર બર્થ સીટ મળી જાય.

August 23, 2018
vasundhra_750_1534868510_618x347.jpeg
1min5600
રાજસ્થાનમાં હાલ મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા કાઢવામાં આવી રહેલી ગૌરવ યાત્રામાં લખલૂંટ અને બેફામ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા સંદર્ભે રાજસ્થાન હાઈકોર્ટમાં એક રીટ પીટીશન થઇ છે. જેમાં અરજી કરનારે આરોપ લગાવ્યો હતો કે, વસુંધરા રાજેની યાત્રામાં સરકારી મશીનરીનો દુરપયોગ કરવામાં આવ્યો છે.
જેના અનુસંધાને રાજસ્થાન હાઈકોર્ટે ભાજપના પ્રદેશ પ્રમુખ મંડળ લાલ સૈનીને પાર્ટી તરફથી કરાયેલી ખર્ચ અંગે સોગંદનામું દાખલ કરવા આદેશ કર્યો હતો.
ભાજપ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની ૪ ઓગષ્ટથી ૧૦ ઓગષ્ટ દરમિયાન યોજાયેલી ગૌરવ યાત્રા માટે રૂપિયા એક કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાની વિગતો સાંપટી છે. પ્રથમ તબક્કાની ગૌરવયાત્રામાં ઉદયપુર-મેવાડ ક્ષેત્રની ૨૩ વિધાનસભા બેઠકમાં પ્રચાર કર્યો હતો. ગોરવયાત્રામાં વસુંધરા રાજેના રથના બ્રાંડિગ માટે ૧.૭૫ લાખ ખર્ચ્યા, ઇંધણના રૂ. ૧.૪૦ લાખ  તેમજ  અન્ય પરચૂરણ ખર્ચ્યા હતાં. જોકે, મીડિયા અહેવાલ અનુસાર ભાજપે ગૌરવ યાત્રા માટે ૧.૧૦ કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં ૪૧.૩૦ લાખ રૂપિયા ટેન્ટ હાઉસ, ૩૮.૯૮ લાખ રૂપિયા પબ્લિસિટી, જેમાં બેનર્સ અને કટઆઉટ સામેલ છે અને ૨૫.૯૯ લાખ રૂપિયા જાહેરાતનો ખર્ચ થયો. ભાજપા પ્રદેશ એકમે જણાવ્યું કે, ૧૬ હજાર રુપિયા પેન ડ્રાઈવ માટે ખર્ચવામાં આવ્યા, એનો ઉપયોગ વસુંધરા રાજેની ગૌરવ યાત્રા દરમિયાન ગીત વગાડવા માટે થયો.
જ્યારે, ૩,૫૦,૦૦૦નો ખર્ચ ગીત કમ્પોઝ કરવા માટે થયો. માસ્ક માટે ૨૦ હજાર અને ભગવા-લીલા રંગના મફલર માટે ૬૩ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. પાર્ટીએ સ્ટીકલ માટે ૨૬ હજાર, ઝંડા માટે ૧.૧૭ લાખ રૂપિયા સહિતનો ખર્ચ કર્યો હતો. ભાજપે હાઈકોર્ટમાં સોગંધનામું કરીને કહ્યું કે, ગૌરવયાત્રાનો ખર્ચ પાર્ટી એકમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
August 22, 2018
guru.jpg
1min701
ગુજરાત કોંગ્રેસના માજી પ્રભારી અને મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુરુદાસ કામતનું બુધવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 63 વર્ષની ઉંમરે તેમનું દિલ્હીની એક હોસ્પિટલમાં હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. ગુરુદાસ કામત અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને કોંગ્રેસના કાર્યકારી સમિતિના સભ્ય હતા. તેઓ ઉત્તર-પશ્ચિમ મુંબઈથી 2009થી 2014 સુધી સાંસદ પણ રહી ચૂક્યા હતા.
તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એપ્રિલ મહિનામાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને એઆઈસીસીના મહાસચિવ ગુરુદાસ કામતે તેમના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. કામતે એક નિવેદનમાં રાજકારણથી સેવાનિવૃત્તિ પર નિશાન સાધતા કહ્યું હતું કે, “હું છેલ્લા અઠવાડિયે બુધવારે (19 એપ્રિલ)ના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યો હતો અને તમામ જવાબદારીથી મુક્ત થવાની વાત મેં તેમને કરી હતી.” કામતે કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને ત્રણ ફેબ્રુઆરીના રોજ વિનંતી કરી હતી કે તેઓ મને તમામ જવાબદારીમાંથી મુક્ત કરે. તે જ દિવસે મુંબઇ નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થઇ હતી, અને 21મી ફેબ્રુઆરીએ તેમણે ફરી આ અંગે વિનંતી કરી હતી.
August 21, 2018
yog.jpg
1min5240

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને 2007માં તેમણે આપેલું ઉશ્કેરણીજનક ભાષણ હવે ભારી પડી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટે એવા સંકેત આપ્યા છે કે તેમની સામે ખટલો કેમ નહીં ચલાવવો

૨૦૦૭માં ગોરખપુરમાં એક કથિત હેટ સ્પીચ (નફરતભર્યું પ્રવચન) આપવા બદલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કેસ કેમ ન ચલાવવા જોઇએ તેવો સવાલ કરીને સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયામાં રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે. યોગી ત્યારે ગોરખપુરમાંથી સાંસદ હતા અને તેમણે ભડકાઉ ભાષણો કર્યાનો આક્ષેપ છે. આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા પછી કરાશે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે રાજ્ય સરકાર અને ગોરખપુરના કલેક્ટરને નોટિસ જારી કરી છે. અગાઉ અલ્હાબાદ હાઇકોર્ટે મુખ્યમંત્રી સામે કાનૂની કાર્યવાહી કરવાની અરજી ફગાવી દીધી હતી. એ પછી પિટીશનર રશીદ ખાને તેને સુપ્રીમમાં પડકારી છે.

યુપી સરકારે ૨૦૧૭માં મુખ્યમંત્રી સામે કામ ચલાવવા માટે જરૂરી મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જાન્યુઆરી ૨૦૦૭માં આદિત્યનાથે કથિત રીતે ગોરખપુર રેલવે સ્ટેશનની બહાર એક પ્રવચન આપ્યું હતું. જેને કોમી હિંસા ભડકાવનારું ગણવામાં આવ્યું હતું. તેમના સ્પીચને પગલે પૂર્વી ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી.

August 19, 2018
mani.jpg
1min5760

હંમેશા વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા મણિશંકર અય્યરની કોંગ્રેસમાં ફરીથી વાપસી થઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મણિશંકર અય્યરનું સસ્પેનશન તત્કાલિક રીતે રદ કર્યું છે. ગત વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમ્ન કક્ષાનાં માણસ ગણાવ્યા હતા. અય્યરની આ ટિપ્પણીને લીધે પાર્ટીએ તેમને બેમુદતી સસ્પેન્ડ કર્યા હતા.

કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાર્ટીની કેન્દ્રીય અનુશાસન સમિતિની મંજૂરીથી રાહુલ ગાંધીએ પાર્ટીનાં પ્રાથમિક સભ્યપદેથી અય્યરનું સસ્પેનશન રદ કરી દીધું છે.

August 17, 2018
712649-atal-bihari-vajpayee-1.jpg
1min10620

 

1942 : ભારત છોડો ચળવળમાં જોડાયા, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલવાસ.

1951 : અગાઉના જનસંઘના સ્થાપક-સભ્ય.

1957 : જનસંઘના નેતા બન્યા, 1957માં લોકસભામાં ચૂંટાયા.

1962 : રાજ્યસભામાં ચૂંટાયા.

1968 : ભારતીય જનસંઘના પ્રમુખ (1968-1973)

1975 : કટોકટી દરમિયાન ઘરમાં નજર કેદ રખાયા.

1977 : પ્રથમ બિન કૉંગ્રેસી વિદેશ પ્રધાન બન્યા.

1979 : સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રથમવાર હિન્દીમાં યાદગાર ભાષણ.

શ્યામા પ્રસાદ મુખરજીના મૃત્યુએ પત્રકાર વાજપેયીને રાજકારણી બનાવ્યા

દેશના મહાન વડા પ્રધાનોમાંના એક અને દિગ્ગજ રાજનેતા અટલ બિહારી વાજપેયી એક સફળ પત્રકાર પણ હતા. પોતાની કરિયરના પ્રારંભિક તબક્કામાં વાજપેયી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પત્રકાર હતા. અટલજીના રાજકારણમાં પ્રવેશવા પાછળ એક પ્રેરણાદાયક ઘટના છે.

એક સ્કૂલ ટીચરના ઘરે જન્મેલા વાજપેયીએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પત્રકારત્વમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન જેવાં અખબારો-મૅગેઝિનોનું સંપાદન કર્યું. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા અને આ સંગઠનની વિચારધારાની અસરને કારણે જ તેમનામાં દેશ માટે કંઈ કરી છૂટવાની, સામાજિક કાર્ય કરવાની ભાવના પ્રબળ બની હતી. આના માટે પત્રકારત્વ યોગ્ય માર્ગ જણાતાં તેઓ પત્રકાર બની ગયા.

વાજપેયીના પત્રકારમાંથી રાજકારણી બનવા પાછળ એક મહત્ત્વની ઘટના કારણભૂત હોવાનું કહેવાય છે. આ સંદર્ભે ખુદ વાજપેયીએ તેમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.

ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી રહ્યા હતા. 1953માં ભારતીય જનસંઘના નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાના વિરોધમાં હતા. જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલી પરમિટ સિસ્ટમનો વિરોધ કરવા ડૉ. મુખરજી શ્રીનગર ગયા. પરમિટ સિસ્ટમ અનુસાર કોઈ પણ ભારતીયને જમ્મુ-કાશ્મીરમાં વસવાની મંજૂરી નહોતી. એટલું જ નહીં, બીજા રાજ્યની કોઈ પણ વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરમાં જવા માટે સાથે ઓળખપત્ર રાખવાનું ફરજિયાત હતું. આનો વિરોધ કરી રહેલા ડૉ. મુખરજી પરમિટ સિસ્ટમ તોડી શ્રીનગર પહોંચી ગયા.

આ ઘટનાને કવર કરવા પત્રકાર તરીકે વાજપેયી પણ તેમની સાથે ગયા હતા. ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે હું તેમની સાથે હતો, પરંતુ તેમની ધરપકડ બાદ અમેે બધા પાછા આવી ગયા હતા. ડૉ. મુખરજીએ મને કહ્યું કે વાજપેયી, જાઓ અને દુનિયાને જાણ કરો કે હું કાશ્મીરમાં આવ્યો છું, એય કોઈ પરમિટ વગર.

આ ઘટનાના થોડા દિવસ બાદ જ નજરકેદમાં રહેલા ડૉ. મુખરજીનું બીમારીને કારણે નિધન થયું હતું. આ ઘટનાની વાજપેયી પર ખાસ્સી અસર થઈ. તેમને લાગ્યું કે ડૉ. મુખરજીના કામને આગળ ધપાવવું જોઈએ. પરિણામે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1957માં તેઓ પહેલી વાર સંસદસભ્ય બની લોકસભા પહોંચ્યા હતા.

1980 : પ્રમુખ, ભાજપ (1980-1986)

1984 : પોતાના વતન ગ્વાલિયરમાંથી લોકસભાની ચૂંટણીમાં હાર.

1992 : પદ્મવિભૂષણ ખિતાબની નવાજેશ.

1994 : લોકમાન્ય ટિળક પુરસ્કાર અને પંડિત ગોવિંદ વલ્લભ પંત એવૉર્ડ (શ્રેષ્ઠ સંસદસભ્ય)

1996 : વડા પ્રધાન બન્યા પણ તેમની સરકાર માત્ર 13 દિવસ રહી.

1998 : એનડીએ સત્તા પર આવતાં બીજી વાર વડા પ્રધાન બન્યા.

1998 : તેમની સરકારે મે, 1998માં પોખરણમાં સફળ અણુપરીક્ષણ કર્યું.

1999 : ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન સુધી બસ સેવા શરૂ કરી તેમના આપ્રયાસને બં દેશ વચ્ચેની પડતર સમસ્યાના નિરાકરણ માટે વાટાઘાટના નવા યુગના મંડાણ તરીકે વ્યાપક આવકાર મળ્યો.

ભારતે કારગિલ યુદ્ધ જીત્યું. ભારતની ધરતી પરથી ઘૂસણખોરોની પીછે હઠ કરવાની પરિસ્થિતિ ઊભી કરવાના સફળ પ્રયાસ બદલ સરાહના.

1999માં: 13 ઍપ્રિલે તેમની સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવતાં રાજીનામું આપ્યું.

1999માં: તેમના પક્ષ અને યુતિ પક્ષને ફરી સત્તા મળતાં 13 ઑક્ટોબરે ત્રીજીવાર વડા પ્રધાનના હોદ્દે શપથ લીધા.

2001 : આગ્રા શિખર પરિષદમાં મુશર્રફ સાથેની મંત્રણા પડી ભાંગી.

2002 : પહેલીવાર સંસદના સંયુકત સત્ર બોલાવ્યા.

2004 : તેમનો પક્ષ ચૂંટણીમાં હાર્યો.

2005 : રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત.

ડિસેમ્બર 25, 2014માં વાજપેયીના 90મા જન્મદિને ‘સુસાશન દિન’ તરીકે ઉજવણી કરાઈ.

માર્ચ 27, 2015- દેશના સર્વોચ્ચ ખિતાબ ભારત રત્નની નવાજેશ.

August 15, 2018
dmkstalin.jpg
1min4820

એમ કરૂણાનિધિના અવસાનને કારણે ડીએમકેના સુકાનની વારસાઇ માટે તેમના પુત્રો વચ્ચેની લડાઇમાં સ્ટાલિન મેદાન મારી ગયા છે. પક્ષના મોટાભાગના હોદેદારોએ તેમને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે તેઓ ટૂંકમાં જ પક્ષની આગેવાની સંભાળશે.

કરૂણાનિધિના લાંબાસમયના સહયોગી અને પક્ષના પ્રિન્સીપાલ સેક્રેટરી દુરાઇમુરુગને જણાવ્યું હતું કે સ્ટાલિન પાસે પાર્ટીનું સુકાન સંભાળવાના તમામ કૌશલ્ય છે. સ્ટાલિનને થલાપતિ (કમાંડર) તરીકે સંબોધતાં સીનિયર લીડરે કહ્યું હતું કે ‘ડીયર થલાપતિ તમે ટૂંકમાં જ ડીએમકે પ્રમુખ બનવા જઇ રહ્યા છો, અમે તમારા આદેશોનું પાલન કરવા સજ્જ છીએ. અમારી આગેવાની લો.’

ઉલ્લેખનીય છે કે ટૂંકમાં ડીએમકેમાંથી હકાલપટ્ટી કરી દેવાયેલા કરૂણાનિધિના પુત્ર એમ કે અલાગિરીને દાવો ક્યો હતો કે તેમના પિતાના સાચા સમર્થકો તેમની સાથે છે. તેમના આ નિવેદન બાદ પક્ષમાં વારસાનો મુદો ઊભો થયો હતો.

August 14, 2018
kejri.jpeg
1min7900

દિલ્હી પોલીસે ફેબ્રુઆરીમાં રાજ્યના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ પર થયેલા કહેવાતા હુમલાની ચાર્જશીટ ગઈ કાલે કોર્ટમાં દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિત ૧૧ વિધાનસભ્યોનાં નામનો આરોપીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઍડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ બાબતની સુનાવણી ૨૫ ઑગસ્ટે કરવામાં આવશે.

દિલ્હી પોલીસે ૧૮ મેએ સંબંધિત હુમલા બાબતે લગભગ ત્રણ કલાક માટે કેજરીવાલની પૂછપરછ કરી હતી. ૧૯ ફેબ્રુઆરીએ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર એક મીટિંગ દરમ્યાન પ્રકાશ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાની ઘટના બની એ સમયે મુખ્ય પ્રધાન કેજરીવાલ હાજર હતા.

પોલીસે કેજરીવાલના ઘરે મીટિંગ માટે હાજર રહેલા તમામ ૧૧ વિધાનસભ્યોની પૂછપરછ કરી છે. આ સંદર્ભે પાર્ટીના બે વિધાનસભ્ય અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી છે.

ચીફ સેક્રેટરી પર કરવામાં આવેલા આ કહેવાતા હુમલાને પગલે દિલ્હી સરકાર અને એના અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ છેડાયું હતું.