CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 36 of 53 - CIA Live

August 3, 2019
indian_politics.jpg
1min8920

રાજસ્થાન વિધાનસભામાં શુક્રવારે રાજસ્થાનના પ્રધાનોના વેતનમાં (સુધારિત) બિલ મૌખિક મતદાનથી પાસ થયું હતું. જેનો ભાજપે વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ પ્રધાનો તેમની મુદત પૂર્ણ થયાના બે માસ પછી પણ સરકારી બંગલો ખાલી કરશે નહીં તો રોજના રૂ. ૧૦,૦૦૦ની ચુકવણી કરવી પડશે. એવી બિલમાં જોગવાઈ છે. હાલ ભૂતપૂર્વ પ્રધાને રોજના રૂ. ૫૦૦૦ ચૂકવવા પડે છે. આ બિલ કાયદો બન્યા બાદ તેઓએ રૂ. ૩ લાખ ચૂકવવા પડશે.

સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે કહ્યું હતું કે નવા પ્રધાનોને સમયસર રહેઠાણ મળી રહે તે માટે આ બિલ લવાયું છે. ભૂતપૂર્વ પ્રધાનો નિર્ધારિત સમયગાળા બાદ સરકારી રહેઠાણ ખાલી કરતા નથી. કૉંગ્રેસ સરકાર ગત ડિસેમ્બરમાં સત્તામાં આવી હતી.

ભાજપના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું હતું કે રોજની રૂ. ૧૦૦૦૦ની પેનલ્ટી ઘણી ઊંચી છે.

August 1, 2019
loksabha.png
1min4890

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમના પ્રધાનો અને પ્રથમ વારના લોકસભાના સભ્ય- અમિત શાહ, રવિ શંકર પ્રસાદ અને સ્મૃતિ ઇરાનીને યુપીએના વડા સોનિયા ગાંધી સાથે નીચલા ગૃહમાં પ્રથમ હરોળમાં સ્થાન મળ્યું છે, જ્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજી હરોળની તેમની બેઠક જાળવી રાખી છે. બુધવારે સ્પીકરે સીટની ફાળવણી કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અન્ય પ્રધાનો-નીતિન ગડકરી, સદાનંદ ગોવડા, નરેન્દ્ર સિંહ તોમાર, અર્જુન મુંડા અને અરવિંદ સાવંતને પ્રથમ હરોળમાં બેઠક મળી છે. 

વિરોધ પક્ષમાંથી કૉંગ્રેસના લોકસભાના નેતા અધિર રંજન ચૌધરી, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવ અને ડીએમકેના નેતા ટી. આર. બાલુને પણ પ્રથમ હરોળમાં બેઠક ફાળવવામાં આવી છે. 

સ્મૃતિ ઇરાની અગાઉ રાજ્યસભાના સભ્ય હતા. તેમને લોકસભામાં પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

July 30, 2019
ncp.jpg
1min7280

એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે આક્ષેપ કર્યો હતો કે ભાજપ એનસીપીના નેતાઓની પાછળ પડી ગઈ છે તે સાચો ઠરતો જણાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ એનસીપીના ૪૭ નગરસેવક ભાજપમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. એનસીપીના નવી મુંબઈના નેતા ગણેશ નાઈક અને તેમના પુત્ર સંદીપ નાઈકે પણ કૂદકો મારવાનો નિર્ણય લીધો છે અને ૪૭ નગરસેવક સાથે તેઓ ભગવો ધારણ કરશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એનસીપીના નેતા મંદા મ્હાત્રે એનસીપીમાંથી ભાજપમાં ૨૦૧૪માં જોડાયા હતા, પરંતુ ગણેશ નાઈકના જોરને લીધે નવી મુંબઈની મહાનગરપાલિકા એનસીપી સાચવી શકી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર નવી મુંબઈમાં શિવસેનાએ સારો દેખાવ કર્યો અને જો આમ જ રહ્યું તો નાઈકનું અસ્તિત્વ નહીં ટકે તેમ જણાઈ રહ્યું હતું. આથી નવી મુંબઈનો ગઢ પોતાના હાથમાં સચવાઈ રહે તે માટે નાઈક અને નગરસેવકો એક-બે દિવસમાં ભાજપમાં જોડાઈ તેમ માનવામાં આવે છે.

July 26, 2019
azamkhan.jpg
1min5830

સમાજવાદી પક્ષના વિવાદાસ્પદ સાંસદ આઝમ ખાન ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. બિહારની સાંસદ રમાદેવી સામે આઝમ ખાને ભદ્ર અને અશ્ર્લીલ ટિપ્પણી કરતાં ગુરુવારે લોકસભામાં ધાંધલ ધમાલ થઈ હતી.

શુક્રવારે મહિલા સાંસદોએ આઝમ ખાન લોકસભામાં માફી માગે એવી માગણી કરી હતી. શૂન્યકાળ દરમિયાન ટેક્સ ટાઈલ્સ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ટ્રિપલ તલાક બિલની ચર્ચા દરમિયાન આઝમ ખાને જે અશ્ર્લીલ ભાષા વાપરી તેનાથી પુરુષ સહિત તમામ લેજિસ્લેટર માટે કલંક સમાન છે. આપણે આ બાબતમાં મૌન રહી શકીએ નહીં. આપણે બધાએ એક અવાજે બોલવું જોઈએ કે તેમનું નિવેદન અસ્વીકાર્ય છે.

કાનૂન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે સ્મૃતિ ઈરાનીને સમર્થન આપતા કહ્યું હતું કે, આઝમ ખાન ગૃહમાં માફી માગે અથવા તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. અનેક મહિલા સાંસદોએ નારાજગી દર્શાવી હતી. સ્પીકરે કડક પગલાં લેવા જોઈએ, એવી માગણી કરાઈ છે.

એનસીપીના સુપ્રિયા સૂળે, ટીએમસીના કલ્યાણ બેનરજી, બીજેડીના બી. મહેતાબે આઝમ ખાનના નિવેદનને વખોડ્યું હતું. કૉંગ્રેસના ગૃહ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે, મહિલાઓ સાથે નીચાજોણું થાય તેવા કોઈપણ નિવેેદન કરનારા સામે પગલાં લેવા જોઈએ. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ આઝમ ખાનના નિવેદનને વખોડી કાઢ્યું હતું. 

મહિલા સાંસદ પર લૈગિંક ટિપ્પણી : આઝમ ખાન ફરી વિવાદમાં

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને લોકસભામાં કાર્યવાહી સમયે ભાજપના સાંસદ રમા દેવી સામે લૈંગિક ટિપ્પણી કરી ફરીથી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ભાજપે તેમની પાસે માફીની માગણી કરી છે. 

નેશનલ કમિશન ફોર વુમન (એનસીડબ્લ્યુ) અને દિલ્હી કમિશન ફોર વુમન (ડીસીડબ્લ્યુ)એ ખાનની ટિપ્પણીને નિંદાજનક અને અપમાનજનક ગણાવી વખોડી કાઢી છે. 

ટ્રિપલ તલાક બિલ પરની ચર્ચામાં ભાગ લેતા ખાને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીના હસ્તક્ષેપનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ‘તું ઇધર ઉધર કી બાત ના કર.’

આ સમયે કાર્યવાહીનું અધ્યક્ષપદ કરનાર રમા દેવીએ ખાનને આમ તેમ ના જોતા અધ્યક્ષને સંબોધન કરવા કહ્યું હતું. આ સમયે ખાને અધ્યક્ષ સામે લૈંગિક ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો હતો. 

રમા દેવીએ બાદમાં આ ટિપ્પણીને કાર્યવાહીમાંથી કાઢી નાખવા જણાવ્યું હતું. જોકે, તેમણે જણાવ્યું હતું કે તેઓ આઝમ ખાનની નાની બહેન જેવા છે. 

ખાનની ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ અને અર્જુન રામ મેઘવાલે ખાનને માફી માગવા જણાવ્યું હતું. રમા દેવીએ જ્યારે ખાનને માફી માગવા કહ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમનું અપમાન કરવાનો તેનો કોઇ ઇરાદો નહોતો અને રમા દેવી તેમની બહેન સમાન હતા. 

વિવાદ અને આઝમ ખાન એ એક સિક્કાની બે બાજુ જેવા છે. લોકસભાના ચૂંટણી પ્રચાર વખતે પણ આઝમ ખાનની જીભ વારંવાર લપસતી હતી. 

અભિનેત્રી અને ભાજપના સભ્ય જયા પ્રદા સામે લૈંગિક ટિપ્પણી કરી તેઓ વિવાદમાં ફસાયા હતા. તેમની સામે એફઆઇઆર પણ કરવામાં આવી હતી. એસપીના વડા અખિલેશ યાદવ તેમની મદદે આવ્યા હતા.

July 17, 2019
income_tax.png
1min8200

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત ઇન્કમટેક્સ વિભાગે રાજ્યના ભાજપા અને કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યોને નોટિસ ફટકારીને એ બાબતની સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે 2017ની ચૂંટણી વખતે તેમણે જાહેર કરેલી આવક અને તેમના ઇન્કમટેક્સમાં જાહેર કરેલી આવક વચ્ચે વિસંગતતા કેમ છે, ઇન્કમટેકસ વિભાગે બારીકાઇથી શોધી કાઢ્યું છે કે અનેક ધારાસભ્યોની આવકની રકમમાં મોટો તફાવત છે. ભાજપા અને કોંગ્રેસ બન્નેના ધારાસભ્યોને આ પ્રકારે ઇન્કમટેક્સ વિભાગે વરુણીમાં લીધા છે.

ગુજરાતના પોલિટિકલ તખ્તે છેલ્લા કેટલાક દિવસોથી ભારે દોડધામ જોવા મળી રહી છે. મોટું માથું ગણાતા અનેક ધારાસભ્યો તેમને મળેલી ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસને રફેદફે કરવા માટે સી.એ. તેમજ અન્ય એક્સપર્ટસની કચેરીના ફેરા મારતા જોવા મળી રહ્યા છે. ઇન્કમટેક્સ વિભાગે ગુજરાત વિધાનસભાના ભાજપા અને કોંગ્રેસ બન્ને મળીને 50થી વધુ કરોડપતિ ધારાસભ્યોને આવકની વિસંગગતા બાબતે નોટિસ ફટકારી છે.

આવકવેરા વિભાગે ધારાસભ્યોને 2017 વિધાસભા ચૂંટણી વખતે ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલી અફિડેવિટમાં આવકની બાજુએ દર્શાવેલી રકમ અને એ પછી ધારાસભ્યો દ્વારા સબમિટ કરાયેલી આઈટી રિટર્નની આવકમાં મોટી રકમનો તફાવત છે અને આવું કેમ ઇન્કમટેક્સ વિભાગના આ પ્રશ્નોનો જવાબ આપવામાં અનેક ધારાસભ્યોની બેનંબરી આવક છતી થઇ જાય તેમ છે.

પહેલી વખત એવું જણાય રહ્યું છે કે ઇન્કમ ટેક્સ વિભાગ ગુજરાત સર્કલ દ્વારા પોલિટિકલ લેવલ પર 50થી વધુ ધારાસભ્યોને ઇન્કમટેક્સ અંગે નોટિસ આપીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

એવી પણ માહિતી મળી છે કે ચૂંટણી પંચે ઇન્કમ ટેક્સ વિભાગને કેટલીક માહિતી તેમજ માર્ગદર્શન આપ્યું છે કે ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી તેમની આવક સાથે ઇન્કમ ટેક્સ રિટર્નની આવકની બાજુ મેચ થાય છે કે કેમ, ઇન્કમટેક્સ વિભાગે એ પછી હાથ ધરેલી કાર્યવાહીમાં મોટા ગજાના અનેક ધારાસભ્યોની આવકમાં વિસંગગતા સપાટી પર આવી છે.

July 10, 2019
modi_pad.jpg
1min13520

બે ઑક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતીથી 31 ઑક્ટોબર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી દરમિયાન 150 કિ.મી. લાંબી પદયાત્રા ભાજપના સાંસદોને તેમના મત વિસ્તારમાં કરવા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું, એવી માહિતી સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષીએ મંગળવારે આપી હતી.

padyatra advised by modi માટે છબી પરિણામ

ભાજપ સંસદીય પક્ષની બેઠકને સંબોધતા મોદીએ રાજયસભામના સભ્યોને કહ્યું હતું કે, જયાં ભાજપનું સંગઠન નબળું છે તે મત વિસ્તારની મુલાકાત લો. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ધ્યાનમાં લઈને 150 કિ.મી. લાંબી પદયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. પદયાત્રાનો સમયનો નિર્ણય પક્ષે લેવાનો છે. પદયાત્રાની વિગત જણાવતાં સંસદીય બાબતોના રાજયકક્ષાના પ્રધાન અર્જુન મેઘવાલે કહ્યું હતું કે, પદયાત્રામાં ગામડાંઓ પર વધુ ધ્યાન આપવા વડા પ્રધાને સલાહ આપી છે.

તમામ મત વિસ્તારમાં 150 ગ્રુપ ઊભા કરવા સાંસદોને જણાવ્યું છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારની કામગીરી અને અપેક્ષા વિશે જનતાનો અભિપ્રાય મેળવવાની સાથે તેઓ પાસે ફીડબેક મેળવવાનો છે. સાંસદો ગાંધીજીના વિચારો જનતા સમક્ષ રજૂ કરશે. વૃક્ષા રોપણ, સ્વચ્છતા અને ગામડાં સંબંધી અન્ય પ્રશ્ર્નોને પણ પદયાત્રા દરમિયાન આવરી લેવાશે.

July 8, 2019
Harsh_shangvi.jpg
1min13660

જયેશ બ્રહ્મભટ્ટ

ગઇ તા.21મી જુન 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત કેન્દ્ર સરકારના બધા મંત્રીઓ, સમગ્ર ભાજપાના નેતાઓ યોગ દિવસના જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત હતા ત્યારે સુરત મજૂરાના ભાજપના ધારાસભ્ય ફાયર બ્રાન્ડ ગણાતા હર્ષ સંઘવી એકાએક નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમને ત્યાં તંત્રવાહકોની કામગીરીથી સંતોષ ન થતા જાહેરમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીને ધમકી આપી હતી કે ટાંટીયા તોડાવી નાંખીશ.

આ રહ્યો વિડીયો જેમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નવી સિવિલ હોસ્પિટલમાં ટાંટીયા તોડાવી નાંખવાની ધમકી આપી હતી

મધ્યપ્રદેશના આકાશ કૈલાશ વિજય વર્ગીય પ્રકરણ બાદ મહારાષ્ટ્રમાં નીતિશ નારાયણ રાણે પ્રકરણ અને હર્ષ સંઘવીની ધમકી વચ્ચે રહેલું સામ્ય અને આવી ઘટનાઓ પરત્વે ખુદ નરેન્દ્ર મોદીની નારાજગીને જોતા હર્ષ સંઘવીને કેટલાક હિતુચ્છુઓએ સમગ્ર ઘટના અંગેની માહિતી દિલ્હી સ્થિત બીજેપી હાઇકમાન્ડના નેતાઓ સુધી પહોંચાડીને આ મામલામાં શિસ્તભંગના પગલાં ભરવા માટે રજૂઆતો કરી છે.

જોવાનું એ રહે છે કે નરેન્દ્ર મોદીના ખાસ મનાતા હર્ષ સંઘવી સામે ભાજપા આગામી દિવસોમાં કેવું વલણ અપનાવે છે.

હર્ષ સંઘવી પોતાના આવા આક્રમક વલણ માટે જાણીતા છે, અગાઉ તાપી નદીના શુદ્ધીકરણના મુદ્દે તેમણે સ્થાનિક અધિકારીઓને આ જ પ્રકારે લબડધક્કે ચઢાવી ચૂક્યા છે.

(With Thanks From the Facebook wall of Parul Mahadik, courtesy TV-9 Gujarati.)

આ ધમકી 15 દિવસે નવી દિલ્હી સ્થિત ભાજપા હાઇકમાન્ડ સુધી પહોંચી છે અથવા પહોંચાડવામાં આવી છે.

બન્યું એવું કે થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશ ભાજપાના કૈલાશ વિજય વર્ગીયના દિકરા આકાશએ ત્યાના લોકલ અધિકારીને કોઇક મુદ્દા પર બેટ વડા ફટકાર્યા હતા એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને ખુદ નરેન્દ્ર મોદીએ આવી ઘટનાઓ ભાજપાની છબી બગાડતી હોવાની ટકોર કરીને આવા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવાની હાકલ કરી હતી.

કૈલાશ વિજયવર્ગીય પુત્ર માટે છબી પરિણામ

ભાજપાના મધ્યપ્રદેશ એકમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોરને પગલે આકાશ વિજય વર્ગીયને નોટિસ ફટકારી છે અને આ ઘટના પછી લાઇમલાઇટમાં રહેતા મધ્યપ્રદેશના નેતા વિજય વર્ગીય હાલ કોર્નર કરી દેવાયા છે.

એ પછી મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નીતિશ નારાયણ રાણે કે જે પોતે પણ ધારાસભ્ય છે એણે બિસ્માર માર્ગના મુદ્દે સ્થાનિક અધિકારીને કાદવથી નવડાવીને જાહેરમાં અપમાનિત કર્યા. આ ઘટના બાદ નીતિશ રાણેએ જેલવાસ ભોગવવાનો વખત આવ્યો હતો.

નિતીશ રાણે માટે છબી પરિણામ

 

 

July 8, 2019
subramaniam.jpeg
1min6010

રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટું નિવેદન કરવાના આરોપસર ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમનિયન સ્વામી વિરુદ્ધ છત્તીસગઢની પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી.

જશપુરના કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ પવન અગરવાલની ફરિયાદને આધારે પથ્થલગાવ પોલીસ સ્ટેશનમાં શનિવારે રાતે સ્વામી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હોવાની વાત પોલીસે જણાવી હતી. અગરવાલે લેખિતમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાહુલ કોકેઇન લે છે એવું ખોટું નિવેદન સ્વામીએ કર્યું હતું. તેઓ જાણે છે કે આવા ખોટા નિવેદનથી રાજકીય પક્ષો વચ્ચે દુશ્મની વધશે અને લોકો ભડકશે. આવા નિવેદનથી સમાજમાં શાંતિ ભંગ થાય છે. સ્વામી સામે જાણી જોઇને શાંતિ ભંગ કરવા અપમાન કરવું જેવી કાયદાની ત્રણેક કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કૉંગ્રેસની વિવિધ શાખાઓ શનિવારની રાતથી સ્વામી વિરુદ્ધ બધા જ જિલ્લા અને પ્રાન્તમાં ફરિયાદ દાખલ કરાવી રહી છે.

July 7, 2019
karnataka.jpg
1min6750

કર્ણાટકમાં જેડીએસ-કૉંગ્રેસ સરકાર ગત વર્ષે બની ત્યારથી અસ્થિરતા વાદળ સતત મંડરાતા રહ્યા છે. શનિવારે સંકટ ઘેરુ બન્યું હતું અને ગમે ત્યારે સરકાર તૂટી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

કર્ણાટકમાં શાસક જેડીએસ-કૉંગ્રેસ પક્ષના 14 વિધાન સભ્યોએ શનિવારે સ્પીકરને રાજીનામા આપ્યા હતા. રાજીનામા સ્વીકારાયા બાદ 224 સભ્યો ધરાવતી કર્ણાટ વિધાન સભામાં શાસક પક્ષ બહુમતી ગુમાવશે. અને બંને પક્ષની સંખ્યા ઘટીને 104 થઈ જશે.

લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ-જેડીએસના સૂપડાં સાફ થયા બાદ રાજીનામાનો દોર ચાલુ થયો હતો જે શનિવારે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો.

કૉંગ્રેસ-જેડીએસના માનને 13 વિધાન સભ્યોએ સ્પીકરને રાજીનામા આપ્યા બાદ રાજ્યપાલ વજુભાઈ વામાને મળ્યા હતા. તેમને મળ્યા બાદ જેડીએસના વિધાન સભ્ય એ. વિશ્ર્વનાથે કહ્યું હતું કે આનંદસિંહ સહિત કુલ્લે 14 વિધાન સભ્યોએ સ્પીકરને રાજીનામા સુપરત કરીને રાજ્યપાલને જાણકારી છે.

હાલની સરકાર તેની ફરજ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે. હાલના બળવા માટે ભાજપ જવાબદાર નથી એમ કહ્યું હતું. અમે અમારી મરજીથી રાજીનામા આપ્યા છે. સરકાર ચાલશે કે તૂટશે તે વિધાન સભામાં બળાબળની કસોટી થશે ત્યારે સ્પષ્ટ થશે.

કૉંગ્રેસ માટે અગાઉ સંકટમોચન સાબિત થયેલા ડી કે શિવકુમારે શનિવારે વિધાન સભ્યોને સમજાવીને પક્ષમાં પાછા ફરવા પ્રયાસ કર્યા છે. જેડીએસ-કૉંગ્રેસ અને અન્ય પક્ષ મળીને કુલ સંખ્યા બળ 118 હતું. ભાજપનું સંખ્યાબળ 105 છે. હવે 14 વિધાન સભ્યે રાજીનામું આપતા સંખ્યાબળ ઘટીને 104 થઈ ગયું છે. બહુમતી માટે 113 સભ્ય જરૂરી છે.

સ્પીકરને રાજીનામું સુપરત કરનાર કૉંગ્રેસના રમેશ જરકીહોલી, પ્રતાપ ગૌડા પાટીલ, શિવરામ હેબર, મહેશ કુમાથલ્લમ, બી સી પાટીસ, બી. બાસવરાજ, એસ ટી સોમશંખર, રામલિગા રેડ્ડી તથા જેડીએસના એ. વિશ્ર્વનાથ, નારાયણ ગૌડા અને ગોપાલાદનો સમાવેશ છે.

સ્પીકરે રાજીનામાનો પત્ર મળ્યાનું સમર્થન કર્યું હતું. મંગળવારે આ મુદ્દે પગલાં લેવાશે એમ સ્પીકરે કહ્યું હતું. શાસક પક્ષે સરકાર તોડવાનો ભાજપ પર આક્ષેપ કર્યો છે.

July 5, 2019
rahul_gandhi-1.jpg
1min5540

કૉંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપવાના નિર્ણય પર મોહર માર્યાના બીજા દિવસે કૉંગ્રેસ કાર્યકરોમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગાંધી વગરનું ભવિષ્ય શક્ય છે કે કેમ તેનો વિચાર કરતા કાર્યકરો ચિંતામાં સરી ગયા હતા. નેતૃત્વની કટોકટીથી ઘેરાયેલા કૉંગ્રેસ પક્ષમાં અચોક્કસતાના વાદળો ક્યારે વિખરાશે તે પ્રશ્ર્ન કૉંગ્રેસજનોને પરેશાન કરી રહ્યો છે. થોડા સમયમાં સીડબ્લ્યુસીની બેઠક થશે અને મુદ્દાનો ઉકેલ લાવવાના પ્રયત્નો થશે. આગામી સપ્તાહમાં કૉંગ્રેસની નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિની બેઠક મળશે જેમાં કૉંગ્રેસ પક્ષના ભવિષ્યની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

કૉંગ્રેસના એક નેતા જિતીનપ્રસાદે કહ્યું કે “ગાંધી પરિવાર કૉંગ્રેસ પક્ષનો મહત્ત્વનો ભાગ છે. બંનેને જુદા નહીં પાડી શકાય. આગામી દિવસોમાં તેમનું માર્ગદર્શન મળતું રહેશે તેવી અમારી અપેક્ષા છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે ગાંધી મુક્ત કૉંગ્રેસની કલ્પના સુદ્ધાં કરવાનો ઈનકાર કરતા કહ્યું કે “અમે પાછા આવીશું અને રાહુલજીના ગતિશિલ નેતૃત્વમાં ફાસીવાદી બળોને પરાજય આપીશું.

થોડા મહિનાઓમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, હરિયાણાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કૉંગ્રેસજનોને એવી લાગણીની અનુભૂતિ થઈ રહી છે કે કૉંગ્રેસ ‘બ્લાઈન્ડ સ્પોટ’માં ધકેલાઈ ગઈ છે.

કૉંગ્રેસના એક નેતાએ કહ્યું કે “સ્પષ્ટ નેતૃત્વ ન હોવાથી અને સામે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આવી સ્થિતિ પક્ષ માટે યોગ્ય નથી. પક્ષને પુન:ચેતનવંતો કરવા રાહુલ ગાંધીએ કરેલી પહેલનું સ્વાગત કરતા એક રાજકીય નિષ્ણાતે કહ્યું કે “સોનિયા ગાંધીએ કૉંગ્રેસ સંસદીય પક્ષના નેતાપદેથી હટી જવું જોઈએ અને અન્ય કોઈ નેતાને તક આપવી જોઈએ.

નિર્ણયનું હું સન્માન કરું છું: પ્રિયંકા
કૉંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ ગુરુવારે કહ્યું કે પક્ષ પ્રમુખપદ છોડવાના રાહુલ ગાંધીના નિર્ણયનું તે સન્માન કરે છે અને આવી હિંમત ખૂબ ઓછા લોકોમાં હોય છે તેવું તેમણે કહ્યું હતું. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના રાજીનામાને રિટ્વિટ કરતાં સંદેશ આપ્યો હતો કે, “ખૂબ ઓછા તમારા જેવી હિંમત ધરાવે છે. તમારા નિર્ણય માટે હું ખૂબ જ માન ધરાવું છું.