CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 47 of 53 - CIA Live

November 10, 2018
mizo.jpg
1min10840
જયેશ બ્રહ્મભટ્ટ
તાજેતરમાં સીબીઆઈના બે આઇ.પી.એસ. ઓફિસર આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના વૉરને કારણે સુપ્રીમ કોર્ટે બન્નેને તેમના પદ પરથી થોડા સમય માટે દૂર કરી દીધા છે, આ બન્નેમાં એક અધિકારી ગુજરાત કેડરના છે.
આ પ્રકારનો જ એક કિસ્સો બે આઇ.એ.એસ. કક્ષાના અધિકારીઓ વચ્ચે બન્યો છે. મિઝોરમમાં હાલ યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણીમાં મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી (હોમ) એલ. ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે એવી ફરીયાદ મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારીએ કરી હતી. જેને પગલે એલ.ચૂઆંગોના હટાવી દેવાયા હતા. બાદમાં ચૂંટણી પંચે મિઝોરમના ચૂંટણી અધિકારીને પણ હટાવી દીધા છે. આ કેસમાં પણ એક આઇ.એ.એસ. અધિકારી એલ. ચૂઆંગો ગુજરાત કેડરના છે. એલ. ચૂઆંગોએ ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદી જગ્યાઓ પર ફરજ અદા કરી ચૂક્યા છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેઓ ડેપ્યુટી કમિશનર તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે.
ગુજરાત કેડરના આઇ.એ.એસ. એલ. ચૂઆંગોને કારણે મિઝોરમ વિધાનસભાની ચૂંટણી કરાવી રહેલા વહીવટીતંત્રમાં મસમોટી ઉથલપાથલ થવા પામી છે. હાલમાં મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા ગુજરાત કેડરના આઇ.એ.એસ. અધિકારી એલ. ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યાની ફરીયાદ કરીને મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. બી. શશાંકે તેમને પદ પરથી હટાવ્યા બાદ શરૂ થયેલા રાજકારણએ ખુદ મિઝોરમના ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકનો પણ ભોગ લીધો હતો. દેશના ચૂંટણી પંચે તેમને પણ તાત્કાલિક હટાવી દીધા છે.
( ગુજરાત કેડરના સનદી અધિકારી એલ. ચૂઆંગો કે જેમને પહેલા મિઝોરમના પ્રિન્સીપાલ સેક્રેટરી (હોમ) પદેથી હટાવવામાં આવ્યા તેમની તસ્વીર)
ચૂંટણી કમિશને મિઝોરમ રાજ્યના પ્રધાન સચિવ (ગૃહ) લલનુનમાવિયા ચૂઆંગોને હટાવી દેવામા આવ્યા ત્યારબાદ એનજીઓ કોર્ડિનેશન કમિટીએ શશાંકને હટાવવાની માંગ કરી. મીડિયાના એક વર્ગે જણાવ્યું કે શશાંકે ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી હતી કે ચૂઆંગો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી લલથનહવલાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે, લોકોનો મુખ્ય ચૂંટણી અધિકારી એસ બી શશાંક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે તો 2018 વિધાનસભાના સારા સંચાલન માટે એકમાત્ર સમાધાન, સીઈઓ એસબી શશાંકને તત્કાલિક પદથી હટાવવાનું રહેશે.
( ગુજરાત કેડરના સનદી અધિકારી એલ. ચૂઆંગો હટાવાની ફરીયાદ કરનાર મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકને પણ તેમના પદ પરથી હટાવી દેવાયા. એસ.બી. શશાંકની તસ્વીર)
ચૂંટણી આયોગે મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસબી શશાંકને હટાવવાનો નિર્ણય કર્યો છે. મિઝોરમમાં લાંબા સમયથી શશાંકને હટાવવાની માંગ ચાલી રહી હતી.
ચૂંટણી કમિશન અધિકારીને હટાવવાની માંગ વચ્ચે ચૂંટણી ઉપાયુક્તની ટીમ તપાસ માટે મિઝોરમ પહોંચી હતી. તેમના રિપોર્ટ બાદ આયોગે ચૂંટણી અધિકારીને બદલવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ચૂંટણી આયોગે નવા મુખ્ય ચૂંટણી અધિકારી માટે મિઝોરમના મુખ્ય સચિવે નવી પેનલની માંગ કરી છે.
40 સીટોવાળી મિઝોરમ વિધાનસભા માટે આ મહિને 28 તારીખે મતદાન થવા જઇ રહ્યું છે. 28 નવેમ્બરે જ મધ્યપ્રદેશમાં પણ વોટ નાંખવામા આવશે. મિઝોરમ સહિત પાંચ ચૂંટણી રાજ્યોમાં મત ગણતરી 11 ડિસેમ્બરે થવાની છે.
November 9, 2018
CR1.jpg
1min42900

ભારતીય જનતા પાર્ટી માટે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલ ઇલેક્શન સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. બિહાર, કર્ણાટક બાદ હવે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ સી.આર. પાટીલને મધ્યપ્રદેશમાં ઇન્દોર ક્ષેત્રમાં આવતી લોકસભાની 16 બેઠકો પર પ્રચાર પ્રસારની જવાબદારી સાથે પ્રભારી બનાવ્યા છે. એક વખત સી.આર. પાટીલ આ ક્ષેત્રની મુલાકાત લઇ આવ્યા છે અને હવે આગામી સપ્તાહમાં પોતાની ટીમ સાથે મધ્યપ્રદેશમાં તેમને સોંપાયેલી કામગીરી કરવા માટે પ્રયાણ કરશે.

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલને મધ્ય પ્રદેશમાં કઇ કઇ બેઠકો પર પ્રચાર-પ્રસાર, ઇલેકશન વ્યૂહરચના ગોઠવણ માટે પ્રભારી બનાવવામાં આવ્યા છે તેની યાદી અત્રે પ્રસ્તુત છે.

સી.આર. પાટીલને ઇન્દોર ક્ષેત્રમાં આવતા બડવાની જિલ્લાની કુલ ચાર વિધાનસભા બેઠકો, ખંડવા જિલ્લામાં આવતી કુલ 4 વિધાનસભા બેઠકો, બુહરાનપુર જિલ્લામાં આવતી કુલ 2 બેઠકો અને ખરગોણ જિલ્લામાં આવતી કુલ 6 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય બીજીપી કાર્યકારણની બેઠકમાં તેમને આ ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલને ઇલેકશન સ્પેશ્યલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કેમકે તેઓ કપરા સંજોગોમાં ભાજપાના ઉમેદવારો કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને એ રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ ભાજપા ક્યારેય જીત્યું ન હતું એવા ક્ષેત્રની વિધાનસભા બેઠકોની જવાબદારી ઉપાડીને સી.આર. પાટીલે ભાજપાના ઉમેદવારો વિજયી બને તે માટેનું નેટવર્ક ગોઠવ્યું હતું અને તેનું સાનૂકુળ પરીણામ આવતા ભાજપાએ તેમને ઇલેકશન સ્ટ્રેટેજી મેકર નેતાઓની યાદીમાં મૂક્યા છે. કોઇપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમનો સેન્સ લેવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશમાં તેમને સોંપવામાં આવેલી કામગીરીના પહેલા દૌરમાં તેઓ એક વખત જઇ આવ્યા છે હવે આગામી સપ્તાહે સુરતથી પોતાની ટીમ સાથે ઇન્દૌર ક્ષેત્રમાં જશે અને ત્યાં બીજેપીના ઉમેદવારોના જીતાડવા માટે વ્યૂહરચના અનુસાર કામગીરી સંભાળશે એમ જાણવા મળે છે.

November 9, 2018
modi.jpg
1min7060

વડાપ્રધાન મોદીની પ્રથમ ચૂંટણી રેલી છત્તીસગઢના જગદાલપુરમાં યોજાશે. બિલાસપુર અને રાયગઢમાં 12 નવેમ્બરના રોજ વડાપ્રધાન ચૂંટણી યોજશે, જ્યારે 16મી નવેમ્બરના રોજ અંબિકાપુર અને મહાસમુંદમાં 18મી તારીખે મહાસભામાં સંબોધિત કરશે.

છત્તીસગઢમાં વડાપ્રધાન મોદી પાંચ રેલી યોજશે. વડાપ્રધાન મોદી 23મી નવેમ્બરના રોજ રાજસ્થાનના અલવરથી રેલીની શરૂઆત કરશે. 26મી નવેમ્બરે જયપુર અને ભીલવાડા, જ્યારે 27 નવેમ્બરના નાગૌર અને કોટામાં રેલી યોજાશે. 28 નવેમ્બરના રોજ ડુંગરપુર અને દોસા, તો બીજી તરફ 4 નવેમ્બરના રોજ હનુમાનગઢ, સિકર અને જોધપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કા હશે. બંને તબક્કામાં કુલ 1,291 ઉમેદવારો ચૂંટણી લડશે. પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારની સાત બેઠક અને રાજનાંદગાંવ જિલ્લા માટે 18 બેઠક માટે 12 નવેમ્બરે મતદાન યોજાશે. બીજા તબક્કામાં 72 બેઠકો માટે 20 તારીખે મતદાન યોજાશે.

બીજી તરફ રાજસ્થાનની વાત કરીએ તો અહીંની 200 બેઠકો માટે 7 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી થશે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવા જઇ રહ્યો છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને વસુંધરા રાજે મુખ્યમંત્રી બન્યા હતા.

November 8, 2018
mp-mansukh.jpg
1min10340

ભરૂચ લોકસભા મતક્ષેત્રનું છેલ્લા પાંચ ટર્મથી પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખ વસાવાને આગામી ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મળવાની શક્યતા નહીંવત્ હોય તેવું જાણી ગયેલા વસાવાએ સામેથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રીને આ બાબતે પત્ર લખી તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારમાં પ્રધાનપદેથી મનસુખ વસાવાને દૂર કરવામાં આવ્યા ત્યારથી તેમણે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો હોય તેમ જાહેરમાં નિવેદનો શરૂ કર્યા હતાં. કેન્દ્રમાં પોતાનો એક સાંસદ ઓછો થાય અને દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની બેઠકો ઓછી થાય એ ડરથી ભાજપે છાશવારે બળવાખોરી કરનારા સાંસદ વસાવાને સસ્પેન્ડ કરવાનું તો દૂર રહ્યું નોટિસ આપવાનું પણ ટાળ્યું હતું. આ બંને સ્થિતિઓ વચ્ચે હવે સાંસદને ટિકિટ મળવાની જ નથી ત્યારે તેમણે સામેથી પત્ર લખીને ભરૂચ બેઠક માટે અન્યને ઉમેદવાર બનાવવાનું સૂચન કરતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

November 7, 2018
kumaraswamy-yeddyurappa-1541487076.jpg
1min6890

પેટાચૂંટણીમાં લોકસભાની ત્રણમાંથી બે અને વિધાનસભાની બન્ને બેઠક જીતી : ૧૪ વર્ષથી ભાજપ ગઢ રહેલા બલ્લારીમાં પણ વિજય

કર્ણાટકમાં ત્રીજી નવેમ્બરે યોજાયેલી લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં ચાર બેઠકો કૉંગ્રેસ-JDSગઠબંધને જીતીને ભાજપને જબરદસ્ત પછડાટ આપી છે. આ ચૂંટણીમાં બલ્લારી લોકસભા મતક્ષેત્ર પર ૧૪ વર્ષથી ભાજપના અવિરત વર્ચસ્વનો અંત આવ્યો છે. મોટી સરસાઈથી વિજયને કારણે રાજ્યમાં છ મહિનાથી હાલકડોલક સ્થિતિ અનુભવતા ગઠબંધનમાં ઉત્સાહનો સંચાર થયો છે. શરૂઆતમાં મહિનાઓમાં આ ગઠબંધન સરકાર કેટલું ટકશે એ વિશે અટકળો ચાલતી હતી.

 

JDSના નેતા અને કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વ હેઠળના ગઠબંધને લોકસભાની બલ્લારી અને માંડ્યા બેઠકો અને વિધાનસભાની રામનગરા અને જામખંડી બેઠકો જીતી હતી. બૅન્ગલોર પાસેની રામનગરા બેઠક પરથી કુમારસ્વામીનાં પત્ની અનીતાનો વિજય થયો હતો. ગ્થ્ભ્ને આશ્વાસનરૂપે ફક્ત શિવમોગાની બેઠક મળી હતી. અગાઉ લોકસભાની શિવમોગા અને બલ્લારીની બેઠકો ગ્થ્ભ્હસ્તક હતી અને માંડ્યાની બેઠક પર JDSનું વર્ચસ્વ હતું. આ વખતે રામનગરની બેઠક JDSને ફાળે ગઈ છે અને જામખંડીની બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ છે. આ વખતે ખનિજસંપત્તિ માટે જાણીતા બલ્લારીમાં ગ્થ્ભ્નો શરમજનક પરાજય થયો હતો.

ભાજપના વિવાદાસ્પદ રેડ્ડી બ્રધર્સે ૨૦૦૪થી બલ્લારીની બેઠક પર વર્ચસ્વ જાળવ્યું હતું. જનતાના મિજાજનો માપદંડ ગણાતી પેટાચૂંટણીમાં વિજયથી ઉત્સાહમાં આવેલા મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને કૉંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ દિનેશ ગુંડુરાવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સાથે મળીને ગ્થ્ભ્ની સામે લડત ચલાવવાનો નર્ણિય જાહેર કર્યો હતો. કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં JDS-કૉંગ્રેસ ગઠબંધનનો ટાર્ગેટ ૨૮ તમામ બેઠકો જીતવાનો છે.

કુમારસ્વામીનો પત્ની સાથે વિધાનસભામાં પ્રવેશ ઐતિહાસિક

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને તેમનાં પત્ની અનીતાનો રાજ્ય વિધાનસભામાં લોકપ્રતિનિધિરૂપે સહિયારો પ્રવેશ ઐતિહાસિક બનશે. રામનગરા વિધાનસભા મતવિસ્તારમાંથી ગ્થ્ભ્ના ઉમેદવાર એલ. ચંદ્રશેખરને ૧.૯૦ લાખ મતોની સરસાઈથી હરાવીને કુમારસ્વામીનાં પત્ની અને JDSનાં ઉમેદવાર અનીતાએ વિક્રમરૂપ વિજય મેળવ્યો હતો. મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એચ. ડી. કુમારસ્વામીએ રામનગરા અને ચેન્નાપટના એમ બે બેઠકો પરથી ઉમેદવારી કરી હતી, પરંતુ પરિણામો આવ્યા બાદ કુમારસ્વામીએ રામનગરા બેઠક પરથી રાજીનામું આપતાં એ બેઠક ખાલી પડી હતી.

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અનીતાના હરીફ એલ. ચંદ્રશેખર થોડા જ દિવસમાં ઉમેદવારી પાછી ખેંચીને કૉંગ્રેસમાં પાછા ગયા હતા, પરંતુ ટેક્નિકલી ભાજપના ઉમેદવાર રહ્યા હતા. JDSના વિધાનસભ્ય કે. ગોપાલૈયાએ જણાવ્યું હતું કે ‘કર્ણાટક વિધાનસભાના ગૃહમાં કોઈ મુખ્ય પ્રધાનનો પત્ની સાથે પ્રવેશ જવલ્લે જ બનતી ઘટના છે. રાજ્યના ઇતિહાસમાં મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની સાથે વિધાનસભ્ય રહ્યા હોય એવું ક્યારેય બન્યું નહોતું. આ દંપતી અગાઉ પણ સાથે રાજ્ય વિધાનસભાના સભ્યપદે હતું. એ વખતે કુમારસ્વામી રામનગરા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તેમનાં પત્ની અનીતા મધુગિરિ બેઠકનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. રાજ્ય વિધાનસભામાં ભાઈઓ, પિતા-પુત્રી અને પિતા-પુત્ર સાથે વિધાનસભ્ય બન્યાના દાખલા છે; પરંતુ મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની સાથે વિધાનસભ્ય બન્યાનું આ પહેલું ઉદાહરણ છે.’

November 3, 2018
sanjay_sinh_congress.jpg
1min4930

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પત્ની સાધના સિંહના ભાઈ અને શિવરાજના સાળા એવા સંજય સિંહે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કંઠી બાંધી લેતા શિવરાજ સિંહને રાજકીય નુકસાન તો વેઠવું પડી રહ્યું છે પણ સાથોસાથ તેઓ મોટા ધરમસંકટમાં મૂકાય જવા પામ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પીસીસી ચીફ કમલ નાથ તેમજ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં સંજય સિંહ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

November 2, 2018
rahul1.jpg
1min6680

દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુ, શરદ પવાર, ફારુક અબદુલ્લા અને રાહુલનો BJPને હરાવવાનો સંકલ્પ અને લોકતંત્ર બચાઓ અભિયાન

BJPને હરાવવા માટે વિપક્ષી એકતા સાધવાનો સંકલ્પ કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ TDPના નેતા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ સાથેની ગઈ કાલની મુલાકાત વખતે જાહેર કર્યો હતો. ચંદ્રબાબુ સાથે વિપક્ષી એકતા વિશે ચર્ચા કર્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘વિરોધ પક્ષો લોકતાંત્રિક બંધારણીય સંસ્થાઓને બચાવવા માટે કાર્ય કરશે. વિરોધ પક્ષો બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ નાબૂદ કરવા અને રાફેલ ફાઇટર જેટ સોદામાં ભ્રષ્ટાચાર સહિતના મહત્વના મુદ્દા પર સાથે મળીને કામ કરશે.’

લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી એકતા માટે પ્રયત્નશીલ ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સ્પષ્ટ છે. એ ભ્રષ્ટાચારની તપાસ કરતી સંસ્થાઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ આક્રમણ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં ખરેખર શું બન્યું? એ બધા પૈસા ક્યાં ગયા અને ભ્રષ્ટાચાર કોણે કર્યો એ મુદ્દા પર હું ભાર મૂÊકું છું. રાષ્ટ્ર એ બધું જાણવા માગે છે.’

વિપક્ષી એકતાની ઉત્સુકતા દર્શાવતાં રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘અમે એક મંચ પર આવીને ભાવિ વ્યૂહ ઘડીશું. તમને ઉમેદવારો વિશે જાણવાની ઉત્સુકતા છે અને અમને રાષ્ટ્રનું હિત જાળવવામાં રુચિ છે.’

ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીને મળતાં પહેલાં નૅશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારુક અબદુલ્લા તથા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. એ ત્રણ નેતાઓએ BJP સામે લડવા અને રાષ્ટ્રના હિતનું રક્ષણ કરવાના ઉદ્દેશથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન રચવાની તૈયારીરૂપે ચર્ચા કરી હતી.

ચંદ્રબાબુ નાયડુએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘રોજબરોજ દેશની પરિસ્થિતિ વણસતી જાય છે. આ મહાન રાષ્ટ્રે આપણને ઓળખ આપી છે. એથી આપણે એના ભાવિનું રક્ષણ કરવું અનિવાર્ય છે. અમારી કોઈ મહત્વાકાંક્ષા નથી. અમે અહીં ખુરસીઓ કે સત્તા માટે ભેગા નથી થયા. અમારી રુચિ ફક્ત રાષ્ટ્રના હિતમાં છે. અમારો પ્રયાસ તમામ BJPવિરોધી પક્ષોને એક મંચ પર લાવીને ભવિષ્યનો વ્યૂહ ઘડવાનો છે. આજે CBI અને RBI ઉપરાંત ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ દબાણ હેઠળ છે. સુપ્રીમ કોર્ટ અને રાજ્યોના ગવર્નર્સ પણ છૂટથી કામ નથી કરી શકતા.’

કેટલાક મહિના પહેલાં નૅશનલ ડેમોક્રેટિક અલાન્યસથી છૂટા થયેલા ચંદ્રબાબુ નાયડુ પવાર અને અબદુલ્લા સાથેની મુલાકાત પૂર્વે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી અને BJPના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહાને મળ્યા હતા.

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડા BJPનો સાથ છોડીને કૉન્ગ્રેસમાં જોડાયા હતા. કોલસાકૌભાંડ સહિત ચાર હજાર કરોડ રૂપિયાનાં કૌભાંડોમાં વિવાદિત મધુ કોડા ગઈ કાલે પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના કૉન્ગ્રેસના મુખ્યાલયમાં પક્ષના રાજ્ય એકમના પ્રમુખ ડૉ. અજય કુમારની હાજરીમાં કૉન્ગ્રેસમાં જોડાયા હતા. મધુ કોડાનાં પત્ની અને રાજ્યના જગન્નાથપુરનાં વિધાનસભ્ય ગીતા કોડા ૧૧ ઑક્ટોબરે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કૉન્ગ્રેસમાં જોડાયાં હતાં.

October 31, 2018
shankar-1.jpg
1min503

રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવા સંબંધિત મારો પ્રસ્તાવ પત્ર સ્વીકારવા બદલ ખૂબ ખૂબ આભાર પીએમ નરેન્દ્ર મોદીઃ શંકરસિંહ વાઘેલા

રાજકારણમાં બધું જ શક્ય છે, એક બીજાને જાહેરમાં ભાંડતા નેતાઓ એક બીજા માટે ગમે ત્યારે રાજીપો પણ વ્યક્ત કરે, બરાબર એવી જ રાજનીતિ શંકરસિંહ બાપૂએ આજે કરી છે. બે દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે વડાપ્રધાન મોદી પર આક્ષેપોની છડી વરસાવનાર શંકરસિંહ વાઘેલાએ યુ ટર્ન લીધો છે. એક તરફ વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું બીજી તરફ બાપુએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે

 

October 27, 2018
tarik.jpg
1min5520

લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે છેડો ફાડ્યા બાદ આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ને શનિવારે સવારે  રાજકીય નેતા તારિક અનવર સત્તાવાર રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મળીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અનવર તેમના સમર્થકો સાથે તુઘલક લેન ખાને રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા અને રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શરદ પવારના રાફેલ મુદ્દે મોદી તરફી નિવેદન બાદ 28 સપ્ટેમ્બર અનવરે એનસીપીમાંથી છેડો ફાડ્યો હતો

 

 

October 27, 2018
rbi_modi.jpg
1min10980

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે સરકારની દરમિયાનગીરી મુશ્કેલીજનક હોવાનો સાફ મત વ્યક્ત કર્યો

સીબીઆઇ બાદ હવે આરબીઆઇમાં કેન્દ્ર સરકારની દરમિયાનગીરી સામે વાંધો ઉઠ્યો છે અને વાંધો અન્ય કોઇએ નહીં પણ રિઝર્વ બેંકના ઉચ્ચ અધિકારીએ ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્ર સરકારની ડખલગીરીને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકાર માટે સારા દિવસો નહીં હોવાની સ્થિતિ હવે સાર્વત્રિક રીતે જોવા મળી રહી છે.

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ તા.26મી ઓક્ટોબર 2018ના રોજ મધ્યસ્થ બેન્કની સ્વતંત્રતા અને ઓછો અધિકારોને લઈને સરકાર પર કટાક્ષ કર્યો અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. આચાર્યએ જણાવ્યું કે સરકાર ચૂંટણી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને T-20 મેચ જેવા વિચારો સાથે નિર્ણયો લે છે, જ્યારે આરબીઆઈ ટેસ્ટ મેચ રમે છે. તેમનો ઈરાદો હંમેશા જીત મેળવવાનો રહે છે, પરંતુ ભવિષ્યના પડકારોને પણ ધ્યાનમાં રાખવા પડે છે.

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર આચાર્યએ કહ્યું હતું કે જે સરકાર મધ્યસ્થ બેન્કની સ્વાયત્તાનું સન્માન નથી કરતી, તેને આર્થિક મોરચે નુકસાની સહન કરવી પડે છે. આવુ કરવું કોઈપણ સરકાર માટે સેલ્ફ ગોલ કરવા જેવું પુરવાર થાય છે.

આચાર્યએ જણાવ્યું હતું કે આરબીઆઈ ટૂંકા ગાળાના લાભની અવગણના કરે છે કારણ કે લાંબા ગાળામાં સારા પરિણામો મેળવી શકાય અને નાણાકીય સ્થિરતા જળવાઈ રહે. આરબીઆઈના ડેપ્યુટી ગર્વનરે વધુમાં ઉમેર્યું હતું કે સરકારના ચંચૂપાતથી આરબીઆઈનું કામ પ્રભાવિત થાય છે. તેમણે કેન્દ્રીય બેન્કથી અલગ પેમેન્ટ રેગ્યુલેટર નિયુક્ત કરવાના સરકારના પ્રયારો પર પણ નિશાન સાધ્યું હતું.