CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 46 of 53 - CIA Live

December 17, 2018
kamal_nath.jpeg
1min7760

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના માત્ર એક જ કલાકમાં કમલનાથે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. કમલનાથે ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કર્યું છે.

KAMAL NATH ORDER

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી સંભાળતાની સાથે જે કમલનાથે ખેડૂતોનું દેવું માફ કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે. ચૂંટણી દરમિયાન સભામાં રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે મધ્યપ્રદેશમાં કૉંગ્રેસના મુખ્યમંત્રી આવતાની સાથે 10 જ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. કમલનાથે રાહુલ ગાંધીનું આ વચન સૌથી પહેલા પુરું કર્યું. જેનાથી ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ થઈ ગયું છે. સાથે જ કન્યા વિવાહ યોજના અંતર્ગત દેવામાં આવતી રકમ વધારીને 51 હજાર કરી દેવામાં આવી છે. સાથે મધ્યપ્રદેશમાં ચાર ગારમેંટ પાર્ક બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

KAMAL NATH

કૃષિ અને સહકારિતા વિભાગે પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના મોડેલનો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કર્યો છે. રાહુલ ગાંધી આ લોકસભા ચૂંટણીમાં દેવા માફીને સૌથી મોટો મુદ્દો બનાવવા માંગે છે. અને આ રણનીતિ અંતર્ગત જ કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં દેવું પ્રાથમિકતાના આધાર પર માફ કરવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસને બહુમતિ મળી ત્યારે જ કૃષિ, સહકારિતા અને નાણા વિભાગે તેની તૈયારી શરૂ કરી દીધી હતી.

December 12, 2018
rahul-1280x720.jpg
1min11360

રાજસ્થાન કુલ બેઠક ૧૯૯ પક્ષ જીત્યા કૉંગ્રેસ ૧૦૦ ભાજપ ૭૩ બીએસપી ૦૬ અન્યો ૨૦

૧૯૯ સભ્યની રાજસ્થાન વિધાનસભામાં કૉંગ્રેસે ૧૦૦ બેઠક પર વિજય મેળવી સરકાર બનાવવા જરૂરી બહુમત મેળવી લીધા બાદ સમગ્ર ધ્યાન મુખ્ય પ્રધાનની પસંદગી કરવા પર કેન્દ્રિત કર્યું છે. શાસક ભાજપની કારમી હાર થઇ છે અને તેને ૭૩ જ બેઠક મળી છે તો બહુજન સમાજવાદી પક્ષને છ બેઠક મળી છે. અન્ય પક્ષોને ૨૦ બેઠક મળી છે.

મુખ્ય પ્રધાનની પસંદગી માટે ચર્ચા કરવા આજે કૉંગ્રેસની ધારાસભ્યોની બેઠક મળશે.

રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનપદના બે મુખ્ય દાવેદારમાં રાજસ્થાન કૉંગ્રેસ કમિટીના પ્રમુખ સચિન પાઇલટ અને બે વખત રાજસ્થાનના મુખ્ય પ્રધાન રહેલા અશોક ગેહલતના નામનો સમાવેશ થાય છે.

ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના સભ્યો જયપુરમાં બુધવારે યોજાનારી આ બેઠકમાં ભાગ લેશે અને તેઓ ત્યાંથી દિલ્હી પાછા ફરી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જાણકારી આપશે.

એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ બેઠકમાં ભાગ લેવા જયપુર આવી પહોંચ્યા છે, એમ સચિન પાયલટે હજુ મતગણતરી ચાલી રહી હતી ત્યારે જ કહી દીધું હતું.

નીરિક્ષકો મુખ્ય પ્રધાનપદના બંને દાવેદારને વ્યક્તિગત રીતે પણ મળે એવી શક્યતા છે.

એકતાનો સંકેત આપતા સચિન પાયલટ અને ગેહલોત બંને અન્ય નેતાઓ સાથે વિજયના સંકેત દર્શાવતા પ્રસારમાધ્યમ સમક્ષ સાથે આવ્યા હતા.

૨૦૦ સભ્યની રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. અલવરના રામગઢ મતદારસંઘના બહુજન સમાજવાદી પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં એ બેઠકની ચૂંટણી મૂલતવી રાખવાની ફરજ પડતા રાજસ્થાનમાં ૧૯૯ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી.

સામાન્ય રીતે મહારાણી તરીકે જાણીતાં રાજસ્તાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ તેમની ઝાલરપાટણ બેઠક પરથી વિજય મેળવી લીધો હતો, પરંતુ તેમના પક્ષ ભાજપે કૉંગ્રેસ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

મુખ્ય પ્રધાન તરીકે આ તેમની બીજી મુદત હતી, પરંતુ મતદારોએ ભાજપ અને કૉંગ્રેસને વારાફરતી સત્તા પર બેસાડવાની પરંપરા જાલવી રાખી હતી જેને પગલે શાસક પક્ષ ભાજપે રાજ્યમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.

રાજસ્થાનના છેલ્લા મહારાજા જિવાજી રાવ સિંધિયા અને ભાજપનાં જાણીતાં નેતા વિજયારાજે સિંધિયાનાં પુત્રી વસુંધરા રાજે સિંધિયા વર્ષ ૨૦૦૩-૨૦૦૮ અને વર્ષ ૨૦૧૩-૨૦૧૮ દરમિયાન રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન રહ્યાં હતાં તેમ જ વર્ષ ૨૦૦૮-૨૦૧૩ દરમિયાન તેઓ વિપક્ષનાં નેતા હતાં.

December 12, 2018
kcr.jpg
1min15660

પાંચ રાજયોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ તરફ નજર નાખીએ તો તેલંગણા એક એવું રાજય છે જયાં તેલુગુ દેશમ સામ્યવાદી પક્ષ, કૉંગ્રેસ અને તેલંગણા જનસમિતિના મહાગઠ બંધનનો સામનો કરી કે. ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્ર સમિતિ પાર્ટી ફરી વખત તેલંગણામાં સરકાર રચવાની છે. આ સાથે જ તેલંગણામાં ગુલાબી ક્રાંતિ આવી છે. તેલંગણાના પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે છ મહિના પૂર્વે જ વિધાનસભાનું વિસર્જન કરી ફરી ચૂંટણીનો નિર્ણય કર્યો હતો.

કેસીઆર પાર્ટીએ ચૂંટણી વિશ્ર્વલેષકોની ગણતરી ખોટી પાડી છે. તેના મુખ્ય કારણમાં ચંદ્રશેખર રાવની પ્રજાની નાડ પારખવાની નીતિ સહાયત બની છે. કેસીઆર પક્ષની પૈસા, શાદી, પાણી અને મકાન ફોર્મ્યુલાએ ચંદ્રશેખર રાવના પક્ષને જવલંત સફળતા અપાવી છે. અન્ય કોઈ ફોર્મ્યુલા પર આધાર રાખવાને બદલે રાવે જનતાના કલ્યાણની યોજના જનતા સમક્ષ મૂકી પ્રજામત મેળવી લીધો છે.

રાવની પાર્ટીએ ખેડૂતોને પ્રતિસિઝન પર એકર રૂ. 4000 રોકડા આપવાની ફોર્મ્યુલા અપનાવી હતી. તેલંગણાની રવી પાક અને ખરીફ પાક એમ બે સિઝનનો પાક લેવા ટેવાયેલા ખેડૂતોને પ્રતિએકર રૂ. 8000 વાર્ષિક મળવાથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

ઉપરાંત તેલંગણાની કેસીઆર સરકારે દીકરીવાળા પરિવાર માટે કલ્યાણ લક્ષ્મી અને શાદી મુબારક (મુસ્લિમ પરિવાર) યોજના અમલમાં મૂકી હતી, જે મુજબ પ્રતિલગ્ન સરકારે રૂ. 1 લાખની સહાય જાહેર કરી હતી.

તેલંગણા રાષ્ટ્ર સમિતિ દ્વારા વૃદ્ધ, વિધવા તથા વિકલાંગો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી. તદ્ઉપરાંત ગરીબ પરિવારો માટે બે બેડરૂમના મકાનની જાહેરાત પણ કરવામાં આવી. જોકે આવાસ યોજના પૂર્ણ થઈ નહતી, પરંતુ ઘર અંગે બાંધકામ શરૂ થઈ ગયા હતા. જેથી પ્રજામાં પણ એક એવો ભરોસો બેઠો કે આવાસ યોજનાની પૂર્ણાહુતિ માટે પણ કેસીઆર સરકારને વિજયી બનાવવી જરૂરી છે. કેસીઆર સરકારે પ્રત્યેક ઘરને વીજળી તથા ચોખ્ખા પાણીનું પણ વચન આપ્યું હતું. મતલબમાં કે. ચંદ્રશેખર રાવની પાર્ટીએ પ્રજાની નાડ પારખી તેમની જરૂરિયાત પરત્વે પ્રજાને પૂરા પેકેજની સહાય જાહેર કરી એ અંતર્ગત કામ પણ કર્યા.

તેલંગણામાં મોટા બેનર અને મોટા રાજકીય નેતાઓના ગઠબંધન વચ્ચે પણ પ્રજાની નાની અને મહત્ત્વની જરૂરિયાતો પૂરી કરનાર કેસીઆર પાર્ટીએ ચૂંટણી નિષ્ણાતોના સમીકરણો ખોટા સાબિત કરી તેલંગણામાં મેદાન મારી લીધું છે.

December 11, 2018
bjp-1280x960.jpg
1min6860

પાંચ રાજ્યોના પરિણામ ધીરે ધીરે આવી રહ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણામાં કોની સરકાર રચાશે તે થોડાક કલાકોમાં નક્કી થઈ જશે. હાલ તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનો રથ આગળ ચાલી રહ્યો છે, તો મધ્યપ્રદેળમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે., તેલંગાણામાં TRS અને મિરોઝરમમાં મિજો નેશનલ ફ્રંટ આગળ છે.

આ વલણની વચ્ચે પીએમ મોદીએ કોર કમિટીની બેઠક બોલાવી છે. મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં પાંચ રાજ્યોના પરિણામ અંગે ચર્ચા થશે. હાલના પરિણામો ભાજપનું કોંગ્રેસમુક્ત ભારતનું સપનું તોડતા દેખાઈ રહ્યા છે. ત્યારે કોર કમિટીની બેઠકમાં પરિણામના જો તો વિશે પણ ચર્ચા થઈ શકે છે.

હાલ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર છે. તો તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. આ પાંચેય રાજ્યોના પરિણામને 2019ની લોકસભા ચૂંટણી પહેલાની સેમીફાઈનલ મનાઈ રહ્યા છે.

December 10, 2018
upendra-kushwaha.jpg
1min7700
તા.11મી ડિસેમ્બરના રોજ મંગળવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે એના એક દિવસ પહેલા આજે તા.10મી ડિસેમ્બર 2018ના રોજ એનડીએની બેઠક યોજાવાની છે, આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહેવા અંગે ટ્વીટ કરનાર કેન્દ્રીય મંત્રી અને બિહારના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. તા.10મી ડિસેમ્બરના રોજ બપોરે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છ. ચર્ચા થઈ રહી છે કે ઉપેન્દ્ર કુશવાહા વિપક્ષોના મહાગઠબંધન સાથે જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે, એક્ઝિટ પોલમાં કોંગ્રેસના સરાસરી મળતી હોય તેવું લાગી રહ્યું છે.
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP)નાં અધ્યક્ષ છે ઉપેન્દ્ર કુશવાહા
November 30, 2018
reservation.jpg
1min9920

મરાઠાઓને શિક્ષણ અને સરકારી નોકરીમાં 16 ટકા અનામત આપીને ક્વૉટા ટકાવારીમાં મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમાંકે આવી ગયું છે. ક્વૉટા ટકાવારીમાં પહેલા ક્રમાંકે તમિળનાડુ છે.

અગાઉ હરિયાણા 67 ટકા અનામત આપીને બીજા ક્રમાંકે હતું અને તેલંગણા 62 ટકા અનામત આપીને ત્રીજા ક્રમાંકે હતું, પરંતુ મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 68 ટકા પર પહોંચી ગઇ છે. તમિળનાડુમાં ક્વૉટા ટકાવારી 69 ટકા છે. રાજસ્થાનમાં ગુર્જર અને અન્ય ચાર પછાત કોમને અનામત જાહેર કરીને ક્વૉટા ટકાવારી 54 ટકા પર પહોંચી છે.

November 27, 2018
Hari-Chaudhary-Union-Minister.jpg
1min10850

કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પર લાંચ લેવાના આરોપ લાગ્યા છે. આ મામલે દિવસો બાદ હરિભાઈ ચૌધરીએ મૌન તોડ્યું છે. કોલસા અને ખનીજ ઉત્ખનન પ્રધાન હરિભાઈ ચૌધરીએ પાલનપુરમાં એક શાળાનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન 2 કરોડ લાંચના આરોપ મામલે પણ મૌન તોડ્યું. લાંચ કેસ મામલે સ્પષ્ટતા કરતા હરિભાઈ ચૌધરીએ કહ્યું કે,’સરકાર સમગ્ર મામલાની તપાસ કરાવે, આરોપ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઇશ. આ આક્ષેપો પાયા વિહોણા છે હું જેને ઓળખતો નથી તેણે મારા પર આરોપ લગાવ્યા છે.’

November 24, 2018
yogi.jpg
1min6910

યોગીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી સભા સંબોધતા કમલનાથના નિવેદનને આધાર બનાવીને સ્ફોટક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને તેમના મુસ્લિમ મતો એટલે કે અલી મુબારક અને અમને એટલે કે ભાજપને બજરંગ બલી જ ચૂંટણી જીતાડશે.

મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ ધમપછાડા કરી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે શનિવારે ભોપાલમાં એક રેલીનું સંબોધન કરતા તેમણે કોંગ્રેસ હુમલા કર્યા હતા. તેમણે કમલનાથના વીડિયોનો હવાલો આપ્યો હતો જેમાં તેઓ કથિત રીતે જણાવી રહ્યા હતા કે, જો ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના 90 ટકા વોટ પડશે નહી તો કોંગ્રેસને મોટું નુકસાન થઇ શકે છે.

યોગી આદિત્યનાથે આ નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કમલનાથજીનું એક નિવદેન હું વાંચી રહ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે, અમને એસસી/એસટીના વોટ નથી જોઇતા. કોંગ્રેસને માત્ર મુસ્લિમોના વોટ જોઇએ છે. કમલનાથજી તમને તમારો અલી મુબારક, અમને બજરંગબલી મદદ કરશે.

November 20, 2018
sushma_swaraj.jpg
1min11980

વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે ઈન્દૌરમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય પાર્ટી લેશે જોકે તેમણે આગામી ચૂંટણી નહી લડવાનું મન બનાવી લીધું છે.

સુષ્મા સ્વરાજ 2019માં લોકસભા ચૂંટણી નહી લડવાનો ધડાકો કર્યો છે. સુષ્મા સ્વરાજે તા.20મી નવેમ્બર 2018ના રોજ સ્થાનિક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઈન્દૌરમાં આ ઘોષણા કરી હતી. તેમણે આગામી ચૂંટણી નહી લડવા પાછળ સ્વાસ્થ્યનું કારણ આગળ ધર્યું હતું. સુષ્મા સ્વરાજે મધ્ય પ્રદેશમા વિધાનસભા ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા, ત્યાં તેમણે આ ઘોષણા કરી છે. નોંધનીય છે કે, સુષ્મા સ્વરાજ મધ્ય પ્રદેશના વિદિશાથી લોકસભાના સાંસદ છે.

November 17, 2018
ramdev.jpg
1min6090

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં વિવાદમાં ઝંપલાવતા બાબા રામદેવે હવે અયોધ્યા ખાતે રામ મંદિરના મુદ્દે કહ્યું કે જો હમણાં નહીં બને તો રામ મંદિર અયોધ્યામાં ક્યારે નહીં બની શકે. તેમણે સંસદમાં કાયદો લાવો અને મંદિર બનાવો, અત્યારે નહીં તો ક્યારેય નહીંની રીત પર કામ કરવું પડશે.

રામ મંદિર નિર્માણ અંગેનો મામલો ગરમી પકડી રહ્યો છે. હિન્દુ સંગઠનો અને  મહંતોના કહેવા પ્રમાણે ઝડપથી રામલલાના મંદિરનું નિર્માણ કરવામાં આવે. આ ક્રમમાં યોગ ગુરૂ બાબા રામદેવે પણ રામ મંદિર નિર્માણ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો રામ મંદિરનું નિર્માણ ન થાય તો સાંપ્રદાયિક માહોલ ગરમ થશે અને પારસ્પરિક ભેદભાવ પણ વધશે.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું હતું, ‘જો રામ મંદિર નહીં બને તો દેશમાં સાંપ્રદાયિક માહોલ ગરમાશે, સાંપ્રદાયિક અને પારસ્પરિક ભેદભાવ વધશે. રામદેવે કહ્યું હતું, ‘મંદિર માટે સમજૂતીનો સમય વીતી ગયો છે.’