CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 33 of 53 - CIA Live

November 24, 2019
sharad_pawar.jpg
1min5550

એનસીપીએ અજિત પવારને વિધાનમંડળના નેતા પદેથી હાંકી કાઢ્યા હતા અને તેઓ વિધાનસભ્યોને ભાજપના સમર્થનમાં મત આપવાનો આદેશ આપી શકે તેવી સત્તા પણ તેમની પાસેથી લઈ લીધી હતી. અજિત પવારે ભાજપ સાથે જોડાણ કરી નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના આ નિર્ણય સાથે પક્ષ સહમત ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શરદ પવારે બોલાવેલી પક્ષના વિધાનસભ્યોની બેઠકમાં ૫૪માંથી ૪૯ સભ્ય હાજર હોવાનો દાવો એનસીપીએ કર્યો હતો. ત્રીસમી ઑક્ટોબરે અજિત પવારેને વિધાનમંડળના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હાલમાં આ જવાબદારી પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને સોંપવામાં આવી છે.

સવારે થયેલા હાઈ ડ્રામા બાદ પવારે ચાર વાગ્યે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ધનંજય મુંડે સહિત ૪૯ વિધાનસભ્ય હાજર હોવાનું એનસીપીએ જણાવ્યું હતું. અન્ય છ પણ ટૂંક સમયમાં પક્ષનો સંપર્ક સાધશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે અજિત પવારની શપથવિધિમાં હાજર બાર વિધાનસભ્યમાંથી નવે શરદ પવાર સાથે હોવાનું જણાવતા અજિત પવાર એકલા પડી ગયા હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિ ભાજપ માટે સંકટ ઊભું કરનારી હોવાનો દાવો થઈ રહ્યો છે. આ નવ વિધાનસભ્યએ એક જ સૂર પુરાવ્યો હતો કે તેઓ અજિત પવારના આદેશને માન આપી ગયા હતા અને તેમને રાજભવનમાં શપથવિધિ માટે જવાનો કોઈ અણસાર આપવામાં આવ્યો ન હતો. તેમને અંધારામાં રાખી અજિત પવારે શપથ લીધા હતા. આ બેઠકમાં ફડણવીસના અતિ નજીકના માનવામાં આવતા પરલીના વિધાનસભ્ય ધનંજય મુંડેની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ બેઠક બાદ ત્રીસમી નવેમ્બરે વિશ્ર્વાસનો મત જીતવો ભાજપ માટે અઘરો બની રહેશે, તેમ માનવામાં આવે છે. જોકે રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દિવસે ચિત્ર અલગ પણ હોઈ શકે. સંપૂર્ણ દિવસ દરમિયાન અજિત પવારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. તેમને મનાવવા માટે પક્ષના ઘણાં નેતાઓએ પ્રયત્ન કર્યા હતા. કૉંગ્રેસે પણ અજિત પવારને ભૂલ સમજી પાછા આવવા વિનંતી કરી હતી. જ્યારે બીજી બાજુ અજિત પવારે શરદ પવારને સંદેશો મોકલાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં તેમણે પક્ષને બચાવવો હોય તોે ભાજપ સાથે જોડાવવાની વાત કરી હતી. અજિત પવાર પાસે ૩૦થી ૩૬ વિધાનસભ્યનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.

November 14, 2019
bjp_vs_congress.jpg
1min8650

ભાજપે 2018-19 વચ્ચે અત્યાર સુધીમાં કુલ્લ 800 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું છે. સત્તારૂઢ પક્ષ અંગે આ જાણકારી ચૂંટણી પંચમાં જમા કરાવાયેલા દસ્તાવેજો પરથી મળી હતી. કોંગ્રેસને માત્ર 146 કરોડ ધન મળ્યું છે.

કેસરિયા પક્ષને સૌથી વધુ 356 કરોડ રૂપિયા દાન દેશનાં પ્રતિષ્ઠિત ટાટા જૂથ તરફથી મળ્યું છે. ટાટા ગ્રુપ સંચાલિત સંસ્થા પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આ દાન આપ્યું છે.

ભારતનાં સૌથી ધનવાન ટ્રસ્ટ ધ પ્રૂડેંટ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 67 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 39 કરોડ રૂપિયા દાન રૂપે આપ્યા છે. આ ટ્રસ્ટને ભારતી ગ્રુપ, હીરો મોટો કોર્પ, ઓરિએન્ટ સિમેન્ટ, ડી.એલ.એફ., જે. કે. ટાયર્સ, જુબિલિયેંટ ફૂડ વર્કસ જેવાં ઉદ્યોગ જૂથોનું સમર્થન છે.
કોંગ્રેસને મળેલા 146 કરોડમાંથી 98 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી મળ્યા છે, તો ભાજપને 800 કરોડમાંથી લગભગ 470 કરોડ રૂપિયા ઇલેકટોરલ ટ્રસ્ટે આપ્યા છે.

આદિત્ય બિરલા જૂથના જનરલ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 28 અને કોંગ્રેસને 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યાં છે.

ટ્રિમ્ફ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 5 કરોડ, હાર્મોનિ ગ્રુપે 10 કરોડ, જનહિત ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને ન્યૂ ડેમોક્રેટિક ઇલેકટોરલ ટ્રસ્ટે અઢી-અઢી કરોડ રૂપિયા કેસરિયા પક્ષને દાન રૂપે આપ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2018-19 દરમિયાન ભાજપને અત્યાર સુધીમાં કુલ 800 કરોડનું અનુદાન મળેલું છે. ભાજપે ચૂંટણીપંચમાં જમા કરાવેલા દસ્તાવેજોમાં આ વિશે જાણકારીઓ બહાર આવેલી. જો કે આની વિગતો આવ્યા પછી રાજ્યસભાનાં ભાજપનાં જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાનાં પક્ષ સામે સવાલોનો દારૂગોળો દાગી દીધો છે.’ સ્વામીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તાતા તરફથી ભાજપને ભારે મોટી ધનરાશિ દાનમાં આપવામાં આવેલી છે. હવે જો સરકાર એરઈન્ડિયાની કમાન તાતાનાં હાથમાં સોંપે તો આ હિતોનો ટકરાવ ગણાશે. ઉલ્લેખનીય છે કે, ભાજપને સૌથી મોટું દાન તાતા સમૂહ દ્વારા નિયંત્રિત સંસ્થા પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી મળ્યું છે. તેનાં તરફથી ભાજપને કુલ 3પ6 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવેલું છે.

November 12, 2019
arvind_shivsena.jpg
1min6620

કેન્દ્રમાં એનડીએ સરકારમાં શિવસેનાના પ્રધાન અરવિંદ સાવંતે 11-11-2019 સોમવારે રાજીનામું આપ્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ સિવાયની સરકાર સ્થાપવાની હોવાથી કેન્દ્રમાં પ્રધાન તરીકે ચાલુ રહેવું યોગ્ય નથી, એમ કહ્યું હતું. એનડીએમાં કોઈ વિશ્ર્વાસ રહ્યો નથી.

રાજ્ય સરકારમાં સરખી ભાગીદારી માટે ભાજપે આપેલા વચનનો ભંગ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ – શિવસેના વચ્ચે થયેલા સરખી ભાગીદારી કરાર થયા હોવાનો ભાજપે ઈનકાર કરીને જુઠ્ઠાણું ચલાવ્યું છે, એવું પણ તેમણે કહ્યું હતું. મારા પક્ષ શિવસેનાની લાગણી દુભાવી છે. એનડીએમાં વિશ્ર્વાસ નહીં રહેતા એનડીએ છોડું છું. કેન્દ્રમાં ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે અરવિંદ સાવંત હતા તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું સુપરત કર્યું હતું. મહારાષ્ટ્ર શિવસેના અન્ય પક્ષો સાથે સરકાર સ્થાપી રહી છે. ભાજપ વિપક્ષમાં બેસશે, ત્યારે એનડીએમાં રહેવાનું યોગ્ય નથી.

November 10, 2019
Ayodhya_verdict_live_updates.jpg
1min5100

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે સત્ય અને ન્યાયનો વિજય થયો છે. કોઈની જીત કે હારની દૃષ્ટિએ આ ચુકાદાને ગણાવો જોઈએ નહીં. આ જીત સત્ય અને ન્યાયની છે, એવું તેમણે કહ્યું હતું.સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપતાં તેમણે આવકાર્યંુ હતું.

તમામે હવે દાયકા જૂના વિવાદને ભૂલીને રામ મંદિર બાંધવાના કામમાં સાથે મળીને લાગી જવું જોઈએ. સત્ય અને ન્યાય જળવાઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

મથુરા અને વારાણસીનો પ્રશ્ર્ન ઉઠાવાશે? એ પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે આર.એસ.એસ.નું કામ આંદોલન કરવાનું નથી, પરંતુ ચરિત્ર ઊભું કરવાનું છે.

ઘણા જમણેરી સંગઠનો અયોધ્યા જેવું આંદોલન મથુરા અને વારાણસી માટે કરવા પ્રયાસ કરી રહ્યા છે.

November 8, 2019
maha_bjp_shiv.jpg
1min4860

મહારાષ્ટ્રમાં જોવા મળતી રાજકીય અસ્થિરતા અને અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં રાખતા આવનાર દિવસોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી શક્યતાઓ રાજકીય પક્ષો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ૧૦૫ બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવનાર ભાજપે હજુ સુધી સત્તાનો દાવો કર્યો નથી.

બીજી બાજુ ભાજપના મિત્રપક્ષ શિવસેનાએ મુખ્ય પ્રધાનપદની માગ સાથે કોઈ સમાધાન ન કરવાની ભૂમિકા લેતા મહાયુતિની સત્તા રચવાની સંભાવના ઝાંખી થતી જાય છે. શિવસેનાએ પણ કૉંગ્રેસ-એનસીપીની મદદથી સત્તાના દાવાનો કોઈ સંકેત આપ્યો નથી ત્યારે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જઈ રહ્યું હોવાનું જણાય છે. આ અંગે કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે જો આજે સાંજ સુધીમાં સત્તા રચવાનો દાવો નહીં થાય તો રાષ્ટ્રપતિ શાસનની પૂરી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલે આ અંગે નક્કર નિર્ણય કરવો જોઈએ.

જોકે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ન આવતા સ્થિર સરકાર બને, તેવો આગ્રહ તેમણે રાખ્યો હતો. બીજી બાજુ કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોના પંદર દિવસ બાદ પણ ભાજપ અને શિવસેનાએ સત્તા સ્થાપવા અંગે કોઈ રસ દાખવ્યો નથી. ભાજપ અને શિવસેનાના પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યા હોવા છતાં રાજ્યપાલે પહેલા અને બીજા ક્રમાંકે આવનારા પક્ષોને સત્તા સ્થાપવા આમંત્રણ આપ્યું નથી ત્યારે રાજ્યપાલ કોના દબાણ હેઠળ છે, તેવો સવાલ કરતા તેમણે ભાજપ તરફ ઈશારો કર્યો હતો. બીજી બાજુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન આવશે તો તે માટે ભાજપ જવાબદાર હશે, તેમ જણાવ્યું હતું. ભાજપના નેતાઓએ રાજ્યપાલ સમક્ષ સત્તા સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો જ નથી. તેઓ ખોટો વિલંબ કરી રહી છે જેથી રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જાય. જો તેમણે દાવો ન કરવો હોય તો જાહેર કરવું જોઈએ, આથી સેના આગળ વધે, તેમ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન ગુરુવારે રાજ્યપાલે મહારાષ્ટ્રના એટર્ની જનરલ આશુતોષ કુંભાકોનીને રાજભવન બોલાવ્યા હતા અને આગળના પગલાં અંગે કાયદાકીય જોગવાઈઓ અંગે વાતચીત કરી હતી. જો કોઈ પણ સત્તા સ્થાપવાનો દાવો ન કરે તે શનિવારે વર્તમાન મુખ્ય પ્રધાનને કાર્યવાહક મુખ્ય પ્રધાન તરીકેની થોડી વધારે મુદ્ત મળે તેવી શક્યતાઓ છે. વિધાનમંડળના ભૂતપૂર્વ સેક્રેટરી અનંત કોલસેએ જણાવ્યું હતું કે જો કોઈ પક્ષ સામે ન આવે તો રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સત્તા સ્થાપવા આમંત્રણ આપી શકે, જો તેઓ અક્ષમતા દર્શાવે તો બીજા ક્રમાંકે આવેલા પક્ષને આમંત્રણ આપી શકે. જ્યાં સુધી નવા મુખ્ય પ્રધાન શપથ ન લે ત્યાં સુધી વિધાનમંડળનું સત્ર બોલાવી શકાય નહીં. નવી સરકાર પ્રસ્તાવ મૂકે તે બાદ રાજ્યપાલ વિધાનસભાનું નવું સત્ર બોલાવે, જેમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યો શપથ લે, તેવી પ્રક્રિયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંધારણમાં કાર્યવાહક સરકારની કોઈ જોગવાઈ નથી, પરંતુ કેન્દ્રમાં પણ આ વિકલ્પ અમલમાં મૂક્યો હોવાના દાખલાઓ છે. જો આવી સરકાર બને તો પણ નવી સરકારની શપથવિધિ ટૂકં સમયમાં થવી જોઈએ, તેમ તેમણે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ઉમેર્યું હતું. રાજ્યના ભૂતપૂર્વ એડ્વૉકેટ જનરલ શ્રીહરિ એનેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન સુધી પહોંચવા પહેલા ઘણાં વિકલ્પો અને પ્રક્રિયાઓ છે. નવમી સુધીમાં નવી સરકાર બની જ જવી જોઈએ, તેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી.

રાજ્યમાં રાજકીય અસ્થિરતાનો માહોલ જોતા આજનો દિવસ ઘણો મહત્ત્વનો બની રહ્યો છે આ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી શું ભૂમિકા લે છે, તેના પર સૌની નજર છે.

November 4, 2019
UddhavFadnavis-1.jpg
1min6410

મહારાષ્ટ્રના રાજકારણનું ડહોળાયેલું ચિત્ર આજે થોડુંઘણું સ્પષ્ટ થવાના સંકેતો છે. દિલ્હી ખાતે આજે એનસીપીના વડા શરદ પવાર અને કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે બેઠક થનારી છે. આ સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આજે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવાના છે.

રાજ્યમાં એનસીપીને ૫૪ અને કૉંગ્રેસને ૪૪ બેઠક મળી હોવાથી આ બન્ને પક્ષ મળી સત્તા સ્થાપી શકે તેમ નથી, પરંતુ ભાજપ (૧૦૫) અને શિવસેના (૫૬) વચ્ચે સોગઠું ન ગોઠવાતા શિવસેનાને સમર્થન આપી સત્તામાં આવવાના દ્વાર બન્ને પક્ષ માટે ખુલ્યા છે અને તેથી આજની આ બેઠક પર સમગ્ર દેશની નજર છે. પવાર અને ગાંધી દેશની આર્થિક સ્થિતિની ચર્ચા કરવા આજે મળશે તેવું સત્તાવાર રીતે કહેવામાં આવે છે.

બીજી બાજુ સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ફડણવીસ રાજ્યમાં સર્જાયેલા લીલા દુકાળની સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી મદદ માટે શાહને મળી રહ્યા છે, પરંતુ સ્વાભાવિક છે કે તેઓ રાજ્યની રાજકીય સ્થિતિ અંગે શાહને અવગત કરશે. દિલ્હીમાં થઈ રહેલી આ બે મુલાકાત રાજ્યમાં નવી સરકાર અંગેના ચિત્રને સ્પષ્ટ કરે તેવી સંભાવના છે.

November 2, 2019
zarkhand.jpg
1min5100

ઝારખંડ રાજ્યની વિધાનસભાની ચૂંટણી આગામી ૩૦ નવેમ્બર-૨૦ ડિસેમ્બર વચ્ચે પાંચ તબક્કામાં યોજાશે અને મતગણતરી ૨૩મી ડિસેમ્બરે થશે, એમ ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું.

મુખ્ય ચૂંટણી નિરીક્ષક સુનીલ અરોરાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઝારખંડની વિધાનસભાની કુલ ૮૧ બેઠકો માટે મતદાન થશે અને એની પાંચ તારીખો આ મુજબ છે: ૩૦ નવેમ્બર (૧૩ બેઠક માટે), ૭ ડિસેમ્બર (૨૦ બેઠક), ૧૨ ડિસેમ્બર (૧૭ બેઠક), ૧૬ ડિસેમ્બર (૧૫ બેઠક) અને ૨૦ ડિસેમ્બર (૧૬ બેઠક). નક્સલવાદીઓથી રંજિત ઝારખંડ રાજ્યમાં વર્ષ ૨૦૧૪માં પણ વિધાનસભાની ચૂંટણી પાંચ તબક્કામાં યોજાઈ હતી. આ રાજ્યમાં ભાજપનું શાસન છે અને રાજ્યમાં આદિવાસીઓની મોટી વસતિ છે. આ વખતે કૉંગ્રેસ તથા ઝારખંડ મુક્તિ મોરચાની યુતિ મુખ્ય પ્રધાન રઘુબર દાસની આગેવાની હેઠળની શાસક સરકારને હોદ્દા પરથી ઉથલાવી દેવા કટિબદ્ધ છે. દાસ પાંચ વર્ષની આખી મુદત પૂરી કરનારા આ રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન છે.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિરોધ પક્ષોનો પર્ફોર્મન્સ ધારણા કરતાં સારો રહ્યો હોવાથી ઝારખંડમાં પણ વિપક્ષોની યુતિ પર સૌકોઈની નજર રહેશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે, પરંતુ એની બેઠકોની સંખ્યા ધારણા કરતાં ઓછી રહી છે. ઝારખંડમાં ભાજપ સરકારે ફરી એકવાર સ્થિર, ભ્રષ્ટાચાર-વિહોણા અને વિકાસલક્ષી શાસનનું વચન આપ્યું છે. બીજી તરફ, વિપક્ષોએ દલીલ કરી છે કે ભાજપના રાજમાં આ રાજ્યમાં પ્રગતિ રુંધાઈ ગઈ છે.

October 29, 2019
pmmodi_riyadh.jpg
1min7250

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે નવી દિલ્હીથી સાઉદી અરબ જવા માટે નીકળ્યા હતા. ભારતમાં ભાઇબીજની વહેલી સવારે તેઓ સાઉદીની રાજધાની રિયાધ પહોંચ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદી એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાદના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. સ્થાનિક સમય મુજબ ત્યાં મધરાત હતી આમ છતાં તેમનું ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર રિયાદની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે.

વિદેશ મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું કે જે મુખ્ય સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે તેમાં ભારત-સાઉદી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પરિષદની શરૂઆત કરવી, રૂપે કાર્ડ શરૂ કરવું તથા બંને દેશોની ઈ-પ્રવાસ પ્રણાલી વચ્ચે સમન્વય લાવવાની સમજૂતીનો સમાવેશ થાય છે.

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી રૂપે કાર્ડ લોન્ચ કરશે. સાથે જ તે ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ (FII)ના ત્રીજા સત્રમાં શામેલ થશે. તે મંગળવારે રાત્રે દિલ્હી પરત ફરશે.

October 27, 2019
1min5320

ચંદીગઢમાં કેન્દ્રીય નિરિક્ષકોની ઉપસ્થિતિમાં ભાજપની વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, મનોહરલાલ ખટ્ટર, દુષ્યંત ચૌટાલા આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર આજરોજ તા.27મી ઓક્ટોબર 2019ને દિવાળીના પર્વે બીજી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે અને જેજેપીના દુષ્યંત ચૌટાલા ઉપમુખ્યમંત્રી બનશે. આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને ખટ્ટરે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

બાદમાં ખટ્ટરે કહ્યું હતું કે, આજે રવિવારના દિવસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ થશે. જ્યારે બાકી મંત્રીમંડળના સભ્યો ક્યારે શપથ લેશે તે અંગેની માહિતી આવતીકાલે આપવામાં આવશે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની સાથે ડીલ થઈ ગયા બાદ હવે ભાજપ સરકાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આવા કોઈ વિચાર ઉપર કોઈ ચર્ચા થઈ નથી. આ પહેલા ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરને મુખ્યમંત્રી બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.’

ભાજપ હાઇકમાન્ડના કહેવા મુજબ તા.26મીની બપોરે બપોરે’ ચંદીગઢના યુપી ગેસ્ટહાઉસમાં બેઠક મળી હતી જેમાં ખટ્ટરને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન, રવિશંકર પ્રસાદ અને ભાજપના મહાસચિવ અરુણ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. હરિયાણામાં 90 સીટોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 40 સીટો મળી છે. જે બહુમતથી છ સીટો ઓછી છે. આવી સ્થિતિમાં ભાજપે 10 ધારાસભ્યો ધરાવનાર દુષ્યંત ચૌટાલાની જેજેપી અને આઠ અપક્ષોનાં સમર્થન સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપે ગીતિકા આપઘાત કેસમાં આરોપી ગોપાલ કાંડાનું સમર્થન લીધું નથી. મંત્રીઓના શપથને લઇને હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી. ગઇકાલે સવારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમની વાતચીત થઈ હતી. ખટ્ટરે દિલ્હીમાં સતત બેઠકોનો દોર ચલાવ્યો હતો. ભાજપના પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીયમંત્રી અમિત શાહ સાથે શ્રેણીબદ્ધ વાતચીત કરી હતી. કુલ પાંચ અપક્ષ સભ્યો ભાજપને ટેકો આપવા તૈયાર થઈ ગયા હતા. અન્ય ત્રણ પણ ભાજપને ટેકો આપવા માટે તૈયાર થયા હતા. હેવાલ મુજબ અપક્ષ ધારાસભ્યો પુન્ડરીથી રણધીર ગોલન, રાનિયાથી રણજીત સિંહ, મહમથી બલરાજ કુન્ડુ, બાદશાહપુરથી રાકેશ દૌલતાબાદ અને સિરસાથી ગોપાલ કાન્ડા ભાજપને ટેકો આપવા રાજી થઈ ગયા હતા.’ આની સાથે જ ભારતીય જનતા પાર્ટી માટે સરકાર બનાવવાનો રસ્તો સરળ થઈ ગયો હતો.

October 26, 2019
aditya_cm_posters.jpeg
1min7940

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની યુતિ સરકાર રચાવા તખ્તો તૈયાર થઈ ચૂકયો છે ત્યારે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે (29)ને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવાય તેવી બૂમરાણ મચાવીને સરકારની આસાન દેખાતી રચનાને કઠીન બનાવી દીધી છે. પક્ષનેતાઓ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો મોટો હિસ્સો આવી માગણી કરી રહ્યો હોવાના અહેવાલ છે. જો શિવસેનાની અસંભવ લાગતી આ માગણી સંતોષવામાં આવે તો આદિત્ય, રાજ્યના સૌથી યુવા સીએમ બની શકે છે. જોકે, વર્તમાન સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે નાયબ સીએમનું પદ આદિત્યને ઓફર કરવાને પોતે રાજી છે. આમ બન્ને પક્ષ વચ્ચે મડાગાંઠ સર્જાય તેવી શક્યતા છે.
શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ જણાવ્યું હતું કે આદિત્ય આપણા નવા સીએમ બને તેમ અમે ઈચ્છીએ છીએ. આ અમારી પ્રથમ અને પ્રમુખ માગણી છે.

વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ અને અમારો પક્ષ, ફિફટી-ફિફટીની સત્તાવહેંચણીની ફોર્મ્યુલા બાબત સહમત થયો હતો, તેનો શબ્દાર્થ અને ભાવાર્થમાં અમલ અમે ઈચ્છીએ છીએ. ભાજપી મોવડીમંડળ સાથેની વાટાઘાટમાં પક્ષવડા ઉદ્ધવજી તે માગણીને વળગી રહેશે તેવો અમને આત્મવિશ્વાસ છે. પક્ષપ્રમુખ આ બારામાં જે પણ નિર્ણય લેશે તેને અમે માન્ય રાખશું એમ પક્ષના અન્ય ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.

આદિત્યને સીએમ બનાવવા જોઈએ એમ જણાવી પક્ષના સીનિયર નેતા સંજય રાઉતે’ ઉમેર્યું’ હતું કે શિવસેના મહારાષ્ટ્ર માટે જરૂરી છે. અમે આદિત્યને સીએમ પદે જોવા ઈચ્છીએ છીએ. પક્ષના અન્ય નેતા સંજય ગુપ્તાએ ય આવી જ’ લાગણીનો પડઘો પાડયો હતો. મહારાષ્ટ્ર ચૂંટણીના ‘જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 10પ અને શિવસેનાને પ6 બેઠકો મળવા સાથે તેમના જોડાણને સ્પષ્ટ બહુમતિ મળી છે.